Check and Mate - 18 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 18

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ચેક એન્ડ મેટ 18

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

Part:-18

ડેવિડ નાં પ્લાન મુજબ આકાશ સહાની નાં ઘરે રોબરી નું નક્કી થાય છે..ડોકટરના સ્વાંગમાં સુમિત,સોનુ અને સોનાલી આવી સિફતપૂર્વક રોબરી ને અંજામ આપે છે..પોતાની પાછળ પડેલી પોલીસનો પીછો છોડાવી ગોવિંદ નફીસા ને ઉતારી મૂકે છે..જ્યાંથી ઓમ એને પોતાની સાથે લેતો જાય છે..અન્ય લોકો ની કોઈ ખબર હોતી નથી..નફીસા પોતાની જોડે રહેલી કેશ વિશે ઓમ ને કહે છે..આકાશનાં ઘરે એક બ્લાસ્ટ થાય છે અને આકાશ ભાનમાં આવી જાય છે..પોતાનાં ઘરે રોબરી થઈ ગઈ છે એ જાણ્યાં પછી આકાશ ગુરુજી ને આ વિશે જાણ કરે છે..અને પછી બીજાં નંબર પર હરખાતાં કોલ કરે છે..હવે વાંચો આગળ...!!

***

પોતાનાં અન્ય સાથીદારોની ચિંતા કરતાં કરતાં નફીસા અને ઓમ ગુજરાત રાજ્ય ની બોર્ડરમાં પ્રવેશ કરે છે..

"ઓમ આ ઈનોવા ને ક્યાંક અહીં જ આગળ છોડી દઈએ અને આપણે ત્યાંથી કોઈ બીજાં વેહિકલમાં આગળ વધીએ..પણ જઈશું ક્યાં..?"નફીસા એ કહ્યું.

"અમદાવાદ તો જઈ શકાય એમ નથી..કેમકે મારાં પર ત્યાં મર્ડર નો કેસ ચાલે છે..એક કામ કરીએ આપણે ભુજ જતાં રહીએ..કોઈને સપનેય ખ્યાલ નહીં આવે આપણે ત્યાં છુપાયા હોઈશું.."ઓમે જણાવ્યું.

"તને યોગ્ય લાગે એ..હું હંમેશા તારી સાથે જ છું.."ઓમ ની આંખોમાં આંખ નાંખી નફીસા એ કહ્યું..ઓમ ને નફીસા ની આંખોમાં પોતાનાં માટે એક ગજબનો પ્રેમ દેખાતો હતો..ઓમે ઈનોવા ને વડોદરા જોડે એક ખુલ્લી જગ્યાએ છોડી દીધી અને પોતાનાં અને નફીસાનાં મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી એને તોડીને ફેંકી દીધાં.. અને મોબાઈલને પણ ત્યાંજ નાંખી દીધાં.ત્યારબાદ ભુજ ની બસ પકડી એ બંને ભુજ જવા નીકળી પડ્યાં.

ઓમ અને નફીસા જેવાં વડોદરાથી ભુજ જવા માટે ની બસમાં બેઠાં એવી જ એમની નજર બસમાં રાખેલ ટેલિવિઝનનાં મોનીટર પર પડી જેમાં અત્યારે મુંબઈ લોનાવલા હાઈવે પર થયેલાં એક અકસ્માત ની ખબર એક એન્કર આપી રહ્યો હતો.

"આજે સવારે પોલીસ ને કોઈએ કોલ કરી લોનાવલા નજીક કાચાં રસ્તા પર એક સળગતી એમ્બ્યુલન્સ ની ખબર આપી..પોલીસે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવી લીધો..પણ એમ્બ્યુલન્સમાં બેસેલી ચાર વ્યક્તિ બહુ ખરાબ રીતે સળગી ગઈ હોવાથી મૃત પામી..એમની બોડી ની કોઈ ઓળખાણ થઈ શકી નથી..પોલીસનાં કહેવા મુજબ આ એમ્બ્યુલન્સ એક વૃક્ષ જોડે ધડાકાભેર અથડાઈ અને એમાં રહેલાં ઓક્સિજન સિલેન્ડરમાં આગ લાગી ગઈ..આગ એટલી તીવ્ર હતી કે અંદર બેસેલાં ચારે વ્યક્તિ બચાવ માટે કંઈ કરે એ પહેલાં જ આગ ની ઝપેટમાં આવી ગયાં.."

સાથેસાથે સળગી ગયેલી એમ્બ્યુલન્સનાં અને એ ચારે ડેડબોડીના વિકૃત થયેલાં ફોટોસ બતાવતાં હતાં.. આ ખબર જોઈને નફીસા રડીને ઓમ ને વળગી ગઈ..ઓમ ની આંખ માં પણ પોતાનાં સાથીદારો ની આવી દશા જોઈ આંસુ ઉભરાઈ ગયાં..પણ એ મન મક્કમ કરી નફીસા ને સાંત્વના આપતો એનાં માથામાં હાથ ફેરવી રહ્યો હતો.

આ ખબર જોયાં પછી નફીસા એકદમ ચૂપ થઈ ગઈ હતી અને બસ ની બારીમાંથી ખાલી બહાર જ જોઈ રહી હતી..ઓમ પણ એની મનોસ્થિતિ સમજતો હતો એટલે એને આમ જ રહેવા દેવી ઉચિત સમજી બાજુમાં એ પણ ચૂપચાપ બેસી રહ્યો.

***

સવાર પડતાં જ યોગેન્દ્ર ગુરુ આકાશ સહાનીનાં ફાર્મહાઉસ પર આવી પહોંચ્યા..એમનાં બંને બોડીગાર્ડ પણ એમની સાથે હતાં.યોગેન્દ્ર ગુરુ એ એ બંનેને બહાર જ ઉભું રહેવાનું કહ્યું અને એ એકલાં જ આકાશ ની સાથે એનાં રૂમ તરફ આગળ વધ્યા..બિરજુ પણ અત્યારે એની સાથે હતો.

"આકાશ હવે મને વિગતે જાણ કર કે શું થયું..?"યોગેન્દ્ર ગુરુ એ પૂછ્યું.

"ગુરુજી હું રાતે મારી રૂમ પર જ આરામ ફરમાવતો હતો..એટલામાં બિરજુ એ આવીને કહ્યું કે એક મેડમ આવ્યાં છે જે કોઈ પ્રોપર્ટીનાં કેસમાં તમને મળવા માંગે છે..એમનાં જોડે પનવેલમાં એક મોટી જમીન છે..આ સાંભળી મેં એમને અંદર આવવાની અનુમતિ આપી દીધી."અદિતિ વર્મા વિશે ની વાત છુપાવતાં આકાશ બોલ્યો..કેમકે એ ખબર પડે તો યોગેન્દ્ર ગુરુ પોતાનાં જમાઈ તરીકે એનો સ્વીકાર ના જ કરે.

"પછી આગળ શું થયું..?"યોગેન્દ્ર ગુરુ એ સવાલ કર્યો.

"બસ પછી તો એ લેડીઝ અંદર આવ્યાં અને મારી જોડે મારી રૂમ માં બેઠાં.. એમને મને પ્રોપર્ટી નાં ડોક્યુમેન્ટ અને ફોટો બતાવ્યાં.. આ જગ્યા આપણા રિસોર્ટ બનાવવા માટે યોગ્ય હતી એટલે મેં એમની વાત માં રસ લીધો..ત્યારબાદ મેં બિરજુ જોડે અમારાં બંને માટે કોફી મંગાવી..બિરજુ કોફી આપી ચાલ્યો ગયો એટલે અમે વાતો કરવા લાગ્યા.."

"વાતો કરતાં કરતાં એ મહિલા એ મારી જોડે પાણી માંગ્યું..મેં એમને ફ્રીઝમાંથી પાણી ની બોટલ આપી..ત્યારબાદ મેં કોફી પીધી..કોફી પીતાં જ મારુ માથું ભારે ભારે થઈ ગયું અને છેવટે હું બેહોશ થઈ ગયો.."આકાશે સાચી વાત છુપાવવા જોરદાર વાત ઉપજાવી કાઢી હતી.

"મતલબ કે તું જ્યારે પાણી ની બોટલ લેવા ગયો ત્યારે એ સ્ત્રી એ તારી કોફીમાં કંઈક નશીલી દવા નાંખી દીધી એટલે તું બેહોશ થઈ ગયો.."આંખોને આકાશ તરફ સ્થિર કરી યોગેન્દ્ર ગુરુ એ પૂછ્યું.

"હા એવું જ થયું હશે..પછી શું થયું એ વિશે મને કંઈ ખબર નથી..એ વિશે બિરજુ તમને જણાવશે.."આકાશે બિરજુ તરફ જોઈને કહ્યું.

"હા સાહેબ એ મેડમે ત્યારબાદ અમને બોલાવ્યાં અને આકાશ શેઠ બેહોશ થઈ ગયાં છે એવું જણાવી ડોકટર ને બોલાવવા કહ્યું..એમની વાત સાંભળી ગોવિંદે ડોકટર ને ફોન કર્યો..ડોકટર આવ્યાં અને કલાક જેટલી આકાશ ભાઈ ની સારવાર કરીને નીકળી ગયાં.કેટલાંક પર્સનલ ટેસ્ટ નું કારણ આપી એમને મને અને ગોવિંદ ને બહાર જ ઉભાં રાખ્યાં હતાં.એમનાં ગયાં નાં દસ મિનિટ પછી પેલાં મેડમ પણ પોતાને મોડું થાય છે એમ કહી ગોવિંદ ને લઈને નીકળી ગયાં.. બસ પછી બે કલાક બાદ બ્લાસ્ટ થયો.." બિરજુ પણ આકાશે કહ્યા મુજબનું બોલ્યો...આમપણ બિરજુ જે બોલ્યો એમાં કંઈપણ ખોટું એ નહોતું.

"મતલબ કે કોઈ એવું હતું જે ફૂલ પ્લાનિંગ સાથે આ રોબરી ને અંજામ આપી ગયું..એને તારાં રૂમનાં સિક્રેટ દરવાજાથી લઈને વોલ્ટનાં પાસવર્ડ સુધી ની ખબર હતી..એમને છેલ્લાં સબુત એવાં CCTV ફૂટેજ ને પણ નષ્ટ કરી દીધાં.. કોઈ મારામારી વગર એ લોકો 225 કરોડ રૂપિયા રોકડા અને પેલું પેકેટ પણ લઈ ગયાં.. ખૂબ સરસ.."યોગેન્દ્ર ગુરુ આવેશમાં આવી દાંત કચકચાવીને બોલી રહ્યાં હતાં.

"એમાંથી કોઈ એક પણ હાથમાં આવી જાય તો હું એમને જીવતાં નહીં મુકું.."આકાશ બરાબર નું નાટક કરી રહ્યો હતો.

"આ બધી કેશ 2 નંબર ની હતી એટલે એનાં વિશે ફરિયાદ તો નહીં થાય..છતાંપણ પેલું પેકેટ બહુ જ કિંમતી હતું..મારે કંઈક તો કરવું જ પડશે..મેં મારાં દોસ્ત DCP જાફર ને આ બધી વાત કરી દીધી છે..એ પોતાની રીતે તપાસ કરશે.."યોગેન્દ્ર ગુરુ એ કહ્યું.

આટલું કહી યોગેન્દ્ર ગુરુ એ ત્યાંથી વિદાઈ લીધી..એમનાં જતાં જ આકાશ પોતાની રૂમ પર આવ્યો અને કાલે રાતે જે નંબર ડાયલ કર્યો હતો એની ઉપર ફરીવાર કોલ લગાવ્યો..આ વખતે ચાર પાંચ રિંગ પછી સામેથી ફોન રિસીવ થયો.

"તારી મા ને..સાલા..હરામી કેમ કોલ ઉપાડતાં ચૂંક આવે છે..?"આકાશે મોટી ગાળ આપતાં કહ્યું.

"આકાશ ભાઈ ભૂલ થઈ ગઈ..કાલે રાતે ફૂલ દારૂ પીધો હતો તો સુઈ ગયો હતો..હજુ સુધી સૂતો જ હતો..બોલો સવાર સવારમાં કેમ યાદ કર્યો.."સામેથી ઘોઘરો અવાજ કાને પડ્યો.

"ભીખુ તું શું કહી રહ્યો છે..તું કાલે આખી રાત ઊંઘતો હતો..તો પછી મારાં ઘરે રોબરી કોને કરી..?"આકાશે આશ્ચર્ય સાથે પૂછ્યું.ભીખુ આકાશનો ખાસ માણસ હતો..આકાશનાં બધાં બે નંબરના કામ એજ કરતો..આકાશે ત્રણ મહિના પહેલાં જ ભીખુને પોતાના ઘરે રોબરી કરવાનું કહ્યું હતું..હકીકતમાં આકાશ યોગેન્દ્ર ગુરુની બધી કેશ ની સાથે પેકેટ ની અંદર ની વસ્તુને પણ ચાઉં કરી જવા માંગતો હતો.

"આકાશ ભાઈ..તમારો હજુ કોલ જ નથી આવ્યો કે ક્યારે રોબરી કરવાની છે..અને હું રોબરી કરું તો તમને જાણ તો કરું કે નહીં.."ભીખુ એ કહ્યું.

"ભીખુ..તે રોબરી નથી કરી તો પછી કોને કરી..તું તમારી ક્રિમિનલ લાઈનમાં તપાસ કરાવ કે મારાં ઘરે ચોરી કરવાની હિંમત કોની થઈ..એ લોકો એકવાર મારાં હાથમાં આવી જાય હું નહીં છોડું એકેય ને જીવતાં.."દાંત કચકચાવીને આકાશ બોલી રહ્યો હતો.

"હા ભાઈ હું જોઈ લઈશ કે આ બધાં પાછળ કોણ છે.."ભીખુ એ આટલું કહી કોલ કટ કરી દીધો.

ફોન મુકતાં ની સાથે જ આકાશે એક જોરદાર ત્રાડ નાંખતો હોય એમ ચીસ પાડી..એની આંખોમાં અત્યારે લોહી ઉતરી આવ્યું હતું..પોતાની જાતને ચાલાક સમજતાં આકાશ સહાની ને કોઈ આટલી સરળતાથી છેતરી જાય એ વાત માનવી એનાં માટે અસહ્ય હતી..આકાશ હજુ તો આ બધાં પાછળ કોણ હશે એ વિશે વિચારતો જ હતો ત્યાં એની પર યોગેન્દ્ર ગુરુ નો કોલ આવ્યો.

"હા.. ગુરુજી બોલો.. કેમ કોલ કર્યો..?"આકાશે પૂછ્યું.

"આકાશ ટેલિવિઝન ઓન કર.. હમણાં DCP જાફર નો કોલ હતો એક સળગેલી એમ્બ્યુલન્સ મળી આવી છે લોનાવલા જોડે નાં જંગલોમાંથી..અંદર ચાર લોકોની ડેડબોડી મળી છે..અને પાછળ થોડી સળગેલી 2000 ની નોટો નાં બંડલ."યોગેન્દ્ર ગુરુ એ આટલું કહી કોલ કટ કરી દીધો.

યોગેન્દ્ર ગુરુ નો કોલ મુકતાં જ આકાશે તાત્કાલિક ટેલિવિઝન ઓન કર્યું..અત્યારે એજ ન્યૂઝ ટેલિકાસ્ટ થઈ રહ્યાં હતાં જે ન્યૂઝ બસમાં બેસીને નફીસા અને ઓમે જોયાં હતાં. આકાશે તાત્કાલિક બિરજુ મેં બોલાવી એ ન્યૂઝ બતાવ્યાં.. કેમકે એને તો કોઈને જોયાં જ નહોતાં.

બિરજુ ધારીધારીને ટેલિવિઝન તરફ જોઈ રહ્યો.. થોડીવાર એમ્બ્યુલન્સ અને સળગેલી હાલતમાં મળેલાં મૃતદેહોને જોયાં બાદ બિરજુ બોલ્યો.

"શેઠ આ એજ એમ્બ્યુલન્સ છે..એની ઉપર પણ આવુજ ગાયત્રીદેવી ટ્રસ્ટ સંચાલિત એમ્બ્યુલન્સ સેવા લખેલું હતું..આ લોકોનાં ડેડબોડી પરથી તો એમને ઓળખવા શક્ય નથી..પણ એમની કદ કાઠી પરથી એવું જ લાગે કે એ લોકો જ હશે જે ડોકટરનો વેશ ધરીને આવ્યાં હતાં.."

બિરજુ ની વાત સાંભળી આકાશ પોતાનું માથું ખંજવાળવા લાગ્યો..એની વિચારવાની શક્તિ શૂન્ય થઈ ગઈ હતી..પોતાનાં ઘરે આમ ચોરી થવી અને ચોરી કરનારા લોકોનું આમ અકસ્માતમાં બધી કેશ સાથે સળગી જવું એ વાત આકાશ માટે મગજ ની નસ ખેંચી નાંખે એવી હતી..હવે જે થઈ ગયું એ ભગવાન ની મરજી હશે એમ સમજી એને આ વાત ને ભૂલી જવું ઉચિત સમજ્યું.

આકાશે યોગેન્દ્ર ગુરુને કોલ કરી આ એજ લોકો હતાં જેમને ચોરી ને અંજામ આપ્યો હતો એ જણાવી દીધું..અને સાથે એ પણ કહ્યું કે શક્ય હોય તો તમારી લગ વાપરી પેલાં પેકેટ વિશે તપાસ કરાવજો.

***

મુંબઈ માં જે થઈ ગયું એ વિશે ભૂલીને ઓમ અને નફીસા કચ્છ જિલ્લા નાં ભુજ શહેરમાં આવી પહોંચ્યા હતાં..26 મી જાન્યુઆરી ઈ.સ 2001 માં આવેલાં ભૂકંપ પછી નેસ્તેનાબૂદ થયેલું આ શહેર માં આશાપુરા ની અસીમ કૃપા અને કચ્છી ભાઈઓની ખુમારી થી પાછું બેઠું થઈ ગયું હતું.

ઓમ અને નફીસા ભુજમાં આવેલી વિશાલા હોટલમાં રોકાયાં..બપોર નું જમવાનું પૂર્ણ કરી બંને પોતાની રૂમમાં જઈને સુઈ ગયાં..આખી રાત નો ઉજાગરો અને માનસિક થાકનાં લીધે બંને ની આંખ લાગી ગઈ.

બંને મોડે સુધી ઊંઘતા રહ્યાં. સાંજે ઓમે આંખ ખોલી ઘડિયાળમાં જોયું તો સાત વાગવા આવ્યાં હતાં..એને નફીસા એ ઉઠાડી અને ફ્રેશ થઈ જવા કહ્યું..બંને જણા ફ્રેશ થઈને ભુજના બજારમાં ગયાં.ત્યાં જઈ એમને એક પ્રોપર્ટી ડીલર ની મુલાકાત લીધી અને એક નવો ટેનામેન્ટ ખરીદવા માટે એ લોકો આવ્યાં છે એવું જણાવ્યું.

પ્રોપર્ટી ડિલરે કહ્યું એની જોડે ઓમ અને નફીસાને જરૂર છે એવી જ ત્રણેક પ્રોપર્ટી છે..એની વાત સાંભળી ઓમે અને નફીસા એ કાલે સવારે પ્રોપર્ટી જોવા આવશે એમ કહી ત્યાંથી વિદાય લીધી..હવે નફીસા અને ઓમે પોતાની આગળની લાઈફ અહીં જ પસાર કરવાનું નક્કી કરી દીધું હતું.

સાંજે બહાર જ જમીને એ બંને પાછાં હોટલમાં ગયાં.. આજે નફીસા ખૂબ જ ખુશ હતી..ઓમ સાથે એની નવી જીંદગી ની શરૂવાત થવા જઈ રહી હતી..આજ ની રાત બંને એ એકમેક ની સાથે પસાર કરી અને સુઈ ગયાં.

સવાર પડતાંની સાથે નફીસા અને ઓમ એ પ્રોપર્ટી ડીલર ને મળ્યાં અને એને ત્રણ પ્રોપર્ટી બતાવી જેમાંથી નફીસા ને એક ટેનામેન્ટ બહુ પસંદ આવ્યો..બહાર નાનકડો બગીચો અને ફર્નિચર ધરાવતો આ ટેનામેન્ટ એમને બહુ વ્યાજબી ભાવે પણ મળી ગયો હતો.

60 લાખ કેશ આપી ઓમે આ ટેનામેન્ટ નફીસા નાં નામે કરાવી દીધો..ત્યારબાદ બીજી થોડી ઘણી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી એમને ઘર ને વ્યવસ્થિત સજાવી દીધું...આ બધામાં એક અઠવાડિયા જેટલો સમય નીકળી ગયો..એક સારું મુહૂર્ત જોઈ નફીસા અને ઓમે લગ્ન કરી લીધાં અને હવે ભવોભવના બંધન માં બંધાઈ ગયાં.

નફીસા એ બધી કેશ ઓમ ને આપી દીધી જેમાંથી ઓમે 25 લાખ જેટલી રકમમાંથી સ્ક્રેપ નો બિઝનેસ શરૂ કર્યો અને બાકીનાં ચાર કરોડ રૂપિયા ભરેલી એ બેગ ને ઘરમાંજ છુપાવી દીધી.

ઓમ અને નફીસા ભુજમાં જ પોતાની જીંદગી ની શરૂવાત કરી ચૂક્યાં હતાં..ચારેક મહિનાની અંદર ઓમે પણ પોતાની મહેનત અને આવડતનાં જોરે પોતાનો બિઝનેસ સારો એવો સેટ કરી દીધો હતો..રોબરી પછી ધાર્યા પ્રમાણે ની રોકડ તો હાથમાં નહોતી લાગી પણ વિચારેલું બધું જ થઈ ગયું હતું...એમને જોયેલાં સપનાં મુજબ નફીસા અને ઓમ અત્યારે લગ્ન ગ્રંથી થી જોડાઈને ખૂબ આનંદની જીંદગી જીવી રહ્યાં હતાં.

પણ કહેવાય છે ને કે નીરવ શાંતિ આવનારાં તોફાનની આગાહી કરે છે..એવું જ કંઈક થવાનું હતું ઓમ અને નફીસા ની જીંદગીમાં..જેની એ બંને એ કલ્પના પણ નહોતી કરી..પરાણે પાટે ચડેલી એમની જીંદગી ની ટ્રેઈન એક જ ઝાટકા સાથે પાટેથી ઉતરી જવાની હતી.

બન્યું એવું કે એક દિવસ ઓમ ઓફિસે ગયો હતો અને નફીસા થોડી ખરીદી કરવા માટે બહાર ગઈ હતી..ત્યાંથી એ સીધી ઓમ ની ઓફિસે પહોંચી અને ઓમ ને એનાં ઓફીસ નાં હિસાબોમાં થોડી ઘણી મદદ કરી બંને સાંજે નીકળી પડ્યાં પોતાનાં ટેનામેન્ટ ની તરફ..નફીસા એ કહ્યું કે આજે એ બહુ થાકી ગઈ છે એટલે ઓમે બંને માટે રસ્તામાંથી જ ખાવાનું પેક કરાવી લીધું.

નફીસા એ જેવું ટેનામેન્ટ નું લોક ખોલ્યું એવું અંદર નું દ્રશ્ય જોઈ એ ચોંકી ઉઠી..અંદર નો બધો સામાન વેર વિખેર હતો..દરેક કબાટ,અલમારી,તિજોરી બધું ફેંદવામાં આવ્યું હતું..આ બધું જોઈ ઓમ ને પણ નર્યું આશ્ચર્ય થયું.

અંદર જઈને બંને એ બધું ચેક કરી જોયું તો જે થોડી ઘણી કેશ અને જવેલરી હતી એ એમની એમ જ હતી..આ જોઈ ઓમ અને નફીસા ને ઘણી નવાઈ લાગી..કેમકે જો કોઈ ચોરી કરવા આવ્યું હોય તો આ બધી કેશ અને જવેલરી મૂકીને ના જ જાય.

"ઓમ આ બધું કોને કર્યું હશે..?"નફીસા એ પૂછ્યું.

ઓમ અત્યારે કંઈક મહેસુસ કરી રહ્યો હતો...એને કંઈક તો અનુભવ્યું હતું એ એનાં ચહેરા પરથી સ્પષ્ટ હતું પણ એ વિશે એને નફીસા ને કંઈપણ કહ્યું નહીં.

"એતો મને શું ખબર હોય..પણ જે કોઈ પણ આ બધાં પાછળ છે એ કંઈક શોધી રહ્યો હતો.જે શાયદ એને મળ્યું નથી.."ઓમે નફિસાનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

ઓમ ની વાત સાંભળી નફીસા રડવા લાગી..અને ઓમ ને લપાઈને એ બોલી.

"ઓમ મને બહુ ડર લાગે છે.."

"નફીસા ડરવાનું નહીં,હું છું ને તારી સાથે.તું રિલેક્સ થા.મને લાગે છે આપણે એક લાંબા વેકેશન પર જવું જોઈએ..આમ પણ આપણે હજુ સુધી હનીમૂન કરવા બહાર નથી ગયાં.."નફીસા ને રિલેક્સ ફિલ કરાવા ઓમ બોલ્યો.

"પણ ક્યાં જઈશું..?"નફીસા એ પૂછ્યું.

"ક્યાં તો..ગોવા..આપણે થોડાં દિવસ ગોવા જઈ આવીએ..હું મારાં એક દોસ્ત ને કહી એક પ્રાઈવેટ જાસૂસ જોડે આપણાં ઘર પર નજર રાખવાનું કહી દઉં છું..આપણે ફરીને આવીએ એટલે બધું ok થઈ જશે.."ઓમે આટલું કહી નફીસા ને ફરતે પોતાનો હાથ વીંટાળી દીધો.

વધુ આવતાં અંકે.

ડેવિડનાં ફૂલપ્રુફ પ્લાન વિશે કઈ રીતે પોલીસ ને ખબર પડી ગઈ.?? આ પેકેટનું રહસ્ય શું હતું..?? નફીસા અને ઓમનાં ઘરે કોણ શોધખોળ કરવા આવ્યું હતું.?? આ સવાલોના જવાબ માટે વાંચતા રહો ચેક એન્ડ મેટ નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ નોવેલ અંગે આપનો કોઈપણ અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો..આભાર..!!

-જતીન. આર. પટેલ