Kayo Love - 42 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ : ૪૨

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કયો લવ ભાગ : ૪૨

કયો લવ ?

ભાગ (૪૨)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ?” ભાગ: ૪૨

ભાગ (૪૨)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી. ”

(ભાગ: ૪૧ માં આપણે વાચ્યું કે રુદ્ર, પ્રિયાને સરપ્રાઈઝ આપવાં માટે ત્રણેક દિવસનો ફરવા માટે પ્લાન બનાવે છે. પરંતુ અજાણ્યા જ પ્લાનમાં ભંગ કરવાં માટે રુદ્રની કારની પાછળ બે કારો સતત પીછો કરતી નજર આવતી હતી. રુદ્ર કારને માત આપવાં માટે ફુલ્લ સ્પીડમાં કાર ચલાવે છે. જેમાં ડરના કારણે પ્રિયા બેહોશ થઈ જાય છે......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ: ૪૧ જરૂર વાંચજો.....)

હવે આગળ......

ઘરની અંદર જતા જ પ્રિયાથી રહેવાયું નહીં. એણે રુદ્રનું ટીશર્ટ ખેંચતા કહ્યું, “ રુદ્ર !! મને ફ્રેશ બેશ નથી થવું. મને કહેશો શું થઈ રહ્યું છે? આ લોકો કોણ છે ? એ કોની ચામડી ઉખેડવા કહેતો હતો. અને આ આજી..?? અરે શું બની રહ્યું છે યાર..!!”

“ પ્રિયા પ્લીઝ. બધું નોર્મલ છે યાર. આપણે પહેલા ફ્રેશ થઈ જઈએ.” રુદ્ર પ્રિયાને શાંત પાડતા કહ્યું.

“મેં કીધું ને મને ફ્રેશ નથી થવું. મને એ સવાલ નો જવાબ આપો પહેલા.” પ્રિયા સખ્તાઈથી રુદ્રની સામે જીદથી કહ્યું.

એટલામાં જ પ્રશાંત આવી પહોંચ્યો અને કહેવાં લાગ્યો, “ભાઉ, બાથરૂમમાં ન ફાવે તો પાછળના બારણે જઈ શકો છો ફ્રેશ થવા માટે.” એટલું કહી પ્રશાંત બહાર જતો રહ્યો.

પ્રશાંતના ગયા બાદ રુદ્ર કહેવાં લાગ્યો, “ઠીક છે તને બધું જ કહું છું. પાછળ દરવાજો છે ત્યાં સુધી તો આવી શકે ને મારી સાથે?”

પ્રિયા એકપણ શબ્દ બોલવા વગર રુદ્રની પાછળ દોરવાઈ. બંને પાછળના દરવાજે આવી બહારની સાઈડ ઊભા રહ્યાં. અને ફરી પ્રિયાનું મૂડ બદલાયું. પ્રિયા જોઈ રહી હતી કે તે કોઈ આંબાનાં ઝાડના ઉપવનમાં આવી ગઈ હોય. બધે જ જગ્યે લીલું ઘાસ ઉગી નીકળ્યું હતુ. લીલોત્રી આંખોને ગમે એવી દેખાતી હતી. ક્યાકથી પક્ષીઓનો કલરવ સંભાળાઈ રહ્યો હતો.

“પ્રિયા તને અહીં હાથ મોં ધોવું ફાવશે.” પ્રિયાના વિચારોને ભંગ કરતાં રૂદ્રે કહ્યું.

“એટલે નહાવું હોય તો પણ ચાલશે.” પાણીની ડંકી પાસે આવી રૂદ્રે હળવી મજાક કરી.

“રુદ્ર !! તું વાત ને દુનિયા ના બનાવ.” પ્રિયાએ ગુસ્સે થઈને કહ્યું.

“અચ્છા વાતને ગોળ ગોળ ન ફેરાવ એમ ને.” રુદ્ર પ્રિયાને ચીડવતો જ જતો હતો.

“અરે જો તને મજા આવશે ત્યાંથી એક પાણીનો ઘડો નીચે રાખી દો પ્રિયા.” એટલું કહી રૂદ્રે પાણીના પંપને બંને હાથે પકડીને વજન આપીને નીચે ઉપર કરવાં લાગ્યો.

પ્રિયાએ ચુપચાપ બાજુમાં રાખેલો ઘડાને ડંકીના નીચે રાખ્યો.

“પ્રિયા તું પહેલા મૂડ સારું બનાવ. તો જ આ ઘડો પાણીથી જલ્દી ભરાશે.” રૂદ્ર તાકાત લગાડતો પંપને ઉપર નીચે કરતાં પ્રિયાના ગુસ્સે થયેલા ચહેરાને જોતાં કહી રહ્યો હતો.

ઘડો કેટલો પાણીથી હજુ ભરાયો છે એ જ નજરો ઝૂંકાવીને પ્રિયા જોઈ રહી હતી પરંતુ રુદ્રને એમ લાગતું હતું કે પ્રિયા ઘણી નારાજ થઈ છે.

“સ્ટોપ..” પ્રિયાએ હજુ તો ઘડો ભરાયો જ ન હતો ત્યાં અણધાર્યું કહી પાડ્યું. એટલું સાંભળતા જ રૂદ્રે પંપને છોડી દીધો.

એટલામાં જ પ્રિયાએ ઘડાને ડંકીના નીચેથી સરકાવીને હાથમાં ઊંચકી લીધો.

“ઓય્ય મેડમ શું કરો છો. આ ભરેલો ઘડો....ઓય્ય લપસી પડશે..પાછું ઘરે જવું છે કે નહીં..!!” રુદ્ર, ઘડો લઈને નજદીક આવતી પ્રિયાને બરાડા પાડતો હસતો કહી રહ્યો હતો.

ત્યાં જ પ્રિયાએ કહ્યું, “ મને ઉંચકાય છે કે નહીં એ જોઈ રહી છું.” એટલું કહી એણે પોતાના ડાબા કેડ પર ઘડો રાખ્યો અને તે હસી.

“એક ચીજ ખટકે છે. તારું જીન્સ ના બદલે નીચે સ્કર્ટ જોઈતો તો...” રુદ્રનું વાક્ય અધૂરું રહી ગયું અને ત્યાં તો જોતજોતામાં પ્રિયાએ પાણીથી અડધો ભરેલો ઘડો રુદ્રનાં માથા પર રેડી દીધો. એણે ઘડો ત્યાં જ રાખી દીધો અને મજા લેતી રુદ્રથી થોડે દૂર આવીને ઊભી થઈ ગઈ.

અચાનક નાંખેલું ઠંડા પાણીથી થોડીવાર માટે રુદ્ર હલબલી ગયો. ત્યારે જ રુદ્રની આંખો થોડી સેકેન્ડ માટે મીંચાઈ ગઈ હતી. એણે આંખો ખોલી અને માથા પરથી ટપકી રહેલું પાણીને હાથ વળે ચહેરાને સાફ કરતો ગયો. તે સાથે જ મોટે મોટેથી દૂર ઊભેલી પ્રિયાને જોઈને હસવા લાગ્યો. તે હસતાં હસતાં જ કહી રહ્યો હતો, “ પ્રિયા, આ બરાબર નહીં હા..હું ભીંજાઈ જાવ અને તું દૂરથી સુકીભઠ્ઠ થઈને મજા લુંટે. તને પણ ભીજાઉં પડશે.” એટલું કહીને રૂદ્રે ત્યાં જ પડેલો ઘડાને ડંકીના નીચે ફટાફટ રાખ્યો અને જેટલું બની શકે એટલો પાણીથી ભરી દીધો અને તે જ ઘડાને ઉચકીને તે હસતાં હસતાં પ્રિયા તરફ જવા લાગ્યો પરંતુ પ્રિયા ધીરે ધીરે દૂર ખસી રહી હતી. એક તરફ રુદ્ર પ્રિયાને જોઈને હસતો હતો અને પ્રિયા રુદ્રને જોઈને. રુદ્ર જાણી ગયો હતો કે પ્રિયા હાથમાં નહીં આવશે. એણે જેટલું બળ હતું એ બધું જ વાપરીને દૂરથી જ ઘડા માનું બધું જ પાણી પ્રિયા પર એક વાર નહીં પરંતુ પ્રિયા પૂરી રીતે ભીંજાઈ જાય એટલીવાર ફેંક્યું.

પ્રિયા પણ થોડી વાર માટે હલબલી ગઈ અને તે ત્યાં જ સ્થિર થઈને ઊભી થઈ ગઈ. રુદ્ર તે સાથે જ એની સામે આવીને ઊભો રહી ગયો અને પ્રિયાનો જમણો હાથ પકડી લીધો, “ કેમ હવે કેવું લાગે છે ?”

“રુદ્ર તે જ કીધું ને કે પ્રિયા તું પહેલા મૂડ સારું બનાવ.” અનાયસે જ રુદ્રને પોતાના નજદીક જોતાં પ્રિયા નાના બાળકની જેમ કહેવાં લાગી.

“ ઓહ્હ..!!” રુદ્રથી ફક્ત એટલું બોલી પડાયું. તે જોઈ રહ્યો હતો કે પ્રિયાનું તનબદન પૂરી રીતે ભીંજાઈ ગયું હતું. એના હોઠ પરથી પાણી નીતરી રહ્યું હતું. એની પાંપણ પરથી ધીરે રહીને પાણીનાં બુંદો ટપકતાં જતાં હતાં. એના ટીશર્ટ પર રહેલું પિંક આકારનું હાર્ટ જાડા રબરથી બનેલું હતું અને તે લીસું હતું એના પર પાણી રહેતું ન હતું. તે જ ફક્ત હાર્ટનો ભાગ સુકો લાગતો હતો. એનો છાતીનો ઉપસેલો આજુબાજુનાં ભાગનો વળાંક ટીશર્ટ સાથે ચપોચપ ચીટકી ગયા હતાં. રુદ્ર પહેલી વાર પ્રિયાની બેહદ સુડોળ કાયાને એકીટશે જોઈ રહ્યો. તે બેચેન બની રહ્યો હતો. એણે થયું કે આજ પળે એ પ્રિયાને પોતાની છાતી સાથે લગાવીને ભીંસી દે. એની તનબદન ભીની કાયાને ચૂમી નાંખે. એના હોઠો પરનાં પાણીથી પોતાની તરસ છીપાવે.

પ્રિયા થોડી વાર માટે તો એણી ઝીણી આંખોથી રુદ્રને જોતી રહી. રુદ્ર ચૂપ હતો. મૌન હતો.

“રુદ્ર ..!!” પ્રિયાએ કહ્યું.

પ્રિયાનો સ્વર સાંભળતા જ રૂદ્રે પોતાનું માથું જોરથી હલાવ્યું. તે જ સાથે વાળમાં રહેલુ પાણી પ્રિયાના આંખમાં તથા સમસ્ત ચહેરા પર ઉડ્યું.

“રુદ્ર વધારે નાટક નહીં કરો.” એટલું કહી રૂદ્રનો હાથ પ્રિયાએ ધીમેથી છોડાવ્યો. એ ફરી કહેવાં લાગી, “વાતાવરણમાં પહેલાથી જ ભીનાશ છે. બીમાર નથી પડવું. એન્જોય કરવાં આવ્યાં છીએ ને..!!”

“ ઓય આ પાણીની શરારત મેં ફર્સ્ટ સ્ટાર્ટ કરી ?” રૂદ્રે પૂછ્યું.

“હા મેં જ કરી છે મૂડ સારો કરવાં માટે.” એટલું કહી પ્રિયા થોડી હસી.

રુદ્ર, પ્રિયા સાથે હવે ફ્રેન્ડલી વર્તાવ કરતો થઈ ગયો હતો. રુદ્ર જયારે પહેલી વાર પ્રિયાને મળવા આવ્યો ત્યારથી તો હોસ્પિટલમાં એડમીટ હતી ત્યાર સુધી એણે સંબંધને એક લાઈનમાં અંકબંધ રાખ્યો હતો. ના તો તે કૂલ ફ્રેન્ડસ તરીકે વર્તતો હતો ના જે હમણાં વર્તી રહ્યો હોય તેવું એણે કોઈ પણ પ્રકારનું વર્તન રાખ્યું ન હતું . અરેંજ મેરેજ તરીકે જોવા આવેલો છોકરાની જેવી ભૂમિકા રહેતી તેવી રીતે એ વર્તતો હતો. પરંતુ પ્રિયા સાથે લાંબા અરસાની મુલાકાતો બાદ જાણે રુદ્ર એણે ઘણા વર્ષોથી જાણતો હોય તેવી રીતે ભળી ગયો હતો. એનું કારણ પણ પ્રિયા જ હતી. એણે લાગતું કે પ્રિયા હવે આ રિલેશનશીપને આગળ વધારવા માગે છે.

પરંતુ પ્રિયા તો પહેલાથી જ જેવી હતી તેવી જ એના સ્વભાવ પ્રમાણે રુદ્ર સાથે હરહંમેશ વર્તી અને વર્તતી.

રૂદ્રે પ્રિયાનો ફરી હાથ પકડ્યો અને એણે ધીમેથી ડંકીને ત્યાં તેડી ગયો. એ વિચારથી કે નીચે કાદવ કિચડ અને પોતે મસ્તી કરીને ઢોળેલું પાણીમાં પ્રિયા લપસી ના જાય.

“એટલી કેર કરો છો મારી એના કરતાં મને ઊંચકી જ લેતાં હોય તો..” પ્રિયા ત્રાંસી આંખ કરીને મલકમલક હસતાં કહી રહી હતી.

રુદ્ર થોડું ઘણું તો જાણતો હતો કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને પતિ પત્નીનો હક આવી જાય ત્યાં જ ફરમાઈશ પણ એક એક આવતી જાય.

પ્રિયાનું આવું કહેવું રુદ્રને ગમ્યું. પરંતુ હવે રુદ્ર થોડો ભાવ ખાતા કહી રહ્યો હતો, “ મેડમ, આ તમારી ફરમાઈશ છે? કે ફક્ત..!!”

“ફક્ત શું..” પ્રિયાએ પૂછ્યું.

“એ પછી કહીશ. ચાલ આપણાને જલ્દીથી રેડી થવું પડશે.” રૂદ્રે કહ્યું.

“રુદ્ર !! મારા મનમાં દોડી રહેલા ઘણા સવાલો મને પાગલ બનાવી રહ્યાં છે. તમે નહીં કહેશો ?” પ્રિયા ને જાણે એકાએક યાદ આવ્યું હોય તેમ ઝીદ્દી સ્વરે કહેવાં લાગી.

“હું કહીશ એ બધું પણ અત્યારે નહીં પ્લીઝ. ઘરે પહોંચીને. એ બધું જ જાણવું તારા માટે કામનું નથી.” રૂદ્રે કડક મિજાજથી કહ્યું. પછી ફરી નરમાશ સ્વરે કહેવાં લાગ્યો, “ પ્રિયા પ્લીઝ આપણે બધું ભૂલીને ચીલ મારવા આવ્યાં છે. એ વાત તું ભૂલી રહી છે.”

“ઓ.કે. “ પ્રિયા એટલું બોલી.

પ્રિયાની જિજ્ઞાસા વધતી જતી હતી. પરંતુ રુદ્રને જાણે એણે એવી રીતે ઓકે કહ્યું કે એ વાત હવે ભૂલી જ ગઈ છે.

પ્રિયા ઘરમાં રહેલા બાથરૂમમાં જઈને ફ્રેશ થઈને આવી. એણે હમણાં બ્લુ કલરનો મિડી ખિસ્સાવાળો સ્કર્ટ અને ઉપર ક્રીમ કલરનું ક્રોપ ટોપ પહેર્યું હતું. પ્રિયાના ફ્રેશ થયા બાદ રુદ્ર પણ ફ્રેશ થઈને આવ્યો. એણે લાઈટ સ્કાય બ્લુ રંગનું કોલરવાળું પ્લેઈન ટીશર્ટ પહેર્યું હતું જયારે નીચે ઓફ વાઈટ કલરનું શોર્ટ પેન્ટ અને એની ઉપર બ્રાઉન રંગનો બેલ્ટ માર્યો હતો. એમ જ લાગતું જાણે રુદ્ર સ્ટાઈલીશ કોલેજ બોય હોય.

પ્રિયા, રુદ્રને પહેલીવાર આવા ડ્રેસ કોડમાં જોઈ રહી હતી. તેણે લાગતું હતું કે તે રુદ્ર તરફ મોહી રહી હતી.

બંને જણા હોલમાં આવીને લાકડાનાં બનેલા સોફા પર ગોઠવાયા. ત્યાં જ પ્રશાંતે બંનેને ઉપમાથી ભરેલી પ્લેટો આપી સાથે જ ચાહથી ભરેલા કપ ટેબલ પર મુક્યા. અંકુશ પણ ત્યાં જ ગોઠવાયો. બીજી બધી વાતો કરીને નાસ્તાને ન્યાય આપી બધા જ ઘરની બહાર નીકળ્યા.

“ભાઉ, તમારી કારમાં જઈએ ને ? અહીંયાથી એ ગામડું અડધો કલાકનાં અંતરે આવેલું છે.” અંકુશે ઘરની બહાર નીકળતા કહ્યું.

“હાં પણ સંભાળીને. મને એમ લાગે છે કે તેઓ હજી નજીક જ આટાફેરા કરતાં હશે.” રૂદ્રે ઈશારો કરતાં કહ્યું.

રુદ્રનો કહેવાનો મતલબ હતો કે તે પીછો કરનારા આ જ એરિયામાં અમને શોધતા આવતાં હશે. પરંતુ તે પ્રિયાની સામે બોલી નાં શક્યો. પરંતુ અંકુશ રુદ્રની વાતને સમજી ગયો હતો.

“ભાઉ, આપ બેફીકર રહો. હું ડ્રાઈવ કરી લઈશ અને મેઈન રોડના બદલે ગામડામાં પડતા રસ્તેથી લઈ જઈશ.” અંકુશે કહ્યું.

રુદ્ર પ્રિયાનો સામાન ફરીથી કારમાં ગોઠવામાં આવ્યો અને અંકુશે કાર બહાર કાઢી. પ્રશાંત, અંકુશ સાથે ગોઠવાયો અને બંને જણા બેસતાની સાથે જ વાતે વળગ્યાં. રુદ્ર અને પ્રિયા બંને પાછલા સીટ પર જઈ બેસ્યા પરંતુ સફર દરમિયાન ચૂપ રહ્યાં હતાં.

પ્રિયા, કારમાંથી ડોકિયું કરી બહારનો નઝારો જોઈ રહી હતી. ગામડામાંથી પડતો રસ્તામાં આવતાજતા લોકો, હરિયાળીને તે જોતી જ રહી હતી. તેમ જ વરસાદી મૌસમના કારણે ફ્રેશ ઠંડી હવા તે પોતાના ચહેરા પર સમાવા માગતી હોય તેમ બહાર ચહેરો કરી આંખ બંધ કરી રાખી હતી. એની સિલ્કી ઝુલ્ફો હવાની સ્પીડમાં ઉડી રહી હતી. રૂદ્રે આખા સફર દરમિયાન તેણે ફક્ત નિહાળવાનું કામ કર્યું હતું. એના ગમા અણગમા વિષે જાણવાનો પ્રયત્ન કરતો હતો.

રૂદ્રે કાનમાં ઈયરફોન લગાવ્યો હતો. પ્રિયાને એમ લાગ્યું કે રુદ્ર કદાચ બોર થઈ રહ્યો હશે એટલે એણે એક સાઈડનો ઈયર પ્લગ રુદ્રના કાનમાંથી લઈ પોતાનાં કાનમાં રાખ્યો. એ સાંભળવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ એણે કઈ સંભળાયું નહીં. રૂદ્રે એના તરફ જોયું અને પ્રિયાથી હસી પડાયું.

“એમ જ નાખ્યું છે. અરે કુછ તો બજા.” પ્રિયાએ મોટી સ્માઈલ આપીને કહ્યું.

“હાં એમ જ રાખ્યું છે. હું નથી ચાહતો કે તને જયારે ધ્યાનથી નિહાળું ત્યારે મારું મન બીજી કોઈ ફીલિંગ્સમાં અટવાય.” રૂદ્રે પ્રિયાની આંખોમાં પ્રેમથી જોતાં કહ્યું.

“શું તમે મને જોઈને મેડિટેશન કરી રહ્યાં છો.” પ્રિયાએ પૂછ્યું.

“હાં એવું જ સમજ, તું મારા માટે ભગવાન છે.” રુદ્ર શાંત સ્વરે કહેવાં લાગ્યો.

“રુદ્ર મજાક નહીં.” પ્રિયાએ એટલું કહીને કારની બહાર નજર કરી.

થોડીવારે પ્રિયા કહેવાં લાગી, “રુદ્ર આપણે ક્યાં જઈ રહ્યાં છે?”

“હા પ્રિયા આપણે પહોંચશું એટલે તને બધું જ ખબર પડશે.” રુદ્ર નાના બાળકની જેમ પ્રિયાને સમજાવતો રહ્યો.

અંકુશ જયારે ગામડાની ગલી આવતી ત્યારે સંભાળીને ધીમે રહીને કાર ચલાવતો જતો હતો.

પ્રિયા રુદ્રના વાતથી કંટાળી અને બડબડી, “ હજુ કેટલું સસ્પેન્સ રાખશે કોણ જાણે??” એટલું કહી તે ટાઈમપાસના માટે પોતાના બંને હાથોનાં આંગળાઓથી દિલ હાર્ટનો શેપ બનાવા લાગી. રુદ્ર, પ્રિયાના આ બધા જ નખરાં જોઈ રહ્યો હતો. અચાનક રુદ્રને પણ મસ્તી ચડી. તેણે પ્રિયાનો જમણા સાઈડનો હાથ નીચે કરી દીધો. એટલે પ્રિયાનો ડાબા સાઈડનાં આંગળીઓનો ભાગ હાલ્ફ હાર્ટનાં શેપનો દેખાઈ રહ્યો હતો. ત્યારે જ રૂદ્રે પોતાના જમણા હાથની આંગળીઓથી હાલ્ફ હાર્ટનો શેપ કરી પ્રિયા સાથે જોડ્યો. બંનેનાં હાથની આંગળીઓથી એક હાર્ટ તૈયાર થયો. બંને ક્યાય લગી એ હાર્ટને જોતાં રહ્યાં. જાણે એ બંનેની આંગળીઓનો સ્પર્શ પોતાપોતાનાં દિલમાં જઈને લવનો કરંટ આપી રહ્યાં હોય તેમ બંને મહેસૂસ કરતાં હતાં.

“ભાઉ, ગામ આવી ગયું.” જાણે અંકુશે બંનેનાં પ્યારની રમતમાં ખલેલ કર્યું હોય તેમ કહેતા કારને સ્ટોપ કરી.

બંનેને ધ્યાન જ ન રહ્યું કે ગામડું ક્યારે આવી ગયું. પરંતુ બંને પાસે અત્યારે કંઈ પણ બોલવા માટે શબ્દો ન હતાં. ફક્ત એકમેક તરફ નજરોની આપલે દ્વારા પ્રેમ દર્શાવતા જતા હતાં.

પ્રિયા અને રુદ્ર જોઈ રહ્યાં હતાં કે તેઓ એક ધર્મશાળામાં આવી પહોંચ્યા હતાં. ધર્મશાળાનું મેદાન અને આજુબાજુનો પરિસર એકદમ સ્વચ્છ જણાઈ આવતું હતું.

પ્રશાંત, બધાને એક કમરામાં તેડી ગયો. ત્યાં જ સફેદ સ્વચ્છ ગાદી પર બેઠેલા એક જાજરમાન શ્વેત રંગની કોટન સાડીમાં વૃદ્ધા બેસેલા દેખાયા. પ્રશાંત, અંકુશ, અને રુદ્ર તેમને જઈને પગે લાગ્યાં.

પ્રિયા આ બધું જ અસમજમાં દૂર ઊભી જોઈ રહી હતી. રૂદ્રે પ્રિયાને હાંક મારતા બોલાવી અને કહ્યું, “ પ્રિયા, ‘આજી’ આદિત્યનાં દાદીમાં. પરંતુ એમને બધા ‘આજી’ કહીને સંબોધે છે.

(ક્રમશઃ .. )