Kayo Love - 37 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ: ૩૭

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કયો લવ ભાગ: ૩૭

કયો લવ ?

ભાગ (૩૭)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ?” ભાગ: ૩૭

ભાગ (૩૭)

“ખોલને દરવાજો… પ્રિયા પ્લીઝ… પ્રિયા ફોર ગોડ સેક… દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ… વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું.… પ્રિયા કરગરતી હતી. ”

***

(ભાગ: ૩૬ માં આપણે વાચ્યું કે રોનકે રુદ્ર પ્રિયાના સંબંધોમાં તિરાડ પાડવા માટે નીલ સર નામનું શંકાનાં પ્યાદુંથી વાર કરી જોયું પરંતુ તેના ખેલની પહેલી જ બાજીમાં તેણે હાર મળી હતી, તે ફરી એક વાર છંછડાઈ ગયો હતો.… ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૩૬ જરૂર વાંચજો.....)

***

હવે આગળ...

આદિત્યએ હમણાં ગંભીર થઈને કહ્યું, “ સોની!! મને કોઈ પ્રપોઝ મારતા નથી આવડતું ભ’ઈ. જે બોલું એ ફટથી મોઢા પર બોલું. ઘણી છોકરીઓને છોકરાઓ તરફથી પ્રેમની મીઠી ચીકની ભાષામાં વાતો કરે એ ગમતી હશે. મારામાં એવું કઈ નથી. રોમાન્ટિક કોણે કહેવાય એ પણ મને નથી ખબર. હું એવો જ છું સાદો માણસ. હું આપને પસંદ હોઉં તો આ રીંગ હું તને પહેરાવા માગું છું.”

સોની અવાચક થઈને આદિત્યને જોતી રહી.

પરંતુ મિશ્રિત લાગણીઓ વાળો સોનીનો ચહેરો વાંચતા આદિત્યને અંદરથી ભારે ગભરામણ થવા લાગી. તેણે ડર હતો કે સોની ના પાડશે તો એણે એક સારી મિત્રતા પણ ખોવા પડશે.

સોની વધારે વિચાર નહીં, હું આ વાત માટે કોઈ દબાવ નથી કરી રહ્યો. હા!! મારું આવું કરવું જરા ઝડપી લાગ્યું હશે.પણ લગ્ન માટે નથી કહી રહ્યો. જયારે તારી મરજી હોય ત્યારે લગ્ન થશે. તારું એજ્યુકેશન, તારો જોબ, તારી કારકિર્દી તું બધા પર પહેલા ધ્યાન આપજે. એ બધું જ પૂરું કરજે. એના પછી જો તને એમ લાગે કે હું તારા માટે જ બનેલો છું. તો મને.....” એટલું કહી આદિત્ય અટક્યો. એ બોલતાં થોથવાયો. જીવનમાં પહેલી વાર એવું બન્યું હશે કે તે કોઈ છોકરી સામે આવી રીતે વિશ્વાસથી બોલી ના શક્યો. આદિત્યની ઘણી સ્ત્રી મિત્રો હતી, પરંતુ તે સોની સામે વધારે બોલી શક્યો નહીં.

આદિત્યનાં કપાળે અચાનક પરસેવો થવા લાગ્યો. ટેબલ પર પડેલા ગ્લાસમાં રહેલું બધું જ પાણી પીધા બાદ આદિત્ય થોડો શાંત થયો.

આદિત્ય કોઈ પણ કામ કરવાં માટે પાછળ ક્યારે પણ ના જોતો. એ હંમેશા ધગશથી રહેતો. પરંતુ આજે એણે લાગતું હતું કે આ કામ તો ઘણું મુશ્કેલ છે.!! થોડા મહિનાની મુલાકાતવાળી છોકરી સામે પ્રેમ નો ઈઝહાર કરવાનો, એણે ભેટ આપવાનો, એણી સામે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખવાનો!! પરંતુ આ ત્રણેમાંથી એક પણ આદિત્ય કરી શક્યો ના હતો. આવ્યો તો હતો પુરા જોશ અને હોશ સાથે સોની સાથે ફ્રેન્ડશીપ કરવાં માટે એણે રીંગ પહેરાવા માટે..!! પરંતુ એ ચૂપ રહ્યો.

આદિત્યે સોની સામે જે રીંગ ધરેલી હતી એણે ફરી પેક કરીને પેપર બેગમાં રાખી દીધી, અને સાથે લાવેલો ફૂલનો ગુલદસ્તો પણ બેગમાં જ રાખી દીધો. પૂરી બેગ જ આપતાં સોનીને કહ્યું, “ સોની, આમાં કેટલાક ગિફ્ટસ,ચોકલેટ્સ અને રીંગ પણ મેં અંદર જ રાખી દીધી છે. જયારે તને એમ લાગે કે આદિત્ય સાથે જ મારે લગ્ન કરવું છે ત્યારે આ રીંગ મને સોંપી દેજે. હું પ્રેમથી તને આ રીંગ પહેરાવીશ. પરંતુ મને લાગે છે કે મારું આવું અચાનક વર્તન તને ગમ્યું નહીં. સોરી.” આદિત્ય બોલી ગયો.

સોની તો ચૂપચાપ જોતી જ રહી ગઈ.

બંનેએ જાણે મૌન વ્રત પાડ્યો હોય તેમ એક પણ શબ્દ કાઢયા વગર ચૂપ થઈને બેસી રહ્યાં.

વેઈટર બિલ મૂકી ગયો. આદિત્યે ચુપચાપ બિલ પે કરી દીધું.

એ બોલ્યો, “ તને જ્યુઝ જ ભાવે. લગન પછી જોજે પોતાને...!! તું કેવી થવાની છે.” એટલું કહી આદિત્ય ફરી અટક્યો.

એક તરફ આદિત્યે સોનીને જાણે પોતાની પત્ની જ માની લીધી હોય તેમ સપનામાં રાચતા વિચાર કરવાં વગર કઈ પણ બકતો જતો હતો. અને બીજી તરફ રુદ્ર પ્રિયાને હરહાલમાં પામવા માટે કેટલા વર્ષોથી જાણે તપસ્યા કરી રહ્યો હોય એમ ફળના ઈન્તેઝારમાં શાંત થઈને રાહ જોતો હતો.

“સોની ચાલ હવે, વધારે મને જ ના જોયા કર..!!” આદિત્ય ખુરશી પરથી ઉઠતાં કહ્યું.

આદિત્ય પેપર બેગ ઊંચકવા જ જતો હતો ત્યાં સોનીએ એણે રોક્યો.અને પોતે એ બેગ ઉઠાવી લીધી. અને ઊભી થઈ ગઈ. આદિત્યની આંખોમાં જોઈને કહેવાં લાગી, “ તમને સાચ્ચે જ પ્રપોઝ કરતાં નથી આવડતું.” એટલું કહીને સોનીએ આદિત્યનાં કપાળ પર હળવી ટપલી મારી અને બહારની તરફ જવા લાગી. આદિત્ય નાસમજ ની જેમ એણી પાછળ પાછળ ગયો. સોની બહાર મોકળાશ જગ્યે ઊભી રહીને ચહેરા પર થોડી ગંભીરતા લાવી કહેવાં લાગી, “આદિત્ય, લગ્નની વાત આમ જ નથી થઈ રહેતી. હું મારા મોમ ડેડ ની એક જ સંતાન છું. હું મારા કરિયર વિષે ઘણું વિચારેલું છે. એમાં મારા મોમ ડેડ ના પણ ઘણા સપનાં અને ઈચ્છાઓ જોડાયેલી છે અને હું એ બધાને સમ્માન આપું છું કેમ કે મને અહિયાં સુધી પહોંચાડવા માટે એમણી ઘણી મહેનત છે.”

“મતલબ તારી હાં છે. આખો મામલો અટકે છે તો તારા મોમ ડેડ ને ત્યાં ?” આદિત્યે પૂછ્યું.

સોનીએ મોટી આંખોના પલકારા માર્યા, “આદિત્ય ..!!”

આદિત્ય ક્યારે મજાક કરી લેતો ક્યારે ગંભીર થઈ જતો એની ખબર જ ના પડતી.

“આદિ.… આદિત્ય!! શું છે આ બેગમાં?” ગિફ્ટસ, ચોકલેટ્સ અને.....” સોનીએ બેગને જોતાં પૂછ્યું.

“અને રીંગ...” આદિત્યે કહ્યું. તે જ પળે સોનીએ ઊચું જોયું અને આદિત્યની આંખોમાં ઊંડે સુધી ક્યાય લગી જોતી રહી.

“શું કહ્યું તે? આદિ..!! આદિ નામ ગમ્યું મને. એ જ નામથી બોલાવ મને.” આંખોમાં જોઈ રહેલી સોનીને આદિત્યે પ્રેમથી કહ્યું.

“આદિત્ય પ્લીઝ આ અમાનતની જેમ મારાથી સચવાશે નહીં. આ આખી બેગ તમારી પાસે રાખી દો. કોણ જાણે મારું કરિયર બનાવતાં અને મોમ ડેડ ને મનાવતા આમાં કેટલો સમય લાગી જાય!!” સોનીએ આદિત્યને બેગ આપતાં ચિંતાતુર થતાં કહ્યું.

“ઓહ્હ, તો ફક્ત એટલું જ ને કરિયર અને મારા સાસ સસુર..!! સોની તું ફક્ત મારું દિલ સાચવજે. બીજું મારા પર છોડી દે...” આદિત્યે ઉત્તેજિત સ્વરે કહ્યું.

સોની, આદિત્યની બધી જ વાતોથી વિચારમાં પડી જતી. અને ખરેખર ધડપડ જીવ વાળો આદિત્યની વાતો પણ તેવી જ રહેતી.

એમ તો બંને જણા એકમેકનાં દિલમાં કઈ લાગણી છુપાયેલી છે એ સારી રીતે જાણતા હતાં. તેઓ બંને એકમેકનાં દિલને સમજી ગયા હતાં પરંતુ હોઠો પર શબ્દો વળે લાવ્યાં ન હતાં.

“આદિ પ્લીઝ કોઈ ગેરસમજ નહી રાખતો. હું કોઈ પ્યાર વ્યાર માં નથી.” સોનીએ નજરો છુપાવીને કહ્યું.

“ગેરસમજ તું કરી રહી છે સોની. હું તો છોકરી જોઈ રહ્યો છું પરણવા માટે. તું પસંદ પડી એટલે કહ્યું.” આદિત્યે ફરી હળવી મજાક કરી.

“એના પછી તે ગંભીર થઈને કહેવાં લાગ્યો, “ સોની તું બેફીકર રહે. તારા સ્ટડીઝમાં ધ્યાન આપ. હું જોઈ લઈશ એ બધું. પણ ત્યાં સુધી આ બેગ તારી પાસે જ રાખ.” એમ કહીને આદિત્યે તે બેગ સોનીને પકડાવી દીધી. અને બંને જણા પ્રિયા રુદ્રની રાહ જોતાં હસી મજાકની વાતો કરવાં લાગ્યાં.

***

“ક્યાં બાત હેં રુદ્ર..!! ચહેરે પર ઇતની ચમક...!! કિસ બાત કી??” પ્રિયાએ ચેર પર ગોઠવાતાં જ રુદ્રની ખીલ્લી ઉડાવી.

“તારા સ્પર્શથી...!!” પ્રિયાએ રુદ્રનો પહેલી વાર હાથ આજે પકડ્યો હતો એ સ્પર્શનાં અહેસાસને યાદ કરતાં રૂદ્રે કહ્યું.

“અચ્છા..!! એમ...!! આટલું કહેતાં પ્રિયાની આંખો નીચે ઝુકાઈ ગઈ.

“તારા આટલા સ્પર્શથી આટલું તો..… આગળ તમે જ વિચારી લેજો મારું શું થવાનું છે એ....” રુદ્ર ધીમે રહીને વાતો કરી રહ્યો હતો.

પરંતુ બંને આવી વાતો કરતાં અજીબ પ્રકારનું માદક ખેંચાણ અનુભવી રહ્યાં હતાં.

ત્યાં જ વેઈટર બે કપ કેપ્ચિનિનો કોફી મૂકી ગયો.

“શું થવાનું છે....??” પ્રિયા ન જાણતી હોય તેવી રીતે પૂછ્યું.

“આજે વાતાવરણ ખુલ્લું છે પણ પ્રિયા ચાલ ને આ ભીની મોસમમાં આપણે ક્યાંક ફરીને આવીએ...ફક્ત હમ ઔર તુમ.” રૂદ્રે છેલ્લા વાક્ય પર ભાર આપ્યો.

“જવામાં વાંધો નથી, પણ બહેકી ગયા તો...!! મારા સ્પર્શથી આટલું તો....તમારા સ્પર્શથી મારું શું થશે..… તમે તો કન્ટ્રોલમાં રહો છો પણ હું ના રહી શકી તો....” પ્રિયાએ રુદ્ર કરતાં પણ માદકભરી નજરે જવાબ આપ્યો.

બંને માનસિક રીતે અને શારીરિક રીતે એકમેકને પામવા આતુર થઈ રહ્યાં હતાં. પ્રિયા પોતે જાણતી હતી કે તે રુદ્રને ચાહે છે. એણે સરપ્રાઈઝ કરવાની હતી કે તે રુદ્ર સાથે લગ્નનાં બંધનમાં જોડાવાની છે પરંતુ તે ફાઈનલ એક્ઝામ સુધી સિક્રેટ રાખવા માગતી હતી. એટલે તે આ વાત પર ચુપકીદી હરહંમેશ સેવી રહી હતી.

રૂદ્રે જરા કડક શબ્દોમાં કહ્યું, “ હું તને જરા પણ ટચ નહીં કરું પ્રિયા. આટલા વર્ષોથી તને એવું મારા વર્તનમાં અસ્વસ્થ જેવું લાગ્યું હોય તો તમે વિચારી શકો છો.” પછી નાના બાળકની જેમ રુદ્ર મનાવતો કહેવાં લાગ્યો, “પ્રિયા પ્લીઝ તમે એકપણ વાર મારી સાથે આવ્યાં નથી ફરવા માટે. આવોને મારી સાથે...એક ફ્રેન્ડશીપના નાતે..”

“ચાલ ઠીક છે. બટ નો ટચ ઓ.કે. હું તમને વચ્ચે ત્રણેક દિવસની કલાસીસમાં છુટ્ટી હશે એ દિવસો માટે જણાવીશ.” પ્રિયા પોતે પણ એકાંત પળ રુદ્ર સાથે માણવા માંગતી હતી પરંતુ તે દર વખતે પોતાની જાતને આ બધાથી દૂર રાખતી હતી પણ આજે એણે કહી જ દીધું.

“ઓ.કે ડન.… જો જો હા ફરી નહીં જતા.” રૂદ્રે એણે ફરી યાદ અપાવ્યું.

“હા ઓ.કે.પણ આ ફર્સ્ટ અને લાસ્ટ વાર. એના પછી ફરી નહીં કહેતા કે ફરવા જવું છે. ફાઈનલ એકઝામ્સ છે રુદ્ર !! યુ નો વેરી વેલ..!!” પ્રિયાએ ટોકતા કહ્યું.

પ્રિયા ભણવામાં હોશિયાર હતી પરંતુ તે ભણેશ્રી ન હતી. તે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરીને ભણતી. હાર્ડ વર્ક બટ સ્માર્ટ વર્ક માં તે માનતી. તે આખો દિવસ જ ભણ ભણ ન કરતી હતી. એમ પણ એણે આગળ ભણવામાં રસ ન હતો. બટ આ બોર્ડની એક્ઝામમાં એણે ટોપ કરીને દેખાડવું હતું. એ કર્યા બાદ એણે આગળ શું કરવું છે એની દુવિધામાં તે રહેતી પરંતુ તેણે કોઈ જ રસ્તો હમણાં સુધી જડ્યો ન હતો. પરંતુ એણે આ બધું પછીની વાત પર છોડી દીધું હતું.

કોફીને ન્યાય આપી બંને જણા આદિત્ય સોની રાહ જોતાં હશે એમ વિચારી ઝડપથી કોફી શોપથી બહાર નીકળ્યાં. આ બધી વાતોમાં રુદ્ર ફર્જી કોલ વાળી અગત્યની વાત પ્રિયાને કહેવાં ભૂલી ગયો હતો.

રુદ્ર ,આદિત્ય,સોની, પ્રિયા પાછા કલાસીસને ત્યાં જ આવીને મળ્યા.

પ્રિયાએ હળવી મજાક કરી, “ શું થયું સોની વેલેન્ટાઇન ડે મનાવી લીધો?”

બધા એકસાથે હસી પડ્યા.

બધા રુદ્રની કારમાં ગોઠવાયા. સોની અને પ્રિયાને એમની બિલ્ડીંગને ત્યાં છોડી આદિત્ય સાથે રૂદ્રે પોતાના ઘરના માર્ગે કાર ભગાવી મૂકી.

***

રિધીમા એટલે કે રોઝ અને સૌમ્ય ગોવા પહોંચી ગયા હતાં. ગોવાની ધરતી પર પગ મુકતા જ રિધીમા ઝૂમી ઊઠી હતી. તે ખૂશીમાં જ સૌમ્યને વળગી પડી. “ ઓહ્હ..સૌમ્ય !!.… થેંક યુ!!

રિધીમા અને સૌમ્યની વાતચીત ઈંગ્લીશ અને હિન્દીમાં થતી હતી.

“બોલો, હવે ક્યાં જવું છે?” સૌમ્યે શાંતિથી પૂછ્યું.

“મેરે ડેડ કે ઘર..” એટલું કહી ખુશાલ રિધીમાના ચહેરા પર દુઃખની છાયા દેખાવા લાગી.

“એક કામ કરીએ પહેલા અહિયાં નજદીકની હોટેલમાં જઈને ફ્રેશ થઈ ખાઈ પી લઈએ અને પછી જઈએ?” સૌમ્યે રિધીમાને જ પૂછી જોયું.

રિધીમાએ હકારમાં ડોકું ધુણાવ્યું.

બંને જણા હોટેલનાં એક રૂમ પર પહોંચ્યા. ફ્રેશ થઈને બપોરનું જમવાનું લીધું. આરામ કરવાં માટે બેડ પર સૌમ્ય પડ્યો. એ રિધીમાને પણ બેડ પર પડવા માટે ખેંચી રહ્યો હતો પરંતુ રિધીમાએ સૌમ્યનો હાથ છોડાવી બાલ્કનીને ત્યાં આવીને ઊભી રહી.

સૌમ્ય અને રિધીમાનો એકાંત નો પળ કેટલા વર્ષો બાદ અત્યારે મળ્યો હતો. તેઓ બંને પ્યારમાં તો કેટલા વર્ષો પહેલા જ હતાં. પરંતુ બંને રોબર્ટના કારણસર દૂર હતાં. અત્યારે એમણી જિંદગીમાં ન તો કોઈ રોકવા વાળું હતું ન તો કોઈ ટોકવાવાળું. બંને પ્રેમી આઝાદ હતાં.

સૌમ્યે પાછળથી રિધીમાનાં કમરના ફરતે હાથ રાખી એના તરફ ખેંચી. એ પણ બાલ્કની બહાર જોવા લાગ્યો અને રિધીમાનાં ડાબે ગાલે હળવેથી કિસ કરતાં કહ્યું, “ રિધીમા, મુજે યકીન હી નહીં થા કી આપ મેરી જિંદગીમેં વાપસ આયેગે!! મુજે તો ઐસે હી લગા થા કી આપકી સગાઈ કે બાદ શાદી ભી હો ચૂકી હોગી.”

રિધીમાએ “હમ્મ” ફક્ત એટલું જ કહ્યું.

રિધીમાનો ટૂંકો જવાબ સાંભળી સૌમ્ય ફરી કહ્યું, “ ઔર મુજે યે ભી લગા થા કી દસ બારાહ બચ્ચે ભી હોંગે..” એટલું સાંભળતાની સાથે જ રિધીમા મીઠી રીતના ઉકળી અને સૌમ્યનાં હાથને કમર પરથી છોડાવ્યો અને એણે વાળોને ખેંચવા લાગી, “ બેશરમ, હદ હોતી હેં...હર બાત કી.”

સૌમ્યએ રિધીમાનાં હાથોને પકડી એણે વાળ ખેંચતા રોકી લીધી અને ગંભીર થઈને કહ્યું, “ રિધીમા, દસ બારાહ બચ્ચે નહીં, બીસ સે ચાલીસ....!! એટલું કહી તે હસતાં હસતાં રિધીમાને ચીડવતાં આખા બેડરૂમમાં બાળકની જેમ ભાગ્યો અને રિધીમા પણ એણે મારવા માટે દોડી. તેના હાથમાં જે આવ્યું તે બધું જ સૌમ્ય પર ફેંકવા લાગી. એ બંનેએ એટલી મસ્તી કરી કે આખા બેડરૂમને અસ્તવ્યસ્ત કરી નાંખ્યો. આખરે થાકીને રિધીમા બેડ પર બંને હાથ છુટા મૂકીને આરામથી પડી. એણે જોતાં જ સૌમ્ય પણ રિધીમા પર પડયો. બંનેની શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા તેજ બની રહી હતી. રિધીમાનાં છુટ્ટા મુકેલા હાથોની આંગળીઓમાં સૌમ્યએ પોતાની આંગળીઓ ભેરવી. તે રિધીમાની આંખોને જોતો રહ્યો એણે માદક સ્વરે કહ્યું, “ યહી, યહી આંખો કે પીછે મેં પાગલ થા રિધીમા, યહી ખૂબસુરત ચહેરે કે પીછે પાગલ થા રિધીમા....!!” એટલું કહી સૌમ્ય એણે નિહાળતો રહ્યો.

રિધીમાની માંજરી આંખો, ચળકતી ગોરી ત્વચા, લાલ હોઠો અને ખુબસુરત ચહેરો સૌમ્યને મળતાં જ વધુ ખીલી ઉઠ્યો હતો. રિધીમા એણે પ્રેમભરી નજરે જોયા કર્યું. સૌમ્ય આજે હદની બહાર રિધીમાને પ્યાર કરવાં માંગતો હતો. એ આજે બધી જ સીમા ઓળંગવાના મૂળમાં હતો. તે ઉત્તેજિત થઈ રહ્યો હતો. એણે રિધીમાનાં ડાર્ક લાલ હોઠો પર પોતાનાં હોઠનો સ્પર્શ કર્યો ન કર્યો અને તે જ પળે રિધીમાએ અચાનક એણે રોક્યો અને હળવેથી દૂર કરી તે બેડ પરથી પોતાના વસ્ત્રોને ઠીક કરતી ઊભી થઈ ગઈ. સૌમ્યને આ વખતે ઘણો ગુસ્સો આવ્યો, “ રિધીમા યે સબ ક્યાં હેં ? એક બાર ભી ઐસા હો ચૂકા હેં, લેકીન તબ કી બાત કુછ ઔર થી લેકીન આજ હમદોનો એકદુસરે કો ચાહતે હેં.”

“અભી નહીં...” રિધીમાએ સૌમ્યને જોવા વગર શાંતિથી ઉત્તર આપ્યો.

“ઠીક હેં અબ કભી ભી નહી હોગા ઐસા.… લેકીન રિધીમા મુજે યે સબ કરને સે પહેલે હી નાં બોલના તો ચાહિયે...!!” સૌમ્યએ વધુ ગુસ્સો ઠાલવ્યો.

રિધીમા ચૂપ રહી. જયારે સૌમ્ય બેડ પર આડો પડીને રિધીમા વિષે અનેકો વિચાર એક સાથે કરવાં લાગ્યો કે, “ રિધીમા, મને ઉત્તેજિત કરીને દરવખતે ના કેમ પાડે છે?”

(ક્ર્મશ:..)