Kayo Love - 38 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ: ૩૮

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

કયો લવ ભાગ: ૩૮

કયો લવ ?

ભાગ (૩૮)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ?” ભાગ: ૩૮

ભાગ (૩૮)

“ ખોલને દરવાજો… પ્રિયા પ્લીઝ… પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું.… પ્રિયા કરગરતી હતી. ”

(ભાગ: ૩૭ માં આપણે વાચ્યું કે આદિત્યએ સોની સામે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખવા તો આવ્યો હતો પણ તે બોલી ના શક્યો. બીજી તરફ પ્રિયા અને રુદ્ર ભીની મોસમમાં એકાંત પળ માણવા માટેનો બહાર જવાનો પ્રોગ્રામ ગોઠવાય છે... ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૩૭ જરૂર વાંચજો.....)

હવે આગળ......

“અભી નહીં...” રિધીમાએ સૌમ્યને જોવા વગર શાંતિથી ઉત્તર આપ્યો.

“ઠીક હેં અબ કભી ભી નહી હોગા ઐસા.… લેકીન રિધીમા મુજે યે સબ કરને સે પહેલે હી નાં બોલના તો ચાહિયે...!!” સૌમ્યએ વધુ ગુસ્સો ઠાલવ્યો.

રિધીમા ચૂપ રહી. જયારે, સૌમ્ય બેડ પર આડો પડીને રિધીમા વિષે અનેકો વિચાર એક સાથે કરવાં લાગ્યો કે, “ રિધીમા, મને ઉત્તેજિત કરીને દર વખતે ના કેમ પાડે છે?”

સૌમ્ય વિચારોમાં જ પડયો હતો ત્યાં તો રિધીમાએ સૌમ્યનો હાથ ખેંચ્યો અને લાડમાં જ કહેવાં લાગી, “ચલિયે ના, અબ કિતના આરામ કરના હેં....”

“જા મેં નહીં આતા..” સૌમ્યએ છણકો દેખાડ્યો.

સૌમ્ય જ્યાં સુધી બેડ પરથી ઉઠ્યો નહીં ત્યાં સુધી રિધીમા એણે ખેંચી રહી. સૌમ્ય ઉઠ્યો અને ફ્રેશ થવા બાથરૂમ તરફ ગયો. રિધીમા પોતાનાં ઘરે જવા માટે આતુર હતી. તેણે ફટાફટ બેગ રેડી કરી દીધી અને સૌમ્યની રાહ જોવા લાગી.

અડધો કલાકના અંતરે તેઓ રિધીમાના ઘરે પહોંચ્યા. ઘરને ખુલ્લું જોતાં જ રિધીમાએ અચરજ અનુભવ્યું. એ વિચારવા લાગી કે રોબર્ટ છુટી ગયો કે શું? કે સના અહિયાં છે...!! તે ધીમા પગલે અંદર પ્રવેશી, સામે જોયું તો બાજુવાળાં માસી ઘરની સાફસફાઈ કરતા હતાં. રિધીમા જોરથી ચિલ્લાવી, “ મૌસી....” કહીને એ ભેટી પડી. રિધીમાને કેટલા વર્ષો બાદ જોતાં મિશ્રિત લાગણીઓથી માસીના આંખોમાંથી અશ્રુઓ છલકાવા લાગ્યાં સાથે રિધીમાં પણ રડી રહી હતી.

બંને જણા હર્ષના આંસુઓથી છુટા પડ્યા. માસી એણે ઉપરથી નીચે જોતી રહી અને થોડું મલકાયા બાદ રિધીમાના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું.

માસીએ એણે કહ્યું, “ રોબર્ટના પકડાયા બાદ પોલીસે અહિયાં આવીને ચેક કર્યું હતું. ઘરની ચાવી તો મારી પાસે હતી જ એટલે એક દિવસ તો તું આવશે જ એમ તારી રાહમાં અઠવાડિયામાં એક વાર ઘરની સાફસફાઈ કરતી રહેતી અને જો આજે અચાનક તું આવી પહોંચી ને...!!”

બંને એકમેકને જોતાં જ ઘણા આનંદિત થઈ ઉઠ્યા હતાં એવામાં જ બહાર ઊભેલા સૌમ્ય તરફ માસીનું ધ્યાન ગયું. ઝીણી આંખો કરીને એકધારૂ જાણે કઈ યાદ કરતી હોય તેવી રીતે તેણે સૌમ્ય પર નજર ઠરવી.

“ઓહ્હ !! માઉસી… તો સૌમ્ય આ હેં. વિસરૂન ગેલી કા ..?” રિધીમાએ માસીને યાદ અપાવતા કહ્યું.

“હો કાય...!! સૌમ્ય...!!” માસીએ યાદ કરતાં કહ્યું,

રિધીમા એણે અંદર ખેંચી લાવી અને સૌમ્યનાં હાથમા પકડેલી બેગને એક તરફ રાખી દીધી.

સૌમ્ય હાથ જોડીને માસીને નમસ્કાર કર્યાં.

“હો… ઓઓ… કીતી બારીક ઝાલા રે બાળા...” માસીએ સૌમ્યને આવકાર આપતા કહ્યું.

એટલું સાંભળતા જ રિધીમા હસી અને કહ્યું, “ માઉસી બારીક નાય ગ..આતા બરોબર આ હે..”

રિધીમા સાથે જયારે ઘણા વર્ષો પહેલા સૌમ્ય અવારનવાર ઘરે આવતો ત્યારે માસી સાથે એમણી ઓળખાણ થઈ હતી ત્યારે એનું શરીર ઘણું ભરાવદાર હતું. સૌમ્યને આ વાત ત્યારે ઘણી ખટકતી હતી અને ત્યારે એણે એમ પણ લાગતું હતું કે એના આવા જાડિયાપણાથી છોકરીઓ એણે ભાવ નથી આપતી સાથે જ એણે છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ કરવામાં પણ શરમ આવતી. રિધીમાએ એણે એક વાર મજાકમાં કહ્યું હતું, “પહેલે અપને શરીર કો તો ઠીક કરો, લડકિયા ઔર મરેગી..”

સૌમ્યને એ વાત મનમાં બેસી ગયેલી. બિઝનેસમેન થતાં જ સૌમ્યએ જીમ જોઈન કર્યાં બાદ માંસલવાળું કસરતી શરીર બનાવેલું. એ હમણાં એક હેન્ડસમ ચમકતો યુવાન દેખાતો હતો. એનો પ્રભાવ અલગ પ્રકારનો જ હમણાં લાગતો હતો.

માસીએ ઘણી ના પાડી તો પણ રિધીમા, માસી સાથે સાફસફાઈમાં પરોવાઈ ગઈ. એમ તો માસી ઘરની સાફસફાઈ અવારનવાર કરતા એટલે ઘર ચોખ્ખું જ જણાતું હતું. રિધીમાએ ઘરનાં બારી બારણા બધું જ ખુલ્લા રાખી દીધા હતાં. સૌમ્ય બાજુમાં રહેતી માસીને ત્યાં બેસીને બિઝનેસ રિલેટેડ વાતો ફોન પર જ પતાવતો જતો હતો. સાફસફાઈ કરતાં જ અને બધું જ વ્યવસ્થિત કરતા સાંજ પડી ગઈ હતી. માસીના આગ્રહથી બંને જણાએ રાતનું ભોજન એમણે ત્યાં જ કર્યું. બંને જણા રાતના ટહેલવા માટે બહાર નીકળી ગયા હતાં. આવીને જોયું તો માસીએ બેડ પર નવી નકોર બેડશીટ ગોઠવેલી હતી.

“સૌમ્ય, મેં યહાં રહુંગી અબ..” રિધીમાએ જાણે ફેંસલો સંભળાવ્યો હોય તેવી રીતે વિશ્વાસથી કીધું.

“આર યુ સ્યોર..” રિધીમાનો ચહેરો વાંચતા સૌમ્યએ કીધું.

બંનેનો સંવાદ હિન્દી અને ઈંગ્લીશ ભાષામાં થઈ રહ્યો હતો.

“હા હું અહિયાં જ રહીશ. મારા મોમ ડેડની યાદો જોડાયેલી છે આ ઘરમાં..” એટલું કહી રિધીમાથી રડી પડાયું.

સૌમ્યએ સાંત્વના આપતા કહ્યું, “ રિધીમા, મને થોડો સમય આપજો. મારા મોમ ડેડ માની જાય એટલે આપણે ઝડપથી લગ્ન કરી લઈશું.”

“હા પણ ત્યાં સુધી તો હું અહિયાં રહી જ શકું ને..!!” રિધીમાએ રડમસ સ્વરે કહ્યું.

“રિધીમા પ્લીઝ !! આપણી ફરી મુલાકાત સંજોગવશ થઈ ચૂકી તો થઈ ચૂકી છે. હું કોઈ હવે રિસ્ક લેવા નથી માંગતો તમને આમ એકલા છોડીને. હું તમને ફરી ખોવા નથી માંગતો.” ચિંતાતુર સ્વરે સૌમ્ય કહેવાં લાગ્યો અને તે બોલતાં અટક્યો.

“રોબર્ટ ભલે જૈલમાં હશે. પણ એણી ટોળીઓ ક્યાં ક્યાં છવાયેલી છે એની ના તો મને કે તમને જાણ છે. પ્લીઝ રિધીમા થોડે દિન યહાં રહ કર વાપસ મુંબઈ ચલે જાયેંગે.” સૌમ્યએ પણ અંતિમ ફેંસલો સંભળાવ્યો હોય એવા ટોન માં કીધું.

“સૌમ્ય...!!” એટલું કહી રિધીમા ચૂપ રહી.

“હું થાક્યો છું મને ઊંઘ આવે છે ક્યાં સુવાનું છે મારે ..? બહાર હોલ માં..?” સૌમ્યએ પ્રશ્ન પૂછ્યો.

રિધીમાએ પણ અનાયસે કહી જ દીધુ, “ હા બહાર.” એટલું કહી રિધીમા તકિયો, ચાદર, ધાબળો લઈને વ્યવસ્થિત પથારી કરીને આપી. સૌમ્ય થાક્યો હતો. એ તો પથારીમાં નીચે પડતાં જ ઘસઘસાટ ઊંઘી ગયો. રિધીમા બેડરૂમ માં જઈને આડી પડી પરંતુ એનો જીવ બેચેન થઈ રહ્યો હતો. તે સુઈ જ સકતી ના હતી. એમતેમ પડખા ફેરવતી ઊંઘવા માટે મંથતી રહી. રોબર્ટ આવો ખરાબ નીકળ્યા બાદ અને એના કારણે જ ડેડનું ગૂમ થવું એ જ દિમાગમાં સતત ઘૂમતું રહેતું અને સૌમ્ય સાથે હોવા છતાં પણ એ પોતાને એકલી મહેસૂસ કરી રહી હતી.એ પરેશાન થઈ ગઈ હતી. એવામાં જ અડધી રાત થઈ ચૂકી હતી. રિધીમા બેડ પરથી હવે ઊઠી જ ગઈ હતી અને સૌમ્યને ત્યાં જઈને સુઈ ગઈ. સવારે સૌમ્ય ઉઠ્યો ત્યારે ખબર પડી કે રિધીમા પોતાને વળગીને ઊંઘતી હતી.

સૌમ્ય સારી રીતે જાણતો હતો કે રિધીમા કેમ ઉદાસ રહે છે. પરંતુ એણી ઉદાસીને એ દૂર કરવાં માંગતો હતો.

સૌમ્ય રિધીમાનાં ચમકીલા ઇનોસન્ટ ચહેરાને ક્યાય લગી જોતો રહ્યો. તે કપાળ પર કિસ કરવાં જતો જ હતો ત્યાં તો એના મોબાઈલ ની રીંગ વાગી. એણે તરત કોલ રિસીવ કર્યો અને ધીરેથી રિધીમાનો હાથ બાજુએ રાખી તે ઊભો થઈ ધીમેથી વાત કરવાં લાગ્યો.

સવારના રિધીમાને ઉઠતાં જ લેઈટ થઈ ગયું હતું. સૌમ્ય માસીને ત્યાં જ નાહી ધોઈ નાસ્તો કરીને તૈયાર થઈને બહાર નીકળી ગયો હતો. ઉઠતાંવેત જ માસીએ કહ્યું હતું, “ રિધીમા, નાસ્તો કરી ફટાફટ રેડી રહેજે સૌમ્ય આપણે બંનેને ક્યાંક લઈ જવા માટે કહ્યું છે.”

એક કલાક બાદ સૌમ્ય આવ્યો અને રિધીમા, માસીને સાથે લઈને એક બંગલે પહોંચ્યો. રિધીમા માટે ગોવા અણજાણ ન હતું. પરંતુ તે જે બંગલે અત્યારે આવી પહોંચી હતી એના વિષે કંઈ સમજાતુ ન હતું. બંગલા પરથી લાગી રહ્યું હતું કે તે નવો જ હમણાં બન્યો છે.

બંગલાના ગેઈટની અંદર એન્ટર થતાં જ સામેથી એક સ્ત્રી આવતાં દેખાઈ. જે દેખાવે સુંદર તો હતી જ પરંતુ એમણી હાઈટ કમી લાગતી હતી. વાળ છુટા ખબા સુધી હતાં. એમણે સિમ્પલ કોટનનો આછા પીળા કલરનો સ્કર્ટ પહેર્યો હતો જયારે ઉપર વાઈટ કલર પર આછા પીળા રંગના ટપકાનું ગોળાકાર ગળાનું ફૂલ બાયનું શરીરે ચોટી જાય એવું ચપોચપ ટીશર્ટ પહેર્યું હતું.

રિધીમાએ જેવી સામે આવતી સ્ત્રીને જોયું કે તરત જ એમણી તરફ ભાગી, “ માર્યા.… માર્યા આંટી.… ઓહ્હ...!!”

બંને જણા ભીંજાયેલી આંખો દ્વારા પ્રેમથી ભેટી પડ્યા. અંકલ થોમસ પણ પાછળથી આવ્યાં. તેઓ પણ રિધીમાને ગળે મળ્યાં. આખું વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. માસી પણ રડી રહ્યાં હતાં. સૌમ્ય રિધીમાને ચૂપચાપ એક ખૂણે ઊભો રહી જોઈ રહ્યો હતો.

“ હેય સૌમ્ય પ્લીઝ કમ..!! અંકલ થોમસ સૌમ્યને ભેટતા કહ્યું, “ આઈ, રિઅલી થેંક યુ સો મચ ડીયર.”

“માર્યા આંટી !! યે નયા બંગલો કબ ખરીદા...? ” ગમગીન વાતાવરણને હળવું કરવાં રિધીમાએ કહ્યું.

“બંગલો ખરીદા નહીં, નયા બનાયા ગયા હૈ...!!” અંકલ થોમસે હિન્દીમાં એક એક શબ્દને જીભથી ઉપરની તરફ ઉચાર્યા.

“કિસી ખાસ કે લિયે...” માર્યા આન્ટીએ સૂર પુરાવ્યા.

“ઓહ્હ… અચ્છા..!! રિધીમાએ આશ્ચર્યથી ડોકું ધુણાવ્યું.

સૌમ્યએ અચાનક માર્યા આંટી તરફ આઈબ્રો ઊંચી કરી પ્રશ્નાર્થ નજરે ઈશારો કર્યો.

“રોઝ, ચલો મેં આપકો પૂરા બંગલો દિખાતી હું...” માર્યા આન્ટીએ કહ્યું.

“નહીં આંટી ઐસે નહીં..” સૌમ્યએ કહ્યું.

રિધીમાને હમણાં કોઈની વાતો સમજાતી ન હતી. શું બની રહ્યું છે એ જ વિચારોના અસમજસમાં પડી જતી.

સૌમ્યએ પાછળથી જ રિધીમાના આંખે પટ્ટી બાંધી દીધી અને કહ્યું, “ રિધીમા, તારા માટે સરપ્રાઈઝ છે એટલે ચુપચાપ જ્યાં લઈ જાય ત્યાં ચાલ અમારી સાથે.”

પટ્ટી બાંધતા જ રિધીમાથી હસી પડાયું, “ ક્યાં હેં સૌમ્ય?” આંખની પટ્ટી પર હાથ લગાડતા કહ્યું.

“ચલો અબ ચુપચાપ.” સૌમ્યએ એણે આગળ લઈ જતા કહ્યું.

સૌમ્યએ રિધીમાનો જમણો હાથ પકડ્યો હતો જયારે માર્યા આંટીએ ડાબો. એમ કરીને એણે ધીરે ધીરે લઈ જવામાં આવી. એમના પાછળ થોમસ અંકલ અને માસી ધીરે ધીરે ચાલી રહ્યાં હતાં.

બંગલાના મુખ્ય દ્વારને પાર કરતાં બધા જ લિવિંગ હોલમાં આવી પહોંચ્યા. રિધીમાને એક સોફા ચેર પર બેસાડવામાં આવી. રિધીમાની આંખોની પટ્ટી હજુ પણ ઉતારી ન હતી. સૌમ્યએ રિધીમાની સામેસામ બેસેલા વ્યક્તિના ચહેરા પર રિધીમાના હાથ સ્પર્શ કરાવ્યાં અને પૂછ્યું, “ રિધીમા, પહેંચાન પાઓંગે ના ?”

રિધીમાએ સામેના વ્યક્તિના ચહેરાને બંને હાથો દ્વારા સ્પર્શ કરતાં જ એણે સુંવાળી ચામડી બાદ ઝીણી દાઢીનો અહેસાસ થવા લાગ્યો. તે થોડું નીચે આવતાં જ ગળાની ચામડી મુલાયમ પાતળી લાગવા લાગી. જાણે એણે કોઈ ઘરડા વ્યક્તિને સ્પર્શ કર્યો હોય તેવું લાગવા માડ્યું. થોડે નીચે આવતાં જ હાથનો સ્પર્શ કર્યો. રિધીમાએ હાથના સ્પર્શને કેટલી વાર પણ પોતાના હાથો દ્વારા જાણે તપાસતી હોય અને પોતાને ખાતરી જ ન થઈ રહી હોય તેવી રીતે જોર જોર થી તપાસવા લાગી.

બંધ આંખો પરની પટ્ટીમાંથી અચાનક આંસુની ધારા વહેવા લાગી. સૌમ્યએ તત્કાલ પટ્ટી ખોલી નાંખી. એણે સામેના વ્યક્તિને જોવા વગર જ તેના પગનાં નીચે પડી ગઈ. અને આંખો બંધ કરીને જ હિપકા ભરતી રડતી રહી. એના ગળામાં ડૂમો બાઝી ગયો હતો એ જોરથી અવાજ કાઢવા માંગતી હતી પરંતુ તેનાથી બોલાયું નહીં એ રડતી રહી. સૌમ્યએ એણે ઉઠાડી અને એ વ્યક્તિના બાજુમાં બેસાડી. એની આંખો હજુ પણ બંધ હતી એણે એમ લાગતું કે તે કોઈ સપનું જોઈ રહી હતી તે ફક્ત હિપકા ભરતી રડતી જ રહી.

માસીએ રિધીમાને પાણી પીવડાવ્યું. તે રડીને એક્દમ લાલ થઈ ગઈ હતી.

“રોઝ આંખે ખોલીએ, અપને ડેડ કે સામને દેખો રોઝ..!!” માર્યા આન્ટીએ રોઝ ને હલાવીને કહ્યું. કેટલું કહેવાં બાદ રિધીમાએ ભીંજાયેલી બંધ આંખોને ધીરેથી ખોલી. અને એના પ્યારા ડેડની સામે જોયું. એના ડેડ પ્રસન્ન મુદ્રામાં ભીંજાયેલી આંખોથી રોઝને જોઈ રહ્યાં હતાં.

રિધીમાએ આંખો ખોલી અને ઊભી થઈને ડેડને ગળે વળગી પડી. જોરથી રડતાં જ ચીસ પાડી, “ ડેઅઅઅઅ...ડ..!! એમના ડેડના માથે એ ચુમતી રહી, “ડેડ ક્યાં હતાં તમે? ક્યાં હતાં...?” એ પ્રશ્નો પૂછતી રહી.

“રો....ઝ.” તેઓ ફક્ત એટલુ જ બોલ્યા. અને પ્રેમથી રિધીમાને લાડ કરતાં રહ્યાં.

રિધીમાના ડેડથી હવે વધારે બોલાતું ન હતું. તે બોલતાં પરંતુ ધીરે ધીરે ધીમે સ્વરે બોલતાં. એવી માહિતી અંકલ થોમસે વાતચીત દરમિયાન આપી.

સૌમ્યએ વચ્ચે જ ટાપસી પૂરી, “ થોમસ અંકલ!! સરપ્રાઈઝ ભારી પડા, રોઝ ખુશ હોને કે બજાય રો રહી હેં.” એટલું સાંભળી માર્યા આન્ટીએ રોઝને હળવી ટપલી મારી.

રિધીમા થોડી હસી. પણ હવે નાના બાળકની જેમ તે પાછી ડેડને વળગી ગઈ અને વળગીને જ ડેડને આમતેમ હલાવતી રહી, “ઓહ્હ ડેડ..લવ યુ સો મચ.”

લાગણીભર્યો માહોલ હવે થોડો હળવો થઈ રહ્યો હતો .

સૌમ્યએ ટુંકમાં વાત માંડી, “ રિધીમા, મને ગોવા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે તમારા ડેડ વિરેન મળી ગયા છે. પરંતુ તું ઓલરેડી એટલી થાકી હતી અને રોબર્ટના ચક્કરમાંથી હમણાં જ નીકળી હતી એટલે તને વધારે પોલીસ સ્ટેશનના ભાગદોડથી દૂર રાખી અને હું અને થોમસ અંકલે તે બધું જ સંભાળી લીધું.

“ડેડ ક્યાંથી મળી આવ્યાં તને ખબર છે રિધીમા ?” સૌમ્યએ આશ્ચર્યથી પૂછ્યું.

રિધીમાએ વિસ્મય નજરે સૌમ્ય ભણી જોયું.

“શૈલેશ..” સૌમ્યએ ટુંકો ટચ જવાબ આપ્યો.

“યુ મીન પાછલા કેટલા વર્ષોથી ડેડ ગોવામાં શૈલેશને ત્યાં હતાં ?” રિધીમાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં માથે હાથ રાખી પ્રશ્ન પૂછ્યો.

“હા. ડેડ ને છુપાવીને રાખ્યાં હતાં.” સૌમ્યએ કહ્યું.

“તો અમે ક્યાં હતા ત્યારે ?” રિધીમા પોતાને ઠપકો આપતી હોય તેમ બળબળી.

“રોબર્ટ શાતિર દિમાગનો નીકળ્યો. એણે બધાને ગોળ ગોળ ફેરવ્યા છે રિધીમા. અને એ શૈલેશનો બચ્ચો એનાથી પણ વધુ શૈતાન નીકળ્યો. એ પણ હવે સડે જ છે જૈલના સળિયાના પાછળ.” થોમસ અંકલે ઉચ્ચા સાદમાં ઈંગ્લીશમાં કહ્યું.

“ચાલો જે થઈ ગયું એ થઈ ગયું. એ બધી વાતો કરીને મન દુઃખ શા માટે કરવું. આપણે બધા ગોડ ને પ્રે કરીએ કે હવે જે બધું થાય એ સારું જ થાય..” એટલું કહી માર્યા આન્ટીએ બધાને શાંત પાડ્યા.

ડેડ અને રિધીમાને થોડા સમય માટે એકલા મૂકી દેવામાં આવ્યાં. સૌમ્ય બહાર અંકલ સાથે ગોઠવાયા. જયારે માસી અને માર્યા આંટી બપોરના ભોજનની તૈયારી માટે કિચન તરફ વળ્યા.

ભોજન થયા બાદ બધા જ હળવા મૂડમાં બેઠા હતાં ત્યારે અંકલ થોમસ જાણે જાહેર કરતા હોય તેમ વચ્ચે જ ઊભા થઈ ગયા અને કહેવાં લાગ્યાં, “ આજે એક ખુશખબર પણ થઈ જાય. માર્યા અને મને તો કોઈ સંતાન નથી જ. પણ અમે બન્ને જ્યારથી બંને બાળકો રોબર્ટ અને રોઝ નાના હતા ત્યારથી જ અમારા બાળકો છે એમ માની લીધેલું, પરંતુ અફસોસ રોબર્ટ...!! એટલું કહી તેઓ અટક્યા અને થોડું દુઃખ જાહેર કર્યું અને ફરી તેઓ કહેવાં લાગ્યાં, “ મેં પહેલા પણ કીધું છે અને હમણાં પણ કે રોઝના લગ્ન થશે એટલે એના નામે જેટલી પ્રોપર્ટી કરવાની છે એ કરી દઈશું. એના આ એક ભાગ રૂપે રોઝ માટે બંગલો બનાવાની ક્યારની શુરૂઆત કરી લીધી હતી પરંતુ વિરેન, રોઝના ગૂમ થયા બાદ બંગલાનું બાંધકામ અધૂરું છોડ્યું હતું પરંતુ રોઝ મળી ગઈ છે આ સમાચાર મને ગોવા પોલીસ દ્વારા જાણ થઈ ગઈ હતી. એટલે એ જ ખૂશી માં અમે ફરી બાંધકામ પૂરું કરાવ્યું. અને તને સરપ્રાઈઝના રૂપે ડેડને તારી સાથે મેળાપ કરાવ્યો અને આ બંગલો તને આજે ભેટ આપવામાં આવે છે.”

“પણ મારા લગ્ન ક્યાં થયા છે ?” રિધીમાએ ઝટથી કહ્યું.

“તારી બધી જ વાત અમને ખબર છે. સૌમ્યના ઘરે અમે બહુ જલ્દી તારો રિશ્તો લઈને જવાના છે.” માર્યા આંટીએ રિધીમાના ગાલ ખેંચતા કહ્યું.

રિધીમા સૌમ્ય તરફ નજર કરીને થોડી શરમાઈ.

“તો આજ થી આ તમારો બંગલો. છોકરાઓ એન્જોય કરો તમારી લાઈફને.” અંકલ થોમસે રિધીમા સૌમ્ય ને સંબોધતા કહ્યું.

બંને જણા થોડા શરમાયા અને અંકલ થોમસ સામે પ્યારભરી નજરે જોયું.

“સાંજે વિરેનને અમે લઈ જઈએ છીએ. એ થોડા મહિના સુધી અમારે ત્યાં રહેશે મને પણ મારા મિત્ર સાથે સમય ગાળવો છે.” અંકલ થોમસે કહ્યું.

“અંકલ નહીં!! ડેડ તો હું જ્યાં રહીશ ત્યાં જ રહેશે.” રિધીમાએ કહ્યું.

“ડેડને થોડા મહિના સુધી અમારે ત્યાં રહેવા દો...!! એમ પણ સામેના બંગલે જ તો રહેવાના છે. તું સૌમ્ય સાથે લગ્ન પહેલા જ ટાઈમ સ્પેન્ડ કર, એકમેકને જાણો અને મુંબઈ ગોવામાં આવતાં જતા રહો. બરાબર ને સૌમ્ય.!!” માર્યા આન્ટીએ રિધીમાને સમજાવાની કોશિશ કરી.

“હમ્મ..” રિધીમાએ ફક્ત એટલું જ કહ્યું.

સૌમ્ય, માર્યા આંટી, થોમસ અંકલ થતાં ડેડ વિરેન અને માસી એ બધા જ ચાહતા હતાં કે રોઝ હવે હળવીફૂલ થઈને જીવનનો આનંદ માણે. એણે જીવનમાં દુઃખ સિવાય, અને વેઠવા સિવાય કોઈ પળ ખુશીની માણી ન હોતી એટલે તેઓ બધા જ ચાહતા હતાં કે રોઝ પોતાની નવી લાઈફ હસી ખુશીથી જીવે.

સાંજે બધા છુટા પડી પોતાના ઘરે ગયા. જયારે રિધીમા અને સૌમ્ય બંગલામાં એકલા રહી ગયા.

બધાના જવા બાદ રિધીમા આભાર વ્યક્ત કરવા માટે સૌમ્યને ગળે વળગવા જ જતી હતી ત્યાં તો સૌમ્ય એના હાથોને હટાવીને દૂર જતો રહ્યો.

રિધીમાને, સૌમ્યની આ અજીબ હરકત ખબર ના પડી કે તે શું કહેવાં માંગે છે?

“ક્યાં હુવા અબ સૌમ્ય..?” રિધીમાએ નારાજગી દેખાડી.

“તું રડે બહુ યાર. તને સરપ્રાઈઝ આપવાં માટે તો મેં કેટલું બધું છુપાવીને રાખ્યું તારાથી, એકલો બધું જ કરતો રહ્યો. મને નહીં ખબર હતી કે તું ખુશ થવાના બદલે આટલા બધા કિંમતી આંસુઓ એક જ દિવસમાં વહાવી દેશે.” સૌમ્ય થોડું સહજતાથી પછી મલકાતા સ્વરે કહ્યું.

“અચ્છા!! આંસુઓ એક જ દિવસમાં વહાવી દેશે ? એટલે...? મારે હજુ બીજા દિવસે રડવું જોઈએ એમ?” રિધીમા હવે મજાકનાં મૂડમાં આવી ગઈ હતી.

“હા...” એટલું કહી સૌમ્ય ભાગ્યો.

બંને ભાગતા મસ્તી કરતાં બેડરૂમ તરફ પહોંચ્યા.

રિધીમા એકદમ મૂડમાં આવી ગઈ હતી. તે બેડ પર પડતા જ મજાકમાં ગીત ગાવા લાગી, “ હમ તુમ એક બંગલે મેં બંધ હો, ઔર....ઔર...”

“ઔર રિધીમા ખો જાયે..” સૌમ્યએ સૂર પુરાવ્યો.

“ઔર સૌમ્ય ખો જાયે...” રિધીમાએ પણ સૂર પુરાવ્યો અને પછી હસી.

હસતાં હસતાં જ તે સૌમ્યને કિસ કરવાં માટે ગાલ તરફ વળી, પરંતુ સૌમ્યએ એણે નજદીક આવવા ન લીધી અને પડખું ફેરવતા કહ્યું, “ રિધીમા હું સુઈ જાઉં છું. ઘણો ભાગ્યો છું તારા સરપ્રાઈઝના ચક્કરમાં...”

“હા તો રાત કો સોના અભી ક્યાં હૈ..?” રિધીમાએ સૌમ્યના ચહેરાને પોતાના તરફ વાળતાં કહ્યું.

“ઊંઘવા સિવાય બીજું કામ પણ નથી અહિયાં. એટલે તમે પણ આરામ કરો અને હું પણ..” એમ કહી સૌમ્ય ફરી પોતાનો ચહેરો ઘુમાવી દીધો.

“સૌમ્ય..” એટલું કહી રિધીમા સમજી ગઈ કે સૌમ્યને ઘણી વાર રોકતા તે પાછો પોતાની તરફ આવશે જ નહીં.

તેણે પાછળથી સૌમ્યના કાનના કિનારે ધીરેથી જીભ લગાડી. સૌમ્ય થોડો છંછેડાયો. પરંતુ ડ્રામા એવી રીતે કરતો રહ્યો જાણે એણે કંઈ થયું જ નાં હોય અને ઊંઘવા માટેનો ઢોંગ કરતો રહ્યો. રિધીમા પણ બધું જ જાણતી હતી કે સૌમ્ય એટલા જલ્દી માનવા વાળો નથી.

તે થોડા કાનના ઉપરની તરફ ગઈ અને ધીમેથી બટકું ભર્યું. તેણે હળવેથી સૌમ્યનો ચહેરો પોતાના તરફ વાળ્યો અને આખા ચહેરા પર પહેલા ધીરે ધીરે કિસ કરી પછી એ જ કિસોને ગેલ માં આવી ઝડપથી કરવાં લાગી.

સૌમ્ય એમાં પણ જાણે શાંતિથી સૂતો હોય તેમ આંખો બંધ જ રાખી હતી.

રિધીમા, સૌમ્યના ગરદન, ગળા પર ચુંબનો એક પછી એક કરતી રહી અને ધીમેથી સૌમ્યનાં આંખો તરફ પણ નજર કરતી રહી કે એણે આંખો ખોલી છે કે નહીં.

પરંતુ સૌમ્ય એવો જ સ્થિર થઈને પડી રહ્યો હતો.

અચાનક રિધીમાએ સૌમ્યનાં શર્ટના બટનો ખોલી નાખ્યાં. અને હળવેથી સૌમ્યના પેટ પર બેસી ગઈ. અને ધીરેથી પોતાની છાતીનો ભરાવદાર ભાગ સૌમ્યના ખુલ્લા બદન પર અડાવ્યો અને તીવ્રતાથી એના હોઠોને ચુમતી રહી. તે ક્યાય લગી સૌમ્યનાં હોઠને ચુમતી રહી. તે કિસ કરતી હવે ધીમેથી સૌમ્યના નાભી સુધી પહોંચી ગઈ હતી બરાબર તે જ સમયે ઉત્તેજિત સૌમ્યએ રિધીમાનાં વાળમાં હાથ નાંખ્યા અને હળવેથી ચહેરો ઉપર કર્યો. રિધીમાની નશીલી આંખોને સૌમ્ય જોતો રહ્યો. એણે હળવેથી રિધીમાને પોતાના પરથી ઉતારી નીચે બેડ પર સૂવડાવી એ પોતે રિધીમાના ચહેરાને કિસ્સોથી ભરી દીધી. રિધીમાએ જે શર્ટના બટનો ખોલ્યા હતાં એણે ફટાફટ સૌમ્યએ ઉતારી દીધો.

(ક્રમશઃ ..)