Vikruti - 41 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-41

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-41

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-41
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
      ખુશી જ મહેતાંની દીકરી હોય છે,જે કૌશિક અને દીપ્તિ સાથે મળી મહેતાં વિરૂદ્ધ વિહાનને ચિઠ્ઠી મોકલતી હોય છે,ઈશાના મૃત્યુ પછી ખુશીની વાત આકૃતિ સાથે થાય છે જેમાં ખુશી બધી જ વાતો આકૃતિને કહી દે છે.હવે આગળ…
:વર્તમાન:
‘તે એકવાર પણ મળવાનું ના વિચાર્યું આકૃતિ?,શું ભૂલ કરી હતી મેં?હા,મેં તારાથી બધી વાતો છુપાવી,પણ એમાં હું તારું જ હિત ઇચ્છતો હતો.મેં તારાથી વાત છુપાવી એમાં તારું તો નુકસાન નોહતું ને?તારી સાથે કોઈ વાતનો સબંધ પણ નોહતો તો શા માટે આકૃતિ?,વિક્રમે એવા તો કેવા સપના બતાવ્યા કે તું એકવાર અમદાવાદ પણ ના આવી?શું તું બધું ભૂલી ગઈ?આપણે સાથે વરસાદમાં બેસી પ્રેમ વિશે વાતો કરેલી,તે મારા વિચારોની સરાહના કરેલી,લૉ ગાર્ડનમાં બેસીને મસ્તી કરેલી અરે તું તો દહેરાદુન ગઈ એ પહેલાં મને મળવા પણ આવેલી તો કેમ આકૃતિ?’અરીસા સામે ઉભેલો વિહાન અરીસા સાથે વાતો કરી રહ્યો હતો.
     પાંચ વર્ષમાં વિહાન ઘણો બદલાયો હતો,સ્નાયુ થોડાં વધુ મજબૂત થયા હતા,શરીર કસાયું હતું.દાઢીનો દળ વધ્યો હતો.પાંચ વર્ષ પહેલાં જે ઘટના બની તેના પરિણામરૂપ વિહાનનું જીવન બદલાય ગયું હતું. વિહાન વધુ વિચારશીલ બન્યો હતો.
    છેલ્લાં પાંચ વર્ષમાં આકૃતિએ વિહાન સાથે માત્ર એકવાર જ વાત કરી હતી,એ પણ કૉલ પર.એ દિવસ હતો વિહાનનો જન્મદિવસ,બંનેની મુલાકાત થઈ તેને નવ મહિના અને ચાર દિવસ થઈ હતા,સાથે ઇશાના મૃત્યુને બે મહિના પર સાત દિવસ થયા હતા.કૉલ પણ 62 વાળા નંબર પરથી આવેલો કારણ કે છેલ્લા બે મહિના અને સાત દિવસથી આકૃતિનો મોબાઈલ બંધ આવતો હતો.
“હેલ્લો”વિહાને થોડી સ્વસ્થ-અસ્વસ્થ અવસ્થામાં કહ્યું.
“વિહાન…!!”આકૃતિએ સ્વસ્થ અવાજે કહ્યું.
“આકૃતિ..”વિહાન એ જ પળે રડી પડ્યો હતો, “ક્યાં છે યાર તું?”
“હું જ્યાં છું ત્યાં ખુશ છું વિહાન”આકૃતિએ તરડાયેલા અવાજે કહ્યું,“મેં તારી સાથે પ્રેમાલાપ કરવા કૉલ નથી કર્યો વિહાન,તું મને ભૂલી જજે ,આપણો સબંધ હવે આગળ નહિ વધે”
“કેમ આવી વાતો કરે છે આકૃતિ?”વિહાને રડતાં રડતાં પૂછ્યું.
“હું જે કહું છું એ સમજી વિચારીને જ કહું છું વિહાન,તારા જેવા વ્યક્તિ સાથે સંબંધ રાખી હું પોતાની જાતને ગુનેગાર ગણવા નથી માંગતી”આકૃતિએ કહ્યું.
“ગુન્હેગાર?આકૃતિ મેં શું ગુન્હો કર્યો?”વિહાને વિલાયેલા અવાજે પૂછ્યું.
“તારા કારણે બે વ્યક્તિ મૃત્યુ પામ્યાં,મારી દોસ્ત ઈશા મૃત્યુ પામી,તે તો મારી સાથે પણ છળ જ કર્યું છે ને?જો ખુશી સાથે તારે સબંધ રાખવા જ હતા તો મને કેમ પ્રપોઝ કર્યો?ખુશીની તો કોઈ ભૂલ નથી,એ બિચારીએ તો પોતાનાં પ્રેમનો ત્યાગ કરી દીધો,તું જ લુચ્ચો માણસ હતો એ જાણવામાં મારે સમય લાગી ગયો વિહાન”
“આકૃતિ…”વિહાનના શબ્દોમાં ડૂમો ભરાય ગયો.
“હા મને ખબર છે,હવે ડ્રામા શરૂ થશે પણ હું તને કહી દઉં છું,તે સાચો પ્રેમ કર્યો હતો કે નહી એ મને નથી ખબર,પણ મેં તો તને સાચો પ્રેમ કર્યો છે એટલે તું ખુશ રહે એવું હું ઇચ્છીશ,હા તારી કોઈ પણ ખુશી માટે હું પોતાને દુઃખી કરવા નથી ઇચ્છતી એટલે છેલ્લો કૉલ કરી તને જણાવી દેવા ઇચ્છતી હતી”આકૃતિએ એ જ તરડાયેલા અવાજે કહ્યું.
“આકૃતિ હું તારા વિના કેમ ખુશ રહી શકું?તારા વિના મેં મારી જિંદગીની કલ્પના જ નથી કરી”વિહાને કરગરતા અવાજે કહ્યું.
“હાહાહા,આપણે મળ્યા એ પહેલાં કોની સાથે જીવતો? અને આમ પણ ખુશીને તો દાનમાં આપી છે તને,તો તેને કલ્પી લે”
“બસ આકૃતિ,તારા મનમાં આવે એ બોલી જાય છે, તને શું ખબર હું શું વિચારું છું,કોઈ પણ વાત જાણ્યા વિના તને આવી વાતો બોલવાનો અધિકાર નથી”વિહાને ઉંચો અવાજ કર્યો,નાક ફુલાવ્યું.
“મારે શું બોલવું, શું ના બોલવું તેની સલાહ તારી પાસેથી નથી લેવાની અને મેં તને હમણાં કહ્યું તેમ,મારે તારી સાથે કોઈ પ્રેમાલાપ નથી કરવો એટલે હું કૉલ કટ કરું છું અને મને શોધવાના ખોટા પ્રયત્નો ના કરતો”કહી આકૃતિએ કૉલ કટ દીધો.
‘હવે તું ગમે એટલી કરગરે તો પણ તને મારી જિંદગીમાં ના આવવા દઉં’ગુસ્સામાં વિહાને પણ મોબાઈલ ફેંકી દીધો.
     એ દિવસ પછી ના તો કોઈ દિવસ આકૃતિનો કૉલ આવ્યો અને ના તો કોઈ દિવસ તેના સમાચાર.વિહાન તો એ વાતથી થોડાં દિવસ જ ગુસ્સામાં રહ્યો હતો પણ જે વ્યક્તિ તેની એક એક પલમાં સાથે રહી હોય તેને એ કેમ ભૂલી શકે?
     વિહાને આકૃતિના ઘરે પણ ઘણી પૂછપરછ કરી હતી, તેના મમ્મી-પપ્પા હંમેશા વિહાનને ધિક્કારતા ‘આકૃતિને આગળનો અભ્યાસ કરવા વિક્રમ સાથે મોકલી દીધી છે’એવું તેના મમ્મી કહેતાં.આકૃતિના કૉલ પછી એક મહિના માટે વિહાન જીવતી લાશ જેવો બની ગયો હતો.
     સમય વિનાનું જમતો,સમય વિનાનું સૂતો,ક્યારેક એકલો જ આકૃતિ સાથે વાતો કરતો તો ક્યારેક ગુમસુમ બની એકલો રડી લેતો.હા આટલા કપરા સમયમાં પણ તેણે એક સબંધ પુરી સ્વસ્થતાથી નિભાવ્યો હતો,અરુણાબેનને કોઈ પણ ચીજ-વસ્તુની અછત ના રહે એની વિહાન પુરી તકેદારી રાખતો.મહેતાંની આ ઘટનામાં તેને ‘સ્નેહા’ રૂપી એક ભેટ મળી હતી.રાઘવના મૃત્યુ પછી વિહાને સ્નેહાને પોતાની સાથે જ રાખી લીધી હતી,એક નાની બેન સમજીને.સ્નેહા પણ અત્યારે ચૌદ વર્ષની થઈ ગઈ હતી. અરુણાબેનની સંપૂર્ણ સંભાળ સ્નેહા જ લેતી.
      હંમેશાની જેમ આ રાત પણ આકૃતિની યાદો લઈ આવી અને આકૃતિની યાદો સાથે ચૂપચાપ ગુજરી ગઈ,આકૃતિ એક દિવસ જરૂર મળશે એ આસમાં.
                          ***
      વિહાન પુરી રાત કરવટ બદલતો રહ્યો,ધીમો વરસતો મેહુલો પણ વિહાનને જાગવામાં મદદ કરતો હતો પણ આ રાત માત્ર વિહાન માટે જ કપરી નોહતી નિવડી,વિહાનની અધૂરી વાતો જાણેલી દ્રષ્ટિ પણ પુરી રાત સુઈ શકી નોહતી.
‘આકૃતિએ પછી કોઈ દિવસ વિહાનનો સંપર્ક કર્યો?,આકૃતિ શા માટે વિહાનને છોડી ગઈ?ઈશા અને ખુશી અત્યારે ક્યાં છે?શું આકૃતિને મળવાના ચાન્સ છે?’જેવા અગણિત સવાલ તેના મગજમાં ઘુમતાં હતા
‘હું મદદ કરીશ,આકૃતિ અને વિહાનસરને હું મેળવીશ’પુરી રાત વિચાર કરી ઉઘડતાં પહોરમાં દ્રષ્ટિએ મક્કમ નિર્ધાર કર્યો.
      રાબેતા મુજબ દ્રષ્ટિ નવ વાગ્યે ઑફિસ પહોંચી ગઈ,વિહાન હંમેશા દસ વાગ્યે ઑફિસે આવતો પણ આજે દ્રષ્ટિ જ્યારે ઑફિસ પહોંચી ત્યારે વિહાન તેના કેબિનમાં હાજર હતો.
“મોર્નિંગ સર…”દ્રષ્ટિએ અધુકડા ખુલ્લા દરવાજા પર આંગળી વડે ટકોર મારતાં વિહાનનું ધ્યાન ખેંચ્યું.એ સમયે વિહાન વિહાનનું ધ્યાન પિસી પર હતું.ટકોર સંભળાતા વિહાને નજર ઉંચી કરી.દ્રષ્ટિ અને વિહાનની નજર મળી.બે ક્ષણ બંનેની નજર સ્થિર રહી પછી આપોઆપ બંનેએ નજર ઘુમાવી લીધી કારણ કે જેટલો રાતનો ઉજાગરો વિહાનની આંખોમાં દેખાતો હતો એટલો જ ઉજાગરો દ્રષ્ટિની આંખોમાં હતો.
“વેરી ગૂડ મોર્નિંગ દ્રષ્ટિ…આવ”વિહાને પોતાના કામમાં ધ્યાન પરોવતાં કહ્યું, “તે પેલી ડિઝાઇન તૈયાર કરી દીધી?”
“સર કાલે આપણે સાથે જ નીકળ્યા હતા અને હું હજી આવી છું તો કેવી રીતે..?”
“ઓહહ,ભુલાય ગયું સૉરી”વિહાને જવાબ વાળતા કહ્યું, “બોલ કંઈ કામ હતું?”
“એક્ચ્યુઅલી સર,હું અત્યારે કોઈ એમ્પ્લોઇ તરીકે તમારી પાસે નથી આવી”દ્રષ્ટિએ વિહાનની આંખોમાં આંખ પરોવવાની કોશિશ કરતાં કહ્યું.
“મતલબ હું સમજ્યો નહિ?”વિહાને વાત ઘુમાવતા કહ્યું.દ્રષ્ટિએ વિચાર કર્યો, ‘સવાર સવારમાં આ વાત છેડવી યોગ્ય નથી અને જો હું શરૂઆત સારી ના રહી તો સર પાસેથી કોઈ વાત જાણી નહિ શકું એટલે અત્યારે વાત બદલવામાં જ ભલાઈ છે’
‘આપણાં સ્ટાફમાં ક્રિષ્ના છે ને તેનો આજે જન્મદિવસ છે અને તેણે બપોરે ‘રૉયલ ટેસ્ટર રેસ્ટોરન્ટ’માં તમને આમંત્રણ આપ્યું છે,એ આજે ઑફિસે નહિ આવી શકે એટલે તેની સંદેશાવાહક બનીને આવી છું”હળવા મજાક સાથે દ્રષ્ટિએ કહ્યું.ક્રિષ્ના આજે કામથી નોહતી આવવાની એ દ્રષ્ટિ જાણતી હતી એટલે તેણે ક્રિષ્નાના જન્મદિવસનું બહાનું કાઢ્યું.
“તમે લોકો જઈ આવજો,મારી તબિયત સારી નથી”વિહાને કહ્યું, “કાલે પલળ્યો હતો એટલે ફીવર જેવું લાગે છે”
“મેં વિચાર્યું હતું કે તેનું પોતાનું કહેવાવાળું કોઈ નથી તો આપણે કંઈક સરપ્રાઈઝ આપીશું પણ વાંધો નહિ હું એડજસ્ટ કરી લઈશ”દ્રષ્ટિ પાસાં ગોઠવતાં બોલી અને ઉભી થઇ.
“એક મિનિટ”વિહાને નમણે હાથ દીધો, “હું આવીશ.તે સરપ્રાઈઝ ગોઠવી રાખ્યું છે કે આપણે કંઈ કરવાનું છે?
“બધું જ ગોઠવી રાખ્યું છે બસ તમે તમારે હાજરી આપવાની છે,કૉફી લેતી આવું?તમને માથું દુઃખતું હોય તો?”દ્રષ્ટિએ મજાક કરતાં કહ્યું
“હા પ્લીઝ,તારા વિના કોઈએ કૉફી નથી પીવરાવી આજે”હસતાં હસતાં વિહાને દ્રષ્ટિના મજાકનો જવાબ આપ્યો.વાતાવરણ સાનુકૂળ અને હળવું થઈ ગયું.આમ પણ દ્રષ્ટિની વાકચાતુર્યતાના કારણે તેના સાનિધ્યમાં રહેવાવાળો કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય છે.
(ક્રમશઃ)
      શું દ્રષ્ટિ આકૃતિ અને વિહાનને મેળવી શકશે?દ્રષ્ટિએ વિહાનને ‘રૉયલ ટેસ્ટર રેસ્ટોરન્ટ’માં શા માટે લઈ જાય છે? ખુશી અત્યારે ક્યાં હશે?વિહાન દ્રષ્ટિને શું શું વાતો કહેશે?
     જાણવા વાંચતા રહો વિકૃતિ.
      28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે, અચૂક વાંચજો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)