The ring - 4 in Gujarati Detective stories by Jatin.R.patel books and stories PDF | ધ રીંગ - 4

Featured Books
  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

  • پھٹے کپڑے

    زندگی بس یہی ہے۔   جینا تو یہی ہے، یہ نصیحت بھی لکھی ہے...

  • رنگین

    سفر کا مزہ سفر سے لطف اندوز ہوتے رہیں۔ اپنے دل کے مواد سے لط...

  • ادھورے رشتے، مکمل سچ

      .ادھورے رشتے، مکمل سچ اوصاف، ایک متمول بزنس مین ارمان کا ا...

Categories
Share

ધ રીંગ - 4

The ring

( 4 )

અચાનક સંજોગોવશાત પ્રથમ વખત મળેલાં આલિયા અને અમન વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.. સવારે આલિયા જ્યારે ઉંઘમાંથી ઉઠે છે ત્યારે અમન ત્યાંથી નીકળી ગયો હોય છે અને સાથે-સાથે આલિયાની મમ્મી એ આપેલી રિંગ એની આંગળી પરથી ગાયબ હોય છે.. પોતાની એ રિંગ અમને જ ચોરી કરી હોવાનું સમજતી આલિયા અમનનો નંબર ડાયલ કરે છે પણ નંબર આઉટ ઓફ રિચ આવે છે.. આખરે વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર પોતે રૂબરૂ જશે એવો નિર્ણય આલિયા કરે છે.

બીજાં દિવસનો સૂરજ ઉગતાં જ આલિયા પોતાનો નિત્યક્રમ પૂર્ણ કર્યાં બાદ થોડો નાસ્તો કરી વિઝીટિંગ કાર્ડ પર મોજુદ અમનની ઓફિસ નાં એડ્રેસ પર જવાં માટે પોતાની કારમાં સવાર થઈને નીકળી પડી.. કારની ગતિ ની સાથે આલિયા નાં મનનાં વિચારો પણ પુરપાટ ગતિમાં દોડી રહ્યાં હતાં.

"અમને સાચેમાં એ રિંગ લીધી હશે..? જો એ આ વાત માનવાથી જ ઇન્કાર કરી દેશે તો..? પણ મમ્મી એ આપેલી એ રિંગ શોધવા મારે અમન ને અમુક સવાલ તો પૂછવા જ પડશે.. "આવાં કેટલાય વિચારો મનમાં લઈને આલિયા પોતાની કારને હંકારી મુંબઈ સીટીમાં પ્રવેશ કરી ચુકી હતી. દુનિયાની સૌથી વધુ ટ્રાફિક ધરાવતી સિટીમાં પોતાની કારને હંકારી અમનની ઓફિસ નાં એડ્રેસ પર પહોંચવું ખરેખર ત્રાસદાયક હતું આલિયા માટે.

આખરે બે કલાક સુધી સતત ડ્રાઈવ કર્યા બાદ આલિયા ગુગલ મેપ ની સહાયતાથી અમને આપેલાં વિઝીટિંગ કાર્ડમાં રહેલાં એડ્રેસ પર જઈ પહોંચી.. અહીં B બ્લોકનાં ત્રીજા માળે જતી લિફ્ટમાં બેસી આલિયા અમન નાં વિઝીટિંગ કાર્ડ પર લખેલાં બ્રાઈટ કોર્પોરેશન નામક ઓફિસનાં દરવાજા આગળ જઈને ઉભી રહી.

સીધું કોઈ કોર્પોરેટ ઓફિસમાં ના જવાય એટલું જાણતી આલિયા દરવાજે ઉભી રહી એટલે એક પ્યુન ત્યાં આવ્યો અને આલિયાની તરફ જોઈને બોલ્યો.

"બોલો, મેડમ.. કોનું કામ છે..? "

"મારે તમારાં બોસ ને મળવું છે.. "આલિયા એ જવાબ આપતાં કહ્યું.

"હું જાણી શકું તમે કેમ અમારાં સાહેબ ને મળવાં માંગો છો..? "પ્યુને જાણ ખાતર સવાલ કર્યો.

"પર્સનલ કામ છે.. હું તમને જણાવી શકું એમ નથી.. એમને જઈને બોલ કે આલિયા કરીને એક યુવતી એમને મળવા આવી છે.. એ મને સારી રીતે ઓળખે છે.. "આલિયા એ કહ્યું.

"Ok તમે અહીં લોન્જમાં બેસો.. હું સર ને તમારાં આગમન વિશે જણાવું.. પછી તમે એમની કેબિનમાં જઈ શકો છો.. "આલિયા ને ઓફિસ નાં લોન્જમાં મૂકેલાં સોફા પર બેસવાનું કહી એ પ્યુન ઓફિસમાં અંદરથી તરફ આગળ વધ્યો.. આલિયા એ અનુમાન લગાવ્યું કે શાયદ અમન ની કેબિન એ તરફ હોવી જોઈએ.

આલિયા એ લોન્જમાં મૂકેલાં સોફા પર સ્થાન લીધું અને અપલક નજરે ઓફિસ ને જોવાં લાગી.. ઓફિસની બનાવટ જોઈને આલિયા એટલું તો જરૂર સમજી ગઈ હતી કે અમન પૈસેટકે સુખી હોવો જોઈએ.. કેમકે પંદરેક લોકોનો સ્ટાફ ધરાવતો વ્યક્તિ સારી એવી આવક ધરાવતો હોય એ તો સામાન્ય બાબત હતી.

"તો શું પછી અમને મારી રિંગ નહીં ચોરી હોય..? .. ક્યાંક એ અમારી એ હસીન મુલાકાત ની યાદગીરી રૂપે તો એ રિંગ પોતાની સાથે નહીં લઈ ગયો હોય..? અમન મને પ્રેમ તો નહોતો કરી બેઠો ને..? "ફરીવાર નવાં વિચારો સાથેનાં નવાં પ્રશ્નોનું ઝંઝાવત આલિયા નાં મગજને ચકરાવે ચડાવી રહ્યું હતું.

"સર, તમને મળવા અંદર બોલાવે છે.. "પ્યુન નાં આટલું બોલતાં જ આલિયા પાછી વિચારોમાંથી બહાર આવી.

"Thanks.. "પ્યુન નો આભાર માની આલિયા સોફા પરથી ઉભી થઈ અને એ પ્યુનની પાછળ-પાછળ ચાલી નીકળી.

આલિયા એ ચાલતાં-ચાલતાં ઓફિસ ની રચના અને ઓફિસ સ્ટાફ ને પણ જોઈ લીધો.. આ વખતે આલિયા એ નોંધ્યું કે ઓફિસ સ્ટાફમાં મોટાં ભાગે જે પણ લેડીઝ સ્ટાફ હતો એમાં પચ્ચીસથી ત્રીસ વર્ષની વય ધરાવતી દેખાવમાં ખુબસુરત યુવતીઓ જ હતી.

"આ રહી સાહેબ ની પર્સનલ કેબિન.. "એક કાચની કેબિન સુધી પહોંચી એ પ્યુન આલિયા ને ઉદ્દેશીને બોલ્યો અને પાછો ત્યાંથી રવાના થઈ ગયો.

"સાહેબ.. પણ જોરજોર આઈટમો શોધી લાવે છે.. "જતાં જતાં એ પ્યુનનાં આ શબ્દો આલિયા નાં કાને પડ્યાં.. જેનો અર્થ હાલપુરતો તો સમજવામાં એ અસમર્થ હતી.

પ્યુન દ્વારા કહેવામાં આવેલી આ વાતને અવગણી આલિયા એ કેબિનનો દરવાજો ખોલી અંદર પ્રવેશી.. અંદર રોલિંગ ચેર પર બેસેલો એક વ્યક્તિ લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો.. લેપટોપ ની પાછળ એનો ચહેરો ઢંકાઈ જતો હોવાથી આલિયા હજુ સુધી એ વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ જોઈ નહોતી શકી.

"Take the seat.. "આલિયા નાં પ્રવેશતાં જ એ વ્યક્તિ આલિયા ને પોતાની સામે રાખેલી ખુરશીમાં બેસવા માટે હાથ વડે ઈશારો કરતાં બોલ્યો.

એ વ્યક્તિનાં આમ કહેતાં જ આલિયા ધીમેથી એ વ્યક્તિ દ્વારા સુચવેલી ખુરશી તરફ આગળ વધી અને ખુરશી ને ખસેડી એમાં બેસી ગઈ.. લાલ-વાદળી-સફેદ રંગ નાં લાઇનિંગ પ્લાઝો અને ટોપ માં સજ્જ આલિયા અતિ સુંદર લાગી રહી હતી.. સાથે એનાં કાનમાં ભરાવેલાં મોટી-મોટી ઈયરરિંગ એની સુંદરતા ને વધુ નિખારી રહ્યાં હતાં.

"બોલો મિસ.. શું કામ હતું..? "લેપટોપ ની સ્ક્રીન ને ફોલ્ડ કરી લેપટોપ બંધ કરતાં એ વ્યક્તિ એ જેન્ટલમેન સ્ટાઇલમાં પૂછ્યું.

આલિયા એ વ્યક્તિનાં પુછાયેલાં સવાલનો જવાબ આપવાં જ જતી હતી ત્યાં એ વ્યક્તિનો ચહેરો જોઈ એનાં શબ્દો અટકી ગયાં.. એ વ્યક્તિ નો ચહેરો પોતે જેને મળી હતી એ અમન સાથે મેચ નહોતો થઈ રહ્યો એ જોતાં જ આલિયા નું દિમાગ ચકરાવે ચડી ગયું.. આલિયાનાં ચહેરા પર મોજુદ હાવભાવ જોઈ ત્રીસેક વર્ષની ઉંમર ધરાવતો એ સૂટ બૂટ માં સજ્જ વ્યક્તિ ફરીવાર પોતાનો પ્રશ્ન રિપીટ કરતાં બોલ્યો.

"બોલો મિસ.. શું પર્સનલ કામ હતું તમારે..? "

"કંઈ નહીં.. "આલિયા આટલું બોલી અટકી ગઈ.

આલિયા નાં ચહેરા પર ઉભરી આવેલાં આશ્ચર્ય નાં ભાવ જોઈ રહેલાં એ વ્યક્તિએ પોતાની જોડે રહેલો પાણી નો ગ્લાસ આલિયા તરફ ધર્યો અને આલિયા ને પાણી પીવાનો આગ્રહ કર્યો.. આલિયા ફટાફટ ગ્લાસમાં રહેલું બધું પાણી પી ગઈ.. એટલે એ વ્યક્તિએ સજ્જનતાથી કહ્યું.

"બીજું પાણી મંગાવું..? "

જવાબમાં આલિયાએ ડોકું નકારમાં હલાવી પાણી મંગાવવાની ના કહી.. થોડો સમય સુધી આલિયા શું વાત કરવી એ વિશે વિચારતી હતી ત્યાં એની નજર ટેબલ પર પડેલી નેમ પ્લેટ પર પડી.. નેમ પ્લેટ ઉપર કેપિટલ અક્ષરોમાં એંગ્રેજીમાં લખેલું હતું.

"APURVA AGNIHOTRI"

નેમ પ્લેટ ઉપર લખેલું નામ ધીરેથી વાંચતાં આલિયા બોલી.

"અપૂર્વ અગ્નિહોત્રી.. "

આલિયાનું આમ ધીરેથી બોલવું પણ સામે બેસેલી વ્યક્તિને સંભળાઈ ગયું અને એ બોલ્યો.

"હા બોલો.. હું જ છું અપૂર્વ અગ્નિહોત્રી.. "

"પણ હું તો આ ઓફિસ નાં માલિક ને મળવા આવી હતી.. "આલિયા ને હવે માલુમ પડ્યું કે પોતાની સામે બેસેલાં વ્યક્તિનું નામ અમન વર્મા નથી એટલે એને સીધી મૂળ વાત પર આવતાં કહ્યું.

"હા તો તમે આ બ્રાઈટ કોર્પોરેશનનાં એકલોતા માલિક ની સામે જ બેઠાં છો.. બેજીજક બોલો તમારે મારું શું કામ હતું..? "અપૂર્વ એ પોતાનાં હાથને કોણીથી ટેબલ પર ટેકવીને આલિયા ની તરફ જોતાં કહ્યું.

"પણ મારે તમારું કામ નથી.. મારે તો અમન... "અનાયાસે જ આલિયા નાં મોંઢેથી શબ્દો સરી પડ્યાં.

આલિયા નાં મોંઢેથી અમન નામ સાંભળતાં જ અપૂર્વ નાં ચહેરા નાં ભાવ બદલાઈ ગયાં.. એને આલિયા તરફ સવાલસુચક નજરે જોતાં કહ્યું.

"તમે કહ્યું અમન..? "

"હા.. તો હું અમન વર્મા ને મળવાં આવી છું.. આ કાર્ડ અમને જ મને આપ્યું હતું અને કહ્યું કે અહીં મારાં લાયક સારી જોબ છે.. તો હું જોબ શોધતી અહીં આવી હતી.. "પોતાનાં પર્સમાં રહેલું વિઝીટિંગ કાર્ડ અપૂર્વનાં તરફ લંબાવી વાત ને ફેરવતાં આલિયા બોલી.

અપૂર્વ એ વિઝીટિંગ કાર્ડ ને ધ્યાનથી જોયું અને પછી એ વિઝીટિંગ કાર્ડ આલિયા ને પાછું આપતાં બોલ્યો.

"મને લાગે છે કોઈએ તમારી જોડે ગંદી મજાક કરી છે.. આ ઓફિસનાં સ્ટાફ માં પણ કોઈ અમન વર્મા નથી.. હું જ છું આ ફર્મ નો માલિક.. "

અમન એક ફ્રોડ હતો.. જે આ રીતે યુવતીઓનો ફાયદો ઉઠાવતો હતો એ વાત આલિયા સમજી ચુકી હતી.. એની વાતોમાં આવી અમનને સારો માનવાની અને એની સાથે ફિઝિકલ રિલેશન બાંધવાની ભૂલની સજા રૂપે પોતાની મમ્મીની યાદગીરી સમાન રિંગ આલિયા ખોઈ બેસી હતી.

"Sorry.. મેં નાહકમાં તમને ડિસ્ટર્બ કર્યાં.. હવે હું નીકળું.. "વિઝીટિંગ કાર્ડ પોતાનાં પર્સમાં મુકતાં આલિયા બોલી.

"અરે એમાં sorry ના હોય.. પણ તમે ઈચ્છો તો મારી ઓફિસમાં જોબ કરી શકો છો.. "સસ્મિત અપૂર્વ બોલ્યો.

"ધન્યવાદ.. પણ મારો વિચાર હવે બદલાઈ ગયો છે.. "આટલું બોલી આલિયા ખુરશીમાંથી ઉભી થઈ અને અપૂર્વ ની કેબિનનો દરવાજો ખોલી ત્યાંથી ચાલતી થઈ.

આલિયા નાં જતાં ની સાથે જ અપૂર્વ એ બહાર બેસેલાં પ્યુનને લેન્ડલાઈન પર કોલ કરી પાણી મંગાવ્યું.. પ્યુન થોડી જ વારમાં પાણી નો ગ્લાસ રાખી ગયો.. જેમાંથી પાણી પીધાં બાદ અપૂર્વ વિચારમંથન કરતાં બોલ્યો.

"અમન.. અમન વર્મા.. કોણ છે એ જે હજુ સુધી મારી પાછળ પડ્યું છે..? આ યુવતી ને મારી ઓફિસનું એડ્રેસ અને અમન નું નામ આપનાર હકીકતમાં કોણ છે એ જલ્દી જાણવું પડશે. "

આ સાથે જ અપૂર્વ નાં લલાટે ફૂલ એરકન્ડિશનરમાં પણ પ્રસ્વેદ બિંદુઓ દેખાવાં લાગ્યાં. !!

★★★

વધુ આવતાં ભાગમાં.

શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***