આજ થી લગભગ 30 વર્ષ પહેલાં.
એક નાનકડા ગામમાં પોતાનો સંસાર ની શરૂઆત કરી. તેણે લગ્ન ના એક મહિના પછી તરત જ જુદા કરવા મા આવ્યા.
કેમ કે તેની બંને જેઠાણી વધારે પડતી રૂપાળી હોવાથી તેને તેની દેરાણી ના ગમી. તેના સસરા સ્વર્ગસ્થ હોવાથી એ કડી ને જોડેલી રાખે એવું કોઈ ન હતું. જેઠાણી ઓ મા ફક્ત રૂપ નહિ બુદ્ધિ પણ વધારે પડતી હતી. જેથી તેણે સાસુમા ને સાથે રાખવાની ના પાડી દીધી. એટલે સાસુમા નાની વહુ સાથે રહેવા લાગ્યા. તેની બંને જેઠાણી ને છોકરીઓ હોવાથી થી જમીન પણ વધારે અને એને જે જોતી હોય તે આપી. છતાં બંને હમેશાં દેરાણી પાસેથી કઈ રીતે વારસાઈ સંપતી છીનવી શકે એવો કોઈક ને કોઈક આઇડિયા બનાવ્યાં રાખે. કેમકે તેના પતિ દેવ નો ધંધો એવો હતો કે પોતે ઘરે ના રહી શકતા. પોતે કૂવા માં બોર કરવાનું કામ કરતાં હોવાથી હમેંશા અલગ અલગ ગામ ,તાલુકા ,જીલ્લા માં જવું પડતું. કેમ કે જમીન ઓછી અને પાણી વિનાની હોવાથી ગુજરાન માટે ઘૂમવું પડતું. એ સમયે પોતે એકલી ખેતી સંભાડ્તી કેમ કે એના પતિદેવ ને વારંવાર આવવું અશક્ય હતું. ત્યારે ના તો કોઈ મોબાઇલ કે ના કોઈ લેન લાઇન ની વ્યવસ્થા હતી. કે જેથી કઈ પણ વાત પણ થય શકે . આવી બધી પરિસ્થિતી નો લાભ લઈ ને બંને જેઠાણી પોતાના પતિ ને ચડામણી કરી ને કોઈ ના કોઈ રીતે હેરાન કરતાં. પોતાની હલકાઇ ની એટલી હદ પાર કરી નાખતા કે આજે આ લખતા પણ રૂવાડા ઊભા થય જાય છે. તેને નાના ત્રણ છોકરા હતા સૌથી મોટો છોકરો ત્રણ વર્ષ નો ને નાનો 6 મહિનાનો , પોતે ત્રણે છોકરાને બળદ ગાડા માં બેસાડી રાત્રે ખેતર માં પાણી વાળવા જતી , કેમ કે તેના પતિદેવ ને એ ત્રણ ભાઈ વચ્ચે એકજ કૂવો હતો જેથી અઠવાડીયા માં બે બે દિવસ જ પાણી મળતું. પોતાના બાળકોને સાંજે જમાડી ને બળદગાડા માં લઈને ખેતરે જાય પોતે એક સ્ત્રી હોવા છતાં કોઈ ડર રાખ્યા વિના રાત્રે ખેતરે જતી . અને ખેતરે પોચતી ત્યાં તો તેના જેઠે પાણી પોતાના માં ચાલું કરી દીધું હોય. પણ ભારતીય નારી ની મર્યાદા રાખી પોતે જેઠ સામે કઈ ના બોલતી ને આંખ માં આસું લૂછતી ઘરે આવતી.એટલા માટે નહીં કે બીક લાગતી પણ એટલા માટે કે કુટુંબ ની લાજ જળવાઈ રહે. કોને કહે પતિદેવ આવે ત્યાં મહિના નિકડી જાય અને ત્યાં સુધી પોતાનો પાક સુકાય. પછી જ્યારે પતિદેવ આવે ત્યારે વાત કરે પણ શું કરે એ પણ પોતાના ભાઈ સમજી માફ કરે . પણ પછી અતિ ની ગતિ ના પરિણામ કાઇક કરાવે.. એ સૌ જાણે છે. અંતે પોતાના પતિદેવ એ કામ બંધ કરી ને ખેતી માટે આવી ગયા. પણ પછી થોડો સમય જતાં બાજુ માં એક ડેમ નું બાંધકામ થયું. બંને એ પોતાની તનતોડ મહેનત થી રાત દિવસ જોયા વિના કામ કરતા. એને પણ મજૂરીએ કામ કરાવી ખાતા આવડતતૂતું , પણ નઈ કેમ જે કઈ બચે એમાથી એના છોકરાઓ સારું શિક્ષણ અપાવવું હતું. ને પોતાના છોકરાઓ ને હોસ્ટેલ માં ભણવા બેસાડયા. એટલા માટે નહીં કે છોકરા ભણી ને સારી નોકરી મેળવે પણ એટલા માટે કે આવા વિચારો થી બચી ને પોતે હળી મળી ને રહે. ત્યાર પછી પોતાની મહેનત થી સારું ઘર વસાવ્યું. પોતાના છોકરા ઑ ને સારું શિક્ષણ અપાવી નોકરીએ લગાડ્યા. બાળકોના શિક્ષણ દરમ્યાન પોતે ઘણા મેણાં ટોણાં સાંભડયા પણ બાળકો પ્રત્યેની માં ની અભિલાસા એ તેણે પોતાની લાઇફ માં થાક્વા ના દીધા.
આ લખવા પાછડ મારો હેતુ એની ખાલી પ્રશંશા નથી.
એટલા માટે લખું છું કે આપણાં સુખ પાછડ એનો કેટલો ફાળો હોય છે....
છતાં પણ આપણે પેલા એ જ વ્યક્તિ ને ભૂલી જાય ...
યાદ રાખજો દોસ્તો ક્યારેય માત - પિતા ની આંખ માં આસું ના આવવા દેતા..
એ નથી બોલતા એની પાછડ એની અજ્ઞાનતા નથી...
એના દરેક નિર્ણય પાછડ એક સારો હેતુ હોય છે...
હમેશાં થડ પોતાની ડાળી ઓ ને પકડીને રાખે છે...
જે ડાળી નોખી પડે એ ડાળી વહેલી સુકાય છે...
આ કહાની કોઈ બનાવટી નથી પણ મારી માં ની છે...
લી. અવિનાશ મારક્ણા
if any query every time contact me on : 9898868388