Mare mara mummi-pappa badalva chhe in Gujarati Children Stories by Radhi patel books and stories PDF | મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે...!!

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે...!!

મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે...!!

રોહનની માર્કશીટ લઇને ઘરે આવતા જ તેની મમ્મીએ બેગ પછાડી અને કહ્યું, ‘રોહન, ધીસ ઇઝ વેરી બેડ, ઓન્લી એઇટી સીક્સ પર્સંટ......!!’

‘નો, મમ્મા એઇટી સીક્ષ પોઇંટ નાઇન એન્ડ આઇ એમ ઓન નાઇન્થ પોઝીશન ઇન માય ક્લાસ...!!’ રોહન ગર્વથી પોતાનું રીઝલ્ટ કહી રહ્યો હતો.

પણ તેના મમ્મી તેના પરિણામથી ખુશ નહોતી.

‘યુ નો.. બીફોર નાઇન ધેર આર એઇટ સ્ટુડેન્ટ...!!’

‘નો મમ્મા, ધેર આર ઇલેવન સ્ટુડેન્ટ અપ ટુ એઇટ રેન્ક...!!’ રોહને થોડી સ્પષ્ટતા કરી.

‘ઓહ.. રોહન તુમ મુઝે ઐસે કહ રહે હો કી તુમને કોઇ એવોર્ડ લેને વાલા કામ કીયા હૈ.....!! નહી.. નહી ઇતના કમ રીઝલ્ટ નહી ચલેગા.... ફ્રોમ ટુડે યોર નેક્ષ્ટ સ્ટાંડર્ડ પ્રીપરેશન વીલ સ્ટાર્ટ.. યોર રીઝલ્ટ ગોઇંગ વેરી પુઅર ફ્રોમ લાસ્ટ થ્રી ઇયર્સ...! ઇન ધીસ વેકેશન નો પિકનીક.. નો ગીફ્ટ... નો મોબાઇલ... નો ટીવી.... યોર મેમરી પાવર ઇમ્પ્રુવમેન્ટ ટ્યુશન સ્ટાર્ટૅ ફ્રોમ ટુમોરો... એન્ડ અબ સીક્સથ સ્ટાન્ડર્ડૅમે ઐસા રીઝલ્ટ નહી ચલેગા....!!’ રોહનનાં પાંચમા ધોરણનાં પરિણામે તો જાણે તેની મમ્મીની બધી અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હોય તેમ નિસાસો નાખ્યો.

‘બટ.... મમ્મા... આઇ વાન્ટ....!!’ રોહનના શબ્દો હવે મમ્મીના ગુસ્સા સામે લાચાર બની ગયા હતા.

‘અને તારા ડેડીને આ રીઝલ્ટની જ્યારે ખબર પડશે ત્યારે તો.....!!’ મમ્મી રોહનને જાણે ડરાવી રહી હતી.

‘બટ... મમ્મા...!!’

‘શટ યોર માઉથ, નો સિંગલ વર્ડ.. ગો ઇન ધ રુમ એન્ડ ડુ પ્રીપરેશન ફોર હેન્ડ રાઇટીંગ...! આઇ એન્ડ યોર ડેડ ડુ ટુ મચ વર્ક એન્ડ પે હાયર ફી ઓલ્સો... બટ યુ આર નોટ સિરીયસ.. ઔર ઐસા હી રહા તો તેરા કુછ ભી નહી હોને વાલા..!’ મમ્મીના ફાંકડા અંગ્રેજીમાં રોહન બિચારો કઠપુતળી બની ગયો હતો.

રોહન તેના મિત્રો સાથે રમવા જવા ઇચ્છતો હતો. પણ આજે સ્કુલથી પરિણામ લઇને ઘરે આવતા આખા’ય રસ્તામાં અને છેલ્લે ઘરે પણ મમ્મીએ તો તેનો ઉધડો જ લઇ લીધો હતો.

’મમ્મા... મૈ પહલે સામને વાલે ઋત્વિક કા રીઝલ્ટ દેકર આતા હું. ઉસકો બુખાર હૈ, ઇસલીયે મૈ હી ઉસકી માર્કસીટ લેકર આયા હું.’ રોહન તેની મમ્મીથી દુર થવા માંગતો હતો અને તેને કારણ મળી ગયું.

‘ઓકે.. મગર જલ્દી આના.. ઉસકા રીઝલ્ટ ક્યા આયા હૈ...?’ મમ્મીએ રોહનને દરવાજે રોકતા જ કહ્યું.

રોહને તેના હાથમાં રહેલી માર્કસીટ સામે નજર કરી અને કહ્યું, ‘નાઇન્ટી ફોર પોઇન્ટ સેવન. સેકન્ડ રેન્ક ઇન ક્લાસ.’

નેવુંની સીરીઝમાં ઋત્વિકનું રીઝલ્ટ સાંભળતા જ ફરી મમ્મીનો પિત્તો ગયો, ‘ દેખ, કિતના બ્રિલિયન્ટ હૈ.. પુરા દિન મન લગાકે પઢાઇ કરતા હૈ.. ઔર એક તુ હૈ જો....!!’ રોહનને હવે મમ્મીના શબ્દો નહોતા સાંભળવા એટલે તે દરવાજાથી જલ્દી બહાર નીકળી ગયો.

સામેના જ ફ્લેટમાં રહેતા ઋત્વિકનો ડોરબેલ વગાડતા જ ઋત્વિકની મમ્મીએ દરવાજો ખોલ્યો. ‘અરે, આવ બેટા રોહન..’ ઋત્વિકની મમ્મી સ્પષ્ટ ગુજરાતી જ બોલતી. તેને અંગ્રેજી નહોતું આવડતું.

‘આન્ટી, આ ઋત્વિકનુ રીઝલ્ટ આપવા આવ્યો છું.’ રોહને માર્કશીટ બતાવી.

‘એ ત્યાં ટેબલ પર મુકી દે. ઋત્વિકને સારુ થશે એટલે જોઇ લેશે.’ મમ્મી ઋત્વિકના બેડ પર તેને માથા પર હાથ ફેરવી રહી હતી.

‘આન્ટી, હું તમારી પાસે બેસું. તમે મારા માથામાં હાથ ફેરવશો ? મને તે બહુ ગમે છે.’ રોહન ખરેખર નિર્દોષ હતો.

‘અરે, બેટા, આવને તું પણ મારો દિકરો જ છે.’ ઋત્વિકના મમ્મીએ રોહનને પાસે બેસાડ્યો અને માથા પર હાથ ફેરવવા લાગી.

‘આન્ટી, વ્હાય યુ નોટ સી રીઝલ્ટ… આઇ મીન તમે ઋત્વિકનું રીઝલ્ટ કેમ જોયું જ નહી ?’ રોહને નિર્દોષ પ્રશ્ન કર્યો.

‘અરે, બેટા આ રીઝલ્ટ તો પછી જોઇ લઇશ. મને તો આ ટકાવારીની રેસ જોવી ગમતી જ નથી.’ ઋત્વિકના મમ્મીના એક વાક્યના જવાબમાં તો રોહન પોતના મમ્માના હંટર જેવા શબ્દો યાદ આવી ગયા.

‘પણ, જો રીઝલ્ટ સારુ નહી આવે તો આગળ જિંદગીમાં કશું કરી જ ન શકાય’ને ?’ રોહને ફરી પોતે સાંભળેલા શબ્દોને પોતાના પ્રશ્નમાં રજુ કર્યો.

ઋત્વિકની મમ્મીએ તેને સમજાવ્યું ‘નહી, બેટા, કોણે કહ્યું કે એક પરિક્ષામાં રીઝલ્ટ ઓછુ આવે કે જિંદગીમા કશુ ન કરી શકાય...! આ રીઝલ્ટ તો કાયમ બદલાયા કરે, ભણવું એટલે વધારે રીઝલ્ટ લાવવું એમ નથી હોતું. તમારે આ ઉંમરે આમ મોટા માણસ બની જવાની કોઇ જરુર નથી. બાળપણની મજા કરો.....!’

હજુ તેમના શબ્દો પુરા થયા નહોતા ત્યાં ઋત્વિકના ડેડી આવી ગયા. રોહનને જોઇને તેમને વ્હાલથી ગાલે ટપલી મારી, ‘કેમ છે રોહન ? ઋત્વિકને સવારે જ અચાનક તાવ ચડી ગયો...! તેને સારુ થાય એટલે રમજો..!’

‘અંકલ.. આજે તમારી ઓફીસમાં રજા છે ?’ રોહને પુછ્યું.

‘નહી.. તો આ તો ઋત્વિકને સારુ નહોતું એટલે થયું કે લાવ આજે તેની પાસે જ રહું એટલે મે રજા લીધી છે.’ ઋત્વિક તેના ડેડીનો અવાજ સાંભળીને બેઠો થયો.

‘અરે, રોહન... શું રીઝલ્ટ આવ્યું ?’ ઋત્વિકે તરત જ પુછ્યું. ‘અરે આ વર્ષે તું ફર્સ્ટ નથી આવ્યો. સેકન્ડ નંબર છે.’ રોહને તરત જ જવાબ આપ્યો.

રોહનનો જવાબ સાંભળી ઋત્વિકના ચહેરા પર થોડી ઉદાસી દેખાઇ તો તરત જ તેના મમ્મી-પપ્પા તેની પાસે આવી ગયા. ‘અરે બેટા, કોણ કહે છે કે દર વર્ષે ફર્સ્ટ જ આવવું જોઇએ. ડોન્ટ વરી.. તને યાદ છે’ને પેલો ભગવદ ગીતાના શ્લોક કર્મણ્ય વાધીકારસ્તે મા ફલેષુ કદાચન..!! યુ એન્જોય યોર વેકેશન.’ તેના ડેડીએ તેના હાથમાં નવી લાવેલી ગેમ્સ મુકીને ઋત્વિકને ખુશ કરી દીધો.

‘અંકલ એ શ્લોક કયો છે ? મને સમજાવશો ?’ રોહને તેમના સંસ્કૃત શબ્દો ન સમજાતા પુછી લીધું.

રોહનની વાત સાંભળી ઋત્વિકની મમ્મીએ કહ્યું, ‘ બેટા, ભગવદગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જ કહ્યું છે, આપણને માત્ર મહેનત કરવાનો અધિકાર છે. ફળની કોઇ આશા ન રાખવી.’

રોહન કદાચ, બધુ નહી સમજ્યો હોય પણ તે ઉભો થયો અને કહ્યું, ‘થેન્ક્યુ.. અંકલ- આંટી. હું જાઉં છું.’ તે પોતાના ફ્લેટ તરફ ગયો...

પપ્પા ઘરે આવી ગયા હતા. તેમના હાથમાં માર્કશીટ હતી. મોમ અને ડેડ ડીસક્સન કરી રહ્યા હતા, ‘ધીસ ટાઇમ રોહન ડાઉન ટુ પરસન્ટ બીલોવ, હી ઇઝ નોટ સિરીયસ એન્ડ ઓલ્સો હી નોટ કોન્સન્ટ્રેટ ઓન સ્ટડી.... આઇ ડિસાઇડ વી સુડ ચેન્જ સ્કુલ એન્ડ પર્સનલ કોચીંગ ટીચર ઓલ્સો.....!!’

રોહનને રુમ તરફ આવતો જોઇ તેના ડેડીએ પણ ફરી તેને પરિણામનાં બે ટકાના ફેરફાર માટે જાણે દેશની પ્રગતિ અટકી જવાની હોય તેટલું ભાષણ આપ્યું.

અને બન્ને એકસાથે છેલ્લે કહ્યું, ‘રોહન તું જ નક્કી કરી લે તારે શું બદલવું છે ? સ્કુલ ? ટ્યુશન ટીચર કે તારા રખડેલ ફ્રેન્ડસ...???

રોહને ધીરેથી નિસાસો નાંખતા કહ્યું. *‘આઇ વોન્ટ ટુ ચેન્જ માય પેરેન્ટ્સ....!! (મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે...!!)’*

અને તે જ ક્ષણે રોહનના ડેડીના હાથમાં રહેલી માર્કશીટ હવામાં લહેરાઇને ફર્સ પર પડી ગઇ અને મમ્મી-ડેડી બન્ને સોફા પર ફસડાઇ પડ્યા....!!

***