The Author Kanu Bhagdev Follow Current Read ભેદ - - 13 By Kanu Bhagdev Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books આ મોબાઇલે તો ભારે કરી! જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો... વેટિકનની સિક્રેટ આર્કાઇવ્ઝ સમગ્ર વિશ્વનાં ખ્રિસ્તી સમુદાય માટે વેટિકન એક સન્માનિત સ્થળ... નિદાન નિદાનહજી વહેલું પરોઢ થતું હતું. આછો ભૂરો ઉજાસ પૃથ્વીની આંખો... મારો મારી વ્હાલી દીકરીઓ ને એક સંદેશ આજ શનિવારના રોજ મારી શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નો અભ્યા... તલાશ 3 - ભાગ 23 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Kanu Bhagdev in Gujarati Fiction Stories Total Episodes : 15 Share ભેદ - - 13 (221) 4.9k 7.9k 16 ભેદ કનુ ભગદેવ અસહ્ય યાતના...! મધરાત વીતી ગઈ હતી.રૂબીએ પોતાના રૂમનો દરવાજો ધીમેથી ઉઘાડ્યો.બહાર લોબીમાં ઝાંખા પ્રકાશનો એક બલ્બ સળગતો હતો.થોડી પળો સુધી તે એમ ને એમ દરવાજા પાસે ઊભી રહી.પછી એ દબાતા પગલે બહાર નીકળીને સીડીનાં પગથિયાં ઉતરવા લાગી.બે મિનિટ પછી તે હોટલની બહાર હતી.સડક પર પણ સન્નાટો હતો.એક વળાંક પસાર કર્યા પછી તે સડકને કિનારે આવેલા એક તોંતિંગ વૃક્ષ નીચે પહોંચીને ચૂપચાપ ઊભી રહી ગઈ. એના કાળા વસ્ત્રો અંધકારમાં ભળી જતાં હતાં.આમ ને આમ દસ મિનિય પસાર થઈ ગઈ. પરંતુ રૂબી ત્યાં જ ઊભી રહી.સહસા દૂર અંધકારમાં એક પાતળી પ્રકાશરેખા ચમકતી દેખાઈ.રૂબી બહાર નીકળી અને સડકની વચ્ચે આવીને ઊભી રહી ગઈ.થોડી પળો બાદ એક લાંબી કાર તેની બાજુમાં આવીને ઊભી રહી.‘આવી જા...’ એક ધીમો અવાજ ગુંજ્યો, ‘સસલું મળી ગયું છે...!’‘ચાલો, જાન છૂટી...!’ રૂબી કારનો દરવાજો ઉઘાડીને અંદર બેસતાં બોલી, ‘ક્યાંથી મળ્યું...? બહુ હેરાન તો નથી કરતું ને...?’‘સ્ત્રી નથી...સસલું છે એટલે સીધું છે...! પ્રાણી સંગ્રહાલયના મિત્ર પાસેથી લાવ્યો છું...!’ ડ્રાયવીંગ સીટ પર બેઠેલો માનવીએ જવાબ આપ્યો.વળતી જ પળે એણે કાર સ્ટાર્ટ કરીને બંદર તરફ દોડાવી મૂકી.અર્ધા કલાકની અંધારી યાત્રા પછી હવે તેઓ બંદર તરફ જતી સડક પર આવી ગયા હતા.‘ટ્રાફિક શરૂ થઈ ગયો છે. હવે હેડલાઈટ ચાલુ કરી નાખો!’ રૂબી બોલી.‘સારું..તું વેઈટીંગ રૂમમાં ઊતરીશ કે સીધી જ ડોકમાં જઈશ?’ એણે કારની ગતિ ધીમી કરતાં પૂછ્યું.‘અત્યારે તો વેઈટીંગ રૂમમાં જ જઈશ. પરંતુ તું સીધો જ ડોક પર મારી રાહ જોજો. એન્જિન બંધ ન થાય એનું ખાસ ધ્યાન રાખજે.’‘મને ટ્રેઈનીંગ આપવાની જરૂર નથી. હવે આને ઉપાડ અને ચૂપચાપ છૂ થઈ જા...!’ ડ્રાયવરે કાર ઊભી રાખીને એક પાંજરા તરફ સંકેત કરતાં કહ્યું. એ પાંજરામાં એક કાળું સસલું બેઠું હતું.ત્યારબાદ એ પોતાની ટોપી ઉતારીને અરીસા સામે જોવા લાગ્યો.રૂબી પાંજરામાંથી સસલાને ઊંચકીને નીચે ઊતરી ગઈ.ત્યારબાદ તે આગળ વધીને એક વેઈટીંગ રૂમમાં પ્રેવશી ગઈ.ડ્રાયવર કારને આગળ ધપાવીને ડોક યાર્ડના મોટા ફાટકમાં દાખલ થઈ ગયો.ત્યાં એકાદ ડઝન મોટરકારો પડી હતી.એણે કારનું એન્જિન ચાલુ રાખ્યું.શાંતિનગર બંદર ડોકયાર્ડમાં રાતના સમયે પણ દિવસ જેવા જ પ્રકાશની ઝાકઝમાળ હતી. શહેરના શોખીનો અને મોટરકારવાળાઓ તથા દેશના ખ્યાતનામ અખબારોના લગભગ બધા પ્રતિનિધિઓ ડોક પર હાજર હતા.એ વખતે સાગરસમ્રાટ નામની એક સ્ટીમરે ત્યાં લંગર નાખ્યું હતું.પગથી માથા સુધી સફેદ વસ્ત્રોમાં સજ્જ થયેલી પરી જેવી એક યુવતીએ ગેંગ વેમાંથી જ હાજર રહેલા જનસમુદાયની સામે બે હાથ જોડીને ભારતીય ઢબે નમસ્કાર કર્યા.અને એ નમસ્કારના જવાબ રૂપે આખો ડોકયાર્ડ ‘વેલ કમ એલિસ’ ના અવાજથી ગુંજી ઊઠ્યો.એક મિનિટ પછી જ કેમેરાનો ખટ...ખટ... અવાજથી અને ફ્લેશ લાઈટના આંખને આંજી મૂકતા પ્રકાશથી વાતાવરણ ચમકી ઊઠ્યું.એલિસના હાથમાં એક કાળા રંગનું ખૂબસુરત સસલું જકડાયેલું હતું.એ બિચારું ફલેશ લાઈટના પ્રકાશખી મુંઝાઈ ગયું હતું.‘આ છે યુરોપના પ્રસિદ્ધ બેલેરિના મિસ એલિસ...!’ શાંતિનગર પોર્ટ ટ્રસ્ટના ચેરમેને તેનો પરિચય આપતાં કહ્યું. પછી એલિસને ઉદ્દેશીને બોલ્યો, ‘મિસ એલિસ, અમે ભારતીય જનતા વતી આ દેશની ધરતી પર આપનું સ્વાગત કરીએ છીએ.’ઉપસ્થિત જનસમુદાયે તાળીઓના ગડગડાટથી વાતાવરણને ગજાવી મૂક્યું.એલિસે પોતાના સ્વાગત બદલ સૌનો આભાર માન્યો.ત્યારબાદ એણે એક કતારમાં ઊભેલા ખાસ ખાસ માણસો સાથે હાલ મિલાવ્યા.પછી એ વેઈટીંગ રૂમ તરફ આગળ વધી ગઈ.થોડી વાર પછી વેઈટીંગ રૂમનો દરવાજો ઉઘાડીને અંદર પ્રવેશી.પરંતુ એલિસના ચહેરા પર નજર પડતાં જ તે મનોમન ચમકી ગઈ. પોતે એલિસને અગાઉ ક્યાંક જોઈ છે, એવો તેને ભાસ થયો. પરંતુ ક્યાં ને ક્યારે જોઈ છે, એ ઘણા પ્રયાસો પછી પણ તેને યાદ ન આવ્યું.‘થેં ક્યું...!’ એલિસે ખમચાતા અવાજે કહ્યું.અહીં પણ સ્વાગત થશે એવી આશા કદાચ એણે નહોતી રાખી.‘મેં તમારા આરામમાં ખલેલ તો નથી પહોંચાડી ને? સવાર પહેલાં હું શહેરમાં નહીં જઈ શકું તેનો મને અફસોસ છે. મારો સામાન...’‘કંઈ વાંધો નહીં...કંઈ વાંધો નહીં...’ રૂબી બોલી, ‘અત્યાર સુધી તો આરામ જ કરતી હતી. આપ જેવા પ્રસિદ્ધ કલાકાર સાથે તો ભાગ્યે જ મુલાકાત થાય છે. આપણુ સસલું તો ખૂબ જ સુંદર છે...!’‘હા...એ મને ઈરાનના શાહ તરફથી ભેટ મળ્યું છે!’ એલિસે સસલા પર હાથ ફેરવતા ગર્વભેર કહ્યું.‘જરૂર...આપની કલાનું તો દરેક સ્થળે સન્માન થાય છે!’ રૂબી સહેજ ખમચાતા અવાજે બોલી, પણ અમારું ભારતીય નૃત્ય આપને ગમશે નહીં!’‘ઓહ...તો તમને પણ એ કલામાં રસ છે?’ એલિસે પૂછ્યું.‘હા...’‘મેં તો આપની ભારતીય ફિલ્મોમાં કેટલાંક નૃત્યો જોયાં છે. પણ માફ કરજો...મને તેમાં બિલકુલ રસ ન પડ્યો.’‘અમારી ફિલ્મો...?’ રૂબી બોલી,‘મારે કહેવું પડે છે કે એમાં આપ લોકોની જ ઢંગધડા વગરની નકલ કરવામાં આવે છે. ભારતીય કલાની જો ઝાંખી કરવી હોય તો આપને થોડા સ્વતંત્ર કલાકારોને મળવાની તસ્દી લેવી પડશે.’‘સ્વતંત્ર કલાકાર તો આપ પણ છો...!’ એલિસ સ્મિત ફરકાવતા બોલી.‘હું તો એક મામુલી શિખાઉ કલાકાર છું. પણ મારી કલા પ્રત્યે મને ખૂબ જ લાગણી છે!’ રૂબીએ કહ્યું.‘જો આપને વાંધો ન હોય તો આપણે બંને કલાની આપ-લે કરીએ...!’ એલિસ બોલી, ‘એ બહાને ટાઈમ પણ પસાર થઈ જશે.!’‘જરૂર...’અને રાતના ચોથા પહોરમાં એ એકાંત વેઈટીંગ રૂમ બે નર્તકીઓની નૃત્યમુદ્રાઓની ધણધણી ઊઠ્યો.રૂબીએ તાંડવનૃ્ત્ય એટલી બધી લાક્ષણિક રીતે કર્યું કે એલિસ તેને ભેટી પડી.‘ઓહ...તમારું આ નૃત્ય કેટલું સુંદર છે...!’ હું તો હવે એ શીખ્યા વગર ભારત છોડવાની જ નથી.’ એલિસ પ્રશંસાભર્યા અવાજે બોલી.‘છોડશો નહીં મિસ એલિસ...!’ શીખી લીધા પછી પણ છોડશો નહીં!’ રૂબીએ સ્મિત ફરકાવતાં કહ્યું, ‘પણ હવે આ ખુશાલીમાં શું કોફી પણ છોડી દેવી છે?’‘ઓહ...પ્લીઝ...બે મિનિટ...હું જરા મેકઅપ સરખો કરી લઉં...! પછી આપણે કેન્ટિનમાં જઈએ, આપના દેશમાં આજે પહેલી જ વખત સોનેરી સવાર જોઉં. છું.’‘જરૂર...પણ જરા ઉતાવળ રાખજો નહીં તો અપર ફલોર ચિક્કાર થઈ જશે, સૂર્યોદય ત્યાંથી જ સરસ દેખાય છે...!’‘બસ બે જ મિનિટ...’ કહીને એલિસ બાથરૂમમાં ચાલી ગઈ.રૂબીએ એલિસના ખૂબસુરત સસલા સામે જોયું અને તેને એ બિસ્કીટ ખવડાવ્યું.પછી અચાનક એણે પોતાની મોટી બેગ ઉઘાડી.વળતી જ પળે એલિસનું સસલું બેગમાં અને બેગનું સસલું એલિસની જગ્યાએ પહોંચી ગયું.બંનેની અદલાબદલી થઈ ગઈ હતી.દસેક મિનિટ પછી બંને સૂર્યોદય જોવા માટે નીકળી ગયા.એલિસને ભારતનો પ્રથમ સૂર્યોદય બતાવીને રૂબી પાછી ફરી ત્યારે તેના અચરજનો પાર ન રહ્યો.આવડા મોટા ડોકયાર્ડમાં ફક્ત તેની એક જ કાર હતી.અધૂરામાં પૂરું કરવું હોય એમ ડ્રાયવર પણ ગુમ થઈ ગયો હતો.પરંતુ રૂબીના સારા નસીબે આવીને તે કારમાં જ મૂકીને ગુમ થયો હતો.રૂબી કારમાં બેઠી અને સ્ટર્ટ કરીને બહાર લઈ આવી. કારને મેરીના હોટલના ચોકમાં પડતી મૂકીને એ પગપાળા જ હોટલ તરફ ચાલતી થઈ.એ સીધી જ દિલીપના રૂમમાં પહોંચી.સસલું હજુ પણ ઊંધના પ્રભાવ હેઠળ ઊંઘતું હતું.એણે ધીમેથી એના ગળામાં બાંધેલો પટ્ટો ઉતારી લીધો. એ પટ્ટો પોલીથીન પ્લાસ્ટિકનો અને ખૂબ જ નરમ તથા ચમકારા મારતો હતો. તેની ક્લીપ ખોલતાં જ તે લાંબી પટ્ટીની જેમ આખા પલંગ પર પથરાઈ ગયો.રૂબી તેનો આ ફેલાવો આશ્વર્યચક્તિ નજરે જોઈ રહી.‘ટેપ...’ અચાનક એના મોંમાંથી આશ્વર્યોદગાર કરી પડ્યો.સહસા એણે પોતાના ખભા પર વજન અનુભવ્યું.ચમકીને એણે પીઠ ફેરવી.સામે જ એક ભીમકાય માનવી પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થઈને ઊભો હતો.‘તારું અનુમાન સાચું છે.’ એના ગળામાંથી ઘોઘરો અવાજ નીકળ્યો, ‘પણ એક હોટલની વેઈટ્રેસને તેની સાથે શું સંબંધ...?’‘તમે કોણ છો...?’ રૂબીએ ગભરાયેલા પણ સ્થિર અવાજે પૂછ્યું, ‘અને અહીં શું કરો છો?’‘હું પેલો પટ્ટો લેવા આવ્યો હતો કે જે મારા એલિસના વેઈટીંગ રૂમમાં પહોંચ્યા પહેલાં જ ચાલાકીથી ગુમ કરી દીધો હતો.’ એ માનવીએ પલંગ પરથી પટ્ટો ઊંચકીને તેને સંકેલતાં કહ્યું, ‘પરંતુ હવે તું મને ઓળખી ગઈ છો એટલે પટ્ટાની સાથે સાથે મારે તને પણ લઈ જવી પડશે.’‘મને...?’ રૂબી બે ડગલાં પાછળ ખસતાં બોલી, ‘કોઈ કાળે નહીં, તમે મને નહી લઈ જઈ શકો.’‘લઈ જઈ શકું છું કે નહીં, એ તો તું હમણાં જ જોઈશ પણ સસલું...’ આકૃતિએ કહ્યું.રૂબીની નજર સસલા તરફ ફરી વળતી જ પળે એના મોં પર એક રૂમાલ દબાઈ ગયો.‘ક્લોરોફોર્મ...’ રૂબી બબડી, પરંતુ ત્યાં જ એના શ્વાસ રૂધાવા લાગ્યો.એ બેભાન થઈ ગઈ.પેલી આકૃતિએ તેને પોતાના ખભા પર ઊંચકી લીધી.વળતી જ પળે એ કાવેરીના રૂમમાં ઉઘડતા દરવાજા પાછળ ગુમ થઈ ગઈ.***રાત ઘણી વીતી ગયા પછી કિશોરે ઊભા થઈને દરવાજા પાસે કાન માંડ્યા.દરવાજાની બીજી તરફ જાણે કોઈ ઘસઘસાટ ઊંઘતું હોય એમ નસકોરાંનો અવાજ ગુંજતો હતો.મીનાક્ષી તેના રૂમમાં જે કેમેરો ફેંકી ગઈ હતી એ પોતાના ખભા પર લટકાવીને એણે દરવાજાને ધીમેથી પોતાના તરફ ખેંચ્યો.દરવાજો જરા પણ અવાજ કર્યા વગર ઊઘડી ગયો.એ દબાતા પગલે બહાર નીકળ્યો અને ઝાડ પાસેથી પસાર થતી નહેરમાં ઊતરી ગયો. નહેર કમ્મરથી વધુ ઊંડી નથી એ તે સાંજે જ જોઈ ચૂક્યો હતો. દીવાલ નીચેથી એ બહાર નીકળતી હતી અને એ રસ્તો જ તેની મુક્તિની આશા સમો હતો.‘ધત્ તેરી કે...નસીબ બોદા...!’ એ બબડ્યો.કારણ, દીવાલ પાસે મોટા મોટા સળીયાથી તેનું મોં બંધ કરી દેવામાં આવ્યું હતું.એ અટકીને ચારે તરફ નજર ફેરવવા લાગ્યો.દીવાસ પાસે એવું કોઈ ઝાડ પણ નહોતું કે જેના પર ચડીને બહાર નીકળી શકાય.એ દીવાલના ટેકે ટેકે આગળ વધ્યો.થોડે દૂર જતાં મુખ્ય ઈમારતથી દૂર પણ દીવાલથી નજીક ેક નાનું મકાન તેને દેખાયું. એ મકાનની દીવાલમાં ઉપર એક લાંબો પાઈપ એણે ચમકતો જોયો. એ મકાનના આગળના ભાગમાં પહોંચ્યો.મકાનનો મુખ્ય દરવાજો સહેજ ઉઘાડો હતો અને તેની સાંકળી હડુ સુધી ઝુલતી હતી.હિંમત રાખીને એણે અદરં ડોકિયું કર્યું.પછી ત સ્ફૂર્તિથી અંદર પ્રવેશી ગયો.એ હવે એક રૂમમાં હતો. રૂમની બારી પાસે એક અર્ધી સળગેલી સિગારેટ પડી હતી. જે કોઈ કે ત્યાં નાખીને પગથી બુઝાવી હતી પણ હજુ પૂરી રીતે નહોતી બુઝાઈ.આ રૂમમાંથી હમણાં જ કોઈક બહાર ગયું છે, એ વાત કિશોર સમજી ગયો.એ ત્યાંથી બીજા રૂમમાં પહોંચ્યો તો તેની આંખો અચરજથી ફાટી પડી.એ રૂમની દીવાલ પર શાંતિનગર અને બંદરના મોટા મોટા નકશાઓ લટકતા હતા. ેક જગ્યાએ લાલ ચક્કર જોઈને તેનું અચરજ બેવડાયું. આ ચક્કર એ જગાનું જ હતું કે જ્યાં બોંબ વિસ્ફોટ થયો હતો અને એ સમાચાર એણે અખબારોમાં વાંચ્યા હતા.એણે પાછા ફરીને મુખ્ય દરવાજો અંદરખી બંધ કરી દીધો. તે બારીકાઈથી એ નકશાઓનું અવલોકન કરવા માંગતો હતો.દીવાલો પર લટકતા નકશાઓમાં તેને ખાસ કશું જાણવા જેવું ન મળ્યું.નિરાશ ભાવે તે પાછળ ફર્યો. પછી એની નજર ટેબલ પર પડી. ટેબલ પર પણ એક મોટો નકશો પાથરેલો હતો. એ નકશો બંદર અને શાંતિનગરને જોડતા વચ્ચેના ભાગનો હતો. જેમાં ખાસ કરીને ખેતરો અને પૈસાદારોના બગીચાઓ હતા. તેમાં પણ એક જગ્યાએ લાલ ચક્કર હતું.ચક્કરની બાજુમાં લખ્યું હતું--વાય-432 શેઠ લક્ષ્મીદાસ ઠક્કર...!એણે જલ્દી જલ્દી પોતાના કેમેરાથી એ આખા નકશાનો ફોટો પાડી લીધો.એ રૂમમાં બીજી કોઈ વસ્તુ નહોતી. ત્યાંથી નીકળતાં પહેલાં ે પેલા ચમક્તા પાઈપ વિશે નિશ્વિત થવા માંગતો હતો કે જે જોઈને તે આ મકાન તરફ આવવા માટે આકર્ષાયો હતો.એ હવે ઉપર લઈ જતી સીડીનાં પગથિયાં ચડતો હતો.છેલ્લાં પગથિયાં ઝડપથી ચડીને એ જમીન પર સૂઈ ગયો.નીચેના ભાગમાં એક માણસ નીચા મોંએ ટેબલ પર પાથરેલા નકશાનું અવલોકન કરતો હતો. વચ્ચે એક વખત એણે પોતાનું માથું ઊંચું કર્યું તો તેનો ચહેરો જોઈ ને કિશોર ચમકી ગયો.સર દિનાનાથના બંગલામાં તે એક વખત આ ચહેરો જોઈ ચૂક્યો હતો. પણ એનું નામ તેને યાદ નહોતું આવતું.એણે એ ચહેરાને કેમેરામાં ઝડપી લીધો.એ માનવી નકશાને લપેટીને ચાલ્યો ગયો.થોડી પળો બાદ નીચેના ભાગની તમામ બત્તીઓ એક પછી એક બૂઝાઈ ગઈ.એ પછી મુખ્ય દરવાજો બંધ થવાનો અવાજ પણ સંભળાયો.કિશોરે હવે થોડી રાહત અનુભવી.ઉપર ફક્ત એક જ ગોળાકાર ખંડ હતો. એ ખંડમાં કેટલીયે જાતના જુદાં જુદાં યંત્રો, ટીકડીઓ બનાવવાનું મશીન અને કેપ્સ્યુલને ઢાળવા માટે પ્લાન્ટ્સ હતા. વચ્ચેના એક ગોળાકાર ટેબલ પર તૈયાર ટેબલેટ્સ અને કેપસ્યુલને ભરેલી ખૂબસુરત બોટલો પડી હતી. પરંતુ એમાંથી એકેય બોટલ પર લેબલ નહોતાં. અલબત્ત, દરેક દવાને એકબીજીથી જુદી તારવી શકાય એ માટે નંબર જરૂર અંકિત થયેલા હતા.એણે એ નંબરો પર નજર દોડાવી પરંતુ તરત જ એ કામ પડતું મૂકી દીધુ. કારણ કે એ નંબરો બીજાં કોઈ નહીં, પણ એ ટેબલવાળા નકશામાં લખ્યા હતા. તે જ હતા...અર્થાત્ પ્લાન્ટ્સના નંબર કે જે સરકારી કાગળોમાં ટેક્સ વિગેરે વસૂલ કરવા માટે, દરેક જમીનના ટુકડાને એલોટ કરવામાં આવે છે. તે દવાના નામ તો ચોક્કસ જ નહોતા.પછી એણે એ જ ટેબલની વચ્ચેથી નીકળી, ગોળાકાર છતમાંથી બહાર જતા પાઈપ પર નજર દોડાવી.હવે તે એ છત પર જવા માટેનો માર્ગ શોધતો હતો.આ માર્ગ તેને મળ્યો પણ ખરો.ગોળાકાર સીડી ચડતાં કિશોરને લાગ્યું કે આ માર્ગ ક્યારેય ખતમ નહીં થાય.પરંતુ એ નાની ઈમારતમાં જે વસ્તુઓ એણે જોઈ હતી, એનાથી તેની ઉત્સુક્તા એકદમ વધી ગઈ હતી.એ બબ્બે ત્રણ-ત્રણ પગથિયાં કુદાવતો જતો હતો.છેવટે તે છત પર પહોંચ્યો.સામે જ એક ગોળ ચબૂતરો હતો. તેના પર એક નાનું મશીન પડ્યું હતું.આ મશીનને તે બરાબર ઓળખતો હતો એટલે તેને જોઈને એના આશ્વર્ય અને આનંદનો પાર ન રહ્યો.તે એક નાનકડું ગ્લાઈડર હતું...અર્થાત્ એન્જિન વગરનું હવાઈ જહાજ...!જો તેને ખૂબ જ ઊંચેથી છોડી મૂકવામાં આવે તો ઘણીવાર સુધી, ઘણે દૂરનું અંતર તેના વડે સહેલાઈથી કાપી શકાય તેમ હતું. તે ગ્લાઈડર તરફ આગળ વધી ગયો.***દિલીપે આંખો ઉઘાડી પણ અંધકારને કારણે તેને કશું જ ન દેખાયું.એણે ઊભા થવાનો પ્રયાસ કર્યો તો તેને ખ્યાલ આવ્યો કે કે પોતાને કોઈક ખુરશી સાથે બાંધી દેવામાં આવ્યો છે.બંધનમુક્ત થવાના ધમપછાડા પડતા મૂકીને તે પોતાની યાદદાસ્ત તાજી કરવા લાગ્યો.અરૂણ દેશપાંડે એના મગજમાં એવો ઠસી ગયો હતો કે નીકળવાનું નામ જ નહોતો લેતો. શાંતિનગરમાં ઉછરી રહેલા તમામ ગુનાઓનું પગેરૂં અરૂણ દેશપાંડેના સ્યુટમાં જ મળશે એ વાત કોણ જાણ કેમ તેના મગજમાં ઠસી ગઈ હતી અને પછી તે રૂબીના નામ પર એક ચિઠ્ઠી મૂકીને સુ્પ્રિમ હોટલમાં પહોંચી ગયો હતો.અરૂણના સ્યુટમાં તે એની ડાયરી તપાસતો હતો ત્યાં જ માથા પર પ્રચંડ પ્રહાર થયો હતો. એણે બેભાન થતાં પહેલાં પીઠ ફેરવી ત્યારે ફક્ત એક પળ માટે નકાબપોશ તેની નજરે ચડ્યો હતો.ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો.‘તું ભાનમાં છો...?’ સહસા એક અવાજ તના કાને અથડાયો. દિલીપ આંખો બંધ કરીને બેભાન હોવાનો ઢંગ કરતો રહ્યો. કોઈક તેને બંધનમુક્ત કરતું હતું.‘તું ભાનમાં છો, એની મને ખબર છે.’ બરફ જેવો ઠંડો અવાજ તેને સંભળાયો.વળતી જ પળે કોઈ કે પોતાના પગ પર સળગતી સિગારેટ બુઝાવી નાખી છે, એવો દિલીપને ભાસ થયો. પીડાની એક લહેર તેના શરીરમાં દોડી ગઈ પણ એ હોઠ પીસીને ચૂપ જ રહ્યો.‘આને પાણી છાંટીને ભાનમાં લઈ આવો...! આપણે આખી રાત અહીં બેસી શકીએ તેમ નથી.’ એક બીજો ગુંજતો અવાજ સંભળાયો.પછી ઠંડા પાણીની ધાર દિલીપના ચહેરા પર અથડાવા લાગી.‘ઊંહ...ઓહ...આ...આ...આ...’ બડબડાટ કરીને દિલીપે ધીમેથી આંખો ઉઘાડી અને પછી જાણે પીડા થતી હોય એમ તરત જ બંધ કરી દીધી.‘આને સોફા પર બેસાડો...’બીજી જ મિનિટે દિલીપ સોફા પર હતો.‘કૈલાસ મહેતા...! પરંતુ હું છું ક્યા...?’‘તું કૈલાસ મહેતા નથી એની અમને બરાબર ખબર છે અને હવે તો તારે કહેવું જ પડશે કે તે અમારા કૈલાશ મહેતાનુ શું કર્યું છે?’‘જો હું કૈલાસ નથી તો પછી મને કોઈક ડોક્ટર પાસે લઈ જાઓ. જરૂર મેં યાદશક્તિ ગુમાવી છે...ઉફ...’‘તુ તારો પરિચય આપી દે એમાં જ તારું શ્રેય છે...! અમારા કૈલાસને તે અજાણતાં જ મારી નાખ્યો છે, એવી એમને શંકા છે!’‘મરી ગયો...?’ દિલીપે આશ્વર્યથી પૂછ્યું, ‘તો પછી તમે કોની સાથે વાતો કરો છો?’‘એના ભૂત સાથે...! તું સીધી રીતે કશું જ નહીં જણાવે એવું મને લાગે છે. ખેર, પોપટની જેમ પઢાવવાના બીજા કેટલાંય માર્ગ અને ઉપાય હું જાણું છું.’ એ ગુંજતો અવાજ સંભળાયો, ‘બંદરી...’‘યસ સક...!’ દિલીપને સોફા પર બેસાડનાર માનવી કે જે સોફા પાછળ જ ઊભો હતો, તે બોલ્યો.‘આને રૂમ નંબર પંદરમાં લઈ જાઓ...’ ગુંજતો અવાજ સંભળાયો. પછી એ માનવી એક પડછાયાની માફક દિલીપની આંખો સામેની પસાર થઈ ગયો.જે માણસ દિલીપના હાથ-પગ બાંધતો હતો તેને ઉદ્દેશીને દિલીપે પૂછ્યું, ‘આ તારો બોસ સાચું બોલે છે ને?’‘ચૂપ...’ એ માણસ બરાડ્યો, ‘થોટું બોલતો હશે તારો બોસ સમજ્યો...? મારો શા માટે બોલે...?’‘ઓહ...તો હું સાચેસાચ ભૂત છું એમને...?’ દિલીપનો અવાજ ગંભીર હતો.પરંતુ એ માણસ કશોય જવાબ આપ્યા વગર દિલીપને બંધનગ્રસ્ત કર્યા પછી તેને ઊંચકીને ચાલવા લાગ્યો.બોલી તથા આજુબાજુના રૂમો જોઈને દિલીપને લાગ્યું કે પોતે હજુ સુપ્રિમ હોટલમાં જ છે.ત્યારબાદ એ માનવી તેને પંદર નંબરના રૂમમાં લઈ ગયો અને એક લાંબો-પહોળા ટેબલ પર સૂવજાવીને ચાલ્યો ગયો. એ રૂમમાં અગાઉખી જ પેલો પગથી માથી સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલો માણસ મોઝુદ હતો.‘તું હવે ખોટું નહીં બોલી શકે એની મને ખાતરી છે.’ કહીને તે ખૂબ સાવચેતીથી દિલીપના બાવડા પર બ્લડપ્રેશર માપવાના યંત્રનો કાળો પટ્ટો બાંધવો લાગ્યો.દિલીપ ચૂપચાપ તેની સામે તાકી રહ્યો. બ્લડપ્રેશર માપીને સાચી કબૂલાત કેવી રીતે કરાવી શકાતી હશે, એ વાત તેને નહોતી સમજાતી.‘શું તું સરકારી નોકર છો...?’ એણે પૂછ્યું. પછી તે રબ્બરનો દડો દબાવવા લાગ્યો.દિલીપ ચૂપ રહ્યો.‘તારે નથી જ કહેવું....?’ પૂછીને એ માનવી જોરજોરથી દડાને દબાવવા લાગ્યો.હવે જ દિલીપને સમજાયું કે દેખાવ પરથી મામૂલી લાગતું આ વિચિત્ર યંત્ર વાસ્તવમાં કેટલું ભયંકર છે! જાણે પોતાનું મજબૂત બાવડું લોખંડની પક્કડમાં ભીંસતું હોય એવી વેદના તેને થવા લાગી. હોઠ પીસીને એણે પીડા સહન કરી લીધી.‘તું કોણ છો...? હું પૂછું છું કે તું કોણ છો...?’‘કૈલાસ....આ...હું...ઓં...ઓં...’ પીડાથી દિલીપ બેવડો વળી ગયો.‘સાચું બોલ...!’ દડો વધુ જોરથી દબાયો.પોતે હવે વધુ વખત આ પીડા સહન નહીં કરી શકે એવું દિલીપને લાગ્યું.પછી એની નજર યંત્રની નળી પર પડી.પારો છેક ઊંચે ચડી ગયો હતો.એણે નીચલો હોઠ કરડ્યો.‘બોલ...’ એ માણસ જોરથી બરાડ્યો અને પછી દિલીપને ચૂપ જોઈને દડાને જોરથી દબાવી દીધો.‘ઓહ...’ દિલીપના કંઠમાંથી ચીસ નીકળી ગઈ.એની ચેતના ધીમે ધીમે લુપ્ત થવા લાગી. આંખો સામે અંધકાર ફરી વળ્યો.બીજી જ પળે એના બાવડા પરથી પક્કડ ઢીલી થઈ ગઈ.એની પીડા ઘટવા લાગી. કારણ? તીવ્ર યાતનાને કારણે તે ફરીથી બેભાન થઈ ગયો હતો.***કાળા ડીંબાગ અંધકારમાં ફક્ત પેન્સિલ ટોર્ચના અજવાળામાં એક મોટરબોડ શાંત સમુદ્રમાં આગળ ધપતી હતી. પાછળ છૂટી ગયેલા શાંતિનગરના બંદરગાહનો હળવો શોરબકોર કાને અથડાતો હતો. બોટનું એન્જિન ઘણો જ ઓછો અવાજ કરતું હતું. ઉપરાંત સ્ટીંયરીંગ પર બેઠેલો માઈકલ પણ ખૂબ જ સાવચેત હતો.ચારે તરફ છવાયેલો મનહુસ સન્નાટો સાગરની માફક જ શાંત અને ઊંડો હતો. જેની છાતી પર બોટ સામાન્ય ગતિએ આગળ વધતી હતી.સમુદ્રની છાતી ચીરી બહાર નીકળીને ઉપરના વિસ્તારમાં ફેલાયેલી દીવાલ જેવી સપાટ પહાડી જ તેની મંજિલ હતી.પહાડની ટોચ પર ગોળાકાર પાકી ઈમારતની આકૃતિ ઉપસેલી હતી પરંતુ આ ઈમારતને અનુભવી આંખો જ જોઈ શકે તેમ હતી અને માઈકલની આંખો આવી જ અનુભવી હતી. તે સીધો જ એ તરફ બોટને ચલાવતો હતો.સહસા એ ઈમારત પરથી એક ધીમો પરંતુ ઊંડા ધડાકા જેવો અવાજ આવ્યો અને પછી બીજી જ મિનિટે બાજ પક્ષી જેવી કોઈક વસ્તુ મોટરબોટ પરથી પસાર થઈને છપાક અવાજ સાથે પાણીમાં જઈ પડી.મોટરબોટનું એન્જિન ખામોશ થઈ ગયું. બીજી જ પળે તે ખતરનાક રીતે ડાબી તરફ નમી અને ત્યાર પછીની પળે આવી હતી, એ રસ્તે જ્યાં છપાક્ અવાજ સંભળાયો હતો, તે તરફ રાક્ષસી ગતિએ ધસમસવા લાગી. ફક્ત સાવચેતી ખાતર જ માઈકલે પહાડી પર સ્થિત ઈમારત સામે નજર દોડાવી. એ ઈમારતમાં જાણે કે જીવ આવ્યો હતો. તીવ્ર પ્રકાશનો ધોધ ફેંકતી બે જોરદાર અને શક્તિશાળી સર્ચલાઈટો ત્યાં આળસ મરડીને જાગી ઊઠી હતી. મોટરબોટની ટોર્ચ પણ બૂઝાઈ ગઈ. હવે ફક્ત અવાજના આધારે જ આગળ વધતી હતી.પાણીમાં પડવાનો જે અવાજ થયો હતો, એ ચોક્કસ કોઈક માનવીના પછડાવાનો છે, એની માઈકલને પૂરેપૂરી ખાતરી હતી.નજીક પહોંચીને માઈકલ એકદમ નીચો નમ્યો અને એક માનવદેહને બોટ પર ખેંચી લીધો અને એણે તેને એક બ્લેન્કેટ ઓઢાડી દીધો. ત્યારબાદ તેને ભૂલી જઈને સાપની જેમ બોટને વાંકીચૂકી ચલાવતો કિનારા તરફ આગળ વધવા લાગ્યો.એ પહાડી પરથી હજુ પણ રોશનીનો ધોધ તેનો નિષ્ફળ પીછો કરતો હતો.એ ઈમારત...! એમાંથી ગ્લાઈડર મારફત નાસી છૂટેલો એક માનવી...! અને એ માનવીની શોધમાં ફરતી સર્ચ લાઈટની રોશનીનો તીવ્ર ધોધ...!માઈકલ બનતી ત્વરાએ માનવી સાથે સહીસલામત રીતે પોતાના અડ્ડા પર પહોંચી જવા માંગતો હતો કારણ કે તે પ્રાથમિક સારવાર આપવાની ખૂબ જ જરૂર હતી અને તે માટે અહીં બોટને થોભાવવામાં પૂરેપૂરું જોખમ હતું.રહસ્યોથી ભરેલી એ ભેદી ઈમારતના લોકો માત્ર સર્ચલાઈટથી જ શોધીને નહીં અટકે, પરંતુ દરિયામાં પણ પીછો કરસે એની તેને ખાતરી હતી.સર્ચ લાઈટનો પ્રકાશ હવે ઘણો પાછળ રહી ગયો હતો.એણે મોટરબોટની ગતિ એકદમ વધારી દીધી.***વેદનાના અસહ્ય અને લાંબા ચિત્કાર સાથે રૂબીએ આંખો ઉઘાડીને માથાને ફેરવીને જેટલું થઈ શકે તેટલુ એ કમરાનું નિરીક્ષણ કર્યું.આ રૂમ ભૂગર્ભમાં છે એટલું તો તે તરત જ સમજી ગઈ. કારણ કે પ્રકાશ માટે ઉપરની છત નજીક જે બલ્બ સળગતો હતો, તે પોતાનું પીળું-ઉદાસ અજવાળું ફેલાવતો હતો. હાથ-પગ બંધાયેલા હોવાથી અકડાઈ ગયા હતા. પરંતુ એની ચિંતા કર્યા વગર તે પોતાની સ્થિતિ પર વિચાર કરવા લાગી.‘ઊંઘી ગઈ છે કે શું?’ અચાનક જ એક પરિચિત અવાજ સાંભળીને તે ચમકી ગઈ.એણે અવાજની દિશામાં નજર કરી તો એક માનવી તેને પોતાની જેમ જ બંધનગ્રસ્ત હાલતમાં દેખાયો.‘કૈલાસ...તમે...તમે...પણ...’ અવાજ ઓળખીને તે અચરજભર્યા અવાજે બોલી, ‘પણ તમે...તમે અહીં શું કરો છો...?’‘હું તમારા જ રૂમમાં હતી, પણ...’ કંઈક વિચારીને રૂબીએ વાત બદલી નાખી,‘અને હવે હું અહીં છું.’‘ઓહ...તો તું મારો પીછો કરતી કરતી અહીં આવી છો. ખરું ને?’ ગિલીપ સરકીને તેની નજીક ગયો.‘પહેલાં મારું દોરડું જોઈ લો એ જ ઠીક રહેશે.’‘વારું, જરા પેલી તરફ જોવા માંડ...!’ દિલીપ બોલ્યો, ‘પહેલાં તારા જ બંધનને તપાસી જોઉં છું બસ ને?’રૂબી બે-ત્રણ પ્રયાસો પછી બીજી તરફ ફરી શકી.દિલીપે હાથના આંગળા તથા કાંડા પર જોર અજમાવ્યું અને તેની આંગળીઓ જ્યારે રૂબીની પીઠ પાછળ બંધાયેલા હાથના દોરડાની ગાંઠ પર પડ્યાં ત્યારે લાગ્યું કે પોતાનું કાંડું મરડાઈ જશે.બંનેના હાથ પીઠ પાછળ બંધાયેલા હતા.થોડી પળો સુધી બંને પીઠ સાથે પીઠ ટેકવીને બેસી રહ્યાં.થોડી વાર પછી દિલીપે ફરીથી પ્રયાસ કર્યો.આંગળીઓની હળવી પકડમાં આવેલી ગાંઠને તે દસેક મિનિટની મહેનત પછી ઢીલી કરી શક્યો.રૂબી બંધનમુક્ત થઈ ગઈ.ત્યારબાદ એણે દિલીપને પણ બંધનમુક્ત કર્યો.‘ચાલ, હવે આપણે આ રાજમહેલની પણ ખબર લઈએ.’ દિલીપ ઊભો થતા બોલ્યો.‘પરંતુ બહાર જરૂર માણસો હશે જ...!’ રૂબીએ પોતાની શંકા વ્યક્ત કરી.‘તો તો તેમની ટાલ પર જરૂર તને તબલાના ઠેકા સંભળાવીશ તાક્ ધિન્ના...!’ કહેતાં કહેતાં દિલીપે રૂબીના જ માથા પર તબલા વગાજવાનો પ્રયોગ કરી નાખ્યો.‘ઓહ...યુ...ઈડીયટ...!’ રૂબી વીફરેલા અવાજે બોલી.‘અરે...અરે...અંગ્રેજીમાં ન બોલ, નહીં તો કોઈક તને પોતાને માટે પસંદ કરી લેશે અને મને પૂરુષોનાં ખૂન કરવાની જરા પણ ટેવ નથી...!’ દિલીપ બોલ્યો.‘અત્યારે તો બહાર નીકળવાની ફિકર કરો!’રૂબીએ માથું હલાવ્યું.દિલીપ ભોંયરામાં આંટા મારવા લાગ્યો.ભોંયરાનો દરવાજો લોખંડનો અને બહારથી બંધ હતો.‘કોઈક આવે છે...!’ સહસા રૂબી ધીમા અવાજે બોલી.દિલીપે ઝપાટાબંધ તેને જમીન પર સુવડાવી દીધી. પછી કહ્યું, ‘જરા પણ હલનચલન કર્યા વગર આંખો બંધ રાખીને ચૂપચાપ પડી રહે. બાકીનું હું સંભાળી લઈશ!’ત્યારબાદ એ પોતે પણ પોતાના સ્થાને સંકોચાઈને સૂઈ ગયો, એના હાથ પીઠ પાછળ જ હતા.આગંતુક એકલો જ હતો. એના એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં લાકડી જકડાયેલી હતી.‘તમે લોકો ભાનમાં છો...?’ આવતાંવેંત જ એણે બૂમ પાડી પરંતુ જવાબ ન મળતાં તે બબડ્યો, ‘સાલ્લાઓ હજુ બેભાન જ પડ્યા લાગે છે...! કેપ્ટન ગુપ્તા સાથે અથડામણમાં ઊતરવા આવ્યા હતા.કેપ્ટન ગુપ્તાનું નામ દિલીપના મગજની ડાયરીમાં નોંધાઈ ગયું. તે એ રીતે જ ચૂપચાપ પડ્યો રહ્યો. આગંતુકે તેને ઢંઢોળીને બેઠો કર્યો. પણ તે ઉંહ...આહ...કરીને ફરીથી નીચે ઢળી પડ્યો.‘સાલ્લા, સાચે જ બેભાન છે. બોસનો હાથ પણ હથોડા જેવો છે.’ બબડીને એણે રીવોલ્વર તથા લાકડીને નીચે મૂક્યાં અને ગજવામાંથી એક બોટલ કાઢી, બૂચ ઉઘાડીને દિલીપના હોઠે અડકાડી. દિલીપ એમ જ પડ્યો રહ્યો.‘સાલ્લા બરબાદ શા માટે કરે છે? પી લે એટલે મજા આવી જશે. બોસનો અંગત માલ છે.’ કહીને એણે બોટલનું મોં દિલીપના ઉઘાડા હોઠમાં ધકેલ્યું અને પછી તેનું નાક દબાવવા લાગ્યો.એક વાર ગોં...ગો...કરીને દિલીપ આખી બોટલનું પ્રવાહી ગટગટાવી ગયો.બે મિનિટ પછી એણે આંખો ઉઘાડી.‘હું...હું...ક્યાં છું...?’ એણે ધીમા અવાજે પૂછ્યું.‘છો, એટલું ઓછું છે...? ક્યાં છો, એ પૂછીને શું કરીશ?’‘વરઘોડો લઈ આવીશ...!’ દિલીપ બોલ્યો, ‘મારી પ્રેયસીને તમે લોકો ઉપાડી લાવ્યા છો...એ..’‘કોણ છે તારી પ્રેયસી...? ચાલ, બોસ તને યાદ કરે છે. ઊઠ...’‘જા...જઈને તારા બોસને કહી દે કે હું પણ મારી દસમી થનારી વાઈફને યાદ કરું છું અને હા, એક બીજી વાત પણ કાન ખોલીને સાંભળી લે કે અમે તારા બોસ નથી, કે તું અમને તુંકારે બોલાવે છે. જોતો નથી...? અત્યારે હું એક ખૂબસુરત સ્ત્રીના મોત પર મરસિયા વાંચું છું?’ દિલીપે બીજા ખૂણામાં પડેલી રૂબી તરફ આંગળી ચીંધતા કહ્યું.‘હેં...? તો શું એ મરી ગઈ...?’ એ માણસે ચમકીને પૂછ્યું. સ્વર્ગમાં...ભૂલ્યો...એને સ્વર્ગમાં અને તેના ખૂનીને નરકમાં સ્થાન મોકલ...! મરતાં પહેલાં પણ તે ઈશ્વરને આવી જ પ્રાર્થના કરતી હતી.’‘અરે બાપ રે...ત્યારે તો હું પણ મરી જઈશ...!’ એ ગભરાઈને બોલી ઊઠ્યો.‘કેમ...? આ શું તારી નાની કે દાદી હતી?’‘એ મારી નાની કે દાદી હોત તો મને જરા પણ દુઃખ ન થાત પરંતુ હવે તો બોસ તારી સાથે સાથે મને પણ મારી નાખશે.’ત્યારબાદ તે આગળ વધીને ગોઠણભેર રૂબી પાસે બેસી ગયો.રૂબી પણ શ્વાસ અટકાવીને નિર્જીવની જેમ પડી હતી.એ માણસને રૂબીમાં મશગુલ જોઈને દિલીપને તક મળી ગઈ.એણે તાબડતોબ રિવોલ્વર તથા લાકડી કબજે કરી લીધી.બીજી જ પળે એના રાઠોજી હાથનો જોરદાર મુક્કો એ માનવીના લમણા પર ઝીંકાયો.એ કશીયે ચૂં ચાં કર્યા વગર જ બેભાન થઈને ઢળી પડ્યો.‘વેરી ગુડ...!’ રૂબી ઊભી થતાં બોલી.ત્યારબાદ એ બંનેએ તેને દોરડાથી બાંધી દીધો.‘રૂબી...હવે જેમ બને તેમ જલદીથી આ કબરમાંથી બહાર નીકળ....! નહીં તો આનો બોસ પણ સાવચેત થઈ જશે.’ દિલીપ બોલ્યો.બંને બહાર નીકળ્યા કે તરત જ રૂબીના મોંમાંથી આશ્વર્યની હળવી ચીસ સરી પડી.કારણ કે તેઓ મેરીના હોટલના રસોડામાંથી બહાર નીકળી રહ્યાં હતા. બીજે ક્યાયથી નહીં.દિલીપ ચૂપચાપ સામેના ભાગ તરફ આગળ વધ્યો કારણ કે એ તરફ હવે તેને હુમલો થવાનો ભય નહોતો.એ સીધો જ કાવેરીના રૂમમાં પહોંચી જવા માંગતો હતો. રૂબી પડછાયાની માફક તેની પાછળ જ હતી. *** ‹ Previous Chapterભેદ - - 12 › Next Chapter ભેદ - - 14 Download Our App