Chitkar - 7 in Gujarati Moral Stories by ARUN AMBER GONDHALI books and stories PDF | ચિત્કાર - 7

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ચિત્કાર - 7

ચિત્કાર

( પ્રકરણ – ૭ )

આજે ઘટનાનો છટ્ઠો દિવસ હતો. કોઈપણ માહિતી હજુ મળી નહોતી. લગભગ દસ વાગે એક ફોન આવ્યો નીરજના મોબાઇલ ઉપર. કોઈ ઓટોરીક્ષાવાળાએ પેપરની જાહેરાતના આધારે ફોન કર્યો હતો. તે નીરજને મળવા માંગતો હતો. નીરજે તેને હોસ્પિટલમાં આવવાં કહ્યું. એ હોસ્પિટલમાં આવ્યો ત્યારે ઇન્સ્પેકટર અમિત સિંહ હાજર હતાં.

રિક્ષાવાળાએ વાત કરતાં કહ્યું – “લગભગ આઠ વાગ્યાં હશે તે વખતે આ છોકરી રીક્ષામાં બેઠી. મારી રોજની આદત અનુસાર હું દિવસ હોય કે રાત્રિ દરેક સ્ત્રી પેસેન્જરને રીક્ષા સાથે મારો ફોટો લઇ વોટ્સ એપ કરવા કહું છું. જો કોઈ પાસે કેમેરા ફોન ના હોય તો હું મારો ફોન ઓફર કરું છું, એમાં વર્દી સાથે મારો ફોટો ખાસ રાખેલ છે. એણે તરત જ પોતાનો મોબાઇલ બતાવ્યો. મેં એને રીક્ષાના નંબર પ્લેટ સાથે મારો ફોટો લેવાં કહ્યું અને તે પોતાનાં ઘરે મોકલવા કહ્યું. એ છોકરી તરતજ મારી વાત સાથે સમ્મત થઇ અને રીક્ષા સાથે ફોટો લઇ મમ્મીને વોટ્સ એપ કર્યો છે એવું કન્ફર્મ કર્યું. એ ફોટો એણે મને પણ બતાવ્યો હતો અને આ આઈડીયા માટે મને થેંક્સ પણ કહ્યું હતું. લગભગ ચાલીસ પચાસ મીનીટ બાદ મેં એને એપાર્ટમેન્ટના ગેટ પાસે છોડી હું નીકળી ગયો”.

નીરજે તરતજ અલકાને બોલાવી મોબાઈલમાં વોટ્સ એપ પરના મેસેજ ચેક કરવા કહ્યું. વાત કન્ફર્મ હતી. શ્રેણીએ એ ફોટો મોકલ્યો હતો. પરંતુ આદત મુજબ ઘણાં મેસેજ હોવાથી આપણે વાંચતા નથી કે મોબાઇલ ઉપર આવેલ બધીજ ઇમેજ આપણે ડાઉનલોડ કરતાં નથી એટલે જરૂરી મેસેજ ઉપર ધ્યાન અપાયું નહોતું કે સમયસર જોવાયું નહોતું. જો તે ઘડીએ મેસેજ વાંચ્યો હોત તો આખી રાત પપ્પા નીરજ અને મમ્મી અલકાને રખડવું ના પડત અને કદાચ કોઈ ક્લુ મળી ગયો હોત.

સોસિયલ મીડિયાનો ખરો ઉપયોગ કરતાં આપણને આવડતો નથી કે બધાં વ્યવસ્થીત રૂપે કરી શકાતા નથી અથવા બધીજ સિસ્ટમ અને સેટિંગસની જાણકારી ન હોવાને લીધે આપણે પાછાં પડતા હોઈએ છીએ. ભારતમાં લગભગ નેવું ટકા લોકો એનો ઉપયોગ રોજ સવારના ગુડ મોર્નિંગ કહેવાં કે ગુડ મોર્નિંગની ઈમેજ મોકલવા માટે કરે છે જે ફોરેનની એક સ્ટડી દ્વારા સાબિત થયેલ છે. સેલ્ફી કે ફોટા મોકલવામાં કરીએ છીએ. અભિનંદન અને બર્થડેના ફોટો મુકવા કે બીજા ફોટો પ્રસંગના ફોટો મોકલવા કરીએ છીએ. આજકાલ ટેક્ષ્ટ ગુરુઓ ઘણાં થઇ ગયાં છે. કોપી, પેસ્ટ અને ફોરવર્ડ કરવામાં માહિર છે. પરિણામે કોન્ટેક્ટના આધારે રોજ ઓછામાં ઓછા પાંચસો મેસેજ ઉપરાત ઇમેજ આપણા મોબાઇલમાં આવી પડતાં હોય છે અને આપણે ડાઉનલોડ કરતાં નથી. એ બધું વાંચવા કે જોવા માટે હજારો મીનીટો જોઈએ. પણ સમય ક્યાં છે ? સર... સર... મોબાઇલ ઉપર ફરતી આંગળી અને અંગુઠા કામ અઆન કરી દે છે. નકામું વંચાય છે અને કામનું વહી જાય છે કે રહી જાય છે. કદાચ આપણે ભારતીયો વધુ પડતો નકામો ઉપયોગ કરીએ છીએ અને પૈસાની સાથે સમય બગાડીએ છીએ. વાતની નોંધ લેવી જરૂરી છે.

ઇન્સ્પેક્ટર અમિતસિંહ તરત જ નીરજને લઇ એમનાં રહેઠાણે પહોચ્યાં. વોચમેનની પુછપરછ કરી, પરંતુ વાત છ દિવસ પહેલાંની હોવાથી એ જવાબ ના આપી શક્યો. ઇન્સ્પેકટરે મુખ્ય દરવાજાં ઉપર ગોઠવેલ સીસીટીવીના ફૂટેજ આપવાં માટે કહ્યું, પરંતુ તે બગડેલ હોવાથી શક્ય નહોતું. યોગ્ય સાધન આપણે વસાવીએ તો છીએ પણ તેના મેન્ટેનન્સની કાળજી આપણે કરતાં નથી. લાખો રૂપિયા ખરચીને ફ્લેટમાં વસવાટ કરીએ છીએ પરંતુ મેન્ટેનન્સ બાબત આંખ આડા કાન કરીએ છીએ. પોતાની જવાબદારીની કદર આપણે કરતાં નથી.

બાહોશ ઇન્સ્પેક્ટરની નજર સામેના એપાર્ટમેન્ટના ગેટ પર પડી, એ ગેટ ઉપર સીસીટીવી કેમેરો ઇન્સ્ટોલ કરેલ હતો. એ તરત ત્યાં દોડ્યા અને વોચમેનને છેલ્લાં છ દિવસની સીસીટીવી ફૂટેજ બતાવવા કહ્યું. એપાર્ટમેન્ટના કેર ટેકર પ્રમુખ આવ્યાં અને રેકોર્ડ થયેલ ફૂટેજ જોવાની શરૂઆત થઇ. રિક્ષાવાળાની વાત ખરી હતી. રીક્ષા ગેટ ઉપર આવે છે. શ્રેણી રીક્ષામાંથી ઉતરે છે, પોતાનું પર્સ પૈસા આપવાં ખોલે છે તેજ ઘડીએ રીક્ષાના વિરુદ્ધ દિશામાંથી એક કાળી ગાડી આવે છે, કાચ ઉપર કાળી ફિલ્મ લગાડેલ છે. ગાડી ઉભી રહેવાથી શ્રેણીનું ફક્ત માથું જ દેખાય છે. રીક્ષા નીકળી જાય છે. કાળી ગાડીના ડ્રાયવરની ડાબી બાજુના દરવાજાં ફટાફટ ખુલે છે અને બંધ થાય છે. ગાડી ચાલી જાય છે પરંતુ શ્રેણી એનાં એપાર્ટમેન્ટમાં જતી દેખાતી નથી. ઘણીવાર રીવર્સ ફોરવર્ડ અને ઝૂમ કરી જોયું પરંતુ શ્રેણી પોતાનાં એપાર્ટમેન્ટમાં જતી દેખાઈ નહિ. વાત ચોક્કસ હતી કાળી ગાડીમાં એનું અપહરણ થયું હતું. રાત્રીના અપૂરતા પ્રકાશ અને આવતાં જતાં વાહનોને લીધે ગાડીનો નંબર પણ જોઈ શકાયો નહિ.

ઇન્સ્પેકટરે આજુબાજુના બધાં ગેટ ઉપરના સીસીટીવીમાં ફૂટેજ જોવાની કોશિશ કરી પણ સુરક્ષા માટે લગાડેલ કેમેરાની જાળવણી માટે કોઈએ ધ્યાન આપેલ નહોતું. લગાડેલ કેમેરાઓ નામના જ હતાં. કેમેરા નીચે લગાડેલ બોર્ડ – you are under surveillance of CCTV Camera કટાક્ષમાં હસી રહ્યું હતું.

શ્રેણીનાં અપહરણની વાત થવાથી આજુબાજુનાં એપાર્ટમેન્ટવાળા બધાજ સતર્ક થઇ ગયાં હતાં અને તાત્કાલિક CCTV Camera રીપેર કરવાની ગડમથલમાં પડી ગયાં. પરંતુ હજુ કોઈને ખબર પડી નહોતી કે શ્રેણી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં પડી છે.

ઇન્સ્પેક્ટર અમિત સિંહ ના મગજમાં બીજી એક વાત યાદ આવી અને બધાં હોસ્પિટલમાં આવ્યાં. શ્રેણીનાં રૂમમાં જઈ એનું પર્સ શોધવાનું શરુ કર્યું જેથી પર્સમાં મુકેલ શ્રેણીનો મોબાઇલ મળી જાય અને કંઇક ક્લુ મળે, પરંતુ શ્રેણીનું પર્સ ગાયબ હતું. એનાં મોબાઇલ ઉપર કોલ કર્યો પણ મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો એટલે ટ્રેસ કરવો મુશ્કેલ હતો. ઇન્સ્પેકટરે શ્રેણીનાં મોબાઈલની કોલ વિગત મંગાવવા વિનંતી કરી.

વિગત અનુસાર બધાં ફોનમાં કોઈપણ અનનોન નંબર નહોતાં. બધાજ નંબર એમનાં જાણમાં હતાં. તે દિવસનો છેલ્લો કોલ અલકાબેન ઉપર હતો જે તરતજ કટ થયેલ હતો. હવે ચોક્કસ હતું કે બોયફ્રેન્ડવાળો કિસ્સો નહોતો.

અપહરણ કરનારાઓએ ચોક્કસ માહિતી ભેગી કરેલ હતી. શ્રેણીના દરેક ગતિવિધિઓથી તેમજ તેના ઘરનાઓની ગતિવિધિઓથી તેઓ વાકેફ હતાં. બીજી વાત કે અપહરણ કરનારાઓનો હેતુ કોઈપણ ખંડણી ઉઘરાવવાનો નહોતો કે તે અંગે કોઈ ફોન કે વાતચીત પણ થયેલ નહોતી. અપહરણ પાછળ એક જ કારણ હતું વાસના, જે સ્પષ્ટ લાગતું હતું.

અમિત સિંહની નજર હવે શ્રેણીનાં સાંજના ટ્યુશન ક્લાસ પર ગયી. સાંજે પોતાની ટીમ સાથે તેઓ ત્યાં સિવિલ ડ્રેસમાં પહોંચ્યા લગભગ પાંચ વાગે. લોકો, વિદ્યાર્થીઓની અવરજવર સતત હતી પરંતુ બધું સામાન્ય લાગતું હતું. બે અઢી કલાક બાદ તેઓ એનાં ક્લાસમાં દાખલ થયાં અને એનાં ઇન્સ્ટીટ્યુટના ટીચર તથા સાંજના બેચમાં આવનાર બધાં વિદ્યાર્થિઓની પુછપરછ કરી પરંતુ શ્રેણીનાં અપહરણ બાબત કોઈને બહુ ઝાઝી ખબર પણ થયેલ નહોતી.

એકવાત ચોક્કસ હતી કે કેરિયર બાબત સતર્ક રહેનાર માટે બીજી બધી બાબતો ગૌણ થઇ જાય છે. અભ્યાસ અને કેરિયરની ચિન્તા કરનારાઓ પોતાનાં ધ્યેયને લક્ષમાં રાખી એ પ્રાપ્ત કરવા માટે દિવસરાત એક કરે છે એટલે આજુબાજુમાં શું બને છે એ અંગે અન્જાન હોય છે કે એનાં ઉપર ધ્યાન આપતાં નથી. પોતાની બધી પ્રવૃતિઓ તેઓ સંકોરી લે છે. આગળ જતાં કેરિયર બનાવી તેઓ પૈસામાં અને પોઝીશનમાં ખોવાઈ જાય છે. બચપણથી ઘરથી વિખુટા હોવાથી એમની લાગણીઓ શુષ્ક બની જાય છે. પરિણામે સમાજથી વિમુખ પણ થાય છે અને પોતાની એક નાની દુનિયા બનાવે છે જેમ શ્રેણી, પિતા નીરજ અને માતા અલકા. આજે આવી દુખભરી સ્થિતિમાં કોઈ ત્રીજી વ્યક્તિ સહારો કે આશ્વાસન આપવાં આવી નહોતી.

રાત્રે લગભગ નવ વાગે પૂછપરછ પતાવી ઇન્સ્પેકટર અમિત સિંહ ઘરે ગયાં.

( ક્રમશઃ )