Kon Hase Hatyaro - 4 in Gujarati Short Stories by HardikV.Patel books and stories PDF | કોણ હશે હત્યારો પાર્ટ 4

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કોણ હશે હત્યારો પાર્ટ 4

સલીમે નિલેશને પૂછ્યું, “જો સ્વીટી તારી બહેન સમાન છે તો પછી સ્વીટી કોની સાથે લગ્ન કરવાની છે? જો તું એ વિશે જે પણ જાણતો હોય એ કહી દે નહીંતર..” નિલેશ રોબ કરતા બોલ્યો, “નહિતર શું? તને ખબર છે તું કોને ધમકી આપે છે? રાજકોટના એસપીને. તે પોલીસનો પાવર જોયો નથી લાગતો.” તેનો જવાબ આપતા સલીમ બોલ્યો, “મેં તો પોલિસનો પાવર જોયો છે. પણ તે મિત્રતાનો પાવર નથી જોયો લાગતો. વાંધો નય વહેલા મોડો જોઈ લઈશ. તું ભલે શ્યામને કેદમાં રાખવાના ગમે તેટલા પ્રયત્નો કરી લે પણ જ્યા સુધી મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી તો એ જેલ નહિ જ ભોગવે.”

શ્યામની વાત સાંભળી નિલેશ બોલ્યો, “જો ભાઈ હું નથી જાણતો કે શ્યામે હત્યા કરી છે કે નહીં પણ હું એને જેલ શા માટે કરાવું? મારે એના સાથે કોઈ દુશ્મની નથી. પણ તું જાણીલે બધા પુરાવા એના તરફ ઈશારો કરી રહ્યા છે. કોઈ માણસની લાશ કાલ કદાચ તારા ઘરમાંથી નીકળે તો લોકો તને જ ક્રિમિનલ માને ને? અરે એક વાત તો હું ભૂલી જ ગયો. તારું નામ શું છે?” સલીમે જવાબ આપતા કહ્યું, “મારુ નામ સલીમ છે. મને નથી ખબર કે શ્યામ સાથે તમારે દુશ્મની છે કે નહિ? પણ જો ન હોય તો મને જણાવો કે સ્વીટી કોની સાથે પરણી રહી છે?”

નિલેશ કુમાર હવે સલીમ પર વિશ્વાસ કરવા લાગ્યો કે શ્યામ કદાચ નિર્દોષ લાગે છે નહિતર સલીમ તેને છોડાવવા એટલો ગાંડો ન થઈ શકે કે જે પોલીસનો પણ ડર ન રાખે માટે સત્ય કઈક બીજું જ છે. તેથી તે બોલ્યો, “શ્યામ મારુ સ્વીટીની આસપાસ હોવાનું કારણ એ છે કે હવે હું તેનો જેઠ બનવાનો છું એટલે સ્વીટીના લગ્ન મારા નાના ભાઈ મોક્ષ સાથે થઈ રહ્યા છે. તેથી સ્વીટીની સેફ્ટી માટે હું તેની આસપાસ રહું છું. કારણ કે હું મારા નાના ભાઈને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું તારા મિત્રને કરે છે. હવે સ્વીટીએ પણ મોક્ષને સ્વીકારી લીધો છે તેથી તારા મિત્રને હવે સ્વીટીની આશા છોડી દેવી જોઈએ. તારી વાત પરથી લાગે છે કે શ્યામ નિર્દોષ છે પણ કાયદો એ કાયદો છે. જો તું એનું નિર્દોષ હોવાના પુરાવા લઈ આવે તો હું તારા મિત્રને રિહા કરાવી શકું.” સલીમે કહ્યું, “સોરી ઓફિસર મેં તમને ખરાબ સમજ્યા. હું જરૂર પુરાવાઓ લઈ આવીશ. સારું હવે હું નીકળું.” નિલેશ કુમારે કહ્યું, “મારા ફોન નંબર લઈ લે. જો મારી જરૂર પડે તો જરૂર મને યાદ કરજે.” બંને ત્યાંથી નીકળી ગયા.

સલીમને એક નવી ચાવી મળી હતી કે તે આ બધા પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્નનું તાળું ખોલી શકે. તેનો શક માત્રને માત્ર મોક્ષ પર જતો હતો. કદાચ તો તેને વિશ્વાસ હતો કે પત્રકારની હત્યા મોક્ષ દ્વારા જ થઈ છે. પણ તેના પર પુરાવા વગર શંકા કરવી એ વ્યાજબી નથી.

સલીમ ફરી શ્યામ પાસે જવા નીકળી પડ્યો. તેણે વિચાર્યું કે હજી બે દિવસ પહેલા જ તે શ્યામને મળ્યો હતો. વળી જેલર સાહેબે તેને વારંવાર મળવાની ના પાડી છે. આ બધા વિચારોને ધ્યાનમાં લઈ તેણે નિર્ણય કર્યો કે તે બે દિવસ પછી શ્યામ પાસે જશે. તેણે મોક્ષને મળવાનું વિચાર્યું. તે મોક્ષને મળવા નિલેશને સંપર્ક કર્યો. નિલેશે કોલ ઉપાડી કહ્યું, “જો સલીમ હું તારી મદદ કરવા તો માંગુ જ છું પણ એનો અર્થ એવો નથી કે તું મારી અંગત લાઈફમાં પડે. હમણાં અઠવાડિયા પછી મોક્ષના લગ્ન છે અને હું નથી ચાહતો કે એ તારા પ્રશ્નોથી ચિંતામાં મુકાય. આઈ એમ વેરી સોરી હું મોક્ષને અત્યારે તારી સાથે નહિ મળાવી શકું. બાય.”

સલીમ હવે મૂંઝવણમાં મુકાયો. તેને ચિંતા થવા લાગી કે સ્વીટી મોક્ષ સાથે પરણી ન જાય. પણ આ તેના હાથમાં ન હતું. તે શ્યામના ઘરે પાછો આવ્યો અને બધુ ફરી તપાસવા લાગ્યો. ઘણી તપાસ કરી છતાં કઈ ન મળ્યું. આખરે કંટાળી તે બાથરૂમમાં આવી નળ ચાલુ કરી પોતાનું મો ધોવા લાગ્યો. મો અને હાથ ધોયા બાદ તેણે નળ બંધ કરી રૂમાલથી તેનું મો સાફ કરતો હતો કે તેણે એક વિચિત્ર ઘટના જોઈ. તેણે જોયું તો પાણી ઉભરાઈ રહ્યું હતું. તે પાઈપમાં જતું જ નહતું. તેણે વિચાર્યું કે કદાચ કઈ કચરો અટકી ગયો લાગે છે. તેથી તેણે પાઇપ ખોલી નાખ્યો અને બધું સાફ કરવા લાગ્યો ઘણો કચરો કાઢ્યો અને એ કાઢતા કાઢતા તેના હાથમાં કઈ જોરથી વાગ્યું. હાથ સાફ કરી જોયું તો તેની આંગળી પર કઈક બ્લેડ જેવી ધાર વાગી હતી. પણ આ સામાન્ય કચરમાં બ્લેડ જેવી વસ્તુ કેવી રીતે હોઈ શકે? તેણે કચરો એકઠો કરી તેને પાણીથી ધોયો. એ પછી જાણવા મળ્યું કે કચરામાં એક ધારદાર અને આશરે બે ઇંચ જેવડી તલવાર હતી.

તેણે એ તલવાર નિરખીને જોઈ તો તેને સમજાયું કે એ તલવાર લગભગ ગળામાં પહેરવાનું કિચેન હશે. તે મનમાં બોલવા લાગ્યો, “ આવી વસ્તુ તો શ્યામ રાખતો ન હતો તો આ આવી ક્યાંથી? અને એ વળી બાથરૂમમાં? આ તલવાર કઈક તો ઈશારો કરે છે. મારે હજી આને ક્લીન કરવી જોઈએ.” તે વિચારી તે પોતાના ઘર તરફ જવા નીકળી પડ્યો. બાઇક ચલાવતા ચલાવતા તે વિચારવા લાગ્યો કે, “આ તલવારમાં કઈક ચિતરેલું લાગે છે પણ એને જોવું કઈ રીતે? એવું કોણ છે જે મારી મદદ કરી શકે? આ માટે કોઈ ડિઝાઈનર કે સાયન્સનો સ્ટુડન્ટ હોવો જોઈએ. કદાચ હનીષા મારી મદદ કરી શકશે. હા તે મેડિકલનું ભણી રહી છે. હં.. તે જરૂર મારી મદદ કરશે.” સલીમને લગભગ ઈશ્વરનો ઈશારો મળ્યો હતો. તે હનીષાના ઘરે ગયો. ઘરે પહોંચતા તે અંદર પ્રવેશ્યો તો જોયું કે હનીષાના પપ્પા છાપું વાંચતા હતા. ત્યાં જઈ તે તેમને મળીને કહેવા લાગ્યો, “શુ મામાજાન કેમ છે તમારી તબિયત?” હનીષાના પપ્પા સલીમને જોઈ ખુશ થઈ બોલ્યા, “અરે..આવ સલીમ બેટા. આમ ઘણા દિવસ પછી. ક્યાં ખોવાયો હતો? હનીષા તને બહુ યાદ કરતી હતી. જા તે તેના રૂમમાં છે.”

સલીમ હનીષામાં રૂમમાં ગયો. હનીષા પોતાના ટેબલેટમાં પોતાના પ્રોજેકટ પર કામ કરી રહી હતી. સલીમે પાછળથી તેની આંખો બંધ કરી દીધી. હનીષા કહેવા લાગી, “કા અત્યારે હું યાદ આવી? ક્યાં હતો અત્યાર સુધી? કેટલા કોલ કર્યા, કેટલા મેસેજ કર્યા પણ તને શું ફરક પડે? તું તો તારું ધાર્યું જ કર.” સલીમ હસતા બોલ્યો, “યાર તને હમેશા કેમ ખબર પડી જાય છે કે મેં તારી આંખો બંધ કરી છે?” હનીષા કહે, “એ તો શું પણ તું મારી આસપાસ પણ ફરકે ને તો પણ મને ખબર પડી જાય. ચાલ એ બધું જવા દે. આપણું મુંબઈ જવાનું શુ થયું?” સલીમે કહ્યું, “સોરી હની. આવતા બે મહિના સુધી હું ગુજરાતની બહાર જઇ શકું તેમ નથી.” હનીષાએ પૂછ્યું, “પણ કેમ સલીમ? મુંબઈ ફરવા જવાનો પ્લાન તો તારો જ હતો ને? તો પછી અચાનક શુ કામ આવી ગયું?” સલીમે જવાબ આપતા કહ્યું, “હની મેં ખબર છે થોડા સમય પહેલા મારા મિત્ર શ્યામને મળાવ્યો હતો. તે અત્યારે જેલમાં છે. તે નિર્દોષ છે. માટે એ જેલમાંથી નહિ છૂટે ત્યાં સુધી મને ચેન નહિ પડે. પણ મારી પાસે ફક્ત અઠવાડિયું જ રહ્યું છે. તો તું મારી મદદ કરીશને?”

હનીષા સલીમની બધી વાત સમજી ગઈ અને કહેવા લાગી, “બોલ હું તારા માટે શું કરી શકું?” સલીમે તલવાર આપતા કહ્યું, “હની આના પર કઈક લખેલું છે પણ સ્પષ્ટ વંચાતું નથી. ખૂબ જીણા અક્ષરે લખેલું છે. જરા માઇક્રોસ્કોપ વડે જોઈ દેને.” હનીષાએ કહ્યું, “તો ચાલ મારી કોલેજે. પણ જો તારે મને પાણીપુરી ખવડાવવી પડશે.” સલીમે કહ્યું, “યાર તમે છોકરીઓ કોઈ કામ ફ્રીમાં તો કરીજ ન શકો ને? ચાલ હવે બોઘા જેવો ચહેરો ન બનાવ. ખાઈ લેજે જેટલી ખાવી હોય એટલી. આમ તો એક કામ કરીશું એ પાણીપુરીવાળાને ઘરે લઈ આવશું. પછી તારે બજાર જવાની કોઈ જરૂર નહીં પડે. ચાલશે ને?”

હનીષા કહે, “હા હા ચાલ હવે.” બંને કોલેજ પહોંચી લેબમાં ગયા અને જઈને તપાસ કરી હનીષા બોલી, “સલીમ આ કોઈ મોક્ષનું કિચેન લાગે છે.” સલીમ કહે, “મોક્ષનું કિચેન? પણ કેમ હની? હું કઈ સમજ્યો નહિ.” હનીષાએ કહ્યું, “આ કિચેનમાં જીણા અક્ષરે ઇંગ્લીશમાં મોક્ષ લખેલું છે. તો આ કોઈ મોક્ષનું હશે. પણ તને આ ક્યાંથી મળ્યું? શા માટે તું આના વિશે જાણવા માંગે છે?” સલીમે જવાબ આપતા કહ્યું, “હની. મને હવે પૂરો વિશ્વાસ છે કે મારો મિત્ર નિર્દોષ છે. હવે તો આ કિચેન પણ મોક્ષ તરફ ઈશારો કરે છે.”

સલીમે ફરી નિલેશને કૉલ કરી કહ્યું, “પ્લીઝ સર. મારે ખાલી બે મિનિટ માટે મોક્ષને મળવું છે. પ્લીઝ તમે કઈક હેલ્પ કરોને.” નિલેશે કહ્યું, “ઑકે પણ જો તું એને એવું કંઈ નહીં પૂછે કે એ ચિંતામાં મુકાય. આવ રેલવે સ્ટેશન. હું ત્યાં મોક્ષને લઈને પહોંચું છું.” સલીમે હનીષાને કહ્યું, “હની તું અત્યારે રીક્ષા કરી ઘરે જા. આપણે પછી મળીએ. મારે થોડું કામ છે. કે પછી હું ઘરે મુકવા આવું?” હનીષા કહે, “વાંધો નય હું ચાલી જઈશ. અત્યારે તારું કામ પતાવ. એ મારા કરતાં વધારે ઈમ્પોર્ટન્ટ છે. ગુડ લક.” સલીમ હનીષાને થેંક્યું કહી ત્યાંથી નીકળી ગયો.

સલીમે રેલવે સ્ટેશન પર જઈને જોયું તો ત્યાં કોઇ નહતું. તેથી તે નિલેશની રાહ જોતો ત્યાં બેસી રહ્યો. તેણે ફેસબુક પર મોક્ષની આઈ ડી શોધી કાઢી અને તેના ફોટા કાઢ્યા. અને ઘણા બધા ફોટા જોયા પછી એક ફોટો એવો આવ્યો જેમાં મોક્ષે ગળામાં તલવાર પહેરી હતી. સલીમની શંકા હવે વિશ્વાસનો આકાર લઈ રહી હતી. થોડીક વાર થઈ અને નિલેશ તેના ભાઈને લઈને ત્યાં પહોંચી ગયો.

સલીમે તેના ભાઈને પ્રણામ કર્યા અને ચા મંગાવી બાંકડે બેઠા. મોક્ષે સલીમને પૂછ્યું, “બોલ શુ કામ છે મારું?” સલીમે કહ્યું, “યાર મેં તારા એફબી પર ઘણા ફોટા જોયા અને એ જોઈને હું ઇમ્પ્રેસ થઈ ગયો. અને અચાનક તને મળવાની ઈચ્છા પ્રકટ થઈ. બસ, એટલે જ તને બોલાવ્યો.” મોક્ષે કહ્યું, “એ બધું જવા દે. સીધો મુદ્દા પર આવ.” સલીમે તલવારવાળો ફોટો બતાવતા કહ્યું, “તો મોક્ષ આ કિચેન ગળામાંથી ક્યાં ગયું?” મોક્ષ બોલ્યો, “એ ઘરે પડ્યું. પણ તારે શુ?” સલીમે કહ્યું, “તો ચાલો ઘરે અને દેખાડો.” મોક્ષ કહેવા લાગ્યો, “પણ તારે શુ લેવા દેવા?”

સલીમે કહ્યું, “લેવા દેવા છે. કારણ કે આ કિચેન દ્વારા જ પત્રકારજીનું મૃત્યુ થયું છે. મહત્વની વાત તો એ છે કે એ અત્યારે મારી પાસે છે. જો આ જ છેને કે પછી માઈક્રોસ્કોપમાં નામ બતાવું?” મોક્ષે કહ્યું, “હા મારુ જ છે પણ મને નથી ખબર કે આ તારી આગળ ક્યાંથી આવ્યું. આ તો મેં છેલ્લા બે અઠવાડિયાથી નથી પહેર્યું. લગભગ ક્યાંક પડી ગયું હશે.” સલીમે ગુસ્સામાં આવી કહ્યું, “પડી ક્યાંથી જાય આના દ્વારા જ તે..” ત્યાં નિલેશે કહ્યું, “બસ સલીમ. આગળ નહિ. મારી પાસે આવ.” સલીમ નિલેશની પાસે ગયો.

નિલેશ બોલ્યો, “સલીમ મેં તને શું કહ્યું હતું કે તું મારા ભાઈને આ વિશે કઈ નહિ પૂછે.” સલીમે કહ્યું, “સર પણ હત્યાના બધા પુરાવાઓ તમારા ભાઈ તરફ ઈશારો કરે છે. આ કિચેન મને શ્યામના બાથરૂમમાંથી મળ્યું છે.” નિલેશે કહ્યું, “જો સલીમ. હું તારી ચિંતા સમજુ છું. તારી મદદ કરવા પણ માંગુ છું. પણ આ કિચેનથી સાબિત નથી થતું કે હત્યારો મારો ભાઈ છે. જો તું સચોટ પુરાવો લાવીશને તો હું મારા હાથે જ તેને જેલમાં પુરીશ. વળી મારા ભાઈ આગળ થોડી તારા મિત્રના રૂમની ચાવી હશે. એ તો એ બાજુ આવ્યો પણ નહીં હોય.” સલીમ કહે, “વાંધો નય સર. તમે બચાવી શકતા હોય તો બચાવી લેજો તમારા ભાઈને પણ યાદ રાખજો એ સજા તો ભોગવશે જ. ભલે અત્યારે મારી પાસે સચોટ પુરાવો નથી પણ જસ્ટ પાંચ દિવસ. પાંચ દિવસની અંદર તમારી સામે પુરાવો હાજર હશે.” નિલેશ બોલ્યો, “વાંધો નય. એ દિવસની હું રાહ જોઇશ. કાયદા બધા માટે સમાન છે. હું મારી ફરજ જરૂર અદા કરીશ.”

હવે સલીમ આ પાંચ દિવસમાં પોતાન મિત્રને કઈ રીતે નિર્દોષ સાબિત કરશે? મોક્ષ ગુનેહગાર છે કે પછી હત્યા પાછળ કોઈક બીજું જ છે? આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ થતા હશે માટે આ પ્રશ્નોના જવાબ આવતા પ્રકરણમાં મેળવીશું.