Gazal sangrah in Gujarati Poems by Pratik Dangodara books and stories PDF | ગઝલ સંગ્રહ

Featured Books
  • Death Game

    शीर्षक: DEATH GAMEजॉनर: थ्रिलर / हॉरर / सर्वाइवलSCENE 1 – सु...

  • रंगीन तस्वीरें

    रंगीन तस्वीरेंलेखक: विजय शर्मा एरीशहर की उस तंग-सी गली में ए...

  • तेरा लाल इश्क - 29

    Next ep,,,,, मुरीद दात पिस्ते हुए "अपनी जुबां पे अटल रहना क्...

  • चार हाथ, दो आँखें

    चार हाथ, दो आँखेंलेखक राज फुलवरे (एक आत्मा, एक शहर और एक छिप...

  • अदृश्य पीया - 2

    दिल्ली की बड़ी सड़कों और भीड़-भाड़ के बीच, छोटे-छोटे सपनों क...

Categories
Share

ગઝલ સંગ્રહ

                           જો મને સમજો તો


મને સાંભળવા તો બધાય આતુર હોય છે,પણ મને સમજે કે નહીં તે મને શી ખબર
જો સમજો તો સારો સલાહકાર છું,નહિ તો પોતપોતા0ને મનગમતું એક ગીત જ છું.

કોઈ કહે તો ઉભો રહી જાઉ છું, કોઈ કહે તો ચાલવા માંડુ, આ જ મારી સેવા છે
જો સમજો તો સેવાભાવી માણસ છું,નહિ તો સરકારે નિશ્ચિત કરેલી લોકલ બસ છું

જ્યાં સુધી ઉભો રહું ત્યાં સુધી કોઈ પગ પણ ન મૂકે,બીક મારી આટલી છે ગામમાં
જો સમજો તો જીગરનો શહેનશાહ છું,નહિ તો ખેતરમાં ઉભો એક ચાડીયો છું

આખો દહાડો સતત ફર્યા કરું છુ,ઘણાને રાહ દેખાડું છું,તોપણ ઘણા ઓછી કિંમત કરે
જો સમજો તો સમયને બતાવનાર છું,નહિ તો દીવાલ પર લટકતી એક ઘડિયાળ છું

શબ્દો દર વખત મારી પાસે અમૂલ્ય અને ઘણા સારા હોય છે,પણ તેને સમજે કોણ
જો સમજો તો એક સારો કવિ છું,નહિ તો મંદિરમાં મુકેલી એક ભગવદ્ ગીતા છું




                    જીવનની સાચી હકીકતો


વાદળમાંથી ટીપું એક વરસે છે,ત્યાંતો ચોમાસું અડધું પૂરું થઈ જાય છે
પૂરું ચોમાસું ક્યારે થઈ જાય, તેની ખબર પણ રહેતી નથી.

બાળપણને થોડુક માણુ છું,ત્યાંતો યુવાની આવી જાય છે
ગઢપણ ક્યારે આવી જાય,તેની ખબર પણ રહેતી નથી.

જીંદગીને થોડીક માણુ છું,ત્યાંતો જીવન અડધું પૂરું થઈ જાય છે
જીવન પૂરું ક્યારે થઈ જાય,તેની ખબર પણ રહેતી નથી.

હું તો બસ શબ્દ એક જ શોધું છું,ત્યાંતો વાક્ય બની જાય છે
કવિતા આવી કયારે બની જાય,તેની મને ખબર પણ રહેતી નથી.


                                                       
                       મને ગમતું નથી


હે પ્રભુ શક્તિ દે બધાને, કે લડી શકે તે બધા સામે
કારણ કે પછડાય તે બીજા સામે તે મને ગમતું નથી.

કોઈ પણ બીજા વગર, બધા ચલાવી લે તે સમજ દે
કારણ કે કોઈ પોતાનો વટ બતાવે તે મને ગમતું નથી.

હે પ્રભુ બધું ભૂલી ને, ફક્ત આવ્યો છું તને જ મળવા
કારણ કે દર્શન તારા કર્યા વગર તે મને ગમતું નથી.

સહન બધા કરી શકે, તેવી સમજણ અને શક્તિ દે
કારણ કે કોઈ લડાઈ ઝઘડો કરે તે મને ગમતું નથી.

હું શોખીન મુસાફર સાયકલ,કાર,અને બાઈકનો છું
કારણ કે બસમાં મુસાફરી કરવી તે મને ગમતું નથી.



                               તહેવાર



તું આવતો,ને ભેગા સૌને કરતો તું સૌનો છે પ્યારો તું તો સાવ અનોખો
જાણે ખુશી તારી દાસી અને દુઃખ નો જાણે તું દુશ્મન,તું તો સાવ અનોખો

અણબોલા ને બોલતો કરાવતો,તું તો જાણે બધીજ સમસ્યાનો છે ઉકેલ
વિસરાવી આવી કડવી યાદો સૌને તું રાજી રાખતો,તું તો સાવ અનોખો

દુઃખો બધા ભૂલાવી,સુખની રાહે તું દોરતો મારે મન તું જાણે એક ચિનગારી
તણખો સૌ કોઈ પર પાડીને નવી શરૂઆત કરાવતો,તું તો સાવ અનોખો

કચરાને તું દૂર કરતો,ને ઘરને પણ સાફ કરવાનું તું છે એક વિચિત્ર બહાનું
"જન્માષ્ટમી,દિવાળ,મકરસંક્રાંતિ જુદા જુદા સ્વરૂપે આવતો,તું તો સાવ અનોખો "



                   ફરી બાળક થાવું છે


નિખાલસ મન પોતાનું લાગે કેવું મજાનું,ના કોઈની ચિંતા ના કોઇનો પણ ડર
મારે તો બસ આવી મોજ મજા પહેલાની, તે લેવા ફરી બાળક થાવુ છે

હોય પોતે કેવું અણસમજુ,તો પણ બધા પર રાજ કરતું દેખાય છે
મારે તો પોતાનું મૌન તે સમજવા, ફરી બાળક થાવું છે

સૌને રમાડતું ને સૌની સાથે રમતું,ને સૌને મોહક પમાડતુ લાગે છે
મારે તો બાળપણ ની તે રમતો રમવા, ફરી બાળક થાવું છે

આજે જોવું છુ આ બાળકને તો ,મન પોતાનું ભૂતકાળ યાદ કરે છે
મારે તો માતા નું તે ધાવણ ધાવવા, ફરી બાળક થાવું છે


                
                      તમેજ કહો


વાપરતી તેને અઢળક રીતે અને એ વાત પણ સાચી કે તેના વગર તે જીવી પણ ન શકે
કહે પાણી ના પાડી દવ હું મારી અંદર રહેવાની માછલીને તો શું તે કઈ બોલે તમેજ કહો

ટેવ એની આ ખુબજ ખરાબ છે અને હા આના વગર કદાચ એને ચાલે પણ નહીં હો
કહે વૃક્ષ ના પાડી દવ હું ચાંચ મારવાની લકકડખોદને તો શું તે કઈ બોલે તમેજ કહો

અમુક લોકો મને મારે તો પણ મારે શાંત રહેવાનું અને હા મારા અમૃત વગર નજ ચાલે
કહે ગાય ના પાડી દવ હું માં મને કહેવાની આ લોકોને તો શું તે કઈ બોલે તમેજ કહો

ઘણા આને વાંચે,ઘણા ન પણ વાંચે,પણ મારાથી કઈ થોડું કહેવાય આ માણસોને
કહે કવિરાજ ના પાડી દવ હું આવી ગઝલ લખવનું એને તો શું કઈ બોલે તમેજ કહો