પ્રકરણ ૧૨ વીર માંગડાવાળો (સાહસિક શ્રી બચુભાઈ સુરા)
પ્રકરણ ૧૨ સાહસિક શ્રી બચુભાઈ સુરા.
શ્રી બચુભાઈ એક સાહસીક જીવડો.(Where Devils dare to go.) નામ પ્રમાણે જ ગુણ. સુરા એટલે પુરેપુરા સુરા. તેમનું મગજ હંમેશાં ગરમ રહે. આપની કહેવત" બોસની આગળ અને ગધાની પાછળ ન ચાલવું" તેમના સામેથી જો કોઈ પસાર થાય તો તેને વગર વાંકે ધમકાવી નાંખે. તે વખતે વલસાડની લક્ષ્મી ટૉકીઝમાં ગુજરાતી ફીલ્મ "વીર માંગડા વાળો" ચાલે.સુરા સાહેબનો ગરમ સ્વભાવ હોવાથી તેમના ખાતાના માણસો તે ફીલ્મ જોઈનેસુરા સાહેબનું નામ તેમણે "વીર માંગડાવાળો" પાડ્યું હતું જોકે મોંઢે તો તેઓ ના બોલે પણ તેમને આવતા જુએ એટલે એક બીજાને ઈશારાથી કહી દે કે વીર માંગડાવાળો આવે છે તેમના અપ્રતિમ સાહસ માટે ખરેખર આપણને માન ઉપજે. તેઓને નાનપણમાં સાયકલ શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નહોતું. તે તેમના અધુરા અરમાન પુરા કરવાની તક તેમને અતુલે પુરી કરી.અતુલ કંપનીમાં જે સ્ટાફની પાસે વાહન હોય તેને વાહન મુજબ; સ્કુટરને રૂ ૫૦/- અને કારને રૂ ૧૫૦/- માસીક એલાઉન્સ આપવાનું ઠરાવ્યું. આથી અતુલના બધા મિત્રોએ સ્કુટર વસાવ્યા અને ભાગીદારી (Sharing) કરી એલાઉન્સની રકમમાંથી કમાણી કરી પગારમાં વધારો મેળવે. શ્રી બચુભાઈ મુળે વણિક વૃતિના. તેમનો જીવ બળે. સાયકલ કે સ્કુટર ના શીખ્યા તેનો જીવ બળે અને તેનો વસવસો રહે. ' હમ ભી કુછ કમ નહિં' તેમણે પણ કમ્પનીમાંથી લૉન માટે અરજી કરી, અરજી પાસ થઈ અને લૉન મંજુર થતાં સ્કુટર ખરીદ્યું તેમની સાહસિક વૃતિથી તે સ્કુટર પણ ચલાવતાં શીખ્યા. અશ્વિનભાઈ શેઠની ચીઠ્ઠી લઈ RTO એજન્ટને મળ્યા. RTO માં થોડી પ્રસાદી આપી લાયસન્સ પણ મેળવ્યું. અને એલાઉન્સની કમાણી કરી ખૂશ થયા.
???????
લાલ બ્રેક લાઈટ.
એક દિવસ તેમના પાર્ટનર તેમની સાથે.તેમની પાછળ બેસીને ઘેરે આવતા હતા.કંપની છૂટવાનો સમય હતો. ટ્રાફીક વધારે હતો.વાહન ચાલકો ધીરે અને સાચવીને પોતાનું વાહન ચલાવતા હતા. ટ્રાફીક વિશેષ હતો. આગળની ગાડીને અચાનક બ્રેક મારવાની જરૂરીયાત લાગવાથી તેણે બ્રેક મારી. આ ગાડીની પાછળ બચુભાઈ મારતી સ્પીડે આવે. આગળની ગાડીની લાલ બ્રેક લાઈટનું મહત્વ તેમને સમજાયું નહિ. (ટ્રાફીક ના નિયમોનું જ્ઞાન ન હોવાથી; કારણ કે લાયસન્સ RTO માં પ્રસાદી આપીને લીધું હતું) તેથી તેમનું સ્કુટર જોરથી ગાડી સાથે ભટકાયું. તેઓ તો વાહન ચાલક હતા અને સ્ટીઅરીંગ તેમના હાથમાં હોવાથી તેઓ તો પડતાં બચ્યા, પરન્તુ તેમની પાછળ બેઠેલા તેમના મિત્ર જોરથી ભોંય પર પટકાયા. બધો ટ્રાફીક થંભી ગયો. તેમના પાર્ટનરને ઉભા કર્યા, વાગ્યું કર્યું છે કે કેમ તપાસ કરી. સ્કુટરની બ્રેક ચેક કરી તે બરાબર હતી ગાડીની બ્રેક લાઈટ ચેક કરી બ્રેક લાઈટ તો બરોબર હતી. લોકોએ પૂછ્યું કે " બચુભાઈ તમે લાલ લાઈટ નહોતી જોઈ ?"
તેમણે કહ્યું કે" જોઈ હતી ને કેમ !"
" તો પછી તમારે તમારૂં વાહન ધીમું પાડવું જોઈએ, કે બ્રેક મારવી જોઈએ."
આગળના વાહનની લાલ બ્રેક લાઈટ એ પાછળના વાહનને ચેતવણીરૂપે છે.
તેમને ત્યારે જાણ થઈ કે વાહનના પાછળની લાલ લાઈટ શોભાની નહી પરન્તુ પાછળ આવતા વાહનને ચેતવણી માટૅ હોય છે. અને તેને બ્રેક લાઈટ કહે છે.
???????
ગાડી લીધી.(Rear view mirror)
મોંઘવારીની સાથે કંપનીએ વાહન એલાઉન્સમાં વધારો કર્યો. સ્કુટરના રૂ ૧૫૦/- અને ગાડીના રૂ ૪૦૦/- માસિક. એટલે શ્રી બચુભાઈનો સાહસિક જીવ ઝાલ્યો રહે કે? એમણે પણ ગાડી લીધી. સ્કુટરની માફક જ ગાડી શીખ્યા અને તે મુજબ જ શ્રી અશ્વિનભાઈ શેઠની ચીઠ્ઠી લઈ RTO માં પ્રસાદી આપી લાયસન્સ પણ મેળવ્યું. એક વખત ગાડી મેઈન્ટેનન્સ માટે ગેરેજમાં મુકી રિપેરિંગ થઈ ગયા બાદ ગેરેજમાં ગાડી લેવા ગયા મિકેનિકે તેમને ગાડીની ચાવી આપી ગાડી લઈ જવા કહ્યું, અને તે પાછળની બીજી ગાડીના કામે લાગ્યો. ગેરેજની સાંકડી જગ્યા અને નવું નવું ડ્રાઈવીંગ શીખ્યા હતા તેથી જોઈએ તેવી પ્રેક્ટીસ નહોતી. બચુભાઈ તેમના ઉતાવળીયા સ્વભાવે ગાડીને રીવર્સમાં લઈ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. રીઅર વ્યુ મીરરની માહિતી નહિ.રીવર્સ ગીઅરમાં ગાડી નાંખી ચાલુ કરી. પાછળ મિકેનિક નીચે પડી બીજી ગાડીનું કામ કરતો હતો તેની ઉપર. બે ગાડીની વચ્ચે મિકેનિકનું માથું. આમ ભયંકર એક્સીડન્ટ થયો.આજુબાજુથી બધા મિકેનિકો દોડી આવ્યા અને તેને બહાર કાઢી હૉસ્પીટલમાં લઈ ગયા. ૧૦-૧૫ દિવસ તેને સારવાર લેવી પડી. ("રીઅર વ્યુ મીરર" પાછળ, રીવર્સમાં ગાડી લેવા માટે બીજું વાહન કે વ્યક્તિ વાહનની પાછળ છે કે નહી તે જોવા માટે હોય છે.તેની સમજ તેમને આ બનાવ પછી પડી.)
ટ્રાંન્સપોર્ટ્રેડના શ્રી અશ્વિનભાઈ શેઠની ૪૦-૫૦ ટ્ર્કોનું મેઈન્ટેન્સ મુન્ના મિકેનિક કરે. ટ્રાન્સપોર્ટેડ એ તેમનો મોભાદાર અને મોટો ઘરાક તેમના દ્રારા તેને સારી કમાણી. તેમની લાગવગથી પોલીસ કેસ માંડવાળ કરી બચુભાઈને ખર્ચના ખાડામાં અને પોલીસ કેસમાંથી બહાર લાવ્યા.
૦-૦-૦
શ્રી બચુભાઇના પુત્ર પણ તમના જેવો જ સાહસીક. પિતાની માફક તે પણ ગાડી શીખ્યો. થોડા દિવસ ગાડી શીખી તેના મિત્રો સાથે ફરવા નીકળ્યો. પાછા ફરતાં વળાંક પાસે ટર્ન લેતાં ગાડી સ્લો કરવા અને બ્રેક ઉપર પગ મુકવા જતા એક્સિલેટર '' પર પગ પડી ગયો. વળાંકની બાજુમાં 'જી ઈ બી' નું ૧૧૦૦૦ કેવીનું ' ટ્રાન્સફોર્મર' લોખંડના થાંભલા ઉભુ કરેલું હતું. તેની સાથે જોરથી ગાડી ભટકાઈ ટ્રાન્સફોર્મરના નીચેના લોખંડના પીલર તુટી ગયા અને ટ્રાન્સફોર્મર અધ્ધર કેબલ ઉપર લટકી રહ્યું. આજુબાજુથી લોકો દોડી આવ્યા અને છોકરાઓને બહાર કાઢ્યા,' જી ઈ બી' ને ખબર આપી, તેઓ દોડતા આવ્યા અને 'ટ્રાન્સફોર્મર'ને ટેકા મુકી ઠીક કર્યું. બીજે દિવસે નવા પીલર મુકી વ્યવસ્થિત કર્યું. પૂર્વજન્મના પુણ્યથી આમ ભગવાને જ તેમને બચાવ્યા. કારણ કે ઈલેક્ટ્રીક લાઈન ૧૧૦૦૦ કેવીની હતી, જો 'ટ્રાન્સફોર્મર' તુટીને નીચે તેમની ગાડી ઉપર પડ્યું હોત તો !
શ્રી કૃષ્ણ શરણમ મમ... શ્રી કૃષ્ણ શરણમ મમ .... થઈ જાત.
નૉધઃ- અંતમાં ફરીથી વાચક દોસ્તો મારી વિનંતી ધ્યાનમાં લેશો. આ લેખ ફક્ત મનોરંજન માટે જ છે. દરેક વ્યક્તિની તેના સ્વભાવગત કોઈને કોઈ ખાસીયત હોય છે. તે શોધીને તેનું વિશ્લેષણ કર્યું છે. તે કોઈની હાંસી કે મજાક ખાતર નથી. આમ છતાં મજાક મશ્કરીનું પરિણામ તેમને શીરે છે.
???????