Mahima Part - 6 in Gujarati Poems by sangeeakhil books and stories PDF | મહિમા ભાગ – 6

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

મહિમા ભાગ – 6

મહિમા ભાગ – 6

ઉપનામ- કવિ સંગીઅખિલ

રીયલ નામ- અખો (અખાભાઇ માધાભાઇ કમેજળીયા)

1. સાંજ સજેલી

સાંજ સજેલી, બની અલબેલી, કરત કેલી,

જાય ગરજતી જોરાળી, જબરાળી, ઝળહળતી.

હૈયે હરખાતી, મને મલકાતી, તને તડપાતી,

નટખડ નખરાળી, મંદ-મંદ મુસ્કાતી, સરમાતી જાતી.

નૈન નચાવે, હાથ ઉછાળે, કેડ લચકાવે,

હરખેલી હાલે, ગાગર છલકાવે, નિર વહાવે.

સાંજ સજેલી, બની અલબેલી, કરત કેલી,

જાય ગરજતી જોરાળી, જબરાળી, ઝળહળતી.

કાયા હાલક ડોલક થાતી, મોઝા જેમ ઉછળતી,

ખડખડાટ હસ્તી, હોકારા કરતી હાલી જાતી.

શ્વેત સુવાળી, લાલ હિંગોળી, લટકાળી, ચટકાળી,

કામણગારી, કોકીલ કંઠી, કેશ વધારી, હાલી કામણગારી.

સાંજ સજેલી, બની અલબેલી, કરત કેલી,

જાય ગરજતી જોરાળી, જબરાળી, ઝળહળતી.

"મહિમા" સ્નેહથી કહેતી, ગીત મજાના ગાતી, તોય ઢુંઢ ન પાતી,

નિર બહાતી, પીયુ-પીયુ કહત પુકારત જાતી.

સાંજ સજેલી, બની અલબેલી, કરત કેલી,

જાય ગરજતી જોરાળી, જબરાળી, ઝળહળતી.

- સંગીઅખિલ "અખો" ‌

***

2. મૌન

"મૌનની સરહદ વટાવી જાવ તો શબ્દો સઘળાં બિન જરુરી હોય છે. "

લેશ માત્ર પણ ક્યાં બોલવાનું હોય છે, તોય સર્વ વાત બોલાતી હોય છે.

"મૌનની સરહદ વટાવી જાવ તો શબ્દો સઘળાં બિન જરુરી હોય છે. "

શુન્ય શબ્દએ સર્વ કથા કહેવાતી હોય છે, એજ મૌનની મજા હોય છે.

જો ધરો મૌન તો સર્વ જ્ઞાન સઘળું નકામું થઈ જતુ હોય છે.

"મૌનની સરહદ વટાવી જાવ તો શબ્દો સઘળાં બિન જરુરી હોય છે. "

ધરો મૌન તો શબ્દના ભંડોળ નકામા, પોથીયોના ભંડાર નકામા,

સાધુ - સંતોની મૌનની મૂર્તિ મે જોઈ છે, "મહિમા" અનોખો અદ્ભુત હોય છે.

"મૌનની સરહદ વટાવી જાવ તો શબ્દો સઘળાં બિન જરુરી હોય છે. "

- સંગીઅખિલ "અખો"‌

***

3. દૂત કાળના

ચુથતાં રહ્યા શરીરને, શ્વાસ ખુટતાં રહ્યાં,

કોણ જાણે ક્યાંથી, આ કાળના દૂત આવી ચડીયા.

દુર રહી ગયાં સઘળાં દેવતા, ઈશ્વર પણ મંદિરના દ્વાર ભભડાવતાં રહ્યાં.

ધ્રુજતા હાથે, ફડકતા રદયે, જિસ્મ પર જુલમ પર જુલમ થતાં રહ્યાં.

કોણ જાણે ક્યાંથી, આ કાળના દૂત આવી ચડીયા.

હજી તો શિખવાનુય બાકી છે, જીવન જીવવાનુય બાકી છે.

હજી ગલીએ રમવાનુય બાકી છે, હજી ગામ જોવાનુય બાકી છે.

કોણ જાણે ક્યાંથી, આ કાળના દૂત આવી ચડીયા.

કા ખુદા તારી ખુદાઈ ખોટી, કા મંદિરની "મહિમા" ખોટી.

નહિતર આવુ કાળુ કૃત્ય, કાળ રાત્રીએ થાય નહીં.

કોણ જાણે ક્યાંથી, આ કાળના દૂત આવી ચડીયા.

બળજબરીથી બળવાખોરો, બાળકીની આબરુ કેમ લુટતા રહ્યાં.?

સમજાતું મને એજ નથી, કાળજા કાપે એવી ચીસ તને કા ના સંભળાઈ.?

કોણ જાણે ક્યાંથી, આ કાળના દૂત આવી ચડીયા.

- સંગીઅખિલ "અખો"

***‌

4. યાદ

યાદ પણ અજીબ હોય છે,

ક્યારેક રડાવી જાય છે અને,

ક્યારેક ખડખડાટ હસાવી જાય છે.

ચક્ષુથી શ્રાવણ છલકાવી જાય છે.

યાદ પણ અજીબ હોય છે,

ના પુછ મને દોસ્ત યાદ કોની હોય છે.?

જેની સપનેય ફરીયાદ ના હોય એજ હોય છે.

યાદ પણ અજીબ હોય છે,

ફુલો વગરનું વન મહેકે વસંત અડે તો,

તારા સ્પર્શમાં વસંત સમ અદ્શ્ય શક્તિ હોય છે.

યાદ પણ અજીબ હોય છે,

પાછળે બારણેથી જેની આગતા - સ્વાગતા થતી,

એને યાદ કરી આગળે બારણેથી જાતા ખચકાટ થાય છે.

યાદ પણ અજીબ હોય છે,

જેનો "મહિમા" કેતા રાત થાતી,

આજ યાદ કરી અડધી રાતે ઊંઘ ગાયબ થાય છે,

યાદ પણ અજીબ હોય છે,

ક્યારેક રડાવી જાય છે અને,

ક્યારેક ખડખડાટ હસાવી જાય છે.

- સંગીઅખિલ "અખો"

***‌

5. વિસામો

આવ્યા છો તો તમે વિસામો કરતા જાવ,

ઘોડલીયા તમે નદીએ પાતા જાવો.

નજરુથી નિહાળી લવ મારા કંથને,

વિરડે વાટુ જોવું હું બેઠી-બેઠી એકલી.

ઘડીક ઉભા રહોને તમે,

મોલને મોલાતુ તમે જોતા જાવો.

આવ્યા છો તો તમે વિસામો કરતા જાવ,

ઘોડલીયા તમે નદીએ પાતા જાવો.

બેનલબા જોવે છે તમારી વાટલડી,

ભાણેજોને તમે થોડુ ભળાવતા જાવો.

માતાજીને મોઢે એકવાર આવો ને,

પિતાજીની ખબરુ લેતા જાવો.

આવ્યા છો તો તમે વિસામો કરતા જાવ,

ઘોડલીયા તમે નદીએ પાતા જાવો.

ભોજાયજી ભળાવે છે ભાઈને,

મોટાને માનથી "મહિમા" કેતા જાવો.

દેરાણીજી દિકરાને કેતા દાદાની વાતું,

સમરાગણે સિંધાવે છે દાદા એકલા.

આવ્યા છો તો તમે વિસામો કરતા જાવ,

ઘોડલીયા તમે નદીએ પાતા જાવો.

નજરુથી નિહાળી લવ મારા કંથને,

વિરડે વાંટુ જોવુ હું બેઠી-બેઠી એકલી.

આવ્યા છો તો તમે વિસામો કરતા જાવ,

ઘોડલીયા તમે નદીએ પાતા જાવો.

- સંગીઅખિલ "અખો"

વિસામો= વિહામો

દાદા = પપાના મોટા ભાઈ

***

6. શ્યામ

પરદેશી શ્યામને, હું તો ગામડાની ગોરી રાધા.

મારા વાલમ જી શ્યામને, હું તો કાલીઘેલી રાધા.

પ્રીતમ જી પુનમનો ચાંદને, હું તો રઢિયાળી રાધા.

પરદેશી શ્યામને, હું તો ગામડાની ગોરી રાધા. .....(1)

સાયબોજી કલંગીવાળો કાનજીને, હું તો કામણગારી રાધા.

કાલીદ્રીને કાંઠે શ્યામ વાસળી વગાડતો, હું તો ભાન ભુલી દોડી જાતી.

પરદેશી શ્યામને, હું તો ગામડાની ગોરી રાધા. .... (2)

ગોપગોવાળોની હારે શ્યામ રમતો રમાશે, હું તો ગાંડીઘેલી થૈઈ બેઠી.

પહેલી નજરના તિર એવા લાગ્યા, હું તો શરમાયને ગાઈ ચાલી.

પરદેશી શ્યામને, હું તો ગામડાની ગોરી રાધા. .... (3)

શ્યામ મારો પરદેશી પરોણલા ને, હું તો "મહિમા" એનો ગાતી.

પરદેશી શ્યામને, હું તો ગામડાની ગોરી રાધા. .... (4)

- સંગીઅખિલ "અખો"

***

7. મિત્ર

પોતે કાંટા પર ચાલી, રસ્તો બનાવી દે એ "મિત્ર",

ખબર હોય હારી જવાના છીએ, તે છતા લડવા તૈયાર થાય એ "મિત્ર",

ખુખાર હોય, ખાલી હોય, સાહેબ મિત્ર તો "મિત્ર" હોય,

સિંહના ટોળાની વચ્ચે એકલો, પાણી પાવા આવે એ "મિત્ર",

જ્યાં કોઈ દિવસ દંગો ના હોય, જ્યાં કોઈ દિવસ કંપટ ના હોય એ "મિત્ર ",

આંખમાં આંસુ, રદયમાં "પ્રેમ" અને, હાથમાં હથિયાર લઈ ઉભો રહે એ "મિત્ર",

મધરાત હોય, ધોમધખતો તાપ હોય, મુસળધાર વરસાદ હોય તોય બાજુમાં ઉભો હોય એ "મિત્ર",

જાન, જીગર અને જ્વેરાત, હમેશાં કુરબાન કરી દે એ "મિત્ર",

જેનુ દરિયા જેવું દિલ હોય, જ્ઞાનમાં એક્કો હોય, બધુ સમરપણ કરે નિસ્વાર્થ ભાવથી એ "મિત્ર",

પ્રેમ લાખ રુપિયાનો કરે પણ, દોસ્તી તો કરોડોની રાખે એ "મિત્ર",

સુદામાનો પરમ મિત્ર છે ક્રૃષ્ણને, દુર્યોધનનો હથિયાર છે "મિત્ર" કર્ણ,

ભુલાઈ સ્વજનો અને ભુલાઈ સગા સંબંધી, પણ કેમ ભુલાઈ એક મન મોજી "મિત્ર",

" અખિલ" ને યાદ કરુ ત્યાં એનો, "મહિમા" કેમ ભુલાઈ.? દોસ્તીનું માન છે "મિત્ર",

- સંગીઅખિલ "અખો"

***

8. દુહા

હકનું ખાવું, હકનું લેવું 'અખિલ',

હક જતાવીને હાહાકાર ન થાવું. .......(1)

ઝાલાવાડ ઝાલ્યું રે નહિ, ભલભલા માણસ ભિયાણા જળમાં,

તાણીને લઈ ગયા તળિયે, "સંગ" ટાંડવ મચાયું જળનું કઈક એવું. ......(2)

સહીં કરી દે ચોપડે સાજણા, જીવશુ સાથે,

મોજ આવે તો મલકશુ, નહિતર મરચ્યું સાથે. .........(3)

પહેલી પ્રીત, પહેલું મિલન,પહેલું સંસાર સુખ,

"સંગ" ભુલવા મથીએ,તોય ભુલ્યુ ના ભુલાઈ. ........(4)

મહેકી ઉઠે છે "અખિલ", આ વસુંધરા ની વાડી.,

જ્યારે ધરા ઓઢી આવે છે, નવા ઘાસની સાડી. ..... (5)

નિશોવી નાખે છે મને "અખિલ" શેરડીની જેમ,

પછી તનના પ્યાલા ખુબ પીવે છે મીઠપની જેમ. ....... (6)

અખિલ =પુરેપુરી

રદય કે રોગી તો બડે-બડે બાદશાહ મહારાજા ભી થે,

એ રોગને ઉન્હે નહીં છોડા તો હમ ઔર આપ ક્યાં હૈ. .….(7)

મેં ખુદ એક બિખરા હુઆ ઈન્સાન હું, તેરે પેરો સે લીપટા હુંઆ ઈન્સાન હું.

મેં ઓરો કો ક્યાં બતાઉ મેં કોન હું.?, મેં ખુદ ખુદકો ઢુઢતા હુઆ ઈન્સાન હું. ....(8)

અન્નને એકઠું કરતા કીડીઓને જોય લિધી છે,

નક્કી દુકાળ આવવાનો દાખલો હોવો જોઈએ. ........(9)

સંગીઅખિલ "અખો"

***

9. સાલુ એજ સમજાતું નથી.

સાલુ એજ સમજાતું નથી,

જે લોકો હસાવતાતા એને યાદ કરી કેમ રડવુ આવે છે,

જે લોકો રડાવતાતા એને યાદ કરી કેમ હસવું આવે છે.

સાલુ એજ સમજાતું નથી,

તારુ ધાર્યું થ્યુ તો તું ખુશ, મારુ ધાર્યું થ્યુ તો હું ખુશ,

સાલો દુઃખી થાવા નો કોઈ સવાલ જ આવતો નથી.

સાલુ એજ સમજાતું નથી,

મહેફિલ હોય મોજની તોય કેવું રડવું આવે.?

પ્રસંગ હોય દુઃખનો તોય મજાનું હસવું આવે.

સાલુ એજ સમજાતું નથી,

મરજી હોય "મહિમા"ની તો કેટલું સારુ લાગે,

નહિતર "સંગ" જીવતર પણ ધુડ-ધાણી લાગે.

સાલુ એજ સમજાતું નથી .

સંગીઅખિલ "અખો"

***

10. મળી છે.

વિટળાયવળી છે જાણે તરુને વેલી મળી છે,

મારામાં એવી રીતે ભળી છે જાણે દુધમાં સાંકર મળી છે.

જુની પટારીમાંથી "ખૂશ્બુ" થી ભરેલી ડાયરી મળી છે,

અંદરથી બેઉના હસ્તાક્ષર વાળી એક ચીઠ્ઠી મળી છે.

બે હોઠ મળવાથી અંગ - અંગની ઉષ્મા મળી છે,

છુટાં પડ્યાં પછી રખડતાં રખડતાં બેઉની મંઝિલ એક મળી છે.

તારા મારા "મહિમા" ની વાત હું કહું લોકોને જ્યારથી તું મળી છે,

ત્યારથી "અખિલ" ને નવી દિશા મળી છે.

- સંગીઅખિલ "અખો"

***