Birthday gift in Gujarati Motivational Stories by Dharnee Variya books and stories PDF | બર્થડે ગીફ્ટ

Featured Books
Categories
Share

બર્થડે ગીફ્ટ

છેલ્લા બે મહિનાથી પડતી સખત ગરમીનો જાણે હવે અંત થવાનો હતો....સવારના ધીમા ઝરમરતા વરસાદ ના છાંટાએ  રસ્તાઓની માટીને ભીંજવી દીધી....ભીના રસ્તાઓ પરના વૃક્ષો વરસાદને લીધે ધોવાઈને લીલાંછમ થઈ ગયા અને ફૂલો પર પાણીના બિંદુઓ ઉપસી આવ્યા....આખો દિવસ વરસીને હજી પણ જાણે વાદળો થાક્યા ન હતા....

રાતના દસ વાગ્યા પણ આકાશ હજી કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું....ગર્જના કરતા વાદળો ને ચમકારા કરતી વીજળી....વરસાદ ની ફિકર કર્યા વિના રસ્તાઓ પર દોડતા વાહનો....ઠંડો સડસડતો ઉડતો ભીનો પવન.....પહેલા વરસાદ ના આ વાતાવરણ ને પળભર શાંતિથી માણવાની કોઈ પાસે ફુરસદ જ ક્યાં હતી....બધા તો એકબીજાથી આગળ વધવાની દોડ માં આ કુદરતને અને  એની સુંદરતા ભૂલી જ ગયા હતા....

આવા મનમોહક વાતાવરણમાં કબીરા હોટેલ જોરશોરથી ગુંજતી હતી....આજે આ હોટેલ કઈક અલગ જ રૂપથી સજી હતી... બહારથી હોટેલ રંગબેરંગી લાઈટ થી શણગારેલી હતી...આખી હોટેલ
ઓરિજિનલ રેડ ને વ્હાઇટ રોઝ થી શણગારવામાં આવી હતી....હોલની એકદમ વચ્ચે ગોળ સ્ટેજ ની ફરતે લટકાવેલા લાઇટિંગ વાળા ઝૂમર અને તેની વચ્ચે રેડ ને વ્હાઇટ ફુગ્ગાઓથી સજાવેલું ટેબલ....સ્ટેજ ની બંને બાજુ  મલ્હોત્રા પરિવારની હસીન પળો ને કેદ કરતી ફ્રેમને સજાવીને ગોઠવવામાં આવી હતી...

હોટેલ ના દરવાજા પર ભવ્ય ડેકોરેશન કરવામાં આવી હતી....મેઈન ગેટ થી અંદરના દરવાજા સુધી રેડ કાર્પેટ ને તેના પર ગુલાબ ની પાંખડીઓ પાથરવામાં આવી હતી....હોટેલની અંદર પ્રવેશ કરીએ એટલે તરત જ નજર સ્તબ્ધ થઈ જાય તેવો વિશાળ ફોટો મુકેલો હતો....અને તે ફોટાની બાજુમાં એક ખુબજ સુંદર બોર્ડ શણગારેલુ હતું જેના પર લખેલું હતું happy birthday prins...

કબીર હોલની વચ્ચે શણગારેલા સ્ટેજ પર ઉભો રહીને ચારે બાજુ નજર કરતા બોલ્યો ....એક્સીલેન્ટ...સુપર્બ....i am impressed મિસ કાયા....ખૂબ સરસ સજાવટ છે...

કબીર હરખાતા બોલ્યો...આજની પાર્ટી કાલના ન્યુઝ પેપર ની હેડલાઈન હશે....કબીર મલ્હોત્રા જેવી પાર્ટી આજ સુધી કોઈ ચંદીગઢ માં આપી નથી શક્યું...

ધીમે ધીમે મહેમાનોનું આગમન શરૂ થયું....શહેરના મોટા મોટા બિઝનેસમેન ને પોલિટિશયન્સ બધાજ કબીર મલ્હોત્રા ના એકમાત્ર દીકરા પ્રિન્સ ની બર્થડે પાર્ટી માં આમંત્રિત હતા....

બ્લેક શર્ટ ને તેના પર ગ્રે બ્લેઝર, કાળા ચમકતા શૂઝ ને હાથમાં ગોલ્ડન વોચ પહેરીને કબીર બધાની સામે પોતાનો વટ પાડવા તૈયાર થઈ ગયો....પાર્ટી શરૂ થઈ....લગભગ બધા જ મહેમાનો આવી ચુક્યા હતા....કબીર ની સાથે રેડ કલર નું ફૂલ ગાઉન ને પટલું ડાયમન્ડ નેકલેસ પહેરીને ગુલાબની સજાવટ ને પણ ઝાંખી પડી  દે તેવી સુંદર શનાયા મહેમાનોનું સ્વાગત કરી રહી હતી....

૧૨ વાગવામાં હજી થોડી વાર હતી ત્યાં માયક માં પ્રિન્સ ના નામ ની એનાઉન્સમેન્ટ થઈ ને શનાયા ની સુંદરતાનું પ્રતિબિંબ એટલે કે ૧૫વર્ષ નો પ્રિન્સ શહેરના પ્રખ્યાત ડિઝાઇનરે ડિઝાઇન કરેલું નેવીબ્લ્યુ જેકેટ ને વ્હાઇટ પેન્ટ, વ્હાઇટ શૂઝ ને હાથમાં બ્રાન્ડેડ વોચ, ને પોકેટ પર સુંદર મુગટ વાળું બ્રોચ....બધાની નજરોને પોતાની તરફ ઝકડીને  તે બધા મહેમાનો ની વચ્ચેથી ફૂલોની પાંખડીઓ બિછાવેલા કાર્પેટ પર ચાલીને સ્ટેજ પર ગયો....

તાળીઓના ગડગડાટે હોલ ગુંજવી દીધો....પ્રિન્સ ની પર્સનાલિટી ને સુંદરતા પર બધા મોહિત હતા...તેને આમ જોઈ કબીરનોતો હરખ ક્યાંય સમાતો ન હતો..

૧૨ વાગ્યા ને હોલ ની લાઇટ્સ બંધ થઈ....ટેબલ પર ચાર લેયર વાળી કેક મુકવામાં આવી ને તે કેક પર ઝગમગતી મીણબત્તી.....આખા અંધારિયા હોલમાં આ મીણબત્તી એ પ્રકાશ નું રાજ પાથરી દીધું....બરોબર ૧૨ના ટકોરે પ્રિંસે મીણબત્તી બુઝાવી ને  તે સાથે આખા હોલ માં લાઇટ્સ થઈ ને બધાએ તાળીઓ પાડી તેને બર્થડે વિશ કર્યું....ડીજે પર સોન્ગ વાગ્યા.....ને પ્રિંસે કેકની પહેલી બાઈટ કબીર ને ખવરાવી....

કેક કટિંગ પછી શનાયા એ પ્રિન્સ ને સ્વામીવિવેકાનંદ ની બુક ગિફ્ટ માં આપી...આ જોઈ પ્રિન્સ નું મો ઉતરી ગયું...તે ગુસ્સા માં બોલ્યો, મોમ, આજે તો કંઈક સારું આપ્યું હોત.... 

પોતાની માં ને બધા વચ્ચે આમ કહેતા તે ઝરા પણ ન અચકાયો...અને તેણે આશા વાળી નજરે કબીર સામે જોયું....

કબીર ના ઇશારાથી એક નોકર ગુલાબની પાંખડીઓથી સજાવેલી ચાંદીનીથાળ લાવ્યો....અને તે થાળ પ્રિન્સ તરફ કર્યો....બધા જોવા ઉત્સુક હતા કે આટલી સારી પાર્ટી છે તો ગિફ્ટ કેવું હશે.....થાળ મા ગુલાબ ની પાંખડીઓ વચ્ચે નાના વ્હાઇટ બોક્સ પર સિલ્વર રીબીન બાંધેલી ને તેની બાજુમાં તેના ફેવરિટ પિંક રોઝ હતા.....તેણે ઝડપથી બોક્સ ખોલ્યું ને તેમાંથી ગાડીની કી નીકળી.

પ્રિન્સ જાણે ઓળખી ગયો હોય તેમ દોડીને કબીર ને ભેટી ગયો અને શનાયા આ જોઈ નિરાશ થઈ ગઈ...

કબીર અને પ્રિન્સ ની સાથે બધા મહેમાન પ્રિન્સ નું ગિફ્ટ જોવા હોટેલ ની પાછળ ના ગાર્ડન માં ગયા...
ત્યાં કબીરે ગિફ્ટ પરથી રેડ કાપડ હટાવ્યું ને બધા જોતા જ રહી ગયા...

કબીરે પ્રિન્સ ને 3કરોડ ની Audi R8 ગિફ્ટમાં આપી હતી.....જેનો લાલ રંગ બધાની આંખમાં ફેલાઈ ગયો.
આ જોઈ પ્રિન્સ ખૂબ ખુશ થયો ને બોલ્યો,"love you dad..... realy you are great!!.you are the best"

પણ આ ગાડી જોઈ પાર્ટી માં એક વ્યક્તિ ખૂબ દુઃખી હતી...શનાયા...

બધાએ ડીનર કર્યું ને પાર્ટી ખતમ થઈ....ઘરે આવ્યા...
ને શનાયાએ પોતાનો ગુસ્સાને ખુલ્લો છોડ્યો...

શુ જરૂર હતી આવી ગિફ્ટ આપવાની?? એની ઉમર હજી 15વર્ષ ની જ છે....અને આટલી ઉંમરે આવી ગિફ્ટ!!
હા..તો એ અત્યારે 10th std. માં છે ....અને આ ગાડી એની વિશ હતી..

હું પણ જાણું છું કે તમે એને બધી ફેસિલિટી આપવા માંગો છો પણ બધી વસ્તુનો યોગ્ય સમય હોય.
તમારા આપેલા સ્માર્ટ ફોન , લેપટોપ, અને હવે આ ગાડી....આ હજી તેંની જરૂરિયાત નથી....આનો સાચો ઉપયોગ એ જાણતો જ નથી.

વસ્તુ પાસે હશે તો જ એનો ઉપયોગ કરતા આવડશે....અને એ કબીર મલ્હોત્રા નો એકલોતો દીકરો છે...તેની પાસે બધી જ વસ્તુઓ હશે....એ એકવાર આંગળી કરશે ને એ તેની સામે હાજર જ હશે.
આ ગાડીમાં તે સ્કૂલે જશે તેને કેટલી ખુશી થાશે. જવાદે ....તેની ખુશી સમજવી તારા બસ ની વાત નથી....આને અમીર નો શોખ કેવાય તને નહિ સમજાય.

શનાયાનો તો હવે પારો છટક્યો....હા, ભલે હું મિડલકલાસ ની છોકરી હતી પણ મને મારા પિતાએ બધી વસ્તુઓ આપી છે, યોગ્ય સમયે....

અરે હા....એટલે જ તો તું એક ટીચર હતી....મારી જેમ ટોપ બિઝનેસમેન નહિ!....બોલીને કબીર ગુસ્સા માં જતો રહ્યો...

ને શનાયા રૂમની બારી પાસે ઉભી રહી ગઈ....તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે કબીર એ તેને ટીચર ના સ્વરૂપમાં જ લગ્ન માટે મનાવેલી ....પણ હવે સમજાણુ એ માત્ર સુંદરતાનો મોહ હતો...તે પ્રેમ આ પૈસા પાછળ ઢંકાઈ ગયો....આ સમજતા તેની આંખમાંથી વહેતા આંસુ ઝરમર વરસતા વરસાદ સાથે ભળી ગયા...

બીજે દિવસે સવારે ન્યૂઝપેપર ની હેડલાઈન કબીર ઝોરમાં વાંચીને શનાયાને સંભળાવે છે.,
"ચંદીગઢ ના ટોપ બિઝનેસમેન કબીર મલ્હોત્રાએ તેના પુત્ર ની આલીશાન બર્થડે પાર્ટીમાં તેના પુત્ર પ્રિન્સને 3કરોડની Audi R8 ગિફ્ટમાં આપી..."
એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો....શનાયાએ ગુસ્સામાં કહ્યું...

હું એક ટોપ બિઝનેસમેન છું....મલ્હોત્રા ઇન્ડસ્ટ્રીઝ અને પાંચ હોટેલો નો મલિક છું હું....જ્યાં સુધી હું છું ત્યાં સુધી ખરાબ પરિણામ આવી જ ન શકે...


                       ★●●●●●●★


આ વાતને એક અઠવાડિયું જતું રહ્યું....

બધા પોતાના કામે લાગ્યા....પ્રિન્સ તેની ગાડી સાથે ખુશ ને કબીર તેના કામ સાથે....

અચાનક કબીરને બિઝનેસ મિટિંગને લીધે દિલ્હી જવાનું થયું...
શનાયા....શનાયા...ઝડપથી મારી બેગ પેક કર મારે આજ સાંજે 5વાગ્યે દિલ્હી જવાનું છે ....અને ત્યાંથી બીજી મિટિંગ માટે હું નૈનિતાલ જવાનો છું....લગભગ ચાર દિવસ થશે માટે એ મુજબ પેકીંગ કરજે....
ઓકે....હમણાં જ રેડી....કહીને શનાયાએ પેકીંગ કરી દીધી...

સાંજ થઈ....આજે પણ વાદળોએ પોતાનો અંધકાર ફેલાવેલો હતો.....
વરસાદ આવશે એવું લાગે છે એટલે પ્લીઝ ધ્યાનથી ગાડી ચલાવજો .....

હ...તું ચિંતા ન કર....by the way મારો પ્રિન્સ કયા છે? જતા પહેલા મારા રાજકુમાર ને તો જોઈ લવ....

હવે તે પોસીબલ નથી....તમારો રાજકુમાર એની ઓડી લઈને બહાર ગયો છે....ક્યાંક ફાર્મ માં પાર્ટી છે.....કહેતો હતો કાલે આવશે....
જોયું..... તમારું ગિફ્ટ તમને જ નડ્યું....

ઓફઓ.... ઓકે મારી જાન.... પણ તે આવે એટલે કહેજે મને વિડીયોકોલ કરે....ઓકે...

શ્યોર....તમે ચિંતા ન કરો મેં ડ્રાઇવરને સાથે જ મોકલ્યો છે...એ તેનું ધ્યાન રાખશે...
બાય...
બાય...safe journy....

કબીર ઉપડ્યો તેની બિઝનેસ ટ્રીપ પર....ત્યાં તેના બેસ્ટ ફ્રેન્ડ નો ફોન આવ્યો...
હા...યાર...!!તને તો ટુર જ લાગેને પણ હું ત્યાં કામ માટે જાઉં છું તારી જેમ જલસા કરવા નઈ.... પણ હા....
આ વખતે ખરેખર આ એક ટૂર જેવું જ છે...નૈનિતાલ ખૂબ સારી જગ્યા છે....
વાતોમાં ને વાતોમાં સફર કપાતો ગયો....
હજી તો થોડે દુર પહોંચ્યો  ત્યાં ગાડી બન્ધ પડી....
તે બહાર નીકળ્યો ને મેકેનિક ને કોલ કર્યો....મેકેનિક આવે ત્યાં સુધી એ આજુબાજુની જગ્યા નિહાળતો બહાર જ ઉભો રહ્યો...

એ ઉભો હતો તે રસ્તા પર ગાડીઓની અવરજવર ઓછી હતી ....પણ રસ્તાની બંને બાજુ થોડી ઊંડી ખાડી જેવું હતું...
ગાડી ચલાવવામાં ધ્યાન રાખવું પડશે....રસ્તો ખાડીવાળો ને પાછો વરસાદ....
હું ડ્રાઈવર ને જ બોલાવી લવ...વિચારીને તેણે ડ્રાઈવર
ને પણ બોલાવી લીધો...

હવે તે શાંતિથી ઉભો હતો ત્યાં કોઈ કોલેજએજ નું ગ્રુપ આવ્યું હોય તેવું લાગ્યું....સાત છોકરા છોકરી નું ગ્રુપ હતું....અહીંની શાંત ને સારી જગ્યા જોઈ તેઓ ગાડીમાંથી બહાર નીકળ્યા....

એકબીજા સાથે મજાક મશ્કરી કરતા હતા...તેઓને જોઈને કબીરને પોતાની કોલેજ લાઈફ યાદ આવી ગઈ...તે ગાડીમાં બેસવા જતો હતો કે તેની નજર બે છોકરીઓ પર પડી જે રસ્તાની સાવ કિનારીએ ઉભી રહીને પાછળની ખાડી ફોટામાં આવે તેવી રીતે સેલ્ફી લેવાની કોશિશ કરતી હતી.....
તેઓનું ધ્યાન નહોતું પણ કબીર નું ધ્યાન તેના પગ પર પડ્યું....તેનો પગ બરોબર કિનારીએ હતો જો જરા પણ લપસે તો એ છોકરી ખાડીમાં પડી જાત....

કબીર દોડીને ગયો ને તે છોકરીને રસ્તા વચ્ચે ખેંચી લાવ્યો....
તે છોકરીએ ગુસ્સામાં કહ્યું....."are you mad?"
તમારી હિંમત કેમ થઈ મને આમ ખેંચવાની....

કબીરને તો તેના આવા વ્યવહાર પર એક ઝાપટ ચડાવવાનું મન થયું પણ તેણે શાંતિથી વાત કરી...
જો મેં તને ખેંચી ન હોત તો કદાચ તારો જીવ પણ બચ્યો ન હોત...સેલ્ફીના ચક્કરમાં જીવ જાય એવી તમને ખબર નથી પડતી....આ શુ એક જવાબદાર એડલ્ટ ની હરકત હતી?....

તે છોકરીએ મોઢું મચકોડયું, 
હં.. હ...મારી સેલ્ફી બગડી ગઈ, મારે તે સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવી હતી...બધું મૂડ બગાડી નાખ્યું....બોવ શોખ છે બધાને મા બાપ બનતા ફરવાનો...પોતાના છોકરાઓને સમભાળોને...

કહીને ગુસ્સામાં તે ગ્રુપ ત્યાંથી જતું રહ્યું....ને એટલી વાર માં મેકેનિક એ ગાડી સરખી કરી દીધી અને ડ્રાઈવર પણ આવી ગયો....
તે શાંતિથી  પાછળની સીટ માં બેઠો.....
અને ફરી ગાડીના પૈડાં દોડ્યા ને તે ચંદીગઢની બહાર પહોંચ્યો....

સાંજના 8વાગવા આવ્યા...
તેને પ્રિન્સ ને કોલ કર્યો પણ નોટ રિચેબલ આવતો હતો.
લાવ એકવાર પ્રેઝન્ટેશન જોઈ લવ....વિચારીને તેણે લેપટોપ ખોલ્યું....
પણ મન કામમાં નહોતું લાગતું....તેને શનાયાની વાતો યાદ આવી....કે બાળકોને બધી વસ્તુ યોગ્ય સમયે જ અપાય....

આ છોકરીને તેના મોજશોખ ને સેલ્ફી જેવી પચકાની હરકતમાં એ પણ નહોતી ખબર કે એનો જીવ જોખમ માં છે...જો કદાચ આ ઉંમરે સંતાન ને કઈક થઈ જાય તો એનાથી  મોટું કોઈ દુઃખ માં બાપ માટે નથી....પણ આજની જનરેશન આ બધું ક્યાંથી સમજે....

તેને આજે પહેલીવાર શનાયા ની વાત સમજાણી....
પણ અચાનક તેના મનમાં ફાળ પડી....મેં પણ...મેં પણ પ્રિન્સ ને સ્માર્ટ ફોન આપ્યો છે...તે એનો શુ ઉપયોગ કરે છે એતો ક્યારેય જોયું જ નહીં....મેં એને ઘણી ફેસિલિટી આપી ....તેની ઉંમર પણ હજી બોવ ઓછી છે ....મેં ક્યાંક ખોટું તો નથી કર્યું ને??

ત્યાંજ ગાડી એ ઝડપથી એક અણધાર્યો  વળાંક લીધો ને ઝડપથી બ્રેક લાગી....ને બાજુમાંથી આવતા ધડાકક.....કરતા અવાજે કબીરને વિચારોની તંદ્રા માંથી ઉઠાડ્યો....
તે સફાળો ચમકી ગયો...ને ગભરાટ માં ડ્રાઈવર ને પૂછ્યું...શુ થયું....ગાડી આમ કેમ ચલાવે છો....એક્સિડન્ટ થઈ જશે...stupid... કહીને તે ગુસ્સામાં બહાર નીકળ્યો....

અને પાછળ ફરીને જોયું તો એક ગાડી આખી પલટાઈને ખંડિત થઈ ચુકી હતી. તેના એન્જીનમાંથી ખૂબ ધુમાડો નીકળી રહ્યો હતો...

કબીર દોડીને ડ્રાઇવર પાસે ગયો....ડરીને ડ્રાઇવરે કહ્યું; સાબ મારો વાંક નથી..પણ આ લોકો જ ખાલી હાઇવે સમજીને બેકાબુ સ્પીડ થી ગાડી ચલાવતા હતા ને એની સાથે આપણે ભટકાઈ ન જાઈએ માટે મેં ગાડી ટર્ન કરી લીધી પણ તે ગાડી  પલટી ખાઈ ગઈ....

અરે....અત્યારે એવી ડિસ્કશન નો ટાઈમ નથી આપણી પાસે....ઝડપથી પોલીસ ને ફોન કર....ખૂબ ભયાનક એક્સિડન્ટ થયું હશે તો આપણે પણ કારણ વગર સલવાઈ જશું....હે ભગવાન!! આ મારી જ સાથે શુકામ થયું....બોલતો બોલતો એ ગાડી પાસે ગયો.
ડ્રાઇવરે પોલીસ ને કોલ કર્યો....

કબીરની ધડકન તેજ થવા લાગી....આમ તો તેણે ઘણીવાર પોલીસ સાથે ડીલ કરેલી છે પણ આજે તેને ગભરાટ થતી હતી....તે આગળ વધ્યો .....વાતાવરણ સાવ સુનમુન હતું...ના કોઈ વાહન કે ન કોઈ પક્ષીસુધા નો અવાજ.....સાંજ ના અંધારામાં વરસાદ ના ભેજવાળા વાદળોએ પાણી ખેરવાનું શરૂ કર્યું....અંધારું હોવાથી તેણે પોતાના ફોન ની ટોર્ચ ઓન કરી...ઝરમર વરસાદમાં અચાનક આંખમાંથી ટીપું પડી ગયું.....પણ વિના કારણે???

કબીર અટકી ગયો....જોરથી ધડકતા હૃદય પર તેણે હાથ રાખી દીધો.....કપાળ પર આ પરસેવો હતો કે વરસાદની છાંટ???
પરાણે પગ ઉંચકીને તે કાર બાજુ ગયો....ધીમે ધીમે વરસાદ વધ્યો....અને કાળા અંધારામાં ફોન ની ફ્લેશલાઈટમાં ગાડીનો લાલ કલર ચમક્યો.....

શરીર પરના ઘાવ પર જાણે મીઠું પડ્યું હોય તેવી પીડા થઈ.....નઈ.... એવું નહિ હોય....લાલ ગાડી તો ઘણાની હોય....વિચારતા તે ગાડી ની એકદમ નજીક પહોંચી ગયો.... ને ઊંઘી પડેલી ધુમાડા કાઢતી ગાડીની બારી પાસે પહોંચી તેણે મુશ્કિલથી ડ્રાઇવિંગસીટ પર બેસેલા વ્યક્તિનો ચહેરો જોયો.....

એ જોતાંની સાથે એના મોઢામાંથી વાદળોના ગાડગદડાટને પાછી પાડી દે તેવી ચીખ નીકળી.....સુનકાર રસ્તામાં તેની ચિખે સુતેલા પક્ષીઓને પણ ઝગાડી દીધા ને વાતાવરણ ને પણ ધ્રુજાવી દીધું....કબીરના આંસુ ને છુપાવવા વરસાદે પોતાની તીવ્રતા વધારીને મુશળધાર વરસાદમાં કબીર એક ચીખ નાખીને ચિરાયેલા હૃદય સાથે ત્યાં જ સફાળો પડી ગયો....

પોલીસ ત્યાં પહોંચી....ગાડીમાંથી પ્રિન્સ અને તેના મિત્રોને બહાર કાઢી ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા....
ખૂબ મુશ્કેલીએ કબીરને પણ હોસ્પિટલ લઈને ગયા...શનાયા પણ ઘરેથી નીકળી ગઈ...પ્રિન્સ તેના મિત્રો સાથે ડ્રાઇવર વગર પોતે જ ગાડી ચલાવીને ચંદીગઢથી ૨૦કિમી દૂર ફાર્મહાઉસ પાર્ટીમાં ગયો હતો....ઘરેથી ખોટું બોલીને....ને ઉકળતા લોહીને પિતાએ દીધેલી ફેસિલિટી ની મોજમાં આજે તે હોસ્પિટલ પહોંચ્યો....
આઈ.સી.યુ. માંથી ડોકટર બહાર આવ્યા...
પ્રિન્સ નો એક મિત્ર કોમાં માં ગયો ને એક નું ઓપરેશન ચાલે છે....

અને મારો પ્રિ... પ્રિન્સ....???
કબીરથી માંડ એટલું જ પૂછી શકાયું.....

                        ★●●●●●★

બીજે દિવસે સવારે બધાના ઘરોમાં પેપરમાં છપાયેલી હેડલાઈને કબીરની જિંદગી ધમરોળી નાખી....
"ચંદીગઢ ના ટોપ બિઝનેસમેન કબીર મલ્હોત્રા ના પુત્ર પ્રિન્સ મલ્હોત્રા નું ચંદીગઢ થી 20km દુર હાઇવે પર તેના પિતાએ ગિફ્ટમાં આપેલી કાર ચલાવતા અકસ્માતથી મૃત્યુ..."

પોતાની 100કરોડ ની દોલત પણ પ્રિન્સની જિંદગી ન બચાવી શકી....
અને કબીર નો પ્રિન્સ રાજગાદી પર બેસ્યા પહેલાજ મૃત્યુ પામ્યો....

અસહ્ય પીડાથી તરફડતો કબીર ન તો ગાડીમાં બેસવા લાયક રહ્યો કે  નતો પોતે ઉભી કરેલી સહુલતો માણવા લાયક...
                         
       

                              સંપૂર્ણ
                       ★●●●●●●★