Vikruti - 46 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-46

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-46

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-46
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
    ‘જે વ્યક્તિને તારી નથી પડી એવી વ્યક્તિ પાછળ તારો સમય બગાડવાનું છોડી દે વિહાન’ એમ કહી ખુશી વિહાનને સિંગાપોર જવાની ચોખ્ખી ના પાડે છે,વિહાન પોતાની કેબિનમાં બેઠો હોય છે ત્યારે દ્રષ્ટિ આકૃતિની બીમારીના સમાચાર આપે છે.વિહાન કોઈને કહ્યા વિના દહેરાદુન જવા નીકળી જાય છે.. હવે આગળ..
“આકૃતિ…..”વિહાનનો અવાજ ફાટી ગયો,એ દિશાશૂન્ય બની ગયો અને બેભાન થઈ ગયો,બાજુમાં દ્રષ્ટિ ઉભી હતી એણે વિહાનને ઝાલી લીધો.
     થયું એમ હતું કે,
       વિહાન અને દ્રષ્ટિ વિક્રમના ઘરે ગયા હતા,વિક્રમના મમ્મીએ માંડીને બધી વાત કહી,
‘આકૃતિ અને વિક્રમ હરિદ્વાર ફરી આવ્યા હતા.બંને ખુશ દેખાતા હતા,માત્ર બહારથી જ.વિક્રમના મમ્મીએ વિક્રમને તેનું કારણ પૂછ્યું ત્યારે વિક્રમે આકૃતિની બીમારી વિશે કહ્યું હતું અને આકૃતિને સિંગાપોર લઈ જઈ જવાની ઈચ્છા પણ જણાવી હતી.વિક્રમે એમ કહ્યું હતું કે આકૃતિ અને વિહાનનો પ્રેમ પવિત્ર છે પણ આકૃતિ વિહાનને દુઃખી કરવા નથી ઇચ્છતી અને પોતે આકૃતિને પસંદ કરતો હોવાથી આકૃતિ સાથે લગ્ન કરવા ઈચ્છે છે.
     ભોળાનાથની મહેરબાનીથી એક વર્ષમાં આકૃતિની બીમારી પર કાબુ મેળવાય ગયો. ધીમે ધીમે આકૃતિ વિહાનને ભૂલતી ગઈ અને બંને સાથે ખુશ રહેવા લાગ્યાહવે બંને લગ્ન કરવાની તૈયારી કરે છે.’
       વિક્રમના મમ્મીની વાત સાંભળી વિહાન અંદરથી તૂટી ગયો હતો પણ બહારથી એણે પુરી સ્વસ્થતા જાળવી હતી અને હસતાં ચહેરે દ્રષ્ટિ સાથે વિક્રમના ઘરેથી નીકળી ગયો હતો.
     દ્રષ્ટિએ વિહાનને સિંગાપોર જવાની વાત કરી પણ વિહાન હવે આકૃતિને મળવા નોહતો ઇચ્છતો. બાવજીની વાતો પણ તેને બેબુનિયાદી અને બકવાસ લાગી.એટલામાં જ 62 વાળા નંબર પરથી વિક્રમનો કૉલ આવ્યો.એ રડતો હતો.
“શું થયું વિક્રમ?”વિહાને પૂછ્યું.
“આકૃતિ..વિહાન…”ડૂસકાં લેતાં લેતાં વિક્રમે કહ્યું, “આકૃતિને એટેક આવ્યો છે હું તેને હોસ્પિટલ લઈ આવ્યો છું”કહેતાં વિક્રમ જોરજોરથી રડવા લાગ્યો.
“આકૃતિને કંઈ નહિ થાય વિક્રમ,હું આવું છું ત્યાં”વિહાને પણ ગળગળા અવાજે કહ્યું.
“ના વિહાન”એકાએક વિક્રમનો અવાજ ઊંચો થઈ ગયો, “તારા કારણે જ આકૃતિની આ હાલત થઈ છે, તું એની લાઈફથી દૂર હતો ત્યાં સુધીમાં એ ખુશ હતી,તારી વિશેની વાતો સાંભળીને જ એની હાલત આવી થઈ ગઈ છે. મહેરબાની કરીને તું એનાથી દૂર રહે,જો તું એને ખુશ જોવા માંગતો હોય તો કોઈ દિવસ એની સામે ના આવતો અને ખુશી દ્વારા તારી વાતો વારંવાર યાદ અપાવી તેને હેરાન ના કરતો વિહાન”
       વિક્રમનો કૉલ કટ થઈ ગયો.
“આકૃતિ…..”વિહાનનો અવાજ ફાટી ગયો,એ દિશાશૂન્ય બની ગયો અને બેભાન થઈ ગયો,બાજુમાં દ્રષ્ટિ ઉભી હતી એણે વિહાનને ઝાલી લીધો
***
    ખુશી પરેશાન હતી, વિહાનને કૉલ નોહતો લાગતો અને દ્રષ્ટિ પણ ખોટું બોલતી હતી.અંતે ખુશીએ વિક્રમના મમ્મીને કૉલ કર્યો.દ્રષ્ટિ તેના ઘરે ગઈ હતી એ વાતની પૃષ્ટિ કરી અને પછી વિક્રમને કૉલ કર્યો.
“હાય વિક્રમ,આકૃતિને કેમ છે?”ખુશીએ પૂછ્યું.
    વિક્રમ ફિક્કું હસ્યો, “એ તો ખુશ છે બસ વિહાનને યાદ કર્યા કરે છે”
“તે દ્રષ્ટિને કેમ મારા ઘરનું સરનામું આપ્યું?એ અહીંયા સુધી પહોંચી ગઈ તો?”વિક્રમે પૂછ્યું.
“તો શું?એને પણ ખબર પડી જશે”
“શું બકે છે તું?”વિક્રમે ગુસ્સામાં કહ્યું, “તે સરનામું આપ્યું જ શા માટે?”
“એ મને ખરી ખોટી સંભળાવતી હતી,તો મેં સરનામું આપી જાતે જ બધી વાતો જાણી લેવા કહ્યું.મને લાગ્યું એ નહિ જાય પણ મને લાગે છે એ તારા સુધી પહોંચ્યા વિના અટકશે નહિ”
“હા એ પહોંચશે અને પાછળ પાછળ વિહાન પણ”વિક્રમે એ જ ગુસ્સામાં કહ્યું.
“હા જો મેં એટલા માટે જ કૉલ કર્યો છે”ખુશીને કૉલ કરવાનું કારણ યાદ આવ્યું, “વિહાન અમદાવાદમાં નથી,મને લાગે છે એ પણ..”
“શું વાત કરે છે? તો તો ખોટું થઈ રહ્યું છે, આપણે બંને જે વાત છુપાવી રહ્યા છીએ એ રાઝ એ જાણી જશે તો?”
“કંઇક કર યાર,હું વિહાનને ગુમાવવા નથી ઇચ્છતી”
“હું કંઈક કરું છું તું શાંતિ રાખ”કહી વિક્રમે કૉલ કટ દીધો.થોડીવાર વિચાર કર્યા બાદ તેણે ઘરે ફોન જોડ્યો.વિહાન ઘરે આવે તો શું વાત કહેવી એ તેની મમ્મીને સમજાવી દીધું.
     વિક્રમની મમ્મીએ પણ એ જ નાટક ભજવ્યું જે દ્રષ્ટિ સામે ભજવ્યું હતું. વિહાન અને દ્રષ્ટિ નીકળ્યા એટલે વિક્રમના મમ્મીએ વિક્રમને પુરી ઘટના સંભળાવી.
       ત્યારબાદ વિક્રમે પોતાના પ્લાનને એક કદમ આગળ લઈ ગયો અને વિહાનને કૉલ કર્યો.ખોટા અને મોટા મગરમચ્છ જેવા આંસુ વહાવી વિહાનને જાળમાં ફસાવી લીધો.ત્યારબાદ તેના પર જ બ્લૅમ કરી આકૃતિ દૂર રહેવા ઇમશનલ બ્લૅકમેઈલ કર્યો.
     હવે વિક્રમનો રસ્તો સાફ હતો.આકૃતિને મળવાની ઇચ્છા હોવા છતાં હવે વિહાન આકૃતિને મળવાની ઝંખના છોડી દેશે એમ વિચારી વિક્રમ ખુશ થતો હતો.તેણે ખુશીને કૉલ લગાવ્યો.ખુશી પણ વિક્રમના કૉલની જ રાહ જોઇને બેઠી હોય એમ પહેલી રીંગે તેણે કૉલ રિસીવ કર્યો.
“શું થયું વિક્રમ?”
“તારી ધારણા સાચી ઠરી,વિહાન અને દ્રષ્ટિ મારા ઘરે ગયા હતા પણ મેં બધું સંભાળી લીધું છે”વિક્રમે પુરી ઘટનાની કથની સંભળાવી અંતે ખુશીની ખેંચતા કહ્યું, “હવે લગ્નની તૈયારી શરૂ કરી દે”
“હા એ તો છે જ,તે વિહાનને જે રીતે કહ્યું છે એ પરથી મને નથી લાગતું કે હવે એ આકૃતિને મળવા વિશે વાત કરશે”
                    ***
       વિહાન અને દ્રષ્ટિ દહેરાદુનથી પરત ફર્યા તેને બે દિવસ વીતી ગયા હતા.વિહાને ખુશીને મળીને અઠવાડિયામાં બે વાર પોતાનું દિલ ઠાલવ્યું હતું. ‘હવે એ આકૃતિ વિશે કોઈ દિવસ ચર્ચા નહિ કરે’ એવું વચન ખુશીને અને પોતાની જાતને આપ્યું હતું.એ જ વચનનું પાલન કરતાં વિહાને પોતાનું બધું ધ્યાન બિઝનેસ આગળ વધારવામાં કેન્દ્રિત કરવાનું મન બનાવી લીધું હતું.વિહાને દ્રષ્ટિને પણ આ બધી વાતો ભૂલી માત્ર કામમાં ધ્યાન આપવાની સૂચના આપી દીધી,પણ એ જાણતો નોહતો કે જે વચનને પાળવા એ મથી રહ્યો છે એ જ વચનને તોડવા એક વ્યક્તિ તેની તરફ ધસી રહ્યો છે.
      વિહાન પોતાની કેબિનમાં બેઠો હતો.બિઝનેસ ડેવલોપમેન્ટ માટે વિહાન નવો એજેન્ડા તૈયાર કરવા ઇચ્છતો હતો એટલે તેણે દ્રષ્ટિ,પ્રશાંત અને થોડા કારીગરોને કેબિનમાં બોલાવી મિટિંગ યોજી હતી.બધા બિઝનેસને આગળ વધારવા પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા હતા એટલામાં સ્ટાફના એક મેમ્બરે ડૉર નૉક કર્યો.
“સર,એક ભગવાધારી સાધુ તમને મળવા જીદ કરે છે.મેં રાહ જોવા કહ્યું પણ એ તત્કાળ મળવા કહે છે”
    ‘ભગવાધારી સાધુ’ નામ સાંભળતા વિહાનને પેલા બાવજી યાદ આવ્યાં.એ દિવસના કેટલા સવાલોના જવાબ મેળવવાના બાકી હતા પણ વિહાને આકૃતિને લાગતી-વળગતી કોઈ પણ બાબતમાં ધ્યાન ન આપવાનું નક્કી કર્યું હતું.
“એને જે જોતું હોય એ આપી દો અને હું મિટિંગમાં બિઝી છું એમ કહી રવાના કરી દો”વિહાને સૂચના આપી અને મિટિંગમાં ધ્યાન આપ્યું.
     મિટિંગ પુરી કરી બધા પોતાના કામમાં લાગી ગયા પણ વિહાનના વિચારોમાં બાવાજી ઘુમતાં હતા.
‘એ શા માટે આવ્યા હશે?,તેણે કહ્યું હતું કે આકૃતિ મારી રાહ જુએ છે તેનાથી ઉલ્ટું મારું નામ સાંભળીને….બાવાજી ખોટા છે,ઢોંગી છે,સારું કર્યું હું અત્યારે તેને મળ્યો નહિ,નહીંતર ફરી એની વાતોમાં આવીને કોઈ ગલત કદમ ઉઠવેત’વિહાને પોતાની જાત સાથે સમાધાન કરી લીધું. આમ પણ માણસ પાસે પોતાના કામમાં સફળ થવાના બધા રસ્તા બંધ થતાં જણાય છે ત્યારે એ ‘સમાધાન’ સાથે જ સમાધાન કરે છે.
     સાંજ ઢળી ગઈ.પોતાનું કામ સમેટી વિહાન ઘરે જવા નીકળ્યો.હજી એ પાર્કિંગની બહાર નીકળ્યો હતો ત્યાં જ પેલા ભગવાધારી સાધુ મહાત્મા તેની ફોર્ચ્યુનર સામે આવી ઉભા રહી ગયા.
“શું છે બાવાજી?”વિહાને ચિડાઈને કહ્યું.
“મારે તારી સાથે વાત કરવી છે”બાવજીએ શાંત અવાજે કહ્યું.
“દુનિયામાં હું તમને એક જ મળું છું?”વિહાન મિજાજ ગુમાવતાં બાવાજી પર ગુસ્સે થઈ ગયો, “મારે તમારી કોઈ વાત નથી સાંભળવી અને મને તમારી આવી વાતોમાં જરા પણ વિશ્વાસ નથી તો તમે એવા લોકોને શોધો જે તમારી વાત સાંભળે અને વિશ્વાસ કરે”
“પણ મારે તારી સાથે વાત કરવી છે”
“કેવા નફ્ફટ માણસ છો યાર તમે તો?મારે વાત નથી કરવી તો શા માટે હાથ ધોઈને પાછળ પડ્યા છો?”
“કારણ કે તારું ભવિષ્ય મને અંધારામાં દેખાય છે”બાવજીએ કહ્યું.
“મારુ ભવિષ્ય છે ને.એ ભલે અંધારામાં હોય કે અંજવાળામાં,હું બધું જોઈ લઈશ. બાપ બની મારી ચિંતા કરવાની જરૂર નથી અને હવે નીકળો અહીંથી નહીંતર ઊંધા હાથની એક પડશે તો ઝડબુ બહાર આવી જશે”વિહાનની આંખોમાં લોહી તરી વળ્યું હતું.એ બાવજી પર ગુસ્સે થયો હતો કે બાવાજીએ આકૃતિ વિશે વાતો કહી એ બાબતે ગુસ્સે થયો હતો એ પોતે પણ જાણતો નોહતો.
     બાવજીએ એક સ્મિત વેર્યું.
“જય ભોળાનાથ”કહી બાવાજીએ પોતાનો રસ્તો પકડ્યો અને વિહાને પોતાનો.વિહાન જાણતો નોહતો કે બાવાજી સાથે વાત ન કરી તેણે કેવડી મોટી ભૂલ કરી નાખી છે.જો તેણે બાવાજી સાથે એકવાર પણ વ્યવસ્થિત વાત કરી લીધી હોત તો આગળ જે તેની સાથે થવાનું હતું એ ના થાત અથવા વિહાન તેના માટે તૈયાર રહેત.
(ક્રમશઃ)
     ખુશી અને વિક્રમ મળી વિહાનને શા માટે ગુમરાહ કરતાં હતાં? શું વિહાન અને આકૃતિને દૂર કરવામાં આ બંનેનો જ હાથ હતો.શું ખુશીએ વિહાનને પામવા આકૃતિને વિહાનથી દૂર કરી?
      બાવાજી કોણ છે?શા માટે એ વિહાનને વારંવાર મળવા દોડ્યા જાય છે?એ વિહાનને શું કહેવા માંગતા હશે?જાણવા વાંચતા રહો,વિકૃતિ.
     28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે, અચૂક વાંચજો.

Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)