The Accident - 5 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 5

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ધ એક્સિડન્ટ - 5


















પ્રિષા એના ઘરે પહોંચે છે અને સીધી એના રૂમ પર જાય છે. ત્યાં જ પ્રિષા ના પપ્પા રાજેશભાઈ જોવે છે કે પ્રિષા થોડી ઉદાસ લાગે છે. એટલે તેઓ પ્રિષાને પૂછે છે,

" શું થયું બેટા ? "

" કંઈ નહિ પપ્પા ... બસ થોડો થાક લાગ્યો છે. "

" ઓકે .. તું આરામ કર. "

પ્રિષા બીજું કંઈ બોલ્યા વગર એના રૂમ પર જતી રહે છે. રાજેશભાઈ પ્રિષા ની ઉદાસી નું કારણ સમજી જાય છે, એમને તરત ખ્યાલ આવી જાય છે કે પ્રિષા ખોટું બોલી રહી છે. એની ઉદાસી નું કારણ ધ્રુવ ની ગેરહાજરી છે. પણ તેઓ પ્રિષા ને કંઈ કહેતા નથી.

પ્રિષા રૂમ માં આવીને દરવાજો બંધ કરી દે છે. ત્યાં જ એની નજર ધ્રુવ એ આપેલા ટેડી બેર પર પડે છે. એ તરત જ એને હગ કરીને રડે છે. રડતાં રડતાં જ એ સૂઈ જાય છે.

આ તરફ ધ્રુવ પણ ખૂબ જ ઉદાસ હોય છે. એને પ્રિષાની બહુ જ યાદ આવે છે. એને થાય છે કે એને કેનેડા જવું જ નથી, બસ પ્રિષા જોડે જ રહેવું છે. પણ એ એમ નથી કરી શકતો.

બીજા દિવસે સવારે પ્રિષા બ્રેકફાસ્ટ માટે રૂમમાંથી બહાર આવે છે. રાજેશભાઈ નોટિસ કરે છે કે પ્રિષા હજી પણ ઉદાસ છે.

" Good morning ... બેટા .. "

" Good morning ... પપ્પા.. "

" પ્રિષા .. બેટા ... તને ખબર છે ધ્રુવ કોનો દીકરો છે ? "

" ના .. પપ્પા... ક્યારેય એ વિશે વાત જ નહિ થઈ.. "

" અરે, બેટા એ મારા બાળપણના મિત્ર ગિરીશ નો દિકરો છે. "

" ગિરીશ અંકલ ...!! એ જ ને જે અમદાવાદ માં રહેતા હતા અને થોડા વર્ષો પહેલા કેનેડા સેટલ થયા...? "

" હા બેટા ... એ જ ... એનો ગઈ કાલે ફોન આવેલો ત્યારે જ ખબર પડી . "

" ઓહ ... હમમ .. "

" તું કાલે ધ્રુવ ને મૂકવા ગઈ ત્યારે જ વાત થઈ .. તું રાતે મોડા આવી એટલે કહ્યું નહિ.. "

" ઓકે ... "

" અચ્છા ... એનો કોઈ મેસેજ કે કોલ આવ્યો ? "

" ના પપ્પા ... હજી નથી આવ્યો.. "

" ઓકે .. ડોન્ટ વરી.. એ ફ્લાઇટ માં હશે એટલે કદાચ ... "

" હમમ "


( બે દિવસ પછી .... )

પ્રિષા ના ફોન માં નોટિફિકેશન આવે છે. પ્રિષા ચેક કરે છે તો ધ્રુવ નો મેસેજ હોય છે.

" Hy .. Prisha... "

પ્રિષાના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

" Hy .. "

" કેમ છે તું ? "

" હું જેવી હોય એવી તને શું મતલબ ? "

" એય .. તને શું થયું ? કેમ આવું બોલે છે યાર .. "

" કંઈ નહિ ... મને શું થવાનું છે .. "

" મારાથી કોઈ ભૂલ થઈ હોય તો I'm sorry ... પણ પ્લીઝ આવું ના કર યાર ??... "

" hahahahaha "

" હવે હસે છે કેમ ? "

" અરે હું મજાક કરતી હતી.. ?? "

" પાગલ .. તને કંઇ ખબર પડે છે કે નહિ ... હું કેટલો ટેન્શન માં આવી ગયો ... "

" અરે ... સોરી બાબા ... I'm so sorry..."

" it's ok... હવે આવી મજાક ના કરતી .. "

" કેમ ... ?"

" ના પાડીને એકવાર ... નહિ કરવાની એટલે નહિ કરવાની.. "

" યેસ... બોસ ... તમે કહો એમ ... બસ ... "

" હા ... ગુડ ગર્લ ... "

" ??"

" પ્રિષા ... "

" શું ...? "

" કંઈ નહિ ... "

" અરે બોલ ... "

" હું એમ કહેતો હતો કે તું તારી માસ્ટર ડિગ્રી અહી આવીને પૂરી કરે તો ... કેવું રહેશે ? આઈ મીન અહી પછી જોબ ના સ્કોપ પણ સારા છે એન્ડ તું તો એક ટ્રાવેલર છે ને તારી આગળ ની ટુર અહી કર.... કેનેડામાં ... "

to be continued.....

શું પ્રિષા કેનેડા જશે ? અને જશે તો શું થશે ? ધ્રુવ એ પ્રિષાને કેમ ત્યાં બોલાવી ? એને પોતાનો પ્રેમ જતાવવા કે કોઈ બીજું જ કારણ હશે ?

તમારા વિચારો કૉમેન્ટ કરો ...

☺️ thanks ☺️

- Dhruv Patel