chis-15 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ-15

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ચીસ-15

સૂકી નદી કિનારે અંગ્રેજી બાવળની સળંગ વાડ અણધાર્યા અવાજથી ખળભળી ઉઠી ત્યારે પીટરનો જીવ તાળવે ચોંટી ગયો.
નદીના કિનારે કિનારે વૃક્ષોની ઓથ લઈ લપાતો-છુપાતો ઉતાવળે એ ભાગતો હતો. શશી પૂંજના તેજ લિસોટા ઉજળુ વહાલ ઠલવી રહ્યા હતા.
પાછલી જિંદગીના રેશમી વર્ષો એની આંખ સામેથી પસાર થઈ રહ્યાં હતાં. માર્થા એના મોહલ્લામાં જ રહેતી હતી. માર્થા સાથે આંખ મળી ગયા પછી મનોમન પીટરે જિંદગીભર એની સાથે જીવવા-મરવાના સોગંદ લઈ લીધેલા.
પીટરનુ ફેમીલી માર્થા સાથેના રિલેશનને લઇ રાજી નહોતું. પીટરે પોતાના મનનું ધાર્યું કરી માર્થા સાથે એક ચર્ચમાં જઈ પ્રભુતામાં પગલા માંડયા. વર્ષોથી એના વડવાઓ રજવાડામાં ચોકીદારીનુ પદ શોભાવતા રહ્યા હોવાથી આજે રાજપાટ ભલે રહ્યાં નહોતાં પણ પોતાના વંશજોની શાખ રૂપે રજવાડી હવેલીમાં પીટરને સેવા બજાવવાની તક સાંપડેલી જેમાં એ સારું એવું કમાઈ લેતો હતો.
માર્થાને ત્યારે હોસ્પિટલમાં નર્સની નવી નવી નોકરી લાગેલી. મા બાપના પ્રતિરોધનો સામનો કરી બંને  સહજીવન શરૂ કર્યુ. પીટર માર્થાને ખૂબ પ્રેમ કરતો હતો. એનું હૃદય વિશાળ હતું. પીટરને પામીને માર્થા ધન્ય થઈ ગઈ હતી. એ હંમેશા jesus christનો પાડ માનતી. એક  સિમ્પલ વ્યક્તિ રૂપે પોતાને આટલો બધો પ્રેમ કરનારો પતિ આપવા બદલ..! સાવ બાળક જેવું નિર્દોષ એનું મન હતું.
કહેવાય છે એકબીજાને ગમતું વ્યક્તિત્વ અને રૂહમાં ઉતરી જાય એવો પ્રેમ મળી જાય પછી જિંદગીના દિવસો બહુ ટૂંકા લાગે છે. માર્થા સાથે સમય રેતની જેમ સરકતો રહ્યો. જિંદગી જીવવા જેવી હતી. આવા સાત જન્મ મળે તોપણ જિંદગી ઓછી પડે એવી માર્થા જોડે જીવવાની પીટરની લાલસા હતી. દસેક વર્ષના અંતરાલ પછી માર્થાના ચહેરા પર ચિંતાની કેટલીક રેખાઓ જોઈ શકાતી હતી.
દસ દસ વર્ષ સુધી સંતાનમાં કંઈ હતું નહીં.
માર્થા ઘણીવાર પીટરને સમજાવતી..
"પીટર તુમ દૂસરા શાદી ક્યો નહીં કર લેતા બાબા..? અભી તૂમ્હારી લાઈફ બહોત બાકી હૈ. મૈ ભી તેરા ઈક છોટા સા બેબી હોના દિલસે ચાહતા..! ગોડ કસમ.. વો બેબી તુમ્હારા આખરી વક્તમે ખયાલ રખ્ખેગા..!
"વો કભી નહિ હોગા ડીઅર..! હમ તેરે બગૈર કભી જીના નહિ ચાહતા..! ફિર કભી હમસે ઐસી બાત મત કરના તૂમ હમારા આજકલ બહોત દિલ દુખાને લગા હૈ..!
પીટર ગળગળો થઈ જતો. પોતાની લાઇફમાં માર્થા સિવાય કોઈ અન્યની કલ્પના એ કરી શકતો નહોતો.
માર્થા એને આલિંગી વળતી.
"હમ કભી તુમ્હારા દિલ નહી દુખાયેગા પીટર..!! હમ તુમ્હે છોડ કર કહી નઈ જાને વાલા ગોડ કસમ..!"
પછી બંને એકબીજાના આંસુ લૂછતા.
પણ કુદરતને હજુ આ બંને ની એક આકરી કસોટી લેવી બાકી હતી.
માર્થાને એ જ વર્ષે ગર્ભ રહ્યો.
બંનેની ખુશીનો પાર નહતો. એક નર્સ હોવાના લીધે માર્થા પોતાની ઘણી કાળજી રાખી હતી. પીટર બાપ બનવાના સ્વપ્નમાં રાચવા લાગ્યો હતો.
પુરા દહાડે માર્થા એ એક પુત્રને જન્મ આપ્યો. હોસ્પિટલમાં પોતાના પુત્રને હાથોમાં ઉંચકી પીટર ગાંડો ગાંડો બની ગયેલો. પણ હાય રે કિસ્મત..! પુત્ર જન્મના એક જ કલાકમાં નવજાત શિશુનો મોત જોવાનો વારો આવ્યો. અચાનક ખેંચ આવતાં પુત્રનું મોત નીપજ્યું. પીટર સાવ ભાંગી પડ્યો.
માર્થા નું હૃદય પણ ફાટી ગયું હતું. પરંતુ પોતાની જિંદગીના આધાર સમા પોતાના જીગર ના ટુકડા ની આંખમાં આસું જોવાની એનામાં હિંમત નહોતી.  માર્થા એને સમજાવતી.
"બેબી.. ગમ નઈ કરનેકા.. હમે ગોડ કોઈ ઓર ગિફ્ટ દેગા..! તુમ ફિકર ક્યો કરતા હૈ..? દેખના તુમ ફિરસે તુમ્હારે હાથો મેં આપના બચ્ચા હોગા..!
માર્થાનુ આશ્વાસન થોડોક સમય પીટરના મનને રાહત આપી ગયેલું. પરંતુ બીજા દિવસે પેટમાં દુખાવો થતાં માર્થાએ ચેકઅપ કરાવ્યું. જેમાં ગર્ભાશયમાં ગાંઠ હોવાનું નિદાન થયેલું છેવટે બન્નેના સપના રગદોળાઈ ગયાં. ત્યાર પછી પીટરે પોતાની જિંદગીને  વ્યર્થ સમજી લીધી. સંતાનના વિયોગમાં કુદરતીની કારમી થપાટ પછી એ દારૂના રવાડે ચડી ગયો. માર્થા એને ખૂબ પ્રેમ કરતી હતી. પીટરનું દુઃખ સમજતી હોવા છતાં પણ એ કશું કરી શકતી નહોતી.
અચાનક પીટરને માર્થાનો વિચાર આવી ગયો. પોતે જે જિંદગીને શરાબના નશામાં ખતમ કરી રહ્યો હતો. પણ ખરેખર શ્વાસ રુંધાવા લાગ્યો ત્યારે એને માર્થાની ફિકર થઈ. માર્થાને આ ફાની દુનિયામાં એકલી મૂકી એ જવા માગતો નહોતો.પણ જીવવું મરવું પોતાના હાથની વાત તો  નહોતી ને..?
આંખમાં ઉપસી આવેલી  ભીનાશને લૂછતાં હિંમત કરી એ આગળ વધતો રહ્યો.
અત્યારે દિઠે પણ ન ગમતા અજવાળા વચ્ચે પોતાનો લાંબો ટૂંકો થતો પડછાયો જોઈ પીટર વારંવાર ધ્રૂજી ઉઠતો હતો. એની સાથે આજે બધુ વિચિત્ર બની રહ્યુ હતુ.
એ થાકી ગયો હતો. છતાં ખોળીયુ અઘ્ઘવચ્ચે પડી એમ તે જરાય ઈચ્છતો નહોતો.
પીટરના આગળ વધતા પ્રત્યેક પગલે તેતર નો ફડફડાટ અને ચિબરીઓનો ચચરાટ વધી રહ્યો હતો.
અત્યારે શહેરમાંથી ઠલવાતી ગટર લાઈન પરથી એ પસાર થઈ રહ્યો હતો.
નદીમાં ઠલવાઈને ભરાવો થયેલા ગંદા કાળા પાણીમાં ખળ-ખળ સાંભળી એના પગ થંભી ગયા.
કિનારા પરનાં ઝાડી ઝાંખરામાં પોતાની જાતને છૂપાવી દઈ અવાજનો તાગ પામવા ગુડલુ વળીને એ બેઠો.
ચંદ્રની ચાંદનીનો ચળકાટ એના ચહેરા પર ચમક પાથરી ગયો.
કાળા પાણીમાં ઉદભવી રહેલા પરપોટા પીટરના તનબદનને ભયનો ભાલો ભાંકી  રહ્યા હતા.
આમ તો  ભયને ભયભીત કરી ભરમાવી એ ભાગેલો.
મોત મલાજો જાળવી ગયુ. શરીરમાંની હામ હણાઈ ગઈ હતી.
એણે હવેલીના હણહણાટ ને હંફાવી દીધો.  શરીર પર જગ્યા જગ્યા એ જખ્મ પ્રજ્વળી ઉઠ્યા હતા. બળતી લ્હાયના લાવાને પીટર ભોગવી રહ્યો હતો.
હવેલીના શાહી હૉલના તાબૂતને ખોલવાના દુષ્પરિણામ રૂપે ચાબખા ચરચરી રહ્યા હતા.
એવામાં અણધાર્યુ આંખનુ પોપચુ ઝબકી ગયુ.
એને આંખ ચોળી જોઈ..!
આંખ સામેનુ દ્રશ્ય કોઈ ભ્રમ નહોતો.
ક્ષણ વાર શ્વાસ લેવાનુ ભુલાઈ ગયુ.
ગાંડાની જેમ ધસી આવેલો એક ઓળો નશામાં ધુત્ત હોય એમ લથડતો ગટરના ગંદા પાણી ભર્યા ખાડામાં ખાબક્યો.
પીટળની આંખો ફાટી ગઈ. ગંદા પાણીમાં કંઈક મગર જેવુ હતુ. ધારદાર હલેસાં જેવી પૂંછની થપાટ સાથે એ ઓળો સમૂળગો પાણીમાં ગરક થઈ ગયો.
પીટર ઉંડા શ્વાસ લઈ રહ્યો હતો.
ત્યારે કોઈ સ્ત્રીનુ રૂદન સંભળાયુ.
હોંફી રહેલા પીટરના મનમાં ફફડાટ હતો.
"ગભરાઈશ નહી લ્યુસી હું છું ને..?"
માર્ટીનનો અવાજ સાંભળી પીટરનો માંહ્યલો ઉછળી પડ્યો.
એ ઘ્યાન દઈ સાંભળતો રહો.
"તું હતો તો પછી કેમ ગાયબ થઈ ગયો હતો અચાનક મને મૂકી...?  મારો જીવ નીકળી જાત ને ..?"
લ્યુસીનો ચિત્કાર પીટરના હ્રદય સોસરવો ઉતરી ગયો.
કેટલીય ક્ષણો સન્નાટાથી ધેરાયેલી વીતી.
"માર્ટીન.. તારી ટોર્ચ ક્યાં ગઈ..?"
લ્યુસીના અવાજ માં રહેલો કંપ સાફ વર્તાયો.
કંઈક ગરબડ જરૂર હતી માર્ટીન નો અવાજ અટકી ગયેલો.
પીટર કેવી રીતે શ્વાસ લઈ રહ્યો હતો જાણે પોતાની હાજરી કોઈ પડખે ઊભું હોય તોપણ ના વર્તી શકે..!
એક જગા બેઠા-બેઠા પગ સજ્જડ થઈ ગયા હતા. પગની ચામડી પર કીડીઓ દોડતી હોય એમ ચરચરાટ થઈ રહ્યો હતો.
પગની ચામડી બહેરી થઈ ગઈ હોય એમ એને અનુભવ્યું. પગને ઉચકી જોયો પણ જાણે કે નિર્જીવ હોય એમ લાગ્યો. બે હાથ વડે ઊંચકીને પીટરે પગ સીધો કર્યો.
ચામડી પર અચાનક કીડીઓની દોડાદોડ વધી ગઈ હોય એમ લાગ્યું.
ધીમે ધીમે પાણીમાં પરપોટાનો અવાજ સંભળાવા લાગ્યો.
પોતાના પગ પર થી નજર હટાવી ટ્વીટર ફરી પેલા ગંદા પાણીના તળાવને જોવા લાગ્યો. પાણીમાં જગ્યાએ પરપોટા વધવા લાગ્યા.
ત્યાં જ..
લ્યુસી અને માર્ટીન એને દેખાયાં.
ગટરના ગંદા પાણીની દુર્ગંધ નાખ ફાડી નાખે એવી હતી. પીટર પોતાનું નાક દાબીને બેઠો હતો.
ગરદનમાં ઠંડી હવાના સૂસવાટા લાગતા હોઈ જખમ ચચરી રહ્યો હતો. કપાયેલી આંગળી પર લોહીનો જથ્થો જામી ગયેલો.
"મને લાગે છે ડેવિડ ડોલીને  શોધતો હવેલી સુધી પહોંચી ગયો હશે..!
આપણે ફાસ્ટ હવેલીએ પહોંચી જવાનું છે..!"
માર્ટિનનો બદલાયેલો અવાજ પીટરના કાને અથડાયો.
બંનેની નજર પાણીમાં ઉદ્ભવી  રહેલા પરપોટા પર સ્થિર હતી.
ગભરાઈ ગયેલો પીટર ઠરિઠામ થઈ એક ધારુ નજર સામેનું દ્રશ્ય નિહાળી રહ્યો હતો.
લ્યુસી ઊભી રહી ગઈ. ટોર્ચનો પ્રકાશ નાખી એ હિલોળાતા કાળા પાણી ને જોતી રહી.
એકધારી નજરે લ્યુસી પાણીમાં જોઈ રહી હતી ત્યારે અણધાર્યું કોઈનું કાદવથી ખરડાયેલુ માથું પાણીમાંથી બહાર ધસી આવ્યું.
ડરી ગયેલી લ્યુસી ચીસ પાડીને પાછળ હટી ગઈ.  ધ્યાનથી એને જોવે એ પહેલાં એ ચહેરાની આંખોમાં અને મુખમાં ખૂન ઉતરી આવ્યુ. પછી એને અચાનક કોઈએ ભીતર ખેંચી લીધો અને જોતજોતામાં ઘુમરી લઈ રહેલુ પાણી લોહીથી રંગાઈ ગયું.
ડરી ગયેલી લ્યુસીએ માર્ટીનના ચહેરા તરફ એક નજર કરી. અત્યારે માર્ટીનનો ચહેરો એકધારો ઘૂમરી લેતા પાણી તરફ તકાયેલો હતો. એ ચહેરાની સખતાઈ જોઈ લ્યુસી ગભરાઈ ગઈ.
રક્તનો ફૂવારો ઉછળેલો જોઈ માર્ટીનના ચહેરા પર અદભુત તૃપ્તીનો સંતોષ જોઈ શકાયો.
"માર્ટીન અે કોણ હતું..?"
લ્યુસીના સવાલ સાથે જ માર્ટીન બોલ્યો.
"અહીં ઊભા રહેવામાં જોખમ છે..  આપણે ઝડપી આ જગ્યા છોડી દેવી જોઈએ..!  આ કોઈ રાહગીર હોવો જોઈએ જે પાણીના ગંદા ધરામાં અટવાઈ જઈ મોતને ભેટ્યો..!
સામે જો એક હોર્સ દેખાય છે..!
લ્યુસી એ જોયું કે ખરેખર સામે એક વાઈટ કલરનો મજબૂત જાતવાન હોર્સ ઉભો હતો. પીટરે પણ હોર્સ ઉભેલો જોયો.
એ હોર્સની મુંડી એમની તરફ જ તકાયેલી હતી. માર્ટીન સામે જોયા પછી એનો હણહણાટ વધી ગયો.
" આપણી જ રાહ જુએ છે ચાલ ફટાફટ ઘોડે સવારી માણતા મંજિલે પહોંચી જઈએ..!
તરત જ એના હાથમાં લ્યુસીનો હાથ જકડાઈ ગયો.
માર્ટીન ઘોડે સવારી કરી જાણતો હોય એમ સિફતથી અશ્વ પર અસવાર થઈ ગયો. લ્યુસીનો હાથ ઝાલી એને આગળની તરફ ઉપર ખેંચી લીધી.
પીટર હાશકારો કરે એ પહેલાં એ બેઠો હતો ત્યાંથી થોડીક ભૂમિનુ સ્ખલન થયું.
માટીનાં ઢેફાં ખળખળ અવાજ સાથે નીચે જઈને પડ્યાં.
પીટરને એમ હતું કે આપણે કોઈની નજરમાં નથી. પરંતુ એ જ એની સૌથી મોટી ભૂલ હતી. ઘોડા પર અસવાર થઈ ગયેલા માર્ટીને
પીટર જે જાડની ઓથ લઈ છુપાયો હતો એ તરફ એક વેધક મુસ્કુરાહટ ભરી દ્રષ્ટિ નાખી.
પીટરે માર્ટીન ને જોયો. એના માથા ઉપર શાહિ તાજ તેજસ્વિ સ્ટારના કારણે જગમગી રહ્યો હતો.
પીટરે હાથ લાંબો કરી લ્યુસીને રોકવાનો મિથ્યા પ્રયાસ કર્યો.
જ્યારે એક જબરજસ્ત ધક્કો એને લાગ્યો.
માર્ટીન અને લ્યુસી તરફ લંબાયેલો હાથ એના ચહેરા તરફ વળતો ગયો.
પછી પીટરે આશ્ચર્યજનક હરકત કરી.
એ પોતાના જ હાથ વડે પોતાના ગાલ પર થપ્પડો ઝીંકવા લાગ્યો.
એની આંખોના ડોળા સફેદ થઈ ગયા હતા. હવે આગળ વધવાની દિશા બદલાઈ ચૂકી હતી.
આળસ મળતો હોય એમ એને બે હાથ ઉંચા કરી એકમેકમાં પંજા પરોવી આંગળીઓના પટાકા ફોડયા.
ડગમગતી ચાલે એ આગળ વધ્યો ત્યારે જરાયે લાગતું નહોતુ કે ઘડીકભર પહેલાં આ જ વ્યક્તિ જીવવાની આશ ગુમાવી  લથડી રહેલો ડરી ડરીને લપાતો છુપાતો ભાગતો પીટર હતો...!!"
           ( ક્રમશ:)
માર્થા જોડે પહોંચી જવાની અદમ્ય ઝંખના સાથે નીકળેલા પીટરને અચાનક થઈ ગયું હતું કે એને પોતાના રસ્તાની દિશા બદલી નાખી..? આખરે પીટર ક્યાં જઈ રહ્યો હતો..?
આખરે એની સાથે શું બનવાનું હતું જાણવા માટે વાંચવા રહ્યા ચીસના આગામી અંશો..