Lagani ni suvas - 22 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 22

The Author
Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

લાગણીની સુવાસ - 22

સત્ય અને ઝમકુ બન્ને ગામમાં ગયા. આગળ તો કોઈની હિંમત ના ચાલી પણ પાછળ બધા વાતો કરવા લાગ્યા ..... કોઈએ ઝમકુને કુલક્ષણી કિધુ.... કોઈએ ઘર ભરખી ગઈ...જેવા શબ્દો વાપર્યા તો કોઈ એ ના સંભળાય એવા શબ્દોથી નિંદાઓ કરવા લાગી... સત્યને કાને ઘણી વાતો આછી આછી પડી પણ અત્યારે એની માટે ઝમકુ જ મહત્વની હતી આમ પણ ઝમકુને ભાન ન હતું ... એ સિધ્ધો ઘરે ગયો ... ડોશી બેઠા બેઠા છીંકણી ના સબળકા ભરતા હતાં .સત્યાએ જઈ બધી વાત શાંતિથી કરી... પણ આશ્ચર્ય ડોશીએ કોઈ નકારાત્મક જવાબ ન આપ્યો.... પણ ઝમકુને માંથે હાથ મુકી આર્શીવાદ આપ્યા... સત્ય તો જો તો જ રહી ગયો.. રોજ ઝેર ઓકતી પોતાનીમાં આજે પ્રેમ વરસાવતી હતી એણે તો મોટા ઝઘડાની આશા હતી ... પણ એ બોલ્યા વગર જોઈ રહ્યો... મોકો જોઈ એણે લાભુના લગનની વાત કરી... ત્યારે પણ નવાઈ ડોશીએ ખુશ થઈ હકારો ભણ્યો... હવે તો સત્ય માટે અશહ્ય થઈ રહ્યું પણ ચહેરા પર કોઈ ભાવ ન લાવતા એ ઔપચારીક વાતો કરી.... લગનની તારીખ પોતે થોડા જ દિવસમાં નક્કી કરશે એમ કહી નીકળી ગયો.... પાછો ખેતરમાં આવ્યો પણ ચેન જ નહોતું પડતું. લાભુ આવ્યો ત્યારે તે વિચારો માંથી બહાર આવ્યો...લાભુ સત્ય ને જોઈ સમજી ગયો કે કંઈક થયું છે. લાભુએ જોડે આવી શાંતિથી સત્યને પૂછ્યું....
" ભઈ હંધુએ હારુ તો સે ને.... કોય ચન્ત્યા હોય તો કે... ચમ ઓમ બેઠોસે.."
" લાભુ હું કવ એ નઈ હમજાતું ... કાલ હૂદી ઝેર ઓકતી ડોશી આજ અમરત જેવું મેઠું બોલી .... બસ આજ જ મૂરત કઢાઈ આવું......તું જઈ હાલ ગોર ન બોલઈ આય..."
" બોલઈ આવુ પણ ભઈ કાળીમાં બદલાઈ જ્યાં હશે ભાભી ન જોઈ...ઓમે ઈમન તારા લગન ન લઈ ચેટલા સપના હતાં... ઓમેય એ' માં ' સ એટલ ચન્ત્યા કર.... તું મન ઉપર ના લયે... "
" તું ભુંલસ લાભુ આ એ જ ડોશીસ જે તન જોવાય નતી માંગતી આજ એ તારા લગન થી એ ખુશ થઈ... કોય બોલીએ ના..... નવાઈ જ થાય.... હાપ ન તી કોઈ દાડો ગોળ ખાત ભાળ્યોસે...." સત્ય કંટાળી બોલ્યો..
" જે હશે એ ભઈ જવાદે... તું ભાભી જોડે બેહ ઈમનું ધોન રાખ મું જઈ આવું.... "
" ભલે... જા.. "
થોડીવારમાં લાભું ગૌર મહારાજને લઈ આવ્યો.. અને બે દિવસ પછીનું મૂહર્ત નીકળ્યું. પછી લક્ષ્મીના ઘેર પણ સમાચાર પહોંચાડ્યા.
રાતે લાભુને ઉંઘ જ નહોતી આવતી એટલે એ ઉઘાડી આંખે સપનાનાં મહેલ ચણતો હતો.માચડા પર સૂતા સૂતા એ સપના જોતા જોતા એની આંખો મિચાઈ ગઈ.
સત્ય અને ઝમકુ ઓરડીમાં સૂતા હતાં પણ સત્ય એ એવો પતિ હતો જે નવા લગન જીવનના સુખથી દૂર તે પોતાની પત્નીની સેવા કરતો હતો.પોતાના સપનાએ પાછળ છોડી સત્ય હકીકત સાથે મન મેળવતો હતો.
બીજા દિવસે સાંજે ..
લક્ષ્મીના ઘરે તો લગનની તૈયાર ચાલી રહી હતી . સાદાઈથી આણુ હતું છતાં લગન થી ઓછો હરખ ન હતો.લક્ષ્મી એ સપનના ના મહેલમાં મ્હાલતી એક ઓરડામાં સૂતી હતી ત્યાં એક કાગળનો ડૂચો એની કમ્મર પર પડ્યો...એણે એ ખોલીને જોયો તો એમાં લાભુ એ એને પાનેતર પહેરી રાત્રે મળવા બોલાવી હતી... એના સપનાના વાવેતરમાં વધારો થ્યો હોય એમ એ હરખાતી હરખાતી તૈયાર થવા લાગી બધા પોતાના કામમાં વ્યસ્ત હતાં.એટલે કોઈનું એની તરફ ધ્યાન ન હતું. એટલે લક્ષ્મી તૈયાર થઈ એક કાળી કામળી ઓઢી એ લાભુને મળ્વા ગઈ... એવી જ રીતે લાભુને પણ લક્ષ્મીની ચિઠ્ઠી મળી અને એ પણ છાના માના લગનમાં પહેરવાના કપડા પહેરી સત્યની નજરોથી બચતો એ લક્ષ્મીને મળવા નીકળ્યો.... બન્ને નું રસ્તામાં જ કોઈએ અપહરણ કર્યું અને પેલી જુની હવેલીમાં બન્ને ને કેદ કર્યા.....
ક્રમશ: