Antar ni abhivyakti - 6 in Gujarati Poems by Dr Sejal Desai books and stories PDF | અંતર ની અભિવ્યક્તિ - ભાગ ૬

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

અંતર ની અભિવ્યક્તિ - ભાગ ૬

 મિત્રો... અંતરની અભિવ્યક્તિ ના પાંચ ભાગમાં તમારો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર ? હવે આ ભાગમાં કેટલીક લાગણીઓ સભર કવિતાઓ સમાવવામાં આવી છે.આશા રાખું છું કે તમને પસંદ આવશે.

પગરવ


દૂર થી સંભળાય છે આ કોનાં પગરવ ?
હૈયાની અટારીએ થયો જાણે કલરવ !

ઉર મહીં ખિલ્યો આજે વસંત નો વૈભવ ...
કેસુડાના રંગે રંગાઈ ને થયું એ ધરવ !

અધર પર જામ્યો છે તારા નામનો ગુંજારવ..
શું થયો મારા અંતરમાં પ્રેમનો ઉદભવ  ?
 
ડો.સેજલ દેસાઈ
સુરત?
****†"********""""""'

વફા

મારા પ્રેમની શું સાબિતી આપું  ?
તારા દિલની ધડકન ને પૂછી  તો જો....

મારા સ્નેહની શું સાબિતી આપું ?
તારી આંખોમાં છૂપાયેલા આંસુ ને પૂછી તો જો...

મારી વફાદારીની શું સાબિતી આપું ?
તને આપેલા વચન ને પૂછી તો જો...

મારી શ્રધ્ધા ની શું સાબિતી આપું ?
તારા અંતરાત્માને પૂછી તો જો.....

ડો.સેજલ દેસાઈ
સુરત ?

#**"""''***********"""
મિત

ઝાકળની ભિનાશ તારા અંતર મહીં....
અનુભવતી હું તારી નિર્મળ પ્રિત !

મઘમઘતી મિઠાશ તારા હોઠો મહીં ‌.. .
હરખાતી હું નિહાળી તારું સ્મિત !

અનેરી આત્મિયતા તારા મન  મહીં....
તૃપ્ત થાઉં હું સાંભળી તારું ગીત !

નિરાળો અંદાજ તારી નજર મહીં....
નિહાળું  હું દુનિયા ગણી તારૂં ગણિત !

અજબ હળવાશ તારા હ્રદય મહીં...
તને સ્મરું હરપળ  હું મારા મન મિત !


ડો.સેજલ દેસાઈ
સુરત ?
#*""''''''''**************
 સાગરતટે મિલન

ક્ષિતિજ પર સૂર્યોદય નો પ્રકાશ રેલાયો
તારાં આગમનનો અણસાર આવ્યો !

સાગરને હૈયે હરખ ન સમાયો.....
ભરતી સંગ એ ઉમંગભેર ઉછળ્યો !

તારી આંખોમાં અઢળક સ્નેહ દેખાયો....
આંસુ બની મારી આંખમાંથી છલકાયો !

તારાં હાથમાં મારો હાથ સોંપાયો....
જીવનભર સાથ રહેવાનો વાયદો કરાયો !

ડો.સેજલ દેસાઈ
સુરત ?
#**""''"'%%%©%

તારલિયા થી મઢેલ એ રઢીયાળી રાત હતી
સાથે  ચાંદની ના ઉજાસની સોગાત હતી...

હવા મધુર સંગીત ની છોળો ઉડાડતી હતી
રાતરાણીની માદક ખૂશ્બુ  રેલાતી હતી...

પ્રેમમાં મગ્ન બે દિલોની એ મીઠી મુલાકાત હતી
આકાશમાથી જાણે અમીવર્ષા વરસતી હતી..

આંખો  હરખના અશ્રુની ધારથી તરવરતી હતી
ચહેરા પર શરમની આછી રેખા ઉપસતી હતી..

અધર પર અધર મળ્યાની અનોખી અનુભૂતિ હતી
ચુંબન ની વર્ષાથી અંતરમાં જાણે  અનેરી તૃપ્તિ હતી...


ડો.સેજલ દેસાઈ
સુરત ?

##*"""""''::''''"""'"'""_"
આજનો શબ્દ : કવન

સુગંધ પારિજાતની ફેલાય છે ઉપવન,
મંદ  ગતિએ લહેરાય છે  મસ્ત પવન ...

પૂર્ણ ચંદ્રમા થકી શોભે છે ગગન,
ચાંદની સંગ હિલોળે ચડ્યું યૌવન !

એકમેકમાં ભળી  વાત કરતાં  નયન ,
એકસાથે ગાઈ  રહ્યા છે પ્રણયનું કવન !

એકમેકનાં સંગાથે વિતાવવું છે જીવન,
પ્રેમ નિભાવવા માટે આપ્યું છે આ વચન !

ડો.સેજલ દેસાઈ
સુરત ?
###*"""""""""""""******"
હેત


તારા હેતની હેલી અનુભવાય છે આજ
મારા અધર પર સ્મિત મલકાય છે આજ

તારા અંતરનો નાદ ઉભરાય  છે આજ
મારા મનમાં સૂર  સંભળાય છે આજ

તારા સપનાંની વાત કહેવાય છે આજ
મારું અંતર મહીં ગભરાય છે આજ

તારા શબ્દોના અર્થ સમજાય છે આજ
મારા જીવનમાં એ સમેટાય છે આજ

તારા સ્નેહનાં સૂર છેડાય છે આજ
મારી આંખોમાં અશ્રુ છલકાય છે આજ

ડો.સેજલ દેસાઈ
સુરત
####*******"""""""""""""

હ્દયમાં તારો ધબકાર બનું હું
જીવનમાં તારો અધિકાર બનું હું

અંતિમ શ્વાસ સુધી રટણ તારું
શ્વાસમાં તારો ઓમકાર બનું હું

સ્મરણ રહે નિરંતર મને તારું
અંતરમાં તારો રણકાર બનું હું

હરપળ સતત તને જ પુકારુ
હોઠોં પર તારો આવકાર બનું હું

યાચના હવે હું માંગુ' સહજ'
રોમેરોમમાં તારો સ્વિકાર બનું હું

ડો.સેજલ દેસાઈ
સુરત ?
####***********,""""

રંગ

પ્રિતનો રંગ તું લગાવી જા...
મનમાં ઉમંગ તું છલકાવી જા !

ઉદાસીની પળ છે અઘરી...
હૈયે હરખ તું જગાવી જા !

જીવન સુકું તરસે હરપળ...
લાગણીની ભિનાશ તું વરસાવી જા !

સૂનો પડ્યો છે દિલનો તંબુરો...
માદક સંગીત તું સંભળાવી જા !

મધદરિયે નૌકા મારી ડગમગે...
અનંત પ્રવાહમાં તું વહાવી જા !

ડો.સેજલ દેસાઈ
સુરત ?
######*"""""”""

સમીકરણ

અટપટા કેવા આ માનવ સ્વભાવના સમીકરણ ;
સંબંધોની આંટીઘૂંટીમાં લાગણીનું અતિક્રમણ !

ઝંખના સ્નેહની મહીં,અંતરપટ અનાવરણ;
વેદના વિરહની, પ્રિયજનનું મનોમન સ્મરણ !

લાગણીઓની શોધમાં સદીઓથી પરિભ્રમણ;
મળે જ્યારે વિસામો, થાય તૃપ્ત અંતઃકરણ !

ડો.સેજલ દેસાઈ
સુરત
######*******