GEBI GIRNAR RAHASYAMAY STORY - 3 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૩)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૩)

    * ગેબી ગીરનાર - એક રહસ્ય -૩

     

          નમસ્કાર મિત્રો, મારી અગાઉની બે સ્ટોરી ગેબી ગીરનાર - એક રહસ્ય ભાગ-૧ અને ભાગ-ર ને વાંચક મિત્રો તરફથી ખૂબજ સારો પ્રતિભાવ મળ્યો, એ માટે તમામનો ખૂબ - ખૂબ આભાર. હમણાં થોડાક અંગત પ્રસંગોને લીધે આગળની સ્ટોરી લખવામાં વિલંબ બદલ ક્ષમા ચાહું છું. હવે આગળ....

          વહેલી સવારે ૪:૦૦ વાગ્યે કલ્પેશભાઈ એ સૌને જગાડ્યા. શિયાળાની ઋતુમાં વહેલું ઊઠવું જાણે કે સર્વસ્વ ત્યાગ કરીને જવાનું હોય એવો અનુભવ થાય, પથારી છોડવાનું મન જ ના થાય. મને કમને સૌ ઊઠી ગયા અને જલ્દીથી દાતણ પાણી પતાવી અમે ચુલા આગળ ગોઠવાઈ ગયા. દાંત કકડાવી નાખે એવી ઠંડીમાં ઠંડા પાણીથી મોઢું ધોવું એ તો જાણે જંગ લડવા બરાબર છે.

        ભાવેશ હજુ પણ પથારીમાં ઘોરતો હતો. એકવાર ઊઠીને પાછું સૂઈ જવું એ પણ એક કલા છે. આશિષે જઈને ઠંડા પાણીની છાલક મારી ત્યારે માંડ તે ઉઠ્યો. ચૂલો સળગાવી અમે ચા બનાવ્યો. અત્યારે અમે બધા ચૂલા આગળ એવી રીતે ફરતે ગોઠવાયા કે અમારી વચ્ચેથી હવા પણ ના નીકળી શકે.

     ચા ના બધાએ બબ્બે ડોઝ માર્યા, પછી બધાએ પોત પોતાના ગરમ કોટ જાકીટ, મફલર, ટોપી તો કોઈ એ શાલ ઓઢી. અને બધા બેગ બીસ્તરા લઈને બસ સ્ટેન્ડ તરફ રવાના થયા. અમારે વહેલી પોણા પાંચ વાગ્યાની બસમાં નીકળવાનું હતું.

        બસ સ્ટેન્ડે પહોંચ્યા ત્યારે બસ ઊપડવાની હજુ પાંચ મિનિટની વાર હતી. મેં , રાહુલ અને ભાવેશે માવો બનાવીને ખાધો. બાકીના કોઈ ને ચા સિવાયનું વ્યસ્ન નહોતું.

        આજે ૨૫મી ડીસેમ્બર એટલે કે નાતાલનો દિવસ હોવાથી ઘણા લોકો જૂનાગઢ ફરવા માટે જતા હતા એ બસના મુસાફરોની સંખ્યા પરથી જણાય આવતું હતું.

     બસ એના નિર્ધારિત સમયે બસ સ્ટેન્ડ માંથી બહાર નીકળી. મેં બહાર જોયું તો મારી નવાઈનો પાર ન રહ્યો, જે જોગી મહારાજનો અમને ગઈકાલે ભેટો થયો હતો એ જ જટાધારી જોગી અત્યારે ચાની લારીએ બેઠા હતા. મારી એના પર દ્રષ્ટિ પડતાં જ એ બોલી ઉઠ્યા, ' અલખ નિરંજન, જય ગીરનારી '. એમના મુખ મંડલ પર મને એક અજાયબ રહસ્ય જણાઈ આવ્યું.

      મેં આશિષને વાત કરી અને અમે તે તરફ જોવા ગયા એટલામાં તો બસ આગળ નીકળી ગઈ હતી. મને અંદરથી ગભરામણ થતી હોય એવું લાગ્યું. મારા ડાબા અંગ ફરકતા હતાં. આવું કેમ અચાનક થવા લાગ્યું એનાથી હું ખુદ અજાણ હતો.

      બધા બસમાં ઝોકાં ખાતા હતા પરંતુ મારૂં મન અત્યારે ચકરાવે ચડ્યું હતું. કંઈક તો છે જે કંઈ બનવાનું હોય એ તરફ ઈશારો કરે છે પરંતુ સમજાતું નથી.

           અચાનક ખરરર - ખરરર એવા અવાજ સાથે બસ ઊભી રહી ગઈ. ડ્રાઈવરે બસ ચાલુ કરવાના ઘણાં પ્રયાસો કર્યા પરંતુ વ્યર્થ, બસ ચાલુ જ ન થઈ. ડ્રાઈવરે કહ્યું કે ડીઝલ ફુલ છે, એન્જિન પણ ઠીક છે તો પણ કેમ બંધ પડી ગઈ એ સમજાતું નથી.

         થોડીવાર પછી અમને બીજી બસમાં બેસાડ્યા. તેમા પણ સીટીગ ફૂલ હતુ વળી અમે બધા એમાં ચડ્યા તો ઊભવાની પણ જગ્યા ન રહી. આખરે માંડ અમે સાડા છ વાગ્યા આસપાસ જુનાગઢ પહોંચ્યા. બસમાં એટલી ગીરદી હતી કે અમે ઉતરી પણ  શકતા નહોતા.

        અમે જૂનાગઢ બસ સ્ટેન્ડથી બહાર નીકળ્યા અને ચાલવા લાગ્યા ત્યાં જ એક રીક્ષાવાળો અમારી પાસે આવ્યો અને બોલ્યો કે ચાલો ભવનાથ મૂકી જાઉં. અમે ભાડું નક્કી કરીને રીક્ષામાં ગોઠવાયા. રીક્ષા હજુ તો માંડ એકાદ કીલોમીટર ચાલી હશે ત્યાં રસ્તામાં બંધ પડી ગઈ, અમે બધા જાણે એક સાથે બોલી ગયા કે આને વળી શું થયું??

      ' સાહેબ લાગે છે રીક્ષામાં ગેસ પતી ગયો છે, ગેસ ભરાવવો પડશે. સદનસીબે ગેસનો પંપ નજીક જ હતો, અમે બધા રીક્ષાને ધક્કો મારતા ત્યાં લઈ ગયા. ગેસ પૂરાવ્યા પછી પણ બેસવાનું મન નહોતું થતું, માંડ અમે ભવનાથ પહોંચ્યા.

          સૌપ્રથમ અમે ત્યાં પહોંચીને ભવનાથ મહાદેવના દર્શન કરવાનું વિચાર્યું. અમે ચાલીને મંદિરે પહોંચ્યા અને ત્યાં બહાર બધો સામાન ઉતારતા હતા ત્યાં મારૂં ધ્યાન ભાવેશ તરફ ગયું, મેં ચિંતા પૂર્વક કહ્યું, 'ભાવેશ તારો થેલો ક્યાં?'

 ભાવેશ: ' એલા, એઈ! ચાલો જલ્દી, મારો થેલો તો રીક્ષામાં જ રહી ગયો. 

      હું ત્યાં જ માથે હાથ દઈને બેસી ગયો. 

( વધુ આવતા અંકે )

     આતો હજુ અમારી હેરાનગતિ ની શરૂઆત હતી. અને સ્ટોરી પણ ખરેખર હવે જ શરૂ થાય છે. આગળ અમારી સાથે શું બનવાનું હતું એ જાણવા વાંચતા રહો ' ગેબી ગીરનાર - એક રહસ્ય ના દરેક નવા ભાગ.

    મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુ મૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 91060 18219 પર પણ આપનો મત જણાવી શકો છો.