Vikruti - 14 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-14

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-14

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-14
“વૉટ ધ….”ઈશા ખૂણાના શૅલ્ફને ટેકો આપી ઉભી હતી અને વિહાન ઇશાની નજીક ઉભો હતો.તેનો હાથ ઇશાની કમરે વીંટળાયેલો હતો.ઇશાએ વિહાનનો ચહેરો હાથમાં પકડ્યો હતો અને કિસ કરવાની કોશિશ કરતી હતી.
“ઈશા…”મેં જોરથી બૂમ પાડી.
      ઇશાએ વિહાનને દૂર ખસેડયો.હું દરવાજો ચીરી તેઓ પાસે પહોંચી અને વિહાનને તમાચો લગાવી દીધો.
“તો આ જ વિહાન દિવેટિયા એમને.મારી સાથે મેળ ના પડયો એટલે ઇશાને ફસાવી,વાહ”કટાક્ષમાં હું બરાડી.
“તારે પ્રોબ્લેમ શું છે?”તેના તેવર બદલાયેલા હતા.એ  અવાજમાં હવે મને જુઠ્ઠાણાની ગંધ આવતી હતી.
“પ્રોબ્લેમ?, તું જ મોટી પ્રોબ્લેમ છો”બે હાથથી તેને ધક્કો માર્યો, એ પાછળના શૅલ્ફ સાથે અથડાયો.ઈશા અમારી વચ્ચે ફૂદકી.
“ઈશા તું દૂર હટ, તારી સાથે હું પછી વાત કરીશ.અત્યારે આ નાલાયકને પાઠ ભણાવવાનો છે”હું મનફાવે તેમ બોલવા લાગી.
“એ બોયફ્રેન્ડ છે મારો”ઇશાએ મારો હાથ પકડી કહ્યું, “તેની સાથે વાત કરતા પહેલાં મારી સાથે વાત કર”
“ઓહ બોયફ્રેન્ડ!!! તો તારા બોયફ્રેન્ડે તને કહ્યું જ હશે કે કાલે સાંજે એ મને કિસ કરી આવ્યો છે”મેં હાથ છોડવી કહ્યું.
“શું?”ઇશાએ ઉદગાર કાઢ્યો.
“એને જ પૂછને”હું ગુસ્સે લાલ થઈ ગઈ હતી.મારે વિહાનનો ચહેરો પણ નથી જોવો.
“તને કિસ તો પ્રોબ્લેમ, ઇશાને કિસ કરું તો પ્રોબ્લેમ.બોલ હું શું કરું?”વિહાને હવે બેતુકી વાતો કરવાની શરૂ કરી દીધી.
“ઑય,એટલી તો ખબર પડેને કે પહેલાં પ્રપોઝ કરાય પછી કિસ કરાય.હા હું તો ભૂલી જ ગઈ.કપડાં બદલવાથી બુદ્ધિ નથી બદલાતી”
      વિહાન મારી નજીક આવ્યો.મારો ખભો દબોચી મને શૅલ્ફ સાથે ઝકડી લીધી.હું છોડાવવાની કોશિશ કરતી હતી પણ તેની પકડ મજબૂત હતી.
“એટલી ખબર પડતી હોય તો કાલે કિસ નો કરી હોત અને તને એટલી બધી ખબર પડે છે તો પહેલા કહેવું હતું કે મારે બોયફ્રેન્ડ.મારો પડછાયો પણ તારા પર ના પડેત”દાંત ભીંસી વિહાને કહ્યું.
“વોટ યુ મીન પહેલાં કહેવું જોઈએ?મારે કોઈ બોયફ્રેન્ડ નથી”વિવશ થઈ મેં તેની જકડમાં રહી વાતો કરવાનું શરૂ કર્યું.
“ખોટું ના બોલ,કાલે તો હસી હસીને વાતો કરતી હતી.એકવાર પણ વિચાર્યું મારું શું થયું હશે?”વિહાન મનગડત કહાની બનાવતો જતો હતો.
“તે વિચાર્યું હતું? અને તારી જાણકારી માટે કહી દઉં,બોયફ્રેન્ડની વાત તો જુદી એ છોકરાને હું ઓળખતી પણ નથી.તું ઈશા સાથે ચાલ્યો ગયો એટલે તેની સાથે સફાઈ કરવા લાગી.હું તો તારી રાહ જોઇને જ ઉભી હતી.”
“મારી રાહ? કેમ?”
“બિકોઝ આઈ લવ…”ડેમ ઇટ.
        વિહાને ઈશા સામે જોયું.કોઈ કોમેડી મૂવી ચાલી રહ્યું હોય તેમ ઈશા મોં પર હાથ રાખી હસતી હતી.વિહાન પણ જોરજોરથી હસવા લાગ્યો.મને કંઈ સમજાતું નોહતું.ઈશા વિહાન પાસે આવી તેને હગ કરી ગઈ.
“ઈશા શું છે આ બધું?”ગુસ્સામાં જ મેં કહ્યું.
“ચાલ ફ્લેશબેકમાં લટાર મારીએ”ઈશા હસી.
                      ***
(ગઇકાલની સાંજ)
        વિહાન બે દિવસથી અપસેટ હતો.ઇશાએ આ વાત નોટિસ કરી હતી.એટલે જ જ્યારે આકૃતિએ ખુશીને ડ્રોપ કરી આવવાનું કહ્યું ત્યારે ઈશા ચુપચાપ નીકળી ગઈ અને ખુશીને ઓટોમાં બેસારી વિહાન અને આકૃતિ પર નજર રાખી.વિહાનનું આકૃતિને ચૂમવું,આકૃતિએ થપ્પડ મારવી,વિહાનનું નીકળી જવું બધી જ ઘટના ઇશાએ જોઈ હતી.ઇશા બધી જ વાત સમજી ગઈ હતી. એટલે જ તે વિહાનને પોતાના ઘરે લઈ ગઈ હતી અને હગ કરી આઈ લવ યુ કહ્યું.
“સૉરી ઈશા,તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો પણ..”વિહાન કહેતા અટકી ગયો.
“પણ શું વિહાન?”
“હું હમણાં જ આકૃતિને કિસ કરી આવ્યો છું,તેણે મને તમાચો માર્યો”
“કિસ? હે…ચાલ ટ્રાય કરી જો..હું તમાચો નહિ મારું”ઇશાએ વિહાનને ઉશ્કેરવા કહ્યું.
“શું વાત કરે છો યાર,કંઈક તો વિચાર”વિહાને ઇશાને દૂર ધકેલી દીધી.ઈશા હસી.
“લલ્લુ તો તું કેમ નથી વિચારતો”ઇશાએ એ જ સ્માઈલ સાથે કહ્યું.
“હું શું વિચારું?”
“મેં તમને રિવરફ્રન્ટ પર જોયા,આકૃતિ લવ્ઝ યુ ડફર”ઇશાએ વિહાનના ખભે હાથ રાખતા કહ્યું, “તમે બંને એકબીજાને પસંદ કરો છો”
“શું બોલે છે તું?તેણે મને તમાચો માર્યો અને એ મને પસંદ કરે?”
“હા,ગર્લ્સની વાતો હજુ તને નહિ ખબર.ભલે એ બહારથી સખ્ત રિતે વર્તી હોય પણ અંદરથી તો એ પણ હચમચી ગઈ હશે.અત્યારે તારા જ વિચાર કરતી હશે એ”વિહાનનો ગાલ ખેંચતા ઇશાએ કહ્યું.
“પણ તેનો મતલબ એમ થોડો થાય કે એ મને લાઈક કરે છે?”
“ભૂત છો તું.તે નોટિસ નથી કર્યું?એ તારી આટલી બધી કેર કરે છે.નાની નાની વાતોમાં તને ઇનવોલ્વ કરે છે,તો સમજી જવાય.એ થોડી ઢંઢેરો પીટતી ફરે કે હું વિહાનને લાઈક કરું છું”
“તેનો બોયફ્રેન્ડ છે તો એ મને શા માટે લાઈક કરે?”વિહાન હજી માનવા તૈયાર નોહતો કે ઇશા સાચું બોલે છે.
“એ પ્રેન્ક હતું.મને શું ખબર હતી કે મારું પ્રેન્ક તમારા પ્રેમમાં બદલાઈ જશે”ઇશાએ હસીને કહ્યું.
“તો હવે શું?,મેં તો મારા પગ પર જ કુલ્હાડી મારી”વિહાને નિસાસો નાખ્યો.
“તું પણ અબુધ છો.ડાયરેક્ટ કિસ કોણ કરે?”
“મેં કેમ કિસ કરી એનું કારણ મને પણ ખબર નહિ,એ મારી આંખોમાં એવી રીતે જોતી હતી તો મારાથી થઈ ગઈ”
“થાય થાય.ઓપોઝિટ એટ્રેરેક્શન કહેવાય”ઇશાએ વિહાનને સમજાવતા કહ્યું.
“તો હવે શું?”
      ઇશાએ વિહાનને પૂરો પ્લાન સમજાવ્યો.આકૃતિના મોઢે જ કેવી રીતે વાત કઢાવવી એ ઇશાને ખબર હતી.તેણે આકૃતિને જલસ ફિલ કરાવવા કૉલ કર્યો પણ આકૃતિએ કૉલ કટ કરી નાખ્યો.ઈશા વધુ ખુશ થઈ તેણે આકૃતિને મૅસેજ મોકલી પોતાનું કામ કરી દીધું.
     આકૃતિને લાઈબ્રેરીની લોબીમાં આવતી જોઈ બંનેએ નાટક કરવાનું શરૂ કર્યું અને આકૃતિ તેમાં ફસાઈ ગઈ.
          ***
“સમજી હવે કે આ બધી રમત શું ચાલતી હતી?”ઇશાએ મને પૂછ્યું.હું રડવા લાગી.વિહાન સાથે હું આંખ નોહતી મેળવી શકતી.એ તો ઝાડ બનીને ટેકો આપી સ્વસ્થ રીતે ઉભો હતો અને અહીં હું ધ્રુજવા લાગી હતી.શું બોલવું એ મને સમજાતું નોહતું.
     ઈશા મારી પાસે આવી અને મારા ખભા પર હાથ રાખી મારા કાનમાં કહ્યું, “સંભાળી લેજે,હું બહાર વેઇટ કરું છું”એ ચાલવા લાગી.વિહાને તેને બૂમ પાડી પણ ઈશા બહાર નીકળી ગઈ અને બારણું વાસી દીધું.
    હું ઉભી રહી.જડ બનીને.ક્યાંથી શરૂઆત કરવી એ જ સમજાતું નોહતું.
“વિક્કી…”મેં ધીમેથી કહ્યું.
“સૉરી”વિહાને સ્માઈલ આપી.બસ મળી ગયું મને.એ સ્માઈલ જોઈને મને બધું ભૂલાય જાય છે.
“તને પ્રોપોઝ કરતા નથી આવડતું?”નારાજગી વ્યક્ત કરતા મેં કહ્યું.
“તે ક્યાં શીખવ્યું છે?”વિહાને ફ્લર્ટ કરતા કહ્યું.
“તને તો કિસ કરતા પણ નથી આવડતું,હુહ”મોં મચકોડી મેં કહ્યું.
“તને આવડે છે?”વિહાન અદબવાળી ઉભો રહ્યો. હું દોડી તેને ભેટી ગઈ.એ કંઈ સમજે એ પહેલાં તેના હોઠ પર હોઠ ચાંપી તેના હોઠ સીવી લીધા.ઘણીબધી વાતોના ખુલાસા કરવાના હતા.તેને મીઠો ઠપકો પણ આપવો હતો પણ અત્યારે મને કંઈ જ યાદ નોહતું.હું તો તેના હોઠોનું રસપાન કરવામાં વ્યસ્ત હતી.તેણે મારી કમર પર હાથ રાખી નજદીક ખેંચી.અમે બંને એકબીજાને આગોશમાં ભરતા જતા હતા.મેં મારી કમર પરથી હાથ છોડાવી તેના હાથમાં આંગળીઓ પરોવી દીધી.
     થોડીવાર માટે હું અટકી, તેની આંખોમાં ચકરાવો લગાવ્યો અને ફરી તેના અધર પર અધર રાખી દીધા.બધું જ ભૂલી મેં તેને સ્વીકારી લીધો.જે વિહાન હતો એ જ વિહાનને સ્વીકારી લીધો.થોડીવાર પછી દૂર થઈ તેણે મારા મસ્તક પર ચુંબન કર્યું,મેં તેના ખભા પર માથું ઢાળી દિધુ.મારે આરામની જરૂર હતી.બે દિવસથી વિચારી વિચારીને મારું મન થાકી ગયું હતું.
‘આઈ લવ યુ વિહાન,આઈ લવ યુ સો મચ’મનમાં હું રટણ કરતી જતી હતી અને વિહાને વધુ જકડતી જતી હતી.
***
(વર્તમાન)
        દ્રષ્ટિએ ફોર્ચુનર રોકી.તેનું ઘર આવી ગયું હતું.અત્યારે હું સ્વસ્થ હતો.વરસાદ પણ અટકી ગયો હતો.
“આગળ શું થયું સર?”
      મેં તેની સામે સ્માઈલ કરી.
“અમારા રિલેશન ત્રણ વર્ષ સુધી ચાલ્યા,અચાનક એ અમને છોડી ચાલી ગઈ”મેં કહ્યું.
“તમે શોધવાની કોશિશ નોહતી કરી?”
    મને હસવું આવી ગયું. “પાગલ થઈ ગયો હતો,પણ સમય બધું શીખવી દે છે”
“છેલ્લો સવાલ,હજી તમે તેની રાહમાં છો?”
      મેં જવાબમાં માત્ર સ્માઈલ આપી.એ ઉતરી ચાલવા લાગી.મેં ફોર્ચુનર હંકારી. 
      ‘શ્યામ’ નિવાસ મારા બંગલાનું નામ.ચારસો વારમાં ઉભેલો એક ભવ્ય બંગલો.આ મારી મહેનતનું ફળ છે.હું કોઈ  ચોરી-ચકારી કરીને રૂપિયા નથી કમાયો.એ રૂપિયા તો મેં ગુપ્તદાનમાં આપી દીધા હતા.દિવસ-રાત એક કરી હું મારા પગ પર ઉભો થયો છું.ફોર્ચુનર પાર્ક કરી તેમાં રહેલા ડોક્યુમેન્ટનું બૅગ લઈ હું દરવાજે આવ્યો.
      સ્નેહા મારી રાહ જોઇને ઉભી હતી.અંદર પ્રવેશ્યો એટલે તેણે મારા હાથમાંથી બૅગ લઈ લીધું.
“મમ્મી તમારી ક્યારના ચિંતા કરતા હતા”ચિંતા યુક્ત સ્વરે સ્નેહાએ કહ્યું.
“ક્યાં છે મમ્મી?”મેં પૂછ્યું.
      તેણે બેઠકરૂમ તરફ ઈશારો કર્યો.હું સીધો ત્યાં પહોંચી ગયો.સામે દરવાજાનું વિરુદ્ધ દિશામાં મમ્મી વ્હીલચેર પર બેઠા હતા.
“મમ્મી..”મેં પાછળથી અવાજ આપ્યો.
      મમ્મીએ વ્હીલચેર ઘુમાવી.એક્સીડેન્ટમાં તેઓએ એક પગ ગુમાવ્યો હતો.હકીકતમાં એ એક્સીડેન્ટ નોહતું.સાઝિશ હતી.મને ફસાવવાની સાઝિશ.
“આવી ગયો બેટા”મમ્મીના અવાજમાં એ જ વહાલ વરસતું હતું જે અમે પોળમાં રહેતા ત્યારે વરસતું. આમ પણ રુપિયાને સબંધ સાથે કોઈ નિસ્બત નહિ હોતી.
“હા મમ્મી”હું તેઓની પાસે ગયો, “દવા લીધી?”
“હા,નેહુએ પરાણે આપી.તારો ડર બતાવીને”હસતા હસતા મમ્મી બોલ્યા.સ્નેહાને મમ્મી નેહુ કહેતા.
“તમે આરામ કરો મમ્મી”મમ્મીને વ્હીલચેર પરથી ઉઠાવી મેં બેડ પર સુવરાવ્યા.સ્નેહા જમવાનું પરોસતી હતી.મને થોડીપણ ભૂખ નોહતી.
      સ્નેહાને ના પાડી હું ઉપર રૂમમાં આવી ગયો.સ્નેહા નીચેના રૂમમાં સૂતી.ઉપરનો રૂમ પસંદ કરવાનું મારી પાસે એક કારણ હતું.બાલ્કનીમાંથી અમદાવાદનો અદભુત નજારો જોઈ શકાય છે.
      રૂમમાં આવી હું ડાબી તરફ વળ્યો.ત્યાં મ્યુઝિક સિસ્ટમ લગાવેલી છે.મેં ત્યાંથી હેડફોન લીધા.કાને લગાવી અરિજિત સિંહનું સોંગ લગાવ્યું.થોડીવાર બાલ્કની પાસે ઉભો રહ્યો.
“વિક્કી”મારા કાને અવાજ અથડાયો.એ આકૃતિ હતી.
“આકૃતિ”હું રડવા જેવો થઈ ગયો હતો.નજીક આવી એ મને વીંટળાઈ ગઈ.મેં પણ આખો બંધ કરી તેને ગાઢ આલિંગનમાં લઈ લીધી.
     પવનનું એક જોકું આવ્યું.મને હવાનો દબાવ મહેસુસ થયો.આઆંખો ખોલી તો આકૃતિ નોહતી.ભ્રમ હતો મારો.બાલ્કનીમાંથી હું અરીસામાં સામે આવ્યો.હેડફોન બાજુમાં રાખી સિગરેટ સળગાવી અને શર્ટના બટન ખોલવા લાગ્યો.શર્ટ દૂર કર્યો એટલે અરીસામાં મારી છાતી દેખાય.મારી છાતી પર જમણા ખભાથી નીચે ગોળી વાગેલું નિશાન હતું.ડાબા ખભે કોણીથી ઉપર ચાર સ્ટીચીસનું નિશાન હતું.
“કમબખ્ત દ્રષ્ટિ,આજે રડાવી ગઈ”ગુસ્સામાં હું બબડયો. અરીસા સામે ઉભો રહી હું મારી જિંદગીના એ પન્ના ઉખેલતો હતો જેને ત્રણ વર્ષ પહેલાં સમેટી લીધા હતા.
      એક વ્યક્તિએ મારી જિંદગી બરબાદ કરી દીધી.મારી મમ્મીને વ્હીલચેર પર લાવી દીધી,સ્નેહાને અનાથ બનાવી દીધી અને મારી આકૃતિને છીનવી ગયો.
     એ વ્યક્તિના તો રામ રમી ગયા છે પણ મારો બદલો હજી પૂરો નથી થયો.જ્યાં સુધી હું એ કામને અંજામ નહિ આપું ત્યાં સુધી ચેનથી બેસીશ નહિ.
    
(ઈન્ટરવલ)
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)