Return of shaitaan - 10 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitaan - part 10

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

Return of shaitaan - part 10

કોહલર ની સેક્રેટરી સિલ્વિયા અત્યારે બહુ પરેશાન હતી. તે ક્યારની કોહલર ને શોધી રહી હતી. તે કોહલર ને ફોન , મેલ, પેજર બધી જ રીતે કોન્ટાક્ટ કરવાનો ટ્રાય કરી ચુકી હતી પરંતુ કોઈ પણ રીતે કોહલર તેને રિસ્પોન્સ આપી રહ્યા ના હતા." ક્યાં હશે એ અત્યારે? હવે હું શું કરું?" તે મનોમન બબડી.કોઈ પણ દિવસ ના જેવો આજનો દિવસ પણ સામાન્ય જ રહે એવી તે મનોમન પ્રાર્થના કરી રહી હતી.તેણે કોહલર ને છેલ્લી વખત જોયા હતા જયારે તે લિઓનાર્દો વેત્રા ને શોધતા હતા અને પછી ગભરાહટ માં પાછા આવ્યા હતા અને કોઈ ને ફોન અને ફેક્સ કરી રહ્યા હતા. બસ પછી તે ક્યાં કોઈ ને નથી ખબર.

સિલ્વિયા એ ટ્રાય કરી પણ હવે વધારે વખત તે રાહ જોઈ શકે તેમ ના હતી કેમ કે હવે કોહલર ના ઈન્જેકશન નો સમય થઇ ગયો હતો. જો તે ઈન્જેકશન ના લે સમય પર તો પછી તેમને ઘણી તકલીફ નો સામનો કરવો પડતો. કોહલર નુ શરીર અફસોસ કે તેમના દિમાગ જેટલું શક્તિશાળી ના હતું. તેમને રેગ્યુલર દવા અને ઇન્જેક્સન નો ડોસ જ જીવિત રાખતો હતો. અત્યારે સિલ્વિયા એટલે જ હેરાન થઇ રહી હતી કેમ કે તેમના ડોસ નો સમય થઇ ગયો હતો હવે પછી ની ૧૦ મિનિટ માં જો ઇન્જેક્સન તેમના શરીર માં ના ગયું તો પછી બહુ બધી તકલીફ નો સામનો કરવા માટે કોહલર એ તૈયાર રહેવું પડશે. સિલ્વિયા એ CERN ના સ્વિચ બોર્ડ ને કોન્ટાક્ટ કર્યો અને પછી થોડી વાર માં જ તેમને કહ્યું કે મને જલ્દી થી કોહલર નો સંપર્ક કરાવો.

દરેક જણ તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું હતું પણ એક જ મેસેજ મળતો હતો અને તે એ કે જે મોબાઈલ નો તમે સંપર્ક કરવા માંગો તે હાલ માં પહોંચ ની બહાર છે.

સિલ્વિયા ને હવે થોડો ડર લાગવા લાગ્યો હતો તેને ચિંતા થઇ રહી હતી કોહલર ની. આમ તો તેમની સેક્રેટરી હતી પણ કોહલર માટે ની ચિંતા જાયઝ હતી કોહલર ને કઈ થઇ જાય તો CERN નું બહુ અમૂલ્ય રત્ન ખોવી દેવાનો વારો આવે. કોહલર ના પ્રયત્નો દ્વારા જ CERN ને આજે આખી દુનિયા જાણતી હતી. અરે ગવર્મેન્ટ ફંડિંગ પણ કોહલર ના અથાગ પ્રયત્નો પછી જ મળતું થયું હતું. સિલ્વિયા એ ફરીથી કોહલર ના મોબાઈલ પર ફોન કર્યો પણ એ જ જવાબ મડ્યો. હવે સિલ્વિયા એ ફેંસલોઃ કરી લીધો હતો કે તેણે શું કરવાનું છે. તે કોહલર ની ઓફિસ તરફ વળી અને જોરથી કેબીન નો દરવાજો ખોલી ને ઓફિસ ની અંદર ગઈ અને પછી તેણે એક મેટલ ના કબાટ જેવું કઈ ખોલ્યું અને માઈક્રોફોન હાથ માં ઉઠાવ્યું.

****************************

લોરા ને હજુ પણ યકીન ના થતું હતું કે તે જે જોઈ રહી હતી એ હકીકત માં બન્યું હતું કે પછી તેનું કોઈ ભયાનક સપનું હતું કેમ કે તેણે આવા સપના વારંવાર આવતા. તેના પિતાની આટલી ક્રૂર રીતે કોઈ કેવી રીતે હત્યા કરી શકે? રાજ એ તેના હાથ માં એ કાગળ ખેંચી ને લઇ લીધું અને તેના કોટ ના ખિસ્સામાં મૂકી દીધું લોરા ના હાથ માં કાગળ તો ના હતું જેમાં તેના પિતા ના લાશ નો ફોટો હતો પરંતુ અત્યારે એ તેના માનસપટલ પર છવાયેલું હતું. એ શબ્દો ILLUMINATI અતયારે ફરીથી તે ૧૦ વર્ષ ની બાળા હતી તે અને તેના પિતા પિકનિક માં ગયા હતા. નાની લોરા મોટી મોટી વાતો કરતી હતી તેને લિઓનાર્દો ને પૂછ્યું," ડેડી મને પૂછો મેટર શું છે?"

લિઓનાર્દો," કેમ?"

" ડેડી પ્લીસ પૂછો ને મને વ્હોટ ઇસ મેટર ?"

"ઓકે બેટા બોલ તો વ્હોટ ઇસ મેટર?"

"ઍવેરીથીંગ ઇસ ઘી મેટર. પહાડ, વૃક્ષ, પથ્થર બધું જ મેટર છે." લોરા એ હસતા જવાબ આપ્યો હતો.

"મારી ઢીંગલી ને બધું જ ખબર પડે છે હવે ડેડી ને સમજવા લાગી છે તું." લિઓનાર્દો એ તેના ગાલ ખેંચતા પૂછ્યું હતું.

"હા ડેડી."

" તું તો માટી છોટુ સી આઈન્સ્ટીન છે.

"ના ડેડી છી એમના વાળ કેટલા ગંદા છે."

"પણ બેટા એમનું દિમાગ કેટલું તેજ છે."

"ડેડી તમે પ્રોમિસ કર્યું હતું પિકનિક માં આપડે મેથ્સ ની વાતો નહિ કરીએ. મને મેથ્સ નથી ગમતું."

"હા બેટા છોકરીઓ ને તો મેથ્સ ગમવું પણ ના જોઈએ તેમની માટે તો બાર્બી ડોલ બનાવા માં આવી છે મેથ્સ તો છોકરાઓ માટે હોય છે છોકરીઓ ઓ તો માત્ર બાર્બી ડોલ સાથે જ રમવાનું લોરા દીકરા તું બહુ જ રમજે તારું મન થાય એટલું રમજે બેટા હું તને નહિ રોકુ પણ તારા ડેડી ને મોટી થાય તો ભૂલી ના જતી." લિઓનાર્દો ને આટલું બોલતા આંખ માં પાણી આવી ગયું હતું. લોરા ને તેમને અદોપ્ત કર્યા ને હજુ કદાચ એકાદ વર્ષ જેટલો સમય થયો હશે પરંતુ લોરા તેમની જિંદગી નુ કેન્દ્ર બની ગઈ હતી તેની માસુમ હસી , ક્યારે પણ ખતમ ના થનારા તેના સવાલો અને તેની નિર્દોષ આંખો લિઓનાર્દો ને હંમેશા એવું જ લાગતું કે લોરા તેમની પોતાની દીકરી છે.લિઓનાર્દો માટે કદાચ બધું પછી હતું પણ પહેલા લોરા હતી.

લોરા ના મન માં એ દિવસ ઘુમવા લાગ્યો હતો જયારે લિઓનાર્દો તેને કહેતા લોરા બેટા મને છોડી ને ક્યારે પણ ના જતી. પણ આ શું આજે તેના ડેડી જ તેને છોડી ને એક અનંતયાત્રા એ જતા રહ્યા હતા.લોરા એ aankho ખોલી અને રિયાલિટી માં પટકાઈ પડી. બસ હવે તેના મન માં એક જ સવાલ હતો કે આંટી મેટર ક્યાં છે? અને એનો જવાબ પણ બસ ૨ મિનિટ ની દુરી પર હતી.

"મેક્સમિલિઅન કોહલર પ્લીસ તમારી ઓફિસ માં ફોન કરો." લોઉડસ્પીકર માં થી અવાજ આવી રહ્યો હતો.

જેવા એ લોકો લિફ્ટ માં થી બહાર ઉપર ના લેવલ પર આવ્યા તેવું જ કોહલર નો ફોન , મોબાઈલ , મેલ બધું જ એક સાથે બીપ બીપ કરી રહ્યું હતું.

"ડિરેક્ટર કોહલર પ્લીસ કોલ યોર ઓફિસ, ડિરેક્ટર કોહલર પ્લીસ કોલ યોર ઓફિસ." લાઉડસ્પીકર માં થી સતત અવાજ આવી રહ્યો હતો. એ તેમની સેક્રેટરી સિલ્વિયા હતી.

થોડી જ મિનિટ માં તેમના મોબાઈલ પર ફોન આવ્યો તેમને ઉઠાવ્યો અને બોલ્યા," હેલો કોહલર સ્પીકિંગ." આટલું બોલતા તો તેમને સખત ખાંસી આવી રહી હતી.

" હા કોણ છે મને કન્નેક્ટ કરો." કોહલર બોલ્યા.

" હેલો ધીસ ઇસ ડિરેક્ટર જનરલ ઓફ CERN મેક્સમિલયન કોહલર સ્પીકિંગ."

આ બધી વાત ચાલતી હતી ત્યાં સુધી લોરા અને રાજ ત્યાં જ ઉભા હતા. રાજ અત્યારે લોરા ની સામે જોઈ રહ્યો હતો લોરા થાકેલી અને બહુ જ ડિપ્રેસ્સડ લાગી રહી હતી રાજે ફરીથી તેની સામે પાણી ની બોટલ લંબાવી. અત્યારે લોરા એ એ રાજ ના હાથ માં થી લીધી અને પાણી પીધું. લોરા ના હાથ અનાયસે જ રાજ સાથે અથડાયા હતા. રાજ તો અત્યારે સાતમા આસમાન પર હતો અને ખબર હતી કે આ બધું આવા સમયે વિચારવું વ્યર્થ છે પણ લોરા નુ એટ્રકશન એટલું બધું હતું કે તે પોતાને રોકી જ શકતો ના હતો.આટલી વાર માં કોહલર નો અવાજ સંભળાયો અને રાજ અને લોરા નુ ધ્યાન તેમની તરફ ગયું.

"ના ના એ બરાબર નહિ રહે. હું વધારે ફોન પર વાત નથી કરી શકતો મને સમય આપો હું હમણાંજ નીકળું છુ ત્યાં આવવા માટે મને મળો એરપોર્ટ પર ૪૦ મિનિટ માં હું ત્યાં આવું છુ.આટલું બોલતા તો તેમની ખાંસી વધી ગઈ અને જોર થી ફિટ આવી અને તેઓ વ્હીલ ચેર માં થી નીચે પડી ગયા. રાજ અને લોરા દોડી ને તેમને પકડી લીધા. તેમની સેક્રેટરી સિલ્વિયા ત્યાં આવી રહી હતી તેને આ જોયું અને તરત જ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો. ૫ મિનિટ માં તો પેરામૅડિકસ સ્ટાફ ના લોકો ત્યાં આવી પહોંચ્યા અને કોહલર ને ઉઠાવી ને સ્ટ્રેચર માં મૂકી દીધા અને ઓક્સીજેન માસ્ક એમના મોં ઉપર મૂકી દીધું. રાજ અને લોરા ત્યાં જ હતા. તેમણે કોહલર ના છેલ્લા શબ્દો એ સાંભળ્યા હતા કે એરપોર્ટ પર કોઈ ને ૪૦ મિનિટ માં મળવાનું હતું.

કોહલર હજુ પણ સ્ટ્રેચર માં જ હતા અને તેમના મોં પર ઓક્સીજેન માસ્ક હતો તેમણે ઊંડો શ્વાસ લીધો અને લોરા ને ઈશારા થી બોલાવી. લોરા તમની નજીક ગઈ અને તે બોલ્યા," પેરિસ , લોરા એન્ટી મેટર પેરિસ માં છે. નોંતરે ડેમ કૈથેડરલ ને ઉડાવી દેવાનો પ્લાન છે આ લોકો નો. "

' કોનો ફોન હતો કોણે કહ્યું કે એન્ટી મેટર પેરીસ માં છે?"લોરા એ પૂછ્યું .

"ફ્રેન્ચ ગવર......" આટલું બોલતા ફરી થી કોહલર ને ખાંસી આવી પેરામૅડિક ના એક સ્ટાફ એ આવી ને લોરા ને હટાવી અને કહ્યું," પ્લીસ એમની તબિયત બહુ જ નાજુક છે તેમને અત્યારે જ લઇ જવા પડશે હોસ્પિટલ " આટલું બોલતા તે નર્સ એ તેમના મોં પર પાછું ઓક્સિજન માસ્ક ચડાવી દીધું .

પરમેડિક્સ સ્ટાફ એ સ્ટ્રેચર ને પુશ કરવા લાગ્યા ત્યારે કોહલરે રાજ નો હાથ પકડી ને બોલ્યા ," પે રી સ જા વ અને મ ને ફો ન ક રો. "

રાજે માથું હલાવ્યું અને સ્ટાફ તેમને લઇ ને જતો રહ્યો.

લોરા હજુ પણ ત્યાં જ ઉભી હતી સેક્રેટરી સિલ્વિયા પણ ત્યાં જ હતી તે બોલી," કોહલર સર ને અમે ક્યારના શોધતા હતા આજે તેમને ઇન્જેક્સન નો ડોસ નથી ગયો સમયસર એટલે આ તકલીફ થઇ તેમને. લોરા તારા પિતા મડ્યા? કોહલર સર મી. વેત્રા ને સવાર થી શોધતા હતા. અરે તારી તબિયત તો બરાબર છે ને તું બહુ ઉદાસ દેખાય છે."સિલ્વિયા એ પૂછ્યું.

લોરા બોલી,"હા મળી ગયા મારા પિતા અને ના એવું કઈ નથી બસ લોન્ગ જર્ની કરી ને આવી છુ એનો થાક છે. થૅન્ક યુ સીલ્વી. હું થોડા કામ માં છુ પછી વાત કરું." આટલું કહી લોરા ત્યાંથી જવા લાગી. રાજ ને ખબર ના પડી કે હવે તે શું કરે? હજુ પણ તે ત્યાં જ ઉભો હતો સિલ્વિયા તેની સામે હસી ને પછી જતી રહી. લોરા ને એવું હતું કે રાજ તેની પાછળ આવશે પણ તેણે પાછળ ફરી ને જોયું તો રાજ હજુ પણ ત્યાં જ ઉભો હતો. તેણે રાજ ને પોતાની સાથે આવાનો ઈશારો કર્યો.

રાજ તેની પાછળ ગયો લોરા તેણે પોતાની ઓફિસ માં લઇ ને આવી.અને તે બોલી," પેરિસ માં શું મળી જશે એન્ટી મેટર અને ફ્રેન્ચ ગવરમેન્ટ ? મને કઈ સમજ માં નથી આવતું."

*******************************

લગભગ ૧૫ મિનિટ માં તેઓ x -૩૩ પ્લેન માં હતા. અને પેરિસ તરફ જવા નીકળી ગયા હતા. કહેવાની જરૂરત નથી કે તે એક પ્રાઇવેટ જેટ હતું.શરૂઆત ની થોડી મિનિટ કોઈ કઈ બોલતું જ નહતું પણ રાજ મેહસૂસ કરી શકતો હતો કે લોરા હજુ પણ રડી રહી છે. રાજ બિચારો ટેન્શન માં હતો કે એ શું બોલે ? અને એ પણ વિચાર આવતો હતો તે અત્યારે અહીંયા શું કરે છે? તેણે પાછું બોસ્ટન તેના ઘરે જતું રહેવું જોઈતું હતું. " વ્હોટ ધ હેલ આઈ એમ ડુઈંગ હિઅર ? હું શું કરી રહ્યો છુ? હું કેમ ઘરે પાછો ના ગયો?" મન માં તે બોલ્યો. જયારે ચાન્સ હતો ત્યારે જતું રહેવાનું હતું. પણ એને ચાન્સ જ ક્યાં મળ્યો હતો? એને ફરીથી એક વાર મન મેં પૂછ્યું કે સાચે જ જો ત્યાંથી નીકળવાનો મોકો મળ્યો હોત તો તે લોરા ને છોડી ને નીકળતો? લોરા ની જાણકારી ઈલુમિનેટી વિષે કઈ ખાસ ના હતી અને શું લોરા અને કોહલર રાજ વગર એન્ટી મેટર શોધી શકે?ત્યાં ખતરો તો બહુ બધો છે પણ રાજ ની નીતિક જિમ્મેદારી પણ હતી કે લોરા અને જ્યાં એન્ટી મેટર છે ત્યાં હજારો લોકો ની જાન નો ખતરો છે અને એ સિવાય પણ તેની પાસે જે ડિગ્રી હતી જે જ્ઞાન હતું તેના દ્વારા તે લોરા ને હેલ્પ કરી શકે છે આંટી મેટર ક્યાં છે એ શોધવામાં . પ્લેન માં આવ્યા પછી બંને વચ્ચે કોઈ ખાસ વાત ના થઇ લોરા બહુ જ થાકી ગયેલી અને ઉદાસ લગતી હતી. થોડી વાતો પછી રાજ મેગેઝીન લઇ ને વાંચવા લાગ્યો અને લોરા તેનું માથું પાછળ મૂકીને આંખો બંધ કરી ને આરામ કરવા લાગી.

અચાનક લોરા ને લાગ્યું કે તે કોઈ બંધ જગ્યા એ છે તેને શ્વાસ લેવા માં તકલીફ થવા લાગી.તેને ભયાનક ખોફ અને ડર થી આંખો ખોલી દીધી. તેને એવું લાગ્યું કે તે કોઈ બંધ કમરા માં છે અને કોઈકે તેની પાછળ ઉભું છે પણ અંધારું હોવાના કારણે તેને કઈ દેખાતું ના હતું. હજુ પણ તેને એવું મહેસુસ થતું હતું કે કોઈ તો તેની પાછળ છે હવે તે પાછળ ફરીને જોવા લાગી કે કોણ તેની પાછળ છે પણ કોઈ નજર માં આવ્યું નહિ. તે વિચારમાં પડી ગઈ કે તે તો પ્લેન માં હતી અને અચાનક આવા ભોંયરા જેવી દેખાતી જગ્યામાં કેવી રીતે આવી ગઈ.તેને બરાબર યાદ હતું કે તે પ્લેન માં બેઠી હતી અને આંખો બંધ કરી ને આરામ કરતી હતી. તો અહીંયા કેવી રીતે આવી ગઈ હા તેને ડરામણા સપના આવતા હતા પણ અત્યારે આ તો કોઈ સપના જેવું ના હતું પણ હકીકત હતી.

તે જ્યાં હતી તે એક ભોંયરા જેવી જગ્યા હતા અને સંપૂર્ણ અંધકાર હતો. થોડે દૂર એવું લાગતું હતું કે કૈક બળવાની વાસ આવી રહી હતી અને અગ્નિ જલતો હોય દૂર દૂર એવું દેખાઈ રહ્યું હતું. તે ધીરે ધીરે પ્રકાશ જે તરફ થી આવતો હતો એ તરફ ચાલવા લાગી. તેને ચિત્ર વિચિત્ર અવાજો સાંભળવા લાગ્યા. એવું લાગતું હતું જાણે કે કોઈ પોતાના જીવ ની ભીખ માંગી રહ્યું હોય, કોઈ ભયાનક રદન અને કલ્પાંત કરતુ હોય. તે હજુ પણ સમજી શક્તિ ના હતી કે તે ક્યાં છે અને અહીંયા કેવી રીતે આવી. લોરા ને કોઈ ભયાનક બદબુ આવી રહી હતી જાણે કે કોઈ માણસ કે જાનવર બળી રહ્યું હોય આવી. તેને નાક ની ઉપર પોતા નો હાથ મુક્યો અને પ્રકાશ જે તરફ આવતો હતો એ તરફ ચાલવા લાગી.લોરા ને બહાર તરફ નીકળવાનો કોઈ રસ્તો દેખાઈ રહ્યો ના હતો. તે એકધારી જ્યાંથી પ્રકાશ આવતો હતો તે તરફ જઈ રહી હતી ડર શું છે એ આજે તેને ખબર પડી અત્યાર સુધી તો તેના પિતા હંમેશા તેની પડખે રહેતા હતા પણ અત્યારે તો તે સાવ એકલી અટુલી હતી તેને પોતા ના દિલ ની ધડકન સાફ સંભળાઈ રહી હતી.

તે જ્યાંથી ચાલતી હતી ત્યાં સાઈડ માં મશાલો લગાવેલી હતી જેવી તે ત્યાં પહોંચી એની સાથે મશાલો માં અગ્નિ તેની જાતે જ પ્રગટી ગયો અને બધી મશાલો ના જ્વાળા થી ત્યાં રોશની થઇ ગઈ.લોરા અચાનક આવું થવાથી ગભરાઈ ગઈ હતી. તેણે આજુબાજુ નજર ફેરવી તે જ્યાં હતી ત્યાંથી દૂર દૂર બધાના રડવાનો અવાજ આવતો હતો. કરુણ રુદન થી તેના કાન થાકી ગયા જાણે કે તે હમણાં જ બેભાન થઇ જશે એવું તેણે લાગી રહ્યું હતું. તેણે નજર આમ તેમ ફેરવી એવું લાગતું હતું કે તે કોઈ ના દરબાર માં ઉભી છે આજુ બાજુ બહુ ઊંચા સિંહાસન હતા જેના હાથ ઉપર સિંહ ની કોતરણી હતી. અને દૂર એક ઊંચું અને મોટું સિંહાસન હતું જે સૌથી ઊંચી જગ્યા એ હતું. લોરા ને આટલી વાર માં કોઈ ની પાંખો ફફડવાનો અવાજ આવ્યો અને તેણે નજર આમ તેમ કરી પણ હજુ પણ તેને કોઈ દેખાઈ રહ્યું હતું નહિ.ત્યાં તેને એક અવાજ આવ્યો,"લોરા સ્વાગત છે તારું "

કોઈ બીજું હોત તો તેને હાર્ટ એટેક આવી ગયો હોટ પણ લોરા એ પોતાના ડર પર બહુ જલ્દી કાબુ મેળવી લીધો અને જોર થી બૂમ પાડીને કહ્યું," કોણ છે જે પણ હો મારી સામે આવો આમ કરીને અવાજ સંભળાવી ને જો મને ડરવાની કોશિશ હોય તો તે વ્યર્થ છે મને ડર નથી લાગતો હું ઈશ્વર પર ભરોષો રાખું છુ."

પેલા અવાજ બોલ્યો," લોરા ...લોરા... કેટલી નાદાન છે તું તને ખબર પણ છે કે તું ક્યાં છે?"

ક્રમશ:

થેન્ક યુ વાંચક મિત્રો તમે સ્ટોરી વાંચી ને રેટિંગ પણ આપી રહ્યા છો એની માટે તમારા મંતવ્યો મારી માટે અમૂલ્ય છે મને જણાવજો કે આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે અને માફી માંગુ છુ કે હું રેગ્યુલર સ્ટોરી પબ્લિશ નથી કરી શકતી કેમ કે મિત્રો અહીંયા સિડની માં બહુ જ બીઝી લાઈફ છે અને ફુલ ટાઈમ જોબ અને નાનું બેબી સાથે એટલો સમય નથી હોતો કે સ્ટોરી રેગ્યુલર પબ્લિશ કરું પણ મિત્રો મારો પ્રયત્ન રહેશે કે હું આ સ્ટોરી જલ્દી થી ફિનિશ કરીને બીજી નોવેલ THE HUNT આગળ વધારું. ત્યાં સુધી દોસ્તો વાંચતા રહો રીટર્ન ઓફ શેતાન અને તમે મને wts app પાર આ નંબર થી કોન્ટાક્ટ કરી શકો છો +61 0421 865 873 .