Aakrand ek abhishaap - 8 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | આક્રંદ એક અભિશાપ 8

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

આક્રંદ એક અભિશાપ 8

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-8

ખંડેરમાંથી નૂર ને બચાવી લીધાં પછી હસન નીકળી પડે છે સોનગઢ ની તરફ.. ગાડી ચલાવતાં એનાં મગજમાં ખંડેર માં જોયેલો નંબર 7175 ઘુમતો હોય છે.. ફાતિમા અને રેશમા દ્વારા સોનગઢ માં એમનું ઉમળકાભેર સ્વાગત થાય છે. રેશમા નાં સુહાગરાત ની વીડિયો જોઈને હસન એ તથ્ય પર આવે છે કે રેશમા કોઈ જિન નાં કબજામાં છે. અચાનક હસન નાં ખિસ્સામાં રાખેલો એક પથ્થરમાં અચાનક ધ્રુજારી ઉત્તપન્ન થાય છે.. હવે વાંચો આગળ ની કહાની.

હસન દ્વારા ત્રિપાઈ પર રાખવામાં આવેલ વસ્તુ એક પથ્થર હોવાનું માલુમ પડતાં નૂર નાં મુખેથી અનાયાસે જ "પથ્થર" શબ્દ નીકળી પડે છે.

નૂર ની વાત સાંભળી હસને ત્રિપાઈ પર પડેલ પથ્થર તરફ ઈશારો કરી કહ્યું.

"હા,આ એક પથ્થર જ છે..પણ આ કોઈ સામાન્ય પથ્થર નથી..આ કોરલ સ્ટોન છે.."

"કોરલ સ્ટોન..?"નૂર અને ફાતિમા એકસાથે બોલી ઉઠયાં.

"કોરલ સ્ટોન એવો પથ્થર છે જેનો ઉપયોગ પ્રાચીન ઈજીપ્ત નાં લોકો જિન જેવી કોઈ અદ્રશ્ય શક્તિની હાજરી ની શકયતા તપાસવા માટે કરતાં હતાં..આ પથ્થર એક અરબી હકીમે મારાં દાદા ને આપ્યો હતો.."કોરલ સ્ટોન વિશે ની માહિતી આપતાં હસન બોલ્યો.

"પણ અત્યારે આ કોરલ સ્ટોન ની અંદર અચાનક ધ્રુજારી કેમ ઉત્તપન્ન થઈ..?"આ સવાલ નતાશા નો હતો..બે વર્ષ સુધી એ હસન જોડે હતી એને કોરલ સ્ટોન વિશે તો સાંભળ્યું હતું પણ આમ એની અંદર ધ્રુજારી ઉત્તપન્ન થતાં નતાશા એ પ્રથમ વખત જોઈ હતી.

"આની અંદર ધ્રુજારી થવાનું કારણ એક જ હોય કે અહીં જિન ની હાજરી છે..અને આ ઘર ની અંદર એ જિન ને વધુ શક્તિશાળી બનવા માટે ની સગવડ પુરી પાડવામાં આવી છે..મતલબ કે જિન એની મરજીથી આ ઘરમાં આવ-જા કરી શકે છે.."હસન ઓમરે કહ્યું.

"પણ એવું કઈ રીતે બની શકે..?? અમારાં ઘરમાંથી કોઈ કેમ જાણી જોઈને જિન ની મદદ કરે..?"ફાતિમા એ સવાલ કર્યો.

ફાતિમા નો સવાલ સાંભળી હસને વિચારશીલ મુદ્રામાં પોતાની નજર આમતેમ ઘુમાવી..અચાનક એની નજરે એ વસ્તુ ચડી ગઈ જેને લીધે કોરલ સ્ટોન ધ્રુજી ઉઠ્યો હતો.

"આ એક આંખ નાં નિશાન વાળી તસવીરો ઘરમાં કોને લગાવી..?? મારાં અંદાજા મુજબ આખા ઘરમાં આવી એક આંખોવાળી તસવીરો છે..?"હસને આશ્ચર્ય સાથે પૂછ્યું.

"આ તો મને મારી બહેન કાસમા એ કહ્યું હતું કે આવી તસવીરો જિન ને આપણાં ઘરમાં આવતાં રોકશે..એમની વાત માની મેં બધે આવી તસવીરો લગાવી દીધી.."ફાતિમા એ હસન ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"તમારી બહેન ને કોઈએ ખોટી માહિતી આપી લાગે છે..હકીકતમાં આવી એક આંખવાળી આકૃતિઓ જિન ને અહીં આવવા આમંત્રણ પૂરું પાડે છે.. અને એકરીતે જિન ને એનર્જી આપવાનું કામ આ એક આંખવાળી આકૃતિ કરે છે.. જલ્દી માં જલ્દી ઘરમાંથી બધી એક આંખવાળી આકૃતિઓ નીકાળી દો.."હસને વ્યગ્ર સ્વરે કહ્યું.

હસન ની વાત સાંભળી ફાતિમા એ પણ બધી આકૃતિઓ દૂર કરવાની સહમતિ આપી દીધી..અને એની સહમતિ મળતાં જ નૂર,નતાશા અને હસન આખાં ઘરમાં ફરી એવી બધી એક આંખવાળી આકૃતિ કે તસવીરો નીકાળી મૂકે છે..એ બધી વસ્તુઓનો નાશ થતાં ની સાથે કોરલ સ્ટોન ની ધ્રુજારી અટકી જાય છે અને એ જોઈ દરેક ને હાશ થયાં ની લાગણી થાય છે.

આ બધી વસ્તુઓ જોયાં પછી પોતાની જાત ને સાયકોલોજી ની સ્ટુન્ડટ કહેતી નૂર પણ આ બધી વસ્તુઓ પર વિશ્વાસ રાખતી થઈ ગઈ હતી.. થોડી ઘણી ચર્ચા પછી નૂર અને નતાશા પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયાં.. હસન પોતાનાં રૂમમાં આવીને બેઠો અને પછી રૂમનો દરવાજો બંધ કરી દીધો.

રૂમ નો દરવાજો બંધ કરી હસને ખુદાની બંદગી ની મુદ્રામાં ફર્શ પર જ સ્થાન ગ્રહણ કર્યું અને કંઈક આયાતો બોલ્યાં બાદ ઉભો થયો..ત્યારબાદ હસને પોતાની બેગમાંથી મસ્જિદ નું પાક પાણી કાઢ્યું અને એનો રૂમનાં દરવાજા આગળ છંટકાવ કર્યો.આ બધું કર્યાં બાદ હસન નિરાંતે સુઈ ગયો.

***

સવાર નો નિત્યક્રમ પૂર્ણ કર્યાં બાદ ફાતિમા ની સહમતિ લીધાં બાદ હસન ઓમર રેશમા સાથે એકાંત માં મળવા અને થોડાં સવાલાત કરવા માટે એક અલાયદા રૂમમાં પ્રવેશ્યાં.

નૂર પણ ત્યારે હસન ની સાથે જ અંદર ગઈ..પણ નતાશા હસન ની સ્ટુડન્ટ હોવાં છતાં હસને નતાશા ને બહાર રોકાઈ જવાનું કહ્યું જે વાત નું નતાશા ને પારાવાર ખોટું લાગ્યું હતું..હકીકતમાં નતાશા હસન ને મનોમન પ્રેમ કરતી હતી અને હસન પણ એની પ્રત્યે કૂણી લાગણી ધરાવતો હતો.નૂર ની હસન દ્વારા જે પ્રકારે કાળજી લેવાઈ રહી હતી એ બાબત નતાશા નાં હૃદયમાં શૂળ ની માફક ખૂંપી રહી હતી..એને મનોમન કંઈક નવું કરવાનું આયોજન કરી લીધું હતું.

રેશમા નાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધાં બાદ હસન ઓમર રેશમા ની સમીપ એનાં બેડ ઉપર જઈને બેઠો..નૂર પણ એમની બાજુમાં એક ખુરશી પર ગોઠવાઈ..હસન અને રેશમા વચ્ચે થતી વાતચીત પર એ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી.

"રેશમા હવે કેમ છે તને..?"હસને રેશમા ની તરફ જોઈને કહ્યું.

"મને અત્યારે તો ઠીક છે પણ ખબર નહીં મને શું થઈ જાય છે ક્યારેક ક્યારેક.."રેશમા નો અવાજ તરડાઈ રહ્યો હતો.

"રેશમા તારી સુહાગરાત નાં દિવસે તે તારાં સોહર આફતાબ પર કેમ હુમલો કર્યો..હું એ વિશે કંઈક જાણી શકું.તને આફતાબ પસંદ નહોતો કે પછી બીજી વાત હતી..?"હસન રેશમા ની આંખો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને બોલ્યો.

"ના એવું કંઈ નહોતું..હું આફતાબ ને ખુબ ચાહતી હતી..આફતાબ પણ મને ખુબ પ્રેમ કરતો હતો..હું એની સાથે નિકાહ કરી બહુ જ ખુશ હતી. એ રાતે હું આફતાબ ની રાહ જોઈને મારી રૂમમાં બેઠી હતી ત્યારે મને કોઈનો અવાજ સંભળાયો.. અને હું મારી જાત પર કાબુ ના રાખી શકી.."આટલું કહેતાં તો રેશમા ની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં.

નૂરે ઉભી થઈ પાણી નો એક ગ્લાસ રેશમા ને આપ્યો અને એનાં ખભે હાથ ફેરવી એને થોડી સાંત્વના આપી..રેશમાએ થોડી સ્વસ્થતા પ્રાપ્ત કર્યાં બાદ પુનઃ પોતાની વાત આગળ વધારી.

"એ રાતે મને એવું લાગ્યું કે કોઈ મારાં કાનમાં આવીને કહી રહ્યું હતું..'મારી નાંખ એને.. મારી નાંખ..' ..આફતાબ નાં આવતાં ની સાથે મને ખબર નથી શું થઈ ગયું અને મેં મારી જોડે રહેલી છરી એનાં પેટમાં હુલાવી એને મારી નાંખ્યો.. ભલે મેં આફતાબ ને માર્યો પણ એ બધું મેં જાણીજોઈ નહોતું કર્યું પણ કોઈ મારી જોડે એ બધું કરાવી રહ્યું હતું.."રેશમા નાં ચહેરા પર પસ્તાવા ની સાથે દુઃખ નાં ભાવ હતાં.

"પછી શું થયું એ વિશે તું જણાવી શકીશ..?"હસને રેશમા ને પૂછ્યું.

"પછી મને ખબર નથી શું થયું પણ હું સવારે સોનગઢ ની બહાર આવેલાં ખંડેરમાં એક evil tree નીચેથી બેભાન અવસ્થામાં મળી આવી હતી.. મારાં સાસરિયાં વાળા મારી માનસિક સ્થિતિ સમજતાં હોવાથી એમને પોલીસ કેસ તો ના કર્યો પણ મને પાછી અહીં અમ્મી જોડે મુકી ગયાં.. પણ એ દિવસ પછી પણ મારી સાથે અવારનવાર રહસ્યમયી ઘટનાઓ બનતી રહે છે.."આટલું કહી રહેલી રેશમા નો ચહેરો એનાં મનમાં ઊંડે સુધી વ્યાપી ગયેલાં ડર ની ઝાંખી કરાવતો હતો.

હસન રેશમા ની માનસિક સ્થિતિ સારી રીતે સમજી ગયો હતો..કેમકે એને આવાં ઘણાં લોકો સાથે મુલાકાત કરી હતી અને એમની સારવાર પણ કરી હતી. રેશમા નક્કી નૂર સાથે જ્યાં વિચિત્ર ઘટના બની હતી ત્યાંથી મળી આવી હતી એ હસન સમજી ગયો હતો.

"રેશમા એ સિવાય તને બીજું કંઈ દેખાય છે..?" જિન થી pussest લોકો ને અવારનવાર કોઈ સપનાં કે દ્રશ્યો દેખાતાં હોવાની વાતની જાણ હોવાથી હસને આવો સવાલ રેશમા ને કર્યો.

"હું અમુકવાર એવાં સપનાં જોવું છે જે મને રાતે સુવા પણ નથી દેતાં.. ક્યારેક કોફીન ની અંદર કેદ કોઈ યુવતી ને જોવું જે મારી જેવી જ લાગી રહી હોય..એ યુવતી ની ઉપર સાપ અને અજગર રેંગતા હોવાનું હું સ્પષ્ટ જોઈ શકું છું..એ યુવતી મદદ માટે ચિલ્લાઈને આક્રંદ કરી રહી હોવાનું મને સંભળાય છે.. આ સિવાય હું ઘણીવાર એક આંખ વાળા બાળકનું ચિત્ર પણ જોવું છું."રેશમા જાણે અત્યારે પોતાની આંખો સામે એ દ્રશ્ય ભજવાતાં હોય એમ બોલી રહી હતી.

હસને આ દરમિયાન નોટિસ કર્યું કે રેશમા ની આંખો નો રંગ બદલાઈ રહ્યો હતો..અને ચહેરો પણ થોડો ગુસ્સામાં હોય એવાં ભાવ દર્શાવતો હતો.. હસને રેશમા ની વાત પૂર્ણ થતાં જ કહ્યું.

"રેશમા હવે તું આરામ કર.. અત્યારે અમે જઈએ છીએ..તને ચોક્કસ સારું થઈ જશે.."

આટલું કહી હસને નૂર ની તરફ જોયું અને ત્યાંથી અત્યારે બહાર જતાં રહેવાનો ઈશારો કર્યો.. હસન નો ઈશારો સમજીને નૂર પણ રેશમા ને શાંતિથી આરામ કરવાનું કહી હસન ની સાથે રેશમા નાં ઓરડામાંથી બહાર નીકળી ગઈ.

હસન અને નૂર બહાર નીકળ્યાં ત્યારે ફાતિમા અને નૂર એમની રાહ જોઈને હોલ ની મધ્યમાં બેઠાં હતાં..એમનાં બહાર આવતાં ની સાથે ફાતિમા એમની તરફ ચાલીને ગઈ અને હસન ને ઉદ્દેશીને પૂછ્યું.

"શું થયું છે મારી રેશમા ને.. શું કીધું એને..?"

હસને કંઈપણ જવાબ આપવાનાં બદલે ફાતિમા ને હોલ ની વચ્ચે એ લોકો જ્યાં બેઠાં હતાં ત્યાં જઈને પુનઃ બેસવા માટે કહ્યું.. હસનનાં ઈશારાનો અર્થ સમજી ફાતિમા બેગમે પાછાં પોતે જ્યાં બેઠાં હતાં ત્યાં સ્થાન ગ્રહણ કર્યું અને હસન શું કહેશે એ જાણવા પોતાનું ધ્યાન હસન ની તરફ કેન્દ્રિત કર્યું.

"રેશમા એ જે કંઈપણ કહ્યું એ વાત પરથી હું એ વાત પર ચોક્કસ થઈ ગયો છું કે રેશમા કોઈ જિન ની ગિરફ્તમાં છે.. જે મનફાવે ત્યારે એનું ધાર્યું એની જોડે કરાવે છે.."હસને કહ્યું.

હસન ની વાત સાંભળી ત્યાં હાજર દરેક નાં ચહેરા પર થોડું આશ્ચર્ય ફરી વળ્યું.. આમ તો એ દરેક જાણતાં હતાં કે રેશમા પર કોઈ શૈતાની શક્તિ કે જિન નો ઓછાયો છે પણ હસન એ વાત આટલાં આત્મવિશ્વાસ થી કેમ કહી રહ્યો હતો એની એમને નવાઈ હતી.

"પણ તમે આ કઈ રીતે આટલાં વિશ્વાસ થી બોલી રહ્યાં છો..?" બધાં વતી નતાશા એ પૂછી લીધું..નતાશા ને પણ અંદર રેશમા એ શું કહ્યું એ જાણવાની તાલાવેલી હતી.

"રેશમા એ મને એક વાત કહી જે સાંભળ્યા પછી હું મક્કમતાથી કહી શકું કે એ જિન દ્વારા pussest છે.." હસને નતાશા ની વાત ન જવાબમાં કહ્યું.

"કઈ વાત..જે રેશમા એ કરી એનાં પરથી તને લાગ્યું કે રેશમા જિન દ્વારા pussest છે..?"નૂરે પૂછ્યું. રેશમા એ કહેલી વાતો પોતે પણ સાંભળી હતી પણ એને કોઈ ચોક્કસ કારણ ના દેખાયું હસન નાં એ વિશે માનવાનું એટલે એને સવાલ કરી લીધો.

"રેશમા ને હવે એક આંખવાળું બાળક દેખાય છે.."આંખો મોટી કરીને હસન બોલ્યો..આ એક આંખવાળું બાળક દેખાવું બહુ મોટી વાત હતી એવું હસનનાં બોલવાનાં અંદાજ પરથી સમજી શકાતું હતું.

"એક આંખવાળું બાળક..?"ફાતિમા નાં મોંઢેથી શબ્દો સરી પડ્યાં.

આ એક આંખવાળું બાળક દેખાવું કઈ રીતે જિન દ્વારા કોઈ વ્યક્તિ pussest થવાની નિશાની હતી એ વિશેની એક પ્રાચીન કથા કહેતાં હસન બોલ્યો.

"કહેવાય છે હજારો વર્ષ પહેલાં ખુદા નાં દરબાર માં એક હેરિસ નામનાં એક ફરિશ્તા રહેતાં હતાં..કોઈ કારણોસર એમને સ્વર્ગમાંથી બેદખલ કરી દેવામાં આવ્યાં. ત્યારબાદ હેરિસ એક ક્રૂર શૈતાની જિન બની ગયાં..પ્રાચીન ઇજિપ્ત નાં લોકો હેરિસ ની હોરસ તરીકે પૂજા કરતાં.. માનવામાં આવે છે કે હોરસ બધાં જિન નો સર્વોપરી જિન છે જેની દરેક જિન કદર અને પૂજા કરે છે..આ જિન ને ગુસ્સાનો દેવતાં કે evil eye પણ કહે છે જેની ફક્ત એક આંખ હતી."

"એટલાં માટે જ જ્યારે કોઈ વ્યક્તિ ને જિન દ્વારા pussest કરવામાં આવે ત્યારે એને એક નિયત સમયે આ એક આંખવાળા બાળકનું ચિહ્નન દેખાય છે..અને આ નિયત સમય આવે છે pussetion નાં છેલ્લાં સ્ટેજમાં.."

હસન ઓમર ની વાત પૂર્ણ થતાં ની સાથે હોલમાં રીતસર નો સોપો પડી ગયો..નૂર, નતાશા અને ફાતિમા ની સાથે હસન નાં ચહેરા ની પણ રંગત અત્યારે એ વાત ની સાબિતી પુરી રહી હતી કે રેશમા નો જીવ જોખમમાં છે.

"તો હવે આગળ શું કરીશું.."? નૂરે હસનને સવાલ કર્યો..ધીરે ધીરે નૂર પણ હસન ની વાતો માનવા લાગી હતી.

"Exorcism..એટલે કે ઝાડફૂંક વિધિ..હા હવે વધુ સમય રાહ જોવાય એવી નથી.જેમ બને એમ આપણે રેશમા પર Exorcism કરવું જ પડશે..શક્ય હોય તો આજે રાતે જ એની પર Exorcism વિધિ કરી દઈએ..." હસન ને ચિંતાતુર સ્વરે કહ્યું.

હસન ની વાત સાંભળી નૂરે ફાતિમા નો હાથ પકડી એમની તરફ આંખો દ્વારા જ હસન ને પોતાનાં કામ માટે સહમતિ આપી દેવાંનું કહ્યું. નૂર નો ઈશારો સમજી ફાતિમા એ હસન ને ઉદ્દેશીને કહ્યું.

"સારું તો આજે સાંજે તમે રેશમા પર Exorcism કરી શકો છો..હું એ માટે ની બધી જરૂરી સગવડો આપને પુરી પાડીશ.."

"શુક્રિયા.."હસને ડોકું હલાવીને કહ્યું.

એ લોકો ની હોલમાં થતી વાતચીત કાસમા રસોડામાં ઉભાં-ઉભાં સાંભળી રહી હતી..એમની વાત સાંભળી કાસમા નાં ચહેરા પર એક ભેદી મુસ્કાન ફરી વળી અને એ ધીરેથી બોલી..

"કોઈ નહીં બચે..કોઈ નહીં બચે.."

***

વધુ આવતાં અંકે.

હસન ની જોડે રહેલાં પથ્થર નું રહસ્ય શું હતું..??.?? રહમત ગામ નું અચાનક વિરાન થઈ જવાનું કારણ સાચેમાં જિન હતાં..?? નૂરે જોયેલાં એ બકરવાલ ની હકીકત શું હતી...?? હસને ખંડેર માં જોયેલાં 7175 નંબર નું રહસ્ય શું હતું..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે.. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

બેકફૂટ પંચ

ડેવિલ: એક શૈતાન

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)