Bhool - 9 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ભૂલ - 9

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ભૂલ - 9

ભૂલ

કનુ ભગદેવ

પ્રકરણ - 9

સબ ઈન્સ્પેક્ટરનું ખૂન...!

દિલીપ અને કુલકર્ણીને વિનોદને ત્યાંથી ફૂરસદ મળી, ત્યારે રાતના નવ વાગી ગયા હતા.

વિનોદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.

મકાનને પોલીસે સીલ મારી દીધું હતું.

પ્રાથમિક ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી બંને જીપ પાસે આવ્યા.

‘હવે આપનો શું પ્રોગ્રામ છે સર...?’ કુલકર્ણીએ ડ્રાયવીંગ સીટ પર બેસતાં પૂછ્યું.

‘કંચનને શોધવી ખૂબ જ જરૂરી છે કુલકર્ણી! હું એને શોધવા માટે જ દોડાદોડી કરું છું. હજુ કદાચ તે આ શહેરમાંથી બહાર ન નીકળી શકી હોય એ બનવાજોગ છે. અથવા તો...’

‘અથવા તો શું સર...?’

‘એનો જીવ જોખમમાં હોય એવું પણ બની શકે છે!’

‘સર, આપની આ બેવડી વાત મને નથી સમજાતી.’

‘બેવડી વાત...?’ દિલીપે તેની બાજુમાં બેસતાં પૂછ્યું.

‘હા...એક તરફ આપ એમ કહો છો કે કંચન નાસી છૂટવાનો પ્રયાસ કરે છે તો બીજી તરફ એનો જીવ જોખમમાં હોવાનું જણાવો છે!’ કુલકર્ણીએ ઈગ્નીશમાં ચાવી ફેરવતાં કહ્યું.

‘કુલકર્ણી, કંચન બ્લેક કોબ્રા ગેંગની સભ્ય હતી કે પછી તેને એ ગેંગના કોઈક સભ્ય મધુકર દ્વારા ફોસલાવવામાં આવી હતી, એનો નિર્ણય કરી શકીએ તેમ નથી. આ કારણસર એ નાસી છૂટી છે કે તેને ગુમ કરી દેવામાં આવી છે, એ વાત સ્પષ્ટ નથી થતી!’ દિલીપે વિચારવશ અવાજે બોલ્યો.

‘પરંતુ તેમ છતાંય આપે કોઈક તો તારણ કાઢ્યું જ હશે ને?’ કુલકર્ણીએ પૂછ્યું.

‘કંચન પોતાના પ્રેમી મધુકર પાસે ગઈ હશે એમ હું માનું છું.’ દિલીપે ભાવહીન અવાજે કહ્યું, ‘ખેર, અત્યારે તને ફૂરસદ મળશે?’

‘હા...કેમ...?’

‘તો મને ટેક્સી-સ્ટેન્ડે ઊતારીને તું આ સરનામે પહોંચી જા...’ કહીને દિલીપે તેને સુંદરનગર સ્થિત રાધેશ્યામ ભગતના બંગલાનું સરનામું જણાવ્યું, પછી બોલ્યો, ‘મધુકર ચલાવતો હતો, એ કારનો માલિક રાધેશ્યામ ભગત છે. ભગત આ સુંદરનગરના બંગલામાં જ રહે છે.’

‘યસ સર...!’

‘એનો મધુકર નામનો કોઈ મિત્ર છે કે નહીં, તેની તપાસ તારે કરવાની છે! જો એ ના પાડે તો, એની કાર મધુકર પાસે કેવી રીતે પહોંચી તેમ પૂછજે...!’

‘અને જો એ કાર ચોરાઈ ગઈ હતી એવો જવાબ આપે તો?’

‘તો એણે ચોરીની ફરિયાદ નોંધાવી કે નહીં, એ બાબતમાં તારે કશું યે નથી પૂછવાનું!’

‘ભગત પાસે અત્યારે જ જવું જરૂરી છે?’

‘હા..,કાલથી તો આપણે બીજા કામમાં વ્યસ્ત બની જશું. અલબત્ત, ભગત પાસે જવાની કંઈ લાભ નથી થવાનો! પરંતુ કંઈ લાભ થવાની આશા ન હોય ત્યાં પણ જવું પડે છે...! આ આપણી લાચારી છે!’

કુલકર્ણીએ હકારમાં માથું હલાવીને જીપ આગળ ધપાવી.

એણે નજીકના ટેક્સી-સ્ટેન્ડ પાસે પહોંચીને જીપ ઊભી રાખી.

એ જ વખતે એક આશરે પંદરેક વર્ષની ઉંમર ધરાવતો છોકરો સાંજે બહાર પડતા અખબારના મુખ્ય સમાચારની બૂમો પાડતો ત્યાંથી પસાર થયો.

‘એ, ભાઈ...!’ દિલીપે તેને બૂમ પાડી, ‘એક નકલ આપ...!’

છોકરો નજીક આવ્યો.

એણે સલામ ભરીને એક નકલ દિલીપના હાથમાં મૂકી દીધી.

દિલીપે ગજવામાંથી પાંચની નોટ કાઢીને તેને આપી દીધી.

‘લે...બાકીના પૈસા તું જ રાખી લે...!’ એ બોલ્યો,

છોકરાના ચહેરા પર રોનક ફરી વળી.

બાકી તો અખબારની એક નકલ આ ખાખી વર્દીની ભેટ ચડી ગયું છે, એમ જ તે માનતો હતો.

પરંતુ તેને અખબારની કિંમત કરતાં પણ વધુ પૈસા મળ્યા હતા.

એ તરત જ સલામ ભરીને આગળ વધી ગયો.

પોલીસ પાસેથી પૈસા લઈને જાણે કોઈક મોટો ગુનો કરતો હોય ે રીતે તે દોડી ગયો હતો.

પહેલાં પાના પર સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં થયેલી લૂંટના સમાચાર મોટા હેડીંગોમાં છપાયા હતા.

‘એશિયામાં સૌથી વધુ સલામત ગણાતી બેંક લૂંટાઈ...અને એ પણ ધોળે દિવસે...!’ સમાચાર વાંચી, એક ઊંડો શ્વાસ લઈને તે સ્વગત બબડ્યો.

એના ચ્હેરા પર ચિંતા મિશ્રિત વ્યાકુળતાના હાવભાવ છવાઈ ગયા.

‘શું વાત છે સર...?’ કુલકર્ણીએ તેના ચિંતાતુર ચ્હેરા સામે તાકી રહેતાં પૂછ્યું, ‘બેંક લૂંટતા સમાચાર જાણીને આપ આટલા પરેશાન શા માટે થઈ ગયા છો?’

‘કુલકર્ણી...!’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘વિનોદના ખૂનનું રહસ્ય આ સમાચારમાં જ છૂપાયેલું છે! કહીને એણે હાથમાં અખબાર મૂકી દીધુ.

કુલકર્ણીએ બેંકલૂંટના વિગતવાર સમાચાર વાંચ્યા.

‘સર, આમાં તો વિનોદનો ક્યાંય ઉલ્લેખ નથી!’ સમાચારા વાંચ્યા પછી એણે આશ્વર્યથી કહ્યું.

બરાબર છે...પરંતુ વિનોદ સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં કેશિયર હતો એ વાત તું શા માટે ભૂલી જાય છે?’

‘ઓહ...’

‘વિનોદનું ખૂન કોઈને કોઈક રીતે બેંક લૂંટ સાથે સંકળાયેલું છે.’ દિલીપ મક્કમ અવાજે બોલ્યો, ‘બંને બનાવો કંઈ જોગાનુજોગ જ એક સાથે નથી બન્યા..! બંને બનાવો વચ્ચે જરૂર કંઈક સંબંઘ છે!’

‘બનવાજોગ છે...!’

‘બનવાજોગ છે નહીં, એમ જ બન્યું છે! મારી વાત યાદ છે તને કુલકર્ણી?’

‘કઈ વાત સર...?’

‘એ જ કે ખૂનનો જે મામલો એકદમ સીધો-સાદો અને સ્પષ્ટ લાગતો હોય, વાસ્તવમાં તેનો હેતુ ખૂબ જ ભયંકર હોય છે. કોઈક ખતરનાક ભેદ છૂપાયેલો હોય છે...! વિનોદના સીધા-સાદા ખૂન પાછળ પણ આ જ ભેદ હતો...! સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં ચલાવવામાં આવેલી લૂંટ...! કંચન, મધુકરની સાથીદાર હતી એવું હવે મને લાગે છે!’

‘આપ ખૂબ જ વિચિત્ર સંબંધ જોડો છે! વિનોદ જે બેંકમાં કા્મ કરતો હતો, એ બેંકમાં જોગાનુજોગ જ લૂંટ થઈ અને આપ તરત જ આવું થયું હશે એવા પરિણામ પર પહોંચી ગયા!’ કુલકર્ણી સ્મિત ફરકાવતા બોલ્યો.

‘હું મારી વાતને પુરવાર પણ કરી બતાવીશ કુલકર્ણી! આ લૂંટ પાછળ બ્લેક કોબ્રા ગેંગનો હાછ છે એવો મારો દાવો છે!’ દિલીપના અવાજમાં ભરપુર આત્મવિશ્વાસ હતો.

‘હવે મારે માટે શું હુકમ છે?’

‘તું ભગતને ચેક કર! કદાચ તેની પાસેથી કામની કંઈ વાત જાણવા મળે પણ ખરી!’

‘ઓ કે...સર...!’

‘ભગતને ત્યાં તપાસ કરીને તું મારી પાસે આવીશ?’

‘આપને ઘેર?’

‘ના...હું પોલીસ સ્ટેશને જ આવીશ! કદાચ આપણે આખી રાત દોડાદોડી કરવી પડશે.’

‘ભલે... હું અગિયાર વાગ્યા સુધીમાં પહોંચી જઈશ!’

દિલીપ નીચે ઊતરી ગયો.

કુલકર્ણીએ જીપ આગળ દોડાવી મૂકી.

થોડી વારમાં જ એ સુંદરનગર પહોંચી ગયો.

ભગતનો બંગલો શોધવામાં તેને બહુ તકલીફ ન પડી.

એણે બારણા પર ટકોરા માર્યા.

થોડી પળો બાદ બારણું ઉઘડ્યું.

બારણું ઉઘાડનાર માનવીને એણે ભયભીત થતો જોયો.

પરંતુ આ વાત પ્રત્યે એણે બહુ ધ્યાન ન આપ્યું.

પોતાની વર્દી જોઈને સામે ઊભલો માનવી ભયભીત થઈ ગયો છે. એમ કુલકર્ણીએ માન્યું.

‘આપ કોને મળવા માંગો છો?’ બારણું ઉઘાડવા આવેલા પ્રતાપે થોથવાતા અવાજે પૂછ્યું.

‘મિસ્ટર ભગત અહીં જ રહે છે ને...?’ કુલકર્ણીએ પૂછ્યું.

‘હા...’ ભગત ઊભો થતાં બોલ્યો, ‘આપ સાચા સ્થળે જ આવ્યા છો! મારું નામ જ રાધેશ્યામ ભગત છે!’

કુલકર્ણીએ પગથી માથા સુધી એનું નિરીક્ષણ કર્યું.

ભગતનું વ્યક્તિત્વ ખૂબ જ ભયંકર છે, એવું તેને લાગ્યું.

અંદર શરાબની મહેફીલ જામી છે, એ તો તે આવતાવેંત જ જોઈ ચૂક્યો હતો.

પાંચ માણસો અને પાંચ ગ્લાસ...!

આ વાતથી તે ચમકી ગયો હતો. કારણ કે પ્રતાપનો દેખાવ અને પહેરવેશ બૂમો પાડી પાડીને તેનો નોકર પુરવાર કરતા હતા.

શું એક નોકર તેમની સાથે શરાબ પીતો હતો?

આ સવાલે તેના મગજમાં શંકાનું બી વાવી દીધું

‘મિસ્ટર ભગત...મારે આપની સાથે થોડી જરૂરી વાતો કરવી છે. આશા છે, આપ આ તકલીફ માટે દરગુજર કરશો.’

‘ના, સાહેબ...આપની ફરજ હું બરાબર સમજું છુ... પૂછો...શું પૂછવું છે આપને?’ ભગત મીઠા મધ અવાજે બોલ્યો.

અલબત્ત, એણે દ્વાર પરથી એક તરફ ખસવાનો જરા પણ પ્રયાસ નહોતો કર્યો.

કુલકર્ણી અંદર આવે, એમ તે કદાચ નહોતો ઈચ્છતો.

કુલકર્ણીએ પણ આ વાત અનુભવી હતી.

‘આપણે આરામથી અંદર બેસીને વાતો કરીએ મિસ્ટર ભગત!’ એ તેની આંખોમાં પોતાની આંખો પરોવતાં બોલ્યો, ‘હું આપને દસ-પંદર મિનિટથી વધુ સમય નહીં લઉં!’

‘જરૂર...’ કહીને ભગત એક તરફ ખસી ગયો.

કુલકર્ણી અંદર પ્રવેશીને સોફા પર બેસી ગયો.

એણે ત્યાં મોઝુંદ ચારે ય સામે જોયું.

એ ચારે ય બદમાશ જેવા લાગ્યા.

તેઓ કુલકર્ણીની હાજરીથી બેચેની અનુભવતા હતા.

‘મિત્રો...!’ કુલકર્ણી તેમને ઉદ્દેશીને સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘તમે તમારે આનંદ કરો...’

‘ઈન્સ્પેક્ટર સાહેબ...સૌથી પહેલાં તો આપ શું પીશો એ જણાવો!’ ભગતે કહ્યું.

‘ના...અત્યારે ફરજ પર છું.’

‘ઓ. કે...આપને જેમ યોગ્ય લાગે તેમ!’

‘તો શરૂ કરું...?’

‘શું...?’

‘થોડા સવાલો...’

‘જી...’

‘પરંતુ હું જે કોઈ સવાલો પૂછું, એના આપે સાચા જ જવાબો આપવાના છે!’

‘ભલે...મારે શા માટે ખોટું બોલવું પડે?’ ભગતે પોતાના ગભરાટ પર કાબૂ મેળવતાં કહ્યું.

‘આપ મધુકરને ઓળખો છો?’ કુલકર્ણીએ ધડાકો કર્યો.

ભગતનું કાળજું કંપી ઊઠ્યું.

‘ક...કોણ મધુકર...?’

‘આપ કેટલા મધુકરને ઓળખો છો?’

‘એકેયને નહીં!’

‘તો પછી આપ ‘કોણ મધુકર’ એવું શા માટે કહો છો...? આપને જ ખબર છે, એ જ જણાવો! મારે સવાલોના જવાબ હા અથવા ના માં જ જોઈએ!’ કુલકર્ણી રૂક્ષ અવાજે બોલ્યો.

‘જી...’

‘આપ મધુકરને ઓળખો છો?’

‘ના...’

‘શું તમારી પાસે કાર છે?’

‘શું તમારી પાસે કાર છે?’

‘હા...’

‘કઈ...?’

‘મારૂતી...!’

‘નંબર...?’

ભગતે તેને સફેદ મારૂતીનો નંબર જણાવી દીધો.

‘અત્યારે આ કાર ક્યાં છે...?’

‘અહીં, આ બંગલાના ગેરેજમાં જ...!’

‘બહાર કંપાઉન્ડમા ઊભેલી એમ્બેસડર કોની છે?’

‘મારી...’ દિવાને જવાબ આપ્યો.

કુલકર્ણીએ વેધક નજરે તેની સામે જોયું.

પછી એ પુનઃ ભગત તરફ ફર્યો.

‘મિસ્ટર ભગત, આપની કાર ક્યારેય ચોરાઈ છે ખરી?’ એણે બેદરકારીપૂર્વર પૂછ્યું.

‘ના...ક્યારેય નહીં...!’ ભગતે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘તો પછી આપની કાર મધુકર નામનો એક માનવી શા માટે ચલાવતો હતો?’

ભગતના છક્કા છૂટી ગયા.

પોતાનું મધુકર તરીકેનું રૂપ પોલીસ સામે આવી ગયું છે, એ વાત તરત જ તેને સમજાઈ ગઈ. કદાચ પોલીસ વિનોદના નિવાસસ્થાન પર નજર રાખતી હતી.

‘એ બાબતમાં હું વળી આપને શું જણાવી શકું તેમ છું. સાહેબ! મેં સાચું જ કહ્યું છે. મારો મધુકર નામનો કોઈ મિત્ર નથી તેમ મેં કાર ચોરાયાની ફરિયાદ પણ નથી નોંધાવી.’ ભગત સ્વસ્થ થતાં બોલ્યો.

‘તો પછી તમારી કાર બેંકલૂંટમાં સામેલ હતો, એવા એક ધાડપાડુ પાસે કેવી રીતે પહોંચી?’

‘આ આપ શું કહો છે સાહેબ...? સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટમાં મારી કારનો ઉપયોગ થયો છે? પરંતુ આવું કેવી રીતે બને...? મારી કાર તો આજે સવારથી જ ગેરેજમાં પડી છે. આપ પોતે જ ખાતરી કરી શકો છો. બેંક લૂંટવાનો તો સવાલ જ ઊભો નથી થતો.’ ભગત ઝડપથી બોલ્યો.

પરંતુ એ ઉતાવળને કારણે ભૂલ કરી બેઠો હતો.

અને આ ભૂલ કુલકર્ણીએ તરત જ પારખી લીધી હતી.

ભૂલ પારખ્યા પછી એના ચ્હેરા પર નર્યા અચરજના હાવભાવ છવાઈ ગયા.

ઉત્તેજનાથી એનો દેહ કંપવા લાગ્યો.

લૂંટ ક્યા દિવસે થઈ હતી, એ બાબતમાં એણે કંઈ જ નહોતું જણાવ્યું. પરંતુ તેમ છતાંય ભગતે સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટ પર શા માટે ભાર મૂક્યો?

ક્યાંયક પોતે જોગાનુજોગ જ બેંક લૂંટ્યા પછી મહેફિલ જમાવીને બેઠેલા ધાડપાડુઓને ત્યાં જ નથી પહોંચી ગયા ને?

ત્યારબાદ એનું ધ્યાન એક વિચિત્ર વાત પર ગયું.

ભગતની ડાબી આંખ કાળી અને જમણી આંખ ભૂરી હતી.

એની આંખમાંથી કદાચ કોન્ટેક્સલેન્સ નીકળી ગયો હતો.

તે એકીટશે ભગતના ચ્હેરા સામે તાકી રહ્યો.

એને આ રીતે તાકી રહેતો જોઈને ભગત સમજી ગયો કે પોતાનીથી ભૂલથી ન કહેવા જેવી વાત કહેવાઈ ગઈ છે.

પોતાની જાતને નિર્દોષ પુરવાર કરવા માટે જ તે કારનો ઉપયોગ સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટમાં થયો છે, એવું ઉતાવળને કારણે જ આશ્વર્ય વ્યક્ત કરવા બોલી ઊઠ્યો હતો. ઉપરાંત આજે સવારથી જ કાર ગેરેજમાં પડી હતી, એ વાત પર પણ એણે ભાર મૂ્ક્યો હતો.

અને આ વાત કુલકર્ણીએ પકડી પાડી હતી.

‘મિસ્ટર ભગત...’ તે એક એક શબ્દ પર ભાર મૂક્તાં બોલ્યો, ‘આપની કારનો ઉપયોગ આજે થયેલી લૂંટમાં કરવામાં આવ્યો છે એવું તો મેં નથી કહ્યું? તો પછી આપે એવું શા માટે કહ્યું કે આજે સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં થયેલી લૂંટમાં આપની કારનો ઉપયોગ થઈ શકે તેમ નહોતો. જોગાનુજોગ આજે વિશાળગઢમાં બેંક લૂંટવાના ત્રણ બનાવો બન્યા છે.’ કુલકર્ણી ગપગોળો ગબડાવતાં બોલ્યો, ‘તો પછી આપને સ્ટેટ બેંક ઓફ વિશાળગઢનું નામ જ શા માટે સૂઝ્યું?’

કુલકર્ણીની વાત સાંભળીને ત્યાં મોઝુદ સૌ કોઈના પગ નીચેથી જમીન સરકી ગઈ.

ભય, ખોફ અને દહેશતથી તેમના કાળજા કંપી ઊઠ્યાં.

તેમનો નશો કપૂરની જેમ ઊડી ગયો.

‘ઈન્સ્પેક્ટર સાહેબ...!’ ભગતે બાજી સંભાળવાનો પ્રયાસ કરતાં કહ્યું.‘આજે મેં સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં થયેલી લૂંટ વિશે સાંભળ્યું હતું. આ કારણસર આપ કદાચ એ લૂંટ વિશે કહેતા હશો એવું મને લાગ્યું હતું. બાકી આ સિવાય બીજી કોઈ બેંક લૂંટ વિશે મેં નથી સાંભળ્યું!’

ભગતનો ખુલાસો સાંભળીને ચારે યે ઊંડો શ્વાસ લીધો.

કુલકર્ણી આ વાત ખૂબ જ વિચિત્ર લાગી.

કુલકર્ણીને પોતાની સામે તાકી રહેલો જોઈને ચારે ય આડાઅવળું જોવા લાગ્યા.

તેમની આ હિલચાલ જોઈને કુલકર્ણીની શંકા વધુ મજબૂત બની.

જરૂર દાળમાં કંઈક કાળું છે, એવું તેને લાગ્યું.

‘ખેર, મેં એમ પૂછ્યું હતું કે આપની કાર એક એવા માણસ પાસે કેવી રીતે પહોંચી કે જેને આપ ઓળખતા પણ નથી. આપના કહેવા મુજબ આપની કાર પણ ચોરવામાં નથી આવી.’

‘ઈન્સ્પેક્ટર સાહેબ...!’ ભગત બોલ્યો, ‘મારા મિત્રોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. મારી કાર અવારનવાર મારા મિત્રો લઈ જાય છે. મારા મિત્રે કોઈકને કાર આપી હોય અને આ ‘કોઈક’ મધુકર હોય એ બનવાજોગ છે. હું આ બાબતમાં મારા મિત્રોને પૂછપરછ કરી જોઈશ.’

‘શું આપની એક આંખ કાળી અને બીજી આંખ ભૂરી છે?’ કુલકર્ણીએ ભાવહીન અવાજે પૂછ્યું.

ભગતે મનોમન પોતાની જાતને ગાળો ભાંડી કે પોતે આટલી બેદરકારી શા માટે દાખવી?

કુલકર્ણીએ ફરીથી એક વાર ચારેયના ચહેરા પર ઝાંખપ ફરી વળતી જોઈ.

આ બધું તેને ખૂબ જ વિચિત્ર લાગતું હતું.

‘ના...હું કોન્ટેક્ટ લેન્સ પહેરું છે....કદાચ એક આંખમાંથી લેન્સ ક્યાંક પડી ગયો હશે.’ ભગતે જવાબ આપ્યો.

‘આપ ક્યાં રંગના કોન્ટેક્ટ લેન્સ પહેરો છો?’

‘કાળા કલરના...!’ ભગત જાણી જોઈને જ ખોટું બોલ્યો.

પરંતુ તે ખોટું બોલે છે, એ વાત કુલકર્ણીની નજરથી છૂપી નહોતી રહી શકી.

ભગતે કંઈ આંખમાં કોન્ટેક્સ લેન્સ પહેર્યો છે ને કંઈ આંખમાં નહીં, તેની એને ખબર હતી.

‘શું આપ કાળા રંગનો કોન્ટેક્ટ લેન્સ કાઢીને મને બતાવશો?’ એણે કટાક્ષભર્યા અવાજે પૂછ્યું.

‘ઈન્સ્પેક્ટર સાહેબ, શું આપ અહીં મારા કોન્ટેક્ટ લેન્સ વિશે જાણવા માટે આવ્યા છો?’

‘વાત એમ છે મિસ્ટર ભગત, કે મેં આજ સુધીમાં ક્યારેય કોન્ટેક્ટ લેન્સ નથી જોયો. એટલે જોવાની ઉત્સુકતા હતી. પણ આપ નારાજ શા માટે થાઓ છો...? મેં માત્ર કોન્ટેક્ટ લેન્સ જ જોવા માગ્યો હતો. મારે એ કંઈ મારી આંખમાં ફીટ ન કરવો!’ કુલકર્ણીએ કૃત્રિમ આશ્વર્ય વ્યક્ત કરતાં કહ્યું.

‘અમે આરામથી બેસીને આનંદ માણતા હતા ને આપ...!’

‘સોરી...!’ કુલકર્ણી ગંભીર અવાજે બોલ્યો, ‘બસ, હવે છેલ્લા સવાલનો જવાબ આપી દો!’

‘પૂછો...’

‘આ મહાશય કોણ છે...?’ કુલકર્ણીએ પ્રતાપ તરફ સંકેત કરતાં પૂછ્યું.

‘આ બંગલાનો નોકર...એનું નામ પ્રતાપ છે...એ દેવગઢનો વતની છે...! એના પિતાજીનું નામ ભાનુસિંહ છે...પ્રતાપની ઉંમર આશરે બત્રીસ વર્ષ છે...હં એને દર મહિને એક હજાર રૂપિયા પગાર આપું છું...હજી સુધી અપરિણિત છે.’ ભગત ચીડાયેલા અવાજે બોલ્યો.

‘પ્રતાપને બાદ કરતાં બાકી કુલ કેટલા જણ છે?’

‘ચાર...’

‘તો પછી પાંચ ગ્લાસ શા માટે છે?’

પાંચે ય ફરીથી એક વાર હેબતાયા.

‘અમારો એક મિત્ર વચ્ચેથી જ ઊભો થઈને ચાલ્યો ગયો હતો.’ છેવટે ભગત જ બોલ્યો.

‘બે ગ્લાસ અડધા ભરેલા છે. બાકીના ત્રણે ય ગ્લાસનો ઉપયોગ આપના મિત્રો કરે છે. શું આપનો મિત્ર પોતાનો ગ્લાસ ખાલી કર્યા વગર, અધૂરો મૂકીને જ ચાલ્યો ગયો?’ જાણે તેમની મજાક ઉડાવતો હોય એવા અવાજે કુલકર્ણીએ પૂછ્યું.

‘હા...’ ભગતે ઉપેક્ષાભર્યા અવાજે પૂછ્યું.

‘હું...’ કુલકર્ણીના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘વારૂ, આપને ત્યાં ફોન છે?

‘શું બંગલામાં ફોન રાખવાથી ગુનો બને છે?’

‘ગુનો ન બનતો હોય તો છે!’

‘હું આપના ફોનનો ઉપયોગ કરી શકું છું?’

‘જરૂર...પરંતુ અચાનક જ આપને ફોન કરવાનું શા માટે સૂઝ્યું?’

‘જેથી કરીને બીજાં રૂમમાં પણ નજર કરી લેવાય?’ દિવાન કટાક્ષભર્યા અવાજે બોલ્યો.

‘ના...’

‘તો પછી...?’ ભગતે કઠોર અવાજે પૂછ્યું.

‘હું મારા ઑફિસરને ફોન કરવા માગું છું.’

‘એમ...?’

‘હા...’

‘શા માટે...?’

‘અહીં દરોડો પાડવા માટે...?’

‘શું...?’ દિવાને ડઘાઈને પૂછ્યું.

‘હા, અને પોલીસ ન આવે ત્યાં સુધી હું અહીંથી એક ડગલું ય નહીં ખસું!’ કહીને કુલકર્ણીએ પોતાના હોલસ્ટરમાં હાથ નાખ્યો. એ રિવોલ્વર કાઢવા માંગતો હતો.

પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું.

અચાનક ભગતે વીજળીવેગે બોટલ ઊંચકીને તેના માથા પર ઝીંકી દીધી.

કુલકર્ણીએ બોટલના પ્રહારથી બચવાનો પ્રયાસ કર્યો. પરંતુ એને સફળતા ન મળી.

પ્રહાર ખૂબ જ વેગપૂર્વક થયો હતો.

એની આંખો સામે અંધકારની ચાદર ઊતરી આવી.

લાખ ઈચ્છા હોવા છતાં પણ એ પોતાના હોંશ કાબૂમાં ન રાખી શક્યો.

વળતી જ પળે એ બેભાન થઈ ને સોફા પરથી ઊથલી પડ્યો.

‘કમજાત, તલાશી લેવા માંગતો હતો.’ ભગતે ક્રોધભરી નજરે તેના દેહ સામે તાકી રહેતાં કહ્યું.

‘હવે શું થશે...?’ પ્રતાપ કંપતા અવાજે બોલ્યો, ‘તારે આના પર હાથ નહોતો ઉપાડવો જોઈ તો. એ આપણને બધાને જોઈ ચૂક્યો છે.’

‘બકવાસ બંધ કર તારો...!’ ભગતે કઠોર અવાજે કહ્યું, ‘હું જેમ કહું છે, એમ જ તમારે કરવાનું છે!’ કહીને પોતાની યોજના જણાવવા લાગ્યો.

એની યોજના સાંભળ્યા પછી ફરીથી તેમની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

***

દિલીપ અત્યારે અંબિકાનગરની એક સડક પર ઊભો હતો.

કુલકર્ણીએ તેને જ ટેક્સી-સ્ટેન્ડ પાસે ઉતાર્યો હતો, ત્યાં એણે પૂછપરછ કરી.

એની મહેનત ફળી.

એક ટેક્સી-ડ્રાયવરના કહેવા મુજબ એ કંચનને અંબિકાનગર સુધી મૂકી આવ્યો હતો.

પરિણામે દિલીપ અત્યારે અંબિકાનગરમાં મોઝુદ હતો.

એણે સડક પર ઊભા રહીને આજુબાજુમાં નજર દોડાવી.

પછી કંઈક વિચારીને તે સામે દેખાતી પાનની દુકાન પહોંચ્યો.

એણે સિગારેટનું એક પેકેટ ખરીદ્યું

‘ભાઈ...તમે મધુકર નામના કોઈ માણસને ઓળખો છો?’

‘ક્યાં રહે છે...?’

‘અંબિકાનગરમાં જ...’

‘અંબિકાનગર તો સામે દેખાય છે, એ જ છે...પણ મધુકર...’ પાનવાળાએ કપાળ પર આંગળી ટપટપાવતાં કહ્યું, ‘નામ પરથી તો યાદ નથી આવતું, આપ જો એના દેખાવ વિશે કંઈ જણાવો તો ખબર પડે!’

‘દેખાવ તો...’

અચાનક દિલીપને પોતાના ગજવામાં પડેલો કંચન અને મધુકરનો ફોટો યાદ આવ્યો.

એણે ગજવામાંથી ફોટો કાઢીને તેની સામે લંબાવ્યો.

‘આ ફોટો જ તમે જોઈ લો...’

દુકાનદારે દુકાનની સાઈડમાં પાનની પીચકારી મારી.

પછી એણે દિલીપના હાથમાંથી ફોટો લઈને તેનું નિરીક્ષણ કર્યું.

‘આપ આ માણસ વિશે પૂછો છો?’

‘હા...’

‘એ તો સામે મેઈન રોડ પર જ અહીંથી ચોથા મકાનમાં ઉપરના ભાગે રહતો હતો.’

‘રહેતો હતો...?’

‘હા...આજે જ એનું મકાન ખાલી થઈ ગયું છે. અને આ ફોટામા જે છોકરી છે, એને પણ હું ઓળખું છું.’

‘એમ...?’

‘હા...’

‘કોણ છે એ...?’

‘આમ તો આ છોકરીને એ પોતાની બહેન ગણાવતો હતો. પરંતુ હકીકતમાં તો એ તેની પ્રેમિકા છે...!’

‘શું વાત કરો છો...?’ દિલીપે તેને પાનો ચડાવ્યો.

‘હા...’

‘પરંતુ આ વાતની તમને કેવી રીતે ખબર પડી?’

‘લો...આ વાત કંઈક ખાનગી થોડી જ છે? આ વિસ્તારમાં રહેતા બધા જ લોકો જાણે છે કે, આ છોકરી એ યુવાનને મળવા માટે આવતી હતી.’

‘એના હાથમાં પાપનું પોટલું પણ હતું!’

‘પાપનું પોટલું...? એ વળી શું...?’

‘અરે, દિકરો...!’

‘હું...પછી...?’

‘એનો પ્રેમી મકાન ખાલી કરીને ઉડન છૂ થઈ ગયો છે, એ વાતની તેને પણ ખબર નહોતી. એ મકાન ખાલી જોઈને પાછી આવતી હતી, ત્યાં જ બીજો ગ્રાહક ભટકાઈ ગયો. એ તેની સાથે થોડી વાર સુધી વાતો કરતી રહી. અને પછી એની સાથે જ ચાલી ગઈ.’

‘કેવી રીતે ગઈ...?’

‘કારમાં બેસીને ગઈ...!’

‘કાર કઈ હતી...?’

‘સફેદ એમ્બેસેડર...!’

‘કારનો નંબર તમે જોયો હતો?’

‘જોયો તો હતો, પરંતુ અત્યારે યાદ નથી.’

‘એ સ્ત્રી કેટલા વાગ્યે આવી હતી?’

‘બે કલાક પહેલાં...!’

‘તમને પાકી ખબર છે?’

‘હા...પણ કદાચ ત્રણ કલાક પણ થઈ ગયા હશે...! સમયની મને બહુ ખબર નથી.’

‘અહીં એનો કોઈ મિત્ર હતો?’

‘છોકરીનો...?’

‘ના...!’

‘તો પછી...?’

‘છોકરાનો...!’

‘અરે, સાહેબ, એ છોકરાની તો વાત જ જવા દો...! કોઈની સાથે ય સીધા મોંએ વાત પણ નહોતો કરતો. વાત વાતમાં ક્રોધે ભરાઈ જતો હતો. ગુસ્સો તો જાણે કે એની રગેરગમાં ફેલાઈ ગયો હતો.’

‘વારૂ, એને બહારના કોઈ માણસો મળવા આવતા હતા?’

‘ના...આ છોકરી સિવાય મેં બીજા કોઈને ય તેને મળવા માટે આવતાં નથી જોયા.’

‘કમાલ કહેવાય!’

‘આમા કમાલ જેવું કશું જ નથી સાહેબ! એ અહીં કંી કાયમ થોડો રહેતો હતો?’

‘કાયમ નહોતો રહેતો...?’

‘ના..એ તો આ ફોટાવાળી છોકરી આવવાની હોય, ત્યારે જ રહેતો હતો.’

આ એક વાત એણે ખૂબ મહત્વની જણાવી હતી.

‘એ રાત્રે અહીં નહોતો રોકાતો?’

‘ના...’

‘ઓહ...તો એનું સાચું રહેઠાણ ક્યાંક બીજે જ હતું! એ માત્ર કંચનને મળવા ખાતર જ અહીં આવતો હતો.’ દિલીપ સ્વગત બબડ્યો.

‘જી...?’

‘તમે બીજી કોઈ ખાસ વાત જોઈ હતી?’દિલીપે પૂછ્યું.

એ જ વખતે ત્યાં બે ગ્રાહકો આવી ચડ્યાં.

પાનવાળાએ બંનેને પાન બનાવી આપ્યા.

એ બંને પૈસા ચુકવીને આગળ વધી ગયો.

‘હા, સાહેબ... આપે શું પૂછ્યું હતું?’ દુકાનદારે ગ્રાહક આપેલા પૈસાને ગલ્લામાં મૂકતાં પૂછ્યું.

દિલીપે ફરીથી તેને પોતાનો સવાલ જણાવ્યો.

‘સાહેબ...!’ સહસા કંઈક યાદ આવ્યું હોય એમ દુકાનદાર બોલી ઊઠ્યો, ‘એ માણસમાં એક ખાસ વાત મેં જોઈ હતી.’

‘શું?’

‘કદાચ આ મારો વહેમ પણ હોઈ શકે છે.’

‘જે હોય તે કહી નાખો...!’

‘એની આંખો ખૂબ જ વિચિત્ર હતી’

‘એટલે શું...?’

‘એની આંખોનો રંગ...!’

‘આંખોનો રંગ...?’ દિલીપે એક સિગારેટ સળગાવતાં પૂછ્યું.

‘હા...એની આંખો ભૂરી રંગની હતી, પરંતુ એક દિવસ મેં એની આંJોનો રંગ કાળો જોયો હતો.’

‘શું...?’

‘હા...’

‘પરંતુ આવું કેવી રીતે બને...?’

‘સાહેબ...મેં આપને કહ્યું જ હતું કે આ મારો વહેમ પણ હોઈ શકે છે!’

‘પણ તેમ છતાંય તમને ખાતરી છે?’

‘હા સાહેબ...પરંતુ એ વખતે મેં જરા પીધેલો હતો એટલે...!’

‘ખેર, દિલીપે વચ્ચેથી જ એની વાતને કાપી નાખતાં કહ્યું, ‘હવે જો એ દેખાય તો ધ્યાન રાખજો.’

‘ભલે સાહેબ...’

‘એ ધાડપાડુ છે...! એને વાતોમાં રોકી રાખીને પોલીસને જાણ કરી દેજો. જો એ પકડાઈ જશે તો પોલીસ તરફથી તમને ઈનામ પણ મળશે.’

‘ધ...ધાડપાડુ...?’ દુકાનદાર કંપાતા અવાજે બોલ્યો.

‘હા...તે ખૂબ જ ભયંકર ગુનેગાર છે...! એણે એક ખૂન પણ કર્યું છે! તે અહીં પણ આવી શકે છે!’

દુકાનદાર હેબતાઈ ગયો.

દિલીપ ત્યાંથી આગળ વધી ગયો.

કંચન, મધુકરના કોઈક ઓળખીતા માણસ સાથે ગઈ હતી. એ તો સ્પષ્ટ થઈ જ ગયું હતું. કદાચ મધુકરે જ કંચનને તેડાવવા માટે એ માણસને પોતાના જૂના રહેઠાણ મોકલ્યો હતો. કંચન એના જૂના રહેઠાણે જરૂર આવશે, એ વાત તે જાણતો હતો. એટલું જ નહીં વિનોદના ખૂન પછી પોલીસ અંબિકાનગરવાળું નિવાસ સ્થાન જરૂર શોધી કાઢશે એવી શંકા પણ તેને હતી. આ કારણસર એણે એ રહેઠાણ ખાલી કરી નાખ્યું.

આમ વિચારતો તે પોલીસ હેડ કવાર્ટસમાં કમિશ્નર સાહેબની ચેમ્બરમાં પહોંચ્યો.

એણે કમિશ્નર સાહેબને બધો રિપોર્ટ આપીને કંચન તથા મધુકરનો ફોટો બતાવ્યો.

કમિશ્નર સાહેબે તેની ઈચ્છા પ્રમાણે તરત જ એ ફોટાની વધુ નકલો તૈયાર કરાવીને રેલવેસ્ટેશન, બસસ્ટેશન, એરપોર્ટ તેમજ વિશાળગઢના દરેક પોલીસ સ્ટેશને મોકલીને જો બંનેમાંથી કોઈપણ નજરે ચડે તો તરત જ તેને પકડી લેવાની સૂચના આપી.

હડ કવાર્ટરેથી ભૈરવચોક પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે રાતના સાડા અગિયાર વાગી ગયા હતા.

‘રામસિંહ...’ એણે એક સિપાહીને ઉદ્દેશીને પૂછ્યું, કુલકર્ણી હજી નથી આવ્યો?’

‘ના, સાહેબ...!’

‘આવે તો મને જાણ કરજે...હું થોડો આરામ કરી લઉં! આજે ખૂબ જ થાક લાગ્યો છે!’ કહીને દિલીપ આરામ ખુરશીની બેક સાથે પીઠ ટેકવીને બેસી ગયો.

‘ભલે સાહેબ...!’

‘કુલકર્ણીનો કોઈ ફોન કે સંદેશો આવ્યો હતો?’ એણે આંખો બંધ કરતાં પૂછ્યું.

‘નથી આવ્યો સાહેબ!’

‘હૂં...’

થોડી પળોમાં જ દિલીપને ઝોકું આવી ગયું.

આખા દિવસની દોડાદોડીથી તે ખૂબ જ થાકી ગયો હતો.

બેઠાં બેઠાં જ તેને ગાઢ ઊંઘ આવી ગઈ.

સહસા ટેલિફોનની ઘંટડીના અવાજથી એની ઊંઘ ઊડી ગઈ.

એ આરામ ખુરશી પરથી ઊભો થઈ ને ટેબલ પાસે પહોંચ્યો.

‘હેલ્લો...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

‘આપ ભૈરવચોક પોલીસસ્ટેશનથી બોલો છો?’

‘જી, હા...’

‘હું કંટ્રોલરૂમ તરફથી બોલું છું...’

દિલીપના કાન એકદમ સરવા થઈ ગયા.

‘બોલો...’

‘સબ ઈન્સ્પેક્ટર કુલકર્ણી આપના જ વિસ્તારમાં...’

‘હા...કુલકર્ણી આ સ્ટેશનનો જ ઈન્ચાર્જ સબ-ઈન્સ્પેક્ટર છે!’ દિલીપ તાબડબોત બોલી ઊઠ્યો.

‘આપને માટે એક દુઃખદ સમાચાર છે.’

‘દુઃખદ સમાચાર...?’

‘હા...સબ ઈન્સ્પેકટર વિશે...!’

‘કુલકર્ણીને શું થયું...?’ કહેતાં કહેતાં દિલીપના ધબકારા એકદમ વધી ગયા.

કંટ્રેલ રૂમેથી બોલનારના અવાજ પરથી, કુલકર્ણી સાથે કોઈક ભયંકર બનાવ બન્યો છે, એવું મને લાગતું હતું.

‘કુલકર્ણીની જીપને અકસ્માત નડ્યો છે...! એ મૃત્યુ પામ્યો છે...!’

‘શું...?’ કહેતાં કહેતાં દિલીપની નજર સામે કુલકર્ણીનો ઉત્સુકતાભર્યો ચ્હેરો તરવરી ઊઠ્યો.

‘હા, સાહેબ...!’

‘અકસ્માત ક્યાં થયો હતો?’ દિલીપે રૂંધાતા અવાજે પૂછ્યું.

‘સુંદરનગર કોલોનીના વળાંક પર...!’

‘જીપનું મોં કઈ તરફ હતું?’

‘સુંદરનગર તરફ...!’

‘વારૂ, બીજું કંઈ...?’

‘ના...આપ આવો છો ને?’

‘હા, હું વીસેક મિનિટમાં જ ત્યાં પહોંચી જઈશ.’ કહીને દિલીપે રિસીવર મૂકી દીધું.

કુલકર્ણી જીવતો નથી રહ્યો એ વાત પર હજી પણ તેને જાણે કે ભરોસો નહોતો બેસતો.

થોડા કલાકોમાં પહેલાં જ જે માણસ પોતાની સાથે હતો. વાતો કરતો હતો....હસતો હતો...એ...રીતે અણધાર્યો મૃત્યુ પામશે, એવી તો એણે સ્વપ્ને ય કલ્પના નહોતી કરી.

પોતે કોઈક ભયંકર સપનું જુએ છે એવો તેને ભાસ હતો.

એણે પોતાના ગલા પર ચૂંટી ખણી.

વેદનાનો અનુભવ થયો.

અર્થાત્ એ સપનામાં નહોતો.

એણે જે કંઈ સાંભળ્યું, તે સાચું જ હતું.

એની આંખોમાંથી આંસુઓ બહાર ધસી આવવા મથતાં હતાં. પરંતુ ફરજ તેને બહાર નહોતાં નીકળવા દેતાં!

આંખોનો ભાર ગળા પર પહોંચ્યો.

ગળે ડૂમો ભરાયો.

એણે કંપાતા પગે આગળ વધીને પાણી પીધું.

ત્યારબાદ માનસિક સંતુલન મેળવવા એક સિગારેટ સળગાવીને ઉપરાઉપરી સાત-આઠ કસ ખેંચ્યા પછી બૂટના તળીયા હેઠળ મસળી નાખી.

ટેબલ પર પડેલી એશ-ટ્રે પ્રત્યે એનું ધ્યાન નહોતું ગયું.

એણે ફરજ પર મોઝુદ સિપાહીઓને ઊઠાડીને તેમને કુલકર્ણીના અવસાનના સમાચાર જણાવી દીધા.

સમાચાર સાંભળ્યા પછી, તેઓ પણ ઉદાસ અને ગમગીન બની ગયા.

ત્યારબાદ બે સિપાહીઓને સાથે લઈને તે બનાવના સ્થળે જવા માટે રવાના થઈ ગયો.

થોડી વારમાં જ એ સુંદરનગર કોલોનીના વળાંક પાસે પહોંચી ગયો.

વળાંક પાસે જ અકસ્માતનું દશ્ય તેની નજરે ચડી ગયું.

સામે જ એક ટ્રક ઊભો હતો.

ટ્રકના પાછળના ભાગમાં જીપનું આગલું બોનેટ ઘુસી ગયું હતું.

દિલીપે તેની નજીક પહોંચીને જીપ ઊભી રાખી દીધી.

એ વિસ્તારનો ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટક ઝડપથી તેની પાસે પહોંચ્યો.

એનું નામ પ્રીતમકુમાર હતું. અને દિલીપને તે સારી રીતે ઓળખતો હતો. એટલે દિલીપને તેને પોતાનો પરિચય આપવાની જરૂર ન પડી.

અગાઉ બે-ત્રણ કેસમાં બંને સાથે જ કામ કરી ચૂક્યા હતા. અને ગાઢ મિત્રો જેવા બની ગયા હતા.

‘દિલીપ, તું અહીં ક્યાંથી...?’ પ્રીતમકુમારે અચરજભર્યા અવાજે પૂછ્યું.

‘પ્રીતમ...એક કેસના અનુસંધાનમાં અત્યારે મારે ભૈરવ ચોક પોલીસ સ્ટેનશનના ઈન્ચાર્જ બનવું પડ્યું છે. કુલકર્ણી મારા સહકારી તરીકે કામ કરતો હતો.’

‘પરંતુ ત્યાંનો ઈન્ચાર્જ તો વામનરાવ હતો ને?’

‘હા, પરંતુ એ ત્રણ-ચાર દિવસ માટે બહારગામ ગયો છે. એટલે તેની ગેરહાજરીમાં કેસ પણ માટે જ સંભાળવો પડશે.’ દિલીપે જવાબ આપ્યો.

‘ઓહ...’ પ્રીતમકુમાર બબડ્યો.

‘શું થયું હતું...?’

‘જે કંઈ થયું છે, તારી નજર સામે જ છે! ખૂબ જ ભયંકર અકસ્માત છે...! કુલકર્ણીને આ ટ્રક દેખાયો જ નહીં હોય એવું લાગે છે.’

દિલીપ નીચે ઊતરીને અકસ્માત થયેલી જીપ પાસે પહોંચ્યો.

જીપની હેડ લાઈટ હજુ પણ ચાલુ જ હતી.

સ્ટીયરીંગ વ્હીલ અને સીટની વચ્ચે કુલકર્ણીનો મૃતદેહ ફસાયેલો હતો.

સ્ટીયરીંગ વ્હીલના ધક્કાથી એની પાંસળીઓ તૂટી ગઈ હતી.

વિન્ડસ્કીનના ભૂક્કા બોલી ગયા હતા અને એના ટૂકડાઓ લાગવાથી કુલકર્ણીનો ચ્હેરો લોહીલુહાણ થઈ ગયો હતો.

દિલીપે એના મૃતદેહનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પછી એVી નજર માથા પર થયેલા ઝખમ તરફ સ્થિર થઈ ગઈ. કુલકર્ણીના મોતનું કારણ એ ઝખમ જ હોય એવું તેને લાગ્યું.

એનું લમણું કાન પાસેથી ફાટી ગયું હતું અને તેમાંથી થોડું લોહી નીકળીને જામી ગયું હતું.

મરતાં પહેલાં, એ ખૂબ જ તરફડ્યો હશે, એવું તેના ચ્હેરા પર અંતિમ સમયે અંક્તિ થયેલા હાવભાવ પરથી જણાઈ આવતું હતું.

‘દિલીપ, આ શરાબનો મામલો તો નથી ને!’ પ્રીતમકુમારે પૂછ્યું.

‘પ્રીતમ..પહેલાં હું તારી પહેલી વાતનો જવાબ આપું છું. કુલકર્ણીનું ધ્યાન કદાચ ટ્રક પર નહોતું પડ્યું એમ તેં ક્હ્યું હતું ખરું ને?’

‘હા...’

‘જીપની હેડ લાઈટ બંધ હોય તો જ આવું બની શકે. જ્યારે જીપની લાઈટ અત્યાર...આટલો ભંયકર અકસ્માત થયા પછી પણ ચાલુ છે, એ તું જોઈ શકે છે. રહી વાત શરાબ પીને જીપ ચલાવવાની...! તો કુલકર્ણીને હું બહુ સારી રીતે ઓળખું છું. એ કદાપિ શરાબ નહોતો પીતો! શું એણે શરાબ પીધો હતો, એવું તને લાગ્યું છે ખરું?’

‘ના...હું તો અમસ્તો જ પૂછતો હતો...’ પ્રીતમસિંહ નકારાત્મક ઢબે માથું હલાવતાં બોલ્યો.

‘શું રાત્રે આ વિસ્તારમાં રોન મારવામાં નથી આવતી?’

દિલીપે મૃતદેહ તરફથી નજર ખસેડતાં પૂછ્યું.

‘રોન તો મારવામાં આવે છે.’

‘વાઘજી અને દેવજીની...!’

‘હું તેમની સાથે વાત કરવા માગું છું.’

‘એ બંને અહીં જ છે.’ કહીને પ્રીતમસિંહે તેમને બૂમ પાડી.

એની બૂમ સાંભળીને તેઓ તેમની પાસે આવ્યા.

તેમના ચ્હેરા પર ગભરાટના હાવભાવ છવાયેલા હતા.

બંને એકદમ નર્વસ દેખાતા હતા.

‘તારુ નામ શું છે?’ દિલીપે એક ઠીંગણા કદના સિપાહીને પૂછ્યુ.

‘જી, દેવજી...!’

‘અને તારું નામ વાઘજી છે?’ એણે બીજાં સિપાહી સામે જોતા પૂછ્યું.

‘જી...’

‘આ વિસ્તારમાં તમારી ડ્યુટી હતી એમ ને?’

‘હા...’ બંને એકી સાથે બોલી ઊઠ્યા.

‘તો પછી અકસ્માત શા માટે થયો?’

‘જી...’

‘અડધી સડક રોતીને ઊભેલી ટ્રકને કારણે અકસ્માત થઈ શકે છે, એની તમને ખબર નહોતી? તમારે આ ટ્રકને સાઈડ પર ઊભો રખાવી દેવો નહોતો જોઈતો?’ દિલીપે કઠોર અવાજે પૂછ્યું.

બંને નીચું જોઈ ગયા.

દિલીપના સવાલનો તેમની પાસે કોઈ જવાબ નહોતો.

‘દિલીપ, આ કામ તો ટ્રાફિક પોલીસનું છે!’ પ્રીતમસિંહે એ બંનેના બચાવનો પ્રયાસ કરતાં કહ્યું.

‘ટ્રાફિક પોલીસનો કોઈ માણસ હાજર નહોતો, તો આ બંનેની ફરજ નહોતી?’

‘સાહેબ...!’ દેવજી બોલ્યો, ‘ટ્રકને કારણે અકસ્માત થશે એવું અમને નહોતું સૂઝ્યું. જો સૂઝ્યું હોત તો અમે જરૂર તેને સાઈડમાં ઊભો રખાવી દેત! ઉપરાંત રાત્રિના રાઉન્ડમાં અમારું ધ્યાન મોટે ભાગે ચોર તરફ જ કેન્દ્રિત થયેલું હોય છે! અમારે શંકાસ્પદ લાગતા માણસોને પૂછપરછ કરવાની હોય છે!’

‘આજે રાત્રે તમે કોઈ શંકાસ્પદ વાત જોઈ હતી?’

‘એટલે...?’

‘એટલે એમ કે આ બનાવ અકસ્માતનો નહીં પણ ખૂનનો હોય એવું તમને નહોતું લાગ્યું?’

બંને એકદમ હેબતાઈ ગયા.

પ્રીતમસિંહ પણ દિલીપના આ ધડાકાથી થોડી પળો માટે ડઘાઈ ગયો હતો.

‘દિલીપ...! અકસ્માતના આ સીધાસાદા મામલાને તું ખૂન માને છે?’ એણે થોથવાતા અવાજે પૂછ્યું.

‘હા...આ ખૂનનો જ મામલો છે!’ દિલીપ મક્કમ અવાજે બોલ્યો, ‘પરંતુ તેને અકસ્માતનું રૂપ આપવામાં આવ્યું છે.’

‘આવું તું ક્યા આધારે કહે છે દિલીપ?’

‘પ્રીતમ, વળાંક પર વળતી વખતે, આવો ભયંકર અકસ્માત થાય, એટલી ગતિ કોઈ જ જીપની ન હોઈ શકે!’

‘જીપની બ્રેક ફેઈલ થઈ ગઈ હોય એવું ન બને?’

‘ના...બ્રેક સલામત જ છે...હું ચેક કરી ચૂક્યો છું.’

એ જ વખતે ફોરેન્સીક વિભાગના માણસો ત્યાં આવી પહોંચ્યા.

દિલીપ તેમને જરૂરી સૂચનાઓ આપવા લાગ્યો.

***