Manasvi - 12 in Gujarati Fiction Stories by Well Wisher Women books and stories PDF | મનસ્વી - ૧૨

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

મનસ્વી - ૧૨

મનસ્વી - ૧૨

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

રશ્મિ જાગીરદાર

મલય હજી કંઇક બોલતો હતો, પણ મનસ્વીનું મન જાણે ક્યાંક ખોવાઈ ગયું. બધું ગોળગોળ ફરતું હોય તેમ લાગ્યું, મોં પરથી લોહી ઉડી ગયું અને ચહેરો સફેદ પૂણી જેવો થઇ ગયો . મલય ચમક્યો, " અરે! શું થયું મનસ્વી? આર યુ ઓકે?" મનસ્વીએ મલય સામે જોયું, પણ તે શું બોલ્યો તેની ક્યાં ખબર હતી! તેના કાનમાં તો સતત બીજા અવાજો પડઘાતા હતા. સાગર, રિયા, આત્મહત્યા! બાઘાની જેમ તાકી રહેલી મનસ્વીની હાલત જોઈ, મલય ઉભો થઈને તેની પાસે આવ્યો. " હલો, શું થાય છે? તને બીપીનો પ્રોબ્લેમ છે? હેવ યુ ટેકન યોર મેડીસીન? પ્લીઝ ટેલ મી સમથીંગ."

મનસ્વીને લાગ્યું કે, હવે પોતે જોરથી રડી પડશે, એટલે તે એકદમ ઊભી થઈને ચાલવા લાગી. મલય પાછળ દોડ્યો. મનસ્વી લગભગ દોડતી એના ટુવ્હીલર પાસે પહોંચી. મલય પણ તેની સાથે બેસી ગયો. " મનસ્વી, હું સાથે આવું છું, યુ આર નોટ ઓકે." મનસ્વી ચમકી, "ના મલય ના, આઈ વિલ મેનેજ, ડોન્ટ વરી." એણે વિચાર્યું, ના આજે મારે મલયને કોઈ વાત નથી કરવી, તે સાથે આવે તો સાગરને જુએ અને તો? તો? મને સાગરથી છૂટી પાડી દે, પછી મારી સ્તુતિને મળતા પિતાના સુખનું શું? તેના ઉછેરનું શું? મારા માનસિક અને શારીરિક સુખ-સંતોષનું શું? તેની ઓફિસમાં મળેલી જોબનું અને આવકનું શું? મારે પણ સાગર જોઈએ છે, તેનો પ્રેમ, તેનો સહારો જોઈએ છે. કેટલીક ક્ષણો માટે તે દ્વિધામાં પડી.

"તારું એડ્રેસ તો બોલ, તને મૂકવાને બહાને તારું ઘર પણ જોઈ લઉં."

" મલય પ્લીઝ, યુ ગેટ ડાઉન. મેં કહ્યું ને, આઈ વિલ મેનેજ."

મલય તેની સામે જોઈ રહ્યો, તે સમજી ગયો કે, મનસ્વી છે, જિદ્દી સ્ત્રી નહીં માને. તેને આશ્ચર્ય થયું. કેમ મનસ્વી મને ઘેર નથી લઇ જતી? શું તેને કોઈનો ડર હશે? કંઈક તો કારણ હશે નહીં તો મને, મલયને તે ઘસીને સાથે આવવાની ના પડી દે! નક્કી કંઈ ગરબડ હોવી જોઈએ. થેંક ગોડ કે હું અહીં છું, મારે તેને મદદ કરવી જોઈએ.

મલય શું કરવું તે વિચારતો હતો, તેણે એક રીક્ષા રોકી અને ડ્રાઇવરને મનસ્વીના સ્કૂટરની પાછળ જવા કહ્યું. મનસ્વીને જરા પણ ખ્યાલ નહોતો કે, મલય આવી રીતે રીક્ષામાં તેનો પીછો કરશે. એટલે તે નિશ્ચિંત થઇને ડ્રાઈવ કરતી હતી. મલય વિચારતો હતો, હું પણ કેવો બાઘો છું! હું તેના ગામમાં હોઉં ને મનસ્વી ઘરે બોલાવવાને બદલે બહાર મળે, તે વાતથી મારે સમજવાનું હતું કે, કશીક ગરબડ હોઈ શકે. માય ગોડ! આઈ નીડ ટુ હેલ્પ હર. મલયે જોયું કે, મનસ્વી એક વિશાળ મહેલ જેવા બંગલાના દરવાજે પહોંચે છે. દરવાન સલામ કરીને દરવાજો ખોલે છે. મનસ્વીનું સ્કૂટર બંગલાની અંદર જાય છે. દરવાજો બંધ થઈ જાય છે. મલય છેક દરવાજા સુધી રીક્ષા લઇ જાય છે, અને બહાર લગાડેલી નામની તકતી વાંચે છે. 'સાગર સચાનિયા'.

મલય ચમક્યો, અરે તો પેલો સાગર, શહેરનો મોટો બિઝનેસમેન, રિયાનો પતિ, પત્નીને આપઘાત કરવો પડે તે સ્થિતિમાં રાખનાર, દુષ્ટ! મનસ્વી ધનિક નબીરાની ચુંગાલમાં ફસાઈ હશે કે શું? પાછા વળતાં મલય વિચારતો રહ્યો, શું પ્રિય બાળસખી -વ્હાલી બેન -મનસ્વી છે? જે નાનામાં નાની વાત પણ મારી સાથે શેર કરતી. અમે કોઈ વાત એકબીજાને કહીએ તો પણ સમજી જતાં. આજે કેમ મને તેની વાત કહેતી નથી કે, નથી હું, તેનો ભાઈ, વગર કહ્યે કશું સમજી શકતો? અમારી વચ્ચેનું અંતર શું ઘર કે દેશ વચ્ચેનું નહીં મન વચ્ચેનું અંતર પણ બની ગયું છે? આવા સવાલો મનમાં ઉઠતા રહ્યા, ઘેર જઈને પણ મલય વિચારતો રહ્યો. મનસ્વીને ખરેખર કશી વાતની ખબર નહીં હોય? હોય તો એને કહેવું જોઈએ કોઇકે. મનસ્વીને સાગરની ઝાકઝમાળ ભરી ચુંગાલમાંથી કેવી રીતે છોડાવવી? તે વિચારતો રહ્યો.

અચાનક તેનો ફોન રણક્યો. " મલય, તું તો દેશની હવામાં પૂરો રંગાઈ ગયો લાગે છે. દૂર બેઠેલી વૈશાલી હજી દુનિયામાં છે અને સતત તારી ચિંતા કરે છે, તને યાદ કરે છે, વાતનું જ્ઞાન કે ભાન છે સાહેબને?"

" ઓહ ઓહ વૈશુ, આઈ એમ સોરી ડીયર. તને તો ખબર છે, અહીંની બેંકોના કામ નિપટાવવા એટલે લોઢાના ચણા ચાવવા. અને વખતે મારે અહીંનું બેંકોનું અને મિલકતનું બધું પતાવી દેવું છે. વારે વારે સમય કાઢીને આવવું ફાવતું નથી."

"મારો નહીં તો તારી બે દીકરીઓનો તો ખ્યાલ કર, કેટલું મિસ કરે છે તને!"

"હું તેમની સાથે વાત કરું, પણ વૈશુ, યુ નો મનસ્વી રાઈટ?"

"હાસ્તો, તું એની કેટલી વાતો કરતો હોય છે, એને મળ્યો કે નહીં?" " હા મળ્યો, એમાં થોડો બીઝી અને ચિંતિત થઇ ગયો છું. જો સાંભળ, તારી બહેન રિયાનો પતિ સાગર ખરોને? મનસ્વીને એના બંગલામાં જતી મેં જોઈ. હવે મને કહે કે, રિયાની આત્મહત્યા પાછળ ખરેખર સાગરની કનડગત કારણભૂત હતી, કે પછી એક અફવા છે?"

" ના ના અફવા નહીં મલય, હી ઈઝ ક્રેઝી એન્ડ ક્રુઅલ પર્સન, રિયા સુંદર અને મલ્ટીટેલેન્ટેડ હતી. તેને પોતાનું કેરિયર બનાવવું હતું પણ સાગર તેને ઘરમાં ગોંધીને શારીરિક માનસિક ત્રાસ આપતો. ખાસ તો બંનેના મમ્મી-પપ્પા ગુજરી ગયા પછી એને છૂટો દોર મળી ગયેલો. મને જે વાતો કરતી તે સાંભળીને મેં તેને કહેલું કે એને છોડી દે. પણ છોડી દીધા પછી એને કેટલું હેરાન કરી શકે વિચારથી ડરતી હતી."

"જો એમ હોય તો, મારે મનસ્વીના ભાઈભાભીને મળીને વાત કરવી પડશે. બને તેટલી જલ્દી સાગરના સંકજામાંથી મનસ્વીને છોડાવવી જોઈએ."

" હા મલય; રિયા જે રીતે એની સાથે રહેવામાં પીડાતી હતી અને એનાથી છૂટા પડતાં ડરતી હતી, તે જોતાં મને લાગે છે કે, મનસ્વીનું તો શહેરમાં રહેવું જોખમી ગણાય."

મનસ્વી ઘરે પહોંચી ત્યારે સાગર હજી આવ્યો નહોતો. નાટક જોવા જવાનું હતું તે યાદ આવ્યું એટલે ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ. બધો રંજ અને ચિંતા ધોઈ નાખવી હોય તેમ ખાસા સમય સુધી શાવરની સેરો નીચે સ્નાન કરતી રહી. સુંદર શોકિંગ પિંક કલરનો મનોહર દેશી ભરતકામવાળો ડ્રેસ પહેરી, આછો મેકપ કરીને તૈયાર થઈ અને છેલ્લી નજર અરીસામાં નાખી તો મનસ્વી ખુદ પર આફરીન થઇ ગઈ! છતાં સહેજ થોભીને તેણે ડાબી બાજુના વાળ પર પિનથી એક સુંદર પિંક ફ્લાવર સેટ કર્યું. ડ્રેસના રંગ સાથે તે સરસ રીતે જતું હતું.

નાટક જોવા જવા માટે તૈયાર થઈને મનસ્વી બહાર કમ્પાઉન્ડના હીંચકે બેઠી. ધીમો ઝુલતો હીંચકો, સામે પથરાયેલો વિશાળ બગીચો, સાંજે માળામાં પાછાં ફરતા પંખીઓનો કલશોર. બધું બહુ રમણીય હતું. પણ મનસ્વીનું મન તો ઝોલે ચડ્યું હતું. વિચારે ચડી ગઈ. મારા આવા રૂપના કામણને લીધે ઘેલો થવાથી સાગર પોતાનો આલિશાન બંગલો છોડીને મારી સાથે રહેવા આવ્યો હશે કે પછી બીજું કશું કારણ હશે? હા એવું હશે. નહીં તો સ્તુતિના ખોટા રીપોર્ટ બનાવી ડો.સંદીપ બોડીવાલાવાળું નાટક શા માટે કરે? હું અને મારી દીકરી શું સાગર અને તેના ધનનાં મોહતાજ છીએ? અને હું મૂરખ વિચારતી હતી કે, મારે પણ સાગર જોઈએ છે, સાગરનો પ્રેમ અને સહારો જોઈએ છે! મનસ્વી, મનસ્વી! શું થઇ ગયું છે તને? તારે ભૂલવાનું નથી કે, તું એક સ્વમાની, નીડર અને બહાદુર નારી છે. ઓહ ગોડ, મલય શું વિચારતો હશે? એટલી ખરાબ રીતે મેં તેને મૂકવા આવવાની ના પડી દીધી! મારે મલયને વાત કરવી પડશે. કશ્તી અને નિકુંજભાઈ, મેઘનાભાભીને પણ વાત કરવી પડશે. એમની સલાહ લીધા પછી હું મારું ભાવિ નક્કી કરીશ. સાગરના મહેલ જેવા બંગલામાં રહેવા તો આવી ગઈ છું, પણ એના કાચિંડાની જેમ રંગ બદલતા સ્વરૂપથી ચેતવું પડશે. તો શું કરું? સાગરના પ્રેમની, એના ક્મીટમેંટની કસોટી કરું? મારા ભાડાના ફ્લેટમાં પાછી જતી રહું? સાગર શું કરશે? એના મનમાં કાવ્યપંક્તિઓ આવી,

ગઢને હોંકારો તો કાંગરા દેશે,

પણ ગઢમાં હોંકારો કોણ દેશે?

રાણાજી તને ઉંબરે હોંકારો કોણ દેશે?

હું એને છોડીને જઈશ તો, એના મનમાં પ્રશ્ન ઉઠશે ખરો કે મનસ્વી કે સ્તુતિ નહીં હોય, ત્યારે એના મહેલમાં હોંકારો કોણ દેશે? કોને ખબર એને અમારું જવાનું દુખ થશે ખરું?’

***