VISHAD YOG- CHAPTER-11 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ- પ્રકરણ-11

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

વિષાદ યોગ- પ્રકરણ-11

નિશીથે બાઇક ચલાવી એટલે કશિશે કહ્યું “ બાઇક તારા ઘરેજ લઇલે.” નિશીથે પણ કોઇ પણ પ્રશ્ન પૂછયા વિના બાઇક તેના ઘર તરફ જવા દીધી. નિશીથને ખબર હતીકે પોતાની વાતથી કશિશને ખોટું લાગ્યું છે પણ નિશીથ તો તેને સાચી વાત જણાવી નિર્ણય માટે એકદમ સ્વતંત્રતા આપવા માગતો હતો. નિશીથે આગલા દિવસેજ નક્કી કરી લીધું હતું કે કોઇ પણ જાતની લાગણીનું દબાણ આપ્યા વિના કશિશને તેનો નિર્ણય લેવાની છૂટ આપવી છે. એટલેજ તેણે વાત કર્યાબાદ કશિશને સ્પષ્ટ કહ્યું કે “હવે તારે નક્કી કરવાનું છે કે તું મારી સાથે જિંદગી જીવવા માગે છે કે નહીં.” નિશીથ અને કશિશ બંને પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા ત્યાં ઘર આવી જતા નિશીથે બાઇક પાર્ક કર્યુ અને બંને ઉપર ગયા. નિશીથને આટલી ઝડપથી કશિશ સાથે પાછો આવેલો જોઇને સુનંદાબેનને નવાઇ લાગી પણ કંઇ પૂછ્યું નહીં. કશિશને જોઇને સુનંદાબેને કહ્યું “ આવ આવ કશિશ કેમ છે? તારા પપ્પા મમ્મીને બધા મજામાંને?”

“આન્ટી મારે તમારી ત્રણેય સાથે વાત કરવી છે.” કશિશે સિધીજ મુદ્દાની વાત કરી. નિશીથની વાતથી કશિશની લાગણી ઘવાઇ હતી એટલે તે આજે સ્પષ્ટ વાત કરી લેવા માંગતી હતી.

“ તારા અંકલતો હાજર નથી પણ અમે બંને છીએ જે કહેવુ હોય તે કહે.” એમ કહી સુનંદાબેન સોફા પર બેઠા અને કશિશ તેની બાજુમાં બેસી ગઇ અને નિશીથ સામેના સોફા પર ગોઠવાઇ ગયો.

કશિશ થોડી વાર રોકાઇને બોલી “મને નિશીથે બધીજ વાત કરી છે અને પછી પુછ્યું કે તુ મારી સાથે સગાઇ કરવા માગે છે કે નહીં તે તું નક્કી કર.”

“ હા, તો તને સ્વતંત્રતા છે કે તું તારો નિર્ણય તારી રીતે લઇ શકે. અમે તારા પર દબાણ કરવા માંગતા નથી.” સુનંદાબેને કશિશને સમજાવતા કહ્યું.

“ આન્ટી, હું તમને પૂછવા માગુ છું કે તેને તમે જન્મ નથી આપ્યો એટલે તે તમારો દીકરો મટી જશે? શું તમે તેને કોઇ શરતથી પ્રેમ કરો છો? શું નિશીથે તમને આ પ્રશ્ન પૂછ્યો હતો? તો પછી મનેજ શું કામ આ પ્રશ્ન પૂછ્યો? તમે મને એવી છોકરી સમજી છે કે આ બધુ જાણવાથી હું નિશીથને છોડીને જતી રહીશ. તમને બધાને મારા પર એટલો વિશ્વાસ પણ નથી તો પછી હું કઇ રીતે તમારી બધા સાથે જીવી શકીશ.” આટલું બોલી ત્યાંતો કશિશની આંખમાં આંસુ આવી ગયા. તેને ગળે ડૂમો ભરાઇ ગયો એટલે તે રોકાઇ.

“ અરે દીકરી તું ખોટું વિચારે છે. તારા પ્રત્યેની લાગણીને લીધેજ તો અમે તને આ વાત જણાવી છે. તું તારો નિર્ણય લેવા સ્વતંત્ર છો. તારી જગ્યાએ મારી પોતાની દીકરી હોત તો પણ અમે તેને આ જ સ્વતંત્રતા આપી હોત.” સુનંદાબેને કશિશને સમજાવતાં કહ્યું.

“પણ આન્ટી તમને અને નિશીથને મારા પર એટલો વિશ્વાસ નહોતો કે હું નિશીથનો સાથ ક્યારેય છોડીશ નહીં. જો નિશીથને મારા પર આટલો વિશ્વાસ ન હોય તો પછી અમારો સંબંધ ક્યાંથી ટકશે?”

આ સાંભળી સુનંદાબેનના ચહેરા પર એક સ્મિત આવી ગયું અને તે નિશીથ સામે જોઇને બોલ્યા “ જોયું દીકરા આ એક સ્ત્રીનો વિશ્વાસ છે. આ એક સ્ત્રીનો પ્રેમ છે. તે જે મને કહ્યું હતુ તેમા તને વિશ્વાસ નહોતો પણ મને તો વિશ્વાસ હતો કે કશીશ ક્યારેય તને છોડશે નહીં.” પછી કશિશ સામે જોઇને કહ્યું “ દીકરી, નિશીથ અને મને બંનેને ખબર હતી કે તારો આજ જવાબ હશે. પણ છતા અમે તારાથી કોઇ વાત છુપાવવા માગતા નહોતા. તારો નિર્ણય જાણી અમને ઘણી મોટી રાહત થઇ છે.હવે તમે વાત કરો મારે થોડા કામ માટે બહાર જવુ છે. એમ કહી સુનંદાબેન જવા માટે ઊભા થયાં એટલે કશિશે તેનો હાથ પકડીને કહ્યું “ આન્ટી ગમે તેવી પરિસ્થિતિ આવશે હું નિશીથનો સાથ ક્યારેય નહીં છોડું.” આ સાંભળી સુનંદાબેને કશીશના માથા પર હાથ મુક્યો અને પછી કંઇ બોલ્યા વિના જતા રહ્યા.

સુનંદાબેન ગયા એટલે નિશીથ કશિશ પાસે આવ્યો અને કશિશનો હાથ પકડી બોલ્યો ચાલ મારા રૂમમાં જઇએ મારે તને હજુ એકવાત કહેવાની બાકી છે. ત્યારબાદ બંને ઊપરના રૂમમાં ગયા એટલે નિશીથે કશિશને બેડ પર બેસાડી અને તેણે ખુરશી બેડ પાસે ખેચી અને બેસતા કહ્યું “ સોરી, મે તારી લાગણી દુભાવી. પણ મારો આવો કોઇ ઇરાદો નહોતો.” એટલુ કહી નિશીથ થોડુ રોકાયો અને કશિશનો હાથ પકડી બોલ્યો “ ડીઅર, મને ખબર જ હતી કે તું મને ક્યારેય નહીં છોડે પણ જે રીતે મારી સામે આ સત્ય આવ્યું તેનાથી મારો વિશ્વાસ ડગમગી ગયો હતો. તને ખબર નથી કે આ વાત જાણીને મને કેટલુ દુઃખ થયું હતું. તમને અચાનક ખબર પડે કે તમે જેને તમારું અસ્તિત્વ માનો છો તેજ ખોટું છે ત્યારે કેટલો મોટો આઘાત લાગે છે. જ્યારે તમારી જિંદગી જે વર્તુળની આસપાસ ફરતી હોય તે વર્તુળ કોઇ હટાવી લે ત્યારે શું હાલત થાય છે તે તને નહીં સમજાય. અત્યારે હું તને સમજાવુ છું પણ હું પોતેજ કેટલાય પ્રશ્નોથી ઘેરાયેલો છું. મને પોતાનેજ નથી સમજાતુ કે મારે શું કરવુ જોઇએ? જ્યારે તમને ખબર પડે કે તમે આ દુનિયામાં આવ્યા ત્યારથીજ ત્યજી દીધેલ છો. કોઇએ તમને જન્મતા સાથેજ ફેંકી દીધેલા. ત્યારે જે તરછોડાયેલાનું દુઃખ થાય છે તે અસહ્ય હોય છે. આ બધાજ દર્દ વચ્ચે એક પ્રશ્ન મગજમાં આવે છે કે સત્ય જાણ્યા પછી તું પણ મને તરછોડી નહીં દેને? જો મારી જન્મદાતા મારી મા મને ત્યજી દઇ શકે તો તું કેમ નહીં? આ વાત મગજમાં આવતાજ બધાજ સંબંધ પરથી વિશ્વાસ ઉડી જાય છે.” આ બોલતા બોલતા નિશીથની આંખોમાંથી આંસુ સરી પડ્યા. આ જોઇ કશિશ ઊભી થઇ ને નિશીથને જોરથી વળગી પડી અને આ સાથેજ નિશીથના બધાજ બંધ છુટી ગયા અને તે કશિશને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો કશિશ ક્યાંય સુધી તેના માથામાં હાથ ફેરવતી રહી. નિશીથ રડીને એકદમ હલકો થયો એટલે કશિશ તેનાથી અલગ થઇને બોલી “નિશીથ, આજ પછી કોઇ દિવસ આવો વિચાર કરતો નહીં. આખી દુનીયા તને છોડી જશે તો પણ હું તારી સાથેજ હોઇશ. આઇ લવ યુ ડીઅર. “ આ બોલતી વખતે કશિશની આંખનાં ભાવ જોઇને નિશીથને સમજાઇ ગયું કે કશિશ સાથેનું તેનુ બંધન અતૂટ છે. બંને એકબીજાની આંખમાં પોતાના માટેની લાગણી જોઇ રહ્યા. નિશીથે કશિશનું મોઢુ બે હાથમાં પકડી અને કશિશના કપાળમાં કિશ કરી અને પછી ધીમેથી તેણે કશિશના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા એ સાથેજ કશિશના શરીરમાં હળવો ઝટકો લાગ્યોને કશિશે આંખો બંધ કરી દીધી. નિશીથ અને કશિશ બંને એકબીજાને પામવા મથી રહ્યા. ધીમે ધીમે નિશીથના હાથ કશીશના ખભા પર થઇને તેના વક્ષસ્થળ પર આવીને રોકાઇ ગયા. કશીશના બે ઉન્નત વક્ષસ્થળનો સ્પર્શ થતાજ નિશીથ ઉતેજીત થઇ ગયો અને તેણે કશીશના હોઠ પર ભીંસ વધારી અને એકબીજાના અધરોનું પાન કરતા રહ્યા. નિશીથે ધીમેથી તેના હાથ વડે વક્ષસ્થળો પર દબાણ વધાર્યુ એ સાથે જ કશિશે નિશીથને પોતાના તરફ ખેંચ્યો. બંને ઘણા સમય સુધી આગોશમાં રહી એકબીજાનો સ્વિકાર કરતા રહ્યા રહ્યા જાણે તે બંને એકબીજામાં સમાઇ જવા માંગતા હોય એમ એક ઉત્કટ પ્રણયથી રસપ્રચુર ક્ષણો પસાર થવા લાગી. આમને આમ બંને ઘણીવાર સુધી હોઠ વડે લાગણી વહાવતા રહ્યા. ત્યાં નીચેથી સ્કુટીનો અવાજ આવતા બંને અલગ થયા. નિશીથે કશિશની આંખમાં જોયું તો ત્યાં તેને પોતાના માટે પરમ સ્વિકૃતિની લાગણી દેખાઇ જાણે તે કહી રહી હોય “તું જે છો, જેવો છો તે મને સ્વિકાર્ય છો અને તું માત્ર મારો જ છે. આ લાગણીથી નિશીથના દીલને જાણે એક ઠંડકનો અહેસાસ થયો. તેણે કશિશનો હાથ પકડ્યો એટલે કશિશે કહ્યું “ નિશીથ નીચે જઇએ આન્ટી આવી ગયા હશે.” ત્યારબાદ બંને નીચે ગયા અને જોયુ તો સુનંદાબેન પણ ઘરમાં દાખલ થતા હતા. સુનંદાબેન સોફા પર બેઠા અને તેણે કશીશને પાસે બેસાડીને કહ્યું “દીકરી, તું અમારીજ છે. અને આ ઘર તારું જ છે. પણ અમારે તારા મમ્મી પપ્પાને પણ આ વાત કરવી પડશે. તેનો કેવો પ્રતિભાવ આવે છે તે જાણ્યા પછીજ આપણે કોઇ નિર્ણય પર આવી શકીશું. તું તારા મમ્મી પપ્પાને હમણા કોઇ વાત કરતી નહીં. નિશીથના પપ્પા સાંજે આવશે એટલે તારા મમ્મી પપ્પાને મળવા બોલાવશે એટલે અમે બધી વાત કરીશું. હું નસીબદાર છું કે તારા જેવી સમજુ છોકરી મારા દીકરાને પ્રેમ કરે છે.” આ સાંભળી કશિશ શરમાઇને નીચું જોઇ ગઇ. પછી થોડીવાર બાદ નિશિથ કશિશને તેના ઘરે મુકવા ગયો.
સુરસિંહ પલંગમાંથી ઊભા થઇ ખીસ્સામાંથી બીડી કાઢીને સળગાવી અને પછી ખુરશીમાં બેસી બીડી પીતા પીતા ફરીથી વિસ વર્ષ પહેલાના વિચારમાં ખોવાઇ ગયો. જિંદગી પણ કેટલી વિચિત્ર છે. તે દિવસે હૉસ્પિટલમાં જ્યારે ભાનમાં આવ્યો ત્યારે સામે બેઠેલી નર્સને જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગયો હતો પોતે જંગલમાંથી અહીં કઇ રીતે પહોંચ્યો તે સવાલ તેના મનમાં ઉઠ્યો હતો તે સાથે જ તેને છેલ્લુ દ્રશ્ય યાદ આવી ગયુ કે તે અને વિરમ જિપમાં જતા હતા અને પોલિસ તેનો પીછો કરતી હતી. અચાનક જિપના ટાયરમાં ગોલી વાગી અને જિપ એક ઝાડ સાથે અથડાઇ હતી અને તે જિપમાંથી ફંગોળાયો હતો. તે પછી શું થયુ તે તેને યાદ નહોતુ. નર્સે કહ્યું ત્યારેજ ખબર પડેલી કે તે લોકો જંગલમાં બેભાન થઇને પડ્યા પછી પોલીસ તે બંનેને હૉસ્પિટલ લઇ આવ્યા હતા અને આજે ત્રણ દિવસ પછી તે ભાનમાં આવ્યો હતો. સુરસિંહે નર્સ પાસેથી આ બધું જાણ્યું એ સાથેજ તેને હવે ભવિષ્ય ધૂંધળું દેખાતું હતું. આજે તેને કૃપાલસિંહ સાથે રહેવાનો ખૂબજ અફસોસ થતો હતો. થોડા લોભને લીધે આજે તેનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું. બે ત્રણ દિવસમાં પોલીસે તેની ઘણી બધી પૂછપરછ કરી હતી. જેમાં કંઇ ખાસ નહોતું કેમકે તેની પાસે બધાજ પુરાવા હતા એટલે હવે સુરસિંહની બચવાની કોઇ આશા નહોતી પણ હજુ તો તેને ખબર નહોતી કે તેના પર એક એવો આરોપ મૂકાઇ જવાનો હતો અને સાબિત પણ થઇ જવાનો હતો. તેને ખબર નહોતી કે તે જેના પર વિશ્વાસ રાખીને બેઠો હતો તેણે તેને એક એવા ગુનામાં ફસાવી દીધો હતો જેમાંથી છૂટવાનો કોઇ રસ્તો નહોતો અને છૂટ્યા પછી પણ તેને બધા ધુત્કારવાના હતા. આ ઘટના યાદ આવતા જ તેના હાથની મુઠ્ઠીઓ વળી ગઇ અને તેના આંખમાં ખૂંનસ ઘસી આવ્યું. આ વાતની સાથેજ તેને યાદ આવ્યું કે અત્યારે તેના ખૂંનસનો કોઇ મતલબ નથી. અત્યારે તો તેની મદદ વિના પોતાને ચાલશે નહીં. હવે તો કોઇ લાગની રાહ જોઇને બેસવાનું હતુ અને પછી પોતાને જેમ દગો થયો તેમ તેની સાથે પણ દગોજ કરવાનો હતો. આ વિચાર કરતી વખતે તેને નહોતી ખબર કે તેની આજ ધીક્કારની લાગણી ભવિષ્યમાં કેવા કેવા પરીણામ લાવશે. અત્યારે જે ઘટનાઓ બની રહી હતી તે બધી મળીને એક એવુ સંયોજન બનાવવાની હતી જેનાથી ભવિષ્યમાં ખુબ મોટો વિસ્ફોટ થવાનો હતો.

----------------------***************-------------************------------------------

“ કશિશ તું અને નિશીથ બંને જમીને બહાર ફરતા આવો અમારે વડીલોએ થોડી અગત્યની વાતો કરવી છે. “ સુનંદાબેને જમતા જમતા કહ્યું.

કશિશે પોતાનો નિર્ણય જણાવ્યો તે રાત્રેજ સુમિતભાઇએ ફોન કરી કિશોરભાઇને બીજા દિવસે રાત્રે સહપરિવાર જમવાનું આમંત્રણ આપીને બોલાવ્યા હતા. આ આમંત્રણ અચાનક આવતા કિશોરભાઇને પણ સમજાઇ ગયું હતું કે જરૂર કોઇક અગત્યની વાત છે. બીજા દિવસે તે લોકો પહોંચ્યા એટલે સુમિતભાઇ અને સુનંદાબેને બધાને આવકાર્યા અને શરૂઆતમાં તો બધી સામાન્ય વાતો ચાલી. ત્યારબાદ જમવાનું તૈયાર થઇ જતા બધા જમવા બેઠા ત્યારે સુનંદાબેને વાતની પૂર્વભુમિકા રૂપે કશિશ અને નિશિથને બહાર જવા માટે કહી દીધું.

બધાએ જમી લીધાબાદ નિશીથ અને કશિશ બાઇક લઇને જતા રહ્યા એટલે સુનંદાબેને બહાર ગાર્ડનમાં ખુરશી મૂકાવી. ચારેય જણા ત્યાં જઇને બેઠા એટલે સુમિતભાઇએ વાતની શરૂઆત કરતા કહ્યું “ કિશોરભાઇ અને બિનાબેન આજે અમે તમને જે વાત કરવા બોલાવ્યા છે તે સાંભળી તમારે નક્કી કરવાનું છે કે આપણો સંબંધ આગળ વધારવો છે કે નહીં. અમે પહેલા તો તમારી માફી માગીએ છીએ કે અમે તમારાથી એક વાત છૂપાવી છે, પણ હજુ કંઇ મોડૂ થયુ નથી. એટલે આજે તમને આ વાત જણાવવા માટેજ અહીં બોલાવ્યા છે.” આમ કહી તે થોડીવાર રોકાયા અને ફરીપાછું આગળ બોલ્યા “ આપણે સંબંધથી જોડાઇએ એ પહેલા આ સ્પષ્ટતા જરૂરી છે. આ વાત સાંભળ્યા પછી જે પણ તમારો નિર્ણય હશે તે અમને માન્ય રહેશે.” આટલું બોલી પછી સુમિતભાઇએ એક ગ્લાસ ઉપાડી પાણી પીધું અને પછી તે આગળ બોલ્યા “ નિશીથ અમારો દીકરો છે પણ તેને જન્મ સુનંદાએ આપ્યો નથી અમે તેને અનાથ આશ્રમમાંથી દતક લીધો છે. લગ્ન બાદ ઘણા પ્રયત્ન કરવા છતા અમને સંતાન પ્રાપ્તી ન થઇ ત્યારે અમે બંનેએ એક સંતાન દતક લેવાનું વિચાર્યુ. અમે કોઇ સારા અનાથ આશ્રમમાંથી સંતાન દતક લેવા માંગતા હતા ત્યાં એક દિવસ મારા એક મિત્રનો ભાવનગરથી ફોન આવ્યો કે તારે જો એક સંતાન દતક લેવુ હોય તો અહી નજીકમાંજ એક અનાથાઆશ્રમ છે તેના ટ્રષ્ટી મારા જાણીતા છે. તું અહીં આવજા આપણે ત્યાં જઇ આવીએ. પછીના દિવસેજ અમે ભાવનગર ગયા અને ત્યાંથી સિહોર રોડ પર જતા એક આશ્રમ આવેલ છે ત્યાં ગયા. અમને ત્યાં ગયા અને બાળકો જોયા તો પહેલીજ નજરે અમને એક બાળક ગમી ગયું. અમે પૂછપરછ કરી તો ખબર પડી કે હજુ ગઇકાલેજ આ બાળકને કોઇ બહાર મૂકેલા ઝૂલામાં મૂકીને જતું રહ્યું હતું. મને અને સુનંદાને તે બાળક ગમી ગયું. અમે બંનેએ તે બાળકને દતક લઇ લીધું. આ બાળકના હાથ પર ખભા પાસે એક અડધા ત્રિશુળ જેવુ ચિત્ર દોરલું હતું. ત્યારબાદ અમે દતક લેવાની બધીજ કાનુની કાર્યવાહી પતાવીને તે બાળકને ઘરે લાવ્યા. આ વાત અમે બે અને મારા પિતા જે હવે આ દુનિયામાં નથી તેના સિવાય કોઇ જાણતું નથી. એ બાળક એટલે અમારો પુત્ર નિશીથ. ત્યારબાદ મે અને સુનંદાએ તેને અમારા દીકરાની જેમજ ઉછેર્યો છે. સુનંદાએતો ત્યારબાદ તેનું પાલન પોષણ કરવા માટે તેની નોકરી પણ મૂકી દીધી. નિશીથ અમારોજ દિકરો છે પણ તેને સુનંદાએ જન્મ નથી આપ્યો. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે નિશીથ સાથે તમારી દીકરીની સગાઇ કરવા માંગો છો કે નહી? તમે જે પણ નિર્ણય લેશો તે અમે સ્વિકારી લઇશું.” આખી વાત પૂરી કરી સુમિતભાઇએ બોલવાનું બંધ કર્યુ એટલે વાતાવરણમાં સનાટો છવાઇ ગયો.

‌‌‌‌-------------------***************‌‌‌‌‌‌‌---------------**************---------------------

નિશીથ અને કશિશ ઘરેથી નીકળી 150 રીંગરોડ પર થઇને નાના મૌવા સર્કલ પર આવેલ શેરડીના રસના સ્ટોલ પર જઇને બાઇક ઊભી રાખી. બંને સ્ટોલની સામે મૂકેલા એક ટેબલ પર જઇને બેઠા. ઉનાળામાં રાજકોટમાં આ નાના મૌવા સર્કલ પર આવેલ શેરડીના રસ અને આઇસ્ક્રીમની દુકાનો પર માણસો મોડી રાત સુધી બેસીને ગપ્પા મારે છે. નિશીથ અને કશિશ પણ ત્યાં જઇને બેઠા એટલે નિશીથ બે રસના ગ્લાસ લઇને આવ્યો. બંને રસ પીતા પીતા બેઠા પણ કોઇ કાંઇ બોલ્યુ નહીં, બંનેના મગજમાં એકજ વાત ચાલતી હતી કે વડીલો શું નિર્ણય કરશે? થોડીવારબાદ નિશીથથી ન રહેવાતા તેણે કશીશને મનમાં રહેલો પ્રશ્ન પૂછી લીધો “તને શું લાગે છે? તારા પપ્પા-મમ્મી આખી વાત સાંભળી શું નિર્ણય કરશે?”

“ મારા મમ્મી પપ્પાને હું સારી રીતે જાણું છું. તેને પણ મારી જેમ આ વાતથી કોઇ ફેર નહીં પડે. તે લોકો ગમે તે નિર્ણય કરે પણ હું તને ક્યારેય નહી છોડું. તું હવે માત્ર મારો પ્રેમજ નથી રહ્યો તું મારી જિંદગી બની ગયો છે. તું માત્ર મારા દિલમાં નહી પણ નસેનસમાં છવાઇ ગયો છે. ત્યારબાદ તેણે નિશીથની આંખામાં જોઇને કહ્યું “નિશીથ તને હવે મારાથી અલગ કોઇ નહી કરી શકે.” આ સાંભળી નિશીથના દિલમાં રાહત થઇ ગઇ. નિશીથે મનમાં વિચાર્યુ કે હવે કશિશને એક છેલ્લી વાત પણ કરી દેવી જોઇએ. કોઇ પણ વાત હવે કશિશથી છુપાવવી નથી. નિશીથે ધીમેથી કશિશનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું “ કશિશ હજુ પણ એકવાત મારે તને કરવી છે. આ છેલ્લી વાત હું તને કરી દઉં એટલે મારા દિલ પરનો ભાર હળવો થઇ જશે.” આ સાંભળી કશિશે નિશીથનો હાથ ધીમેથી દબાવ્યો જેથી નિશીથને વાત કરવાની હિંમત વધી ગઇ અને નિશીથે વાત કરવાની શરૂઆત કરી.

----‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-----------------**********------------------------***********----------------------

નિશીથ કશિશને કઇ વાત કરવા માગે છે? આ વાત સાંભળી કિશોરભાઇ અને બિનાબેન શું નિર્ણય કરશે? કૃપાલસિંહ અને ગંભીરસિંહ કોણ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------------********************----------------------*****************---------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM