miracle old temple - 15 in Gujarati Horror Stories by Prit's Patel (Pirate) books and stories PDF | રહસ્યમય પુરાણી દેરી - 15

Featured Books
Categories
Share

રહસ્યમય પુરાણી દેરી - 15


રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -15

(આગળના ભાગમાં જોયું કે મણીડોશી બાળકીને લઈ વડ તરફ જાય છે, પાછળ મુખીને પ્રવીણભાઈ પોતાના ઘરે લઈ જાય છે. હવે આગળ...)

"મુખી તમે શાંત થઈ જાવ પહેલા અને મને બધુ કહો જે તમારી અને મણીબહેન વચ્ચે વાત થઈ હોઇ તે" પ્રવીણભાઈએ મુખીને આગળ બોલવા માટે ઉત્સાહિત કર્યા.

મુખી થોડા શાંત પડયા અને આગળ વાત ચાલુ કરી. જ્યારે હુ અને મણીબહેન વહેણ તરફથી ગામ બાજુ આવી રહ્યાં હતાં ત્યારે...

* થોડા સમય પહેલા...

મુખીજી થોડા ગભરાયા અને મણીડોશી ને પુછ્યું " શુ પાપ કર્યું છે મારા ભાઈએ? મને બધુ સરખું કહો તમને હુ સમજી નથી શકતો."

મણીડોશીએ મુખી ને થોડુ જલ્દી ચાલવાનું કહ્યુ. પરન્તુ મુખી હજુ પોતાના ભાઈ અને કરશન ભગતની જ વાતુંમાં પોરવાયો હતો.

મુખીને કરશનભગત નું નામ લેતા જ તે યાદ આવા લાગ્યા. કે સવારનું પહેલું કિરણ પણ ગામમાં નો પડયું હોઇ કે મંદીરનો ડંકો વાગે એટ્લે સમજી જવું કે કરશનભાઈ દર્શન કરવા પહોચી ગયા.

કરશન ભાઈ સવારનાં વહેલા નાઈ ધોઈને સૌથી પહેલા મંદીર દર્શન કરવા જતા. નાનપણથી જ કોઈ દુઃખ પડયું જ નહતું. ઘરનો મોભો પહેલેથી જ મજબૂત બંધાયેલ હતો. બસ અચાનક જ એક દુઃખ કે નાની ઉમરમાં જ તેમની પત્ની મરી ગઇ હતી. બસ પછી તો જીવન ભગવાનને જ અર્પણ કરી દીધું હોઇ તેમ ભગવાનનાં કામમાં સૌથી આગળ હોઇ. અને ગામનાં લોકોની મદદ કરવામાં પણ પાછા નો ફરતા કોઈ દિવસ.

મંદિરમાં સૌથી પહેલા દર્શન કરતા હતાં તેથી ગામ લોકો તેને કરશન ભગત કહીને બોલાવતા હતાં.

ત્યાં જ અવાજ આવ્યો "મુખી થોડુ જલ્દી ચાલો, ક્યાંક હજુ કોઈ અનર્થ નો થઈ જાય" ઉમર થઈ ગઇ હોવાં છતાં પણ મણી ડોશી પૂર જોશમાં આગળ ચાલી રહ્યાં હતાં.

મુખીજી અવાજ સાંભળતા જ ભૂતકાળમાંથી બાહર આવ્યાં અને મણીડોશી ને સવાલ પૂછયો કે "તમે કરશન ભગતને કેમ માર્યો હતો તેં જણાવો"

જો મુખી તારે સાંભળવું જ હોઇ તો સાંભળ, પણ સાંભળીને પસ્તાવો કરવો જ પડશે. કેમ કે તુ ગામ કરતા પોતાના ભાઈનાં પ્રેમમાં ડૂબ્યો છે.

જ્યારે હુ ઢોલીની પાછળ દોડતી દોડતી એનાં ઘર અંદર પહોચી ત્યાં વાલજી તો પોતાનુ જીવન સંકેલી ચુક્યો હતો. પરન્તુ તેની પત્નીના શ્વાસ ચાલુ હતાં. મે એને હાથમાં લીધી અને કહ્યુ કે " કાંઇ જ નહીં થાય, બધુ બરાબર થઈ જશે. તુ ચિંતા નો કર, તને કાંઇ નહીં થવા દવ."

ત્યારે વાલજી ની પત્ની બોલી કે " મારે હવે જીવીને પણ શુ કરવું છે. જે હતુ તેં બધુ ચૂસી લીધુ છે."

મે તુરંત તેની સાડી સરખી કરી અને કહ્યુ કે " આ બધુ કેને કર્યું?"

તેં બોલી કે " બહુ  સમયથી કરશનભાઈ નાં રૂપિયાની ઉધારી ચાલી રહી હતી. ઘરમાં કોઈ કમાવા વારુ નહીં, જ્યારથી તમારા ભાઈ વાલજી ખાટલા વશ થયા છે ત્યારથી જ કરશનભાઈ નાં ઘરે જઇ ઉધાર રૂપિયા લઈ આવી હતી.

બહુ મહેનત કરતી હતી પરન્તુ મારો ઢોલી અને આમની બીમારી સાથે ભરણ પોષણ કરવું બહુ જ અઘરું થઈ ગયું હતુ. ઉધારી વધતી જ જાતી હતી.

હંમેશાની જેમ કરશનભાઈ નાં ઘરનાં આંગણે જઇ પરિસ્થિતિનું કહેતી તો કરશનભાઈ થોડી આનાકાની કરતા પરન્તુ છેલ્લે કેમ છે વાલજી ને એવું પૂછી રૂપિયા આપી દેતાં અને કહેતાં કે આ છેલ્લી વાર આપુ છું બહુ બધુ દેણુ થઈ ચૂક્યું છે તુ તો એને આ જીવન નહીં જ ચૂકવી શકે.

હુ એનાં રૂપિયા લઇને બહુ જ ખુશ હતી કે આજનું તો થઈ ગયું કાલે ભગવાન કંઇક કરી દેશે. થોડા સમયમાં તો ઢોલી પણ મોટો થઈ જશે પછી કરશનભાઈ નું બધુ દેણુ અમે બને મહેનત કરીને ચૂકવી દેશું.

પરન્તુ મને ક્યાં ખબર હતી કે "એક દયાવાન ભગવાનનાં ભગતનાં વેશમાં પણ શૈતાન હોઇ છે."

ત્યાં જ  "ચા પી લ્યો બને મિત્રો, પછી આખી રાત વાતું કરજો" પ્રવીણભાઈની પત્ની આવીને બનેનાં હાથમાં ચા ની પિત્તળની નાની પ્યાલી રાખી ગઇ.

બને મિત્રો ભૂતકાળની વેદના માંથી પાછા ફર્યા અને ઠંડા વાતાવરણમાં ગરમ ચા ની ચૂસકી ભરવા લાગ્યા. પંરતુ પ્રવીણભાઈને પહેલી વાર પોતાની પત્નીની બનાવેલી ચા આજે પીવાની કોઈ ઇચ્છા નહતી. બસ તેનુ મન તો કરશનભગતની શૈતાનની રુપ જોવામાં જ પડયું હતુ.

ત્યાં તેમની પત્ની બોલી કે " હુ અંદરનાં રુમમાં સુવા જઈ રહી છું, હજુ ચા ની કે બીજી કોઈ વસ્તુંની જરુર પડે તો કહેજો. બાકી બનેની પથારી અહિયાં જ કરી આપી છે. આજે તો બને મિત્રો આખી રાત જ વિચારોના વમળોમાં રહેશો. તો પણ આંખ લગે તો અહિયાં જ સૂઈ જાજો." એટલું બોલતાં તેમની પત્ની અંદર ગઇ.

અને પ્રવીણભાઈ ત્યાં જ બોલી ઉઠ્યા " શુ હતુ કરશનભગત નું શૈતાની રુપ? "

ક્રમશ...

કરશનભગતે શું કર્યું હશે?
આમાં ઘનાભાઈ નો શુ પાપ હશે?
બાળકીની બલી નહતી આપવી તો મણી ડોશી કેમ તેને સાથે લઈ ગઇ?

આગળ જાણવા બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી" ની રોમાંચક સફર સાથે.


મારી નવી રચના કાશ... આવી ગઇ છે જે તમારા દિલને પ્રેમરસમાં ઉતારી દેશે. તમારુ દિલ પ્રેમ કરવા તત્પર થઈ ઉઠશે. અને મારી રચના " ગ્રીન સિગ્નલ " સંપુર્ણ થઈ ચૂકી છે તે વાંચી તમારો અભિપ્રાય આપશો જી. આભાર...?

પ્રિત'z...?