mirracle old tample - 8 in Gujarati Love Stories by Prit's Patel (Pirate) books and stories PDF | રહસ્યમય પુરાણી દેરી - 8

Featured Books
Categories
Share

રહસ્યમય પુરાણી દેરી - 8

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-8

(આગળનાં ભાગમાં જોયું કે મુખીજી અને ગામનાં લોકો બે ખૂનનાં કારણે મણી ડોશીને તડિપાર કરે છે. પરન્તુ મૂર્તિને કલંકિત કરી એટ્લે જીવતી સળગાવી નાંખે છે. હવે આગળ...)

ઢોલી બોલ્યો " મણી ડોશી આવે છે, એક વાર નહીં દરરોજ ગામમાં આવે છે"

મુખી થોડા અચરજમા પડીને બોલ્યા કે "શુ વાત કરે છે ઢોલી તુ?, મણી ડોશીને તો મારી નજર સમક્ષ જ ગામનાં બધાં લોકોએ સળગાવી દીધી હતી. તો પછી તેં ગામમાં ક્યાંથી આવી શકે?

ઢોલી બોલ્યો કે " મણી ડોશી, તમારી જેમ સાધારણ માનવ નથી કે તમે એટલી આશાની થી તેને મૌત આપી શકો. તેને મારવા હોઇ તો મૌતને પણ પરવાનગી લેવી જોઇ."

બધાં નાં મનમાં બહુ વિચારો ચાલી રહ્યાં હતાં ત્યાં અચાનક જ પ્રવીણભાઈ બોલ્યા કે તમે આની વાતુંમાં ક્યાં આવો છો. તેં અત્યાર લગી થોડી જીવતી હોઇ. અને જીવતી હશે તો પણ અત્યાર સુધીમાં ક્યાંક ચાલીને વઇ ગઇ હશે.

ઢોલી બોલ્યો કે વિશ્વાસ નો આવતો હોઇ તો ચાલો મારા સાથે, એને ભાગવું જ હોત તો જ્યારે મુખી જી એ એને તડ઼િપાર કરી ગામની બાહર ત્યારે જ ભાગી ગયા હોત. અને મે કહ્યુ પણ હતુ કે હવે આ ગામને મુકી ચાલ્યા જાવ.

પરન્તુ આ ગામની આવી દશા થાશે એને એવો પહેલેથી જ આભાસ હતો. એટ્લે જ મને કહેતાં હતાં કે એક દિવસ આ ગામને મારી જરુર પડશે. દરરોજ મોડે રાતે મારી હાલચાલ પૂછવા અચૂક આવે જ છે.

ત્યાં જ ગામનો એક માણસ બોલ્યો કે "ઢોલી તુ એને ગામ અંદર કેમ આવા દેશ, તુ પણ એની જેમ જ ગુનેગાર કહેવાય, તુ અનાથ થયો એટ્લે તને ગામ લોકો એ આશરો આપ્યો. અને તું એ ડાકણ ને..."

ઢોલી થોડો ગુસ્સામાં થઈ ગયો અનેં કહ્યુ કે " શું ગામ લોકો મને આશરો આપ્યો, ગામ લોકો  તો મારા ઘરમાં આવે તોય અભણામણ લાગે છે તો તમે શું મને આશરો આપશો. સાચો આશરો તો મણી બા જ મને આપે છે.

થોડા વિચારમાં મગ્ન એવા મુખી જી એ પુછ્યું "પણ ઢોલી તુ એને ગામમાં આવા દેશ એ વાત તો દુર, પરન્તુ તારા ઘરમાં આવા દેશ, તને ખબર જ છે ને કે મણી ડોશીએ તારા માં-બાપ અને કરશન ભગતનું ખૂન કર્યું હતુ."

થોડા આક્રોશમાં આવી ઢૉણીએ કહ્યુ "નાં, આ વાત ખોટી છે, મણી બા એ મને મૌન રહેવાનું નો કહ્યુ હોત તો ક્યારનું કહી દીધું હોત કે  મણિ બા એ તો મારા માં-બાપ ને નથી માર્યા. મણી બા તો મારી માં ને બચાવા આવ્યાં હતા.

બધાં લોકો એકધારું ઢોલીની આંખમાં જ જોઈને બધુ સાંભળી રહ્યાં હતાં. આટલું સાંભળતા બધામાં હલબલી મચી ગઇ.

ત્યાં જ મુખીજી બોલી ગયા કે પરન્તુ મણી ડોશીનાં હાથમાં એ છરી, અને મૂર્તિ ને અપમાનિત કરવાનું તારું એ કારણ બધુ મણી ડોશીએ તો કર્યું હતું. તો કૌન હતુ તારા માં-બાપનુ ખૂની?

પોતાના માં-બાપ ની વાત આવતાં ઢોલી ને સળસળાત ધ્રુજારી ઉપડી જાય છે અને એ સમય આંખ સામે તરવા લાગે છે.

*********/*/*/*/*********

જ્યારે ઢોલી નાનો બાળક હતો અને ગામમાં એક મૂર્તિની સ્થાપના માટે ઉમંગ હતો ત્યારે પોતાના ગામનાં બાળમિત્રો સાથે રમીને ઘરે પોતાની માં ને કહેવા આવ્યો હતો કે,  "માં માં ચાલો ઉત્સવ ચાલુ થઈ ગયો છે."

પંરતુ ઘરમાં બારણાં અંદર પ્રવેશતા જ જોવે છે કે બાપુજી પથારી પર લોહીથી લથપથ પડ્યા છે અને માં ભીત ભરતી પેટ પકડી ને શ્વાસનાં ફૂંફાડા મારી રહી છે ત્યારે તેનાં પગ બારણાંનાં ચોખટ પર જ થંભી જાય છે. અને એક પગલું પણ આગળ વધી શકતો નથી.

પરન્તુ ફૂંફાડા મારતી માં પોતાનો એક હાથ પેટ પરથી લાંબો કરીને પોતાના બાળકને સહેલાવા ઊંચો કરે છે. ત્યાં ઢોલીની આંખોમાં આંસુની ધારા વહેવા લાગે છે અને માઁ ની ચીસકારી કરતો દોડ લગાવે છે. માઁ ની બાજુમાં જઇ પોતાનો હાથ માઁ નાં હાથમાં રાખે છે.

ઊંડા ઊંડા શ્વાસ લેતી ધીરા અને અચકાતા અવાજે વાલજીની  પત્ની એટલું જ કહે છે " બેટા, જલ્દી જઇને મણી બા ને બોલાવી લાવ".

તુરંત ઢોલી ઉભો થઇને મોટા મોટા ડગલાં ભરતો અને આંખમાં આંસુ વહેતો મણી બાનાં ઘરે પહોચે છે. ઢોલી ને ઉત્સવનાં અવાજો કરતા પોતાની માઁનાં શ્વાસનો અવાજ વધું સંભળાય રહ્યો હતો. ઘર અંદર મણી બા એમનાં હિંચકા પર એક પગ ઉપર ગોઠણથી વળેલો અનેં બીજો પગ હિંચકાની નીચે જુલી રહ્યો હતો.

આવી હાલતમાં ઢોલીને જોતાં મણી બા એકદમ ચોકીને ઉભા થઈ ગયા. હાંફતા હાંફતા બને હાથ પોતાના કમર પકડીને ઢોલી પોતાના ઘર તરફ આંગળીના ઈશારા વડે એટલું જ બોલ્યો કે " મારી માઁ, મારી માઁ".

કોઈ પણ સમયનો વિલંબ કર્યા વગર મણી ડોશી ઢોલીની પાછળ દોડ લગાવી. વાલજી નાં ઘર અંદર જઇ પોતાની આંખોને વાલજી ની પત્ની પર સ્થિર કરતા તેની બાજુમાં બેસી ગયા. પોતાના એક હાથને વાલજી ની પત્નીનાં માથા પાછળ રાખ્યો અને બીજો હાથથી એનાં ગાલ પર ધીમે ધીમે થપ્પડ લગાવા લાગ્યા.

વાલજીની પત્નીનાં આખરી શ્વાસો ચાલી રહ્યાં હતાં. થોડી ભાનમાં આવતાં જ વાલજીની પત્ની ફૂલાયેલા શ્વાસે ઉંચી થતી  બોલી કે "મારા બાળકને તમારા હાલે છોડું છું, તમે એને એક બા નો પ્રેમ પૂરો આપજો." અને પછી ઢોલી તરફ જોઈને કહ્યુ કે "બેટા તારું ધ્યાન રાખજે અને બાની વાત માનજે".

યમદૂત વાલજી સાથે ત્યાં જ આસપાસ ફરતો હતો એવો અનુભવ સાથે મણી ડોશીએ ઢોલીને એક ગ્લાસ પાણી ભરી લાવા કહ્યુ. ઢોલી લથોડિયા ખાતો પાણી ભરવા જાઇ છે.

પાણી નો એક ગ્લાસ  હાથમાં રાખી પાછો ફરે છે અને ત્યાં જ ઉભો રહીને હાથમાંથી ગ્લાસ છૂટી જાય છે. વાલજી ની પત્ની પોતાના શ્વાસને વિરામ આપતી દુનિયાથી દુર ચાલી જાય છે. મણી બા પોતાના હાથથી છરી વાલજીની પત્નીના પેટમાંથી કાઢે છે અને ઊભી થઈ બાહર તરફ આવે છે.

ઢોલી ધ્રુસકે ને ધ્રુસકે જોર જોરથી રડવા લાગે છે. ત્યાં જ ગામનાં લોકો આવી પહોચે છે અને મણી બા ને આવી હાલતમાં જોવે છે.

સળસળાત પવનની એક લહેર આવે છે અને ઢોલી પાછો પોતાના ભૂતકાળમાંથી બાહર આવે છે. ઢોલી સાથે ગામનાં લોકોની પણ આંખ ભીની થઈ ગઇ હતી.

મુખી પોતાનુ આંસુ છુપાવતા ઢોલીને નિર્મળ સ્વરે કહે છે કે "તો પછી તારા માઁ-બાપનું ખૂન કેને કર્યું?" ઢોલી એક્દમ ચુપ હતો. ફરી એકવાર મુખી કહે છે ત્યારે ઢોલીએ કહ્યુ કે "એ વાત તો મણી બાને જ ખબર છે."

પ્રવીણભાઈ એ કહ્યુ પણ મણી ડોશી છે ક્યાં? ત્યારે ઢોલીએ થોડો શ્વાસ લઇને પોતાનુ ભૂતકાળ ભુલાવી કહ્યુ કે "ચાલો હુ તમને મણી બા પાસે લઈ જાવ. આવો મારી પાછળ"

ક્રમશ...

કોણ હતુ વાલજી અને તમની પત્નીનું ખૂની?
શુ સાચે મણી ડોશી હજુ જીવતી હશે.?

હવે આગળ જાણવા માટે બન્યાં રહો મારી રહસ્યમય પુરાણી દેરી નાં રહસ્ય અને રોમાંચક સફર સાથે.


પ્રિત'z...?

૯7૩7૦1૯2૯5