Check and Mate - 5 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 5

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ચેક એન્ડ મેટ 5

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

ભાગ ૫

પોલીસ ની રેડ માં પકડાયેલા અલગ અલગ છ વ્યક્તિ ઓ માં લકી ગેસ્ટહાઉસ ના મેનેજર સુમિત અને સમલૈંગિક એવા સોનુ ની જીંદગી વિશે સાંભળ્યા પછી ત્યાં હાજર યુગલ માં થી સલોની પોતાની કહાની બધાં ને જણાવે છે. તૌફીક નામ ના યુવક સાથે પોતાનાં ઘરે થી ભાગી જવું અને ત્યારબાદ પોતાનાં પર થયેલ બળાત્કાર, તૌફીક ની હત્યા અને વૈશ્યા ની જીંદગી શરૂ કરવા સુધી ની વાત જણાવ્યાં બાદ સલોની આગળ ની વાત કહેવાનું પોતાની જોડે રહેલ ગોવિંદ ને કહે છે.. હવે વાંચો આગળ... !!

***

"સલોની ની જીંદગી માં મારું આવવું એ મારું નસીબ હતું કે એનું એતો ઉપરવાળો જ જાણે.. નિયતી એ કંઈક વિચારીને જ અમને મેળવ્યાં હશે એવું મારું માનવું છે.. મારું નામ ગોવિંદ તલપડે.. હું મૂળ પુણે નો રહેવાસી અને વ્યવસાયે ટ્રક ચાલક.. મારાં આજ થી પંદર વર્ષ પહેલાં અમારા જ જ્ઞાતિ ની યુવતી વનિતા સાથે કરવામાં આવ્યાં. વનિતા ને પત્ની તરીકે મેળવી હું બહુ ખુશ હતો.. અમારું સુખી લગ્ન જીવન માંડ ત્રણેક વર્ષ ચાલ્યું હતું ત્યાં વનિતા ને કેન્સર ની બીમારી થઈ. "

"મેં રાત દિવસ એક કરીને એની સેવા કરી.. અમારી થોડી જમીન હતી એ પણ એના ઓપરેશન અને દવા ના ખર્ચ ને પહોંચી વળવા વેંચી દીધી પણ બધું વ્યર્થ.. લગભગ સાતેક વર્ષ ની લાંબી બીમારી બાદ વનિતા મને છોડી ને સ્વધામ ચાલી ગઈ.. હું વનિતા ને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે હું અંદર સુધી ભાંગી ગયો હતો. "

"સમય જે જખ્મો આપે એની દવા પણ એજ કરે છે.. એમ જ જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ હું મારાં દુઃખ ને ભૂલી કામ ધંધે વળગી ગયો. વનિતા સિવાય અન્ય કોઈ સ્ત્રી ની કલ્પના પણ મારી પત્ની તરીકે ના કરી શકવાના લીધે મેં આજીવન હવે ફરી થી લગ્ન નહીં કરવાનો નિર્ણય લઈ લીધો.. એક પુરુષ ને થતી ઈચ્છાઓ મને થતી પણ મારાં મન પર મેં ઘણો સમય સુધી સંયમ બનાવી રાખ્યો.. આમ ને આમ ચાર વર્ષ વીતી ગયાં.. "

"મારે મુંબઈ અવાર નવાર કામ અર્થે આવવા જવાનું થતું.. હું જ્યારે પણ ગ્રાન્ટ રોડ પર થી પસાર થતો ત્યારે મારાં મન માં સંઘરેલી શારીરિક ઈચ્છાઓ બળ પકડતી.. એક દિવસ મન પર રાખેલો સંયમ નો બાંધ તૂટી ગયો અને હું પહોંચી ગયો ગ્રાન્ટ રોડ પર આવેલ રેડ લાઈટ એરિયા ની અંદર.. અંદર આવતાં ની સાથે મારી નજર આજુ બાજુ બનેલાં મકાનો ની બહાર ઉભેલી અલગ અલગ ઉંમર ની સ્ત્રી ને જોવા લાગી. ઘણા વર્ષો બાદ કોઈ સ્ત્રી જોડે સહવાસ માણવાની વાત મારા હૈયે રોમાંચ ભરી રહી હતી. "

"એક પચીસેક વર્ષ નો છોકરો ત્યાં મને મળ્યો જ્યાં મેં એને મારા મન ની વાત જણાવી તો એ મને જોહરા બાઈ ના કોઠા પર લેતો આવ્યો.. "

"કેસા માલ ચાહિયે.. આંટી, કચ્ચી કલી યા ફીર હરા ભરા કબાબ"જોહરા બાઈ એમની ભાષા માં વાત કરી રહ્યાં હતાં.

"એનો મતલબ.. મને ખબર ના પડી.. આ મારો પ્રથમ અનુભવ છે.. "મેં અચકાતાં સુરે કહ્યું.

"અરે ઈતના નહીં માલુમ.. કચ્ચી કલી માને બીસ સાલ સે છોટી, આંટી બોલે તો ચાલીસ સાલ સે બડી.. ઔર હરા ભરા કબાબ બોલે તો જીસકી સબસે જ્યાદા ડિમાન્ડ હોતી હૈ એસી રસભરી બીસ સે ચાલીસ સાલ કી ઔરત.. કચ્ચી કલી કા રેટ ૧૦૦૦, આંટી કા ૩૦૦ ઔર હરે કબાબ કી કીમત ૫૦૦ રૂપે.. "જોહરા બાઈ એ વિગતે વાત કરતાં કહ્યું.

"હરા ભરા કબાબ ચલેગા.. "મેં મન માં આવ્યું એ કહી દીધું.

"ઉસ્માન.. ઇસ્કો દસ નમ્બર કે કમરે મેં છોડ કે આ.. "એમને મને લઈને આવનારા યુવક ને કહ્યું.. એ જોહરા બાઈ ને સલામ કરી નીકળ્યો એટલે હું પણ એની પાછળ પાછળ દોરવાયો.

"એને બતાવેલા રૂમ માં પ્રવેશ કરતાં ની સાથે મારી નજર પલંગ પર સુતેલી એક સુંદર યુવતી પર પડી.. ખાલી બ્લાઉઝ અને પેટીકોટ માં એનાં બાકી નો ખુલ્લા અંગ મારા અંદર નવું જોમ ભરી રહ્યાં હતાં. મારાં આગમન થી એ યુવતી બેઠી થઈ. એ યુવતી ની આંખો અને ચહેરો મને વનિતા ની યાદ અપાવી રહ્યાં હતાં. હું બારણું બંધ કરી એની જોડે પલંગ પર જઈને બેઠો. એ યુવતી ની આંખો માં જોઈને મેં પૂછ્યું..

"તમારું નામ શું છે.. ?"

"જો બહુ વધારે પૂછપરછ ની જરૂર નથી.. ફટાફટ તારું કામ પતાવ અને નિકળ.. આજે સવાર થી બોણી નથી થઈ.. રાત પડે જોહરાબાઈ ને ૧૦૦૦ રૂપિયા નહીં આપું તો કાલે નકામો વધારાનો લોડ સહન કરવો પડશે.. "પોતાનાં બ્લાઉઝ ના બટન ખોલતાં એ યુવતી એ કહ્યું.

"ખુલ્લા બ્લાઉઝ માં દેખાતાં એના ભરાવદાર સ્તન યુગ્મ મને રીતસર નો પાગલ કરી રહ્યાં હતાં.. પોતાનાં બ્લાઉઝ ના બટન ખોલી એ યુવતી એ પલંગ માં લંબાવ્યું એટલે હું પણ એના શરીર પર થોડો નમ્યો. પણ જેવો એના શરીર અને હાથ ને મેં સ્પર્શ કર્યો એવો જ હું એના ઉપર થી ઉભો થઈ ગયો.. "

"અરે તમને તો ભયંકર બુખાર છે.. તમારું શરીર તો તાવ થી ધગે છે. આવા સમયે મારું તમારી સાથે સહવાસ કરવું યોગ્ય નથી.. "મારાં શર્ટ ના બટન બંધ કરતાં હું બોલ્યો.

"અરે આવું બધું તો ચાલ્યાં કરે.. પણ તમે જો આમ જતાં રહેશો તો બીજું કોઈ આવશે.. મારે આજે નક્કી કરેલાં પૈસા તો જોહરાબાઈ ને આપવા જ પડશે ને.. "સલોની એ પોતાની મજબૂરી બતાવતાં કહ્યું.

"લો આ પકડો.. બે હજાર રૂપિયા.. તમે તમારી તબિયત સાચવો.. આવજો.. "હું આટલું કહી ત્યાંથી નીકળી ગયો.. બહાર જઈને હું એ યુવતી માટે થોડાંક ફ્રુટ અને દવાઓ લેતો આવ્યો અને મેં જોહરાબાઈ ને આપી એ બીમાર યુવતીના રૂમ સુધી પહોંચાડવા કહ્યું.

"એ વાત ને લગભગ દસેક દિવસ વીતી ગયાં અને હું મુંબઈ કામ ના સિલસીલા માં પાછો આવ્યો.. ખબર નહીં એ યુવતી નો એવો તે કયો જાદુ ચાલી ગયો હતો મારાં પર કે જાણે અજાણે મારાં કદમ જોહરાબાઈ ના કોઠા તરફ ઉપડી ગયાં. જોહરાબાઈ મને જોતાં જ ઓળખી ગયાં. એ યુવતી એ હું પાછો આવું તો પોતાને ડાયરેકટ મળવા આવું એવું જોહરાબાઈ ને કહ્યું હતું એટલે એમને મને એ યુવતી ના રૂમ માં જવા કહ્યું.. "

"મારા રૂમ માં જતાં જ એ યુવતી ઉભી થઈ અને મારો હાથ પકડી ને મને પલંગ માં બેસાડ્યો.. પછી દરવાજો બંધ કરી મારી જોડે આવીને મારી જોડે બેસી ગઈ અને મારો હાથ પકડી મારી આંખો માં જોઈને બોલી..

"એ દિવસે તમે મને પૂછ્યું હતું કે મારું નામ શું છે.. પણ મેં જવાબ નહોતો આપ્યો.. આજે હું જાણી શકું તમારું નામ શું છે.. ?

"મારું નામ ગોવિંદ છે.. અને તમારું.. "મેં એ યુવતીની તરફ જોઈને કહ્યું.

"મારું નામ સલોની છે.. એ દિવસે તમને મારું નામ ના કહ્યું એ પાછળ પુરુષો પ્રત્યે મારું અંગત મંતવ્ય હતું પણ તમને મળ્યા પછી એ ખોટું સાબિત થયું. આ જમાનામાં તમારા જેવા નેક માણસ મળવા મુશ્કેલ છે.. મારાં જેવી બે કોડી ની વૈશ્યા માટે તમે જે રીતે આત્મીયતા બતાવી એ જોઈ એટલો તો ખ્યાલ આવી ગયો કે હજુ ક્યાંક ને ક્યાંક માનવતા જીવતી છે.. બાકી અહીં આવતાં પુરુષો તો અમારા જોડે બસ થોડો સમય પસાર કરે.. પોતાની ભૂખ સંતોષે અને નીકળી જાય. પણ તમે અલગ માટી ના બનેલાં છો. એનું કારણ જાણી શકું છું.. ?"સલોની એ મને સવાલ કર્યો.

"સલોની ને મેં મારી જીંદગી ની બધી આપવીતી કહી સંભળાવી અને એને પોતાની જીંદગી ની કડવી સચ્ચાઈ થી મને વાકેફ કર્યો.. બે અજાણ્યાં અમે એકબીજા ને વર્ષો થી જાણતાં હોય એવું મહેસુસ થઈ રહ્યું હતું. જ્યારે બે લોકો ના દર્દ મળી જાય ત્યારે એ હમદર્દ બની જતાં હોય છે એમ હું અને સલોની પણ એક અજાણ્યાં બંધન માં બંધાઈ ચૂક્યાં હતાં. "

"ધીરે ધીરે મારું મુંબઈ આવવાનું વધે જતું હતું એનું કારણ હતી સલોની.. હું અઠવાડિયા માં બે વાર સલોની જોડે સમય પસાર ના કરું તો મને સહેજ પણ ચેન નહોતું પડતું.. અમે એક પતિ પત્ની હોય એમ શૈયાસુખ માણતાં.. અમે બંને એકબીજા ની શારીરિક અને માનસિક જરૂરિયાતો નો પર્યાય બની ચૂક્યાં હતાં. ખાલી સેક્સ જ નહોતો અમારી વચ્ચે પણ બીજું કંઈક પણ એવું હતું જે દિવસે ને દિવસે અમને બંને ને વધુ ને વધુ નજીક લાવી રહ્યું હતું.. એ હતો સાચો પ્રેમ"

"સલોની ના કહેવાથી મેં એને એક મોબાઈલ ફોન પણ લઈ આપ્યો.. રાતે અમે મોડે સુધી પ્રેમી પંખીડા ની જેમ વાતો કરતાં.. અમે એકબીજા ના પ્રેમ માં પડી ચૂક્યાં હતાં. વનિતા ના ગયાં પછી મારી વેરાન જીંદગી માં વસંત નો વાયરો બની ને આવી હતી સલોની.. જ્યારે સલોની ની કાંટાળી જીંદગી ની કેડી પર મારું મહત્વ ફૂલો થી કમ નહોતું. "

"પણ ત્યાં કોઠા પર જેટલો પણ સમય ગુજારીએ એ ધીમે ધીમે ઓછો લાગતો હતો.. આ ઉપરાંત મારાં સિવાય સલોની કોઈ જોડે સુવે એ મને અકળાવી મુકતું હતું. સલોની પણ મારા સિવાય હવે બીજા કોઈ પુરુષ ને પોતાનો દેહ આપવા નહોતી માંગતી.. પણ મજબૂરી ના માર્યા અમે કંઈ કરી શકીએ એમ નહોતાં.. "

"એક દિવસ પ્રેમક્રીડા પછી હું અને સલોની એકબીજા ની બાહો માં લપાઈને વાતો કરતાં હતાં.. સલોની એ કહ્યું.

"ગોવિંદ શું આપણે આમ જ મળવું પડશે.. બીજો કોઈ રસ્તો નથી.. ? હવે પર પુરુષ મને સ્પર્શે તો પણ મને નથી ગમતું.. હવે મારાં પર કોઈનો હક હોવો જોઈએ તો એ બસ તું જ છે ગોવિંદ.. "

"હું પણ સલોની તને ખુબજ પ્રેમ કરું છું.. પણ આ જોહરાબાઈ ના કોઠા માં થી નિકળવું લગભગ અશક્ય છે તારા માટે.. "મેં સલોની ની ખુલ્લી પીઠ પર હાથ ફેરવતાં કહ્યું.

"તો શું તું મને બીજા લોકો સાથે આમ જ સુવા દઈશ.. તને સહન થાય છે આ બધું.. "મારી દુઃખતી નસ પર હાથ રાખી સલોની એ કહ્યું.

"નથી થતું સહન.. કોઈ તને અડે તો પણ એના હાથ કાપી લઉં એવું થાય છે. કોઈ બીજા પુરુષ નો તને સ્પર્શ પણ થાય ત્યારે મારા દિલ માં હજારો શુળ ભોંકાવાનો દર્દ થાય છે.. પણ તું જ કહે હું શું કરી શકું.. કોઈ રસ્તો છે અહીં થી નીકળવાનો.. "મેં આવેશ માં આવી ને કહ્યું.

"આપણે ભાગી જઈએ તો.. "સલોની એ હળવેક થી કહ્યું.

"ભાગવાનું તો દૂર રહ્યું એ વિશે વિચારવું પણ પાપ છે.. જોહરાબાઈ ની પહોંચ દૂર દૂર સુધી છે.. એમની મરજી વગર અહીં થી બહાર નીકળવું શક્ય નથી.. મેં સાંભળ્યું છે કે એક છોકરી એ અહીં થી ભાગવાનો પ્રયાસ કર્યો હતો તો જોહરાબાઈ એ એના જોડે વીસ વીસ લોકો જોડે બળાત્કાર કરાવ્યો અને જીવતી સળગાવી દીધી"મેં સાંભળેલી વાત સલોની ને કરતાં કહ્યું.

"મને બધી જ ખબર છે.. કે જોહરાબાઈ ની મરજી વગર અહીં થી નીકળી ના શકાય પણ જો એમની મરજી થી જવા મળે તો.. "સલોની એ કહ્યું.

"કંઈ ખબર ના પડી.. ?"મેં માથું ખંજવાળતાં કહ્યું.

"તારે જોહરાબાઈ ને એવું કહેવાનું કે મારો જન્મદિવસ હોવાથી હું બે દિવસ સલોની સાથે બહાર ફરવા જવા માંગુ છું.. જોહરાબાઈ એ માટે તારા જોડે ડિપોઝીટ માંગશે.. લગભગ પચાસ હજાર રૂપિયા જેટલી.. તો તારે એમને એ પૈસા આપી દેવાના અને મને અહીં થી લઈ જવાની.. પછી આપણે બે દિવસ માં આ શહેર મૂકી ક્યાંક દૂર ચાલ્યા જઈશું.. જ્યાં જોહરાબાઈ ના માણસો કે એમની પહોંચ પહોંચી ના શકે.. "સલોની એ પોતાનો પ્લાન સમજાવતાં કહ્યું.

"આઈડિયા તો સારો છે.. પણ પચાસ હજાર રૂપિયા નું સેટિંગ કઈ રીતે થશે.. ?મારાં થી માંડ વીસેક હજાર નું સેટિંગ થશે.. "મેં મારી ચિંતા રજૂ કરતાં કહ્યું.

મારી વાત સાંભળી સલોની ઉભી થઈ અને પોતાનાં કપડાં માં છુપાવીને રાખેલ પૈસા મારાં હાથ માં મુકતાં કહ્યું.. "ગોવિંદ આ લે પચાસ હજાર રૂપિયા.. તું તારા જોડે છે એ વિસ હજાર તારા જોડે જ રાખજે આગળ જતાં કામ આવશે.. આ પચાસ હજાર તું જોહરાબાઈ ને આપી ને મને પોતાની સાથે લેતો જજે. "

"પણ આટલાં રૂપિયા તારા જોડે કઈ રીતે આવ્યાં.. ?"મેં સલોની તરફ જોઈને પૂછ્યું.

"ગોવિંદ.. મને જે મહિલા અહીં વેંચી ગઈ હતી અને મને પચીસ હજાર રૂપિયા આપ્યાં હતાં અને બીજી મારી બચત ના પૈસા છે.. મારા લોહી ના પૈસા.. "સલોની એ કહ્યું.

સલોની ની વાત સાંભળી હું એને ભેટી પડ્યો અને એના હોઠ ચુમી લીધાં. થોડો સમય બાદ સલોની એ મને ત્યાંથી વિદાય કરતાં કહ્યું.. "ગોવિંદ તું હવે જલ્દી આવીને મને આ કેદ માં થી આઝાદ કરાવી તારી સાથે લઈ જજે.. "

"સલોની ના કહ્યા મુજબ હું પાંચ દિવસ પછી પાછો આવ્યો.. જોહરાબાઈ સમક્ષ મેં સલોની ને બે દિવસ મારી સાથે લઈ જવાની વાત કરી એટલે એણે સલોની ને મારી સાથે લઈ જવા માટે ડિપોઝીટ માંગી. મેં પચાસ હજાર રૂપિયા એમને આપ્યા એટલે સલોની ને મારી સાથે લઈ જવાની રજા મળી ગઈ.. હું અને સલોની બંને ખૂબ ખુશ હતાં પણ અમે અમારા ચહેરા પર મન માં ચાલી રહેલી ખુશી દર્શાવવા ના દીધી. "

"જોહરાબાઈ ના કોઠા પર થી નીકળી હું અને સલોની સીધાં મુંબઈ સેન્ટ્રલ પર ગયાં.. આગળ હવે લુધિયાના જવાનું અમે નક્કી કરીને આવ્યાં હતાં પણ એ દિવસે લુધિયાના ની કોઈ ટ્રેઈન ના હોવાથી અમે રાત પસાર કરવા લકી ગેસ્ટ હાઉસ માં રોકાયાં જ્યાં પોલીસ ની રેડ પડી અને અમે અહીં ફસાઈ ગયાં.. "ગોવિંદે પોતાની વાત સમાપ્ત કરતાં કહ્યું.

"એનો મતલબ હવે તમે નવી જીંદગી ની શરૂવાત કરવા જઈ રહ્યાં છો.. ખૂબ ખૂબ અભિનંદન તમને બંને ને.. "સુમિતે ગોવિંદ ને ગળે લગાડી ને કહ્યું.

"સલોની બેન.. તારા માટે હું ખૂબ જ ખુશ છું.. આખરે તને ગોવિંદ ના રૂપ માં એક સાચો અને સારો માણસ મળી ગયો.. કિસ્મત નું ચક્કર પણ કેવું ગજબ નું ઘૂમે છે.. તમારી જોડી આમ જ સલામત રહે એવી પ્રભુ ને પ્રાથના.. "સોનુ એ સલોની સાથે હાથ મિલાવી કહ્યું.

"હા સલોની તારી અને ગોવિંદ ની સ્ટોરી તો ફિલ્મી છે... એન્ડ માં બધું જ હેપ્પી.. "બેરેક માં હાજર પેલી યુવતી એ સલોની ને ભેટી ને કહ્યું.

"તમારો બધાં નો ખુબ ખુબ આભાર.. પણ હવે અહીં થી નીકળી લુધિયાના પહોંચી જઈએ પછી નવી જીંદગી ની સાચી શરૂવાત થશે.. અને ત્યાં સુધી જોહરાબાઈ નહીં પહોંચી શકે એ નક્કી છે.. "સલોની એ બધાં નું અભિનંદન સ્વીકારતાં કહ્યું.

ત્યાં હાજર લોકો માં થી કોઈક ની જીંદગી માં તો નવો સૂર્યોદય થવા જઈ રહ્યો હતો એ સાંભળી બધાં ના ચહેરા પર ખુશી હતી.. બસ ત્યાં બેરેક માં હાજર પેલો હેન્ડસમ નવયુવક થોડો ચિંતિત લાગતો હતો.

સુમિત એને ચિંતિત જોઈ એની તરફ ગયો અને એનાં ખભે હાથ રાખી ને કહ્યું..

"ભાઈ તું કેમ આટલો બધો ચિંતિત દેખાય છે.. તારી લાઈફ માં પણ કોઈ પ્રોબ્લેમ છે.. જો હોય તો બતાવ એમાં થી નીકળવાનો કોઈ રસ્તો મળે અને તારા મન ને પણ રાહત મળે. "

"અરે મારી પ્રોબ્લેમ એટલી મોટી છે કે એમાં થી નીકળવું આસાન નથી.. એમ કહું કે અશક્ય છે તો પણ ખોટું નહીં જ કહેવાય.. " એ નવયુવકે હતાશ ચહેરે સુમિત ની વાત નો પ્રત્યુત્તર આપતાં કહ્યું.

"પણ ભાઈ કંઈક કહીશ તો ખબર પડશે ને કે તારે શું પ્રોબ્લેમ છે.. ?"ગોવિંદે કહ્યું.

"મારું નામ ઓમ છે.. ઓમ પટેલ.. હું ગુજરાત ના મહેસાણા શહેર થી આવું છું.. મારી સીધી લીટી માં ચાલતી જીંદગી ની જો કોઈએ પત્તર ફાડી હોય તો એ છું હું પોતે જ.. મારી લાઈફ માં આવેલી પ્રોબ્લેમ ને મેં હાથે કરી ને જ નોતરી છે.. "ઓમ નામ ના એ નવયુવકે પોતાની વાત રજૂ કરતાં કહ્યું.

ઓમ ની કહાની ની શરૂઆત થઈ ગઈ હતી.. બેરેક માં હાજર બધાં નું ધ્યાન ઓમ ની તરફ મંડાયું.. ઓમ ની લાઈફ માં એવી તો કેવી પ્રોબ્લેમ છે જેનું કોઈ સોલ્યુશન નથી એ જાણવા બધાં આતુર બન્યાં હતાં.

"બાર સાયન્સ માં સારાં માર્કસ મેળવ્યા હોવાથી મને અમદાવાદ ની પ્રખ્યાત એન્જીનીયરીંગ કોલેજ LD એન્જીનીયરીંગ નાં I. T વિભાગ માં એડમિશન મળી ગયું.. ભણવાનું ફ્રી માં હતું એટલે મારાં કંજૂસ પાપા પણ મારાં પર ખુશ હતાં કે મારાં લીધે એમના ચાર પાંચ લાખ રૂપિયા બચી ગયાં.. નહીં તો એન્જીનીયરીંગ ની ફી વર્ષે લાખેક રૂપિયા તો ખરી જ.. "

"હું અમદાવાદ માં જ હોસ્ટેલ માં રહેતો હતો.. મને હાથ ખર્ચ માટે બહુ ઓછા રૂપિયા મળતાં.. હોસ્ટેલ માં બધાં પ્રકાર ના છોકરાં હતાં પણ મેં મારી જાત ને એ બધાં થી લગભગ અઢી વર્ષ સુધી દૂર રાખી.. પણ તમારી અંદર છુપાયેલ મોજ શોખ અને આદતો ક્યારેક ને ક્યારેક તમારા પર હાવી થઈ જ જાય છે એવું જ મારી સાથે થયું.. હોસ્ટેલ ના એવાં જ રખડેલ અને એક નમ્બર ના લોફર ટાઈપ ના બે છોકરાં જય અને કિશન સાથે મિત્રતા થઈ. "

"જય અને કિશન પહેલાં થી જ હાથ ના બહુ છુટા હતાં.. રોજ સાંજે બહાર જવું અને ફર્સ્ટ ડે.. ફર્સ્ટ શો મુવી જોવા જવું એ તો એમની રોજ ની આદત હતી.. એ લોકો મને પણ પોતાની સાથે લઈ જતાં.. અમે જ્યારે પણ બહાર જતાં ત્યારે બધો ખર્ચો એ બે જણા જ કરતાં.. મને મળેલી માહિતી મુજબ એ બંને સામાન્ય પરિવાર માં થી આવતાં હતાં તો આ બધી જાહોજલાલી પાછળ કંઇક તો રહસ્ય છુપાયેલું હતું જે વિશે જાણવાની મને ઉત્કંઠા થઈ અને મેં એમને પૂછી પણ લીધું..

"જય અને કિશન તમારા પાકીટ હંમેશા ફૂલ હોય છે.. તમે આટલાં પૈસા લાવો છો ક્યાંથી.. ?"

"મારો સવાલ સાંભળી પહેલાં તો એ બંને ખૂબ હસ્યાં પછી મારી તરફ જોઈને કહ્યું..

"ઓમ તું અમારો દોસ્ત છે એટલે તારા થી અમે કંઈ નહીં છુપાવીએ.. "એમ કહી એમને મને પોતાની બધી વાત કરી કે એ કઈ રીતે આટલાં પૈસા કમાય છે.

બસ એમની આ જ વાતો મારી જીંદગી ને જડ મૂળ માં થી બદલી નાંખવાની હતી એ મારી કિસ્મત માં લખાઈ ચૂક્યું હતું.

***

To be continued....

જય અને કિશન નું પૈસા કમાવવાનું રહસ્ય શું હતું. ?? એમની વાતો માં આવી કઈ રીતે ઓમ ની જીંદગી બદલાઈ ગઈ.. ? આ ઉપરાંત આ અજાણ્યાં છ લોકો ની બેરેક માં થયેલી આ મુલાકાત કયો નવો અધ્યાય લખવાની હતી એ જાણવા વાંચતા રહો રહસ્ય અને રોમાંચ થી ભરેલી થ્રિલર નોવેલ ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

મારી આ નોવેલ ને શરૂવાત થી જ વાંચકો નો જે પ્રેમ મળી રહ્યો છે એ બદલ આનંદ ની લાગણી અનુભવું છું... હજુ તો કંઈ કેટલાય સસ્પેન્સ ને ઉજાગર કરતી આ નવલકથા કોઈ ડાર્ક સસ્પેન્સ થ્રિલર હોલીવુડ ફિલ્મ કરતાં ઓછી નથી એની ખાત્રી આપું છું.. તમે તમારા અભિપ્રાય મારાં whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો.. આ સિવાય મારી અન્ય નોવેલ "બેકફૂટ પંચ" અને "ડેવિલ એક શૈતાન" પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.

-જતીન. આર. પટેલ