lagani ni suvas - 14 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 14

The Author
Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

લાગણીની સુવાસ - 14

લાગણીની સુવાસ

(ભાગ – 14)

અમી પટેલ ( પંચાલ)

વાતાવરણ ખૂબ જ બદલાયેલું હતું. વરસાદ પડવાની તૈયારી હતી...અને ઠંડો પવન એની મસ્તીમાં વાતો હતો...ત્રણેય તકની રાહ જોતા હવેલી જેવા મકાન પાછળ જઈ બેઠા...હવેલી જેવા દેખાતા મકાનમાં નીચે એક પણ રૂમ ન હતો ... એક વિશાળ હૉલ હતો..... એટલે અંદર કોઈ જોઈ ન જાય એ માટે યોજના બનાવવી જરુરી હતી......

“ ઝમકુડી .... લાભુ ....હું એક વાત કવ મોનસો.....” સત્યએ... પોતાનો વિચાર જણાવતા કહ્યું .

“ હા, બોલોન....” ઝમકુએ હકાર ભરતા કહ્યું.

લાભુ નજીક જઈ સાંભળવા લાગ્યો..

“ તાર આ ચૂંદડી તારી સે... ઈનો ઘૂઘટો તાણી ઘાઘરી થોડી કમર થી નીચી પેરી .... થોડા નખરા કરતી આગળ થી અંદરજા...મન મેલો ક કોઈ ઓડખતું નઈ .... ઈમના જેઓ હું બની અંદર જાઉં....તું મારી હારે આયે..... આપડે બે... આ બધાન દારૂ પિવડાઈસું.... અન લાભુ તું પાસળ બારીમથી જઈ લખમીન લઈ ઘર.. કોર જાતો થાજે .... ઈન ઈના ઘેર મૂકી.... બાપાન બધી વાત કરજે અન... ઈના ઘેર... રે ..જે... અમે ઈજ આઈસું અમારી ચ્યત્યાં કર્યા વના તું જાજે....” સત્ય એ વાત પૂરી કરતા કહ્યું..

“ ભઈ..... તો ઝટ કરીએ વરહાદ આવાની તૈયારીસે અન અંધારુયેસે...” લાભુએ કહ્યું.

ઝમકુ અને સત્ય આગળથી અંદર ગયા ને.... સત્ય ઘાટો પાળી બોલ્યો.... “ ઐ.... હોભળો..... પસી નાચજો.... આ તમારી રાત હારી કરવા ઓન લાયોસું.... આ લોકોના મન જબરા ખુશ કરશ..... અન મું એ તમારા મથી એક જ સું.... એટલે ઓના હાથનો દારૂ પીવો..... અન..... પસી મજા ...કરો....” સત્ય રુઆબથી બોલતો હતો.

બધા એની સામે જોઈ રહ્યા.... ઝમકુને જોઈ બધા વધુ ખુશ થયા.... પછી એમાથી એક આઈ સત્ય ને ભેટી પડ્યો ને બોલ્યો..... “ વા...હ ભઈ હો..... લઈન આયો.... ઈ છોડી નશો કરાવે નઈ તોઈ ... નશો ચડે ઈન જોઈ એવીસે.... આય... આય... “

“ એ .... જા હૈ...ડ દારૂ લાય મારા ગોઠણો... હાટુ... “ સત્ય એ જોરથી ઘાટો પાડ્યો ને બધા ભેગુ નાચવા કૂદવા લાગ્યો.... મેલો પણ આ ટોળામાં ... મગ્ન હતો...

ઝમકુએ દારૂમાં થોડુ અફીણ નાખ્યું ને બધાને પાવા લાગી..... બધા એક એક વાર પી લથડીયા ખાવા લાગ્યા....તક મળતા.... લાભુ બારી માંથી આવી લક્ષ્મી ને બાંધી હતી એ દોરડું ખોલી કોઈ જોઈ ન જાય તે રીતે તેને લઈ હવેલી ની બહાર નીકળી ગ્યો..... આ બાજુ.... ઝમકુને... સત્ય જેમ જેમ બધા બેભાન થવા લાગ્યા તેમને એક બાજુ કરવા લાગ્યા જે ભાનમાં હતાં તે કંઈ કરી શકે એવી હાલતમાં જ ન હતાં..

લાભુને લક્ષ્મી ટેકરા પરથી ઉતર્યાને ધોધમાર વરસાદ ચાલું થઈ ગયો....લાભુ આગળ ચાલતો હતોને લક્ષ્મી ધીમે ધીમે એની પાછળ આવતી હતી બન્ને મુગ્ગા થઈ ચાલતા હતાં.... એક કાંટાળા ઝાખરામાં પગ આવતાં લક્ષ્મી પડી ગઈ અને એનો જમણો પગ એ ઝાખરાની સૂળોમાં ફસાઈ ગયો... એના મોઢામાંથી એક તીણી ચીસ નીકળી ગઈ.....લાભુ તેની ચીસ સાંભળી તેની જોડે દોડી આવ્યો.... લક્ષ્મીના પગમાં સૂળો પેસી ગઈ હતી અને લોહી નીકળતું હતું...

“ આ હું .... થ્યું.... “ લાભુ જોઈ બોલ્યો....

“ માર... પગ મ હૂળો પેહી....” લક્ષ્મી માંડ બોલી શકી....

લાભુએ... સમય ન ગુમાવતા ધીમે ધીમે બધી સૂળો કાઢી ....લક્ષ્મી લાભુના ખભે ટેકણ દઈ ઉભી હતી.... અસહ્ય પીડા થતી હોવા છતાં તે મૂગાં મોએ રડતી હતી.... લાભુએ બધી સૂળો કાઢીને એનો ખેસ.... લક્ષ્મીના પગે બાધ્યો... અને લક્ષ્મી એના હાથનો ટેકણ લઈ લંગળાતી ચાલવા લાગી.....

“ લખમી ઓમ ઉઘાડા પગે વરહાદમ પડી જયે... તન વોધો ના હોય તો ... મારુ મોને...” લાભુ એની સામે જોઈ બોલ્યો...

લક્ષ્મી એના મનની વાત સમજી ગઈ હતી પણ ... એ આના કાની કરવા જતી હતી..... ત્યાં એ કઈ સમજે બોલે એ પહેલા...... લાભુ એ એને બન્ને હાથમાં ઉચકી લીધી.... અને પડી જવાની બીકે લક્ષ્મી એ બન્ને હાથ લાભુના ગળે વિટાળી.. દીધા.....લાભુ એની આંખોમાં જોઈ રહ્યો.... નજર મળતા લક્ષ્મી શરમાઈ ગઈ...

“ બાપાના ઘેર ખાવા નથ મળતું.... “ લાભુએ મજાક કરતા કહ્યું...

“ મળેશે.... કાં આવું પૂશ્યું? “

“ તમારો ભાર લગીરે નઈ એટલે પૂશ્યું... “

“ તઈ.... ભાર ના હોઈ.....ઈ.. દુ: ખી હોય.. ઈમ..”

“ ના ... ઈમ જ પૂશ્યું “

“ તમારી કોઈ મોનીતી હશે ઈન ખબર પડશે.... કે આમ, મન ઉપાડી તમ જાવશો.... તઈ તમારુ તો આઈ બનશે... “

“ હજી એવું કોઈશે જ નઈ .... સે ઈન ખબર નઈ.... કવ અન ઈ માઠુ લગાડતો હું જીવી જ ના એકુ..... “

“ તઈ કઈ નાખો ઈન.... એમા હું... ભવ એની હારે કાઢવો હોઈ તઈ કેવું તો પડન... “

“ ઈ નઈ જીવી એક... સુખી થઈ મારી હારે.... “

“ મું...તો... દુ:ખી થઈ....ન “

“ હું બોલી લખમી.... બોલ... કાં અટકી ગઈ...”

“ તારા જેવો ધણી મલ તો ભવો ભવ દુ:ખી થાવુ ગમે..ઈ છોડીને ગમે.... “

લાભુ એની સામે જોઈ હળવે થી બોલ્યો....

“ તન ગમ... દુ:ખી થાવું મારા હારે...! “

લક્ષ્મી સાંભળતા જ શરમાઈ ગઈ ને ... લાભુ સામે જોવાની એની હિંમત જ ન થતા... એ બીજે ડાફોડીયા મારવા લાગી... . બન્ને પલળી ગયા હતાં... એટલે લક્ષ્મીએ ઝાડ નીચે ઉભુ રહેવાનું કીધું.... લાભુ પણ થાક્યો હતો એટલે બન્ને ઝાડ નીચે ઉભા રહ્યા. . લાભુએ લક્ષ્મીના નજીક જઈ ફરી એ જ વાત પુનરાવર્તન કર્યું.

“ કે...ને લખમી.... મારી હારે દુ: ખી થયે.... “

લક્ષ્મી એની સામે જોઈ રહી અને લાભુ એનો ઉત્તર જાણવા આતુર બની રહ્યો....

“ તું સાથ દે... તો ભવો ભવ તૈયાર સું.... “ આટલું બોલતા તો લક્ષ્મી બોલી ગઈ પણ .... લાભુનું મોઢું પોતે જોઈ શકે એમ જ ન હતી.... એના ગાલે તો એવા શરમના શેરડા ફૂટ્યા હતા કે એ... થોડી ઉધી ફરી ગઈ..... લાભુ ખુશી નો માર્યો એને ફરી તેડી આગળ ચાલ્યો... બન્ને નો આનંદ સમાતો ન હતો એમાંય જુવાનીનો પહેલો વરસાદ... પ્રેમ નો વરસાદ બન્નેનાં મન ભીંજાવવા લાગ્યો.... પહેલા કરતા એ અત્યારે લાગતો એક- બીજાનો સ્પર્શ એ લક્ષ્મીને અને લાભુને રોમાંચિત કરતો હતો..... બન્ને માટે આ અહેસાસ જ ખાસ હતો..... થોડીવારના અંધારામાં ચાલતા નેનમટક્કા પછી... લાભુ બોલ્યો...

“ મું એક વાત કવ... તું રીહાયે તો નઈ... ! “

“ નઈ રીહાવ બોલ....”

“ તું મન મેળામ ભટકાઈ તાર થી ગમતી તી .... એ લૂટાંરાનું જુઠાણું બોલી સત્યો ...તારી હારે... હું વાત કરી એકુ એની હાટુ, તમન ઘેર મુકવા આવવા... બોનું કાઢ્યું તું.... પણ મું બીતો તો બાયુન સુખ જોવ.... ઘર જોવ અતાર મારી પાહે કોય નહીં .... બીક લાગતીક તન મું સુખી નઈ કરી એકુ....”

“ હાચુ... કવ તો... તમારી ....આંખ્યું મન ઉંઘ્વા જ નતી દેતી.... “

લાભુ શરમાઈ આકાશ સામે જોવા લાગ્યો.... વરસાદ ઝરમર વરસતો હતો.... અંધારામાં રસ્તો ભૂલ્યા હોય તેવું એને લાગ્યું.....

“ લખમી રસ્તો ભૂલ્યા હોય એવું લાગેસે.... હવે હું કરસું ... ?”

“ થોડું હેડીએ.... હવે પગે થોડું હારુ લાગેસે... આગળ કોય મળ વસ્તી જેવું તો ... મદદ માગીએ...”

“ તું હેડી...એકે.... “

“ ઓવ... “

બન્ને એક બીજાનો હાથ પકડી... ધીમે ધીમે અંતર કાપતા જતા હતા.. ત્યાં થોડે દૂર થી એક... બૂમ સંભળાઈ....

“ કૂણસે...લ્યાં.... ઓલી...પા...”

અવાજ આવતો હતો ત્યાં લાભુએ સામે જવાબ આપ્યો...

“ એ...લા... બાજુના ગોમના .... દેવગઢના સી...એ રસ્તો ભૂલ્યા.... બાપ...”

અવાજની દીશામાંથી એક ડોહા આવતા દેખાયા.... તે નજીક આવી બોલ્યા....

“ અડધી રાતે... ચો જાસો... હાલો... માર.. જોડ... આરોમ કરો... હવાર... જાજો... “

“ પણ ભા....” લાભુ બોલ્યો...

“ પણ ..ને બણ.. આ નવી પરણેતરને લઈ ઓમ રાત વરત ચો જએ... અન દેવગઢ પોગત... હવાર થાસે... માર..ગાડુસે ઈ લઈ જાજો હવાર.... અન પસી દઈ જાજે ગમે તાર... ચ્નત્યાં નઈ.... હાલો..”

આવેલ ડોસો... કચ્છી લાગતો.... પણ વરસોથી ચરોતરની માયા લાગી હોય એમ અઈનો જ હોય તેમ એની બોલી પરથી લાગતું હતું... ખેતરમાં છૂટ્ટુ એનું એક આલીશાન કહી શકાય એવું ઘર હતું.... ઢોર ઢાખરે ઘણાં હતાં.... અને ચાર ..પાંચ ગાડાં, ... બળદ.... ઘોડીઓ.... એ આગળ તબેલામાં બાધેલા હતાં.... બકરાં નો અલગ વાડો હતો... ડોસો સુખી માણસ હતો .....

ક્રમશ:...