Check and Mate - 8 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 8

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ચેક એન્ડ મેટ 8

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

ભાગ ૮

પોલીસ ની રેડ માં પકડાયેલા અલગ અલગ છ વ્યક્તિ ઓ માં લકી ગેસ્ટહાઉસ ના મેનેજર સુમિત, સમલૈંગિક એવા સોનુ, સોનાલી અને ગોવિંદ ની યુગલ જોડી, ઓમ નામનો ગુજરાતી કોલેજીયન યુવક અને નફીસા નામ ની સ્ટ્રગલિંગ એક્ટ્રેસ પોતપોતાની લાઈફ ની હકીકત એકબીજાને જણાવે છે. એ બેરેક માં જ હાજર લંગડા વ્યક્તિનું નામ ડેવિડ હોય છે જે એ બધાં ની વાત સાંભળી જાય છે અને પછી એમને પોતાની જીંદગી ની કહાની કહેવાની શરૂવાત કરે છે કે જેમાં ગાઈડ તરીકે ગોઆ માં રહેતાં એની લાઈફ માં એલિસ નામની ઓસ્ટ્રેલિયન યુવતી ની એન્ટ્રી થાય છે..હવે વાંચો આગળ...!!

***

"શિવમ રિસોર્ટ માં થી અમે જેવા બહાર નીકળ્યા એટલે મેં મારી બાઈક પાછળ એલિસ ને બેસવા કહ્યું અને અમે જ્યાંથી ટેક્ષી ભાડે મળતી એ જગ્યા એ જઈને ઊભાં રહ્યાં..પાંચ મિનિટ ની સફર માં એલિસ નો નાનકડો સ્પર્શ પણ શરીર માં ૪૪૦ વોલ્ટ નો કરંટ દોડાવી ગયો હતો..મેં જેવી બાઈક થોભાવી એવું જ એલિસે મને કહ્યું..

"Mr.david why you stop your bike here..?"

"Madam..for Goa traveling we need some car..so here we can get car or taxi on rent.."મેં જવાબ આપ્યો.

"No, I want to travel Goa on your bike..it's give me so much fun when air touch my whole body..and don't call me madam..I am just Elise.."પોતાના હાથ ને ફેલાવીને ગોઆ ની ઠંડી હવાનો આનંદ માણતી હોય એમ એલિસે કહ્યું.

"Ok.. Elise..than I will promise to you that on my bike u not just see Goa but you feel Goa.."પાંચ મિનિટ ની સફર માં જે અનહદ આનંદ ની લાગણી અનુભવી હતી એ હવે આખો દિવસ પ્રાપ્ત થવાની હતી એમ વિચારી મેં ફટાફટ બાઈક ચાલુ કરી અને નીકળી પડ્યો ગોઆ ની સફરે.

"આખો દિવસ હું એલિસ ની સાથે ગોઆ ની દરેક તંગ ગલીઓ થી લઈને વિશાળ સમુદ્ર તટ પર ફર્યો..થોડાં સમય બાદ એલિસ મારા જોડે સારી એવી ભળી ગઈ હતી..મારી ઘણી વાતો પર એ જોરદાર હસતી..ક્યારેક મને મજાક માં ગાલ પર ટપલી મારી દેતી..બપોર પછી તો એ મને બાઈક પર કમરે થી પકડીને બેસવા લાગી..એનાં નાજુક બદન નો સ્પર્શ ખરેખર અદભુત હતો..મને તો એમ હતું કે આ સફર પુરી જ ના થાય..પણ સમય ને વીતતાં ક્યાં વાર લાગે છે અને એમાં પણ તમારું ગમતું કોઈ તમારી જોડે હોય ત્યારે ઘડિયાળ ના કાંટા પણ ના જાણે કેમ ખૂબ જ ગતિ માં દોડે છે.."

સાંજે ગોઆ ની મશહૂર ફૂડ સ્ટ્રીટ માં ભાજીપાઉં અને ચિકન કબાબ જમીને હું એલિસ ને લઈને એને ડ્રોપ કરવાં શિવમ રિસોર્ટ પહોંચ્યો..મેં એલિસ ને ઉદાસ ચહેરે by કહ્યું..એટલે એને મારી તરફ જોયું અને હસીને કહ્યું..

"Why you tell me that word by..no not by..I am here for 2 week and all that time u will pickup me from here in morning..and we will travel Goa to geather..for two weeks I paid u 1200 Dollar..if u want more I will raise it.."

"No no..it's very much for me...I will come tomorrow on time.. good night"હું તો વગર પૈસા એ પણ એલિસ સાથે ફરવા તૈયાર હતો..એમાં પણ બે અઠવાડિયા આ મલ્લિકા એ હુસ્ન સાથે ગુજારવા મળશે એ વિચારી તો મને નાચવાનું મન થઈ રહ્યું હતું.

"Good night David.."આટલું કહી એલિસે મારાં ગાલ પર એક નાનકડી kiss કરી લીધી..અને પછી એ પોતાનાં રૂમ માં ચાલી ગઈ.

"હું તો એલિસ ની આ હરકત થી અંજાઈ જ ગયો..આમ પણ ફોરેનર લોકો ફ્રી માઈન્ડ જ હોય છે..આવું તો મારી સાથે ઘણી વાર બન્યું હતું પણ આજે એલિસ દ્વારા મળેલી kiss મારી લાઈફ ની સૌથી ખુબસુરત પળ માં ની એક હતી."એલિસ અને પોતાની પ્રથમ મુલાકાત ની વાત કરી રહેલાં ડેવિડ ના ચહેરા પર આવેલી લાલાશ બેરેક માં ઉપસ્થિત લોકો બલ્બ ની આછી રોશની માં પણ સ્પષ્ટ જોઈ શકતાં હતાં.

ડેવિડે આગળ ની વાત કહેવાનું ચાલુ કર્યું..

"એલિસ સાથે હવે રોજ ફરવાનું થવા માંડ્યું..બાઈક ઉપર આખા ગોઆ ની સફર કરવી, જુદા જુદા બીચ પર હાથ પકડી ને ફરવું, દરિયા ના પાણી ની છોળો ઉડાડવી, મોડી રાતે દરિયા કિનારે બેસી ને વાતો કરવી..હું અને એલિસ એકબીજાને વર્ષો થી ઓળખતાં હોય એવો ગાઢ સંબંધ અમારી વચ્ચે બંધાઈ ચુક્યો હતો."

"આમ ને આમ દસ દિવસ ક્યાં પસાર થઈ ગયાં એની ખબર જ ના રહી..એલિસ હવે રાતે રિસોર્ટ માં પણ જતી નહોતી અમે આખી રાત એકબીજાની સાથે નાઈટ આઉટ કરતાં..વગર બોલે પણ અમારી વચ્ચે એક સમજૂતી થઈ ગઈ હતી..અમે એટલા નજીક આવી ગયાં કે બધી મર્યાદા પણ ઓળંગી ગયાં..શારીરિક સંબંધ અમારી વચ્ચે સહજ રીતે બંધાઈ ગયો એ પણ કોઈ જાત ની બિન જરૂરી શરત વગર."

એલિસ ને ઓસ્ટ્રેલિયા જવા ના ચાર દિવસ જ બાકી હતાં. એક દિવસ અમે દરિયા કિનારે એકબીજા ના હાથ માં હાથ નાંખીને બેઠાં હતાં..મારો ઉદાસ ચહેરો જોઈને એલિસે પૂછ્યું..

"Hey, David..why you are so sad Buddy..?

"Elise in few day you will going to your home.. without you I don't like any where..I love u so much.."મારા અવાજ માં હતાશા હતી.

"Oh my dear..its just small thing..don't be sad.."મારા ચહેરા ને પોતાનાં હાથ માં લઈને એલિસે કહ્યું.

"Ohh..u think this is small thing..I think you don't love me.."એલિસ ની વાત સાંભળી મેં આશ્ચર્ય સાથે કહ્યું.

"Oyy..I love you too..I am come back India after two month and than we marry..after merrage u come with me Australia..in Australia we have great life.."એલિસે પોતે નક્કી કરેલાં અમારા ભવિષ્ય ના પ્લાન વિશે જણાવતાં કહ્યું.

"I love u so much.."મેં એલિસ ની વાત સાંભળી એલિસ ને ચુમતા કહ્યું.

એ રાત પણ અમે એકબીજા ની બાહોં માં એકબીજાની હૂંફ માં પસાર કરી દીધી.બીજા દિવસે સાંજે હું એલિસ ની સાથે ગોઆ થી દૂર આવેલ જાપાનીઝ ગાર્ડન માં બેઠાં હતાં..મોસમ ની શીતળતા અમારા અંગે અંગ ને આગ લગાડી રહી હતી..હવે બચેલા બીજાં દિવસો પણ અમે એકમેક ની સાથે પસાર કરવા માંગતા હતાં..એટલે હું ઉભો થયો અને એલિસ ને મારી સાથે આવવા કહ્યું.. જાપાનીઝ ગાર્ડન માં થી નીકળી અમે હજુ થોડાં દૂર જ ગયાં ત્યાં એલિસે ડુબતા સૂરજ ની તસવીરો લેવાની ઈચ્છા પ્રગટ કરી એટલે અમે એક ખંડેર જેવી જગ્યા એ જઈને બાઈક ઉભું રાખ્યું.

"નીચે ઉતરી એલિસે પોતાનો કેમેરો નીકળ્યો અને આજુબાજુ ની ખુબસુરતી ને કેમેરા માં કેદ કરવામાં લાગી ગઈ..અને હું એલિસ ની ખુબસુરતી ને મારી આંખો માં કેદ કરવામાં લાગી ગયો..અચાનક મારા માથા પર કોઈએ જોરદાર પ્રહાર કર્યું હોય એવું લાગ્યું અને હું ચક્કર ખાઈને નીચે જમીન પર પડી ગયો..મેં મારા માથા ના પાછળ હાથ વડે સ્પર્શ કર્યો તો ઊંડો ઘા પડ્યો હતો જેમાંથી લોહી નીકળી રહ્યું હતું"

"મારી આંખો આગળ અંધારા આવી રહ્યા હતાં..મેં ફરીને જોયું તો ત્યાં ત્રણ યુવકો હતાં. એ લોકો પછી એલિસ તરફ ગયાં અને એલિસ ને પકડી ને થોડે દુર ઝાડીઓ માં લઈ ગયાં.. એલિસ જોર જોર થી ચિલ્લાયી રહી હતી..હું મારી તમામ તાકાત લગાવીને ઉભો થયો અને એલિસ ને બચાવવા આગળ વધ્યો..પણ હું કંઈક કરું એ પહેલાં એમાં થી બે યુવકો મારા પર તૂટી પડ્યા..માથા માં થયેલા પ્રહાર થી હું એમનો સામનો કરવામાં અશક્ત હતો.."

"મારી નજર સામે એક યુવક એલિસ ની સાથે જબરજસ્તી કરી રહ્યો હતો..હું એલિસ ને બચાવવા જતો હતો ત્યારે પેલા યુવક માં થી એકે મારા પગ પર લોખંડ ના સળિયા વડે જોરદાર પ્રહાર કર્યો..જોરદાર કડાકા સાથે મારું હાડકું ભાંગી ગયું હોય એવો દર્દનાક અહેસાસ થયો.હું હવે સહેજ પણ ચાલી શકવામાં અસમર્થ હતો..તો પણ હું ઉભો થવા પ્રયત્ન કરી રહ્યો હતો..એલિસ ની ચીસો મારા કાને પડી રહી હતી.."

"એટલા માં એક બીજો ઘા મારાં ચહેરા પર થયો..બીજો ઘા એટલો જોરદાર હતો કે હું ત્યાં જ ફસડાઈ પડ્યો..મારી નજરો થી થોડે જ દૂર એલિસ પર બળાત્કાર કરવામાં આવ્યો..મારી આંખો માં થી પડતાં દરેક આંસુ મારી લાચારી અને વિવશતા ના હતાં..જે એલિસ મારી સાથે ભવિષ્ય ના સપના જોઈ રહી હતી એની ઈજ્જત પણ હું બચાવી ના શક્યો..આખરે હું ક્યારે બેહોશ થઈ ગયો એની મને જાણ જ ના રહી.."

"મને બીજાં દિવસે સવારે ભાન આવ્યું..હું પરાણે ઉભો થઈ ઘસડાતો ઘસડાતો એલિસ ની આબરૂ લૂંટાઈ એ જગ્યા એ ગયો..જઈને જોયું તો અસ્તવ્યસ્ત કપડાં માં એલિસ ની લાશ પડી હતી..એ લોકો એ એલિસ નો રેપ કરી એની હત્યા કરી નાંખી હતી.."

આટલું કહી ડેવિડ ડૂસકાં ભરવા લાગ્યો..ડેવિડ ની દુઃખભરી દાસ્તાન સાંભળી ત્યાં હાજર દરેક ની આંખ ભરાઈ આવી.

"તમે એ યુવકો ને ઓળખતાં નહોતાં.. એ હરામખોરો ક્યાં ના હતાં..?"ઓમે પૂછ્યું.

"હું લગભગ ત્રણ મહિના હોસ્પિટલાઈઝડ રહ્યો..મારા પગ માં થયેલા ઘા ને લીધે ઓપરેશન કરાવવું પડ્યું અને મારા પગ ની આ સ્થિતિ થઈ ગઈ.."ડેવિડે પોતાનાં પગ તરફ હાથ બતાવી કહ્યું.

"પછી મેં મારી રીતે એ યુવકો કોણ હતાં એની તપાસ કરી અને એ યુવકો વિરુદ્ધ FIR ફડાવી પણ એ યુવકો બહુ રિચ ફેમિલી માં થી આવતાં હતાં..એમને પોતાની વગ વાપરી મને ડ્રગ્સના સ્મગલિંગ નાં ખોટાં કેસ માં ભરાવી દસ વર્ષ ની સજા કરાવી દીધી...એલિસ ને ખોવાના દુઃખ સાથેનો દરેક દિવસ જેલ માં મારા માટે સદી ઓ જેવો બની ગયો..હું દસ વર્ષ પછી બહાર આવ્યો ત્યારે મારા મન માં એક જ વસ્તુ હતી બદલો.."આંખો માં લોહી ઉતરી આવ્યું હોય એમ ગુસ્સા સાથે ડેવિડે કહ્યું.

"તો તમે એ શૈતાનો જોડે બદલો લઈ લીધો..અને એના લીધે જ તમે જેલ માં છો..?"નફીસા એ ડેવિડ ની તરફ જોઈને કહ્યું.

"હા એમાં થી બે યુવકો ને તો મેં મોત ને ઘાટ ઉતારી દીધાં..મેં એમનાં ખુન એવી રીતે કર્યા કે એ સુસાઈડ નો જ કેસ લાગે.આખરે એક યુવક વધ્યો હતો એને એનાં કરેલાં કર્મો ની સજા આપું પછી જ એલિસ ની આત્મા ને શાંતિ મળવાની હતી..મેં એની હત્યા માટે એનાં ઘર માં ઘૂસવાનો પ્રયાસ કર્યો પણ ઘર ની દીવાલ પર રાખેલાં ઇલેક્ટ્રિક કરંટ ની સિક્યુરિટી સિસ્ટમ ના લીધે હું કરંટ લાગવાથી નીચે પટકાયો અને નીચે પડવાના લીધે થયેલાં અવાજ ના લીધે ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ ની નજર મારાં પર પડી અને એમને મને ચોર સમજી પકડી લીધો અને પોલીસ ના હવાલે કરી દીધો.."

"ફરી પાછી એક વર્ષ ની સજા અને હું જેલ ના સળિયા પાછળ..પણ હવે હું એને જીવતો નહીં મુકું..બસ ફક્ત પંદર દિવસ ની જ વાત છે..મારી સજા પૂર્ણ થતાં ની સાથે જ એનું મોત નિશ્ચિત છે.."દાંત કચકચાવીને ડેવિડે કહ્યું.

"કોણ છે એ વ્યક્તિ..એનું નામ અમને જણાવી શકશો.?"સોનુ એ કહ્યું.

"એનું નામ છે આકાશ સહાની..રોયલ એમ્પાયર નો માલિક આકાશ..ઓમ પ્રકાશ સહાની નો એક નો એક પુત્ર..એમની તમામ સંપત્તિ નો એકલોતો વારીશ.."ડેવિડે કહ્યું.

ડેવિડ ની વાત સાંભળી ત્યાં હાજર દરેક વ્યક્તિ ના મોં અર્ધ ખુલ્લાં રહી ગયાં.આકાશ સહાની ભારત ના ટોપ ૧૦૦ પૈસાદાર વ્યક્તિ માં સ્થાન ધરાવતો હતો.એને રોજ મોટાં મોટાં નેતાઓ જોડે ઉઠક બેઠક હતી.આકાશ સહાની ની હત્યા તો દૂર રહી પણ એના શરીર પર એક ખરોચ પણ પહોંચાડવી લગભગ અશક્ય હતું.

"પણ આકાશ સહાની ની હત્યા કરવાનો વિચાર જ હાથે કરી પોતાની મોત ને બોલાવવા જેવું છે..હું તો સલાહ આપું છું એ વિચાર પડતો મુક.."ગોવિંદે ડેવિડ ની નજીક જઈને ધીરે થી કહ્યું.

"ના હું આકાશ ને બરબાદ કરી મુકીશ..હવે એને મારીશ તો નહીં પણ એની મોત થી પણ વધુ ઠેસ પહોંચાડી જઈશ..એનાં માટે એની ઈજ્જત અને પૈસો જ મહત્વ નો છે..હું એ બંને ખતમ કરી ને મૂકી દઈશ.."મક્કમ અવાજે ડેવિડે કહ્યું.

"હવે તો તું નક્કી કરી જ ચુક્યો હોય તો હું બીજું તો શું કહી શકું..બાકી અમે તો અહીં થી બહાર નીકળી ચેન થી જીવવા માંગીએ છીએ.."સુમિતે કહ્યું.

"મેં તમને પહેલાં જ કીધું કે અહીં થી બહાર નીકળ્યાં પછી તમારાં કોઈ નું ધાર્યું કંઈ થવાનું નથી..ના તને કોઈ સારી નોકરી મળશે, ના સોનુ ની જોડે વિદેશ જવા જેટલા પૈસા ભેગાં થશે..જોહરાબાઈ થી છટકવું સોનાલી અને ગોવિંદ માટે પણ અશક્ય છે..ઓમ અને નફીસા નું પણ લાંબો સમય પોલીસ ની પકડ થી દુર રહેવું સહેલું નથી જ..થોડું વિચારી જોવો તમે જે કરવાનું વિચારી રહ્યાં છો એ સરળ લાગી રહ્યું છે એટલું હકીકત માં સરળ છે.."ડેવિડે શબ્દો પર વજન આપતાં કહ્યું.

ડેવિડ ની વાતે બધાં ને વિચારતાં કરી મૂક્યાં.. ચિંતા અને ડર ની રેખાઓ એ દરેક ના ચહેરા પર સાફ ઝલકી રહી હતી..થોડીવાર જેલ ની એ બેરેક માં નીરવ શાંતિ પ્રસરી રહી..કોઈ ના માં કંઈ બોલવાની હિંમત વધી નહોતી કેમકે ડેવિડ ની વાત માં વજન હતું..આમ એ લોકો જે ભવિષ્ય ની કલ્પના કરી રહ્યાં હતાં એ કલ્પના જ હતી.

"કેમ હવે તમે બધાં ચૂપ થઈ ગયાં.. મારી જોડે તો અહીં થી બહાર નીકળી શું કરવાનું છે એનો મકસદ પણ છે અને એમાંથી નીકળવાનો એક પરફેક્ટ પ્લાન પણ છે..પણ તમારાં બધાં જોડે તો બસ તુક્કા જ છે..એવાં તુક્કા જેનું તીર બનવું અશક્ય છે.."કટાક્ષ ભર્યા સુર માં ડેવિડે કહ્યું.

ડેવિડ ની કટાક્ષ ભરી વાત સાંભળી બેરેક માં હાજર દરેક ને એનાં પર ગુસ્સો આવી રહ્યો હતો..આખરે અકળાઈને ઓમ એ કહ્યું.."તો અમે બીજું કરી પણ શું કરી શકીએ અમારા હાથ માં કંઈ નથી.."

"તમારા બધાં માટે આ બધી મુસીબતો માં થી નીકળવાનો એક જ રસ્તો છે..રૂપિયા..બહુ બધાં રૂપિયા..જે હું તમને અપાવી શકું છું..તમે ઇચ્છતા હોય તો મારાં પ્લાન માં તમને બધાં ને સામેલ કરી શકું છું..તમારી મદદ થી મને પણ મારાં પ્લાન ને અંજામ આપવામાં સરળતા રહેશે..શું તમે તૈયાર છો..?"ડેવિડે પોતાની વાત રજૂ કરી.

"પણ અમારે કરવાનું શું છે..અને તમારો પ્લાન શું છે..?"ડેવિડ તરફ જોઈને નફીસા એ પૂછ્યું.

"એ બધી વાત હવે જ્યારે હું અહીં થી નિકળીશ પછી તમને કરીશ..પણ એ વાત ની ગેરંટી આપું છું..એ પ્લાન ની સફળતા ની સાથે તમારી બધાં ની જીંદગી બદલાઈ જશે..એટલા બધાં રૂપિયા મળશે કે તમારી દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જશે..સોનુ તું વિદેશ પણ જઈ શકીશ..સુમિત તારો પોતાનો બિઝનેસ હશે અને તારી પ્રેમિકા પણ પત્ની રૂપે તને મળશે..ગોવિંદ તું જોહરાબાઈ ને વીસ પચીસ લાખ આપી સોનાલી ને હરહંમેશ માટે તારી બનાવી શકીશ..નફીસા તારા અને ઓમ પર લાગેલાં ખુન નો આરોપ પણ પૈસા ના જોરે દબાવી શકાશે અને તમે તમારાં ઉજ્જવળ ભવિષ્ય ની કલ્પના ને હકીકત બનાવી શકશો.."ડેવિડે વારાફરથી દરેક ની તરફ જોઈએ કહ્યું..ડેવિડ ના અવાજ માં રહેલો આત્મવિશ્વાસ એનાં પ્લાન ને સફળ થવાની ગેરંટી આપવા કાફી હતાં.

ડેવિડ ની વાત સાંભળી બધાં થોડો સમય એકબીજા ની સામે જોઈ રહ્યાં.. ડેવિડ ની વાત માની પોતાની જીંદગી ને સુંદર બનાવવાની આશા એ એમને ડેવિડ ની વાત સ્વીકારવા મજબુર કરી દીધાં હતાં.પરસ્પર સહમતિ થી એમને ડેવિડ ની વાત સ્વીકારી લીધી હતી.એ બધાં વતી સુમિતે ડેવિડ ની તરફ જોઈને કહ્યું.

"અમે બધાં તમારાં પ્લાન માં સામેલ થવા તૈયાર છીએ..તમે કીધું કે તમારો પ્લાન ને તમારાં જેલ માં થી છૂટ્યા પછી કહેશો..પણ ત્યાં સુધી પંદર દિવસ સુધી મારાં સિવાય ના બીજા લોકો ક્યાં રોકાણ કરશે..કેમકે અહીં થી નીકળ્યાં પછી એમને તો પંદર દિવસ સુધી પોતાને છુપાવવાની જગ્યા શોધવી પડશે.."

થોડીવાર વિચાર્યા બાદ ડેવિડે કહ્યું..

"એના માટે તમે બધાં અહીં થી નીકળી પાંડીચેરી ચાલ્યાં જજો..ત્યાં મારો એક ખાસમખાસ દોસ્ત કાર્લોસ પંદર દિવસ સુધી તમારાં રહેવાની અને ખાવાની વ્યવસ્થા કરી દેશે..ત્યાં તમે બધાં સેફ રહેશો એની જવાબદારી મારી..આજ થી પંદર દિવસ પછી હું અહીં થી નિકળીશ.. બે ત્રણ દિવસ અહીં જ રોકાઈ ને થોડી વિગતો અને પ્લાન માટે જરૂરી પૈસા એકઠાં કરીને તમને મળવા સીધો પાંડીચેરી પહોંચી જઈશ.."ડેવિડે સુમિત ના સવાલ નો યોગ્ય ઉકેલ બતાવ્યો.

"પણ કાર્લોસ નું સરનામું શું છે..?"ઓમ એ પૂછ્યું.

"પાંડીચેરી માં કાલી માતા નું પ્રખ્યાત મંદિર છે..ત્યાંથી આગળ હાર્બર રોડ થી દક્ષિણ દિશા માં સી બોટ રાઈડ્સ છે..ત્યાં "ગ્રાન્ડ ફૂડ કાફે" છે એનો માલિક છે કાર્લોસ..ખાલી જઈને મારું નામ આપશો એટલે ચોક્કસ તમારું કામ થઈ જશે.."કાર્લોસ નું પરફેક્ટ એડ્રેસ આપતાં ડેવિડે જણાવ્યું.

"Ok.."ટૂંક માં ઓમે કહ્યું.

"મળીએ દોસ્તો..ટૂંક સમયમાં"ડેવિડે કહ્યું.

સવાર પડતાં જ લકી ગેસ્ટ હાઉસ નો માલિક આવ્યો અને બાકી નો વ્યવહાર પતાવી રેડ માં પકડાયેલા બધાં ને જેલ માં થી છોડાવ્યાં.. ડેવિડ ના કહ્યા પ્રમાણે સુમિત સિવાય બાકીનાં પાંડીચેરી જવા માટે નીકળી ગયાં.સુમિત થોડાં દિવસ પછી પાંડીચેરી પહોંચી જશે એમ કહી પોતાનાં મુંબઈ સ્થિત ઘરે ગયો.

***

To be continued....

ડેવિડ કઈ રીતે આકાશ સહાની જોડે બદલો લેવાનો હતો..? આખરે આકાશ ને બરબાદ કરવાનો ડેવિડ નો પ્લાન શું હતો..? બેરેક માં થયેલી આ સાત લોકો ની મુલાકાત એ દરેક ની જીંદગી પર શું અસર કરવાની હતી..એ જાણવા વાંચતા રહો રહસ્ય અને રોમાંચ થી ભરેલી થ્રિલર નોવેલ ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

મારી આ નોવેલ ને શરૂવાત થી જ વાંચકો નો જે પ્રેમ મળી રહ્યો છે એ બદલ આનંદ ની લાગણી અનુભવું છું… હજુ તો કંઈ કેટલાય સસ્પેન્સ ને ઉજાગર કરતી આ નવલકથા કોઈ ડાર્ક સસ્પેન્સ થ્રિલર હોલીવુડ ફિલ્મ કરતાં ઓછી નથી એની ખાત્રી આપું છું..તમે તમારા અભિપ્રાય મારાં whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો..આ સિવાય મારી અન્ય નોવેલ "બેકફૂટ પંચ" અને "ડેવિલ એક શૈતાન" પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.

-જતીન. આર. પટેલ