friends in Gujarati Fiction Stories by Bindu Trivedi books and stories PDF | દોસ્તી - 2

Featured Books
  • कडलिंग कैफ़े

    “कडलिंग कैफ़े”लेखक: db Bundelaश्रेणी: समाज / व्यंग्य / आधुनि...

  • पारियों की कहानी

    पारियों की कहानीएक छोटा सा गाँव था, जहाँ के लोग हमेशा खुश रह...

  • Love Story

    𝐎𝐧𝐥𝐲 𝐃𝐞𝐬𝐢𝐫𝐞 एक इनोसेंट लड़के की कहानी वो लड़का मासूम था......

  • अंश, कार्तिक, आर्यन - 6

    वो जब तक बाहर बैठा आसमान को निहारता रहा ।आसमान के चमकते ये स...

  • A Black Mirror Of Death

    Crischen: A Black Mirror Of DeathChapter एक – हवेली का रहस्य...

Categories
Share

દોસ્તી - 2

                      મેહુલ  મેઘા ને જતી જોઈ રહ્યો. પહેલાં તો મેઘા આવી રીતે કયારેય ચાલી ગઈ  ન હતી.મેહુલ  ને ગુસ્સો આવ્યો. વેઇટરને બિલ ચૂકવી બહાર નીકળ્યો. મેઘા ની બિલ શેર કરવા ની આદત ગઇ ન હતી,તે હમેશા કહેતી છોકરા- છોકરી મા કોઈ ફર્ક ન હોય તો છોકરીઓ એ ખોટો લાભ શું કામ લેવો.વિચાર માં  ને વિચાર  માં ઘર તરફ નીકળી ગયો. 

મેઘા  ને રેસ્ટોરન્ટ માં મમ્મી નો ફોન આવ્યો હતો.  ઘરમાં જરા ચઠભડ થઈ ગઈ હતી. મેઘા ના ફૈબા રમાબેન તેમની સાથે રહેેેેતા હતા,ઘર મેેઘા ની મમ્મી આરતી  બેન નુું કશું ચાલતું નહી.રમાબેન ને પૂછયા વગર ઘર નું પત્તૂ હલતું નહિ .રમાબેન વાત વાત માં તેને અહેસાન જતાવતા કે ભાઇ ને મદદ કરવા પોતે  ભાઇ થી મોટા હોવા છતાં લગ્ન કરયા નહતાં. વાત જરા જુદી જ  હતી. હૃદય ભંગ  નો મામલો હતો, આરતી બેન  સમજતાં પણ ચૂપ રહેવામાં ઘરની શાંતી જોતા.

આરતી બેન ની તબિયત લથડી હતી, તે જોતા મેઘા એ એક કામકાજ માં મદદ કરવા એક બાઇ રાખી હતી. બાઇ બંગાળી હતી,તે કામ કરવા આવતી ત્યારે તેની  પાંચ વષઁ બાળકી હતી.
 રેશ્મા પોતાની બાળકી ગુલાબી ને સાથે લાવતી. વિધવા હતી બિચારી. તે વાત પર રમાબેન ચઠભડ કરતાં રહેતાં. 

 મેઘા એ ગભરાટમાં ઘરમાં પગ મૂક્યો. ઘરમાં તૌફાન પછીની શાંતિ હતી. મેઘા એ ચૂપચાપ રુમમાં જઇ કપડાં બદલી પલંગ પર પડી. મેહુલ વિશે વિચારવા લાગી. શું વાત કરવી હશે બિચારા ને.હાથ માં ફોન લીધો ત્યા ધૂવાફૂવાં થતાં રમાબેન અંદર આવ્યા. "હાલ ચાલી આવી છે, હજી ધારણી નથી કે હજી વાત કરવી છે. " મેઘા સારી રીતે જણાતી હતી કે રમાબેન ને મેહુલ જરાપણ ગમતો  ન હતો." ઓકે, ફૈ નહિ વાત કરું  .પણ વાત  શું છે?" મેઘા રમાબેન ને સારી રીતે ઓળખતી હતી. તેમની આદત મુજબ જયારે પણ તે વાંક માં હોય ત્યારે  પોતાની સફાઈ પહેલાં આપી દેતાં. રમાબેન રામકહાણિ શરૂ કરી, "હૂ મારા લાલાની પૂજા કરી ઊઠી જ હતી ત્યા તો ગુલાબી માઁ, માઁ કરતી આવી ને ચોંટી પડી." મેઘા ને મામલો સમજાણો.એક જ પળ માં આરતી બેન રૂમ માં પ્રગટ થયાં.   સમાન્ય સંજોગમાં ચૂપ રહેનારા આરતી બેનથી આજે ચૂપ ન રહેવાણુ, "તો શું હાથ ઉપાડવાનો?" મેઘા આશ્ચર્ય થી  રમાબેન ને તાકી રહી ને ગુસ્સા માં બોલી,"ફૈ,આટલી નાની છોકરી પર હાથ કેવી રીતે ઉપાડી શકાય?" રમાબેને  પોતાની ભૂલ  સમજાઈ ગઈ હતી. પોતાના બચાવમાં માં  કહેવા લાગ્યા, " મને કોઈ માઁ કહે તે મને પસંદ નથી. થોડુ વધારે થઈ ગયું  પણ કાલે ગુલાબડી માટે ચોકલેટ લઇ આવીશ. "            

મેઘા એ રમાબેન ને સમજાવતા કહયું, "ફૈ,તે હજી નાની છે, બધાને માઁ કહે છે,મમ્મીને, મને બધાને. બંગાળી લોકો તો પોતાની દીકરીને પણ માઁ  કહેછે." રમાબેને કહયું, "આજ વાત તો કોક દિ ભારે પડશે. "મેઘા વાત નો અંત લાવવા રમાબેન ના ગળે વળગી પડી. ફૈબા  દિકરી નો પ્રેમ જોઈ આરતી બેન ઉભા થઈ  બહાર નીકળીને કામે વળગ્યા. રમાબેને કહેલી વાત નો ભાવિ નો અણસાર સમજ્યા વગર. 

રમાબેને મેઘા ની પૂછપરછ આદરી "શું કહેતો તો પેલો મેહુલીયો?" મેઘા એ હસીને જવાબ આપ્યો, "ફૈ,કંઇ નહિ, આતો ઘણા વખતે આવ્યો છે ને એટલે અમસ્તા જ મળ્યા હતા." રમાબેને વાત આગળ વધારતા કહ્યું, "જો જે આ છોકરો તને બરાબર ઉલ્લુ બનાવી જશે." હવે મેઘા થી  ન રહેવાણુ, " શું ઉલ્લુ. ફૈ કેટલી વાર કહયું કે અમે ફક્ત દોસ્ત છીએ. " " બધી  ખબર છે તમારી દોસ્તી " રમાબેન ઊભા થઈ બબડતાં બબડતાં રુમ ની લાઇટ બંધ કરી. 

મેહુલ પોતાના ઘરમાં આંખ બંધ કરીને મુસ્કૂરાય રહ્યો  હતો.તેના સપના ની રાણી એ સપના માં દસ્તક દીધી હતી.