The Accident - 4 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 4

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ધ એક્સિડન્ટ - 4















     પ્રિશા ડાયરી વાંચીને ચોંકી જાય છે. એ તરત જ ડાયરી એમ ની એમ જ મૂકી દે છે અને પોતાનો ફોન લઇને હોટેલ પર પાછી જાય છે.

" પ્રિશા ... લે તારી કૉફી આવી ગઈ, બહુ ટાઈમ લગાડી દિધો તે ફોન લાવવામાં ? any problem ? "

"  ના ... હું જસ્ટ ફ્રેશ થવા ગઈ હતી એટલે ટાઈમ લાગી ગયો."

"ઓહ .. ઓકે.. તો તું લંચ માં શું લઈશ ?"

"તું જે તારા માટે ઓર્ડર કરે એ જ કરી દે . "

" અરે એવું થોડી ચાલે.. એમ કેમ ?"

"એકચ્યુલી  મને મેનુ માં જ ખબર નથી પડતી .. એટલે હું ક્યારે પણ ઓર્ડર નથી આપતી ...  લંચ હોય  કે  ડિનર ... "

" what... are you Sure ? "

" yes ... I'm sure. "

" ok "

પ્રિશા  જમતી વખતે બસ ધ્રુવને જ જોઈ રહી હોય છે. તેને ધ્રુવ ની આંખોમાં , એના વર્તન માં એના માટેનો પ્રેમ દેખાય છે પણ એ કંઈ જ બોલતી નથી.

"thanks for the lunch ? "

" welcome ? "

બંને લંચ કરીને નીકળે છે . પ્રિશા વિચારો માં ખોવાઈ જાય છે. શું ખરેખર ધ્રુવ મને લવ કરે છે ?
પણ હું તો એને મારો બેસ્ટ ફ્રેન્ડ જ સમજુ છું. મારે એની સાથે ફ્રેંડશિપ રાખવી જોઈએ કે નહિ ?

ધ્રુવ સોંગ પ્લે કરે છે.  એક લડકી કો દેખા તો ઐસા લગા... પ્રિશાનું ધ્યાન સોંગ પર જાય છે એ તરત ધ્રુવ સામે જોવે છે, ધ્રુવ એને જ જોઈ રહ્યો હોય છે જાણે એને જ કહી રહ્યો એમ . પણ પ્રિશા તરત જ સોંગ ચેન્જ કરી દે છે.

એમ જ જોતજોતામાં પ્રિશા નું ઘર આવી જાય છે. એ જેવી જ ઘર માં પગ મૂકે છે તરત જ એ ચોંકી જાય છે.

" હેપ્પી બર્થડે પ્રિશા... "

પ્રિશાના મમ્મી પપ્પા અને ફ્રેન્ડ્સ એને સરપ્રાઇઝ આપે છે. આજે પ્રિશાનો બર્થડે હોય છે અને યાદ પણ નથી હોતું. પ્રિશા ખુબ જ ખુશ થઈ જાય છે.

" અરે .. આ બધું શું છે અને મમ્મી- પપ્પા તમને કેમની ખબર કે હું અત્યારે જ આવવાની છું? "

" બેટા ... આ બધો જ ધ્રુવ નો પ્લાન હતો. " હેતાંક્ષી બેન કહે છે.

" ધ્રુવ... તે ... તને કેમની ખબર મારી બર્થ ડેટ ? "

" ફર્સ્ટ તો.. હેપ્પી બર્થડે ... એન્ડ સોરી સવારનો તારી સાથે છું પણ હવે વિશ કરું  છું એટલા માટે... એન્ડ મને કેમ ખબર તો ... એકચ્યુલી જ્યારે તારો એક્સીડન્ટ થયેલો તો  ત્યારે તારા આઇડેન્ટી કાર્ડ માં જોયેલી એટલે યાદ રહી ગયેલી... "

" એન્ડ આ પાર્ટી ? "

" એ તો આ જ સવારે મને ખ્યાલ આવ્યો એટલે મેં આંટી ને કહી દીધું એટલે એમણે તારા માટે આ બધું ઓર્ગેનાઈઝ કરી લીધું . "

" thank you!  Thank you so much ... for everything ... ? "

પ્રિશા કેક કટ કરે છે અને ફર્સ્ટ એના મમ્મી પપ્પાને કેક ખવડાવે છે અને ત્યાબાદ ધ્રુવને. ધ્રુવ મસ્તી કરે છે, એ પ્રિશા ના ગાલ પર કેક લગાડી દે છે , સામે પ્રિશા પણ એનો ચહેરો કેકથી બગાડી દે છે.  પ્રિશા અત્યારે બધું જ ભૂલીને જસ્ટ એન્જોય કરે છે. ત્યારબાદ ધ્રુવ પ્રિશાને ગિફ્ટ આપે છે.

" પ્રિશા લે આ તારી બર્થડે ગિફ્ટ. "

" અરે યાર .. આની ક્યાં જરૂર હતી. ઓલરેડી તે મારા માટે ઘણું બધુ કર્યું છે. "

" જરૂર કેમ ન હતી... જરૂર હતી જ...  "

" પણ આવડું મોટું તું શું લઇને આવ્યો છે ? "

" એ તો તું ખોલે તો જ ખબર પડશે ને !!   એમ પણ એ તો મારી મરજી મારે જે આપવું હોય એ આપુ ...

" ઓહ ... દાદાગીરી એમને .. "

" હા  જ તો ... "

" ઓકે ફાઇન "

પ્રિશા ગિફ્ટ ખોલે છે અને એમાં  પ્રિશા જેવડું જ મોટું ટેડી બેર હોય છે .  પ્રિશા આશ્ચર્યચકિત થઈ જાય છે અને ઉત્સાહ માં  આવીને ધ્રુવ ને હગ કરી દે છે પણ બધાનો ખ્યાલ આવતા તરત છૂટી પડે છે.

" ધ્રુવ ... thanks a lot  for this  huge and  cute tedy Bear ... like you ... ? "

" પાગલ ..?  ચલ હવે મારે નીકળવું પડશે નહિ તો મારી ફ્લાઇટ મિસ થઈ જશે.. "

આ સાંભળીને પ્રિશા તરત જ ઉદાસ થઈ જાય છે .

" ઓહ ઓકે ... ચાલ હું તને મૂકી જઉં એરપોર્ટ .. "

" અરે ઇટ્સ ઓકે ... હું જતો રહીશ.. "

" મેં કહ્યું ને એકવાર હું આવું છું એટલે આવું છું ."

"અરે .. પણ.. "

" ધ્રુવ બેટા એ જિદ્દી છે કોઈનું નહિ માને ... એને આવવા દે .."  હેતાક્ષી બેન ધ્રુવ ને અટકાવતા બોલે છે.

" ઓકે આન્ટી ☺️ "

" બેટા ... thank you so much!   તે  હંમેશાં મારી પ્રિશા ની  હેલ્પ કરી છે, એનો જીવ બચાવ્યો છે ... તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે ... thanks for everything .."

"  અરે એમાં શું આંટી એ તો મારી ફરજ હતી ...  ઓકે પ્રિશા હવે નીકળીએ ? "

" હા ચલ .... મમ્મી હું હમણાં થોડી વારમાં આવી ..."

" હા બેટા .. ટેક કેર ..."

પ્રિશા અને ધ્રુવ એરપોર્ટ જવા નીકળે છે. રસ્તામાં બનેમાંથી કોઈ કંઈ પણ બોલતું નથી . બંને બસ ચૂપ જ હોય છે. એરપોર્ટ આવી જાય છે. આખરે પ્રિશા જ પોતાનું મૌન તોડે છે.

" so.... "

" so what... Prisha .. ? "

" હવે પાછો ઇન્ડિયા ક્યારે આવીશ ? "

" I don't know .... "

" ok ... bye then ... take care ..."

" ya... bye... but  તું તારું ધ્યાન રાખજે, વારંવાર હવે હું બચાવવા નહિ આવું ? "

" હા બાબા ... પાક્કું ... "

ત્યાં જ પ્લેન નું  અનાઉસમેન્ટ થઈ જાય છે .

" bye Prisha ..."

" bye Dhruv ... "

ધ્રુવ આવેગમાં આવીને પ્રિશાને હગ કરે છે. પ્રિશા ચોંકી જાય છે . એ કંઈ જ બોલી શકતી નથી just ઊભી જ રહે છે . ધ્રુવ ની આંખોમાંથી અશ્રુધારા  વહે છે અને પ્રિશા પર પડે છે. પ્રિશા સમજી જાય છે પણ કંઈ બોલતી નથી.

ધ્રુવ પોતાના આંસુઓને છુપાવવા નો પ્રયત્ન કરે છે અને પ્રિશાથી અળગો થાય છે અને ત્યાં થી જતો રહે છે. જતાં જતાં એ પાછળ વળીને પ્રિશા સામે જોવે છે જાણે કહેતો હોય , પ્લીઝ મને રોકી લે ... પણ પ્રિશા ત્યાંથી જતી રહે છે.

પ્રિશા  ત્યાંથી કાર લઇને ફૂલ સ્પીડ માં જતી રહે છે. આગળ જતાં રસ્તામાં એ અચાનક કાર રોકે છે અને જોરજોરથી રડવા લાગે છે.  એને ધ્રુવ એ કરેલી હગ અને એના આંસુ યાદ આવે છે અને વધારે જોરથી રડે છે. એને  પોતાને જ સમજાતું નથી એ શા માટે રડી રહી છે.

આ તરફ  ધ્રુવ નું પ્લેન પણ ટેક ઓફ કરી લે છે. ધ્રુવ ની આંખો માં પણ  આંસુ છે, પણ એ પ્રિશા થી દુર જવાને કારણે ......

to be continued......

શું પ્રિશા અને ધ્રુવ ફરી મળશે ?

તમારા વિચારો કૉમેન્ટ કરો ....

? thanks  ?
                                                                                        - Dhruv Patel