ભાગ 2....
એક ચીખ સાંભળતા જ રફીક દોડ્યો....એમની પાછળ રીઝાન પણ હતી.....
હોસ્પિટલ નાં એ રુમ માં જિ ને રફીક ની આંખો ચાર થય ગઈ....
કિશન નસા ની હાલત માં હોય તેં રીતે કણસતો હતો..અર્ધનિંદ્રા માં હોય તેવું લાગતું હતુ..
રફીક એ પુછ્યું મેમ આમની તબિયત કેવી છે.. કિ વધારે પ્રોબ્લેમ તો નથી ને...???
ત્યાં રહેલ ડોકટર કિરણ રાજ્પુત્તે એ જણાવ્યું આમની હાલત ખરાબ છે..કોઈ એ ખાવા માં આમને ""પ્રોથ્યાંડેન"" નામ નું ડ્રગ આપી દીધું છે.. જે ચેતાતંતુ ઉપર કામ કરે..અને હા આ કૈક ભૂલવા ની કોંશિસ કરે છે.. પણ ભૂલી નથી સકતૂ પેસંટ..કોઈ ભૂતકાળ અથવા ખરાબ પ્રસંગ...
ડોક્ટરે બીજી અગત્ય ની સુચના આપી. હું અને મારો સ્ટાફ ને પુરી ફ્રીડમ જોઈએ. એમનાં કોઈ પણ બે સગા સબંઘી શિવાય કોઈ અહિ એમને મલે નહીં ..અને એમનાં આખા સમર્થકો નાં ટોળા ને આપ અહિ થિ સમજાવી ને પાછા મોકલી દો. ....કેમ કૈ આ હોસ્પિટલ છે...
ઓકે ડૉક્ટર....અમે બંને શિવાય કોઈ નહીં આવે....
આ બાજુ સાંજ નૉ સમય થવા આવયો હતો..કિશન ની ઘરે વાત પહોચ્વા નહતી દીધી...
કલાક જેવો ટાઈમ નીકળ્યો હશે ....એક નર્સ આવી અને કહ્યુ રફીક ને કહ્યુ.......સર આપનાં માટે આખો આ ફ્લોર બુક થયેલ છે... પેસંટ અને આપ બંને શિવાય કોઈ ને અહિ આવવા કે જવા ની એન્ટ્રી નથી.....ફક્ત દર્દી ને જમવા ની વ્યવસ્થા કરવી પડશે...
આ બાજુ રીઝાન ને મન માં એ જાણવા ની ઇચ્છા પ્રબળ થય કે આ કોણ છે...???
મનમાં થોડી વાર જાણે વિચારો નું વમણ ઉપડી ગયુ હોય..
મનમાં જ્યારે વિચારો યુદ્ધ પર ચડે તયારે કેટલાય સબંધ પર લગામ લાગી જતી હોય છે... એજ રીતે રીઝાન નાં મન માં પણ લગામ લાગી ગઈ હતી..
શું આજ કિશન છે...??
ભાઈ નાં કહેવા પ્રમાણે તો એ રોયલ નવાબ જેવી લાઈફ જીવે છે.. પણ આ તો કોઈ અધૂરા આલમ એ ફકીરી લીધી હોય તેવું લાગી રહ્યુ છે...
પણ હવે ભાઈ આવે તયારે જ પુછીશ...
રીઝાન ના મન માં વિચારો વિરમવાનું નામ નહોતા લેતા..
રફીક થોડીવાર પછી નજીક ની હોટેલ માંથી રાત નાં જમવાની વ્યવસ્થા કરી ન આવયો...
રીઝાન હવે તારે જવું હોય તો તુ જય શકે...
ના ભાઈજાન મે ઘરે વાત કરી લીધી છે.. હવે આપને સુરત સાથે જ નીકલશુ..અને ડૉક્ટર એ ભી કહ્યુ છે.. આમને ડ્રગ ની અસર જેમ જેમ ઓછી થતી જશે એમ એમ રીકવરી આવી જશે...લગભગ કાલ રાતે અહિ થિ લિવ મળી જશે ....
પણ ભાઈજાન આ કોણ છે.. સાચું કહો.. જો ન કહો તો તમને મારા સમ છે.
રફીક મુંજાયો...શું કહેવું કિશન એ ના પાડી હતી...
ત્યાંજ સામે થિ લિફટ ના દરવાજો ખુલ્યો..રફીક ને શંકા જતા ગન કાઢી પણ અવાઝ આવયો
આ વ્યક્તિ એટ્લે ""ઓનર ઓફ કિંગ એમ્પાયર"" ક્યારેય ન આથમતો ચાંદ.. તેજ મધ્યાહન એ આવેલ સુર્ય જેવું...અબળા નૉ રક્ષક ,નાની ઉમર થિ જ જેમણે પરિસ્થિતિ એ દુનિયાદારી સમજાવી,..જેમને કોઈ નૉ ડર નથી..પોતાના સમાજ..મિત્રો માટે કોઈ મસીહા થિ કમ નથી....શત્રુ વિજયિ, હંમેશા મોજે ફકીરી માં જીવનાર...
કિંગ એમ્પાયર નાં માલીક અને સ્થાપક બાદશાહ એ આવામ કિશન છે..
રફીક ગન નીચે કરી ન તરત જ દોડી ન ભેટી પડ્યો ....
અને જેમને કિશન નૉ ખાસ મિત્ર રાજ બારોટ ..
આવો બારોટ આવો....આજ તમારી જરૂર હતી અને યોગ્ય સમયે એન્ટ્રી લીધી છે.....
સામે ઉભેલી રીઝાન ને ફાળ પડી...જેમને મે ખરી ખોટી સ્મભળાવી એ જ આ કિશન...
એમની બે નેણ વચ્ચે ની ભૃકુટી બદલાઈ... અને ગુસ્સો જાને સાતઆસમાન ચીરી નાંખે એવો...
રીઝાન નાં ગુસ્સો વધતો જતો હતો...અને જોર થિ ત્રાડુકિ જાણે ગાંડી ગીર ની સિંહણ વનરાજ અને વાઘ ની લડાઈ માં વનરાજ ની પીછેહટ થય હોય એમા વનરાજ નૉ જૂસોં વધારવા સિંહણ ગર્જના કરે એમ...રીઝાન જોર થિ બોલી
મે તને પુછ્યું હતુ તોભી કેમ જૂઠું બોલ્યો..તુ ભાઈકહેવા ને લાયક નથી..આજ કિશન હતો તો હૂં એમને ખરી ખોટી સમ્ભલવતિ હતી તયારે કેમ ન બોલ્યો...અને એમનાં હાથ માં રહેલ મોબાઇલ નૉ જોર થિ ઘા કર્યો રફીક અને રાજ બાજુ...
જેવો ગુસ્સા માં રીઝાન મોબાઈલ ઘા કરે છે.. એ રફીક ને લાગે એ પહેલા જ અચાનક કિશન પકડી લે છે... અને બોલે છે...
મે જ ના પાડી હતી મારા વિશે જણાવવાની ....
આટલું બોલતાં જ એમને ફરી ચક્કર આવે છે.... ત્યાંજ પડવા જતો હોય પણ રાજ અને રફીક બંને એમને બચાવી લે છે.. અને આરામ કરવા ની સલાહ આપે છે... ફરી એમને રુમ માં સુવળાવી ન આ બંને પાછા ફરે છે ..આખા ફ્લોર ને સિક્યુરિટી થિ સજ્જ કરી દીધો હોય છે... સુરત સમાચાર વાયુ નાં વેગ કર્તા ય ઝડપ થિ ફેલાઇ ગયા હોય છે..
કિશન ની 51 જણા ની ટિમ માંથી 2 તો હોસ્પિટલ જ હાજર હોઈ છે.. અને બીજા 5 મેઈન જે કિશન ની ગેરહાજરી માં એમનાં બિઝનેશ ને હેન્ડલ કર્તા તેં લોકો ફટાફટ લિમડી પોચવાં આવ્યાં હતાં...કિશન ને હૉસ આવી ગ્યો છે.. અને ડ્રગ ની અસર ધીમે ધીમે ઓછી થતી જાય છે.. એવું સ્ટેટમેન્ટ હોસ્પિટલ ની ટિમ દ્રારા અપાય ગયુ હતુ...
રીઝાન નાં ગુસ્સા નૉ કોઈ પાર ન હતો...મરણપથારી એ પડવા છતા. પોતાના કોઈ મિત્ર ને નાનકડી પ્રોબ્લેમ થય હોય તોય એ પ્રોબ્લેમ ની સામે આવવું...
ગજબ જુસ્સો હતો..કિશન પાસે...જીગર તો જ્યાર થિ મોત નૉ ડર પૂરો થય ગ્યો ત્યાર ની રોજ દિવશે ન વધે એટલી રાતે વધતી હતી...
કિશન નું વ્યક્તિત્વ વિચારવું એટ્લે એક અસામાન્ય યોદ્ધા , જેમને પોતાના માટે નય પણ હમેશા બીજા નાં માટે જીવ્યો છે..જેમની સાથે દોસ્તી એમનો બેડોપાર..શત્રુતા કરો તો આખી જીંદગી નર્ક ની જેમ ભોગવવા ની આવા પાવર ઋતબો, ધર્મ. મહામહિમ ભિસ્મ ને જેમનાં આઇડલ માની ન આખા કિંગ એમ્પાયર નૉ એકલોતો વારસદાર..ભિસ્મ ને અનુસરનાર...
સુરત થિ આવવા નીકળેલ ગાડી ઓ હોસ્પિટલ નાં પાર્કિંગ માં આવતાં જ બધાં જોઈ રહ્યાં...પાંચે બેન્ઝ કાર પર કિંગ એમ્પાયર નાં સીમ્બોલ..પણ કાર વ્યવસ્થિત પાર્કિંગ થય ગય
જયાં સુધી રાજ નૉ કોલ ન આવે ત્યાં સુધી હોસ્પિટલ માં જવાનું નહતું...કિશન ની સખ્ત મનાઈ હતી..
આ બાજુ રીઝાન ને પસ્તાવો થાય છે..ખુબજ પસ્તાવો..એ રફીક ને કહે છે..મને ઘરે જવું છે.. હું જાવ છું... રફીક કર્તા રાજ ની માણસ પારખવા ની બુદ્ધિ અને ચહેરો જોઈ ને માઈન્ડ માં જે ચાલતું હોય એ જાહેર માં બધાં ની વચ્ચે બોલવું યે સ્વભાવ હતો. .
રાજ એ ઈશારા કિશન ની કાર ની ચાવી સામે જોયું..રફીક સમજી ગ્યો..કાર ની ચાવી આપી દીધી..રીઝાન ને કાઈ સમજણ નતી પડતી તેં કિશન ની ક્રુઝ લય ને સુરત જવાં નીક્ળી ગઈ... સુરત પહોચી ન એમનાં રુમ માં ચાલિ ગઈ કોઈ જોડે ઘર માં વાત પણ ના કરી...એ આખી રાત સૂતી નહતી..અલગ અલગ વિચારો જ આવ્યાં કર્તા હતાં..
જેમની આખો જોતાં જ ગયા જન્મ નું અધૂરી પ્રીત બાકી હોય અને આ જન્મ માં એ પરણેતર સબંધ માં બધાંવાનાં હોય એવું મન અનુભવી રહ્યુ હતુ...જેમને જોઇ ન પોતાની જમણી આંખ હમેશા ફરકતી રહતી. કિશન કિશન એજ મનમાં ગુંજી રહ્યું હતુ...અને વ્યાપક પ્રમાણ માં પસ્તાવો ય થય રહ્યો હતો..રાત ની નીંદર એમને હરી લીધી હતી...ચેન ક્યાંય મળતું ન હતુ...આમનમ પાંચેક દીવસ થયાં રીઝાન સાવ એક શૂન્ય મસ્તક થય ને રહી ...ઘરે થિ રીઝાન ના પપા એ એમને સારા એવાં ખ્યાત નામ મનોવૈજ્ઞાનિક ડૉક્ટર મિત્ર ડો.પરીખ ને જમવા નું આમંત્રણ આપ્યું..
રાતે ડિનર વખતે ડૉક્ટર પરીખ એ રીઝાન ને કહ્યું કેમ બેટા કાઈ બોલતી નથી. .કોઈ પ્રોબ્લેમ હોઈ તો ક્હે. કોઈ તને છેડતી કરતું હોય..કાઈ બ્લેક મેઈલ .તો તારા ફેમિલી ને ન કહી સકે તો મને કહેજે બાપ સમજી ને બેટા.. કોઈ બદમાશ હેરાન કરતો હોય.તો...
પણ ચાચુ આવુ કાઈ નથી ...મને કોઈ શુકામ હેરાન કરે..પણ એક વાત નથી સમજાતી...પ્રેમ હોય ખરાં??પ્રેમ નાં નામે દગો જ હોઈ?? પ્રેમ ફક્ત ભૌતિક જરૂરિયાતો સંતોષવાં માટે જ હોઈ .
ડો.પરીખ મનોવિજ્ઞાનીક હતાં..રીઝાન નું માઈન્ડ પારખી ગયા..અને હળવેકથી બોલ્યા...
બેટા કોને આપ્યો તને દગો પ્રેમ માં???કોણ છે એ વિશ્વાસઘાતી..
રીઝાન બોલી ઉઠી એમને તો ખબર ય નથી કે હું એમને પ્રેમ કરવા લાગી છું એ..એમને તો મે કહ્યુ ભી નથી કે હું તારા પ્રેમ માં છું એ .સાચો દગો તો મે આપ્યો છે.. જેમની સાથે પહેલી નજર માં જ પ્રેમ થય ગ્યો હતો..પણ મારી બહેન ની જે પ્રેમ માં હાલત થય અને એમને અંતે આત્મહત્યા કરી લીધી એ જોઈ ને મનેય મારુ ભવિષ્ય પ્રેમ માં કદાચ મારી જોડે ય આવુ થાય તો.. એ વિચાર થમ્ભાવિ દે છે..
ડો.પરીખ સમજી ગયા હતાં સ્થિતી ને..એમને કહ્યુ બેટા કોણ છે. એ સદ નશીબ ભગયવાન..કૈ જેમને જોઈ ને મારી દિકરી રીઝાન મોહિત થય ગય..જેમની જોડે પ્રથમ નજર માં જ પ્રેમ થય ગ્યો. ..??
★★★
આ બાજું કિશન ને હોસ્પિટલ માંથી રજા મળી ગય અને તે રાજકોટ જવાં નીકળી ગ્યો હતો..રાજકોટ પ્રસંગ પતાવી ને એ પાછો ફરતા એમને 10 એક દીવસ નીકળી ગયા હશે...
સુરત આવતાં જ અંકીતે એક શુભસમાચાર સંભળાવ્યા ...
કિંગ નાં કિંગ ને એક અભિનંદન તારા પરના કેશ નાં ચાર્જીસ હટાવી લેવા માં આવ્યાં છે..25 તારીખ વખતે તું ગુજરાત બહાર હતો એ સાબીત થય ગયુ છે.. કોર્ટ માં ફ્લાઇટ ની ટિકિટ અને cctv ફૂટેજ નાં આધારે તને 25/8 ની સાજીશ માંથી બહાર નીકળી ગ્યો છે...
આ બાજુ સુરત કિંગ એમ્પાયર નાં ફાર્મ હાઉસ પર પાર્ટી નું આયોજન થયુ..જેમા કિંગ નાં બધાં સભ્યો બે બે કલાક વહેલા પોહચ્યાં..જયાં કિશન હજુ આવયો નહતો..
રાજ, રફીક , કિશન , આ ત્રણેય સાથે જ હતાં..રફીક ને અચાનક કોલ આવતાં તે ત્યાંથી નીકળી ગ્યો..પણ રાજ ને કહ્યુ ભાઈ ને ન કહેતો કે હૂં જાવ છું નકર આખી પાર્ટી ની રોનક બગડશે...પણ કિશન ને ખબર ન હોય એવું ક્યારેય બન્યુ જ ન હોય..
રાજ અને કિશન બને સાથે ની ગાડી માં આવે છે.. આવતાં જ બધાં મિત્રો ને મળે છે.. કિંગ એમ્પાયર નાં કિંગ કિશન પર નાં ચાર્જીસ હટાવતા ખુશ હોય છે બધાં... પાર્ટી માં વ્યસ્ત હોય છે.. પાર્ટી પુરી થતા બધાં ચાલ્યા જાઈ 6 ફાર્મ પરથી પણ કિશન ફાર્મ નાં અંદર નાં રુમ માં ફૂલી એર કંડીશનર શરુ કરી ન આરામ થિ આરામ ચેઇર પર બેશે છે...ત્યાંજ એમની આંખ લાગી જાઈ છે..
★★★★★★★★★★
આ બાજુ રીજાન ડો.પરીખ ને જણાવે છે.
એ બીજુ કોઈ નહિ પણ કિંગ એમપાયર નૉ માલીક જેમનું આખા સુરત માં આદર થિ નામ લેવાઈ છે. જે પોતાને ક્યારેય ઓળખ નથી આપતો તેં કિશન ...
ડો.પરીખ ચોકી ગયા...અને બોલી ઉઠ્યા..આ તને ફુલ સરખી કોમળ કળી ને જંગલ નૉ રાજા ક્યાંથી મળ્યો..અને કેટલા સમય થયાં એમને તુ ઓળખે છે... રીઝાન ના ઘરે બધાં નાં મોઢા શિવાય ગયા...અને રફીક ને કોલ કરી ન બોલાવે છે..
(રફીક.કિશન જોડે.પાર્ટી માં જતો હોય છે. તયથિ એ પાછો વળે છે..)
રફીક નાં આવવા સુધી માં બધાં ખુશી નાં માર્યા સમાઈ સકતા નથી કેમ કે જે રીઝાન ની પસંદ હતી એ ગજબ હતી..બધા વિચારતા હતાં કે લગભગ બંનેનાં ધર્મ અલગ છે. પણ જો કિશન માને ટૉ આ મેરેજ સકય છે..
ડો.પરીખ અને બધાં રીઝાન ને કિશન નાં નામ સાથે જોડી ને ચીડવે છે.. અને રીઝાન શરમાય ગય..અને તે એમનાં રુમ માં. ચાલી જાય છે...
હવે બંને તરફ થિ આગ લાગી ગય હતી...ફર્ક એટલો હતો કે બને ને સળગવા કોઈ એવું સૂકું ઘાસ જોઈતું હતુ..
અને એ કામ રફીક અને રાજ કરશે એવું રીઝાન ને લાગ્યું ...
રફીક પહોંચ્યો બધાં ઘર નાં મેમ્બર અને ડો. ને એક સાથે જોઇ ને પુછ્યું બઁધુ બરોબર તો છે. ને
હા બધું તારા લીધે જ બરોબર છે. હો એવો ફિઝા એ કટાક્ષ કર્યો...
ક..ક.કેમ મ..મ..મે શું કર્યું...રફીક અચકાતા અચકાતા બોલ્યો..
તે કાઈ નથી કર્યું...હો કર્યું તો આપણાં માથાભારે મેડમે..જેમને બોવ બધાં ની અને આખા ગામ ની ચિંતા થાય છે..
કેમ રીઝાન યે શું કર્યું...??
ડો.પરીખ જનાવે છે. કૈ કાઈ નહીં પ્રેમ કર્યો.?
રફીક ક્હે છે. કોણ 6 બદનશીબ આ ચુડેલ એ જેમને પ્રેમ કર્યો એ....
આમ કહી ને રફીક હસવા લાગે છે..
ડો.પરીખ રમુજ કર્તા ક્હે છે... કોઈ નહીં મિયાં આપના ખાસ કિંગ છે..જેમને આપ કિંગ તરીકે માનો છો. એ
રફીક ને જે વહેમ હતો એજ હકીકત થવા જઈ રહી હતી..અને એમનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો પન એમને કોઈ ની સામે યે બહાર ન આવવા દીધું...
અને ત્યાં આમ તેમ વાતો કરી ન કિશન ની ક્રુઝ જે રીઝાન ને સુરત જવાં આપી હતી એ લઈને નીકળી ગ્યો..
બીજો દીવસ સવાંર માં રીઝાન મન માં નક્કી કરી લીધુ હતુ...કિંગ એમ્પાયર નાં કિંગ ને આજ મળવું છે.. અને એમને હજુ ક્હેવું નથી એમનાં વિશે રિસર્ચ કરવા નાં બહાને એમની જોડે રહી સ્કાશે...હજુ પથારી માં પડ્યા પડ્યા આવા વિચારો એ એમનાં દિલ ને સાંતિ આપી હતી...તયાઝ ફિઝા દોડીને હાફતી આવી અને કહ્યુ...
દી... કિંગ ને રફીક ભાઈ એ કાલે રાતે ફાર્મ હાઉસ પર જઇ ને ગોળી મારી ...બધાં નું કહેવું છે. કૈ.કિંગ ની તબિયત ખરાબ હતી અને કિંગ સૂતો હતો એટ્લે રફીકૈ મોકો જોઈ ને ગોળી ચલાવી..
આ વાત સાંભળીન રીઝાન ને ચક્કર આવી જાય છે. તેં આ વાત સાંભળી ન એ ને સદમો.લાગે છે..
આ બાજુ આખું કિંગ એમ્પાયર કિશન ની જલદી સાજા થય જવાની અને એમનાં ઓપરેશન સક્સેસ જાય એવી ભગવાન ને પ્રાથના કરે છે..
કિશન ને ખમ્ભા પર ગોળી લાગી હોય છે.. એ ગોળી નીકળતી નથી ડૉક્ટર મ્હા મહેનત કરી ન ગોળી કાઢે છે..
આ બાજુ રફીક સુરત મુકી ન દૂબઈ ચાલ્યો જાય છે..
રીઝાન કિશન ને મળવા સુરત ની ખ્યાતનામ જે.પી.પટેલ હોસ્પિટલ પર પહોંચે છે.. જયાં એમને કિશન ની. સિક્યુરિટી વ્યવસ્થા અધિકારી રોકે છે..
પણ રાજ એમને અંદર આવવા નું કહે છે..
રાજ રીઝાન ને કિશન ને મળવાની ના પાળે છે. કેમ કૈ એમનું ઓપરેશન ચાલુ હોય છે...
3 કલાક પછી ડૉક્ટર બહાર આવે છે.. અને રાજ અને જોડે કૈક ચર્ચા કરે છે..
ત્યાં ડૉક્ટર ની નજર ચૂકવી ન રીઝાન ઓપરેશન થિયેટર માં જાય છે.. અને પોતે મેડીકલ સ્ટુડન્ટ હોવાં નાં પ્રુફ આપે 6 અને ઓપરેશન માં સહભાગી થવા નું જણાવે છે..
બધાં નાં જીવ તાળવે ચૉતય હોય છે.. કેમ કૈ કિશન હજી વધારે ખરાબ અવશઠા માં હતો...
રાત નાં 11 વાગે રીઝાન અને ડો.ની સંયુક્ત કામગિરી થિ કિશન નું ઓપરેશન સક્સેસ જાય છે.. બાદ માં કિશન ની બાજુ માં જ બેસી રહે છે.. અને રીઝાન ની આંખો માંથી આશુ પડે છે..
એમનાં આંશુ નું એક પચી એક.એમ બે થિ ત્રણ ટીપાં કિશન નાં કપાળ અને મોઢા પર પડે છે..
અને રીજાન આખી રાત ત્યાંજ બેસી રહે છે...
સવારે રાજ અને ડૉક્ટર આવીન જુવે છે..તો હાહાકર મચી જાય છે.. કિશન ત્યાં હોતો નથી ખાલી રીઝાન એક બાજુ ની ખુરશી પર સૂતી હોય છે...
રાજ અને ડોકટર નૉ અવાઝ સાંભળી ન રીઝાન જુવે છે.. કૈ કિશન ક્યાં...
હોસ્પિટલ માં આ વાત ગુપ્ત રાખવા માં આવે છે.. રાજ cctv ફૂતેજ ચેક કરે છે એમા કિશન ને ક્રુઝ લય ને વેંશુ રોડ પર જતા જુવે છે... અને હોસ્પિટલ નાં ગાદલા ની નીચે કૈક લેટર જેવું અને એક બૌકક્ષ મુકી ન
રાજ આ વાંચે છે.. એમા લખ્યું હતુ...રાજ હું ફાર્મ પર જાવ છું.. ડૉક્ટર ની ટિમ ને આયા શિફ્ટ કરી દો.. મને ખતરો નથી હું જૂનો હિશાબ સરભર કરવા જાવ છું..
રાજ આ ચીઠી અને બોક્સ લય ન ભાગે છે.. એમની પાછળ રીજાન... પણ...
હોસ્પિટલ નાં પાછલા દરવાજે થિ બંને.. ગાડી લિ ને ફાર્મ તરફ ભાગે છે.. રાજ રિવોલ્વર માં ગોળી ભરે અને એક રીઝાન ને આપે 6 એમની સુરક્ષા માંટે.. અને સીધી ગાડી ફાર્મ પર પહોંચે છે.
ફાર્મ પર જઈ ને જોવે તો કિશન એક હાથ માં રિવોલ્વર લઇ ને ઉભો હોય છે...
રાજ અને રીઝાન ને જોઈ ને તે હસવા લાગે છે... આ હસવા નું રાજ ને ન સમજાયું..પણ રીઝાન સમજી ગઈ..
પણ અચાનક રીઝાન નાં કોલ માં એક કોલ આવે છે...
અને એ રફીક વાત કરતો હોય છે...
(ક્રમસઃ)
★★★★★★★★★★★★★★★★★★
હવે પછી નૉ ભાગ મિત્રો ટુક સમય માં જ રિલીઝ કરીશ..
અને કેવી લાગી સ્ટોરી એ આપ રેટિંગ ભી કરી સકોં અને મને વોટ્સએપ પર જણાવી ભી સકોં છો...
( 91)6358748887