Vikruti - 6 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-6

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-6

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-6
પ્રસ્તાવના
        મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.
  વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિની વિચારસરણી અને લાગણીઓ કેવી હોય છે તે દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે.સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે.
*
(ઈશા અને આકૃતિના પ્રેન્કથી વિહાનનો શર્ટ ખરાબ થઈ જાય છે અને ત્યાં જ આકૃતિ અને વિહાન વચ્ચે નોર્મલ વાતો થાય છે. આકૃતિ વિહાનને નવો શર્ટ અપાવે છે અને બંને કૉલેજમાં આવી જાય છે.પછીના દિવસે પહેલો લેક્ચર પૂરો થાય છે ત્યારે આકૃતિ વિહાનને બહાર બોલાવે છે)
*
 આકૃતિ
       અમે મોલ તરફ નીકળી પડ્યા. વિહાન સ્કૂટર ચલાવતો હતો અને હું તેની પાછળ બેઠી હતી. આખા રસ્તે ગુગલ મેપની માફક રસ્તો બતાવ્યા સિવાય હું બીજું કાંઈ બોલી નહીં અને તે પણ. 
           શું બોલું, શું વાત કરવી પેહલી વખત મને એ કન્ફ્યુઝન હતું. આમ નોર્મલી વાતો કરવામાં મારે વધુ વિચારવું નથી પડતું , ક્યાંય પણ ગમે તે મન ખોલીને બોલી દઉં છું હું.પણ આ વિહાન….
       મોલે પહોંચી અંદર શોપમાં ગયા વિહાન માટે મેં સેમ એવો જ શર્ટ પસંદ કર્યો.એને શર્ટ ચેન્જ કર્યો અને મેં બિલ પે કર્યું. બહાર નીકળી ડસ્ટબીન તરફ ઈશારો કરી એ શર્ટ મેં તેને ફેંકવા માટે કહ્યું.ત્યારે તેને મને એવો લુક આપ્યો જાણે મેં તેને તેની કિડની વંહેંચવા કહ્યું હોય.
       શર્ટ સાથે લઈ અને અમે કોલેજ તરફ નીકળી પડ્યા. મારાથી હવે વાત કર્યા વિના રહેવાતું નહતું એટલે વાતો કરવા મેં પેલા શર્ટની વાત ઉઠાવી.અને શું થયું એવું કે વિહાન મારા પર ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં જ એને મને તેની ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ વિશે જણાવ્યું. એ કેહવામાં આટલું ગુસ્સે થવા નું શું જરૂરી હતું એ મને ન સમજાયું. વાત વધારવાને બદલે મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. 
      અમે કોલેજે પહોંચ્યા.પાર્કિંગમાં વિહાને સ્કૂટર પાર્ક કર્યું. હું કંઈ બોલ્યા વિના ચાવી લઈ અને ચાલતી થઈ પડી.
ત્યાં જ વિહાને મને સોરી કહ્યું.એનું સોરી મેં સ્વીકાર્યું અને કંઈ બોલ્યા વિના એના હાથમાંથી પેલા ખરાબ થયેલ શર્ટની બેગ લઈ અને ચાલતી થઈ પડી.
       ક્લાસમાં પહોંચ્યા બાદ થોડા સમય બાદ વિહાન કલાસમાં પહોંચ્યો અને મિસ માલા એ તેને ખુશીની પાસે બેસવા માટે કહ્યું અને હું તે બંનેની પાછળ ઈશા પાસે બેઠી હતી. વિહાને પાછળ ફરી મારી સામે એક સ્માઇલ આપી અને અને પછી લેક્ચરમાં ધ્યાન આપવા લાગ્યો.
      એ દિવસ બસ એમ જ નીકળી ગયો , ઈશાનું વિહાન પ્રત્યે બીહેવીયર હજુ રુડ જ હતું. પણ વિહાન તેની સામે સમજદારીથી બીહેવ કરતો હતો એ જોઈ મને ખુશી થઈ. કોલેજનો સમય પૂરો થયો.

        હું ,ઈશા ,ખુશી અને બધી ફ્રેન્ડસ ગેટ પાસે ઉભા ઉભા વાતો કરતા હતા ત્યાં મારુ ધ્યાન ખુશી પર પડ્યું એ રસ્તા પરથી ચાલીને જતા વિહાન સામે જોતી હતી. મેં મારા પોકેટમાંથી ચાવી કાઢી અને ખુશીને હાથમાં આપી અને વિહાન તરફ ઈશારો કરતા બોલી , “ છોડી આવ એને જા.”
      ખુશી મારી મસ્તી સમજી ગઈ અને મને ખભા પર મારતા બોલી , “ તને બોવ મસ્તી સુઝે છે ને . ઉભી રે તું હું જાઉં છું તું અહીંયા જ રે તારી ઈશા પાસે.” અને ખુશી ચાલવા લાગી.
“અરે સોરી સોરી…. ચાલ સાથે જઈએ.” હું ખુશીનો હાથ પકડીને બોલી. ઈશા અને બીજી ફ્રેન્ડસને બાય કહી અને અમે નીકળી પડ્યા.
“સો , શોપિંગ કરી આવ્યા તમે ?” ખુશી સ્કૂટર ચલાવતા બોલી.
“હા ,કરી આવ્યા. ઓહ શીટ ! આગળથી ટર્ન લે ફટાફટ.”
“પણ શું થયું?”ખુશી બોલી.
“અરે ટર્ન લે ને પેલા ચંદુ લોન્ડરીવાળાને ત્યાં જવું છે.” મેં ખુશીને આખો ઘટનાક્રમ કહ્યો.
લોન્ડરીવાળાને ત્યાં પહોંચી શર્ટ ચંદુભાઈને આપતા કહ્યું , “ ચંદુભાઈ શર્ટ કાલે સવારે સાડા સાત વાગ્યે લઈ જઈશ.”
“ના બેન હું દસ વાગ્યે દુકાન ખોલું છું.” ચંદુભાઈ દલીલ કરતા બોલ્યા.
“તો કાલે વેહલી ખોલી નાખજો અને આ શર્ટ ચકાચક કરીને રાખજો.અને હા ચંદુભાઈ જો કાલે સાડા સાત વાગ્યે મને શર્ટ ન મળ્યો ને તો … તો પાપાને કહીશ અને કોલોનીવાળા અને પાપાની નીચે કામ કરતા કોઈ કર્મચારી અહીંયા નહીં આવે.”
ધમકી આપી હું અને ખુશી ત્યાંથી નીકળી પડ્યા.દરરોજ ની જેમ ખુશી એ મને અને સ્કૂટી ને ઘરે છોડી.ઘરમાં પ્રવેશી ત્યાં જ હોલના સોફા પર બેસી અને મમ્મી ટીવી પર કુકિંગ શો જોઈ રહી હતી.હું તેની પાસે જઈ અને બેઠી.
“કેવો રહ્યો દિવસ ?” મમ્મી એ રેસિપી નોટ કરતા મને પૂછ્યું.
“અલગ , ઘણો અલગ.” હું રિલેક્સ થતા બોલી.

“અલગ એટલે કેવો સારો કે ખરાબ ?” 
“સારો અને ખરાબ મિક્સમાં એટલે તો અલગ કહ્યુંને મમ્મી.”
“મને અંદાજો લગાવવા દે ,તે અને તારી ફ્રેન્ડસે કંઈક મસ્તી કરી હશે અને ટીચરે તમને ક્લાસની બહાર કાઢી મુક્યા હશે. તને ત્યાં બહાર ઉભા ઉભા તમને લોકોને વધુ મસ્તી કરવાની મજા આવી હશે.આવું કંઈક ?”
“મમ્મી અમે કાંઈ સ્કૂલમાં નથી શું કાંઈ પણ ?” હું થોડી ઇરીટેટ થઈને બોલી.
“અરે તો શું થયું બોલને ?”
“અરે યાર મમ્મી…. જો બ્રેક આવી કંઈક બીજી ચેનલ લગાવને શું આખો દિવસ કુકિંગ શો.”
તુરંત મમ્મીએ ચેનલ બદલી અને સાસુ વહુની રોતલું સિરિયલ રાખી જેમાં સાસુ વહુ સામે ચુડેલની જેમ વર્તન કરે અને દીકરા સામે દેવીની જેમ.

“અરે મમ્મી આવું શું જુએ છે ,કંઈક ઇન્ટરેસ્ટિંગ રાખને, આવા માંથી શું શીખવાનું ?” 
“પરિસ્થિતિ મુજબ વર્તન કેવી રીતે કરવું એ શીખવા મળે , આમાં ભલે નેગેટિવ વેમાં દેખાડતા હોય પણ આકૃતિ આપણે દરેક જગ્યાએ દરેક પરિસ્થિતિમાં સેમ વર્તન નથી કરી શકતા. જેમકે તું અત્યારે મારી સામે જેમ વાતો કે વર્તન કરે છે એમ લગ્ન બાદ તારી સાસુ સામે ન કરી શકે.પરિસ્થિતિ માણસને વર્તન કરતા શીખવે છે. ક્યાંક તમે દિલ ખોલી ને વાતો કરી શકો તો ક્યાંક તમારે સાંભળીને વાત કરવી પડે.” મમ્મી સલાહ આપતા બોલી.
“એવું કંઈ નથી હોતું ,જેવા હોયને એવું જ રહેવાનું. બધાની સામે અને બધી જગ્યાએ સરખું જ બીહેવીયર કરવાનું . આવી ખોટી ખોટી સલાહ ન આપ તું મને.” હું સોફામાંથી ઉભી થતા બોલી.
“એક કામ કર તું કુકિંગ શો જ જો. હું મારા રૂમમાં જાઉં છું.” રિમોટથી ચેનલ ફેરવી અને ટીપોઈ પર રિમોર્ટ રાખી હું મારા રૂમ તરફ ચાલતી થઈ પડી.

“ક્યારે મોટી થશે આ છોકરી ?” મમ્મીએ ઉપર જોઈ અને ભગવાનને સવાલ કર્યો અને પછી કુકિંગ શો જોવા લાગી.
       એ દિવસ બસ એમ જ નીકળી ગયો.રાત્રે એલાર્મ મૂકી અને બીજે દિવસે સવારે સાત વાગ્યે ઉઠી.સાડા સાતને પાંચ સુધી હું તૈયાર થઈ ગઇ અને ખુશી સાથે કોલેજે  જવા નીકળી પડી. રસ્તામાં ત્યાં ચંદુ લોન્ડરીવાળાને ત્યાં સ્ટોપ કરવા મેં ખુશીને કહ્યું.
“એ તેની શોપ તો બંધ છે.” ખુશી સ્કૂટી ઉભી રાખતા બોલી.
“અરે યાર…” મેં પોકેટ માંથી ફોન કાઢ્યો અને ચંદુ ભાઈને ફોન કર્યો.એક વખત બે વખત ત્રીજી વખતે એમને મારો ફોન ઉઠાવ્યો. “ચંદુભાઈ હું શર્ટ લેવા આવી છું.”
“કયો શર્ટ ?” ચંદુભાઈ નીંદરમાં બોલ્યા.
“ કયો શર્ટ એટલે….. કાલે કહ્યું તો હતું  મેં તમને.અચ્છા તમે હજુ સુતા છો ને સુતા રહો હું દુકાનનું તાળું તોડી અને શર્ટ લઈ લઉં છું.” 

“એ ના ના બેન હું આવ્યો હમણાં તમે બસ તાળું ન તોડતા. હું આવ્યો.” આટલું કહી ચંદુભાઈએ ફોન કટ કરી નાખ્યો.
ખુશીએ હાથમાં પહેરેલ ઘડિયાળ સામે જોયું અને બોલી ,” ચાલને લેટ થઈ જશે , કાલે આપી દેજે હવે.”
“અરે પેલાને બોલાવ્યો સ્પેશ્યલ હવે રાહ જો.”
“પણ આકૃતિ…….” ખુશી આટલું જ બોલી.
એની મનની સ્થિતિ સમજી મેં એને કહ્યું કે “ એક કામ કર તું મારી સ્કૂટી લઈ અને કોલેજે પહોંચ , હું શર્ટ લઈ અને રીક્ષામાં આવી જઈશ.”
મેં ફોર્સ કરી અને ખુશીને કોલેજે જવા માટે કહ્યું. ખુશી કોલેજે જવા માટે નીકળી પડી અને હું ચંદુ ભાઈની રાહ જોઈને ઉભી રહી.
“ઓહ શીટ નવ વાગી ગયા.”કોલેજના ગેટ પાસે રીક્ષામાંથી ઉતરતા હું બોલી. દોડતી હું કલાસ પાસે પહોંચી. પહેલું લેક્ચર પૂરું થઈ ગયું હતું.
કલાસમાં અંદર જવાને બદલે મેં વિહાનને ઈશારો કરી અને બહાર બોલાવ્યો.
બહાર આવતા વિહાન એ પૂછ્યું “શું થયું ?” 
“અમમ, કેન્ટીનમાં જઈને વાત કરીએ.” એનો હાથ પકડી અને હું કેન્ટીન તરફ ચાલતી થઈ ગઈ. 
“અરે પણ કલાસ …?” વિહાન બોલતો રહ્યો અને અમે કેન્ટીનમાં પહોંચી ગયા.
“અરે શાંત વિહાન,કેટલું બોલે છે તું .” 
“શું કામ છે કહીશ તું ? ત્યાં કલાસ ચાલુ છે અને મારે એ મિસ નથી કરવો..” વિહાન થોડો ઇરીટેટ થતા બોલ્યો.
“અચ્છા ઓકે જા, પણ આ તારો શર્ટ તો લેતો જા.” એક બેગ તેની તરફ લંબાવતા હું બોલી.
“શર્ટ …” વિહાન શોકમાં બોલ્યો. “મતલબ કે કાલે જે શર્ટ તે ખરાબ કર્યો હતો એ ?” 
મેં મોઢું હલાવી અને હા પાડી.
“તો એ માટે થઈને તે એક કલાસ મિસ કર્યો ?”
“હા પણ એ બધું છોડ અને શર્ટ જો ને આમ મસ્ત ચકાચક થઈ ગયો છે કે નહીં ?” 
વિહાને તે બેગ લઈ અને તેમાંથી શર્ટ બહાર કાઢ્યો સાથે જ તેમાંથી એક જીન્સ પણ નીકળ્યું. 
“ આ શું છે ?” વિહાન મારા તરફ જોઈને બોલ્યો.
“મમ્મીએ મને કહ્યું છે કે કોઈ વસ્તુ ક્યારેય અધૂરી નહીં છોડવાની ,એટલે જ શર્ટ જીન્સ વિના અધુરો થયો ને તો….” હું હસતા હસતા બોલી.
“કોઈ પણ વાત ને ક્યાંય પણ જોડી દે છો તું.” વિહાન મને બેગ પાછું દેતા બોલ્યો, “સોરી પણ હું આ ન રાખી શકું.”
“યાર ખોટી ફોર્મલિટી ન કર , મારી સોરી કેહવાની રીત છે આ , રાખી લે પ્લીઝ.અને હા ત્યાં કલાસ શરૂ થઈ ગયો છે તો ચાલ હવે.અને હા બેગમાં શોપનું એડ્રેસ છે ,સાઈઝ ઠીક ન હોય તો ચેન્જ કરી આવજે.” 
વિહાન મારી સામે ચુપચાપ ઉભો રહ્યો.

“ચાલ હવે.” મેં ફરી તેનો હાથ પકડ્યો અને ક્લાસ તરફ ચાલતી થવા લાગી.
“અચ્છા , એક મિનિટ.” વિહાન એ હાથ છોડાવ્યો અને કેન્ટીન તરફ જવા લાગ્યો.
“અરે ક્યાં જાય છે તું ?” હું બોલી પડી.
“કોલડ્રિન્ક લેવા.” 
“કેમ ?” 
“અરે આજે ફરી આ શર્ટ પર કોલડ્રિન્કનો ધબ્બો કરી દે , એટલે બીજો શર્ટ તું મને લઈ આપ અને આ શર્ટ પણ ચકાચક કરી આપ અને સાથે જ અધૂરી જોડી ન અપાય એટલે બીજું એલ જીન્સ પણ લઈ આપજે.દસ રૂપિયાની કોલડ્રિન્કના ઘણા બેનિફિટ છે.” વિહાન મારી સામે હસતા હસતા બોલ્યો.
“ઈડીયટ.” હું એની વાત સાંભળીને હસી પડી અને બોલી “ચાલ હવે  કલાસમાં.” અને હું કલાસ તરફ એકલી જ આગળ વધી.
(ક્રમશઃ)
       આંખોથી શરૂ થઈને દિલ સુધી પહોંચે એ જ પ્રેમ દોસ્તીથી પણ શરૂ થાય છે. વિહાન અને આકૃતિ વચ્ચે સામાન્ય વાતચીત થઈ રહી છે. ધીમે ધીમે બંને નજદીક આવશે કે ઈશા અથવા બીજું કોઈ વચ્ચે મુશ્કેલીઓ ઉભી કરશે?
       જુદી જુદી પરિસ્થિતિમાં રહેતા બે વ્યક્તિના જ્યારે વિચારો અને દિલ મળશે ત્યારે ઍટમોસ્પીઅર પણ કંઈક જુદું જ બનશે.ત્યાં સુધી વાંચતા રહો આકૃતિ અને વિહાનની સ્ટોરી વિકૃતિ.
       આગળના ભાગમાં વિહાનની ફીલિંગ્સ.
-Megha Gokani & Mer Mehul