cozi corner - 13 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | કોઝી કોર્નર - 13

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

કોઝી કોર્નર - 13

    
  
  પરેશ અને રમલી બેભાન અવસ્થામાં જ પાછલી સીટમાં પડ્યા હતા.ગટોર અને ભીમો પીછો કરી રહેલી કારની તપાસ કરવા હાઇવે પર ચાલીને જઈ રહ્યા હતા.અને ઘમુસરને બરાબરનો ધોયા પછી રણ ગોલીન્ડો કરીને ફિયાટની ડીકીમાં પોટલું નાખે એમ નાખીને વાલમસિંહ અને તેના દોસ્તોએ ફિયાટ ભગાવી હતી.અનાયાસે અબ્દુલની બ્લેક એમ્બેસેડરે ફિયાટની ઓવરટેક કરી એટલે વિરસિંહે એમ્બેસેડર સાથે હરીફાઈ કરી હતી. અચાનક એમ્બેસેડર રોડની એક સાઈડ પર ઉભી રહી ગઈ તેથી વાલમસિંહને આશ્ચર્ય થયું હતું.એ બ્લેક એમ્બેસેડરનો માલીક પોતાના હાથે માર ખાઈ ચુક્યો છે એ વાત પણ વાલમસિંહને યાદ આવી હતી.પણ એ ખુદ હમીરસંગ હતો એ વાલમસિંહને ખબર નહોતી.
"વિરસિંહ, આ એમ્બેસેડરનો માલિક એકવાર મારી ઝપટે ચડી ગયો હતો. હરામખોર બિચારા ટેક્ષીવાળાને મારતો'તો, વાંક તો પાસો એનો જ હતો તોય....પછી મેં જઈને ઠોકાર્યો અને પસી તો આખું ટોળું એને ઝુડવા મડ્યું'તું.." વાલમસિંહે યાદ કરીને કહ્યું.
"તો શું કરવું સે હવે ? ઇ  કારમાં કઈક ગોટાળો તો હશે જ....નકર આટલી ઝડપે ભાગે નઈ.. જોવું સે ?"વિરસિંહે કહ્યું.
 "જાવા દે ને..આપડા બાપાનું શુ જાય છે... જે હોય ઇ..આપડી ગાડીમાં પણ ગોટાળો તો સે જ ને.. અતારે આપડે કોઈ જાતની લપમાં પડવા જેવું નથી..આપડી ડીકીમાં જોખમ સે..ચાલ.હાંક...."
 વાલમસિંહની વાત સમજીને  વિરસિંહે કાર ભગાવી મૂકી.ગટોર અને ભીમો ફિયાટથી દસેક ફૂટ જ દૂર હતા.પણ રોડની એક સાઈડમાં ચાલ્યા આવતા હોવાથી અને ખૂબ જ ગાઢ અંધારું હોવાથી સાઈડમીરરમાં દેખાઈ શકે તેમ નહોતા.
 ફિયાટ દેખાતી બંધ થઈ ત્યાં સુધી એ લોકો ત્યાં જ ઉભા રહ્યા. એમ્બેસેડરથી ગટોર અને ભીમો ખાસ્સા દૂર નીકળી ગયા હતા.અને ચાલીને આવ્યા હોવાથી થાક્યા પણ હતા.એટલે બેઉએ બીડીઓ સળગાવી.
"ભાગી ગયા હાળા... આપડને ભાળી જ્યા હોય કદાસ..." ભીમાએ બીડીનો કશ ખેંચીને કહ્યું.
"હાળું...કંઈ હમજણ નો પડી. આપડને ભળ્યા તો નો જ હોય..કોણ જાણે શુ કામ આપડી વાંહે મોર થીયા કરતા'તા..હવે આગળ જાવામાં તો હાળું જોખમ જ કહેવાય.ઇ લોકોએ આગળ જઈને આપડું સ્વાગત કરવાનું ગોઠવ્યું હોય તો મરી જાવી..હાલ્ય હવે ગાડીએ તો જાવી..."ગટોરે કહ્યું અને બેઉ પાછા વળ્યા.
  ગટોર અને ભીમો ફિયાટની પાછળ ગયા ત્યારે એમ્બેસેડરમાં એક નવી જ ઘટના બની હતી. અબ્દુલ અને જેસો ખૂબ થાકેલા હતા અને રાતના બે વાગી ગયા હતા. વળી ચોમાસાનો સમય હોઈ વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું.થોડીવાર આડી અવળી વાતો કર્યા પછી અબ્દુલ સ્ટિયરિંગ ઉપર માથું ઢાળીને નસકોરા બોલાવવા માંડ્યો. એ જોઈને જસો પણ ઝોકે ચડ્યો. પોતાના બે સાગરીતો આગળ રોડ ઉપર જ હોવાથી ડરવાનું કોઈ જ કારણ નહોતું.
  બરાબર એ જ વખતે પરેશ ભાનમાં આવ્યો હતો.આંખ ખોલતા જ એ આખી પરિસ્થિતિ પામી ગયો હતો.એના ખોળામાં જ માથું ઢાળી ને રમલી પડી હતી અને આગળની સીટમાં બેઠેલા બન્ને ઘોરતા હતા.
  પરેશનું માથું ભારે થઈ ગયું હોવા છતાં એ સમજ્યો હતો કે આ નાલાયકો રમલીની ઈજ્જત લૂંટવા જ પોતાને અને રમલીને ઉપાડી લાવ્યા છે.અત્યાર સુધીમાં શુ થયું હશે એનો એને ખ્યાલ નહોતો પણ હવે શું કરવું જોઈએ એની એને સમજણ પડી હતી. હળવેથી પરેશે રમલીના ગાલ પર ટપલી મારી.પણ રમલી બેહોશ હતી. જો એણે ધાર્યું હોત તો રમલીને મૂકીને એ નાસી શકે એમ હતો. પણ પરેશ એવો કાયર નહોતો.એ ધીમેથી એમ્બેસેડરનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો. કારની પાછળ જઈને રમલી તરફનો દરવાજો ખોલીને એણે રમલીને બહાર ખેંચી.અને બન્ને હાથમાં ઉંચકીને એ રોડની એકબાજુના ખાળીયામાં ઉતર્યો. ખાળીયું ખાસ ઊંડું નહોતું. અને ખાળીયાની બીજી બાજુ ખેતર હતું. વરસાદને કારણે ઘાસ ઊગી નીકળ્યું હતું પણ અંધારામાં કંઈ જ દેખાતું નહોતું. છતાં એ ખેતરના શેઢા પર ચડ્યો.અને કારની આગળની દિશામાં ચાલવા લાગ્યો.રમલીને પોતાની બાહોમાં ઘણીવાર એણે ઊંચકી હતી,પણ એ સમય જુદો હતો. ચાલતા ચાલતા એને રમલીના ગાલ પર હળવેથી કિસ કર્યું.પરેશના દિલમાં રમલી પ્રત્યે જાગેલા સાચા પ્રેમનું એ પરિણામ હતું!!
   પરેશે વિચાર્યું હતું કે જે હરામખોરોએ અપહરણ કર્યું છે એ લોકોને ખ્યાલ આવશે ત્યારે ગાડી પાછી વાળીને જ પોતાને શોધવા જશે.સ્વાભાવિક રીતે કોઈપણ વ્યક્તિ ગાડીમાંથી ઉતરીને ભાગે તો ગાડીની પાછળની દિશામાં જ ભાગે.એટલે આ હરામીઓ પણ એમ જ સમજશે કે હું પાછળ જ ભાગ્યો હઈશ.એટલે એ લોકો ગાડી જ વાળશે અને હું બચી જઈશ. પણ પરેશના નસીબ એટલા સીધા નહોતા.એ રોડની સાઈડના ખાળીયાના કાંઠે કાંઠે ખેતરના શેઢા પર ચાલી રહ્યો હતો,એ જ રોડ પર ગટોર અને ભીમો પાછા આવી રહ્યા હતા. એ લોકો બીડીઓ પીતા હતા એ પરેશે જોયું અને કોઈ બે માણસો સામેથી આવતા હોવાનું એ સમજ્યો. પોતે જ્યારે એમ્બેસેડરમાં બેઠો ત્યારે અગાઉથી બે જણ ડ્રાઇવરની બાજુમાં અને એક જણ પાછળની સીટ પર ગાડીમાં બેઠો હતો એ એને યાદ આવ્યું. પણ અત્યારે તો માત્ર બે જણ હતા.તો આ લોકો જ કદાચ ક્યાંક ગયા હોય, કદાચ ડીઝલ લેવા ગયા હોય કે પછી ગાડી બગડી હોય અને કંઈ સમાન કે કોઈ ગેરેજવાળાને બોલાવવા ગયા હોય એવું બની શકે. પરેશનું દિમાગ ખૂબ જ ઝડપથી વિચારી રહ્યું હતું. ધીરેથી એણે રમલીને નીચે સુવડાવી. અને એ પણ એની બાજુમાં સુઈ ગયો. ભીનું ઘાસ એના કપડાં ભીંજવી રહ્યું હતું. બરાબર એ જ વખતે વાદળમાંથી ચંદ્ર બહાર આવ્યો.અજવાળીયાની શરૂઆત હોવાથી ચંદ્ર અડધો જ ખીલ્યો હતો પણ એટલા ઉજાસમાં દૂરથી પેલા બે જણ આવતા એને દેખાઈ રહ્યા હતા. થોડીવાર પહેલા અંધારામાં સળગતી બીડીઓના બે લાલ તીખારાના આધારે પરેશને એ બે જણ આવતા હોવાનો ખ્યાલ આવ્યો હતો. ચંદ્ર ન ઉગ્યો હોત તો સારું હતું એમ એ મનોમન વિચારી રહ્યો હતો ત્યાં જ રમલી સળવળી હતી.ઘાસના ભેજને કારણે એના કપડાં ભીંજાયા હોઈ એને ઠંડી લાગી રહી હતી. એટલે એ બેઠી થઈ ગઈ.પરેશે એને ખેંચીને સુવડાવવાની કોશિશ કરી, એટલે એ જોરથી બોલી..
"પરેશ.. આપણે ક્યાં..." એ આગળ બોલે એ પહેલાં જ પરેશે એના મોં પર હાથ દબાવી દીધો હતો, પણ ત્યારે મોડું થઈ ગયું હતું. ભીમાએ ગટોરનો હાથ પકડીને રોડની સાઈડ પર ખેતરના શેઢા પર બેઠેલી રમલીને બતાવી હતી.."ગટલાં.. ભુ.. ઉ..ત.., ભૂત થિયું..ગટલા ભાગ...જો ન્યા કણે ડાકણ બેઠી છે.."ભીમો, રમલીને ચંદ્રના આછા અજવાળામાં ડાકણ સમજી બેઠો.
અને રાડ પાડીને ગટોરને ખેંચવા લાગ્યો.ગટોરને પણ કોઈક બેઠેલું હતું અને તરત જ સુઈ ગયું એ દેખાયું હતું.પણ એ ભીમા જેટલો ડરપોક નહોતો અને એને રમલીનો અવાજ પણ સાંભળ્યો હતો પણ એ કઈ સમજે એ પહેલાં જ ભીમાએ એને ભૂત હોવાનું કહીને બીવડાવ્યો હતો.
" કોણ..સે..કોણ..સે. ન્યા કણે...?"
ગટોરે રાડ પાડી. પરેશ અને રમલી ગટોરના અવાજને ઓળખી ગયા.આ એ જ બદમાશ હતો જેને ટોકીઝમાં પરેશે માર્યો હતો.અને "આ લોકોએ જ રમલી ઉપર બળાત્કાર કરવા એનું અને સાથે સાથે મારું પણ અપહરણ કર્યું છે" પરેશે વિચાર્યું.
ગટોર અને ભીમો ત્યાં જ ખોડાઈ ગયા. ખેતરના શેઢા પર બે માણસોના ઓળા દેખાઈ રહ્યા હતા. આવી વરસાદી રાતે મજૂર પણ આયાં નો હોય.તો આ કોણ હોય ? માણસ આટલી રાતે આમ થોડું આયાં આવે ? નક્કી કઈક લોચો તો છે જ" ગટોર વિચારી રહ્યો. અને થોડો આગળ ચાલ્યો. ભીમાએ એનો હાથ ખેંચ્યો એ ધ્રૂજતો હતો.ભીમો એમ માનતો કે જે માણસ એકવાર ભૂત જોવે એ લાંબુ જીવતો નથી !! 
"અલ્યા ભીમલા, તું આટલો બધો બીવેશ સુ કરવા...? હાલ્ય ઘોડીને ગાડીએ વયા જાવી.." ગટોરે થોડી હિંમત બતાવી.જો કે બીક તો એને પણ લાગી હતી.
"અબ્દુલિયા...એ.એ..અબ્દુલિયા...
ગાડી આયાં લાય..." ગટોરે જોરથી રાડ પાડીને અબ્દુલને બોલાવ્યો. પણ અબ્દુલ અને જેસો નસકોરા બોલાવતા હતા.અબ્દુલ તરફથી કોઈ જવાબ મળ્યો નહિ એટલે ભીમો વધુ ગભરાયો. " હાળું  ઇ બેયને ભૂતડા ભરખી તો . .."
"તું મૂંગીનો મરને ..#$&&ના" ગટોરે ખિજાઈને ભીમાને ગાળ દીધી.અને ફરીવાર અબ્દુલને બોલાવવા રાડ પાડી, "અલ્યા સાંભળ સો કે મરી જ્યો સો...તારી માં ને #$@..$#$&ના જલ્દી ગાડી લાય આયાં આ ભીમલો @#%&નો ભૂત ભાળી જ્યો સે..." ગટોર પોતાનો ડર દૂર કરવા ગાળો બોલવા લાગ્યો.
  પરેશ અને રમલી હવે સમજ્યા હતા કે આ લોકો એમને જ ભૂત સમજે છે.ખેતરના શેઢા પર ઘણા બધા નાના મોટા પથ્થર પડ્યા હતા. પરેશે એક મોટી સાઇઝનો પથ્થર ઉપાડ્યો અને સુતા સુતા જ ગટોરનું નિશાન લીધું. પથ્થર ગટોરને વાગ્યો તો નહીં પણ એની બાજુમાંથી પસાર થઈને રોડ પર અથડાયો. એ જોઈને રમલીએ પણ પથ્થરનો ઘા કર્યો.ભૂતના વ્હેમથી ડરેલો ભીમો પથ્થરના ઘા આવતા જોઈને ભાગ્યો.
"અલ્યા કોણ સે ન્યા..? ચીમ પાણકા મારો સો..? તમારી...માં ને..#$%.." ગટોર પાછા ડગલાં ભરતો ભરતો બરાડ્યો. પરેશ બીજો એક નાનો પથ્થર લઈને ઉભો થયો અને જોરથી ગટોરની છાતીમાં પથ્થર માર્યો.
"ભીમલા..આ..આ..આ....ભા...ગ....તારો બાપ....મારી નાખશે..." અત્યાર સુધી ટકી રહેલો ગટોર ભાગીને ભીમાની પણ આગળ થઈ ગયો.એ જોઈને રમલી પણ ઉભી થઈ અને બન્નેની પાછળ પથ્થરના ઘા કરવા લાગી.ખેતરના એ શેઢે ખૂબ પથ્થરો હતા.ભીમો અને ગટોર ભાગીને ઘણા દૂર જતા રહ્યા. હવે પરેશ અને રમલીના પથ્થરના ઘા ત્યાં સુધી પહોંચે તેમ નહોતા. અત્યાર સુધી રોડ પર કોઈ વાહન નીકળ્યું નહોતું.એનું કારણ એ હતું કે અબ્દુલે મેઈન રોડ છોડીને શોર્ટ કટ લીધો હતો.આ સિંગલ પટ્ટી રોડ હતો, રાતના સમયે ભાગ્યે જ કોઈ વાહન પસાર થતું.અને એ પણ આજુ બાજુના ગામડાંઓમાં જનાર કોઈ એકલ દોકલ વાહનો નીકળતા, પણ રાતના બાર વાગ્યા પછી તો રોડ સુમસામ જ રહેતો.
  પરેશ અને રમલીના પથ્થરમારાથી ભાગેલા ગટોર અને ભીમાએ ઘણી બુમાબુમ કરી હતી. એની રીડીયા રમણથી અબ્દુલ જાગ્યો હતો. બાજુની સીટમાં જેસો હજુ પણ ઘોરતો હતો.અને પાછળના બન્ને દરવાજા ખુલ્લા હતા.અને પાછળની 
સીટ ખાલી હતી. અબ્દુલની ઊંઘ ઊડી ગઈ.એ ચોંકી ઉઠ્યો, એને ખ્યાલ આવ્યો હતો કે એના ઊંઘી જવાનું પરિણામ ભયંકર આવ્યું હતું.એણે જેસાને ઠોસો મારીને જગાડ્યો, "ભેન@#$ના ઓલ્યા બે'ય પંખીડા ઉડી ગયા..તારો બાપ ગટલો...ચામડી ઉતરડી નાખશે, હું જરીક સુઈ ગ્યો તો તું'ય હાળા ઘોરી ગ્યો ??..."
"મને'ય જરીક આંખ લાગી ગઈ..ભૂલ થઈ ભાઈ..હાલો હવે ગોતવી... પણ ઓલ્યા બે'ય હજી આવ્યા ચમ નઈ..?" જેસાએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું. અને નીચે ઉતરીને પાછળના દરવાજા બંધ કર્યા.
અબ્દુલે ગાડી શરૂ કરી.ગાડીની હેડ લાઈટ શરૂ થતાં જ રોડ પર લાઈટનો શેરડો ફેંકાયો.ગટોરે તે જોયું એટલે ઉભા રહીને ફરી સાદ પાડ્યો, " એ...અબ્દુલિયા....તારી જાતના...જલ્દી આવ...જલ્દી..."
ગટોરનો અવાજ સાંભળીને અબ્દુલે કાર ભગાવી. મિનિટોમાં જ એ ગટોર અને ભીમા પાસે પહોંચ્યા.
"તારું ડોહુ ભૂત થિયું છે અને પાણકા મારે સે...." ભીમાએ હાંફતા હાંફતા ગાડીનો આગળનો દરવાજો ખોલીને અંદર બેસતાં કહ્યું. ગટોર પણ ઝડપથી પાછળનો દરવાજો ખોલીને અંદર બેઠો
"ચાલ જલ્દી ઉપાડ આયાંથી.. આ જગ્યા મોળી લાગે સે..." ગટોરે કહ્યું. પરેશ અને રમલીના પથ્થરમારાથી આ લોકો એટલી હદે ગભરાઈ ગયા હતા કે એમને હજુ પરેશ અને રમલી છટકી ગયા એ વાતનો ખ્યાલ જ આવ્યો નહોતો.
"ગટોરભાઈ...એક મિસ્ટક હો ગયેલા હે..." અબ્દુલ પણ બીકને કારણે હિન્દીમાં આવી ગયો.
"ક્યા મિસ્ટિક હુવા...તારી માને હમણાં કવ ઇ....ચયારનો હાંભળતો ચીમ નો'તો...કેટલી રાડયું પાડી.." ગટોરને હજી પણ પરેશ અને રમલીની ગેરહજરીનો ખ્યાલ આવ્યો નહોતો.
"યાર..હમલોગ જરા સો ગયેલે થે તબ ના જાને કબ અપના પંખીલોગ ઉડ ગયેલે હે...." અબ્દુલે બીતા બીતા કહ્યું.
"હેં.. એ...." ગટોરે બાજુની સીટ ખાલી જોઈ.એકદમ એને ફાળ પડી. અને ખ્યાલ આવ્યો કે પરેશ અને રમલી ગાડીમાં નથી.એના ગુસ્સાનો પાર ના રહયો.
" તેરી..જાત કા અબ્દુલ મારું...હરામીના પેટનાવ..કેટલી મેનત કરીને તારી માં ને પકડી હતી...ના$&ના...ભે$&$$ના..કુત્તે કી ઓલાદ...તને સુવાના પૈસા આપું છું..?અને જેસીયા..ભેન@#%&ના
તું'ય સુઈ જ્યો'તો..ઠોકીના'વ મારી જાનમાં આવ્યા'તા..? ગટોરે પાછળથી અબ્દુલ અને જેસાને એક એક ઝાપટ મારીને ગાળોનો વરસાદ વરસાવ્યો..
"તો તો અલ્યા...ઇ ભૂત નો'તું...ઇ આ સોકરો અને સોડી જ હતા...હાલો હાલો હજી આટલામાં જ હશે...." ભીમાને ખ્યાલ આવ્યો હતો કે એણે જોયેલ છોકરી ડાકણ નહી પણ પરેશ અને રમલી હતા.
   "સોરી...ભાઈલોગ...ગલતી હો ગયા..."અબ્દુલે કહ્યું 
"સોરી કો ઘાલ તેરી $&#મેં...ગાડી પીછે લે..." ગટોરે ફરિવાર અબ્દુલને ઝાપટ મારી.
"યાર..હો જાતા હે.. કભી...છોડો ના..."કહીને અબ્દુલે ગાડી પાછી વાળી.
  રોડની સાઈડ પર ખેતરના શેઢા પર સંતાયેલા પરેશ અને રમલીએ આ બધી ધમાંચકરડી જોઈ. અબ્દુલે કાર સ્ટાર્ટ કરી એટલે એ બન્ને ઘાસમાં લપાઈ ગયા હતા. ગટોર જોર જોરથી બરાડા પાડીને અબ્દુલને ગાળો ભાંડતો હતો એ પણ રાત્રીના શાંત વાતાવરણમાં સંભળાતું હતું. હવે અહીં ઘાસમાં પડ્યા રહેવું જોખમી હતું. પણ ભાગવું એના કરતાં પણ જોખમી હતું. પેલા હરામખોરો પકડ્યા વગર રહેવાના નહોતા.
''પરેશ..મને તો આ લોકોની ગાડીમાં બૈહવાની ઈચ્છા જ નોતી...પણ તું નો માન્યો, ટોકીઝમાં આપણને હેરાન કરતા'તા ઇવડા ઇ જ હરામખોરો લાગે સે, મને કઈક એવું સુંઘાડયું કે કંઈ ભાન જ નો ર..ઇ." રમલીએ પરેશનો હાથ જોરથી દબાવીને કહ્યું.રમલીને ખૂબ જ ડર લાગી રહ્યો હતો.
"ઇ ક્લોરોફોર્મ હતું. હવે જે થિયું ઇ..તું ડર નહીં.. હું તારી હારે જ છું ને.."
"પણ ઇવડા ઇ ચાર જણ સે,આપડે કેમ કરીને ...."
"તું અત્યારે મોઢું બંધ રાખ.." 
  પરેશને કેમ છટકવું એ સૂઝતું નહોતું.એ ઉભો થયો.ચંદ્રના આછા અજવાળામાં ખેતરો અને છુટાછવાયા વૃક્ષો દેખાતા હતા.આકાશ વાદળોથી ભરેલું હતું. અડધો ચંદ્ર ઉતાવળ હોય એમ વાદળોને ચીરીને ખૂબ જ ઝડપથી જઈ રહ્યો હોય એમ લાગતું હતું.
"આ ચાંદાને'ય બીક લાગતી લાગે સે..જો ને કેવો ભાગ્યે જાય સે...મુવો વાદળામાં સંતાઈ જાય તો સારું..ઓલ્યા લોકો આપણને ભાળી તો નો જાય..."રમલીએ કહ્યું.
પરેશ હસી પડ્યો. "તારી વાત તો ખરી છે, પણ એ ચાંદો જ આપણને રસ્તો બતાવી રહ્યો છે.. જો પેલી કેડી...આ ખેતરમાં થઈને આપણે નીકળી જઈએ..હાલ જલ્દી..ઓલ્યા લોકો હમણે આપણને ગોતવા આવશે..."
 ચંદ્રના આછા અજવાળામાં પરેશે એક કેડી (એક જ વ્યક્તિ ચાલી શકે એવી પગદંડી) રમલીને બતાવી. બન્ને ઝડપથી એ કેડી પર ભાગવા માંડયા. વરસાદને કારણે એ કેડીમાં ખૂબ જ કાદવ હતો. એ કાદવમાં રમલીના પગના ચપ્પલ ફસાઈને નીકળી ગયા. પરેશના બુટમાં પણ કાદવ ભરાવા લાગ્યો.પણ એવી ચિંતા કરવી અત્યારે પાલવે એવું નહોતું.
 ક્લોરોફોર્મ સુંઘાડીને બન્નેને બેભાન કર્યા હોવાથી તેમના માથા ભમી રહ્યા હતા. કાદવવાળી કેડી પર ચંદ્રના આછા અજવાળામાં રમલી આગળ અને પરેશ તેની પાછળ ચાલી રહ્યો હતો. ડરને કારણે માણસ ગમે તેવા સંજોગો સામે લડવા તૈયાર થઈ જતો હોય છે, પરેશ કે રમલી આવી ભેંકાર રાત્રીમાં ક્યારેય નીકળ્યા નહોતા.પણ હાલત અને સંજોગોએ બન્નેને આ પરિસ્થિતનો સામનો કરવા મજબૂર કરી દીધાં હતાં.
  ગટોર ખૂબ જ ગુસ્સામાં હતો. અબ્દુલ અને જેસા ઉપર એણે ગાળોનો વરસાદ વરસાવ્યો હતો અને હવે એ લોકો પરેશ અને રમલીને શોધવા ઘાંઘા થયા હતા.કારના ડેશબોર્ડમાં એક હાથબત્તી રહેતી.જો કે હમીરસંગની આ એમ્બેસેડર ઘણીવખત આવા કામમાં વપરાતી એટલે એની ડીકીમાં પણ ઘણો સમાન રાખવામાં આવતો.લાંબા દોરડા, ખાડા ખોદવા માટે ત્રિકમ અને પાવડા,મારામારી કરવી જરૂરી બને તો એ માટે લાકડીઓ અને બીજા કેટલાક હથિયારો પણ આ ગાડીમાં હમેંશા લદાયેલા રહેતા.
 અબ્દુલે ગાડી પાછી વાળીને રોડની સાઈડ પર લગાવી અને બધા ગાડીમાંથી બહાર નીકળીને ઉભા રહ્યા. ગટોરે ડેશબોર્ડમાંથી ટોર્ચ કાઢીને ચારે તરફ ટોર્ચની લાઈટ ફેંકી. અને ખેતરો વચ્ચેની કેડી પર ચાલ્યા જતા પરેશ અને રમલી ટોર્ચના અજવાળામાં દેખાયા.
"તેરી જાત કા..જો જો તારા ડોહા હાલ્યાજાય..પકડો..પકડો,હાળાવને
મારા બેટા આપડા હાથમાંથી છટકી જાહે ઇમ ?" ગટોરે એ બન્નેને બતાવીને રાડ પાડી. અબ્દુલ,ભીમો અને જેસો, પરેશ અને રમલીની પાછળ દોડ્યા.અને ગટોર લાઈટ એ તરફ રાખીને પાછળ ચાલ્યો.
  પરેશે પોતાની ઉપર લાઈટનો શેરડો ફેંકાયો એટલે દોડવાનું શરૂ કર્યું.રમલીના ચપ્પલ તો ક્યારના નીકળી ગયા હતા એટલે એ પણ દોડવા લાગી. પણ કાદવને કારણે બરાબર દોડાતું નહોતું.
  અબ્દુલ અને જેસાને પોતાની ભૂલ સુધારવાનો મોકો મળ્યો, એટલે એ બન્ને તરત જ પરેશ અને રમલી પાછળ દોડ્યા. કાદવને કારણે એ લોકોને પણ દોડવામાં મુશ્કેલી પડતી હતી. 
  પરેશની આગળ રમલી ઝડપથી દોડી શકતી નહોતી,એટલે પકડાઈ જવાની પુરી શક્યતાઓ હતી.હવે ભગવાનો કોઈ અર્થ નહોતો એટલે પરેશે સામનો કરવાનું નક્કી કર્યું.
 "રમલી, તું ભાગ..હું એ લોકોને રોકુ છું.."એમ કહી એ દોડીને આવતા જેસા અને અબ્દુલ સામો ઉભો રહ્યો. દૂરથી ગટોર ટોર્ચનો પ્રકાશ એની ઉપર ફેંકી રહ્યો હતો. 
" ના..ના...હું એકલી નહી જાઉં, હું પણ તારી હારે જ ઉભી છું..આવવા દે ઇની માના સાંઢને..."
રમલી પણ ગાજી જાય તેમ નહોતી.
"તું જા...અહીંથી.. બહુ શૂરવીરની દીકરી છો ઇ મને ખબર છે....જા ભાગ જલ્દી...."પરેશે ફરી એને નાસી જવા કહ્યું પણ એ ન માની. પરેશ વધુ રકઝક કરે તે પહેલાં તો જેસો અને એની પાછળ અબ્દુલ આવી પહોંચ્યા...
"હાલ્ય..એ..ઇ..છાની માનીનો સોકરીને લયને ગાડીમાં બેહી જા..નકર મારીને આ ગારામાં દાટી દે..શ..."જેસાએ પરેશના શર્ટનો કોલર પકડવા હાથ લાંબો કરીને જોરથી કહ્યું. પણ એનો હાથ પરેશના કોલર પાસે પહોંચે એ પહેલાં જ પરેશે એના ઝડબા પર જોરદાર મુક્કો માર્યો. દારૂ પી પી ને ખખડી ગયેલું જેસાનું હાડપિંજર જેવું શરીર ઘી દૂધ ખાઈ ખાઈને પઠ્ઠા જેવા શરીરના માલિક પરેશના મુકકાથી લથડયું.પરેશે તરત જ એના પેટમાં લાત મારી.ઉપરા ઉપરી બે પ્રહારથી જેસો ખેતરના એ કાદવમાં ગબડી પડ્યો.એ જોઈને પાછળ આવતો અબ્દુલ બરાડ્યો..
"અબે..તેરી જાત..કા..ભે#$&@..
રૂક... મેં તુઝે મઝા ચખાતા હું..."
એમ કહીને એ પરેશને મારવા એની ઉપર ધસ્યો.
 પણ પરેશ હવે એના મગજ ઉપરનો કન્ટ્રોલ ગુમાવી ચુક્યો હતો.એ ક્યારેય ગાળ સહન કરી શકતો નહી.અને અબ્દુલે એને ગાળ દીધી હતી. 
"આજા...આજા..તેરી..માં કા ટેક્ષીવાલા..."એમ કહીને પરેશે દોડીને આવતા અબ્દુલના પેટમાં જોરથી ગડદો ઠોકયો. અબ્દુલની આંખમાં અંધારા આવી ગયા. પણ તોય એણે પરેશનો બીજો હાથ પકડી લીધો એટલે એ પડતો બચ્યો. નીચે ખેતરના કાદવમાં પડેલા જેસાએ ઉભા થઈને, અબ્દુલને ફરી મારવા જતા પરેશને પાછળથી પકડવાનો પ્રયાસ કર્યો એ જોઈને રમલીએ જેસાની પાછળ દોડીને જોરથી ધક્કો માર્યો. રમલીના અણધાર્યા ધક્કાથી જેસો ફરીવાર ગબડી પડ્યો. નીચે પડેલા જેસાને રમલીએ લાત મારવા પગ ઉપાડ્યો કે તરત જ ગુસ્સે થયેલા જેસાએ રમલીનો પગ પકડીને ખેંચ્યો.રમલી જેસાની બાજુમાં જ પડી, જેસો બાજુમાં પડેલી રમલીને પોતાની બાહોમાં લઈને એની ઉપર ચડી ગયો અને રમલીના શરીરને પોતાના શરીર નીચે દબાવી દીધું. પરેશે આ જોયું એટલે એ અબ્દુલને મૂકીને જેસાને મારવા પાછો વળ્યો, એ લાગ જોઈને અબ્દુલે પરેશની પીઠમાં જોરદાર મુક્કો માર્યો અને બેઉ હાથ પરેશ ફરતા વીંટાળીને એના પગમાં પોતાના પગ ભરાવીને નીચે પાડવા બળ કરવા લાગ્યો.પરેશને હવે અબ્દુલનો સામનો કર્યા વગર ચાલે તેમ નહોતું.એને હાથની કોણી અબ્દુલના પેટમાં જોરથી મારી.નાનપણમાં ધીંગા મસ્તી કરતી વખતે આવા ઘણા દાવ એને આવડતા હતા.હોસ્ટેલમાં ત્રણ જણાને એ એકલો પહોંચી વળતો. અને એટલે જ રૂમ નં 17 માં એણે પંખા નીચે પોતાનું આસન જમાવ્યું હતું. કોણીના પ્રહાર વાગવા છતાં અબ્દુલે એની પકડ ઢીલી કરી નહી.
પરેશે છૂટવા માટે બન્ને હાથ પહોળા કરવા પ્રયત્ન કર્યો, કારણ કે એને રમલીને છોડાવવી હતી. હરામખોર જેસો એની ઉપર ચડી ગયો હતો અને એ રમલી ઉપર બળાત્કાર કરશે એવી બીક પરેશને હતી.કારણ કે પરેશ સમજતો હતો કે આ હરામીઓએ ગેંગ રેપ કરવા માટે જ રમલી અને સાથે સાથે પરેશનું પણ અપહરણ કર્યું હતું. પરેશ અબ્દુલના સકંજામાંથી છૂટે એ પહેલાં જ જેસાની રાડ સંભળાઈ.
રમલીએ જેસાના ખભા પર બચકું ભરી લીધું હતું અને હજુ પણ એ દાંત બેસાડી રહી હતી,જેસાએ રમલીને સતાવવાનું ચાલુ કર્યું કે તરત જ રમલી સ્ત્રી સહજતાથી જેસાના ઇરાદાને પામી ગઈ હતી.જેસાને અસહ્ય પીડા થઈ રહી હતી.રમલી માંસનો લોચો કાઢ્યા વગર એને છોડવાની નહોતી. 
  અબ્દુલે જોરથી રાડ પાડી, "અબે ક્યાં હુઆ... સાલે એક લડકીકો નહી સમાલ શકતા..."
"વો તેરી માં હે...બે..."કહીને પરેશે જોરથી આંચકો માર્યો.પરેશના આંચકાથી ફંગોળાઈને અબ્દુલની પકડ છૂટી ગઈ.પરેશ તરત જ પાછળ  ફર્યો અને કૂદીને અબ્દુલની ની છાતીમાં પગની કિક મારી.પરેશની કિકથી અબ્દુલ ઊંધા મોંએ ખેતરના કાદવમાં ગબડી પડ્યો અને એના મોમાંથી ઊંહકારો નીકળી ગયો. જેસો પોતાનો ખભો છોડાવવા રમલીને મુક્કા મારતો હતો અને એના કપડાં ખેંચતો હતો પણ એની કોઈ અસર રમલી પર થતી નહોતી.એ જેસાના ખભા પર વધુ ને વધુ દાંત બેસાડી રહી હતી.જેસાના ખભામાંથી લોહી નીકળીને રમલીના મોંમાં ભરાતું હતું પણ એ ખૂબ જ નિર્દય બની ચુકી હતી.જેસો બરાબરનો સપડાયો હતો અને દર્દથી કણસવા લાગ્યો હતો.અને પરેશ હવે જેસા તરફ ધસી રહ્યો હતો.
 એ જ વખતે દૂરથી ટોર્ચનો પ્રકાશ ફેંકી રહેલા ગટોર અને ભીમાએ આ ધમચકરડી જોઈ હતી અને એ બન્ને દોડ્યા હતા.જેસાની રાડ સાંભળીને ગટોર બગડ્યો હતો. જેસાને મારવા ધસી રહેલા પરેશના માથામાં એણે જોરથી ટોર્ચ મારી. ટોર્ચના એ ઘા ને કારણે, ઉભરાયેલું દૂધ આગ બંધ થવાથી નીચે બેસી જાય એમ પરેશની આંખો સામે અંધારું છવાઈ ગયું અને એ ચક્કર ખાઈને ઢળી પડ્યો. એ સાથે જ અબ્દુલે દોડીને પરેશને લાત મારી અને જેસાનો હાથ પકડીને આંચકો માર્યો. ભીમો આ બધો ખેલ જોઈ રહ્યો હતો.ટોકીઝમાં પરેશે એને જે મેથીપાક આપ્યો હતો એ એને હજુ યાદ હતું. એ પરેશ અને રમલીથી ડરતો હતો એટલે હજુ એક્શનમાં આવ્યો નહોતો.
 અબ્દુલે જેસાને આંચકો માર્યો એ સાથે જ જેસાએ ફરીવાર રાડ પાડી. રમલીએ એના ખભામાંથી માંસનો લોચો કાઢી નાખ્યો હોવાથી એને પારાવાર દર્દ થતું હતું.એ ખભો દબાવીને એક બાજુ બેસીને રાડો પાડવા લાગ્યો.