Black eye part 4 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ પાર્ટ ૪

Featured Books
Categories
Share

બ્લેક આઈ પાર્ટ ૪

બ્લેક આઈ પાર્ટ ૪

આગળ ના ભાગ માં જોયું તેમ દ્રષ્ટિ તેના પપ્પા ના નામ ની બૂમ પાડી ને બેહોશ થઇ જાય છે .

કલાક પછી દ્રષ્ટિ ને પાછો હોશ આવે છે . તે આજુ બાજુ જુએ છે તો તે હોસ્પિટલ ના બેડ પર હોય છે અને તેને શક્તિ માટેની બોટલ ચડતી હોય છે. તેના હાથ માં ભરાવેલી સોય તે તરત જ કાઢી લે છે અને બેડ પરથી નીચ્ચે ઉતરી ને તરત જ બહાર તરફ જવા લાગે છે . તે હજુ બહાર નીકળતી જ હોય છે ત્યાં એક નર્સ તેને રોકવાની ટ્રાય કરે છે પણ તે રોકાતી નથી.

તે તરત જ જ્યાં અમર અને પેલા પેસન્ટ ને રાખવામાં આવેલો હોય છે ત્યાં આવે છે અને પેલા પેસન્ટ ના રૂમ માં આવે અને તેની પાસે આવીને રડી પડે છે અને કહે છે "પપ્પા ઉઠો ને , હું તમારી કેટલા દિવસ રાહ જોવ છું . મારે તમને એક સરપ્રાઈઝ આપવાની છે . તમે મારી ચિંતા કરતા હતા ને મારી સાથે કોણ મેરેજ કરશે ,તમારા પછી મારુ કોણ વગેરે વગેરે , પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી . મેં તમારો જમાઈ ગોતી લીધો છે . પ્લીઝ ઉઠો ને પપ્પા "

દ્રષ્ટિ આમ બોલતી હોય ત્યાં અચાનક જ તેના પપ્પા ના હાથ માં હલન ચલન થાય છે .તેઓ દ્રષ્ટિ નો અવાજ ઓળખી જાય . તેને જોઈ નથી સકતા કેમ કે તેની આંખોમાં પાટો લગાવેલો હોય છે.

દ્રષ્ટિ હાથ માં હલન ચલન જોઈને ડોક્ટર ને બોલવા જવા માંગે છે ત્યાં જ તેના પપ્પા તેનો હાથ પકડી લે છે અને કહે છે " બેટા મને તારા પર ગર્વ છે હું કોઈ દિવસ કહી નથી શક્યો પણ આજે કહું છું . મારી પાસે હવે થોડોક જ સમય છે , શાયદ હું તને મળી ને જ આ દુનિયા છોડું એવી ભગવાન ની ઈચ્છા હશે એટલે જ હું અત્યાર સુધી જીવતો છું , હવે મારી વાત ધ્યાન થી સંભાળ તેનો પાસવર્ડ છે " દ્રષ્ટિ મારી ઢીંગલી " .

હજી તો તેઓ આટલું બોલ્યા ત્યાં તેમનો હાથ નિઃચેતન થઇ ગયો . દ્રષ્ટિ ડોક્ટર ને બોલાવવા જાય તે પહેલા જ ડોક્ટર , રાહુલ અને નર્સ બધા ત્યાં પોહચી જાય છે .

રાહુલ દ્રષ્ટિ ને લઈને રૂમ ની બહાર જાય ડોક્ટર ફટાફટ નર્સ ને કહી ને શોક ટ્રીટમેન્ટ ની વ્યવસ્થા કરે છે અને તેમને ટ્રીમેન્ટ આપે છે , પણ કઈ ફેર થતો નથી . દ્રષ્ટિ ના પપ્પા આ દુનિયા માંથી વિદાય લઇ ચુક્યા હોય છે .

ડોક્ટર બહાર આવી ને આ ન્યૂઝ આપે છે ત્યાં જ દ્રષ્ટિ નું હૈયું કંપાવી દે તેવું રુદન ચાલુ થાય છે . પપ્પા માટે પોતાની દીકરી એક પ્રિંસેસ હોય છે . તેઓ જ્યાં સુધી હાજર હોય છે ત્યાં સુધી પોતાની દીકરી ને કોઈ દુઃખ ન આવે તેનો પૂરતો પ્રયાશ કરે . દીકરી માટે પોતાના પપ્પા હીરો હોય છે . આવી જ એક દીકરી દ્રષ્ટિ ના પપ્પા તેને એકલી મૂકી ને અનંત ની યાત્રા એ નીકળી ગયા હતા . ત્યારે ત્યાં ઉભેલા કોઈ થી પણ દ્રષ્ટિ નો વલોપાત જોવાતો નથી.

હવે દ્રષ્ટિ જિંદગી માં કેવા કેવા તુફાન આવે છે ? તે વ્યક્તિ દ્રષ્ટિ ના પપ્પા હતા તે ખબર પડી ગઈ પરંતુ હજી પણ તે જાણ નથી કે તે પાસવર્ડ કઈ વસ્તુ નો છે ? અને તેમના થી કોઈને શું દુઃશ્મની કે તેમને મારવા સુધી પોહચી જાય ? આ બધા જ સવાલો ના જવાબ મેળવવાં વાંચતા રેજો બ્લેક આઈ .