mout ni kimat part 2 in Gujarati Drama by A friend books and stories PDF | મૌત ની કિંમત ભાગ-૨

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

મૌત ની કિંમત ભાગ-૨

મૌત ની કિંમત ભાગ-૨

ગત એપિસોડમાં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય પાત્ર એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હવે આગળ વાંચો.

ક્લિનિક ની ઉપર મોટા અક્ષરો માં બોર્ડ પર લખ્યું હતું

એચ. આઈ. વી. એડ્સ ચિકિત્સા કેન્દ્ર

અંદર જતી વખતે મારા પગ ભારે થવા લાગ્યા, જો રિપોર્ટ પોઝિટિવ હશે તો ? જેનો ચાન્સ ઘણો વધુ હતો કારણકે મારા મિત્ર અમિતે એના કોઈ ફેમિલી મિત્ર સાથે ચર્ચા કરી હતી અને એવું જાણવા મળ્યું હતું કે આવા કેસ માં ચેપ લાગવાનો ચાન્સ ૯૦% સુધી હોય છે , જયારે અમિતે આ વાત કહી ત્યારે તો રહી સહી ધીરજ પણ જાણે બિલકુલ ખલાસ થઇ ગઈ હતી, પણ સાથે એનેજ હિમ્મત બાંધી હતી અને જોડે એમ પણ કહ્યું હતું કે એડ્સ ના કેસ માં જો વ્યક્તિ રેગ્યુલર દવા લે, કસરત કરે અને કોઈ પણ જાતનું વ્યસન જેવું કે સિગારેટ, દારૂ ને ના અડે તો, આરામથી ૧૦ વર્ષ તો સ્વસ્થ વ્યક્તિ ની જેમ જીવી શકાય છે. આ વાત સાંભરી ને જે રાહત થઇ હતી તે વર્ણવી મુશ્કેલ છે, અનેજો રિપોર્ટ પોઝિટિવ આવે તો મારે ક્યાં બે વર્ષ થી વધુ જીવવું છે

ચિકિત્સા કેન્દ્રમાં વધુ ભીડ નહોતી, કદાચ પૂરો સ્ટાફ પણ આવ્યો નઈ હોય ને હું અંદર પહોંચી ગયો અને એ ટેબલ ની સામે ઉભો રહી ગયો જ્યાં કાલે પણ રિપોર્ટ કઢાવવા આવ્યો હતો, મને જોઈને તરતજ ત્યાં બેઠેલા નર્સબેને મને કહ્યું કે તમે તો કાલે રિપોર્ટ કઢાવવા આવ્યા હતા એ જ ભાઈ છો ને તમારો રિપોર્ટ તૈયાર છે પણ પ્રિન્ટ કાઢવા ની બાકી છે તો તમારે થોડી વાર રાહ જોવી પડશે, તો તમે બહાર બેસો, તમારો રિપોર્ટ તૈયાર થઇ જાય એટલે હું તમને બોલવું છું.અહીંયા આટલો સમય પણ માંડ પસાર થયો હતો એમાં હજુ થોડો સમય રાહ જોવાની કઈ રીતે ? ચિકિત્સા કેન્દ્રની બહાર જઈને હું બહાર બાંકડા પર જઈને બેઠો અને મને અંદર બોલાવે એની રાહ જોવા લાગ્યો, હજુ તો બાંકડા પર બેસી ને શુ કરું એમ વિચારતો હતો ત્યાંજ ખિસ્સામાં મોબાઈલની રિંગટોન વાગી,

"જિંદગી કી તલાસ મેં, હમ મોત કે કિતને પાસ આ ગયે, જબ યે સોચા તો ઘબરા ગયે, આ ગયે હમ કહાં આ ગયે."

મને એક વસ્તુ ની બૌજ ખરાબ ટેવ છે કે મારી જિંદગી જેવી રીતે પસાર થઇ રહી હોય હું મારા મોબાઇલ ની રિંગટોન એ પ્રમાણે રાખું છું, ખબર નઈ કેમ પણ મને મારી રિંગટોન થી મારી જિંદગી ની તકલીફોને નિપટવાની કદાચ પ્રેરણા મળે છે, અને જો જિંદગી સારી રીતે પસાર થઇ હોય તો સારી રિંગટોન સાંભરી ને ફરીથી પાછી કોઈ તકલીફ આવે એ પેલા જિંદગી ભરપૂર જીવી લેવી એ વણમાગી સલાહ મળે છે.

ખિસ્સામાંથી મોબાઇલ કાઢી ને જોયું તો બેનનો ફોન હતો, તરતજ વિચાર આયો કે આને કેમ અત્યારે મને ફોન કર્યો હશે? મારી આ તકલીફ ની વાત તો મારા અને અમિત સિવાય કોઈ જ જાણતું નથી તો પછી અત્યારેજ બેનનો ફોન કેમ આયો? ફોન ઉપાડી હેલો બોલતા તો કપાળ પર પરસેવો વળી ગયો, સામે છેડેથી બેન બોલી રહી હતી, જય શ્રી કૃષ્ણ, કેમ છે ભાઈ, ક્યાં છું ઓફિસમાં ? હું ખોટું બોલ્યો હા ઓફિસ માં છું, મઝામાં છું , તું કહે, અત્યારે કેમ યાદ આઈ એકદમજ, એને કહ્યું કઈ નઈ બસ એમજ , પપ્પા-મમી બધા મઝામાં છે ને, મેં જવાબ આપ્યો હા બધા મઝા માં છે, હું તને પછી ફોન કરું અત્યારે કોઈ કસ્ટમર સાથે મિટિંગ માં બેઠો છું, એને કહ્યું સારું જય શ્રી કૃષ્ણ , મેં તરતજ ફોન કાપી નાખ્યો, મારી બેન ને મારી ખુબજ ચિંતા હોય છે, જો એને આ ખબર પડે તો તો શુ હાલત થાય એની અને પછી મારી,

" મેડમે કહ્યું છે કે પાંચ મિનિટ લાગશે,રિપોર્ટમાં સાહેબ ની સહી થઇ જય એટલે બોલાવે," એટલું સાંભરી હું વિચારો માંથી બહાર આયો, મેં કહ્યું "સારું".

મેડમ શબ્દ સાંભરી ને અંદર ટેબલ પર બેઠેલા નર્સબેન યાદ આવી ગયા, કાલે પેહલી વખત આ ક્લિનિક માં આવ્યો અને અંદર જઈને એમના ટેબલ સામે જઈને ઉભો રહી ગયો, શુ કહેવું અને કઈ રીતે કહું કે એચ.આઈ.વી. નો રિપોર્ટ કરાવવા આવ્યો છું ,આ બધું વિચારતો હતો ત્યાંજ એ નર્સબેને કહ્યું," બોલો શુ કામ હતું", એકદમજ આ સવાલ સાંભરી ને મેં ત્વરિત જવાબ આપ્યો, " રિપોર્ટ કઢાવવો છે" , એચ.આઈ.વી. નું નામ લેતા તકલીફ પડી.

મારો જવાબ સાંભરી બેનએ કહ્યું " ભાઈ અહીંયા ફક્ત એચ.આઈ.વી. એડ્સ નો જ રિપોર્ટ થાય છે" , કદાચ એમને એવું લાગ્યું કે હું ભૂલથી અહીંયા આવી ગયો છું મારે બીજો કોઈ રિપોર્ટ કરાવવાનો હશે, પણ જયારે મેં એમને જવાબ આપ્યો, " મારે એચ.આઈ.વી.નો જ રિપોર્ટ કરાવવો છે" તો એમના ચેહરા પર થોડું આશ્ચર્ય દેખાયું. એમને મને ખુરશી ધરી બેસવા જણાવ્યું, હું બેઠો એટલે એમને પૂછ્યું , "તમને કોઈ ડોક્ટરે રિપોર્ટ કરાવવા કહ્યું છે કે , પછી તમારી જાતેજ કરાવવો છો." મેં જવાબ આપ્યો ના હું મારી જાતે જ કરાવવા આવ્યો છું. બેને કહ્યું "વાંધો નથી , અમે ચોક્કસ થી તમારો રિપોર્ટ કાઢી આપીશુ પણ જો તમને વાંધો ના હોય તો જણાવશો કે કેમ તમારે આ રિપોર્ટ કરાવવાની ઈચ્છા થઇ?"

પેહલા તો મને થયું કે આ બેનને શુ કરવા જાણવું કે હું શુ કામ રિપોર્ટ કરાવવા માંગુ છું,એમને શુ પારકી પંચાત થતી હશે, પણ પછી થયું એમને મારી હકીકત જણાવવાથી મને કોઈ નુકસાન તો નથી જ, અને અહીંયા ચિકિત્સા કેન્દ્ર માં કામ કરે છે તો કદાચ મને કઈ સારી સલાહ અથવા ઉપાય પણ સૂચવી શકે, એમ વિચારી મેં બેનને મારી હકીકત જણાવવાની શરૂ કરી.

"હું એક માધ્યમ વર્ગ નો વ્યક્તિ છું, મારા ઘરમાં મારા ઘરડા માં-બાપ છે, હું મારા માતા-પિતા ને મોટી ઉંમરે આવેલું સંતાન છું, ભણવામાં ઠીકઠાક હોઈ મેં ફક્ત એસ.એસ.સી સુધીજ અભ્યાસ કર્યો છે, અને અત્યારે હું એક કાર કંપનીના શૉ-રૂમમાં સેલ્સ એક્ષેકયુટીવ તરીકે કામ કરું છું, મારી આવક ઠીક છે, અને હું અમદાવાદ શહેરી વિસ્તારની એક પોળ માં રાહુ છું, મારી ઉમર હાલ ૩૪ વર્ષ છે, પરંતુ જેમ તમે જોઈ શકો છો મારુ બોડી હેવી છે તેમજ પોળના મકાન માં રહેતો હોઈ અમારી નાત તેમજ અન્ય નાત માં પણ ઘણા પ્રયત્ન છતાં મારા લગ્ન થઇ રહ્યા નહોતા, મારા મધરની ઉમર વધુ હોઈ હવે તેમને એકલે હાથે ઘરના કામ કરવામાં ઘણી તકલીફ પડતી હતી, તેમજ દીકરાનો સુખી સંસાર જોવાની ઈચ્છા દરેક માં-બાપ ની હોય તેથી મારા પર લગ્ન માટે વણકીધેલ દબાણ હતું, મારી બેન પણ ઇચ્છતી હતી કે જલ્દીથી મારા લગ્ન થઇ જાય એના માટે એ પણ ઘણા પ્રયત્ન કરતી હતી, પણ કિસ્મત ને તો કઈ જુદુંજ મંજુર હતું, ઘણા પ્રયત્ન છતાં મારા લગ્ન ના થઇ શક્ય હોઈ મારી બેનને તેમના કોઈ સગાએ સલાહ આપી કે મહારાષ્ટ્ર ના કોઈ એક શહેર માં થોડા ઘણા પૈસા ચૂકવીને ગરીબ ઘરની દીકરી લગ્ન માટે મળી શકે છે, આ વાત ઘરના કોઈ પણ સભ્ય ને મંજુર નતી, પણ હવે બીજો કોઈ રસ્તો પણ નહોતો દેખાતો, પરંતુ એના માટે પણ ત્યાં કોઈની ઓળખાણ હોય તો જ શક્ય બને, આ બધી વાતો ચર્ચા માં હતી ત્યારેજ બેનને એમના જ કોઈ દૂરના સગાએ એક વ્યક્તિ નો નામ અને નંબર આપ્યો, કે જેમને એ સગા ના ઘરમાં તેમના દીકરા ના આ રીતે લગ્ન કરાઈ આપેલ હતા, અને લગ્ન ને ચાર વર્ષ થઇ ચુક્યા હતા તેમજ કોઈજ તકલીફ નહોતી.

આ પછી મેં પણ બેન અને માં-બાપ સાથે ચર્ચા કર્યા પછી એ વ્યક્તિ નો સંપર્ક કર્યો અને બેન ના પેલા સગા ની ઓળખાણ આપી મારી સમગ્ર પરિસ્થિતિ તેમને જણાવી, એ વ્યક્તિ એ મને વલસાડ ના એક ગામ માં રૂબરૂ મળવા જણાવ્યું, એના જણાવ્યા મુજબ હું ત્યાં ગયો અને એને મળ્યો, એને એ વખતે મને ત્યાંજ નજીકના ગામમાં એક છોકરી સાથે મુલાકાત કરાવી , ત્યાં ગયો તો જોયું કે ઘર ના નામે ઝૂંપડું પણ સારું કહેવાય એવી પરિસ્થિતિ માં ત્યાંના લોકો રહેતા હતા, અને એને મને જે છોકરી ને દેખાડવા બોલાવ્યો હતો એને જોતા જ મને આશ્ચર્ય થયો કારણકે એ છોકરી કદાચ પુરા અઢાર વર્ષની પણ હોય તેવું નહોતું લાગતું, અને તેમ છતાં એ છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી, પણ મેં જ ના પાડી દીધી કે મારે આટલી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન નથી કરવા, અમે ત્યાંથી પાછા ફર્યા અને એ વ્યક્તિ એ મારા માટે કોઈ મોટી ઉંમરની બીજી કોઈ છોકરી શોધી ને તમને જણાવીશ એમ કહી અમને પાછા અમદાવાદ મોકલી આપ્યા, મેં એ વ્યક્તિ ને ઘણી વાર ફોન કર્યા પરંતુ એ દરેક વખતે મને હું તમને સામેથી ફોન કરીશ એમ કહેતો, એ પછી લગભગ બે થી ત્રણ વખત એને અમને રૂબરૂ બોલાવ્યા પણ કઈ મેળ આવ્યો નઈ, છેલ્લે મેં કંટાળી ને એને એક વખત કીધું કે જો હવે ચોક્કસ હોય તોજ બોલાવજો,

અને આ વાત ના થોડા સમય પછી એક વખત એનો સામેથી ફોન આવ્યો અને મને કીધું કે તમે એકલા છોકરી જોવા આવી જાઓ, જેથી હું એકલો ફરી વલસાડ ગયો, અને એને મને જણાવ્યું કે એના કોઈ ઓળખાણ માં આજ કામ કરતી વ્યક્તિ ની નજર માં એક છોકરી છે, તો તમે એની સાથે વાત કરી લો, અને એ પછી બીજી વ્યક્તિ જોડે વાત કરી ને એ મને નજીક ની કોઈ રેસ્ટોરન્ટમાં છોકરી સાથે મુલાકાત કરવા લઇ ગયો, અમે એક એક બિલકુલ નાના ગામની એક ચાની કીટલી પણ સારી કહી શકાય એવી કોઈ રેસ્ટોરન્ટ માં હતા, અને એક છોકરીએ એ રેસ્ટોરન્ટ માં પ્રવેશ કર્યો, મારી સાથે આવેલા મારા એજેન્ટએ એ છોકરી સાથે કંઈક વાત કર્યા પછી મારી સાથે એ છોકરી ની ઓળખાણ કરાવી, અને કહ્યું તમે બંને વાત કરી લો હું થોડી વાર માં એવું છું, એમ કહી એ ત્યાંથી નીકળી ગયો, હવે એ જગ્યામાં હું અને એ છોકરી બનેજ બેઠા હતા, એ છોકરીએ મને સમાઇલ આપ્યું, મેં પણ વળતું સમાઇલ આપ્યું અને પૂછ્યું તમારું નામ શુ છે ?

આગળ શુ થયું? એ જાણવા માટે થોડી રાહ જુઓ,

વધુ આવતા અંકે