Black eye - 16 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ - પાર્ટ 16

Featured Books
Categories
Share

બ્લેક આઈ - પાર્ટ 16

બ્લેક આઈ પાર્ટ 16

આગળ ની મિટિંગ ની જેમ જ આ વખતે પણ અમરે વેશપલટો કરી લીધો . તેને આ વખતે એક વૃદ્ધ નો વેશ ધારણ કર્યો . સફેદ દાઢી , સફેદ વાળ , ખાદી નો સાદો કુર્તો અને માથા ઉપર વાંદરા ટોપી અને આંખે ચશ્માં .

તેઓ આ વખતે પણ બારમાં જ મળવાના હતા પણ તે અલગ ડિસ્કો બાર હતું . જ્યાં આગળ ની સાઈડ શોરસરાબો વાળો માહોલ હોય અને તેની પાછળ એકદમ ધીમું શાસ્ત્રીય સંગીત વાળો માહોલ હોય . જ્યાં દરેક એજગ્રૂપ માણસો વર્તુળ બનાવી ને બેઠા હોય ધીમે ધીમે તેમની વાતો ચાલતી હોય .

તે ડીસ્કોબાર સાઉન્ડપ્રુફ વાળો હોય છે આથી ત્યાંનો આવાજ બહાર સંભળાતો નથી . તે બધા વર્તુળ માં બેઠા હોય છે તેમાંથી ધીમે ધીમે એકપછી એક એમ ત્રણ જાણ નીકળી જાય છે અને ત્યાં જે આગળ ગાર્ડન હોય છે એ તરફ જાય છે . તે ત્રણ વ્યક્તિઓ બીજું કોઈ નહીં ચીફ , અમર અને ચીફ ની સાથે આવેલ બીજું વ્યક્તિ હતું . તેઓ ગાર્ડન તરફ જાય જ્યાં કોઈ ન હોય ત્યાં જઈને બેસે છે .

ચીફ : અમર , આ છે આપણા ડિપાર્ટમેન્ટ ના બેસ્ટ આઈ ટી નિષ્ણાત સાગર , આજથી આ મિશન માં તેઓ આપણા આંખ અને કાન છે . ટેક્નોલોજી ને લગતી કોઈ પણ મદદ ની જરૂર હશે તો તેઓ આપણને કરશે .

અમર : આમને હું બહુ સારી રીતે ઓળખું છું પણ કદાચ તેઓ મને ભૂલી ગયા છે , તેમને મારી કદર જ નથી .

સાગર નો વેશ કોલેજીયન છોકરા જેવો હતો , સ્પાઇક હેર , સ્ટાઈલિશ સ્પેકશ , એક કાન માં ડાયમંડ પહેરેલો . આથી અમર તેને આસાની થી ઓળખી ગયો હતો પરંતુ અમર નો વેશ બુઢ્ઢા નો હતો આથી સાગર તેને ઓળખી શક્યો ન હતો .

સાગર હજુ પણ તેને અસમંજસ ભરી રીતે જોતો હતો . સાગર ને હજુ પણ idea ન હતો કે આ કોણ છે . આથી ચીફે જ તેની મુશ્કેલી દૂર કહેતા કીધું આ છે આપણા બેસ્ટ એજન્ટમાંનો એક બેસ્ટ એજન્ટ અમર . તેઓ આટલું બોલ્યા ત્યાં જ સાગર ચોંકી ને અમર ની તરફ જોવા લાગ્યો , સાગર ને ખબર ન હતી કે અમર પણ એક એજન્ટ છે , તેને જ્યાં સુધી ખબર ત્યાં સુધી તે પોલીસ ઓફિસર હતો .

ચીફ ને પણ જાણ હતી કે તેઓ વરસો થી બેસ્ટ ફ્રેન્ડ છે , આથી તેમને એકલા મુકવા માટે કહ્યું તમે બંને થોડી વાતો કરી લ્યો ત્યાંસુધી હું અને આ બુઢુ શરીર (પોતાના શરીર તરફ હાથ કરતા ) ગાર્ડન માં એક ચક્કર મારી લઈએ .

સાગર અને અમર એક બીજા સામે જોઈને બેઠા એ ઇન્તઝાર માં કે વાત ની શરૂઆત કોણ કરે .
સાગર જ વાત ની શરૂઆત કરતા કહે છે , અમર તુું ને એજન્ટ ? આ વાત તે મનેે પહેલા કેમ ન કિધી? શું હવે તુ મને પહેલાં ની જેમ તારો દોસ્ત નથી માનતો?

અમર જવાબ આપતાં કહે છે કે...........