Black eye - 6 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ પાર્ટ - 6

Featured Books
Categories
Share

બ્લેક આઈ પાર્ટ - 6

બ્લેક આઈ પાર્ટ - 6

Sorry , રીડર આગળ ના બંને પાર્ટ નાના લખાયા છે તે બદલ પરંતુ મારે થોડું workload હોવાથી તે પાર્ટ લંબાવી ન શકી . જે માટે રિવ્યૂ પણ કોમેન્ટ બોક્સ માં જોવા મળ્યા . હવે બની શકશે ત્યાં સુધી સ્ટોરી લાંબી લખાય તે માટેની ટ્રાય કરીશ , અને thank you આ સ્ટોરી ને પણ મારી પહેલી સ્ટોરી માનન ની મિત્રતા જેવો સપોર્ટ આપવા માટે .,,

દ્રષ્ટિ મૂળ તો ગોવા ની હતી પરંતુ તેને પોતાના પગ પર ઉભા રહેતા રહેતા કોલેજ કરવી હતી . આથી તે મુંબઈ ની કોલેજ એડમિશન લેવા માંગતી હતી . તેના પપ્પા જોની ડિસોઝા એ ઘણું સમજાવી કે અહીંની કોલેજ માં એડમિશન લે પણ દ્રષ્ટિ ને મુંબઈ ની લાઈફ જોવી હતી , આથી તેને ગમે તેમ કરીને તેના પપ્પા ને પટાવી લીધા .

તેને મુંબઈ ની જોસેફ કોલેજ માં એડમિશન લીધું . આ કોલેજ મુંબઈ ની કેટલીક જાણીતી કોલેજ માં આવતી હતી . આથી અમરે પણ તેજ કોલેજ માં એડમિશન લીધું હતું . દ્રષ્ટિ નાનપણ થી જ ફેશન ડિઝાઈનર બનવા માંગતી હતી . આથી તેને ફેશન ડિઝાઈનિંગ માં એડમિશન લીધું હતું . જયારે અમર પહેલા થી જ પોલીસ ફોર્સ માં જોડાવા માંગતો હતો . તેને b .com માં એડમિશન લીધું હતું .

તેમની પહેલી મુલાકાત પણ ઇન્ટરેસ્ટિંગ હતી . તેમની કોલેજ જેટલી મોટી હતી , એવી મસ્ત તેમની કેન્ટીન હતી , ત્યાં સેલ્ફ સર્વિસ હતી . કાઉન્ટર પર પૈસા જમા કરાવી બાજુ માં ટેબલ હતું ત્યાં કુપન આપવાનું અને તેમનો ઓડૅર લઇ લેવાનો . તે બંને ની મુલાકાત ત્યાં ટેબલ પર જ થઇ હતી . તે બંનેનો ઓડૅર સેમ હતો વેજિટેબલ સેન્ડવિચ with કેપેચીનો . જેવો તેમનો ઓડૅર આવ્યો બંને સાથે લેવા ગયા અને તેમનું માથું એકબીજા સાથે ટકરાય ગયું . તેઓ માથા માં હાથ ફેરવતા ફેરવતા એક બીજા ને sorry કહ્યું . ત્યાં જ કાઉન્ટર પાસે ઉભેલો માણસ બીજો ઓડૅર પણ લઇ આવ્યો . દ્રષ્ટિ અને અમર નું ધ્યાન ત્યાં ગયું અને તેમને સમજાય ગયું કે બંને નો ઓર્ડર સેમ હોવાથી બંને લેવા ઉતાવળા થયા હતા .

અમર : સોરી , મારુ ધ્યાન ન હતું .

દ્રષ્ટિ : it 's ok

અમર : hii ! i am અમર ,b .com first year સ્ટુડન્ટ .

દ્રષ્ટિ : hii ! i am દ્રષ્ટિ . ફેશન ડિઝાઇનિંગ સ્ટુડન્ટ .

અમર : nice to meet you , byy મારા ફ્રેન્ડ મારી માટે વેઇટ કરે છે .

દ્રષ્ટિ : sem hear , byy મારા પણ ફ્રેન્ડ મારી રાહ જોવે છે .

બંને ત્યાંથી પોતપોતાનો ઓડૅર લઈને તેમના ફ્રેન્ડ પાસે ચાલ્યા ગયા પણ બંને એ દિલ નો એક એક ટુકડો એક બીજા ને આપી દીધો હતો . તે પણ અજાણતાં જ . ત્યાર પછી તો બંને ઘણી વાર એકબીજા ની સામે આવી જતા અને એક ફોર્મલ સ્માઈલ એકબીજા ને આપી દેતા .

તેમની બીજી અને એમ જોવા જઈએ તો સાચી મુલાકાત તો લાઈબ્રેરી માં થઇ હતી . બંને ને પહેલેથી જ વાંચવા નો ગાંડો શોખ હતો . તેઓ અલગ - અલગ સબ્જેક્ટ વાંચતા રહેતા હતા . તેમની કોલેજ ની લાઇબ્રરી પણ અત્યાધુનિક હતી . ત્યાં બધા ડીપાર્ટમેન્ટ ના સબ્જેક્ટ થી લઈને દુનિયા ના મોટા ભાગના વિષયો ના પુસ્તકો હતા . અમર ને શાયરી વાંચવાનો ગાંડો શોખ હતો અને એમાં સાહિર લુધિયાનવી તેના ફેવરિટ શાયર હતા . એક દિવસ ફ્રી લેક્ચર માં તે બુક લેવા લાઇબ્રરી માં ગયો . તેને જે બુક વાંચવી હતી તે allready કોઈ લઇ ગયું . આથી હતાશ વદને પાછો ફરતો હતો ત્યાં જ પાછળથી લાઇબ્રરીયન નો અવાજ આવ્યો તમારે બુક જોઈછે , તે રીટર્ન કરવા આ મેડમ આવ્યા છે . તો બુક જોઈએ તો લેતા જાવ . અમરે પાછળ ફરીને જોયું તો તે દ્રષ્ટિ હતી . અમર ને તરત જ કેન્ટિનવાળી મુલાકાત યાદ આવી ગઈ અને વિચારવા લાગ્યો મારી અને આની પસંદગી કેટલી સીમિલર છે .

અમર અને દ્રષ્ટિ ની દોસ્તી પ્રેમ માં કેવી રીતે તબદીલ થાય છે , આગળ તેમની મુલાકાત નો સિલસિલો કેવી રીતે ઝારી રહે છે , તે જોવા માટે વાંચતા રહો બ્લેક આઈ .