સિરિયલ કિલર
સમય સવારનાં 10 કલાક
સી.બી.આઈ હેડ ઓફિસ
ટેલિફોનની રીંગ વાગે છે…..ટ્રિન… ટ્રિન…..ટ્રિન
“ હેલો “
“ હેલો ! મિ. અભિજીત ભારદ્વાજ, હું સી.એમ ઓફ ગુજરાત વાત
કરી રહ્યો છું,”
“ હા ! જયહિંદ સર”
“ જય હિંદ”
“ મિ. અભિજીત ! મેં તમને એક સ્પેશિયલ સિરિયલ કિલિંગનો કેસની તપાસ તમને સોંપવા માટે કોલ કર્યો છે.”
“ સિરિયલ કિલિંગ ….?” - અભિજીતે આશ્ચર્ય અને નવાઈ સાથે પૂછ્યું.
“ યસ ! મિ. અભિજીત, આપણું રાજકોટ શહેર આજકાલ રંગીલા શહેર માંથી ક્રાઈમ સિટી બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે.”
“ યસ ! સર.” - અભિજીતે આ કેસમાં રસ પડતો હોય તેવી રીતે સી.એમ સાહેબના સુરમાં સુર પુર્યો.
“ આજકાલ ! રાજકોટ શહેરમાં દિન - પ્રતિદિન ક્રાઇમ વધી રહ્યા છે…...રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન 8 મર્ડર થાય છે, અને નવાઈની વાત એ છે કે બધા જ ખૂન એક સરખી રીતે જ થાય છે”
“ તો સાહેબ ! એ સિરિયલ કિલરને કોઈ હજુ સુધી પકડી શકયુ નથી ...એવું ને સર.”
“યસ ! મિ. અભિજીત, રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વાળા એ તપાસ કરી અને રિપોર્ટ આપ્યો કે આ બધા ખૂન એક જ રીતે અને એક જ વ્યક્તિ દ્વારા થયેલા છે….પરંતુ ખૂન કેવી રીતે થયાં અને કોઈ સબુત રાજકોટની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ના શોધી શકી.”
“યસ ! સર”
“એટલે હવે ! આ સિરીયલ કિલર વધુ ખૂન કરે તે પહેલાં તેને પકડીને અટકાવવો ખૂબ જ જરૂરી છે નહિ તો તે બીજા ઘણાં જીવનો ભોગ લેશે.”
“ ઓકે ! સર, તો તમે મારા અને મારી કાર્યક્ષમતા પર જે વિશ્વાસ રાખ્યો છે તે બદલ હું તમારો આભરી છું, હું બે જ દિવસમાં રાજકોટ પહોંચી ને હું મને સોંપવામાં આવેલ કેસ પર ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દઈશ.”
“ મિ. અભિજીત ! મને તમારી પાસે થી આવી જ અપેક્ષા હતી.” - આટલું બોલી સી.એમ સાહેબે ફોન મૂકી દીધો.
અભિજીતે પોતાના ટેબલ પર રહેલ બેલ વગાડ્યો અને પટ્ટવાળા બોલાવ્યો.
“ જી ! આહેબ”
“ મોહનભાઇ ! એક કડક ચા પીવડાવોને”
“જી ! સાહેબ “ - આટલું બોલી મોહનભાઇ ચા લેવા માટે જતાં રહ્યાં.
અભિજીત આજે મનોમન ખૂબ ખુશ થઈ રહ્યો હતો અને પોતાની જાત પર ગર્વની લાગણી અનુભવી રહ્યો હતો….ગર્વ થવો પણ જોઈએ કારણ કે ખુદ સી.એમ ઓફ ગુજરાતનો ફોન આવે પોતાના પર તો કોણ ખુશ ના થાય….????
એટલીવારમાં મોહનભાઇ ચા લઈને આવ્યા અને દરવાજાને નોક કર્યું…
“ સાહેબ ! આવું “
“યસ “
“ સાહેબ ! તમારા શરીરમાં એકદમ સ્ફૂર્તિ આવી જાય એવી કડક મીઠી ચા બનાવી લાવ્યો છું”
“ આભાર ! મોહનભાઈ ...પરંતુ હવે મને એકાદ અઠવાડીયું તમારા હાથની બનેલ કડક અને મિઠી ચા પીવા નહીં મળે.
“કેમ ? સાહેબ ?” - એક સહજભાવે મોહનભાઈએ પૂછ્યું.
“ હા ! મારે એક કેસના ઇન્વેસ્ટિગેશન માટે એકાદ અઠવાડીયું રાજકોટ જવાનું છે.”
“ ઓહો ! એવું છે ? પણ સાહેબ તમે ચિંતા ના કરો, મેં મારા એક મિત્ર પાસેથી સાંભળ્યુ છે કે રાજકોટ માં ” ખેતલાબાપાની ચા એટલે ખેતલાબાપાની ચા” તમે પણ ટેસ્ટ કરજો.”
“ઓકે ! અત્યારે તો મોહનબાપા ની ચા પી લઉં” - અભિજીતે રમૂજ કરતા - કરતા બોલ્યો.
**********************************************************
અભિજીત એક હોનહાર , ઉત્સાહિ, યંગ , ઇન્ટેલિજન્ટ સી.બી.આઇ ઓફિસર હતાં, જે પોતાની બુધ્ધિ અને ચાતુર્યતા અને પોતાના કેસ ઇન્વેસ્ટિગેશન કરવાની પધ્ધતિને લીધે તે સમગ્ર દેશમાં સૌ કોઈ તેને સારી રીતે ઓળખતું હતું.
અભિજીતે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી સખત મહેનત કરી
I.P.S પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જે બદલ તેને વર્તમાન રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત પણ કરવામાં આવેલ હતાં. બે વર્ષ અગાઉ અભિજીતે સફળતા પૂર્વક 100 વણઉકેલ્યાં કેસ સોલ્વ કરવા બદલ તેને પદ્મ શ્રી નો એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં.
અભિજીત કોઈ કેસનું ઇન્વેસ્ટિગેશન હાથમાં લઈ અને તેનું નિરાકારણ ના આવે તેનો કોઈ અવકાશ જ હોય જ નહી. જે તેની કામ કરવાની પ્રણાલી ને લીધે જ શક્ય બન્યું હતું.
***********************************************************
બીજે દિવસે
સાંજના 7 વાગ્યે
અભિજીત પોતાના ઘરેથી સાંજની 7 વાગ્યાની ફલાઈટ દ્વારા રાજકોટ જવાં માટે રવાના થયો.
ફલાઈટમાં બેઠા - બેઠા અભિજીત પોતાને સોંપવામાં આવેલ કેશ વિશે વિચારી રહ્યો હતો….શાં માટે કોઈ આટલા બધા ખુન એકસાથે કરે ? શુ ખૂન કરવા વાળો કોઈ સિરિયલ કિલર હશે કે કોઈ સાયકો વ્યક્તિ હશે ? શાં માટે રાજકોટની લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કેશ સોલ્વ કરવામાં અસમર્થ રહી હશે…?? ….આમ વિચારતાં - વિચારતા અભિજીતને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખ્યાલ ના રહ્યો.
************************************************************
બીજે દિવસે સવારે અભિજીત રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પહોંચી ગયો.અભજીત સરને જોઈ રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઓફિસરોના જીવમાં જીવ આવ્યો.એ લોકોને થયું કે આ કેસ હવે અભિજીત સરને સોંપવામાં આવ્યો એટલે આ કેસ ચોક્કસથી સોલ્વ થઈ જશે.
“ ગુડ મોર્નિંગ સર ! “
“ ગુડ મોર્નિંગ.”
“ સર ! મારું નામ કુમાર શાહ છે.”
“ યસ ! મિ. કુમાર, વ્હોટ ઇસ ધ મેટર..?”
“સર ! આ સિરિયલ કિલિરનો કેસ હું સાંભળી રહયો હતો.”
“ ગુડ ! વેલ.”
“સર ! આ કેસમાં ખૂનીએ બધા જ ખુન ખૂબ જ સાવચેતીથી અને એક જ રીતથી કરેલ છે...પરંતુ અમને વારદાત પરથી કોઈ હથિયાર નથી મળેલ એટલે અમે ખૂની સુધી નથી પહોંચી શક્યા”
“ એકપણ કેસમાં તમને હથિયાર કે ફિંગરપ્રિન્ટ નથી મળ્યાં એવું”
“ યસ ! સર ! એક્ઝેટલી.”
એટલીવારમાં એલ.સી.બી ઓફિસમાં રાખેલ ફોન રણક્યો
“ હેલ્લો ! સર ! ભક્તિનગરમાં પેલા એક ખૂન થયું છે.”
“ઓકે ! તમે કોણ બોલો છો ?”
“ સર ! હું જે બિલ્ડિંગમાં ખૂન થયું છે તે બિલ્ડીંગનો વોચમેન બોલું છું.”
“ઓકે ! અમે આવીએ છીએ”
“ કમ ઓન ઓફિસર લેટ્સ ગો !” - અભિજીતે એક આદેશ કર્યો
અભિજીત અને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્સનાં અમુક ઓફિસર સાથે વારદાત સ્થળ પર પહોંચ્યા.અને આખે આખી ટીમ તપાસમાં લાગી ગઈ, પરંતુ આ વખતે પણ દરવખતેની જેમ કંઈ સબુત કે હથિયાર મળ્યું નહીં.
અભિજીતને પણ આ કેસ હવે ધાર્યા કરતાં હવે વધારે પેચીદો લાગ્યો, પરંતુ એક વાત નક્કી હતી કે આ ખૂન પણ અગાવના બધા ખૂન માફક જ કરવામાં આવેલ હતું, જે પેલા સિરીયલ કિલરે કરેલ હોય તેવું લાગી રહ્યું હતું.
અભિજીતે પોતાની એક બાજ નજર આખી સાઇટ પર ફેરવી પરંતુ કંઈ મળ્યું નહી, અભિજીતે મિ. કુમારને બોલાવીને કહ્યુ
“મિ. કુમાર ! તમને શું લાગે છે ?”
“ સર ! આ ખૂન પણ અગાવના બધા જ ખૂનની પેઠે જ કરવામાં આવેલ છે અને આ પણ પેલા સિરીયલ કિલરનું જ કામ હોય તેવું લાગી રહ્યુ છે, સર અમારી પણ ટીમ માત્ર આટલું જ જાણી શકી છે આનાથી આગળ અમારી તપાસ કયારેય વધી નથી.”
“મિ. કુમાર ! આપણને ફોન કરેલ હતો તે ચોકીદારને બોલાવો.”
“જી ! સાહેબ.” - આટલું બોલી મિ. કુમારે પેલા ચોકીદારને બોલાવ્યો.
“ નમસ્તે ! સર !” - ચોકીદાર થોડુંક માનપૂર્વક બોલ્યો.
“ તમને ક્યારે ખબર પડી ! આ ખૂન વિશે?”
“ સાહેબ ! મને સવારે નવ વાગ્યાની આસપાસ ખબર પડી એટલે મેં તરત જ ફોન કર્યો.”
“ ઓકે ! તમે આ બિલ્ડીંગમાં કોઈ અજાણ્યાં વ્યક્તિને આવતા કે જતા જોયો છે?”
“ના ! સાહેબ ! મેં કોઇ અજાણ્યા વ્યક્તિને આ સોસાયટીમાં નથી જોયો”
“ઓકે ! તમે જઇ શકો છો.” - આટલું બોલી અભિજીતે પોતાના ખિસ્સામાંથી ગોલ્ડફ્લેકનું બોક્ષ કાઢીને એક સિગારેટ સળગાવી અને હતાશા સાથે તે એક પછી એક દમ લેવા લાગ્યો. સિગારેટ માંથી નીકળતા ધુવાડાની સાથે - સાથે અભિષેક પણ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો..કારણકે પોતાના આટલા લાંબા કાર્યકાળમાં પહેલી વખત એવું બન્યું હતું કે પોતાના હાથે કોઈ સબુત ના આવ્યું હોય.”
અચાનક કંઇક વિચાર આવતાની સાથે જ અભિજીતે સિગારેટ ફ્લોર પર ફેંકી અને પોતાના પગ વડે કચડીને મૃતદેહ પાસે ગયો અને મૃતદેહ પરના ઘા નું ઓબસર્વેશન કરવા લાગ્યો, ઘા નું ઓબસર્વેશન કર્યા બાદ અભિજીત એક વાત તો નક્કી કરી લીધી કે આ ખૂન કોઈ તિક્ષણ હથિયાર વડે જ કરવામાં આવ્યું છે પરંતુ એ કેવી રીતે શક્ય બને કે કોઈ પણ સબૂત ન મળે...આથી તે કંઈક ચેક કરવા માંગતો હોય તેવી રીતે તેણે પોતાના હાથની આંગળીઓ દ્વારા મૃતદેહના ઘા નો સ્પર્શ કર્યો તો તેની આંખો નવાઈ સાથે પહોળી થઇ ગઇ , તેના ચહેરા પર જાણે કંઈક કલું મળ્યું હોય તેવો આનંદ સ્પષ્ટપણે દેખાય આવ્યો.
આથી અભિજીતે મિ. કુમારને બોલાવ્યા અને કહ્યું કે
“ મિ. કુમાર ! આ ડેડબોડી ને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દો. માની લો કે આ કેશ સોલ્વ થઈ ગયો.”
“જી ! સાહેબ “ - આટલું બોલી મિ. કુમારે દેડબોડીને પી.એમ માટે મોકલવાનો આદેશ કરી દીધો.
“ સાહેબ ! શુ ખરેખર ! આ કેશ સોલ્વ થઈ ગયો ?”
“યસ ! મિ. કુમાર, તમને મારી કાબેલિયત પર શંકા છે ?”
“ના ! સાહેબ, જરાય નહીં..પરંતુ મને સમજાતું નથી કે આ કેસ તેમને કેમ એવું લાગે છે કે સોલ્વ થઈ ગયો.”
“ હું તમને બધુ શાંતિથી સમજાવીશ મિ. કુમાર ! તમે પહેલા આ ડેડબોડીને પી.એમ માટે મોકલાવી દો.”
“જી ! સાહેબ “ - આટલું બોલી મિ. કુમારે દેડબોડીને પી.એમ માટે મોકલવાનો આદેશ કરી દીધો.
ત્યારબાદ અભિજીત અને કુમાર પોતાની ઓફિસે આવ્યા અને બેઠા અને અભિજીતે કહ્યું કે
“ મિ. કુમાર ! આ શહેરમાં કુલ્ફી માટેના ફર્મા એટલે કે બીબા બનાવનાર ને અહીં મારી સમક્ષ હાજર કરો”
કુમારને સમજાતું ન હતું કે આ સિરિયલ કિલિંગ અને ફર્મા બનાવરને આ કેસ સાથે શું સબંધ હોય શકે? તેમ છતાંપણ તેણે અભિજીત સર દ્વારા આપવામાં આવેલ આદેશનું પાલન કરતા શહેરમાં ફર્મા બનાવનાર બધાને હાજર કરી આપ્યા.”
“ જુઓ ! આપણાં શહેરમાં સિરીયલ કિલિંગના કેસ વધી રહ્યા છે અને મને આ સિરિયલ કિલરને પકડવા માટે સ્પેશિયલ નિમણુક આપવામાં આવેલ છે. જો તમે મને મદદ કરશો તો હું ચોક્કસથી એ સિરીયલ કિલરને પકડી પાડીશ.” - બધા અભિજીતની વાત સાથે સહમત હોય તેવી રીતે પોતાનું માથું હલાવ્યું.
“ હું ! તમને જે પુછું મને તેનો એકદમ શાંતિથી વિચારીને જવાબ આપજો”
“ શુ ! છેલ્લા ત્રણ મહિનામાં તમારી પાસે ખંજર માટેનો ફર્મા બનાવવા કોઈ આવેલ હતું .”
બધાએ પોત - પોતાનું માથું હલાવતા ના પાડી પરંતુ એક કારીગરે કહ્યું .
“ સાહેબ ! મારી પાસે ત્રણ કે ચાર મહિના પહેલા એક વ્યક્તિ આવેલ હતો, જેણે મને ખંજર બતાબતા કહ્યું હતું કે આ મારા લગ્નની નિશાની છે, તેની મ્યાન તૂટી ગઈ છે તો મને આ ખંજર માટેની મ્યાન બનાવી આપશો તો હું ફરીથી મારા લગ્નની યાદીને સાચવી શકીશ, આથી મને થયુ કે એ વ્યક્તિને પોતાની લગ્નની ખંજર સાથે ખૂબ જ લગાવ હશે આથી મેં તેને ખંજરની મ્યાન બનાવી આપી હતી.”
“ઓકે ! ધેટ્સ પોઈન્ટ , બાકી બધા જઇ શકો છો”
“ શું ! તમે એ વ્યક્તિને હું તમારી સમક્ષ લાવિશ તો તમે એને ઓળખી શકશો ?”
“ હા ! સાહેબ ! ચોક્કસ “
“ઓકે ! તમે જઇ શકો છો પરંતુ મને તમારો કોન્ટેક્ટ નંબર લખાવી દો, જ્યારે તમારી જરૂર પડશે ત્યારે હું સામેથી તમને કોલ કરીશ”
“ઓકે ! સર “ - આટલું બોલી પેલા કારીગરે જવા માટેની રજા લીધી.”
મિ. કુમાર ઓફિસના કોઈ એક ખૂણામાં ઊભાં - ઊભાં આ બધું જોઈ રહ્યા હતા જે કઈ બની રહ્યું હતું કે અભિજીત સરના ઇન્વેસ્ટિગેશનમાં તેને કઈ સમજાય રહ્યું ન હતું.
*************************************************************
બીજે દિવસે
સાંજના 7 વાગ્યાની આસપાસ પેલા ચોકીદારનો ફોન આવ્યો અને કહ્યું
“ અભિજીત સરને ફોન આપો ! મારે તેની સાથે એક અગત્યની વાત કરવી છે”
અભિજીત દોડતાં - દોડતા આવ્યો અને ફોનનું રીસીવર ઉઠાવ્યું અને બોલ્યો.
“ હા ! બોલો ! હું અભિજીત બોલું છું.”
“સાહેબ ! હું પેલી બિલ્ડીંગનો ચોકીદાર બોલું છું, સાહેબ અમારી સોસાયટીમાં મેં આજે એક શંકાસ્પદ અજાણ્યા વ્યક્તિને જોયો છે, જે અમારી સોસાયટીમાં આંટા મારે છે અને તેના હાથમાં એક નાની એવી સ્યુટકેશ છે.”
“ઓકે ! તમે તેના પર નજર રાખો અમે થોડીક જ વારમાં પહોંચીએ છીએ”
આથી અભિજીત પોતાની ટીમ સાથે સાયરન વગરની ગાડી લઈને પેલા ચોકીદારે જણાવેલ એડ્રેસ પર પહોંચી ગયાં, અને ચોકીદારને મળ્યા.
“ ક્યાં છે ? પેલો અજાણ્યો વ્યક્તિ??”
“સાહેબ ! તે પેલી શેરીમાં ગયો છે.”
“ ઓફિસર્સ ! ટેક યોર પોઝિસન !”
અભિજીતનો ઓર્ડર મળતાની સાથે જ બધા ઓફિસરોએ પેલી શેરીને ચારે બાજુએ થી ઘેરી લીધી…..થોડોક સમય વીત્યા બાદ પેલા ચોકીદારે આપેલ બાતમી મુજબ પેલો અજાણ્યો શખ્સ નજરે ચડ્યો.
અભિજીત અને તેની ટીમે તેને ઘેરી લીધો, તેણે ભાગવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તે છેવટે પકડાય ગયો.
અભિજીતે તરત જ તેને કેદ કરી તેના હાથમાં રહેલ સ્યુટકેશ લઇ લીધી અને પોતે કંઈક ખાતરી કરતો હોય તેવી રીતે સ્યુટકેશ તપાસી...સ્યુટકેશ તપાસ્યા બાદ, અભિજીતે પેલા ફર્મા બનાવનારને ત્યાંજ ફોન કરીને બોલાવી લીધો જેથી પેલા ખંજર બનાવનાર પેલા યુવકનો ચહેરો ઓળખી શકાય, ફર્મા બનાવનારે ખાત્રીપુર્વક પેલા યુવકની ઓળખાણ કરી અને કહ્યું કે, “ સાહેબ ! આ એજ યુવક છે જેણે મારી પાસે ખંજર માટેનો ફર્મો બનાવડાવેલ હતો. આટલું સાંભળતાની સાથે જ અભિજીતની આંખોમાં એક ચમક આવી ગઈ અને જાણે બધી કડીઓ હવે એકબીજા સાથે જોડાય રહી હતી.
ત્યારબાદ અભિજીતે મિ. કુમારને કહ્યું કે, “ આજ છે તમારી ઘણાં દિવસની ઊંઘ ખરાબ કરનાર, તમારે નાકે દમ લવાનાર ઉર્ફે સિરિયલ કિલર”
અભિજીતે ત્યારબાદ સી.એમ ને ફોન કર્યા અને કહ્યું કે, “ જયહિંદ સર ! ધ કેસ હેસ બીન સોલ્વડ” - અભિજીતના આવજમાં એક વિજયી સ્વર ગુંજી રહ્યો હતો.
અભિજીતનાં આ કાર્યથી અભિજીત તો ખુશ હતો જ તે કારણકે તેણે સોલ્વ કરેલા અઘરા કેસમાં એક કેસનો વધારો થયો અને સાથે - સાથે સી.એમ પણ ખૂબ જ ખુશ હતાં…..પરંતુ એક વ્યક્તિ એવો હતો કે જેના મનમાં હજુ પણ ઘણાં વણઉકેલ્યા પ્રશ્નો અને દુવિધા હતી…..એ હતા મિ. કુમાર..!
આથી મિ. કુમાર પોતાની જાતને ખુદ રોકી ના શકાય આથી તેણે અભિજીત સરને કહ્યું
“ સર ! હું તમને એક પ્રશ્ન પુછું?” - મારા મનમાં ઘણી શંકા કે દુવિધાઓ છે” - ગભરાયેલા અવાજે મિ. કુમારે જણાવ્યું.
“ હા ! ચોક્કસ થી મને તમારો પ્રશ્ન કે શંકા જણાવો મિ. કુમાર.”
“સર ! તમારી કુશળતા પર તો કોઈ શંકાને સ્થાન નથી પરંતુ તમે કેવી રીતે ચોક્કસથી કહી શકાય કે આજ સિરિયલ કિલર છે એવું?”
સાંભળો મિ. કુમાર હું તમને આખી વિગત તમને જણાવું છું જેથી તમારા મનની શંકા કે પ્રશ્નોનું સમાધાન થઈ જાય.
“જી ! સાહેબ જણાવો.”
“આપણે જ્યારે સિરિયલ કિલરે કરેલ લાસ્ટ મર્ડરના સ્થળ પર ગયા હતા ત્યાં મેં દેડબોડીના ઘા ની તપાસ કરી એ સમયે મને તેના તેના ધા માં જે બ્લડ હતું તે એકદમ ઠંડુ હતું, મેડિકલ સાયન્સ પ્રમાણે માણસ જીવિત કોઈ કે મૃત તેમાં શરીરનું કે લોહીનું તાપમાન થોડુંક હૂંફાળું હોય છે ત્યારે મને શંકા ગઈ કે જરૂરથી આ સિરિયલ કિલર કોઈ પાણીને થિજવી ને તેમાંથી બનાવેલ ખંજર કે ચપ્પા વડે ખૂન કરવામાં આવ્યું હોય અને પેલા ફર્મા બનાવનારે જે વિગતો આપી તેનાથી મારી શંકા એક હકીકતમાં પરિણમી, ત્યારબાદ ચોકીદારે આપેલ બાતમી મુજબ પેલો અજાણ્યો શખ્સ એક સ્યુટકેશ લઈને આંટા મારતો હતો એવું સાંભલીને મને ખ્યાલ આવી ગયો કે આવી ખાસ પ્રકારની ખંજર માટે તેને સ્પેશિયલ પ્રકારના ફ્રીઝરની જરૂર પડે...ત્યારબાદ મેં પેલા કેદ કરેલા વ્યક્તિનાં હાથમાં રહેલ સ્યુટકેશ લઈ મેં જોયું તો તેમાં મારા થિન્કિંગ મુજબ મેં જોયું તો તેમાં એ જ પ્રકારની ખંજર હતી આથી હવે મારી પાસે રહેલ બધી કડીઓ એકબીજા સાથે જોડાય ગઈ અને ત્યારબાદ પેલા વ્યક્તિ જે રીતે ગભરાઈને ભાગવાના પ્રયત્નો કરી રહ્યો હતો ત્યારે મને ખ્યાલ આવી ગયો કે આજ જ છે પેલો સિરિયલ કીલર અને ત્યારબાદ પેલા ફર્મા બનાવનારે તો મારો કેસ એકદમ સરળ બનાવી દીધો અને સિરિયલ કિલરનો કેસ એક ઝાટકામાં જ સોલ્વ થઈ ગયો.”
આટલું સાંભળતાની સાથે જ મિ. કુમારે તાળીઓ પાડી અને અભિજીતને એક સલામ આપી અને કહ્યું કે, “સર ! તમારા વિશે અત્યાર સુધી માત્ર સાંભળ્યું જ હતું હવે જોઈ પણ લીધું , કદાચ એ લોકો તમારા જે વખાણ કરે છે તે મારી દ્રષ્ટિએ ઉણા ઉતરે તેમ છે, તમારી સાથે કામ કરી હું મારી જાત ઉપર ગર્વની લાગણી અનુભવી રહ્યો છું અને તમારી સાથે કામ કરવાનો આ લ્હાવો હું જીંદગીભર નહીં ભુલીશ.”
“મિ. કુમાર હવે વાખાણથી જ પેટ ભરશો કે ચા - પાણી પીવડાવશો?” - અભિજીતે કુમારને અટકાવતા જ બોલ્યો.
“હા ! સાહેબ હું તમને રાજકોટની પ્રખ્યાત “ ખેતલાઆપાની ચા અને જોકરના ગાંઠિયા ખવડાવીશ”
ત્યારબાદ પોતાના વિજયની ઉજવણી કરવા માટે ગામમાં બધા એકસાથે ગયા અને બધાએ એક ગ્રૂપ ફોટો પડાવ્યો જે કાયમીક માટેની યાદગારી બની ગઈ”
************************************************************
બીજે જ દિવસે સવારે બધા જ દૈનિક વર્તમાનપત્રોમાં મોટા અક્ષરે હેડલાઈન આવી કે “ભગવાન કે ઘર દેર હે પર અંધેર નહીં હે” આખરે લોકોના શ્વાસને અધ્ધર કરનાર સિરિયલ કિલર સફળતાપૂર્વક પોલીસની હીરાસતમાં - જેનો શ્રેય જાય છે સી.બી.આઇ ના હોનહાર ઓફિસર મિ. અભિજીત ભારદ્વાજ અને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર મિ. કુમાર શાહ અને સમગ્ર ટીમ, અને નીચે સમગ્ર ટીમનો મિ. અભિજીત સાથેનો ગ્રૂપ ફોટો છપાયેલા હતો.
બીજ જ દિવસે અભિજીત પોતાની હેડ ઓફિસે એટલે કે પોતાના વતન કે ઘરે જવા માટે રવાના થયા.
અભિજીતને બધાએ ખૂબ જ લાગણીવશ અને માનભેર વિદાય આપી, પોતાની સાથે એક જ બેગ હતી પરંતુ એનાથી પણ વધારે તો અભિજીતે કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રના લોકોની મહેમાનગતિ કે આગતા સ્વાગતા પોતાની સાથે લઈને ગયા….પોતે ઘણીબધી મહેમાનગતિ માણી હતી પરંતુ જેવી સૌરાષ્ટ્રમાં મહેમાનગતિ કરવામાં આવી એવી મજા અભિજીતને ફાઈવસ્ટાર હોટલ કે હાઇફાઈ પાર્ટીમાં પણ એટલી મજા આવી નહોતી…...હવે તેને પેલી પંક્તિ સમજાય રહી હતી કે કાઠિયાવાડી લોકો જ એટલી હિંમત ધરાવે છે કે જે ભગવાનને પણ ખુલ્લી ચેલેન્જ કરી શકે કે, “કાઠિયાવાડમાં કો`ક’ દિ ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવું શામળા.”
મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ આવે તો તમે તમારો સ્ટોરી વિશેનો પ્રતિભાવ ચોક્કસથી જણાવજો.
સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ
મકવાણા રાહુલ.એચ.
9727868303
rahulmakwana29790@gmail.com