nathani khovani - 26 in Gujarati Moral Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | નથણી ખોવાણી - પ્રકરણ - ૨૬

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૬

    "એમ કાંઈ  હાર મનાતી હશે કે !!!??  " કહી જયાબહેને  આકાંક્ષા નાં આંસુ લુછયા.  "  તને યાદ છે ? તું એક વાર  સ્કૂલ માં પ્રતિનિધિ ની ચુંટણી માં ઊભી રહી હતી ! ત્યારેય આમ જ રડી હતી. ડરી ગઈ હતી   એ વિચારી ને કે તું હારી જઈશ  ? પણ તું જ જીતી હતી  !!! યાદ  કર  જો જરા  ? અને  એ પણ સૌથી વધુ વૉટ થી !!!!  "  

 જયાબહેન ની એ વાત થી આકાંક્ષા ને રડતાં રડતાં હસવું આવી ગયું .  " હા ! મારા જ મિત્રો મને સાથ આપવા ની જગ્યા એ  મારી વિરોધ માં ઊભાં  રહ્યાં  હતાં .   અને તેથી હું દુઃખી થઈ ગઈ હતી. એટલે !! " 

 " એ જ વાત છે , બેટા ! આપણા પોતાના ને આપણી  બાજુ માં ના  જોઈ ને હિંમત તુટી જાય એ સ્વાભાવિક છે .  આપણા  દિલ ને હંમેશા કોઈ નો સહારો જોઈતો હોય છે  . પરંતુ એ ત્યાં સુધી જ્યાં સુધી એને સહારો મળવા ની આશા હોય !  તને તો ખબર જ છે ને એ જમાના માં મેં  પ્રેમલગ્ન કર્યા હતા . જીંદગીભર  સાથે રહેવા ની કેટકેટલીય કસમ ખાધી હતી .  સ્વપ્ન માં પણ નહોતું વિચાર્યું કે એમના વગર હું ક્યારેક જીવી શકીશ . પરંતુ આજે હું જીવું છું ને ?   એમનાં ગયા પછી  છોકરા નાં સહારે જીવીશ એવું વિચાર્યું હતું .  પરંતુ  એક દિવસ બાઈક એક્સિડન્ટ માં એ પણ જતો રહ્યો . ક્યારેક  આટલું એકલવાયું  જીવવું પડશે એ વિચાર્યું જ નહોતું .   પરંતુ   જીવન સતત શીખવતું રહે છે . વિપરીત સંજોગો માં પણ કેવીરીતે જીવવું એ સમય શિખવાડી જાય છે  !!   " કહી જયાબહેને ધીમો નિઃસાસો નાખ્યો . 

      " હું પણ ખરી છું ! તું આટલા સમય પછી આવી  તોય  તને શિખામણો આપવા બેઠી છું.  કંઈક ખાવા લાવી  દઉં . " કહી જયાબહેન ઊઠવા ગયા . આકાંક્ષા એ એમનો હાથ પકડી ને ના પાડી . 
" હું તમને મળવા આવી છું . બેસો ને મારી સાથે ! "  

 " સારું , હવે તારી વાત કર . કેવું છે તારું સાસરું ?  " જયાબહેને  પૂછ્યું . " સરસ ! બધાં ખૂબ સરસ છે . " આકાંક્ષા એ કહ્યું .  " અને જમાઈ  ! એ તો મજામાં ને ? " " હા મજામાં ! " આકાંક્ષા એ કહ્યું . 
" હમમમ !! બધું જ સરસ છે ! તો મન ક્યાં ભરાઈ આવ્યું ?  " 

સહેજ વાર ચૂપ રહ્યા બાદ આકાંક્ષા એ કહ્યું ,  " બહેન ! બધું જ સરસ હોય , પરંતુ જેના સહારે તમે સંસાર માં પગ માંડ્યા હોય એ વ્યક્તિ જ જો તમારી ના હોય તો !!??  " 

" તો ..તો   જિંદગી ડહોળાઈ જાય . જીવતર  આખુંય  એળે જાય ! "  જયાબહેન બોલ્યા. 

 " મારે પણ એવું જ છે .  મારો શું વાંક છે ખબર નહીં પણ  એમના ઘર માં જેટલું સ્થાન છે    એટલું દિલ માં  મારું  સ્થાન નથી ! અને એ વાત નો મને રંજ છે.  એ વાત મને કાંટા ની માફક ચુભે છે . " આકાંક્ષા એ કહ્યું

" ક્યારે  જાણ થઈ એ વાત ની ? "  જયાબહેને આકાંક્ષા ના હાથ પર હાથ મુકતાં પૂછ્યું . 

              *.                 *.                 * 


 " અમે પ્રસંગ પહેલા જ આ વાત જાણી ગયા હતા . અને  તમારા પ્રસંગે કોઈ નો ઉત્સાહ ના તુટે  એટલે જ  અત્યારે વાત કરવા આવ્યા
 છીએ. એ બે દિવસ અમારા ખૂબ જ કપરાં રહ્યા. દિકરા જેવો માન્યો હતો  અમોલ ને !  " મનહરભાઈ ના ગળે ડૂમો ભરાઈ આવ્યો. 

      " કાકા! માનું છું અમારા થી ભૂલ થઈ છે. સમાજ ની દ્રષ્ટિ એ આ સંબંધ ખોટો છે . પરંતુ  જો પ્રેમ કહી ને થતો હોત તો સમસ્યા જ ક્યાં હતી ? હું મારા તરફ થી તન્વી ને કોઈ અન્યાય નહીં થવા દઉં . " અમોલે મનહરભાઈ ને વિશ્વાસ આપતા કહ્યું .
     
  " એટલે ? તું  હજી પણ સંબંધ રાખવા નો છે ? "  દમયંતી બહેને અચરજ અને ગુસ્સા ના મિક્સ ભાવ થી પૂછ્યું. 

" મમ્મી ! બીજા વિચાર નો  કોઈ પ્રશ્ન જ નથી .  " અમોલે કહ્યું.

ભરતભાઈ  ડઘાઈ ગયા અને ગુસ્સા માં કહ્યું  ,  " પાગલ થઈ ગયો છે ??  એક કામ કર તું નીકળી જા આ ઘર ની બહાર ! "  દમયંતીબહેન અને મનહરભાઈ એ  મહાપ્રયત્ને ભરતભાઈ ને શાંત કર્યા .   ઘર નું વાતાવરણ વધારે ને વધારે તંગ થઈ રહ્યું હતું . 


" તન્વી !  તું તો  સમજ !  ફક્ત તારા કારણે પહેલાં પતિ પત્ની અને હવે પિતા - પુત્ર વચ્ચે પણ દરાર પડી રહી છે. શરમ કર  થોડી ! " ભાવનાબહેન નું માથું જાણે શરમ થી ઝુકી ગયું . 

 " તમે લોકો  મારા પર એવી રીતે આરોપ મુકી રહ્યા છો કે જાણે મેં કોઈ જાદુ ટોના કર્યા હોય !!!. We both are mature  . તો પછી પ્રોબ્લેમ શું છે ? "  તન્વી એ  દ્રઢ નિશ્ચય કર્યો હોય એમ ડગ્યા વિના કહ્યું. 

" પ્રોબ્લેમ એ છે કે અમોલ પરણિત છે !!!  પાગલ થઈ ગઈ છે કે શું ? " ભાવનાબહેને તન્વી ને ઠપકો આપતા કહ્યું. 

" મને એમાં કશો પ્રોબ્લેમ નથી દેખાતો ! અમોલ સિવાય હું બીજા કોઈ સાથે જિંદગી વિતાવવા નથી માંગતી . " તન્વી એ કહ્યું. 

"   અમોલ !   શું તું આકાંક્ષા ને છૂટાછેડા આપી ને તન્વી ને સ્વીકારીશ ?  " મનહરભાઈ  એ પૂછ્યું . 

" ના ! આકાંક્ષા ને છૂટાછેડા આપવા નો  કોઈ પ્રશ્ન જ નથી . તન્વી સાથે હું લીવ - ઈન - રીલેશનશીપ માં રહીશ . " અમોલે  કહ્યું . 

દમયંતી બહેને તન્વી ને પૂછ્યું , " તું એવી રીતે રહેવા તૈયાર છે ?  " 

" હા ! હું તૈયાર છું ? " તન્વી એ જવાબ આપ્યો . 

" અને આકાંક્ષા ?  એને આ વાત ની જાણ  છે  ?  દમયંતી બહેને પૂછ્યું. 

" ના ! એની તબિયત ને જોતા મેં  એની સાથે વાત  નથી  કરી. પરંતુ બહુ જલ્દી  વાત કરી લઈશ. " અમોલે કહ્યું . 

" શું વાત કરીશ કે તું બાળકો સંભાળ અને હું  બીજી સ્ત્રી સાથે રહેવા જવું છું એમ ? "  દમયંતી બહેને કટાક્ષ માં કહ્યું .

" સો વાત ની એક વાત છે . આ સંબંધ શક્ય નથી .  તન્વી જો તે આ સંબંધ હજી પણ રાખ્યો તો  સમજી લે કે તું અમારા માટે મરી ગઈ ! તારું મોઢું બતાવવા ની જરૂર નથી . " કહી મનહરભાઈ ઉઠ્યા . ભાવનાબહેન ને ઉઠવા નું કહ્યું અને ભરતભાઈ આગળ હાથ જોડી ને કહ્યું ,  "  માફ કરજે  ! પણ   હવે  મારા થી સહન નહીં થાય . અમે  આજે જ અમદાવાદ રવાના થઈએ  છીએ  . બહું થયું  !!!! બસ હવે !!!???? " કહી દરવાજો જાતે જ  ખોલી બહાર નીકળી ગયા . 

ભરતભાઈ અને દમયંતીબહેને  રોકવા ની કોશિશ કરી પરંતુ એ નક્કી કરી ચૂક્યા હતા . સામે થી ગૌતમ આવ્યો ,  " અરે ! કાકા કેમ છો ? ક્યાં જવું છે ? મુકી જવું  ? " 

 " ના - ના  એતો અમે જતાં રહીશું . " મનહરભાઈ એ કહ્યું . 

એટલા માં તન્વી બહાર આવી . " હું !  આવું છું  . "  કહી એમની પાછળ પાછળ ગઈ . ગૌતમ ને કંઈ જ સમજ નહોતું આવી રહ્યું . એણે પૂછ્યું , " કાંઈ પ્રોબ્લેમ થયો છે ? " 

" હા  !  સ્વતંત્રતા એ સ્વચ્છંદતા નું સ્વરૂપ લીધું છે .  એના થી મોટો પ્રોબ્લેમ  બીજો શું હોઈ શકે ???? "  દમયંતી બહેને કહ્યું. 

(ક્રમશઃ )