"આઇ લવ યુ,શ્રેયા!કેટલા વાગે મળવા આવે છે.?"
"આજે નહીં મળી શકાય!પ્લીઝ,દેવ!સમજને!"
શ્રેયાના અવાજમાં આજીજી હતી અને પ્રેમ પણ.
"ના,મે જ્યારે તે કહ્યું તે હમેશા કર્યું છે.જીવનના દરેક પ્રસંગમાં સાથ આપ્યો છે.તારા પડ્યા બોલ ઝીલ્યા છે.તારે આજે મળવા આવવું જ પડશે."મે પણ હક્કપૂર્વક આગ્રહ કર્યો.
"લવ,પ્લીઝ!તબિયત પણ સારી નથી.આખી રાતનો ઉજાગરો છે અને ઉપરથી બધાની હાજરી."
"ઓકે,ગૂડ,આનંદ થયો.આ સાતમી વખત મને સમય આપી છેલ્લે ફરી ગઈ છું."
ત્રણ દિવસ સુધી તેનો ફોન બંધ અને સંપર્ક પણ બંધ.દેવ અને શ્રેયા એકબીજાને દિલથી ચાહતા હતા.દેવની પળે પળનો ખ્યાલ શ્રેયા રાખે.દેવ હમેશાં શ્રેયાની સઘળી કાળજી રાખે.હસતાં હસતાં મુસકેલીઓમાથી બહાર કાઢવાની આવડત ધરાવતો દેવ સુખી અને પ્રેમાળ.શ્રેયા પણ સુંદર અને દિલથી પ્રેમાળ.એક વખત ખૂબ ગુસ્સાવાળો ગણાતો દેવ શ્રેયાના સંપર્કમાં આવી પ્રેમાળ બની ગયો.તેનું કારણ શ્રેયાને દિલથી સુખી કરવાની ભાવના.
શ્રેયા પણ જીવ આપી દે તેવી.પણ દેવના વર્તનમાં પ્રેમ પ્રવેશ્યા પછી શ્રેયાના વર્તનમાં જડતા પ્રવેશી.શ્રેયા આ માટે દેવનો ગુસ્સાવાળો સ્વભાવ ગણતી.દેવ પોતે બદલાયો છે તેમ કહેતો પણ શ્રેયા પોતે બદલાવા સમય માંગી રહી.
ત્રીજા દિવસે તેનો ફોન આવ્યો.ગુસ્સા પર સંયમ રાખી વાત કરી. તે બોલી,"દેવ,હું અત્યારે આવું મળવા?"
દેવે કહ્યું,"કેમ,એકદમ યાદ આવી?"
"પ્લીઝ,લવ,ગુસ્સો છોડી દે,હું મળવા આવું છું,દરવાજે તું નહીં હોય તો દરવાજને સ્પર્શ કરી જતી રહીશ."
આને પ્રેમ ગણવો,હક્ક ગણવો કે ગુસ્સો?દેવ મનોમન વિચારી રહ્યો.
વર્ષોથી બંને પ્રેમને રંગે રંગાયેલા.દેવના દુખે દુખી અને સુખે સુખી શ્રેયાનો બદલાયેલો વ્યવહાર અને ભાષા દેવના આઘાતનું કારણ હતા.
તે સડસડાટ આવી.આવતાની સાથે જે બંને એકાંતમાં જઈ બેઠા.નિશબ્દ શ્રેયાની આંખો વાતો કરતી હતી.આંખોમાં પ્રેમ હતો કે ફરજ દેવ શોધી રહ્યો.
મારી જીદ પછી તે ન આવી અને તે જીતી એટલે ત્રણ દિવસે મને ખુશ કરવાની ફરજ અદા કરવા આવી કે પછી તેના અંતરની લાગણી દોરી લાવી તે તેની આંખોમાં દેવ શોધી રહ્યો.
દેવે સામેથી તેનો હાથ હાથમાં લીધો.હળવેકથી તેણે સ્મિત કરી હથેળી દાબી.
દેવે કહ્યું,"કેમ! આમ કરે છે! વર્ષોનો પ્રેમ આજે અધૂરો લાગે છે.તારો સ્પર્શ પણમાત્ર ફોરમાલિટી લાગે છે.તું સારી
નથી.તું પ્રેમ કરે છે કે મે તને કરેલ સહાયની ફરજ અદા કરે છે?સમજ,પ્રેમ અને ફરજ બંને વિરુધ્દ દિશામાં.પ્રેમ સ્વયંભૂ અને સ્વીકૃત હોય.ફરજમાં મનનો અવાજ હોય.પ્રેમમાં દિલનો અવાજ હોય.ફરજ દુખી કરી શકે પણ પ્રેમમાં એકબીજાને ખુશ કરવાની,સુખી કરવાની ભાવના હોય.તું પ્રેમમાથી પરિવર્તિત થઈ ફરજમાં રૂપાંતરિત થઈ ગઈ હોય તેવું લાગે છે."
"ના ગમતી હોય તો છોડી દે."
દેવે ગુસ્સાથી અને હક્કથી નજીક ખેંચી.તેણે પાછી ખેંચાઈ.
તે બોલી,"મને આ બધું,પસંદ નથી."
'વાહ,એક સમયે પોતાની જાત અર્પી દેતી તું આ કઈ ભાષા બોલે છે?"
"પ્લીઝ,સમજને!મારે સમ નાખવા પડે પછી તું દુખી થાય તે તને નહીં ગમે."
શ્રેયાના શબ્દોથી દેવ વધુ દુખી થયો.જન્મોજનમ એકમેકના થઈ રહેવાના,એકબીજામાં શ્વાસ પુરવાના વચન આપનાર શ્રેયાની બેજવાબદાર ભાષાથી દેવની આંખોમાં આંસુ વહેવા લાગ્યા.શ્રેયાનો જે ખભો લઈ દેવ અંદરની ઊર્મિઓને અશ્રુરૂપે ઠાલવી રહ્યો.
શ્રેયાના શબ્દો,"બસ,હવે!મારે મોડું થાય છે.આ સારું નથી લાગતું."
આવેશને દબાવીને બેઠેલ દેવે કહ્યું,"કેમ આમ કરે છે?તારી લાગણીઓ ક્યાં?તું કેમ જડ બની ગઈ છે?"
શ્રેયાએ પર્સમાથી 50 ની નોટ કાઢી અને દેવને આપતાં કહ્યું,'લે,તારી ચોકલેટના પૈસા.હવેથી હું નહીં આવું."
લડતનો સૂર પામવો દેવ માટે કઠિન હતો પણ,હૈયામાં શ્રેયા માટે ભરપૂર પ્રેમ લઈને બેઠો હોય,હળવેક થી બોલ્યો,"સોરી શ્રેયા!આઈ લવ યુ."
દેવના "આઈ.લવ.યુ 'શબ્દ પછી નીરવ શાંતિ છવાઈ ગઈ.ફરજનો ક્રમ પ્રેમમાં ફેરવાઈ તેની દેવ રાહ જોતો દરવાજા બહાર ચાંચમાં ચાંચ નાખી પ્રેમમાં ઓતપ્રોત પારેવડાને જોઈ રહ્યો.