Ek Ichchha - kai kari chhutvani - 8 in Gujarati Women Focused by jagruti purohit books and stories PDF | એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૮

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૮


ખુશી અને બધા મિત્રો કપડાં બદલવા ગયા। બધા કપડાં બદલી ને ઝૂંપડી માં ભેગા થયા।

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૮
ખુશી અને મિત્રો વાતાવરણ ના બદલાયેલા રૂપ થી હેરાન હતા થોડી વાર પેહલા કેવું ભયાનક વાતાવરણ થયું હતું અને હાલ એકદમ શાંત અને રમણીય વાતાવરણ હતું। બધા કાકા કાકી ના ઘર માં ગયા અને એ લોકો સવાર થી ક્યાં જતા રહ્યા હતા એ વિશે જાણવા આતુર હતા। ખુશી તો સવાલો નો ભંડાર લઇ ને બેઠી હતી કાકા અને કાકી પણ કપડાં બદલી ને બેઠા હતા । પેહલા ખુશી એ કાકી ને પૂછયું કાકી તમે કશું જમ્યા કે નહિ આવું પૂછવાનું કારણ એ હતું કે કાલે રાત્રે પણ એક રોટલા માંથી ત્રણે જણા એ ખાધું હતું ,હશમુખ કાકા બોલ્યા હા બેટા અમે જ્યાં ગયા હતા ત્યાં જમવાનું જ તો હતું એટલે જ તો ગયા હતા પણ તેઓના હાવભાવ જોઈ ને તેમની વાત સાચી ના લાગી। હવે તો ખુશી થી ચૂપ રેહવાય એમ ના હતું એટલે એ ઉભી થયી ને બહાર જ્યાં ચૂલો બનાવ્યો હતો ત્યાં ગયી અને ત્યાં જે જમવાનું બાકી પડ્યું હતું એ લઇ ને થાળી પીરસી ને લાવી। કાકા અને કાકી ની સામે જઈ ને મૂકી ને બોલી મને ખબર છે કે તમે સવાર થી કશું પણ ખાધું નથી એટલે આવે કઈ પણ બોલ્યા વિના છાના માના જમી લો અને જાણે થોડો ગુસ્સો દર્શાવતી હોય એમ એનો હાવભાવ થયો.

એની મોટી મોટી અને સુંદર આંખો માં જાણે ખોટો ખોટો ગુસ્સો હોય એ સ્પષ્ટ દેખાતું હતું ,કાકી ખુશી ના આવા પ્રેમ ભર્યા ગુસ્સા ને જોઈ ને એના માથે હાથ મૂકી બોલ્યા બેટા તને કેવી રીતે ખબર કે અમે નથી જમ્યા તું કઈ અમારી જોડે તો નતી । તો ખુશી થોડી અભિમાની હોય એમ બોલી હું અંતર્યામી છું મને બધું જ ખબર પડે છે અને મને ભૂત,ભવિષ્ય અને વર્તમાન ની જાણ રહે છે એમ બોલતા ની સાથે ઘર માં રહ્યા બધા જ ખડખડાટ હસી પડ્યા। સારું મારી માં તું અંતર્યામી બસ માની લીધું એમ કહી હશમુખ કાકા એની પાસે જઈ ને જ્યાં જમવાની થાળી હતી ત્યાં બેઠા અને બોલ્યા ચાલ મારી ડોશી આ આપડી અંબા માં આપડે જ્યાં સુધી જમીશું નાઈ ત્યાં સુધી આમ જ બોલે રાખશે। કાકી પણ કાકા સાથે બેઠા ।
થાળી પાસે બેસી ને બંને જણા એ ભગવાને પ્રાર્થના શરુ કરી અને ત્યાર બાદ કાકા એ બધા બેઠેલા બાળકો સામે જોઈ બોલ્યા બેટા તમે બધા જમ્યા છો કે નઈ? ત્યાં નીરવ બોલી પડ્યો હા કાકા અમે બધા તો પેટ ઠોકી ને ખાયી ને બેઠા છે પણ તમારી આ અંબા માં હજી ભૂખ્યા જ છે એમને તો જીદ પકડી હતી કે જ્યાં સુધી મારા કાકા કાકી નઈ મળે ત્યાં સુધી હું નઈ જમું। આવું સાંભળી ને કાકા કાકી ગદગદ થયી ગયા ને પેહલો કોળિયો ખુશી ના મોં માં મુક્યો । હાશુમતી કાકી ની તો ગંગા જમણા વહેવા લાગી અને કાકા હસતા બોલ્યા લે તારી કાકી પાછી ચાલુ થયી ગયી। આંખો પાલવ ના છેડા થી લૂછી કાકી પણ મલકાવા લાગ્યા. રાત્રે જેમ ત્રણે સાથે જમ્યા એમ અત્યારે પણ ત્રણે જણા સાથે જમ્યા. ખુશ્બુ અને નેહા સાથે સાથે વાતો કરતા અને નીરવ તો જાણે વર્ષો થી અહીં હોય એમ પગ ફેલાવી ને લાંબો થયો। ત્રણે જણા જમી ને ઉભા થયા બહાર આંગણા માં હાથ ધોઈ ને પાછા ઘર માં આવ્યા । બધા બેઠા બેઠા વાતો કરતા હતા કે આપડે કેવી રીતે અહીં આવી ચડિયા અને વરસાદ આવ્યો ને અત્યારે આ ઘર માં બેઠા છે । ઘર તો નાનું એટલે બધા સાંકળ માંકડ થયી બેઠા હતા બહાર થી સરસ માઝા ની ઠંડી ઠંડી હવા આવતી હતી અને સાથે સાથે જંગલ માં રહેલા ઝાડ નો પવન સાથે ટહેલવાનો અવાજ આવતો હતો। જમ્યા બાદ કાકા અને કાકી એ બધા જ બેઠેલા બાળકો ની એક પછી એક ઓળખાણ લીધી। શરૂઆત ખુશ્બુ એ કરી અને ખુશી પાસે અંત આવ્યો। હસમુખ કાકા બોલ્યા દીકરા કાલે તે રાત્રે અમને જણાવ્યું હતું કે તું આમ અહીં આ ઝૂંપડી એ કેવી રીતે આવી અને આજે તારા આ મિત્રો પણ અહીં આવી ગયા તમને બધા ને મળી ને અમને બે જણા ને તો જાણે કેટલા વર્ષો ની અધૂરી મુલાકાત પુરી થયી એવું લાગ્યું।। ખુશી બોલી કાકા તમે તો અમારા વિશે બધું જાણ્યું પણ હવે મારે અને મારા મિત્રો એ તમારા અને કાકી વિશે બધું જાણવું છે એને વાત માં ઉમેરો કરતા કહ્યું કે તમે આવા સુમસાન અને ભયાનક જંગલ માં કેમ રહો છો? અને આજે સવારે તમે અને કાકી ક્યાં ચાલ્યા ગયા હતા? આ અમારો સમીર તો મને એવું કહેતો હતો કે મેં તમને સપના માં જ જોયા હશે આવા જંગલ માં તો વળી કોઈ રહેતું હશે? હું તો કોઈ ભૂત ને મળી હોઈશ અને સવાર પડતા એ ભૂત ચાલ્યા ગયા હશે એમ થોડું મોં મચકોડતા બોલી , કદાચ કોઈ ભગવાન મને મદદ કરવા આવ્યા હશે એવું પણ આ લોકો કેહતા હતા. આ લોકો તો માનવા તૈયાર નાત કે તમે બંને જણા સાચે છો .

ખુશી ના આવા આટલા બધા એક સાથે પૂછેલા પ્રશ્નો ના જવાબ હવે કાકા કાકી પાસે થી મેળવાના હતા.

બધા ના જ મન માં આ સવાલો હતા પણ ખુશી બીજા કોઈ ને બોલવાનો ચાન્સ જ ના આપે। આ પ્રશ્નો નો જવાબ તો આવે હશમુખ કાકા એ આપવો જ રહ્યો, હશમુખ કાકા એ કાકી તરફ જોયું અને બોલ્યા કે બેટા અત્યારે જો તમે બધા ખુબ થાકી ગયા છો અને રાત પણ પડી ગયી છે એવું હશે તો આપડે કાલે સવારે વાત કરીશુ। જો આ નીરવ વો બિચારો પહેલે થી જ લાંબો થયી ગયો છે અને મને તમારા બધા ની આંખો માં ઊંઘ દેખાય છે ।તો આપડે સુઉં સુવા પડીયે અને આમ પણ તમે બધા હવે અહીં જ છો ને તો આપડે કાલે નિરાંતે વાત કરીયે।

કાકા એ આવી વાત કરી ને પોતે અને કાકી કેમ અહીં છે એ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો । બીજા બધા તો થાકી જ ગયા હતા એટલે એ બધા એ હામી ભરી અને બોલ્યા હા વાંધો નઈ આપડે કાલે પાછા વાતો કરીશુ એમ બોલી બધા કાકા કાકી ને જય શ્રી કૃષ્ણ કહી ને ટેન્ટ માં સુવા જવા માટે ઉભા થયા , નીરવ તો આળસ માંડી ને ઉભો થયો ને બોલ્યો જો હું આવે ઊંઘવા જાઉં છું કોઈ એ મને ઉઠાડવો નઈ કઈ કામ હોય તો સવાર ની રાહ જોવી। એ લોકો ને ઉભા થતા જોતા કાકી બોલ્યા બધા ટેન્ટ ની બહાર લાકડી મૂકી રાખજો અને કઈ લાગે તો તમારા કાકા ને બૂમ મારજો। કાકા ની વાત થી સહમત થયી ને બાકી ના બધા તો જવા તૈયાર થયી ગયા પણ ખુશી નું મન કાચવાયું એ સમજી ગયી કે નક્કી દાળ માં કઈ કાળું છે જેથી કાકા કાકી પોતાની વાત કેહવા માંગતા નથી।

શું સાચે જ દાળ માં કઈ કાળું છે ? કે પછી કાકા કોઈ ના પ્રશ્નો નો જવાબ નથી આપવા માંગતા.

ક્રમશ: