Hu rahi tu raah mari - 2 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 2

   રાહી  જુહુ  બીચના  કિનારે  શાંતીથી  બેસીને  ત્યાંની  નીરવ  શાંતીમાં  પોતાના  નવા  મળેલા  પ્રોજેકટ  વિષે  વિચારી  રહી  હતી. એટલામાં  જ  તેને  નજીકમાંથી  કોઈનો  જોર  જોરથી  ચીસો  પાડતો  અવાજ  કાને  સંભળાયો. રાહીએ  તે  તરફ  ખાસ  ધ્યાન  ન  આપ્યું  પણ  અવાજની  તીવ્રતા  વધી  જતાં  રાહીએ  અવાજની  દિશામાં  નજર  ફેરવી. કિનારાની  તે  બાજુએ  ખૂબ જ  અંધકાર  હતો  જ્યાથી  અવાજ  આવતો  હતો. આ  અવાજ  કોઈ  છોકરાનો  હોય  તેવું  રાહીને  જણાયું. રાહી અવાજની  દિશામાં  ચાલવા  લાગી.
              એક  ૨૪-૨૫  વર્ષનો  જણાતો  કોઈ  યુવાન  ફોનમાં  વાત  કરી  રહ્યો  હતો. કદાચ  તે  કોઈ  જોડે  જગડો  કરી  રહ્યો  હોય  તેવું  રાહીને  તેની  વાત  પરથી  જણાયું  પણ  રાહી  ત્યાંથી  થોડી  દૂર  હોવાના  કારણે  તે  શું  બોલી  રહ્યો  છે  તેનો  ખ્યાલ  આવતો  ન  હતો. રાહીને  અનાયાશે  જ  તે  યુવાનની  નજીક  જઇ  તેની  વાત  સાંભળવાની  તાલાવેલી  જાગી. તે  યુવાનની  નજીક  ગઈ  જ્યાં  તે  બેઠો  હતો. હવે  રાહી  તેની  વાતો  ચોખ્ખી  રીતે  સાંભળી  શકતી  હતી. કદાચ  તે  યુવાન  તેની  કોઈ  સ્ત્રીમિત્ર  જોડે  વાત  કરી  રહ્યો  હતો  તેવું  રાહીને  તેની  વાત  પરથી  અંદાજ  આવ્યો. તેની  આંખોમાં  આંશું  હતા  તે  રાહીએ  નોંધ્યું. પણ  તે  યુવાન  રાહીના  આગમનથી  અજાણ  ફોન  પર  વાત  કર્યે  જતો  હતો. રાહી  તે  યુવાનની  વાત  ધ્યાન્મ્ગ્ન  થઈને  સાંભળ્યે  જતી  હતી. તેને  તે  યુવાનની  હાલત  પર  દયા  આવી  રહી  હતી. એક  સ્ત્રી  રડે  તે  વાત  સામાન્ય  ગણી  શકાય  કારણ  સ્ત્રીનું  હદયથી  જ  કોમળ  હોય  છે. પણ  જ્યારે  કોઈ  પુરુષ  રડે  ત્યારે  કદાચ  તે  તેના  જીવનનો  સૌથી  કઠણ  સમય  પસાર  કરી  રહ્યો  હોય  છે. આથી  તે  યુવાન  પણ  પોતાના  જીવનના  કોઈ  ખરાબ  સમયમાંથી  પસાર  થઈ  રહ્યો  હશે  તેમ  રાહીએ  વિચાર્યું.
            થોડીવાર  પછી  તે  યુવકે  ફોન  મૂક્યો. તે  હજુ  પણ  ગમગીન  અવસ્થામાં  જ  હતો. તેની  આસપાસનું  તેને  કઈ  જ  ભાન  નહોતું.  રાહી  તેની  નજીકમાં  આવીને  બેસી  તેનું  વર્તન  ક્યારનું  જોવે  છે  તેની  પણ  તેને  ખબર  નહોતી. 
         રાહીને  તે  યુવકની  તકલીફ  વિષે  પૂછવાનું  મન  થયું  પણ  તેનું  મન  અચકતું  હતું. પછી  તેને  ધીમે  રહીને  પેલા  યુવક  સાથે  વાત  કરવાની  કોશિશ  કરી.
        “ તમે  ઠીક  છો ?” રાહી 
       અચાનક  જ   તે  યુવકનું  ધ્યાન  રાહી  તરફ  પડતાં  તે  જંખવાય  ગયો  અને  પોતાના  આંશું  છુપાવવાની  કોશિશ  કરવા  લાગ્યો. તે  કઈ  પણ  બોલી  શકવાની  હાલતમાં  નહોતો. આથી  તે  મૌન  જ  રહ્યો. થોડીવાર  ત્યાં  નીરવ  શાંતી  પથરાય  ગઈ. ફરી  રાહીએ  હિંમત  કરી  પેહલા  યુવક  સાથે  વાત  કરવાની  કોશીશ   કરી.
         “ તમે  ઠીક  છો..?” રાહી
        “ તમે  કોણ ?” યુવકે  પહેલી વાર  રાહી  સામે  જોતાં  પૂછ્યું.
       “ હું  રાહી. તમે  રડતાં  હતા  માટે  મરાથી  ન  રહેવાયું  અને  પુછાય  ગયું ...માફ  કરજો  મે  તમને  હેરાન  કર્યા  હોય  તો..!!” રાહી.
       તે  યુવક  કોઈ  અજાણી  યુવતી  તેને  ક્યારનો  આમ  રડતો  જોવે  છે  તે  જાણી  થોડો  શરમાય  ગયો. તે  માત્ર  એટલું  જ  બોલી  શક્યો “ હા , હું  ઠીક  છું.”
          ફરી  થોડીવાર  નીરવ  શાંતી  ફેલાય  ગઈ. રાહીને  લાગ્યું  કદાચ  તે  યુવક  સાથે  વાત  કરશે  તો  તેનું  દુઃખ  થોડું  હળવું  થશે. આથી  તેને  ફરીથી  વાત  કરવાની  કોશિશ  કરી.
        “ જો  તમે  ઈચ્છો  તો  તમે  તમારી  તકલીફ  મારી  સાથે  વહેચી  શકો  છો.” રાહી
       “ મારી  અત્યારે  કોઈ  વાત  કરવાની  ઈચ્છા  નથી. તમારો  આભાર ..પણ ..અત્યારે  મને  એકલો  છોડી  દો. હું  એકલો  રહેવા  માંગુ  છું.”  યુવક
       “ દુઃખ  કોઈને  કહી  દેવાથી  તકલીફ  ઓછી  થઈ  જાય  છે. “ રાહી.
      “ પણ  મારી  તકલીફ  અત્યારે  કોઈ  ઓછી  કરી  શકે  તેમ  નથી .” યુવક.
      “ કોશિશ  કરવાથી  કોઈપણ  મુશ્કેલી  હલ  થઈ  શકે  છે.” રાહી.   
      “ મને  મારા  પોતાનાઑએ  જ  દગો  આપ્યો  છે  હવે  કોઈ  બીજું  કઈ  રીતે  મારી  તકલીફ  ઓછી  કરી  શકશે?” યુવક
      “અચ્છા, કોઈ  વાંધો  નહીં. પણ  મને  એક  મિત્ર  માનીને  જ  તમારી  પરેશાની  જણાવી  દો.” રાહી॰
      “ મહેરબાની  કરીને  મને  એકલો  છોડી  દો. હું  આપમેળે  ઠીક  થઈ  જઈશ.” યુવક.
      “ અને  હું  તમને  આમ  એકલા  છોડીને  નહીં  જાવ  અહીથી.” રાહીને  તે  યુવક  જોડે  એક  અજાણી  જ  આત્મીયતા  વર્તાય  રહી  હતી.
      “ તો  તમે  નહીં  જ  માનો  ને ?” યુવકે  પહેલીવાર  રાહી  સામે  જોઈ  આછું  સ્મિત  ફરકાવ્યું.
      “ ના , જરાય  નહીં  માનું.” રાહીએ  પણ  સામે  સ્મિતથી  જવાબ  આપતા  કહ્યું.
     પેહલા  યુવકે  રાહીની  સામે  જોતાં  કહ્યું,” મને  પ્રેમમાં  દગો  મળ્યો  છે. “
       “ બસ ...આટલી  જ  વાત ?” રાહીએ  થોડું  હસતાં  કહ્યું.
       “  તમને  આ  ‘ આટલી જ ’ વાત  લાગે  છે.” તે યુવકે  રાહી  સામે  વ્યંગ  કરતાં  કહ્યું.
       “ હા , આવી  બધી  વાતો  ચાલ્યા  કરે  જીવનમાં. આટલી  વાતથી  નિરાશ  થઈને  બેસી  ન  રહેવાનું  હોય.” રાહીએ  તે  યુવકને  દિલાશો  આપતા  કહ્યું.
      “ પણ  તે  મારૂ  જીવન  હતી. તે  મારૂ  પરિવાર  હતી. તે  મારૂ  બધુ  જ  હતી. અને  તેને  માત્ર  એક  જ  જટ્કામાં  મારો  વિશ્વાશ  તોડી  નાખ્યો!! કેટલો  વિશ્વાસ  કર્યો  હતો  મે  તેના  પર.” તે  યુવકે  ઉદાશ  થતાં  કહ્યું.
        “ તેના  માટે  જો  તમારો  પ્રેમ  જ  સર્વસ્વ  હોત  તો  તેને  તમારો  વિશ્વાસ  તોડ્યો  જ  ન  હોત. સારું  થયું  કે  તમે  તેના  ખોટા  પ્રેમની  માયાજાળમાથી  જલ્દી  બહાર  આવી  ગયા.” રાહીએ  તે  યુવકને  સમજાવતા  કહ્યું.
       “ તમારી  વાત  સાચી  છે. જે  વ્યક્તિ  મારા  પ્રેમને  ન  સમજી  શકી  તે  મારો  જીવનભર  શું  સાથ  આપવાની  હતી?” યુવકે  પેહલા  કરતાં  થોડા  જોશમાં  વાત  કરી.
       “ પણ  આજ  મારા  જીવનનો  સૌથી  મોટો  દિવસ  હતો. જે  ખુશખબરી  હું  તેને  એક  મહિના  પહેલાથી  આપવાની  રાહ  જોઈ  રહ્યો  હતો  તે  જ્યારે  હું  તેને  આપવા  ગયો  ત્યારે  તે  મને  મારા  સૌથી  ખાશ  મિત્ર  સાથે  પ્રણયચેષ્ટા  કરતાં  જોઈ  લીધી. મે  ક્યારેય  વિચાર્યું  પણ  ન  હતું  તે  પરિસ્થિતીમાં  આજે  તેને  મને  મૂકી  દીધો. કદાચ  હું  શબ્દોમાં  વર્ણન  કરવા  ઈચ્છું  તો  પણ  ન  કરી  શકું  તે  પરિસ્તીથીમાંથી  આજ  હું  પસાર  થઈ  રહ્યો  છું.” તે  યુવકે  પોતાના  હદયનો  બધો  ભાર  ઠાલવતાં  કહ્યું.
             ત્યાં  જ  રાહીના  ફોનનો  એલાર્મ  વાગ્યો. તેનો  રાતના  સામનો  દવાઓનો  સમય  થઈ  ગયો હતો. રાતના  ૯:૩૦  વાગી  રહ્યા  હતા  અને  અચાનક  રાહીને  યાદ  આવ્યું  કે  તેની  ટ્રેનનો  સમય  ૧૦:૦૦  વાગ્યાનો  છે. તેને  જડપથી  દવાઓ  પીધી  અને  છેલ્લી  વાત  તે  યુવકને  કહેતા  બોલી , “ દોસ્ત , જીવન  તેનું  જ  નામ  છે. કદાચ  તેના  જીવનમાં  તે  ખુશી  નહીં  હોય  જે  તમે  ખુશખબરીના  રૂપમાં  તેને  આપવા  જઇ  રહ્યા  હતા..તો  હવે  દુઃખી  થવાનું  છોડો  અને  જે  થયું  તેને  ભૂલી  તમારા  જીવનમાં  આવનારી  નવી  તકને  અપનાવવા  માટે  આગળ  વધો. હું  હવે  નિકળું  છું. મારો  જવાનો  સમય  થઈ  ગયો.” કહેતા  રાહી  જવા  માટે  ઊભી  થઈ. 
          તે  યુવક  પણ  રાહી  સાથે  ઊભો  થયો  અને  બોલ્યો , “ ચોક્કસ , મારો  પણ  જવાનો  સમય  થઈ  ગયો. મારે  અત્યારે  ત્યાં  પહોચવું  ખૂબ  જ  જરૂરી  છે. અને  તમારો  આભાર  કે  તમે  મને  મારા  ખરાબ  સમયમાં  સાથ  આપ્યો.
           યુવકના  ઊભા  થવાથી  તેના  ચહેરા  પર  પ્રકાશ  પડવાથી  તેનો  ચહેરો  સ્પષ્ટ  નજરમાં  આવતો  હતો. લગભગ  ૬ ફૂટની  ઊંચાયવાળો  અને  ગૌરવર્ણ  ધરાવતો  તે  યુવક  ખૂબ  જ  તેજસ્વી  લાગી  રહ્યો  હતો. આકર્ષક  વ્યક્તિત્વ  ધરાવતા  તે  યુવકને  જોઈને  રાહી  વિચારવા  લાગી  કે  શા  માટે  તે  યુવતીએ  આ  યુવકને  છોડ્યો  હશે ? પ્રેમ  દરેક  વ્યક્તિ  માટે  રમત  સમાન  બની  ગઈ  છે  તે  યાદ  આવતા  રાહીનું  હદય  કંપી  ગયું. તે  યુવક  સામે  સ્મિત  ફરકાવી  ત્યાથી  સ્ટેશન તરફ  નીકળી  ગઈ.
         પૂરા  રસ્તે  તેને  પહેલા  યુવકનો  ચહેરો  આંખો  સામે  આવતો  રહ્યો. રાહીને  ખબર  નહોતી  પડી  રહી  કે  આ  તેની  સાથે  શું  થઈ  રહ્યું  છે ? માત્ર  ૧  કલાક  પહેલા  મળેલા  તે  અજાણ્યા  યુવક  વિષે  રાહી  આટલું  કેમ  વિચારી  રહી  હતી ? થોડીવારમાં  રાહી  સ્ટેશનએ  પહોચી  ગઈ. ટ્રેન  નીકળવાને  હવે  થોડો  જ  સમય  હતો. રાહી  પોતાની  સીટ  પર  જઈને  ગોઠવાય  ગઈ. ગરમીના  દિવસો  હતા  આથી  રાહીએ  એ.સી. કોચની  ટિકિટ  કરાવી  હતી।  
          ૧૦:૦૦  વાગતા  જ  ટ્રેન  મુંબઈની  બહાર  જવા માટે  રવાના  થઈ. રાતનો  સમય  હતો  આથી  બધા  મુશાફરો  પોતાની  સીટ  પર  સૂઈ  ગયા  હતા. લગભગ  ૪૫  મિનિટ  જેવુ  થવા  આવ્યું  હતું  પણ  હજુ  ટિકિટ  ચેક  કરવા  માટે  કોઈ  આવ્યું  નહોતું. આથી  રાહીએ  પણ  સૂઈ  જવાનો  વિચાર  કર્યો. તેને  પોતાની  સીટ  પર  લંબાવ્યું  પણ  તેને  નીંદર  આવી  નોહતી  રહી. તે  ફરીથી  તે  યુવક  વિષે  વિચારવા  લાગી. તેને  તે  યુવકની  હાલત  જોઈ  પોતાની  ૪  વર્ષ  પહેલાની  સ્થિતિ  યાદ  આવી  ગઈ. યાદ  કરતાં  કરતાં  તેને  ક્યારે  નીંદર  આવી  ગઈ  તેની  તેને  ખબર  જ  ન  રહી. ત્યાં  જ  તેને  કોઈએ  અવાજ  આપ્યો  અને  તે  સફાળી  બેઠી  થઈ  ગઈ. રાહી  તે  વ્યક્તિને  જોતાં  આશ્ચર્યચક્તિ  થઈ  ગઈ.
            કોણ  હતું  તે  વ્યક્તિ ? કે  પછી  વિચારો જ   રાહીને  સપનામાં  પરેશાન  કરી  રહ્યા  હતા? શું  ઘટના  બની  હતી  રાહીના  જીવનમાં  તે  યુવક  જેવુ  જ ? જોઈશું  આવતા  ક્રમમા..?
 radhikapatel8121996@gmail.com