Ajugto Prem - 3 in Gujarati Love Stories by ravi gujarati books and stories PDF | અજૂગતો પ્રેમ 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અજૂગતો પ્રેમ 3

સવારના લગભગ સાત વાગ્યા હતા. બહાર પક્ષીઓ નો કલબલાટ થતો હતો. મસ્ત થોડી થોડી ઠંડી હતી, સવાર નો કોમળ તડકો જામ્યો હતો. સૌથી ઉપર અગાસી માં કબૂતર આવ્યા હતા, અને નજીક રવિ ટેબલ પર બેસી અને તેને દાણા નાખી રહ્યો હતો. વાતાવરણ માં અનોખી શાંતિ હતી, વચ્ચે શાંતિ ભંગ થતી હોય તેમ અવાજ આવ્યો "આવી કોની પસંદ હોય, કબૂતર" પાર્થ પાછળથી બોલ્યો, "કેમ, મારી પસંદ નાપસંદ થી તને તકલીફ છે?"
"ના ભાઈ મને શું તકલીફ હોય, કોઈ ને મોર ગમે કોઈ ને પોપટ ગમે કોયલ, કે ગીધ પણ સમજાય પણ કબૂતર, પસંદ તો તારી જ"
"મોર ને દાણા નાખ તો બીજા દિવસે તારા જ હાથ માં કરડે, પોપટ તો ખાય પણ તીખું, કોયલ કાગડા ના માળા માં ઈંડા મૂકે, કબૂતર તો ભોળું પક્ષી, બીજા માટે પોતાનું પણ બલિદાન આપે અને એક સવાલ પણ ના કરે, તો પછી કબૂતર જ ગમે ને ભાઈ"
"તું રહેવા દે તારી તો બધી પસંદ આવીજ હોય છે"
"પસંદ દેખાવ પર જ થતી હોય તો, બધાને બોર આટલા કેમ પસંદ છે, બોરડી માં તો કાંટા જ હોય છે."
"તારી સાથે ચર્ચા માં નથી પડવું, મારું તું નહિ ચાલવા દે તેની મને ખબર છે"
"સારું ચાલ, તું આવ્યો ક્યારે તે તો મને કહે?"
"બસ, ચાલ્યો જ આવું છું."
"તો પછી બેસ અને આ કબૂતર નો આનંદ માણીએ"
પાર્થ રવિ પાસે પડેલી ખુરશી પર બેઠો. બંને પ્રકૃતિ નો આનંદ માણી રહ્યા હતા.
નીચે બધા નાસ્તો કરવા તૈયાર થઈ ગયા હતા, મસ્ત નાસ્તો કરતા હતા ત્યાં રવિ ના દેખાયો એટલે શિવમે કૉલ કર્યો, "ક્યાં છે, ભાઈ બધા નાસ્તો કરવામાં તારી રાહ જુવે છે"
"રાહ જુવે એવા તો કોઈ નથી ત્યાં, બધા નાસ્તો કરતા હશે, સાચું બોલ" રવિ એ જવાબ આપ્યો.
"તને ખબર છે, તો પછી પંચાત કરતો નીચે આવ ને"
"સારું ચાલ આવ્યો"
પછી રવિ અને પાર્થ બંને નીચે નાસ્તો કરવા આવ્યા. બધાએ નાસ્તો કર્યો અને બહાર નીકળ્યા,
"ચાલો, ક્યાં જવું છે." રવિ એ પૂછ્યું.
"માથેરાન" શિવમે જવાબ આપ્યો.
બધા ત્યાંથી નીકળ્યા અને આખો દિવસ માથેરાન ફર્યા બાદ ફાર્મ હાઉસ પર આવ્યા અને જમી અને ફરીથી આગ પ્રગટાવી ફરતે બેઠાં વાતો કરવા લાગ્યા. અવ નવી વાતો કરતા હતા ત્યાં અચાનક નેહા બોલી "શિવમ કાલ ની વાત અધૂરી રહી ગઈ"
"રવિ પોતે કહેશે તે વાત" શિવમ્ રવિ તરફ જોઈ બોલ્યો.
"તમે લોકો જ કરો આ વાત, હું જઉં છું" આટલું બોલી અને રવિ અંદર જતો રહ્યો.
પાર્થ પણ પાછળ જવા લાગ્યો.
"તું ક્યાં જાય છે, પાર્થ" શિવમ્ બોલ્યો
"મન ના હોય તેવી વાત હું નથી કરતો કે નથી સાંભળતો" આટલું કહી અને પાર્થ જવા લાગ્યો.
"રવિ ના બધા ફ્રેન્ડ એક સરખા જ છે?" શ્વેતા મજાક કરતા બોલી.
"સાચી દોસ્તી તેને જ કહેવાય" કુમાર બોલ્યો.

"હવે નવો અધ્યાય તો શરૂ કરો, પ્રેમ કથા નો" નેહા બોલી
"રવિ કહેતો હોય છે કે, અંત એ પ્રારંભ છે, તેવી રીતે એક પ્રેમ કહાની નો અંત કોલેજ માં થયો ત્યારથી આ કથા નો પ્રારંભ થયો."
શિવમે વાત શરૂ કરી.

"કોલેજ પૂરી થયા બાદ, જૂના પ્રેમ ને ભુલાવી અને રવિ તેના બિઝનેસ માં ધ્યાન આપવા લાગ્યો" કુમાર આટલું બોલ્યો ત્યાં વચ્ચે
શ્વેતા બોલી "પહેલા મતલબ કોલેજ માં પણ.."
"હા, પણ તે વાત જવા દે" આવું કહ્યું ત્યાં રવિ નીચે આવ્યો, અને ચેતક તરફ ગયો, તેના પર સવાર થઈ અને ત્યાંથી નીકળી ગયો. પાછળ પાછળ પાર્થ પણ પવન પર સવાર થઈ રવિ પાછળ ગયો.
પછી કુમારે આગળ વાત વધારી
"રવિ બિલકુલ જીવન બિઝનેસ માં નાખી દીધું, દિવસ રાત બસ કામ જ કર્યા કરે, કોઈને મળવાનું બંધ, અને ઘેર પણ મોડો પહોંચે અને કોઈ સાથે વાત પણ કરે નહિ, અમારે કોઈ કામ હોય તો પાર્થ ને કહેતા, મેસેજ નો જવાબ પણ બે દિવસે આવે."
થોડું હસ્યા બાદ કુમાર બોલ્યો "બધા કહે છે 'પ્રેમ માં હાર્યા બાદ લોકો ખરાબ રસ્તે લાગે છે, અથવા સુધરી જાય છે' તેમ ભાઈ સુધરી ગયો પણ મને ખબર નહોતી કે આટલો સુધરી જશે"
આમ કહી અને ફરીથી કુમાર હસવા લાગ્યો. એટલે શિવમે વાત આગળ વધારી.

"એક દિવસ રવિ ના ભાઈ નો કૉલ આવ્યો, અને તેના પપ્પાએ અમને સમજાવ્યા કે રવિ ના લગ્ન થાય તો કદાચ તે સુધરી જશે, અને અમને સમજાવવા કહ્યું પણ સમજે તો રવિ નહિ"
વાત આગળ વધારતા કુમાર બોલ્યો
"રવિ ના પપ્પા પણ તેને વટે તેવા નીકળ્યા તેણે રવિ ની ચાલ તેની તરફ નાખી અને તે ફસાઈ પણ ગયો, તેણે રવિ જેવી છોકરી ગોતી ભાઈ લેખક અને ભાભી શાયર અને તે પણ લગ્ન ની ના કહેતી હતી, તો મસ્ત ચાલ રમી નાખી અને બંને ફસાઈ ગયા." આમ કહી અને શિવમ્ અને કુમાર હસવા લાગ્યા
ટીના થી રહેવાયું નહિ તેથી બોલી ઉઠી "અમને સમજાય તેવું બોલો  બધું ઉપર થી જાય છે."

"ભાભી ના પપ્પા એ ભાભી ને જઈ કહ્યું કે તેના ફ્રેન્ડ ના દીકરા ને બિઝનેસ માં નુકશાન ગયું છે, અને તે નિરાશ થઈ ગયો છે તેને સમજાવવા અને સલાહ માટે નોકરી એ રાખી છે એવું કહ્યું, ભાભી પણ રવિ જેવા, જલ્દી સમજે નહિ પણ અંતે માની ગયા. અને પાર્થે રવિ ને કહ્યું કે આપણી કંપની માં નુકશાન થયું છે. અને રેકોર્ડ માં પણ સુધારો કરી દિધો અને રવિ તે દિવસે ગુસ્સે થયો અને બધાને ખીજવાયો અને પાર્થ સાથે ચર્ચા કરતો હતો,
' આટલી મહેનત છતાં પણ કેમ નુકશાન જાય છે, સમજાતું નથી બધા રેકોર્ડ બરોબર છે તો ગડબડ ક્યાં થાય છે ' આવી ચર્ચા કરતાં હતાં ત્યાં પાછળ થી અવાજ આવ્યો '

  "હર અંધેરી રાત એક નયે સુનેહરે સુબહ કા પૈગામ લતી હૈ"

"કહી બાર પૈગામ ગલત ભી હોતા હૈ"

"ઉપરવાલે કા પૈગામ કભી ગલત નહિ હોતા"

' સારું જવા દો પણ તમે કોણ? '
પાર્થ બોલ્યો "અહીંયા નોકરી કરે છે"
આવી રીતે પછી સમય જતો રહ્યો આવી રીતે સમય વીતતો ગયો અને પછી શાયરી અને કવિતાની રમજટ થતી અને રવિ ના સ્વભાવ માં થોડો બદલાવ આવ્યો પણ વધારે તો નહિ."
આટલું બોલ્યો ત્યાં વચ્ચે નેહા બોલી "પછી બંને ના લગ્ન થઈ ગયા એમ જ ને"
"આવી રીતે જલ્દી ફિલ્મ માં થાય હકીકત માં નહિ" આવું કહી અને શિવમે વાત શરૂ કરી "રવિ તેની લેબ માં રહેતો, અને કંપની માટે અને પ્રયોગ માટે પૂરો સમય આપી દેતો, સ્વતિભાભી તો કંપની માં જ હતી અને રવિ ના કામ માં મદદ કરે અને શાયરી કરે પૂરો દિવસ, અને પોતાની ડાયરી માં લખ્યા કરે, પણ તે વચ્ચે વધારે વાતો ના થતી, અને એક વાર પાર્થે વાતમાં કહ્યું લગ્ન માટે પણ રવિ ગુસ્સે થઈ ગયો, અને સ્વતીભાભી પણ ખાસ રવિ ને પસંદ નહોતા કરતા અને આમ પણ  જેના માટે લાગણી એટલે શું તેનો મતલબ શું તે ખબર જ નથી, અને પરિવાર ને પણ પૂરતો સમય ના દઈ શકે તે વ્યક્તિ સાથે લગ્ન કોણ કરે."
આટલું બોલ્યો ત્યાં ચિરાગ વચ્ચે બોલી પડ્યો "બહુ બોર કરો છો, જરા સીધી રીતે સમજાવ એટલે ખબર પડે"
"તને તો બધી ખબર જ છે, તો વધારે ઉત્સાહી થવાની જરૂર નથી" કુમાર મજાક કરતા બોલી પડ્યો.
"જાણી અને અજાણ બનવું ખૂબ સારું છે, આવું રવિ કહેતો હતો" ચિરાગે જવાબ આપ્યો.
કુમાર હસતા હસતા બોલ્યો "રવિ ની વાતો તેને જ સારી લાગે"
"વાત ના શબ્દો નહિ તેનો મતલબ મહત્વનો છે."
"સિરિયસ વાતમાં મજાક ના કર યાર" નેહા બોલી પડી.

શિવમે વાત આગળ વધારી "આવી રીતે સાતેક મહિના વીતી ગયા અને આ ફાર્મ હાઉસ બનાવ્યું અને બધા અહીંયા પાર્ટી હતી તેમાં આવ્યા હતા, બધા પાર્ટી માં હતા. વચ્ચે રવિ ઉપર તેના રૂમ માં ગયો અને થોડો દુઃખી લગતો હતો, તો ભાભી પણ તેની પાછળ ગયા, ઉપર જઈ અને રવિ એ પોતાની ડાયરી કાઢી અને ખોલી અને અંદર થોડા પેજ આમ તેમ ફેરવ્યાં અને પછી બહાર ટેબલ પર જઈ અને લખવા લાગ્યો, સ્વાતિભાભી નીચે જઈ અને પાર્થ સાથે વાત કરી, અને જાણ્યું કે તે કોલેજ સમય થી ડાયરી લખે છે તેમાં પોતાના દિલની વાત જે કોઈને કહી નથી શકતો તે વાત તેમાં લખે છે, આ વાત ભાભીના મનમાં ઘૂસી ગઈ અને બે દિવસ વીતી ગયા અને બધા નીચે બેઠાં હતાં ત્યારે ભાભી ઉપર ગયા અને રવિની ડાયરી લીધી અને વાંચવા લાગી, અને થોડી વાંચી ત્યાં આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, જેવા આંસુ લૂછ્યા ત્યાં પાછળથી આવાજ આવ્યો ' કેમ વધારે દુઃખદ લાગ્યું '
આંખ લૂછ્યા પછી "ના પણ ઘણા સમય બાદ આવી વાર્તા વાંચી એટલે આંસુ આવી ગયા"
"તું જેને વાર્તા કહે છે, તે મારી સાથે બનેલી ઘટના છે" રવિ દબાતા આવજે બોલ્યો
"' કિસ્મત નો ખેલ બહુ ખરાબ હોય છે ' આવું સાંભળ્યું હતું આજે સમજાય પણ ગયું " આટલું કહી અને ભાભી ત્યાંથી નીકળી ગયા. નીચે જઈ અને સૂઈ ગયા. પણ આવી વાત કોઈને કેમ ભુલાઈ? બીજે દિવસે પાર્થ પાસેથી બધું જાણી લીધું. અને કોઈ પણ છોકરી ને મનાવવા માટે મસ્ત કહાની સંભળાવી દયો એટલે બસ કામ થઈ ગયું" આટલું બોલ્યો ત્યાં ચિરાગ વચ્ચે બોલી પડ્યો "કુમાર, તે પણ ભાભી ને તેવી રીતે જ મનાવ્યા લાગે છે"
"બધા સામે સાચું ના બોલાય ચિરાગ" મસ્તી માં કુમારે જવાબ વાળ્યો.

કુમારે આગળ વાત વધારી "ભાભી ના પપ્પા એ ભાભી ને સમજાવ્યા તે માની ગયા, પણ ભાઈ ને કોણ સમજાવે કોઈનું મને નહિ પછી પાર્થ ના કહેવાથી માન્યો"
"બંને ની સગાઈ થઈ, ત્યારે બધું બરાબર થઈ ગયું અને ખુશીથી બંને રહેવા લાગ્યા અને થોડા થોડા દિવસે અહીંયા આવવા લાગ્યા, સગાઈ પછી આગળ જ્યાં ગયા હતા ત્યાં પોતાની લેબોરેટરી બનાવી અને એક ટેબલ બનાવ્યું ત્યાં સ્વાતિભાભી ડાયરી માં શાયરી લખતા અને રવિ પોતાનું સંશોધન કરતો."

ચિરાગ વાત માં વાત ઉમેરતા બોલવા લાગ્યો. "સમય સારા પળમાં ધોડા જેમ દોડે છે અને ખરાબ પળમાં ગોકળગાય જેમ ધીમે ચાલે છે, બંને ના લગ્ન થયા અને ખુશી ખુશી થી દિવસો જવા લાગ્યાં, ધીરે ધીરે કરતા બે વર્ષ વિતી ગયા અને એક બાળકી નો જન્મ પણ થયો. રવિ અને સ્વતિભભી ના આનંદ નો પાર ના રહ્યો. અને બને ની મંજુરી સાથે તે નાની બાળકી નું નામ સ્વરા રાખવામાં આવ્યું."
આટલું બોલ્યો ત્યાં વચ્ચે અટકાવતા કુમાર બોલી પડ્યો "ભાઈ, સત્યનારાયણ દેવ ની કથા નથી ચાલતી તો આવી રીતે બોલે છે"
"સત્યનારાયણ ની કથા નહિ તો કંઈ નહિ પણ સત્ય તો છે જ" ચિરાગ મસ્કરી કરતા બોલ્યો

"તો, સ્વાતિભાભી ક્યાં છે, અત્યારે" શ્વેતા બોલી પડી
"લગભગ, છ મહિના પહેલા રવિ અને ભાભી સ્વરા સાથે ચિત્તોડગઢ જવા નીકળ્યા હતા. ત્યાં વચ્ચે અકસ્માત થયો તેમાં સ્વરા તો ત્યાં ને ત્યાં જ મૃતયુ પામી અને સ્વાતિભાભી ઘાયલ થયા, રવિ બેભાન થઈ ગયો, ત્યાં હોસ્પિટલ માં પહોંચાડ્યા અને અમે મળવા ગયા ત્યારે રવિ તો બરોબર થઈ ગયો હતો. પણ ભાભી ની હાલત ખરાબ હતી, પહેલા બે દિવસ તો રવિને કહ્યું નહિ, પણ અંતે ભાભી અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે રવિ ને કહ્યું, અને ત્યારે રવિ મળવા ગયો ત્યારે શું વાત થઈ તેની કોઈને ખબર નથી, ફક્ત પાર્થ ને ખબર છે, બંને વચ્ચે શું વાત થઈ અને ત્યારબાદ ભાભી ના અંતિમ સંસ્કાર કરતા હતા ત્યારે રવિ ની આંખ માંથી એક પણ આંસુ વહ્યું નહોતું અને ત્યારથી, રવિ પહેલા ની જેમ પત્થર જેવો કઠણ થઈ ગયો." કુમારે વાત પૂરી કરી
"પહેલા પણ સારો હતો હવે તો પહેલા થી પણ વધારે ખરાબ થઈ ગયો છે" ચિરાગે વાત ને અંતે પૂર્ણ વિરામ લગાડતા કહ્યું

બધા તેમ ના તેમ બેસી રહ્યા,  કોઈ કંઈ બોલી શક્યું નહીં અને એક બીજા સામે જોતા રહ્યા અંતે મૌન તોડી અને ટીના બોલી "આવી ઘટના બની છે, આવી તો અમને ખબર જ નહોતી"
"ઘણી વાર આવી ઘટના જ જીવનમાં ખલબલી મચાવી નાખે છે, બધું હોવા છતાં, ખાલીપો આપી જાય છે" શિવમ્ બોલ્યો

આ બધી વાત પૂરી થઈ ત્યાં રવિ અને પાર્થ આવી ગયા. બંને આવી  ત્યાં બધા સાથે બેઠા, પણ બધા મૌન હતા તો પાર્થ બોલ્યો "બધા આવી રીતે ચૂપ કેમ બેઠાં છો, કોઈ સાપ કરડ્યો છે?"
"રવિ ની વાત કરી એટલે ચૂપ થઈ ગયા છે" શિવમ્ આટલું બોલ્યો ત્યાં રવિ ત્યાંથી અંદર ચાલ્યો ગયો.
બધા એક પછી પછી એક ત્યાંથી ચાલ્યા ગયા. અંતે શિવમ્ અને પાર્થ વાતો કરતા બેઠા હતા ત્યાં નેહા આવી બોલી "રવિ અને ભાભી વચ્ચે અંતે શું વાત થઈ હતી?"
"ના, તે હું તને નહિ કહી શકું, મને માફ કરજે" પાર્થે જવાબ આપ્યો પછી કોલેજ માં રવિ જે વાતો કરતો હતો તે યાદ આવતા તેણે નેહા ને કહ્યું "હું, કહી ના શકું પરંતુ હા તેની ડાયરી માં જરૂર લખ્યું હશે, તેમાંથી તને ખબર પડી શકે.

આવું કહી અને પછી નેહા રવિ ના રૂમ તરફ ચાલવા લાગી. અને જોયું તો દરવાજો ખુલ્લો હતો, અને રવિ હંમેશ ની જેમ બહાર હીંચકે બેઠો હતો અને તે વિચાર કરતો હતો અને ફોન પર વાતો કરતો હતો. પાછળ થી અંદર જઈ અને તેના ટેબલ ના ખાનામાં હતી ડાયરી હતી તે લઈ અને વાચવા લાગી.........