Ek chhabini chhabi - 8 in Gujarati Moral Stories by ARUN AMBER GONDHALI books and stories PDF | એક છબીની છબી - 8

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

એક છબીની છબી - 8

એક છબીની છબી

(પ્રકરણ – ૮)

દર વર્ષની જેમ આંતરરાષ્ટ્રીય સુંદરીની હરીફાઈ નજીક આવી રહી હતી. આયોજકોની ગતિવિધિઓ ચાલું થઇ ગયી હતી. દરેક દેશની સુંદરીઓ હરીફાઈમાં ભાગ લેવાં આતુર હતી. સુંદરીઓના ટ્રેનર ખૂબ મહેનત કરી રહ્યાં હતાં. બીજી બાજુ સૌન્દર્ય પ્રસાધનના ઉત્પાદકો નવી પ્રોડક્ટ બજારમાં મુકવા માટે આતુર હતાં. કેમ્પેનની તૈયારીઓ જોરશોરમાં હતી. આંતરરાષ્ટ્રીય સુંદરી માટે ભાગ લેનારે ઘણા બધાં બલિદાન આપવાં પડે છે. ખોરાકની માત્રાઓ, ખોરાકની પસંદગી, ખોરાકથી શરીર ઉપર પડતી અસરો, સ્કીનનો ગ્રેસ ટકાવવા માટે મહેનત, નિયમિત કસરત, ભાષાનું પ્રભુત્વ, બોલવાની પદ્ધતિ, સામાન્ય જ્ઞાન, ઉત્કૃષ્ટ હાજર જવાબી, હોશિયારી, સમાજને સમજવાની શકતી, સમાજની જરૂરીયાતો, ટેકનીકલ જ્ઞાન સાથે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર થઇ રહેલાં ફેરફારો અને તેની અસરો વગેરે હજારો બાબતોનું જ્ઞાન ઓછાવત્તા અંશે જરૂરી હોય છે. સુંદરતા સાથે જ્ઞાનને પણ એટલુંજ મહત્વ સ્પર્ધા માટે અપાય છે.

રાત્રે ડોકટર રાવના મિત્ર ઉર્વશી, સમીર અને ડોકટર રાવને એરપોર્ટ ઉપર છોડવાં જઈ રહ્યાં હતાં ત્યારે અચાનક પાછળથી ત્રણ ગાડીઓએ એમને ઘેરી લીધાં અને પિસ્તોલ બતાવી કહ્યું કે આગળ જતી ગાડીને ફોલો કરે. શું થઇ રહ્યું છે એની કોઈને સમજ ના પડી. લગભગ બે કલાકનાં ડ્રાઈવ બાદ બધી ગાડીઓ એક મકાન પાસે રોકાઈ. બધાંને પિસ્તોલની અણીએ મકાનમાં લઇ જવામાં આવ્યાં.

બીજા દિવસે છાપામાં અને ન્યુઝમાં સમાચાર છપાયા હતાં બ્યુટી ક્વીન શાચીનું ત્રણ ભારતીયો દ્વારા અપહરણ થયું છે. એક કારમાં શાચી, સમીર, ડોકટર રાવ અને એનાં મિત્રની તસ્વીર છપાઇ હતી. આકાશ સમજી ગયો હતો કે કંઇક ઘોટાળો થયો છે. શાચી અને ઉર્વશી હમશકલ હોવાથી કંઇક ગડબડ થઇ છે. આકાશે સામાચાર જોઈ શાચીને ફોન કર્યો પણ ફોન બંધ હતો. એ તરત શાચીના બંગલે દોડ્યો, પરંતું બંગલાને તાળું હતું. આકાશે ઇન્ડિયા ફોન કર્યો પરંતું સમીર ઘરે પહોચ્યો નથી એવું એનાં નોકરે જણાવ્યું. આકાશે તરત ઉર્વશીના અકસ્માત વખતે જે ડોક્ટરો જોડે વિડીઓ કોન્ફરન્સ કરી હતી એમને મદદ કરવા જણાવ્યું અને માહિતી ભેગી કરી જાણ કરવા કહ્યું. ડોક્ટરની ટીમે ઉર્વશીના લેબની મદદ લીધી ત્યારે ખબર પડી કે હજુ સુધી ડોકટર રાવ પણ ઇન્ડિયા પહોંચ્યા નથી. ભારતમાં સુત્રો ગતિમાન થયાં અને ત્રીજા દિવસે ભારતના છાપાઓમાં અને ટીવી ઉપર સમાચાર વહેતાં થયાં કે ભારતની કોસ્મેટિક સંશોધક વિજ્ઞાની ઉર્વશીનું સારવાર બાદ પરત ફરતાં અપહરણ થયું છે. એમની સાથે એમનાં પતિ સમીર, લેબ ઇન્ચાર્જ ડોકટર રાવ અને લંડન સ્થિત બીજી એક વ્યકિત પણ છે.

શાચીના ખબર હજુ સુધી નહી મળવાથી લંડન પોલિસ છપાયેલ વાતનો ઇનકાર કરવા તૈયાર નહોતી. કોઈક મોટું ષડયંત્ર હોવાની એમને આશંકા હતી. આકાશને એક વાત સમજ પડતી નહોતી કે આ બાતમી છપાઇ કેવી રીતે ? છપાયેલ ફોટામાં શાચી નથી પણ ઉર્વશી છે. ઉર્વશી સાથે બીજા ત્રણ લોકો હતાં તો અપહરણની જાણ કોણે કરી હશે ? શા માટે અપહરણ થયું હશે ? કરનાર કોણ ? અપહરણ કરાયેલ વ્યક્તિઓના ફોટાં કેવી રીતે લેવાયા હશે ? શું આ બધું પ્રિ-પ્લાન ષડયંત્ર તો નથીને ? આ એક ષડયંત્ર જ હતું.

આકાશ માટે શાચીના બદલે ઉર્વશી છે એ સાબિત કરવું જરૂરી હતું, પરંતું આજે ચાર દિવસ બાદ પણ એ શાચીનો કોન્ટેક્ટ કરી શક્યો નહોતો. ભારતના ડોક્ટરોને ફોન કરી આ અંગે ઇન્ડિયન એમ્બસીને જાણ કરવા કહ્યું કે અપહરણ થયેલ બ્યુટી ક્વીન શાચી નથી પણ ઉર્વશી છે.

આખરે ભારતની ગતિવિધિઓએ જોર પકડ્યું. ઉર્વશીના બધાં ડોક્યુમેન્ટ અને એનાં ઓરીજીનલ ફોટાઓ અને લેબના અકસ્માતના પુરાવાઓ ભેગાં કર્યા. બંને એમ્બસીઓની વાટાઘાટો ચાલું થઇ. ભારત તરફથી રજુ કરેલ પુરાવાઓ નક્કર હતાં. લંડન પોલિસ નબળી પડતી હતી, કારણ તેઓ હજુ સુધી ઓરીજીનલ શાચીને શોધી શક્યા નહોતાં એનો અર્થ કે જયારે ઉર્વશીનું અપહરણ થયું ત્યારે શાચીનું અને એનાં પરિવારનું પણ અપહરણ થયું હતું. ઘટના લંડન પોલિસ માટે માથાનો દુખાવો બની ગયું હતું અને એમની દોડધામ વધી ગયી હતી. કોઈક ગેંગ પોલીસને ગુમરાહ કરી રહી હતી.

બીજી બાજુ વેનિસ ન્યુઝમાં સનસનીખેજ સમાચાર છપાયા હતાં. મહિનાઓ પહેલાં જે મ્યુઝિયમનું ઉદઘાટન થયું હતું એ મ્યુઝિયમની બહુમૂલ્ય હીરાજડિત મૂર્તિ ડુપ્લીકેટ છે એવું જાણમાં આવ્યું છે. ઓરીજીનલ મૂર્તિ ચોરાઇ છે. કોઈ આંતરરાષ્ટ્રીય ગેન્ગનો હાથ હોવાની શંકા નકારી શકાય નહી. પોલિસ તપાસ ચાલું છે. મ્યુઝિયમના અધિકારી, સર્વિસ એમ્પ્લોયી અને સ્થાનિક કાર્યક્રમ સ્પોન્સર્સ વગેરેની ઇન્કાયરી ચાલું છે. ઉદઘાટન સમારોહના દિવસથી આજ સુધીનાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો આરંભ થયો છે.

ડોકટર આકાશને સમજ પડતી નહોતી કે આ તાણાવાણા શેનાં હશે ? આ બધામાં શાચીનું પહેલાં અપહરણ થયું હતું અને તે સમયે મ્યુઝિયમનું ઉદઘાટન શાચી દ્વારા કરાયું હતું, ત્યાનાં મશહુર ડાયમંડ કંપની માટે ફોટો શુટ કર્યો હતો. શાચીને કોઈપણ તકલીફ આપ્યા વગર છોડી દેવામાં આવી હતી. હવે જયારે ખરેખર ઉર્વશીનું અપહરણ થયું છે એ વાતને લંડન પોલિસ માનવા તૈયાર નથી અને ઇન્ડિયન દ્વારા શાચીનું અપહરણ થયું છે એ વાત પ્રસરી છે. હકીકતમાં શાચી ક્યાં છે તે કોઈને ખબર નથી અને કદાચ માની લઈએ કે શાચીનું અપહરણ થયું હોય તો ઉર્વશી ક્યાં છે ? કલાકો સુધી વિચાર કરતાં આકાશને એક વાત નક્કી સમજાઇ કે એક સાથે બે અપહરણ થયાં હશે અને બે સરખાં ચહેરાઓની જાણકારી કે એનો લાભ લેવાનો કોઈ મોટો પ્લાન ચોક્કસ રચાયેલ છે.

સુંદરતા, સૌંદર્ય અને સૌન્દર્ય પ્રસાધનના સંશોધકને જાળમાં ફસાવી કોઈક મોટી આંતરરાષ્ટ્રિય ગેમ ખેલાઈ રહી છે. આકાશ ઉપર પહેલાં પણ ઘણી મોટી આફત આવી હતી અને એણે હુરિયો બદલી રહેવું પડ્યું હતું એટલે એ હવે ખૂબ સાવધાની પૂર્વક માહિત એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યો હતો. પંદર દિવસ પછી પણ શાચીનો બંગલો બંધ હતો. કોઈ કોન્ટેક્ટ થઇ શકતો નહોતો. એક વાર પુરવાર થઇ રહી હતી કે શાચી અને ઉર્વશીને ગાયબ કરનાર કોઈ એક ગેંગ છે.

થોડાંક દિવસો બાદ આકાશને સમીરનો ઈમેલ મળ્યો. તેમાં લખ્યું હતું કે અમે ભારત આવી ગયાં છે. બીજી કોઈપણ માહિતી નહોતી. આકાશને નિરાંત થઇ પરંતું હજુ સુધી શાચીના કોઈ સામાચાર મળ્યાં નહોતાં. જો શાચીની હમશકલ ઉર્વશી ઇન્ડિયા પહોંચી ગઈ તો એ બાબત લંડનમાં કોઈને ખબર નહી હોય ? ચોક્કસ એક મોટી ગેમ હમશકલને લક્ષમાં રાખીને સફળ બની હતી. આકાશ ઉર્વશી અંગે હવે ચુપ રહેવા માંગતો હતો. હવે આકાશને ચિન્તા હતી ફક્ત શાચીની.

તે દિવસે જ એક જગ વિખ્યાત કોસ્મેટિક બનાવનાર કંપનીએ સૌન્દર્યને લગતી એક નવી કોસ્મેટિક પ્રોડક્ટને બહુ મોટા પાયે લોન્ચ કરી હતી. જાહેરાતમાં પ્રોડક્ટની સાથે મોડેલ તરીકે શાચીની તસ્વીર છાપી હતી. નવી પ્રોડક્ટ સુંદરતાની દુનિયામાં અજોડ છે એવી એની ટેગ લાઈન હતી. આકાશે એક ડોકટર તરીકે પ્રોડક્ટની જાણકારી મેળવવા કોશિશ કરી અને એનાં મનની શંકા સાચી પડતી હોય એવું લાગ્યું.

થોડાંક દિવસોમાં એક સ્પેશિયલ ટીમ આકાશને મળવા આવી વેનિસના મ્યુઝિયમના સંદર્ભમાં. એમની પાસે સીસીટીવીના ફૂટેજનો એક ફોટો હતો જેમાં શાચી અને આકાશ એક હોટેલમાં હતાં. ફોટો જોતાજ આકાશને ખ્યાલ આવી ગયો કે એ શાચી નહોતી પણ ઉર્વશી હતી. જે દિવસે એ શાચીના ઘરે ઉર્વશીને લઇ ગયો હતો અને ત્યાર બાદ શાચીએ આપેલ ખુબસુરત ડ્રેસમાં ઉર્વશીને સજાવવામાં આવી હતી અને વળતાં બંને એક આલીશાન હોટેલમાં ડીનર માટે ગયાં હતાં અને હોટલવાળાને ગેરસમજ થઇ હતી. હોટેલ એક વેનિસ બેસ્ડ ગ્રુપની હતી. કદાચ માહિતી હોટેલના સીસીટીવીના માધ્યમથી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને આપી હશે.

આકાશે આખી ઘટના ટીમને જણાવી કહ્યું કે ફોટાવાળી સુંદરી શાચી નથી પણ ભારતની એક વૈજ્ઞાનિક છે અને એક્સ્પેરિમેન્ટ સમયે ચહેરો દાઝી જવાથી પ્લાસ્ટિક સર્જરી માટે અહીં આવી હતી. જયારે રીટર્ન થઇ રહ્યાં હતાં ત્યારે એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓનું પણ અપહરણ થયું હતું અને છેલ્લાં સામાચાર મુજબ તે સુંદરી ભારત પહોંચી ગયી છે અને તે અંગેનો સમીરનો ઇમેલ પણ પ્રૂફ તરીકે બતાવ્યો ઉપરાંત ઉર્વશીના અકસ્માત અને અકસ્માત પહેલાંના ફોટાઓ પણ બતાવ્યા. હકીકતમાં બ્યુટી ક્વીનનું પણ અપહરણ થયું છે પરંતું જે ફોટાઓ લંડન ન્યુઝમાં છપાયા હતાં તે ફોટામાં શાચી નહોતી પણ ઉર્વશી હતી જે શાચીની આબેહુબ હમશકલ છે અને લંડન પોલીસે કંઇક ઘોટાળો કર્યો છે અથવા એવું કોઈ એમની પાસે કરાવી રહ્યું છે.

(ક્રમશઃ)