Chis - 10 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ - 10

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ચીસ - 10

(હિન્દી હોરર સ્ટોરી "વો કોન થી" ને ડાયરેક્ટ આવતા રવિવારે વાંચો માતૃભારતી ઉપર..)

(કોઈ અજાણી જ ગુફાના ગર્ભગૃહમાં પ્રવેશી ગયેલો પીટર એક મહા તપસ્વી સાધુને જઈ મળે છે. પોતાના પ્રાણોની રક્ષા માટે સાધુ પુનઃ પિટરને હવેલીના માયાવી માહોલમાં પ્રવેશી ભૈરવની મૂર્તિ વાળા શાહી ખંડની ભીતરે સચવાયેલા તાબૂત ને ખોલી તેમાંથી સિયારસિંગી લઇ આવવાનુ સૂચન કરે છે. એ સિયારસિંગી જ પીટરનો જીવ બચાવી શકે છે એવુ એના મનમાં ઠસાવવામાં સફળ થાય છે. હવે આગળ)
----------

ભેંકાર રાત્રિના અણધાર્યા ભ્રમણ પછી ભાગવાનુ હવે પીટરમાં જોમ રહ્યુ નહોતુ.
પોતાના મિત્રોની દુર્દશા જોયા પછી પિટરનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
વરુઓને જરા સરખો પણ અણસાર જાય તો પલક વારમાં એને જીવતો ફાડી ખાય એમ હતાં.
હવેલીની ભીતર જવું હતું કોઈ પણ હિસાબે હવેલીના શાહી ખંડમાં રહેલું તાબૂત ખોલી પેલી શિયારસીંગીને હસ્તગત કરી લેવી હતી.
મુઠ્ઠીમાં આવે એવા ચાર-પાંચ પથ્થરો લઈ પીટર લપાતો-છુપાતો એક વૃક્ષ પર ચડી ગયો.
મોત જ્યારે નજર સમક્ષ તાંડવ કરતું હોય ત્યારે નશાનો પ્રભાવ ગાયબ થઈ જાય છે.
પોતાના મિત્રોએ આપેલી અંગ્રેજી દારૂની બોટલ ગટગટાવી ગયેલો પીટર જરા પણ સંતુલન ગુમાવ્યા વિના ચપળતાથી વૃક્ષ પર ચડી બેસેલો.
વૃક્ષ ઉપર નિશાચર પક્ષીઓએ રાડારોળ કરી હતી.
પવનના વેગને કારણે હાલકડોલક થતી એક મજબૂત ડાળ ઉપર એ બેઠો.
પથ્થરને હાથમાં લઇ એણે સીધો વરૂઓના ટોળા ઉપર ઘા કર્યો.
એક વરુને પથ્થર વાગતા એણે લાશ પર મોઢુ મારવાનું પડતું મૂકી આસપાસ જોયું.
તરત જ પીટરે બીજા પથ્થરનો ઘા કર્યો.
ઘબ્બ કરતા પથ્થરના અવાજથી વરુઓ સતર્ક થઈ ગયાં.
ત્યાર પછી પીટરે જે દ્રશ્ય જોયું એ રુવાટાં ઊભા કરી નાખે એવું હતું.
બંને મૃત શરીરોને ચૂંથી રહેલા બે વરૂઓ ગરદનના ભાગેથી લાશોને પોતાના જડબામાં જકડી લઈ જંગલ ભણી ભાગ્યા.
જોતજોતામાં ભારેલા અગ્નિ જેવી તગતગતી આંખોવાળા વરૂઓનુ ટોળું કાળોતરા અંધકારમાં આંગળી ગયું.
પીટર સંભાળીને ઝાડ પરથી નીચે ઊતર્યો.
ગજવામાં હાથ નાખી પેલા તાબૂતની અઘોરીએ આપેલી સ્ટારવાળી ચાવી જોઈ લીધી.
ગોરી સ્ત્રીના સ્વરૂપનું હવેલીમાં જે દ્રશ્ય એને જોયું હતું તે એની આંખો આગળ ભમતું હતું.
છતાં પણ જીવ મુઠ્ઠીમાં લઈ પીટરે હવેલીમાં ડગમગતાં પગલાં માંડ્યાં.
આખી હવેલી ધણધણી ઊઠી હોય એમ એને લાગ્યું.
ડરતાં ફફડતાં પીટરે આસપાસ જોઈ લીધું.
પળનોય વિલંબ કર્યા વિના એણે ઉતાવળા પગલે હવેલીમા પ્રવેશી દોટ મૂકી.
હવેલીની લાંબીમાં સૂનકાર વ્યાપેલો હતો. એનો જીવ તાળવે ચોંટેલો હતો ક્યાંક થી અચાનક કોઈ આવી ગળચી દબાવી દેશે એવો છુપાભય રૂપિ અંદેશો એના મનો મસ્તિષ્ક પર કબજો જમાવી બેઠો હતો.
પીટર વારંવાર મોબાઈલની ટોર્ચ નાખી પાછળ જોઈ લેતો હતો.
પોતાનાં પગલાં દાબી કોઈ ચાલતું હોય એમ એને લાગ્યુ.
લાંબી ની લાઈટો બંધ ચાલુ થતી હતી ઘડીભર પહેલાં સર્જાયેલી રહસ્યમયી ઘટનાઓ પછી અત્યારે નરી શાંતિ પ્રવર્તતી હતી. એ ધટનાઓથી પીટર અનભિજ્ઞ હતો.
પીટરને એવું લાગી રહ્યું હતું તપસ્વી બાબાની વાતોમાં આવીને કોઈ મોટી ભૂલ તો નથી કરીને જો એ ગર્ભગૃહના મંદિરનો તપસ્વી કપટ કરી રહ્યો હશે તો બચવું મુશ્કેલ હતું
પીટર એક વાત સારી પેઠે સમજી ચૂક્યો હતો કે હવેલીમાં પ્રવેશેલા એના ચારેય મિત્રો હવે જીવિત નહોતા.
આટલા સમયથી નોકરી કરવા છતાં એને આ પહેલાં હવેલીના આવા અજીબો-ગરીબ રહસ્યનો સાક્ષાત્કાર થયો ન હતો. પરંતુ આજે જે દિલધડક દ્રશ્યો એની નજર સમક્ષ આવ્યાં એ જોઈ પીટર ભીતરેથી હલબલી ગયો હતો.
હવેલીમાં કંઈક તો હતું જ નહીતો સો જણને ભારે પડે એવા એના બાહુબલી મિત્રો હવેલીમાં પ્રવેશ્યા પછી આમ હતાં ન હતા કેમ થઇ ગયા..?
પૂરી સતર્કતા અને સભાનતા સાથે આગળ વધી રહેલો પીટર ખૂબ ડરી ગયો હતો.
માર્થાનો પ્રેમાળ ચહેરો એની આંખોમાં તરવરી ઉઠ્યો.
હોસ્પિટલમાં સેવા આપી નિવૃત થયેલી માર્થા એને જીવની જેમ સાચવતી હતી. પોતે જાણતો હતો એના સિવાય કોઈ ન હતું આ ફાની દુનિયામાં માર્થાનુ..
પોતાને કંઈ થઈ જાય તો એના પર તૂટી પડનારા આભની કલ્પનામાત્રથી એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
એને યાદ આવ્યું એકવાર દારૂના નશામાં ધૂત થઇ આવેલો જોઈ માર્થા એ કહ્યું હતું.
" પીટર અગર તુમ યે દારૂ છોડ દેતા હે ના ડિયર.. તો મૈ તેરા લાઈફ ટાઈમ ગોડ કી તરહ સ્તુતિ કરેગા.. ગોડ કી કસમ ખાતા હૈ મૈ..! તુમ દારૂ મે ક્યો અપની life ખતમ કરતા હૈ બાબા..?
પીટરને સમજાવતાં એની આંખો સજળ બની ગઈ હતી.
માર્થાની યાદોને વાગોળતો પીટર આગળ વધી રહેલો. પીટર ફર્શ પર લાલ ચોળ પ્રવાહીનો ડાઘો જોઈ ઊભો રહી ગયો.
અનાયાસે જ એનાં પગલાં એ તરફ વળ્યાં . એક મોટા સ્તંભ જોડે વિસ્તરેલા ઘટ્ટ લાલ પ્રવાહીને આંગળીઓ લગાવી સ્પર્શી જોયું. પીટર સમજી ગયો કે કોઈનું લોહી રેડાયું છે જરાક નજર આગળ જતા લોહીના લિસોટા દેખાયા જાણે કોઈને ઢસડીને લઇ જવાયુ ન હોય..!
મીટરના શરીરમાં કમાટી વ્યાપી વળી પોતાના ચારેય મિત્રો માંથી કોઈ એકનું લોહી હોવાનું એને અનુમાન લગાવ્યું.
જે તરફ લિસોટા ગયા હતા ત્યાં પીટરને આગળ વધવાની જરા પણ ઇચ્છા કે હિંમત નહોતી બસ અહીંથી ત્રીજો ખંડ ભૈરવની મુખાકૃતિ વાળો શાહી ખંડ હતો.
પહેલો જ એવો તબક્કો હતો કે હવેલીમાં કોઈ પ્રાણઘાતક શક્તિ હોવાનું પીટરને પ્રતીત થયું. તપસ્વી બાબાની વાત ખોટી નહોતી શાહજાદા નવાબ અને શાહીનની આત્માઓએ ભયાનક ષડયંત્ર રચી પોતાને ભરમાવ્યો હતો. અને અત્યારે હવેલીમાં એ આત્માઓ આઝાદ બની મોતનું તાંડવ ખેલી રહી હતી પેલી અંગ્રેજ યુવતી અને સુખાના શરીર પર હાવી થઈ બહાર નીકળેલી આત્માઓ ગમે તે ઘડીએ હવેલીમાં પુનઃ પ્રવેશી પોતાના કાર્યમાં અડચણ ઉભી કરી શકે એમ હતી. પોતાના ઉપર દેખીતું જોખમ તોળાઈ રહ્યું હતું.
પોતાના મિત્રોના ભયાનક મોતનું પ્રમાણ મળી ગયા બાદ હવે હવેલીમાં વધુ ટાઈમ વેસ્ટ કરવો મતલબ જાણીજોઈને કૂવામાં કૂદકો લગાવવા જેવું હતું.
અંધારી હવેલીમાં સૂનકાર વ્યાપેલો હોવા છતાં કળી શકાતું હતું જાણે કે હવેલીના તળ નીચે કોઈ શ્વસી રહ્યુ હતુ. જેના શ્વાસોશ્વાસના ભણકારા પીટરને ઘેરી વળ્યા.
ખૂબ જ સતર્કતાથી ચાલી રહેલો પીટર વિચારોમાંને વિચારો માં પેલા શાહી કમરા સુધી પહોંચી ગયો.
જ્યાં દરવાજાની ઉપરના ભાગે દિવાર માં ભૈરવની મુખ પ્રતિમા સ્થિત હતી.
એની સમજમાં આજ લગી એ વાત નહોતી આવી કે એક મુસ્લિમ રાજાએ પોતાની હવેલીના શાહી ખંડના મુખ્ય દ્વાર ઉપર ભૈરવની મુખાકૃતિ શા માટે દિવારમાં પ્રસ્થાપિત કરી હશે..?
ભૈરવની મુખાકૃતિ વાળા શાહી ખંડ સામે પહોંચવામાં પીટરને ઘણી માનસિક યાતનાઓ સહેવી પડી ખૌફના ભારણ હેઠળ એનું મન મૂંઝારો અનુભવી રહ્યું હતું.
બધા જ સવાલોને નજર અંદાજ કરી એને એ રહસ્યમય આલીશાન ખંડના ડોરના ડોર તરફ આગળ વધ્યો.
એ સમયે હવેલીની બહાર કૂતરાઓએ જોરથી રડવાનું ચાલુ કરી દીધું હતું.
પોતાના કામને પરિપૂર્ણ કરવાના નિર્ધાર સાથે એને શાહી ખંડનું ડોર લોક ખોલ્યું.
દરવાજાની ઉપર રહેલી ભૈરવની મુખાકૃતિની આંખો તગતગી પીટરને જોઈ રહી હતી.
પિટર ખંડમાં પ્રવેશ્યો ત્યારે અચાનક બેચાર ચામાચીડિયાં ફફડાટથી એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.
શાહી ખંડનું અંધારું જાણે એને ગળી જવા માગતુ હતુ. પીટરે મોબાઇલ ટોર્ચ વડે ડરતાં ડરતાં ચારે બાજુ ભીતરે નજર નાખી.
ખોળામાં એક જગ્યાએ લાકડાનુ ચમકદાર આઠ ફૂટ લાંબુ તાબૂત દેખાયું.
મચ્છરો બણબણતા હોય એવો ગણગણાટ આખા ખંડમાં વ્યાપી વળ્યો હતો.
ધારિયા તલવારો ભાલા ઢાલો જેવાં હથિયારો અને પંચધાતુનાં દુર્લભ બર્તનો ચમકતાં હતાં.
જગ્યાએ જગ્યાએ કરોળિયાના જાળાં નજરે પડી રહ્યાં હતાં.
મનમાં ગભરાહટ પગપેસારો કરી રહ્યો હતો. પીટર ડગમગતો તાબૂતની પડખે આવી ઊભો રહ્યો.
તાબૂત ઉપર ભૈરવના મસ્તકની એવી જ માથા ની મૂર્તિ હતી જેવી વિશાળ મૂર્તિ પીટર પર્વતના ઢોળાવ પર ગુફાના મંદિરમાં જોઈ હતી.
ભૈરવના મુખની મધ્યમાં સ્ટાર આકારનું લોક હતું.
જેની key અત્યારે અનાયાસે જ ગજવામાં સરી ગયેલા પીટરના હાથમાં સળવળી રહી હતી.
મરણમૂડીની જેમ એને સ્ટાર key ને સાચવી હતી.
તાબૂત ની ભીતરે કોઈ ખજાનો હોવાની અટકળ ના વિચારને પિટરે હાલ પૂરતો મગજના વિન્ડોમાંથી આઉટ કરી મુક્યો.
પીટરે ધ્રુજતા હાથે key ને હાથમાં લીધી.

તાબૂતમાં એવું તે શું હતું કે તપસ્વી બાબાએ પીટરને ફરી મોતના મુખમાં ધકેલી દીધો હતો.?

 


(ક્રમશ:)