સીન ૧ :
બપોરના ૨ વાગી ગયા હતા પરંતુ હજુ શિવમની સવાર નહોતી થઇ. એના મમ્મી અનુમેહા સવારના એને  જગાડી જગાડીને થાકેલ અને કદાચ છેલ્લી ટ્રાય કરવા હવે એના રૂમમાં આવ્યા.
અનુમેહા : બેટા બપોરના ૨ વાગ્યા છે,ઉઠને હવે.પ્રેમથી માથે હાથ ફેરવતા મમ્મી બોલે છે.
શિવમ : અરે યાર મમ્મી સુવા દેને, શું ક્યારની હેરાન કરે છે ઉઠ ઉઠ કરીને, તું જા અહીંથી.
અનુમેહા : પણ થોડું જમી તો લે, પછી સુઈ જજે પાછો બસ.
શિવમ : અરે નથી જમવું મારે, સુવા દે મને શાંતીથી, આખી રાત નીંદ નથી આવી.
અનુમેહા   બે ક્ષણ વિચારે છે કે આજકાલના છોકરાઓને શુ થઇ ગયુ છે , કેવી રહેણીકરણી થઇ ગઈ છે, ના ખાવાનું ધ્યાન ના સુવાનું અને ના મોટાઓની લાગણીઓ નું માન.
અનુમેહા : કેમ બેટા રાતે નીંદ કેમ ના થઇ?  
શિવમ : મમ્મી કઈ નહતું થયું, તું રેવાદેને શું કરીશ જાણીને? 
અનુમેહા : અરે પણ કેતો ખરા. 
શિવમ : જો મમ્મી તારો દીકરો હવે નાનો નથી ,મારી લાઈફ છે, મારા સબંધો છે, મારે એ બધું  જોવું  પડે  કે  નહિ?
અનુમેહા : તારી કઈ લાઈફ બેટા? ક્યાં સબંધો? આખો દિવસ - રાત તો ફોન પર હોઈ છે તું તારી સોશ્યિલ લાઈફમાં સોશ્યિલ મીડિયા પર અને એ બધું એટલું જરૂરી છે તારા માટે કે તારા માટે વાસ્તવિક જીવનનું  મહત્વ જ નથી રહ્યું.
શિવમ : મમ્મી જો સવાર સવારમાં તારી જ્ઞાનગંગા ચાલુ ના કર.    
અનુમેહા : પેલી વાત કે બપોરના ૨ વાગ્યા છે અને તમે જયારે ઉઠો ત્યારેજ સવાર નથી થતી હોતી. એક ઊંડા શ્વાસ લેતા પોતાના ગુસ્સાને શાંત કરતા અનુમેહા ફરી બોલે છે.
અનુમેહા : જેમ તું જીવે છે એમ જીવન જીવાતું નથી, તને મારી કોઈ વાત સમજાતી કેમ નથી બેટા ?
શિવમ : અરે મમ્મી શું વાંધો છે તને મારી લાઈફસ્ટાઇલમાં? ખુશ છું હું જેવી રીતે જીવું છું એમાં અને તું નહી સમજી શકે,તે ક્યારેય જોયું નહીને આ બધું એટલે, તું રેવા દે.
અનુમેહા : સમજુ છું બેટા, બધું સમજુ છું કે આ સોશ્યિલ મીડિયાએ તમારી જેનેરેશનના લોક નો શું હાલ કર્યો  છે, ૨ મિનિટ વાઇ-ફાઇ જતું રહે તો તું રાડે રાડ કરી મૂકે છે, થોડીવાર લાઈટ શું  જતી રહે,કેટલી બેચેની  થાય છે તને કેમ? એટલું શું જરૂરી કામ અટકી પડે છે? રોગી બનાવી દીધા છે તમને.
શિવમ : તો મમ્મી તું શું ઈચ્છે છે હું સોશ્યિલ થવાનું બંદ કરી દઉં?, અરે આ બધું આજના સમયની માંગ છે, આખી દુનિયાની ખબર સૌથી ઝડપી ઈન્ટરનેટ સિવાય કોઈ બીજા સાધનથી મળી શકે? 
અનુમેહા : દુનિયાભરની ખબરોથી અમે પણ અજાણ નથી રહેતા બેટા તમારી જેમ સોશ્યિલ મીડિયાનો એટલો ઉપયોગ ના કરવા કરવા છતાં. હા માન્યું ન્યૂઝપેપરની ખબરો તમારી નેટની દુનિયાથી ઝડપી નહિ મેળવી શકાતી પણ એટલી ઝડપથી ખબરો મેળવીને પણ તમે શું કરી લો છો?
શિવમ : મમ્મી તારા જોડે બહેસ કરવાનો અર્થ નથી કઈ, ઓકે હું ઉઠું છું સારું? તું જમવાનું તૈયાર કર  હું આવું.
શિવમ અનુમેહાની પ્રતિક્રિયાની રાહ જોયા વગર ઉઠીને ફ્રેશ થવા ઉભો થઇ જાય છે,વળી બાથરૂમ તરફ  જતા જતા પાછો ફરે છે ને ફોન ચાર્જિંગમાં લગાવે છે. અનુમેહા પણ નિરાશ થઇ જમવાનું તૈયાર કરવા જતી  રહે છે.
સીન ૨ :
ડાઇનિંગ ટેબલ પર જમવાનું તૈયાર કરીને અનુમેહા બેઠેલ હોઈ છે. શિવમ તૈયાર થઇ આવે છે, હાથમાં ફોન ને  એની આંગળીઓ ફોનમાં એટલી ઝડપથી ફરે જેટલી ઝડપ કદાચ વિચારોના અવરજવરની પણ નહી હોઈ.
શિવમ : મમ્મી શું બનાવ્યું છે, બહુ ભૂખ લાગી છે. ફોનમાં જોતા જોતા એ અનુમેહાને પૂછે છે.
અનુમેહા : તારું ફેવરિટ બનાવ્યું છે, થોડીવાર ફોનને આરામ આપને બેટા, જમી લે શાંતીથી.
શિવમ એની મમ્મી ની વાત ને ઇગ્નોર કરે છે ને ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે.
શિવમ : વૉઉં ભીંડી બનાવી છે!
બસ ૨ પળ એની નજર ભીંડી પર ટકે છે ને પછી ફોનનો કેમેરા ચાલુ કરી પ્લેટનો ફોટો લેય છે ત્યારબાદ તરત  વહાર્ટસપપ પર સ્ટેટ્સ લાગી જાય છે," ચાલો મારી ફેવરિટ ભીંડી ખાવા" સાથે એણે પાડેલ ફોટો મુકાઈ જાય છે. અનુમેહા ડાઇનિંગ ટેબલેથી ઉભી થઇ જાય છે,કદાચ શિવમને મમ્મીની કંપનીની અત્યારે જરૂર ના હતી, જરૂર તો એને એ જાણવાની હતી કે કેટલા લોકો એના સ્ટેટ્સને જુવે ને કોમેન્ટ આપે.
શિવમ એક હાથ માં નેટ સર્ફિંગ કરતા કરતા બીજા હાથે મોઢામાં એની ફેવરિટ ભીંડી ના કોળિયા લેતો જાય છે.
સીન ૩ :
સવાર ના ૭ વાગ્યાના સમયે એલાર્મ ના કર્કશ અવાજ થી શિવમ ઉઠે છે. એલાર્મ બંદ કરીને ગોદડું ઓઢી ફરી સુઈ જાય છે કે તરત માંડ માંડ ખુલતી આંખે ફોન હાથમાં લઈને ફેસબુક ખોલે છે. ગઈ સાંજે જ એમેઝોન પરથી જે શૂઝ એન્ડ ગોગલ્સ મંગાવેલ એ આવી ગયેલ. શૂઝ પહેરીને પગનો જ ખાલી ફોટો લેય છે અને વહાર્ટસપ, ફેસબુક પર એ ફોટો મૂકે છે સાથે લખે છે "સવાર ની ઠંડી, સફૂર્તી અપાવતી દોડ અને મારા નવા શૂઝ પહેરી ને કરવામાં આવતી કસરત મારો દિવસ બનાવી દેય છે". આટલું કામ સવાર સવાર માં ઘણું કેવાઈ એવું વિચારી શિવમ ફોન ને બેડ ની સાઈડ માં મૂકી ગોદડું ઓઢી ફરી સુઈ જાય છે. રાત ના નીંદ ના થવાના કારણે એનું માથું ભારે હતું જોકે આ રોજ નું થયું , મોડી રાતે સુવાનું ને બપોરે ઉઠવાનું.
હજુ ૫ મિનટ થઇ હશે શિવમ ને સુતા કે ફોન વાગે છે, કોલિંગ માટે નહિ, પણ ફેસબુક માં એને મળતી લાઇક્સ કે કોમેન્ટસ માટેની સૂચના ની રિંગટોન હતી એ અને એ તરત ફોન હાથ માં લઈને ચેક કરે છે. બસ પછી તો એ ફેસબુક પર આવતી ન્યૂઝ અને વિડિઓઝ જોવામાં લાગી જાય છે. ઘડી ને ઘડી રિફ્રેશ કરે છે ફેસબુક એ જોવા કે કોઈએ લાઈક કે કોમેન્ટ તો નથી આપીને. ૧-૨ કલાક એમજ ફોન માં રળ્યા પછી એ ફોન હજુ મૂકે જ છે કે એની નાની બહેન રુહી શિવમ ના રૂમ માં આવે છે.
રુહી એના ભાઈ ને ઉઠાડે છે પણ શિવમ ચિડાઈ જાય છે, એની ઊંઘ પુરી નથી થઇ હોવાથી અને કદાચ આંખો ને માથું પણ દુખતું હતું.
શિવમ : તું અત્યારે ભાગ તો અહીંથી, નહિ તો માર ખાઈશ.
રુહી: હા ભાઈ જતી રહીશ પણ એતો કહે તું સાચે સવારે દોડવા ગયેલ તારા નવા શૂઝ પહેરીને?
પછી એ હસતા હસતા ખુદ એ કરેલ સવાલ નો જવાબ આપે છે, સાવ ખોટો છે ભાઈ તું, ડ્રાંમેબાઝ. શિવમ રુહી ને કશું કહેવાનું જરૂરી ના સમજી ચૂપ રહે છે, કારણકે એની બહેન થી જુઠ્ઠું બોલવાનો કોઈ હવે કોઈ મતલબ ના હતો. રુહી જતી જ હોઈ કે એને શિવમ ને ઉઠાડવાનું કારણ યાદ આવે છે.
રુહી : ભાઈ ઉઠને, મમ્મી એ તને બ્રેડ લઇ આવવા કીધું છે,જલ્દી ઉઠ.
શિવમ : આજ બ્રેડ વગર ચલાવી લો, કાલે લઇ આવીશ, ઊંઘવા દે,જા હવે.
રુહી : ના ભાઈ.
રુહી વિચારે છે કે શિવમ સીધી રીતે નહિ ઉઠે તો એ એનો ફોન લઈને દરવાજે જતી રહે છે ને બોલે છે,
રુહી : ભાઈ તું બ્રેડ લઇ આવ, નહિ તો તારો ફોન નહિ મળે અને હું એને એવી રીતે છુપાવી દઈશ કે તને મળવો ખુબ મુશ્કેલ થઇ જશે.
આટલું કહી રુહી ફોન લઈને જતી રહે છે. શિવમ ગોદડાં માંથી મોઢું કાઢીને ગુસ્સામાં બોલે છે , “આ ઘર માં મને કોઈ શાંતી નઈ લેવા દેય”.પછી એ ઉઠીને બ્રેડ લેવા જવા તૈયાર થાય છે.
સીન ૪ :
અનુમેહા પરેશાન બેઠેલ હોય છે. શિવમ અને રુહી નું ઈન્ટરનેટ થી થતું વળગણ એને પજવતું હતું. એના બંને બાળકો ને કેવી રીતે સમજાવવા એના વિશે એ વિચારી વિચારી ને કંટાળે છે કે એને એની નાનપણ ની સખી જાનવી જે મનોચિકિત્સક છે એની યાદ આવે છે.એ તુરંત જાનવી ને ફોન કરીને પોતાની મૂંઝવણ કહે છે. જાનવી અનુમેહાને રિલેક્સ થવાનું કહે છે સાથે એને રૂબરૂ મળીને આ બાબત વિશે વધુ વાત કરવાનું કહે છે. બંને ફ્રેન્ડ્સ સાંજે ૧ કોફી શોપ માં મળવાનું વિચારે છે.
સીન  ૫  :
અનુમેહા  મળવાના  નિર્ધારિત  સમય  પહેલા  જ  કોફી  શોપ  માં  આવી  ગયેલ  હોય  છે, એને  જાનવી થી  એક આશા  બંધાયેલ  કે  એ  એની  ચિંતાઓનું  નિવારણ  કરી  શકશે . જાનવી આવે  છે  અને અનુમેહા ને  એની  પસંદ  ની  કોફી  મગાવનું  કહે  છે , બંને  ઓર્ડર  આપીને  થોડી  ઔપચારિક  વાતો  કરે  છે ને  પછી  જાનવી  એ  વાત  છેડે  છે  જેના  માટે  બંને  મળેલ .
જાનવી  : હા  તો  અનુ , તું  મને  વિસ્તાર  થી  એ  વાત  કહે  જે તે  મને  ફોન  માં કહેલ .
અનુમેહા  : જાનવી  મને  લાગે  છે  સોશ્યિલ  મીડિયાના  વધુ  પડતા ઉપયોગે   મારા  બંને  બાળકોને  વાસ્તવિક  જીવનથી  ખુબ દૂર કરી  દીધા  છે . મેં  જોયેલ   છે  એમને  પોતાના  અમૂલ્ય  સમયને  બસ  સોશ્યિલ  મીડિયા  પર  વેડફતા . આ  એમની  ઉંમર  છે  જયારે  ઉત્સાહ , શક્તિઓ   થી  ભરપૂર  એમના  જીવનને  એ  લોકો  ઘણા  સારા  કામો  કે  નવું  નવું  શીખવામાં લગાવી  શકે અને ખરું કહીયે  તો  એ આજના  પ્રતિયોગિતાથી  ભરેલ  સમયની  માંગ  પણ  છે  કે  તમે  એકથી  વધુ કામ  સાથે  કરી  શકવમાં  કેટલા  સક્ષમ  છો, પણ  ખુદ  ને  ગઈકાલ  થી  વધુ  કાબિલ  બનાવવના  પ્રયાસ  તો  શું  એમને  આવનારા  ભવિષ્યની  કોઈ  આશા  જ  નથી , વર્તમાન  ની   કોઈ  સુધી  જ નથી  બસ  સોશ્યિલ  લાઈફ  પર  બીજા  શું  કરે  છે, ખુદ  ને  એ  બધાને  જવાબ આપવા  શું  કરવું , એમની પ્રશંસાથી  ખુદનું  મૂલ્યાંકન  કરવું અને બીજા પોતાના વિશે શું વિચારે એ બાબત ને ખુબ મહત્વ આપવું . આટલું  બોલતા અનુમેહા ના સ્વર માં નિરાશા સ્પષ્ટ ઝલકતી હતી અને તે ચૂપ થઇ જય છે.
જાનવી : અનુ, હું સમજી ગઈ બધું અને મને બંને બાળકોની માનસિકતા પણ સમજાઈ છે પણ તને નહી લાગતું આ બધામાં ક્યાંક ને ક્યાંક આપનો માં -બાપ નો પણ દોશ છે?
અનુમેહા સમજી નહી એવા ભાવ સાથે પૂછે છે આમારો ?
જાનવી : હા , જો તું સમજે છે વાસ્તવિક જીવન નું મહત્વ બરાબર? પણ તે ક્યારેય વિચાર્યું કે લોકો વાસ્તવિક  જીવનથી દૂર થતા કેમ હોઈ છે? આ  પ્રશ્ન માત્ર બાળકોનો જ નહી પણ કોઈ પણ ઉંમરના માણસ નો છે. જયારે જીવન માં કશુંક ખુબ જ ખૂટતું હોઈ એની પૂરતી હેતુ માણસ ને જે મળે એનો સહારો એ સહજતા થી લઇ  લેય છે. સોશ્યિલ મીડિયા એક એવુજ સાધન છે , હતાશા, એકલતા , પરિવારના  પ્રેમ અને સ્નેહ, દોસ્તો ની મિત્રતા ને સહકાર , વડીલો ની સાચી સલાહ અને ઘણી માનસિક બીમારીઓ છે  જે એમને સોશ્યિલ  મીડિયાના અતિ ઉપયોગ તરફ વાળે છે. એમને ભ્રમ છે કે એમની કમીઓને આ સાધન દૂર કરશે , ઉલટું માણસો સોશ્યિલ મીડિયા પરની નિર્ભરતા થી ખુદની હાલત વધુ બગાડી દેય છે કારણકે એ લતીલું છે, એ તમને બેચેની આપશે, ગુસ્સો અને થાક પણ.
અનુમેહા  જાનવી ને  ધ્યાનથી સાંભળી રહી હોઈ છે અને આ બાબત ની ગંભીરતા એને ખુદ એ વિચાર્યું એનાથી વધુ જાનવી ની વાતો થી જણાઈ છે.
અનુમેહા: જાનવી તારી વાત સાચી છે, કદાચ અમે જ એમને એકલતા  મહેસુસ કરાવી હશે  ખુદ માં જ વ્યસ્ત રહીને અને એમને પૂરતો સમય ના આપીને , અમે જ એમને એ હૂંફ અને સ્નેહ આપી નહી શક્યા હોઈએ જેમની એમને જરૂર છે. અમે જ એમને ઉત્સાહી અને આત્મનિર્ભર બનવા પ્રેરિત નહી કરી શક્યા હોઈ  અને  માં- બાપની  ભૂમિકા નિભાવતા નિભાવતા એમના મિત્ર સખી બનવાની  ભૂમિકા તો ભૂલી જ ગયા જેથી એ લોકો નિઃસંકોચ એમના મન ની સઘળી વાતો બેફિકર  બની  કહી  શકત અને એમને કદાચ આ સોશ્યિલ મીડિયા ની આટલી વધુ  જરૂર જ ના પડત.
જાનવી : હા બરાબર સમજી તું. હવે  તું સમજી ગઈ છો, તો તારા બાળકો પણ સમજી જશે બસ એક મુલાકાત કરાવી દે તું એમની મારી સાથે.
અનુમેહા: બિલકુલ તું એમને સમજાવીશ એજ બરાબર રહેશે.
બંને  ફ્રેન્ડ્સ બીજી થોડી વાતો કરીને છૂટી પડે છે.
સીન ૬ :
જાનવી એની અને અનુમેહા ની મુલાકાતના  પછીના દિવસે જ અનુમેહા ના ઘરે સાંજે આવે છે એ વાત ની ખાતરી કરીને કે બંને બાળકો ઘરે જ છે.  અનુમેહા  બંને બાળકોને  બોલાવે છે અને જાનવી જોડે વાત કરવાનું કહી પોતે બધા માટે સૂપ અને નાસ્તો લેવા રસોડા માં જતી રહે છે.
જાનવી ની સામે શિવમ અને રુહી બેસે છે પણ એમનું ધ્યાન એમના ફોન માં જ હોઈ છે, જાનવી બંને જોડે વાતો કરવાની  કોશિશ કરે છે પણ તેઓ ફોનમાં  વ્યસ્ત રહી ટૂંકમાં જવાબ આપીને પૂરું કરે છે ત્યાં એમની મમ્મી આવે છે અને બધાને ગરમ ગરમ સૂપ આપે છે. સૂપ તો જોકે  જાનવી અને અનુમેહા જ પીતા હોય છે.
અનુમેહા  આંખોથી જાનવી ને કહે છે જોયું ને તે? જાનવી  પણ એને રિલેક્સ રેવાનું કહે છે આંખોથી જ.
જાનવી : તો શિવમ , રુહી,  સૂપ ઠંડુ થઇ જાય એ પેલા એનો ફોટો લઈને ફેસબુક કે વહાર્ટસપ પર નથી મૂકવું? મતલબ સૂપ પીવા માટે તો હોતું નથી , તો ફોટો જ પાડી લો બરાબર કીધુંને?
શિવમ  અને રુહી જાનવી ની વાત ટોણો સમજી એકબીજા સામે જુએ છે.
જાનવી : અનુ તને ખબર ભગવાન બુદ્ધે એવું કહેલ કે જો જમવા સમય એ આપણું  ધ્યાન  એકાગ્ર  હોય  જમતા હોઈ એના પર તો એક -એક સ્વાદ ને માણી શકાય છે પુરેપુરો અને એનાથી  ભૂખ  પણ મટી જાય છે અને મન પણ સંતોશ પામે છે.
ત્યારબાદ જાનવી શિવમ અને રુહી તરફ જુવે છે અને આગળ કહે છે,
જાનવી :  બાળકો,  હું ડૉક્ટર છું , જાણું છું લોકો કેટલી મહેનત કરતા હોઈ છે સારી તબિયત મેળવવા , કેટલા પૈસા નાખતા હોઈ છે બીમારીઓ મટાડવા અને તમને બધી ખબર હોવા છતાં પોતાની તરફ આમ ઉપેક્ષિત જોઈને દુઃખ થાઈ છે.
શિવમ : આંટી અમે ખાવા પીવામાં ધ્યાન આપીયે જ છીએ.
જાનવી : સાચ્ચે? બેટા, મને નહી ખુદને આ સવાલ  પૂછી જોજે તો. મને  ખબર છે સોશ્યિલ મીડિયા ના ઘણા ફાયદા છે પણ સાથે ગેરફાયદા પણ ઘણા છે.
શિવમ  અને રુહી આશ્ચર્ય થી જાનવી સામે જુવે છે.
જાનવી : હા , સોશ્યિલ મીડિયા નો વધુ વપરાશ તમારા  માનસિક આરોગ્ય પર ઊંડી અસર પડે છે , એ લત લગાવે છે, તમને બેચેની આપે છે અને ચીડચીડિયા બનાવે છે, ઇર્ષાળુ બનાવે છે.તમને લાગે કે તમે સામાજિક બનો છો , બધા સાથે જોડાવ છો પણ સચ્ચાઈ તો એ છે કે એ તમને સામાજિક તૌર પર વધુ એકલા બનાવી દેય છે. તમેજ વિચારો  તમે જેટલી સરળતાથી સોશ્યિલ  નેટવર્કિંગ સાઈટ પર વાતચીત કરી શકો એટલી જ સારી રીતે તમારી સામે ઉભેલ વ્યક્તિ જોડે વાત કરી શકો છો?  જરૂરી  તો  એ છે ને?
શિવમ  અને રુહી ને જાનવી ની વાતો માં રસ પડતો હોઈ છે અને એ બંને ધ્યાન થી સાંભળતા હોઈ છે.
જાનવી : બેટા,  ૧૭  વર્ષ ની ઉંમર એ દુનિયાની કોઈ પણ વસ્તુ એટલી જરૂરી નથી હોતી કે તમે એનાથી પુરેપુરા તણાવગ્રસ્ત થાઓ , તમારી ઉંમરે તો શક્યતાઓની કોઈ સીમા નથી,તમે જે દિશામાં ચાહો એ દિશામાં તમારા જીવન ને લઈ જઈ શકો એટલી શક્તિ હોઈ છે. ખુદને જુઓ , તમને સોશ્યિલ મીડિયા થી લત કેમ છે? તમારે બીજા સાથે ખુદની તુલના કરવાની  જરૂર છે? તમને લાગે છે કે સોશ્યિલ મીડિયા પર સક્રિય રહી તમારી એકલતા, ઉદાસી  દૂર થશે , પણ આ એક ભ્રમ છે. ઉલટું વધુ પડતા ઉપયોગથી તમે  રોજિંદા જીવનની નાની નાની ખુશીઓની પળોથી દૂર થતા જાઓ છો.  હું એવું નથી કહેતી કે તમે સોશ્યિલ  મીડિયા નો ઉપયોગ સાવ  બંદ  કરી દો પણ માપમાં  કરો  બધા ગેરફાયદાઓ ને ધ્યાન માં રાખીને  બાકી  તમે સમજદાર છો, જાતે  વિચારી જોજો.
જાનવી  સૂપ પૂરું કરે છેને અનુમેહા ને કહે છે કે પોતાને જરૂરી મિટિંગ છે કોઈ દર્દી જોડે તો નીકળવું પડશે. અનુમેહા ના મુખ પાર સંતોશ અને ખુશી  હતી એ બાબત ની કે જાનવી ની સાથે થયેલ વાતચીતે એના બાળકો ને ઘણા અંશે સમજાવી દીધા છે અને વિચારતા કરી દીધા છે ,હવે બાકીનું કામ એને પણ તો પૂરું કરવાનું છે.
સમાપ્ત